Be Kinari Vachche Dr. Yogendra Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Be Kinari Vachche

‘બે કિનારાની વચ્ચે’

એક મૃત્યુકથા

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

‘બે કિનારાની વચ્ચે’

એક મૃત્યુકથા

‘આજે ઢગલાબંધ સાહિત્ય રચાય છે, પરંતુ તેમાં સત્વશીલ સાહિત્ય અતિ અલ્પ હોય છે. દેશી ચાલુ ફિલમશાઈ નવલકથાઓની સામે ભાવકના સમગ્ર આત્માને-સંવિત્તને સ્પર્શી પ્રસન્ન કરી દે, દિવસો સુધી મનમાં સતત રમતી રહે તેવી કલાત્મક કૃતિઓ કવચિત જ મળે છે.’(પા. ૪૪, ‘વિવેચનાલોક’)

જાણીતા વિવેચક પ્રો.જશવંત શેખડીવાળાના આ વિધાનની સામે એમણે પોતે લખેલી ને ત્રણ ત્રણ જગ્યાએ છપાવેલી “બે કિનારાની વચ્ચે - એક સરસ લઘુનવલ”ની બાર પાનાંની આસ્વાદમૂલક વિવેચનાના થોડા અંશો અહીં ભાવકો માટે પ્રસ્તુત છે.

‘વીસ વરસ પછી મેં તેને ફરીથી વાંચી, બે દાયકા પછી પણ તેની તાજગી, સુંદરતા અને સરસતા અકબંધ જળવાઈ છે. ઉન્નત ભાવકને પણ પોતામાં સાદ્યંત લીન રાખી શકે તેવી તે કલાત્મક છે.

કૃતિમાં કોઈ ખલપાત્ર નથી! ખલપાત્ર, કાવાદાવા, પ્રણયત્રિકોણ, જોગ-વિજોગની અને ભેદ-ભરમની રહસ્યમય ઘટનાઓ વિનાપણ નવલકથા સ-રસ થઈ શકે-હોઈ શકે તેનું ‘બે કિનારા વચ્ચે’ એક ઉત્તમ ઉદાહરણ છે.

વસ્તુ ભાવ-વિચાર અને ભાષા-શૈલી-નિરૂપણ ઉભયરૂપમાં આકર્ષક છે. માત્ર ચાર-પાંચ કલાકમાં બનેલી ઘટનાઓનું, પૂરા જીવનને પ્રતિબિંબિત કરતું, સો કરતાંય ઓછાં પાનાંમાં, લેખકે તેમાં માર્મિક આલેખન કર્યું છે. બહુરૂપા જિંદગી અને મોતનું, આથમતી અને ઊંગતી બે પેઢી વચ્ચેની નિકટતા અને દૂરતાનું, પુત્ર અને પિતા વચ્ચેના સૂક્ષ્મ-સ્કુટ રાગાત્મક અને રોગાત્મક સંબંધનું, પિતાના વારસામાં મળતાં તન-મન-ધનની સાથે જ મળતાં પ્રચ્છન્ન મોતનું અને કોઈના કશા દોષ-દુર્ગુણ-દુષ્કર્‌મ વિના પરિવારના સૌ કોઈને ભોગવવી પડતી અસ્તિત્વની યાતનાનું તેમાં વાસ્તવિક, કલાત્મક, વેધક નિરૂપણ થયું છે.

લેખકની ઉત્કટ સંવેદના, વિધાયક ચારૂ કલ્પના, આર્દ્ર વિચાર તેમજ ઈંદ્‌રિયસંવદ્ય શૈલી અને નાટ્‌યાત્મક નિરૂપણનો સુયોગ વસ્તુગત કથા, પાત્રો, સુક્ષ્મ-સ્ફુટ કાર્યને ભાવક સમક્ષ જાણે ખડાં કરે છે. ભાવક તેમાં લીન થઈ જાય છે.

કૃતિમાં કોઈ ખલપાત્ર નથી! ખલપાત્ર, કાવાદાવા, પ્રણયત્રિકોણ, જોગ-વિજોગની અને ભેદ-ભરમની રહસ્યમય ઘટનાઓ વિનાપણ નવલકથા સ-રસ થઈ શકે-હોઈ શકે તેનું ‘બે કિનારા વચ્ચે’ એક ઉત્તમ ઉદાહરણ છે.

માનવીની કથા સ્મશાનમાંથી શરૂ થઈ, સ્મશાનમાં પૂરી થાય છે. જીવનની અંતિમ ગતિ મોત છે તેનું નાટ્‌યાત્મક છતાં રૂચિકર દર્શન તે કરાવે છે. ભાવકમાં તે સમસંવેદન અને વિચાર યુગપદ પ્રેરે છે.

આછો પણ સુસંબદ્ધ સૂચક અને મર્મસ્પર્‌શી ઘટનાઓ સુસંકલિત સરસ કથાવસ્તુ રચે છે. હયાતી અને મોતના બે કિનારાની વચ્ચે જીવન જીવાય છે. મૃત પિતા હયાત પુત્રમાં જીવંત રહે છે અને હયાત પુત્ર પિતાનાં મૃત્યુને હરપળે આલિંગતો રહે છે. જીવન અને મૃત્યુની સહોપસ્થિતિ એ મનુષ્યની અદૂર નિયતિ છે આ અણગમતું પણ અફર સત્ય ભાવકના અંતરને સ્પર્શી જાય છે.

કૃતિગત વસ્તુ-પાત્ર-સમસ્યાનું સુરેખ-સજીવ-સંવેદ્ય નિરૂપણ સીધી, સાદી, સરળ દેખાતી પણ વાસ્તવમાં ઈન્દ્‌રિયાગ્રાહ્ય, અર્થ-ભાવ સભર, વ્યંજનાગર્ભ, લાઘવગુણયુક્ત શૈલીને કારણે નાટ્‌યાત્મક રીતે થયું છે. વર્ણનો ચિત્રાત્મક, ભાવભર્યાં અને નવીન તાજગીભર્યાં સચોટ અને આકર્ષક છે. ભાષા-શૈલી-નિરૂપણ પર લેખકનું કેવું પ્રભુત્વ છે તેનાં આ વર્ણનો અને સંવાદો દ્યોતક છે.

માનવીની કથા સ્મશાનમાંથી શરૂ થઈ, સ્મશાનમાં પૂરી થાય છે. જીવનની અંતિમ ગતિ મોત છે તેનું નાટ્‌યાત્મક છતાં રૂચિકર દર્શન તે કરાવે છે. ભાવકમાં તે સમસંવેદન અને વિચાર યુગપદ પ્રેરે છે. તેને કૃતિમાં સાદ્યંત લીન રાખી શકે છે. કૃતિ નિરૂપિત જગત અને તેનાં માનવી, તેમનાથી દૂર ગયા પછી પણ, ભાવકના ચિત્તમાં કયાંય સુધી છવાયેલાં રહે છે.”