સ્પંદન "દિલ" ના....-part-3 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્પંદન "દિલ" ના....-part-3


...........અકળ ગતિ............

ચઢી પર્વતની ટોચે હું વિચારમગ્ન બેસી રહ્યો .

કુદરતની અકળગતિે સમજવાની કોશિશ કરતો રહ્યો.

ના ગતિ ના રૂપ નથી સમજાઇ કદી લીલા તારી પ્રભુ .

કયા રૂપ અસ્તિત્વમાં તને જોઉં શોધુ ના સમજાયું કદી.

માં બાબા ગુરુ તને કયા નામ કયા રૂપમાં જોઉં પુકારુ.

જે છું તું એ શક્તિ બસ તને જે રૂપમાં જોઉં એમાં પામુ .

ધુમ્મસ છે ચારેકોર લીલી વનરાજી સાથે ફેલાયેલું .

કર બધું સ્પષ્ટ દ્રશ્ય પ્રભુ મનની આંખોને સમજાય એવું .

હું શું કરૂ શું ના કરૂ અટ્વાયેલાને હવે બુધ્ધિ આપી દે.

બુધ્ધિ વિચારવા આપી હવે ખોવાયેલાને જ્ઞાન આપી દે .

તારો જ આધાર નૉધારાને હવે આવી આશિષ આપી દે.

ભલે રહ્યો ઈશ્વર તું પણ તારા બાળને દર્શન આપી દે .

જોઉં સમજુ છું તારી આ દુનિયા પંચતત્વ માં સમાઈ .

છતાં તારી આ અકળ લીલાની ગતિ મને ના સમજાઇ .

પાછું વળી જોઉં છું જીવનમાં શું મે કર્યુઁ શું ના કર્યુઁ ?

પથદર્શિ બની પથ બતાવ "દીલ"ને જે મેળાપ તારો કરે .

.........રંગિલો વણઝારો .............

હું અહીઁ રહુ તઈ રહુ શું ફરક પડે કયાં રહું ?

સર્વ ભૂમિ મારાં પ્રભુની હું ગમે મને ત્યાં રહું .

બની વણઝારો જીવનમાં હું અહીઁતહીં ભટકતો રહ્યો.

જ્યાં મળ્યો પ્રેમ ત્યાં હું આશ રાખી વસતો રહ્યો

સડક પહોચે એક છેડેથી બીજે ના એનો કોઈ અંત .

જીવનપથ પર ચાલી રહ્યો નથી આશાઓનોં અંત.

મુસાફરી જીવનની અનંત લાગે મળ્યો પ્રેમ ત્યાં અટ્ક્યો.

રાહ્ગીર મળ્યો પ્રેમાળ હવે મુસાફરીનો લાગ્યો અંત.

સાગરની લહેરો પર લખેલુ કદી ટકી શકે નહીં .

જીવન સફરમાં મળેલો સાથ હવે કદી છુટે નહીં .

જીવન સફરમાં કુદરતને અમાપ પ્રેમ કરતો રહ્યો.

જે મળ્યા સફરમાં એમનાં પ્રેમથી છલકાતો રહ્યો.

એક ભૂમિથી બીજી પોતાની સમજી હું રહેતો રહ્યો .

હર ભૂમિને ચાહી એનાં આશિષ કાયમ લેતો રહ્યો .

કાફલો જીવન સફરનો વણઝારો બની ચાલતો રહ્યો .

જીવન સફરમાં "દીલ" ચાહે પ્રેમ સાચો મળે.

...............ગુલાબી સાંજ રેશમી રાત......

ગુલાબી સાંજ પ્રિયતમાનોં સાથ, સ્વર્ગનો એહસાસ.

ઠંડી પવનની લહેરીઓ, સાથે રાતરાણિની ખૂશ્બૂ .

પ્રિયતમાનૉ સુંદર ચહેરો હાથમાં ,જાણે ચંદ્રમા સાથમાં .

નાજુક તન પાવન મન, બસ નિરખ્યા કરુ એની આંખમાં .

આરસની ફર્શની અટારી, મિલનની મોહ્ભરી ફુલવાડી .

કરૂ એને અપાર પ્રેમ બસ સ્વર્ગની એહસાસની.

આંખોમાં આંખ પરોવી કહું સમજાવુ મૂક ભાષામાં .

હ્રદયમાં ટીસ ઉઠે ,આલિંગન આપી પ્રેમ કરૂ વહાલમાં .

શ્વાશથી શ્વાશ જોડાયા ,કરૂ એનાં અધરોને મીઠું ચુંબન .

બસ પ્રેમ રસનો પ્યાસો, મિટાવુ તરસ કરી રસ ચુંબન .

સહેલાવી વાળ, કરૂ પ્રેમથી ચીબુક્ને મધુર ચુંબન .

પ્રેમઘેલો જીવ બંધાયો ,જાણે વિટળાય વ્રુક્શને વેલી .

કેસરીયો નભ ચંદરવો ,નીચે પ્રેમ સીસકતા બે જીવ .

એકમેકમાં ભળયા બે જીવ, થઈ ગયા એક જ જીવ .

રેશમી રાત સાથે સજનીનોં સાથ, કરૂ હું પ્રેમ અપાર .

મીઠાં ઉજાગરા કરીએ, રસ ભીના ગીત મધુરા ગાઇએ .

આસમાનમાં પૂનમનો ચાઁદ વીખરાવે મીઠી મધુર ચાંદની .

પ્રિયતમા સમો ચાઁદ વરસાવે પ્રેમપ્રચૂર રસની લહાણિ.

રેશમી રાતની આ ઉજવણી કરાવે સુખ આનંદ સ્વર્ગનું .

"દિલ" માંગે પ્રિયા સંગ આ ગુલાબી સાંજ રેશમી રાત .

..............ગુરુર.................

સાચાં કર્મોનો ઉપહાર ગુરુર ખોટાંનોં અભિમાન.

ગુરુર પ્રભુને વહાલો ખોટાંથી પછાડે અભિમાન .

પ્રેમ છે શુધ્ધ સ્ફટિક તણો એનાથી છે ગુરુર .

પ્રેમ કરવાની સાચી પાત્રતા કરાવે છે ગુરુર .

પ્રેમે રંગાઇને ગંગા સમાઈ શિવ જટા શિખરે .

અસ્તિત્વ સમાવ્યું શીખા તણું છે એનો ગુરુર .

શક્તિના અભિમાને રણમાં રોળાયો છે દશાનન .

રામભક્તિનાં રંગમાં ગુરુર ધરાવે છે વિભીષણ.

રાજ્શક્તિનાં ઘમંડી રાણાએ મીરાંને મોકલ્યા ઝેર.

સાચી પ્રેમભક્તિનાં ગુરુર માં મીરાએ પચાવ્યા ઝેર .

શબ્દો નાં ચોરુ કહેવા કદી આ જીવને છે પ્રેમ ગુરુર .

ઓળંગે નાં સીમા કદી જે પરિવર્તિત કરે અભિમાન .

સાચું સમાયુ સઘળુ જે મારો પ્રેમ તણો ગુરુર .

અભિમાન ગણી ના મૂલવશો એ થઈ જશે તમારી ભૂલ .

કરાવજે પ્રભુ એવા કામ જીવનમાં થાય મને ગુરુર .

"દિલ" કરે પ્રેમ એવો જાણે પ્રેમભક્તિનોં છે ગુરુર .

......જોયો સંકલ્પ એક મંદિરનો.........

ઉચ્ચ ધવલ શિખરે માંબાબાનું મંદિર બંધાય .

ચારેકોર લીલોતરી વચ્ચે ઇશ્વરનું સાનિધ્ય સંધાય.

વિરાટ સ્વરૂપમાં માઁહરસીધ્ધી જગદંબાનું સ્વરૂપ.

સાથે છે યમુનામહારાણીશ્રીનાથજી અર્ધનારીશ્વર રૂપ.

ગુરુદત્તાત્રેયનાં સ્વરૂપમાં ત્રિદેવ સાક્ષાત સાથમાં .

નભ પાછળ વિશાળ દીસતુ ગિરિકઁદરા સાથે .

ઈશ્વર સ્વરૂપ સર્વના સાથમાં દેવાધિદેવ મહાદેવ .

નાળીયેર પામ આંબા ચીકુ ફૂલફળની વાડીઓ સંગ.

પ્રવેશદ્વારે શેષનારાયણ અને ગરુડજી છે શોભતા .

વિશાળ પ્રવેશદ્વારની ગરિમા છે કંઈક અનોખી .

કારીગરી પથ્થરમાં શોભતી જાણે વિશ્વકર્માની રચના.

વચ્ચે વિશાળ ચોકમાં પાણીના કુંડ પ્રભુનાં ચરણમાં .

એક તરફ શ્રીગણેશજી બીજી તરફ શ્રીહનુમાનજી બેઠાં.

કાર્તિકેય પ્રભુ મયૂરરાજ પર છે બિરાજમાન .

અગ્નિ ખૂણે પ્રજ્વલિત છે સતત હવનકુંડ અને દીવા .

ભસ્મની પ્રસાદી આશીર્વાદ અહીઁ સંકલ્પ પૂરા કરતા.

ઉગતા સૂરજે પ્રથમ ઝળહળે માંબાબાનું મંદિર .

આથમતા દિવસે દિવડા કરે દેદીપ્યમાન મંદિર .

પરોઢે બપોરે સંધ્યાકાળે સ્તુતિ વેદ રુચા પઠન .

દિવસ રાત માંબાવાની થાય પવિત્ર આરતી દર્શન .

ગુંજારવ ઘન્ટારાવનોં આખી ગિરિમાળામાં સંભળાય .

દેવદર્શન સાથે અહીઁ ગરીબ ભુખ્યાને અન્ન પીરસાય .

આ તપોવન પુણ્યભુમિ જ્યાં બધાજ દેવતાઓની સાક્ષી.

હશે બધાજ દેવ હાજરાહજૂર આપશે સર્વને આશીર્વાદ.

કુદરતી ઉપચાર થશે બિમારની સેવા શુશ્રુશા .

આશાવંત થઈ આવેલો શ્રધ્ધાળુ નહીં જાય ખાલી હાથ .

કરશું ખૂબ તપ ધ્યાન સેવા મદદ જરૂરિયાતોની.

"દિલ" જુએ સંકલ્પ દર્શન માંબાબાનું મંદિર બંધાય.

............અસ્તિત્વ..............

ખોવાયો હું કયાં ખબર નથી શોધુ મારું અસ્તિત્વ.

સમજ્યો ત્યારથી ખોવાયો તારામાં તું જ મારું અસ્તિત્વ.

પ્રણય પથ પર ચાલ્યો શોધવા મારું હું અસ્તિત્વ .

એને જાણ પણ નથી હું બસ એક તરફથી ચાલ્યો .

નથી કોઈ અપેક્ષા સ્વાર્થ નાં કોઈ વિષય વાસના .

બસ કર્યો પ્રેમ પવિત્ર જીવનમાં કોઇએ કદી નાં કર્યો .

મારાં પ્રેમની ગહેરાઇ ઊઁચાઈ એ પવિત્રતાની ગરિમા

ખબર પાકી એનાં મન હ્રદયને કરાવશે જ એહસાસ .

ભળી જઈ એનાં જીવમાં મારું અસ્તિત્વ ભૂલી ગયો .

શોધવા મારું અસ્તિત્વ શોધુ એનાં જીવ અંતરમાં .

ના સંવાદ નાં મિલન કે નથી કોઈ પ્રયોજન .

સતત એનાં એહ્સાસમાં મારો પ્રેમ એજ મારું અસ્તિત્વ

નથી કોઈ નામ નથી આપવું મારાં આ અસ્તિત્વને .

"દિલ"માં છે અસ્તિત્વ મારું એજ પ્રાણ એજ મારો પ્રેમ.

..........અંતિમ સ્નાન...........

જન્મથી બસ આજ સુધી કર્યુઁ શરીરે સ્નાન .

કરાવ્યું કુદરતે આશીર્વાદથી જ્ઞાનનું સ્નાન .

જીવનભર શરીરનો મેલકચરો દૂર કરવા કર્યુઁ સ્નાન.

કરવી છે આજે વાત એક બસ એ જ સ્નાન .

જીવનની સફર પૂરી થઈ રહી છે બસ હવે. .

ઘણું થયું જીવ્યા ઘણું સેહ્વુ કેટલું હવે ?

ઈશ્વરની દયાથી કર્યુઁ જ્ઞાન ગંગાનું સ્નાન .

જીવન પૂરુ કરવા હવે કરવું છે ગંગા સ્નાન .

મિટાવવા પાપ બધાં અસ્થિને વહાવે ગંગામાં .

મારાં શરીરને આખુ વહાવુ મોક્ષ પામવા ગંગામાં.

જવુ નાં પડે શબ્વાહિનિ કે નાં સ્મશાનમા.

ના કોઈ ડાઘુ નાં કોઈ કહેવાતા સ્વજન હવે.

કાશીવીશ્વનાથનાં સાક્ષાત કરુ હું દર્શન .

બનારસની ગંગામાં કરુ પવિત્ર સ્નાન .

આંખોમાં અમી અને મુખ પર સ્મિત જ રહે .

ના કઈ છોડ્યાનુ દુખાવ્યાનું કોઈ દુખ રહે .

આંખો બંધ કરી પકડી હાથ આસ્થાનો ડુબકી લગાવુ .

હર ગંગેનાં નાદ્થી કરુ અંતિમ સ્નાન નમાવી માથું .

સર્વને સુખ શાંતિ મળે નાં રહે કોઈ દુખ એ જ પ્રાર્થુ .

બસ હવે "દીલ" કરે અંતિમ સ્નાન ગંગામાં છોડી જગ પાછું .

.......સૂઇ રહ્યો શાંતિથી.........

શુઇ રહ્યો શાંતિથી ચિતા ઉપર સ્મશાનમાં .

લઈ આવ્યા સ્વજનો ક્રિયા અંતિમ કરવા .

બંધ આંખો છતાં બધું જોઈ સમજી રહ્યો .

બંધ છે શ્વાશ મારાં છતાં બધું જાણે સ્પર્શે છે.

નિકાલ મારો કરી બધાને પરવારી જવુ છે .

પૂછે છે એકબીજાને સમય કેટલો હજી લાગશે.

શબને મારાં ઘી ચંદન અત્તર ભસ્મ લગાવે છે .

જોઈ રહ્યો છું મને નહીં શરીરને સ્પર્શે છે .

લગાવ કેટલો હતો આ નિર્જીવ માટીનાં શરીર પર .

હવે ભળી જવા તૈયાર બળીને ભસ્મ થઈ માટીમાં.

કરી પ્રદક્ષિણા પુત્રએ મુખે અગ્નિદાહ દીધો .

હાશ્કારો થયો મને હાશ હવે હું બળી જવાનો .

અથાગ પરિશ્રમ જિંદગીનોં બસ હવે શાંતિ છે .

હવે નાં કોઈ ચિંતા કોઇના વાંધા છે સૂવાની મજા છે .

નથી કઈ કહેવાનું નાં ટોક્વાનુ નાં દીલ દુખાવુ .

સૌ નિશ્ચિંત છે હવે ગયો હું પાછો નહીજ આવું .

થશે ચાર બાર દિવસ વિધિ દુખ શોક હવે .

ચપટીમાં વિતશે સમય અને સૌ ભૂલી જશે .

ના કરશો યાદ કોઈ નહીં મલે એહ્સાસ હવે કોઈને .

ઇશ્વરે રચેલી આ ઘટમાળનોં હું બની ગયો ખેલંદો.

આવ્યો હતો દુનિયામાં ખબર નહીં શું કરી જવાનો .

વળી ગયો પાછો દુનિયાથી ખબર નહીં શું કરી ગયો ?

સ્મશાનથી બાળી સૌ ભૂલી મને થઈ ગયા વિદાય .

અસ્તિત્વ મટી ગયું આ "દીલ"નું ધબક્શે કદી નહીં.

.........પ્રેમ સંજીવની ..............

સુરજની રોશનીની લાલી એ મારાં પ્રેમમાં સમાઈ .

ચંદ્રની ચાંદની ની શીતળતા તારા પ્રેમમાં સમાઈ .

એકબીજામાં સમાયુ તેજ એકમેકનાજ પ્રેમનું .

કરાવે પ્રેમ દર્શન સાચાં હ્રદયનાં જ પ્રેમનું .

વિરહમાં નાં લેવાય શ્વાશ નાં રહે કૌઇ ભાન .

સંજીવની મારાં પ્રેમની બસ તુ જ છે મારો જીવ .

એક તારા પ્રેમની નજર મારું દીલ ધડ્કાવે .

વીરહ્ની યાતનાથી કરાવે મારો છૂટકારો .

ના લઉ લઈ શકું શ્વાશ તારા પ્રેમએહસાસ વિના .

એક પળ ઘડી નાં વીતી તારા સેહવાસ વિના .

પળ પળ કરાવ તારો એહસાસ મારાં હ્રદયમાં .

શરીર ત્યજ્શે પ્રાણ એક તારા પ્રેમએહસાસ વિના .

રાહ જોતો રહ્યો જીવ મારો તારો મેળાપ કરવા .

કુદરતે જ આપ્યાં આશિષ તારો સાથ કરવા .

હાથમાં તારા મારાં શ્વાશ ,હવે મારે કેટલા લેવા ?

અસ્તિત્વ નહીં રહે હવે મારું તારા પ્રેમ વિના .

વિરહમાં પીડા પારાવાર મન વિચલિત ઘણું .

સંજીવની તુજ મારી જીવવાનો બસ આધાર .

મૂક થાય વાચા નાં સ્ફુરે શબ્દો કહેવા વિરહમાં .

"દિલ" ચુકે ધબકવુ હવે તારા પ્રેમ સાથ વિના

...........યમુનામહારાણી-શ્રીનાથજી.........

યમુનામહારાણીશ્રીનાથજીબાવાનું અનેરૂ યુગ્મ સ્વરૂપ.

પ્રેમ રંગે રંગાયેલુ અદભૂત છે અર્ધનારીશ્વર નું રૂપ .

એકમેકમાં સમાયા માંબાબા નું સુંદર પ્રણય સ્વરૂપ.

રાધેક્રિશ્ના વિષ્ણુ લક્ષ્મીનાં અખંડ અનેરા પ્રેમ રૂપ .

લીલા માંબાબા ની હર યુગની એક અનોખી પ્રેમકહાની .

મહેઁકતા પારીજાતનાં માંડવા નીચે મિલનની ધન્ય ઘડી .

શેષ નારાયણનાં છત્ર નીચે પ્રભુ છે બિરાજયા .

કૃષ્ણ ની રાસ લીલાના અદભૂત દર્શન નિર્માયા .

પ્રેમ દીલોના તારણહાર રક્ષક છે આ યુગ્મ સુંદર સ્વરૂપ .

એમનાં આશિષથી જ સાચાં દીલોનુ છે પ્રેમ મિલન .

એહસાસ કરાવી પ્રેમનો પ્રેમપરાકાષ્ઠાની કરી ઊઁચાઈ .

બે જીવ એક "દીલ"માં ધબકી ચરણોમાં જ સમર્પિત્ત .

...........ભટકી ગયો ..............

જીવનની સફરમાં જવું હતું કયાં પહોચ્યો કયાં ?

બસ મન ચંચળ બની રહ્યું હું ભટકી ગયો .

ભક્તિ આસ્થાની કેડિએ બસ ચાલતો જ રહ્યો .

ચલ્યો અટક્યો પછી પાછો ભટકી ગયો ...

હ્રદયમાં ઊંડે કોઈ સુષુપ્ત ટીસ હતી દબાયેલી .

ખબર નહીં સંજોગ બન્યાં પછી પાછો ભટકી ગયો.

ક્યાંક ઊંડે તરસતી ત્રુશા પડી હતી દબાયેલી .

એક પવન આવી ગયો પછી પાછો ભટકી ગયો .

કોઈ કાળજાને સ્પર્શી કાનમાં કહી ગયું કંઈક .

કાનથી હ્રદય સુધી પહોચી પછી પાછો ભટકી ગયો .

બે અલગ પંથી પ્રવાસી એક પંથે નીકળયા ચાલી

ના થવાનું થઈ ગયું પછી પાછો ભટકી ગયો .

કરી ઈશ્વરને અરજ સમજણ કરી આપ પાકી .

આપી અનોખી ભેટ પછી પાછો ભટકી ગયો .

ગુરુ માં પિત્રુને સર્વને સાક્ષીમાં કર્યો સંગાથ .

હવે મોક્ષ સુધીનો સાથ બસ હું સંભલી ગયો .

ઓળખ બની દુનિયામાં સાચાં સંગી સાથીની .

"દિલ" કરે વિશ્વાશ જે કરે એ બસ કુદરત કરે .

............ભણકારો તારો .............

ભણકારો તારા આગમનનો મને રોમાંચિત કરે .

રણકારો તારા પ્રેમનો મનને મનમોહીત કરે .

અણસાર તારા ભણકારાનોં હ્રદય આનંદિત કરે .

તારા આગમનની પવન પહેલી છડી પોકારે.

તારા પગલાની ઝનકાર ધડકન ગતિથી ધબકાવે .

આંખોમાં આનંદનો દરીયો છલકાઇ મોજા ઉછાળે .

પ્રેમની વસંત હર્શથી મહોરી આનંદથી ખૂબ નાચે .

બંને હ્રદયનાં મીઠાં કલરવનોં ધ્વનિ લહેરાય .

સૂકા વીરહી હોઠમાં લાલીની ભીનાશ છલકાય .

પ્રેમમધુર ચુંબનની ઝડી વરસી ઘણી જાય .

બે જીવ આત્મા પ્રેમ મિલનથી ખૂબ જાણે હર્ખાય .

"દિલ " બે જીવનું એક થઇને ગીત મધુર ગાય .

...........પ્રવાસી પંખી..............

આવીને ઉડી ગયું એ .

પ્રવાસી પંખી હતું એ .

જીવન નભમાં ઉડતું એ.

માયા લગાવી ગયું એ .

નાજુક હ્રદયનું હતું એ .

જીવ ડાળે શ્વાશ લેતું એ.

ગુંથ્યો એણે પ્રેમ માળો .

લાગણીના તાણાવાણાંમાં.

સમજી એને નાં શક્યું કોઈ.

પ્રેમની ભાષા હતી એ .

સ્વાર્થના ગણિતમાં એને .

પાણો મારી દીધો એને .

કાળજુ નાં કંપ્યુ કોઇનું .

સ્પંદન ના સમજ્યું કોઈ.

હતું એ પ્રવાસી પંખી .

પ્રેમ વરસાવી ગયું એ ...

પાછું હવે નાં આવે કદી .

ઉડાન ઊઁચી ભરી એણે .

દીધે સાદ નાં આવે હવે .

એ "દીલ"તોડી ગયું હવે.

............કંઈક એવું લાગે .............

સમયનું અંતર કંઈક વધુજ હવે લાગે.

કળ નાં પકડાયા એવી પીડિત લાગે .

પળ ઘડી કલાક દિન ખૂબ લાંબા લાગે.

કેમ કરી વિતાવુ સમય, નાં સમજણ લાગે.

જાણે સ્થિર થયો સમય હોય એવું લાગે .

મન હ્રદય ઉષ્મા બહુ સ્થિતપ્રજ્ઞ લાગે.

શબ્દ વાચા બધી હવે સર્વ મૂક લાગે .

સ્પંદન ધબકાર બધાં હવે સુનકાર લાગે.

તપતા ખરા દિવસે બધે અંધકાર લાગે .

પૂનમની રાત હવે જાણે અમાસની લાગે.

પંખિઓનો કલરવ હવે કંકાસ જ લાગે .

ક્યાંય મન ઠરે નહીં બસ ઉદાસી લાગે .

ચૈત્રી વિશાખનાં વાયરા દાઝતા જ લાગે.

આંબા ડાળે કેરીઓ રસ વિહીન જ લાગે.

ના સમજાય એવો આ સમય મને લાગે .

સમય કરવટ બદલે "દીલ"રાહ જોતું લાગે.

............મધ દરિયે ..............

સમય રુણનાં વહેણથી ખેંચાઇ ફસાયો મધદરિયે.

નીકળી ગયો ખૂબ આગળ હવે અટ્વાયો મધદરિયે.

હોશહવાશ પૂરા સાથે સમજણ હતી ખૂબ પાકી .

હ્રદયનાં સ્પંદનો કરાવતા રહ્યા વાત ખૂબ પાકી .

કહે બધાં કયાં જઈ રહ્યો તુ શું કરી રહ્યો?

મનની વાત ઠુકરાવી હ્રદયની બસ માની રહ્યો .

ખોળી રહ્યો હતો સંગાથ જે અચાનક મળ્યો .

કોણ જાણે કેમ મન હ્રદયનો બસ સાથ મળ્યો .

સાચુ ખોટું નાં કોઈ વિચાર વિવાદ બસ નિર્ણય .

આત્માએ આત્માને બસ મળી લઈ ઓળખ્યો .

નહોતા કરવા કોઈને નારાજ નાં કોઈ નુકસાન .

ઇરાદા બસ બધાજ સારા સમજણનાં જ હતા .

ઈશ્વરને ખૂબ કરી આજીજી કરવા બધાં ઉપાય .

છોડ્યું એની મરજી પર જે હવે થવું હોય એ થાય .

છે સંબંધ એ પાકો છે કોઈ અચળ રૂણાનુંબંધ.

દિલ માંગે ક્ષમા જો થાય કોઇનું હ્રદય ભઁગ.

સમય એવો આવ્યો કપરો જીવન સફરમાં.

સારા હ્રદયનો જીવ થઈ ગયો બદનામ જીવનમાં.

સફર જીવનની આવી ઊભી છે મધદરીયે .

સુકાન કુદરતનુ ખબર નથી કઈ દિશા બતાવે.

ખેલંદાએ ખેલ ખેલી નાખ્યો છે મધદરીયે .

મરજીવો બની "ફિલ" હવે કરશે પાર પ્રભુ આશીશે.

.........આ પાર કે પેલે પાર ...........

તારા દર્શન કેવી રીતે પામુ કરુ બધી નાદાની હું માં .

તારા પગ પખાળું શીશ નમાવુ કરુું આજીજી હું માં.

અટવાયો બાળ રચેલા સંસારમાં ઉગાર પાર ઉતાર માં.

કાઢી આંટીઘૂંટીનાં ચક્કરમાંથી સમજણ સાચી આપ માં .

રમતો છું હાથમાં તારા આપે પાત્ર નિભાવુ જીવનમાં માં .

લખેલાં લેખનાં પથ પર ચાલુ આસ્થા રાખી મનમાં માં .

મનમાં હજાર તરંગ વિચાર સાચાંખોટાંનોં કર તુ ન્યાય માં.

જીવવું દુષ્કર થયું હવે નથી દેખાતો કોઈ ઉપાય માં .

લીધું છે પ્રણ તારા દર્શનનું હવે આ પાર કે પેલે પાર માં .

જીદ આસ્થા કેરી આપવુ પડશે તારા હોવાનું પ્રમાણ માં.

સોનાની થાળીમાં લોઢાની મેખ સુખસાગર કેમ ખારો માં?

કર્યા કર્મ ભોગવુ પણ તારી ભક્તિ સર્વ પાપ મિટાવે માં .

પ્રાર્થના કરુ જોડી હાથ ઉગારીલે પિડાયો તારો બાળ માં.

તારી આશ "દીલ"માં રાખી હવે છેલ્લાં શ્વાશ ભરૂ છું માં .

......અમથું નથી મળ્યું .........

કેટલાય પરિશ્રમપીડા પછી સુખ એમ અમથું નથી મળ્યું.

નિચોવી શરીર કરીને ખંત સુખ એમ અમથું નથી મળ્યું .

આયોજન વહીવટ કુશળ સુખ એમ અમથું નથી મળ્યું .

કરી ઉજાગરા સહી વેદના સુખ એમ અમથું નથી મળ્યું .

ટીપેટીપે સરોવર ભર્યુ સુખ એમ અમથું નથી મળ્યું .

ચાદર સમા પગ લંબાવ્યા સુખ એમ અમથું નથી મળ્યું .

કરીકાલનો વિચાર આજ કરી ટૂંકી સુખ એમ અમથું નથી મળ્યું.

પ્રભુની સાથે રહી નીતિ સાચી સુખ એમ અમથું નથી મળ્યું.

જરૂર એટલો જ કર્યો ખર્ચ સુખ એમ અમથું નથી મળ્યું.

આપ્યું પ્રભુએ નત મસ્તક સ્વીકાર્યુ સુખ એમ અમથું નથી મળ્યું.

ના ખોટી શાન નાં બડાશ સુખ એમ અમથું નથી મળ્યું .

"દિલ" માને માબાબાની ક્રુપા બસ સુખ આશિષથી જ મળ્યું .

.............પિત્રુ સ્તુતિ ...............

વિષ્ણુ સ્વરૂપ તમે પિત્રુ અમારા .

બાળને આશિષ આપો તમારા .

નાગ પીપળ વિષ્ણુમાં તમે સમાયા.

આપો સદાય આશીર્વાદ તમારા .

હરરોજ કરીયે પૂજન અમે તમારા.

આશીર્વાદથી સુખઆનંદ છે અમારાં.

નિર્વિઘ્ને પાર ઉતારો કામ અમારાં .

સૂક્ષ્મથી વિરાટ કાર્ય કરો અમારાં .

કરુણા કરો હે પિત્રુ વિષ્ણુ અમારાં .

સાક્ષીએ તમારી સર્વ બંધન અમારાં .

સર્વ પૂજાઅર્ચન બધી પહોચે તમને .

પિત્રુ ક્રુપા "દીલ"ને પહોચે છે પહેલે.

....ૐ ભૈરાવાય નમ :........

શિવશંકરનું જ રૂપ બટુક ભૈરવ .

રુદ્ર શંકરનું જ રૂપ કાળ ભૈરવ .

પાપીઓના સંહારક સ્વરૂપ તમારા.

સ્મશાનભૂમિ માં પ્રભુ ડેરા તમારા.

હાથમાં તમે ત્રિશૂળ ખપ્પર છે ધર્યા .

મૂન્ડ ને ડમરુ હાથમાં છે શોભતા .

મંગળવારે સ્તુતિ આપની ગવાય .

રવિવારે પ્રભુ મંગળ દર્શન થાય .

મંગળકારી તમે ભક્તોના દુખ્ભંજન.

મારા ભૈરવના ચરણોમાં કરુ વંદન .

કરુણા કરનાર તમે છો સર્વ વ્યાપ .

આપનું વાહન તમે રાખો છો શ્વાન .

દયાળુ પ્રભુ બાળ સ્વરૂપ છે તમારા .

"દિલ"માં અમને વસાવો પ્રભુ તમારા.

..........આશીર્વાદ............

આજે થઈ છે માં ખૂબ પ્રસન્ન .

મળી ગયા આજે માં નાં આશિષ .

આજે મન હ્રદય ખૂબ છે ખુશ .

માં એ આપ્યાં સમ્પૂર્ણ આશીર્વાદ.

સંકેત માંગી સમ્જ્યો છું ઘણું .

કરી કાલાવાલા મનાવી ઘણી .

પહોચ્યો છે મારો સંકેત એને .

સાંભળી છે મારી પ્રાર્થના આજે .

થયો છે મારી ઈછઓનો સ્વીકાર .

આજે ફરી માં એ કર્યો ચમત્કાર .

જીવમાં ખૂબ ઉભરાયો છે આનંદ.

નિશ્ચિંત ભવિષ્યનું છે આશ્વાસન .

કરીશું રાખીશુ હવે અચળ શ્રધ્ધા .

ના પડે કદી ખોટાં માં નાં ગણિત .

આપ્યાં છે માં એ પૂર્ણ અંક સંકેત .

રાખી ધીરજ આજે "દીલ" સંત્રુપ્ત .

........ખબર નહીં કેમ?.............

ખબર નહીં એહ્સાસ તને આવો કેમ આવ્યો હવે?

કયાં થઈ ચૂક મારી તને વિચાર કેમ આવ્યો હવે ?

હરપલ હરઘડી તારા સાનિધ્યમાં જીવતો જીવ મારો .

ભૂલ કયાં કરી ગયો હ્રદયનો ધબકાર મારો હવે ?

દિવસ ઉગતા આથમતા સમયને હુ પૂછતો રહ્યો .

આપો દિશા સંકેત ક્યારે મિલન થશે અમારું હવે?

ના કોઈ નિર્ણય વિચારનો અફસોસ છે કોઈ હવે .

વિરહમાં તારા હ્રદય કંઈક વધુંજ ધબકે છે હવે .

સમય પીડા વિવશતાઓ નો ખૂબ પીડે છે હવે .

સૂક્ષ્મ જિજિવિશા પ્રેમની કંઈક વધુ જીવે છે હવે.

આ વિરહ પીડા કોઈ વ્રત તપથી ઓછુ નથી હવે .

તારા વિના હ્રદય ધબકે એ મંજૂર નથી હવે.

થઈ જવા દો કસૌટીઓ આ પ્રેમવિશ્વાશની હવે .

છેલ્લી જ ઘડીની આ ધડકન છે આ "દીલ"ની હવે.

............પ્રેમ પંખી ..............

પ્રેમ પંથનુ પંખી ઉડે છે ગગન વિશાળ .

લાગણીભીના હ્રદયે કરે છે પ્રેમ અપાર .

કરી પ્રેમ બંધાયો ઉડવા સંગ સાથ અમાપ.

ના સમયની સીમા નથી એનાં કોઈ બાંધ...

દિલ નાજુક કોમળ છતાં સહે પીડા અપાર.

સિક્કાની બે બાજુ જેમ પ્રેમ પીડા છે સાથ.

પ્રેમ વિશ્વાશની બે પાંખોનું પ્રેમ પંખી ઉડે .

પાંખે નાં આવે ઘા નાં હવે કોઈ એને આંતરે.

કુદરતે સર્જ્યું શીખવ્યું પ્રેમી પંખી બન્યું .

ઇશ્વરે સર્જેલા પારેવડાનુ સુંદર જોડું બન્યું.

ના સમજે કોઈ મૂલવે તોલ પાણીના માપ .

આંખે અશ્રુઓ રોકાય નહીં વિરહ નાં સહાય.

હ્રદય ચિરાય વ્યાકુળ મનના છે હજાર ડંખ.

પ્રેમઅમ્રુત બને ઝેર નાં સેહ્વાય કોઈ દંભ.

સીધા સરળ જીવને નાં આપો આકરો દંડ .

નહી જીરવે "દીલ"એને છૂટી જશે જીવ.

...........હથેળી પર જીવ..............

હથેળી પર જીવ રાખી પ્રેમ કરતો રહ્યો .

શ્વાશ શ્વાશોથી જોડીને જીવતો રહ્યો .

ના ફરેબ નાં ફીતૂર નાં ચાલ કોઈ પ્રપંચ.

મનહ્રડયને સમજાય સરળ પ્રેમ કરતો રહ્યો.

પ્રેમ મીઠાં બોલ શબ્દોમાં ઉતારી કહેતો રહ્યો.

પરિણયમાં હવે તારા બસ કવિતા રચતો રહ્યો.

ઝરણાંનાં વહેણમાં વહેતાં પવનની આહટ્મા.

પંખીઓના કીલ્લોલમાં તારૂજ રટણ રટતો રહ્યો.

સૂરજ ઉગીને આથમે હર ઘડિમા તું જ .

પ્રાર્થના બંદગી ઇબાદતમાં જીવે તું જ .

ના તન વાસના કે બીજા નથી કોઈ મોહ.

પ્રેમ આવો પણ હોય નથી એનો કોઈ શોર .

પ્રેમ વિશ્વાશમાં આમ હું આભ બનીને ઊભો છું .

મુઠી ઉંચેરો સંકલ્પ "દીલ"માં પચાવીને જીવું છું.

................ક્ષણભંગુર ..................

આ જીવ જોડાયો જીવનને જે ક્ષણભંગુર.

ના કોઈ આયુ નાં કોઈ જીવનનો અમરપટો.

ચાર દિન ઘડીની જાણે અધૂરી છે જિંદગી .

થોડામા ઘણું કરી જવાની કામના જીવની.

ચોક્કસ બનેલા જીવનક્રમની છે એક કડી.

હર જીવને અધૂરી રહેતી જાણે હર કડી .

કોણ જાણે ક્યાંથી આવ્યો કયાં જવાનો ?

ક્ષણભંગુર જીવનને છતાં જીવી જવાનો ?

કુદરતની રમત કે અધૂરી ઇચ્છાનો પુનર્જન્મ.

કોણ કયાં ક્યારે મળશે છુટશે કોને ખબર?

આવરણની જેમ શરીર બદલતો આવી ગયો .

કોઈને હસાવી પ્રેમ કરી કોઈને રડાવી ગયો.

ક્ષણભંગુર જિંદગીને હું નાં સમજી શક્યો .

ઈલાજે મ્રુત્યુનાં બધાં સંબંધો છોડી ગયો.

મજબૂર વિવશ સ્થિતિઓને નિવારી ગયો .

ક્ષણભંગુર જિંદગીને "દીલ" પ્રેમથી જીવી ગયો.

...............ઈશ્વર................

ઈશ્વર તારા અનેક રૂપ છતાં તુ નિરાકાર .

કેમ કરી ઓળખવો તને કેવો તારો આકાર?

કણ કણમાં વસેલો જગમાં તું સર્વવ્યાપ .

અમાપ સીમા તારી પ્રુથ્વી નભ અંતરીક્ષ .

સુદ્રઢ વ્યવસ્થાનો તું એક બસ નિયંત્રક .

એક પાન ના હાલે તારી ઇચ્છા વિરુધ્ધ .

મૂઢ઼ની જેમ જીવતાં જીવો અમે અજ્ઞાની .

ક્ષણજીવી જિંદગીને સમજીએ પોતે આસામી.

માલિક બનીને ફરતાં અહીઁ અભિમાની નરાધમૉ .

ખબર નથી કાલે શું થશે થઈ જઈશ નકામો.

આજે આવ્યો એ કાલે જવાનો ક્રમ છે કુદરતનૉ.

તારા જેવાં કંઇક આવ્યા ને ગયા ફરક નથી પડવાનો.

ઈશ્વર તારી માયા અનેરી નાં સમજાઇ અમ જીવોને.

કંઈક કડી આપ તારા હોવાની સમજ આવે પશુઓને.

હું હું કરી જીવતાં પ્રુથ્વીને રોળતા રોક પિશાચોને.

માંગે એટલું "દીલ" બસ પરચા બતાવ માનવોને .