Swatantra Divas Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Swatantra Divas

નીતા કોટેચા

Neetakotecha.1968@gmail.com

9867665177

9699668394

સ્વાતંત્ર દિવસ

સમી સાંજનુ વાતાવરણ એટલે મારો પ્રિય સમય, ગુલાબી ગુલાબી આકાશ મારા પપ્પાની યાદ મને દેવડાવતુ. મારા પપ્પાને પણ આ સમય બહૂ જ ગમતો. હું મારા પપ્પા સાથે વધારે રહેતી એટલે એમની અને

મારી પસંદ પણ બહૂ મળતી આવતી . અંધારૂ એમને બિલ્કુલ ન ગમતુ. એ હંમેશ કહેતા કે દિવસનાં સુરજ આકાશ ન જોવા દે અને રાત્રે ચાંદ, પણ આની ફરીયાદ કરવી કોને ? આતો નિયતી છે, સાવર અને રાત ની વચ્ચે નો સમય એટલે સાંજ અને એ સમય મારો એ સમયમાં મને કોઇ હેરાન પણ ન કરે બધુ કામ પતાવીને આ સમય હુ ફ્કત મારી માટે રાખતી . ,

આજે પણ બાલ્કનીમાં આરામ ખુરશી નાંખીને બેઠી હતી . આરામ ખુરશી નો એક ફાયદો એ કે એની સીટ તમે ઢાળી ને બેસો એટલે નજર પોતે ફક્ત આકાશ તરફ રહેતી. રોજની જેમ આજે પણ હું એ ખુશનુમા વાતાવરણને મારા હ્રદયમાં ભરતી હતી ત્યાં નીચેથી કોઇકનો જોર જોર થી બોલવાનો અવાજ આવ્યો. અવાજ સ્ત્રીનો હતો અને એ અવાજ હર ક્ષણે વધારે ઉગ્ર થતો જતો હતો, હવે જીવ ત્યા ગયો . ઉભી થઈ , નીચે જોયુ તો પહેલા માળાની બાલ્કની માં જમનામા પોતાની વ્હીલ્ચેર માં બેઠા હતા. અને એમની વહુ એમના પર બહુ જોર જોર થી ગુસ્સો કરતી હતી કે " કેટલા દિવસ તમારી ગંદકી સાફ કરવાની હે મારે ? હવે જલ્દી ઉપર જાવો અને મારી જાન છોડો .

જમનામા એકદમ ચુપચાપ સાંભળતા હતા, એમની પાસે બીજો કોઇ રસ્તો પણ ન હતો.. તેઓ હવે પરવશ હતા. એકવાર તો મને એમ થયુ કે હુ જમનામા ને મારા ઘરે લઈ આવુ પણ મે વિચાર્યુ કે હમણા એમની વહુ બહુ ગુસ્સામા હે હમણા એને છંછેડવામાં મજા નથી.થોડીવારમાં બધુ શાંત થઈ ગયુ . અને આકાશ મા અંધારૂ પણ..

મારી તો સાંજ બગડી જ ગઈ હતી એટલે હું પણ મારુ મન શાંત કરવા ઘરની બહાર નીકળી ગઈ . મમ્મી પપ્પા હવે હયાત ન હતા , ભાઈ ભાભી અલગ રહેતા હતા, અને લગ્નજીવન મને સદ્યુ ન હતુ . તો મારે કોઇને જવાબ આપવાનો નહોતો કે ક્યા જાવ હુ ક્યારે આવીશ ? અને કોઇ રાહ જોવા વાળુ હતુ નહી, હું મારી મરજી ની માલિક હતી .

ઘરથી નિકળીને થોડે દૂર ગઈ ત્યા મને જમનામા નો દિકરો સુધીર મળ્યો,અમે સાથે મોટા થયા હતા. હુ પોતાને રોકી ન શકી મે એને પૂછ્યુ " સુધીર, આ તારા ઘરમાં શું ચાલે છે ? મે મારી મમ્મી પાસેથી હંમેશ સાંભળ્યુ હતુ કે જમનામા નાં લગ્ન પછી બહૂ વર્ષે તારો જન્મ થયો હતો , અને તારા માતા પિતા એ તને બહૂ લાડ કોડ થી તને મોટો કર્યો હતો . અને આજે તારી પત્ની જમનામા ને આટલુ બોલે હે તુ એને ચુપ નથી કરાવી શક્તો ? "

સુધીર કંઇ બોલ્યો નહી બસ માથુ નીચે રાખીને ઉભો રહીને મારુ સાંભળતો હતો. મને સમજાઈ ગયુ કે સુધીર નું ઘરમાં કંઇ જ ચાલતુ ન હતુ . એને કહીને કંઇ જ મતલબ ન હતો. એ પણ બે મિનિટ ઉભો રહીને ચાલ્યો ગયો. થોડી વાર આંટા મારીને હું પણ ઘરે પાછી આવી.

બીજે દિવસે ૧૫ ઓગષ્ટ હતી એટલે કે સ્વાતંત્ર દિવસ , અમારી કોલોની મા આ દિવસે બહૂ બધા પ્રોગ્રામો થાય . સૌથી પહેલો પ્રોગ્રામ હતો બધાના ભાષણ નો. ભાષણ નો પ્રોગ્રામ લોકો પહેલા કેમ રાખે એ મને શાળામાં હતી ત્યારે ખબર પડી કે જો હેલ્લે રાખે તો કોઇ સાંભળવા વાળુ બચે જ નહી . એક પછી એક ભાષણ શરૂ થયા.

કોઇકે દેશ માટે, કોઇકે દેશની પ્રગતિ માટે, કોઇ સ્ત્રી શિક્ષણ તો કોઇકે દીકરી બચાવો પર, બધાએ એ બધા ભાષણ પર તાળીઓ પણ પાડી. માનનીય વ્ય્કતિઓનાં ભાષણ પત્યા એટલે કોલોની નાં સેક્રેટરી એ મને જણાવ્યા વગર બધાની આભારવિધિ કરવા મંચ પરથી મારુ નામ લીધુ .

મને પહેલાથી કંઇ કહેવામાં આવ્યુ ન હતુ , મે કોઇ તૈયારી પણ નહોતી કરી પણ ચેલેંજ સ્વીકારવી એ મારા લોહી માં હતુ .હું ઉભી થઇ અને મંચ તરફ જવા લાગી , મને ખબર હતી કે મારે ત્યા કોઇ ભાષણ નહોતુ આપવાનું. મારે સૌથી પહેલા બધા માનનીય વ્યકતિઓ નો આભાર માનવાનો હતો અને કોઇ પણ સામાજિક વિષય પર બોલવાનુ હતુ. અત્યાર સુધી બધા વિષય પર બોલાઇ ગયુ હતુ , હું વિચારતી હતી કે હું શું બોલુ ? ત્યાં જ મે જમનામાને જોયા. જે પોતાની બાલ્કની માં બેસીને પ્રોગ્રામ જોતા હતા. થોડા ડરેલા ઘભરાયેલા..

મને માઇક આપવામાં આવ્યું મે બોલવાનું શરૂ કર્યું .." આજે તમે બધાએ બહૂ જ સરસ ભાષણ આપ્યાં, એક એક વાતો વિચાર કરતા કરી મુકે એવી હતી. હું આખી કોલોની તરફથી આપ સર્વેનો આભાર માનુ છુ. પણ આપણે જે વાતો સાંભળી એ વાતો મા થી બહૂ ઓછી વાતો માં આપણે બદલાવ લાવી શકશુ અને કોઇક વાતો મા તો લાવી પણ નહી શકીયે. અને જે વાતો માં આપણે બદલાવ લાવી જ નહી શકીયે એ વાતો ની ચર્ચા કરીને સમય બગાડવો એ તો નકામી જ વાત છે ને , તો ચલો આપણે કંઇક એવુ કરીયે કે જેનાથી કોઇક નું કંઇક સારૂ થાય.

મારા વિચારે આજનો સૌથી મોટો મુદ્દો હે ઘરનાં વડિલો.. હું થોડા દિવસ પહેલા એક પુસ્તક વાંચી રહી હતી ત્યારે મે વાંચ્યુ કે એક સામાજિક કાર્યકર્તા એ એક નેતા ને કહ્યુ કે તમે અમારા વ્રુધ્ધાશ્રમ નું ઉદઘાટન કરવા આવશો ? તો એ નેતા એ કહ્યુ કે " જ્યારે વ્રુધ્ધાશ્રમ બંધ કરવુ હોય ત્યારે મને કહેજો હું ચોક્કસ તાળુ લગાવવા આવીશ . " મને એમની આ વાત જરા પણ ન ગમી. મને આજ સુધી એ નથી સમજાણુ કે વ્રુધ્ધાશ્રમ શું કામ ન ખોલવા જોઇયે ? જેના ઘરનાં દિકરા વહુ એમના માતા પિતા ને સરખી રીતે ન સંભાળી શકતા હોય એ વડિલો કેટલા હેરાન હશે એ વાત એ નેતા ને નહી ખબર હોય . આજે હું અહિંયાથી હાથ જોડીને લોકોને પ્રાર્થના કરૂ છુ કે જે બાળકો ને પોતાના માતા પિતા ભારી પડતા હોય એમને વ્રુધ્ધાશ્રમ માં મુકી આવો . એમનો જે ખર્ચઓ હશે એ હુ આપીશ. અને એમને થોડે થોડે દિવસે મળવા પણ હુ જઇશ. જે માતા પિતા એ તમને ખોળા માં થી નીચે નથી ઉતાર્યા એમના બુઢાપા માં એમને એટલુ હેરાન ન કરો કે એમને તમને જન્મ આપવા માટે અફસોસ થાય .

અને એની શુભ શુરૂઆત હું આજે અહિંયા થી કરૂ છુ .જો જમનામા ની મરજી હોય તો હું એમને મારા ખોલેલા વ્રુધ્ધાશ્રમ માં મુકી આવુ. કે જેનાથી એમની આગળની જિંદગી સ્વમાન સાથે વિતે.. એમણે ડરવાની જરૂરત નથી જે એમની મરજી હશે એ જ થાશે.

મેદાનનું વાતાવરણ જાણે સ્મશાનની શાંતિ હોય એવુ થઈ ગયુ. બધાની નજર હવે જમનામા અને એમનાં દીકરા વહુ પર હતી. જમનામા ની વહુ મને અને જમનામા ને બહૂ જ ગુસ્સાથી જોતી હતી . પોતાની વહુ ને અણદેખ્યુ કરી ને જમનામા બાલ્કની ની ગ્રીલ પકડીને ઉભા થયા. અને જોર જોર થી તાળી વગાડવા લાગ્યાં. બધાએ એમની તાળીઓ માં એમનો સાથ આપ્યો. જમનામા એ ઇશારાથી મારી પાસે માઈક મંગાવ્યું . એમના સુધી માઈક પહોચાડવામાં આવ્યું . જમનામા એ પોતાની બુઢ્ઢી અવાજમાં કહ્યુ " દીકરી તે આજે ખરા અર્થ માં મારો સ્વાતંત્ર દિવસ ઉજવ્યો હે . ચાલ દીકરી મારે વ્રુધ્ધાશ્રમમાં જવુ છે .

ચારે બાજુ તાળીઓ નાં ગડગડાટ થયા. મે જોયુ જમનામા ની વહુ ની આંખોમાં થી આગ વરસતી હતી અને સુધીરની આંખોમાથિ પ્રશ્ચાતાપનાં આંસુ..