Saraswatichandra books and stories free download online pdf in Gujarati

Saraswatichandra

સરસ્વતીચંદ્ર

એક મનભર નવલકથા

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

સરસ્વતીચંદ્ર

એક મનભર નવલકથા

‘ઘર તજી ભમું હું દૂર સ્વજનહીન ઉર ભરાઈ આવે’ ગણગણતો નવીનચંદ્ર સુવર્ણપુરનો અતિથિ થઈને વહાણમાંથી ઉતરે છે ત્યાંથી નવલકથા શરૂ થાય છે. લોકો નગર ભણી વળતા હતા પણ એ એક બીજી દિશાએ ‘રાજેશ્વરના મંદીરે’ પહોંચે છે અને ત્યાં પૂજારી મૂર્ખદત્તનો મેળાપ થાય છે. આ નવીનચંદ્ર બોલ્યા વગર જોઈ શકે છે. કાને સાંભળેલું મનમાં રાખી શકે છે. જાતે રંગાયા વિના સૌ રંગ જોઈ શકે છે. દયા અને નિદર્યતા, પંડિતતા અને મૂર્ખતા, મૃદુતા અન કઠિનતા, રસિકતા અને વૈરાગ્ય એવા કંઈ કંઈ વિરોધી ગુણો ધરાવે છે. અવિચારી સાહસિક તથા સપ્તરંગી છે.

આ નવીનચંદ્ર તે જ સરસ્વતીચંદ્ર. ઓગણીસ વર્ષની ઉંમરે એ એમ.એ.એલ.એલ.બી થયો, બેરિસ્ટર થયો ત્યારે તેનું સગપણ ચૌદ વરસની કુમુદસુંદરી સાથે થયું. એની સાવકી મા ગુમાનબાએ પિતા લક્ષ્મીનંદનના કાન એની વિરૂધ્ધ ભંભેર્યા ને પિતાએ પુત્રને ન કહેવાનાં કહેણ કહ્યાં તેથી ગૃહત્યાગ કર્યો અને વહાણમાં બેસી થનારી પત્નીના પિતા વિદ્યાચતુરના નગર રત્નનગરી તરફ પ્રયાણ કર્યું. દરિયામાં તોફાનમાં સપડાયેલું તેનું વહાણ દોઢ મહિને ‘સુવર્ણપુર’ પહોંચ્યું ત્યારે તેની થનાર પત્ની કુમુદસુંદરીને ત્યાનાં અમાત્ય બુધ્ધિધનના પુત્ર પ્રમાદધન સાથે પરણાવી દેવાઈ હતી. ત્યાં રાજખટપટના અનેક કાવાદાવાના સાક્ષી બની,

‘’રહી ઓછું વત્તું વિષય સહુ જાશે તજી મને

તજું હું તેને તો પ્રિય સુહ્ય્દના દોષ કંઈ યૈ’’

ગાનારો સરસ્વતીચંદ્ર કુમુદને ‘વિધિનું ધાર્યું વેઠી લે, પડયું પાનું સુધારી લે’નો સંદેશો આપી, ‘હૃદયને કારભારીને ત્યાં મુકી ચાલતો થયો’ અને ‘સુખદુખ મનમાં ન આણીએ’ પંક્તિ સાથે નવલકથા પૂરી થાય છે.

આ તો માત્ર પહેલા ભાગની જ કથા છે પણ અત્યંત રોચક અને મિષ્ટ છે. વિદ્યા, દ્રવ્ય, અધિકાર, સ્વતંત્રતા તથા વિશુધ્ધિ : એ સર્વના પ્રકાશમાં, છાયામાં મનુષ્યોની વિવિધ સ્થિતિઓ બતાવાઈ છે. માનવી સારાસારની મેળવણી જેવો છે તેની ખાતરી વાચકને થાય છે. ‘વાચક, સાંભળ’ એમ છ વાર વાચકને સંબોધી કથા કહેવાઈ છે તેથી ચિત્રાત્મક, સરસ અને જકડી રાખનારી બની છે.

"દુનિયાની પાસે ગૌરવથી રજૂ કરી શકાય તેવી બે જ ચીજ ગુજરાત પાસે છે. એક મહાત્મા ગાંધીજી અને બીજી ચીજ તે ગ્રંથમણિ સરસ્વતીચંદ્ર."

લગભગ ત્રણસો પાનામાં, એકવીસ પ્રકરણોમાં ડગમગતાં અને સ્થિર થવા મથતાં, ઉત્કર્ષ માટે થતાં માણસોનું, ઈશ્વર-લીલાનું સદર્થે ચિત્ર અપાયું છે તે જોઈ ‘પ્રેમ કથા નિમિત્તે સંસ્કૃતિ કથા’ તરીકે ઓળખાય છે. લેખકે દર્શાવ્યું છે કે વિદ્યાચતુર જો ગુણસુંદરીને પરણે તો કુસુમ-કુમુદ જેવા કન્યારત્નો જન્મે અને પોતાની સુવાસ જગતમાં પ્રસરાવે. લક્ષ્મીનંદન પણ ચંદ્ર (પવિત્ર) લક્ષ્મી સાથે જોડાય તો તેને ત્યાં સરસ્વતીચંદ્ર જન્મે પણ સાવકીમાં ગુમાનબા આવતાં આખું કુટુંબ છિન્નભિન્ન થાય. શેઠરાયને ત્યાં દુષ્ટરાય જ જન્મે અને બુધ્ધિધન-સૌભાગ્યદેવી પણ નોકરો દ્વારા બાળકોને ઉછેરે તો તેઓ પ્રમાદધન-અલક જેવાં ચરિત્રહીન થાય. ‘ખોટે રસ્તે પડનાર માણસ પાડનારની લગામમાં પણ આગળ જતાં રહી શકતું નથી’ અને ‘‘સારૂ પ્રારબ્ધ સંચિત કરવાનો અવકાશ ઈશ્વરના રાજયમાં સદૈવ છે’’ જેવા જીવનના પાઠો અત્યંત મનહર અને મનભર રે એમાંથી શીખવા મળે છે.

આ જ કારણો થોડી દુર્બોધ હોવા છતાં, એ વારંવાર વાંચવી ગમે છે. કવિશ્રી ઉમાશંકરે તેને ગુજરાતનો ગૌરવગ્રંથ ગણાવી કહ્યું કે ‘ગુજરાતના જીવન ઉપર સરસ્વતીચંદ્રની મુદ્રા ઊંઠી છે તેવી કોઈ ગ્રંથની ઊંઠી નથી.’ તો નવલકથાકાર ‘દર્શકે’ કહ્યું કે, ‘દુનિયાની પાસે ગૌરવથી રજૂ કરી શકાય તેવી બે જ ચીજ ગુજરાત પાસે છે. એક મહાત્મા ગાંધીજી અને બીજી ચીજ તે ગ્રંથમણિ સરસ્વતીચંદ્ર’. આ જ કારણે આના લેખક ગોવર્ધનરામને સંગમયુગના મનિષ્િાદ્રષ્ટા કહ્યા છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED