ગુમનામ શોધ - એક હ્રદય સ્પર્શી કથા
વિષય : નવલકથા
પ્રકરણ : 5
(અગાઉના પ્રકરણોમાં આપણે જોયુ કે કોઇ મોટી મુશ્કેલીને કારણે પ્રતિક્ષાની માનસિક હાલત ખરાબ બની ગઇ છે અને પરંતુ અનહદ પ્રેમના કારણે કંદર્પ તેને મેન્ટલ હોસ્પિટલે મોકલવા રાજી નથી અને તે પ્રતિક્ષાને જોઇ પોતાની જુની યાદોમાં ખોવાય જાય છે. શુ થશે આગળ તે જોઇએ.) રાત્રે કંદર્પ જમવા બેઠો અને હજુ તો પહેલો કોળિયો મોઢા સુધી પહોચ્યો ત્યાં જ તેને પ્રતિક્ષાની યાદ આવતા તે પોતાની જુની યાદોમાં સરી પડ્યો.
પ્રતિક્ષાનો વોટસ એપ પર રિપ્લાઇ જોતા જ કંદર્પ હવામાં ઉડવા લાગ્યો. હવે શુ કરવુ, ફરી રિપ્લાય આપવો કે નહી અને રિપ્લાય આપવો તો શું રિપ્લાય આપવો તે વિચારવામાં જ તેણે બીજો અડધો ક્લાક કાઢી નાખ્યો. ઘણુ વિચાર્યા બાદ બે ક્યુટ ટેડીની જોડીનું પીક્ચર પ્રતિક્ષાને મોકલ્યુ અને નહિવત સમયમાં જ પ્રતિક્ષાનો રિપ્લાય આવી ગયો. હવે કંદર્પનો આત્મવિશ્વાસ વધી ગયો અને તે સમજી ગયો કે વાતને આગળ વધારવામાં કોઇ સમસ્યા છે નહી. નવરાશની પળોમાં કંદર્પને પ્રતિક્ષા સાથે વાત કરવાની આદત પડી ગઇ હતી. પ્રતિક્ષાને પણ કંદર્પ સાથેની હળવી અને નિર્દોષ ચેટ ખુબ પસંદ હતી. તે પણ બિન્દાસ કંદર્પ સાથે ચેટ કરતી જ હતી.
પહેલા એવુ બનતુ કે પ્રતિક્ષા જલ્પા બન્ને જ્યારે કંદર્પની મજાક મસ્તી કરતા ત્યારે કંદર્પ બસ નીચુ જોઇને સ્માઇલ આપતો જ્યારે હવે કંદર્પ પણ મજાક મસ્તીમાં જોડાઇ હળવો પ્રતિકાર કરી જાણતો. આમ ને આમ ઘરે પથારીમાં પડ્યે કંદર્પને એક મહિનો વીતી ગયો. આમ તો તેના દિવસો પરોક્ષ રીતે પ્રતિક્ષા સાથે વ્હોટ્સ એપ પર ટાઇમ સ્પેન્ડ થતા કંદર્પના દિવસો આરામથી પસાર થઇ ગયા હતા પણ એક જ રૂમમાં એક જ જગ્યાએ પથારીમાં પડ્યા પડ્યા તે મનોમન થાકી અને કંટાળી ગયો હતો.
“યાર આઇ એમ સો ટાયર્ડ. મને હવે આ પથારી કરડવા દોડે છે. તને ખબર છે ને જયેશ પહેલા તો કોલેજથી આવી સૌ પ્રથમ મને વ્હાલી થતી મારી પથારી. મારા જીવનનો પહેલો પ્રેમ હતી મારી પથારી પણ આ છેલ્લા એક માસથી મારી પ્રેમિકા પથારી સાથે રહીને હું ખરેખર કંટાળી ગયો છું યાર. પ્લીઝ હવે મને કોલેજ લઇ જા યાર. મારા મિત્રવર્તુળ સાથે હળીમળીશ તો મને લાગે છે હું તાજોમાજો થઇ જઇશ અને સાજોસારો પણ જલ્દી થઇ જઇશ યાર.” કંદર્પે કહ્યુ.
“આઇ ક્નો યાર કે તું કંટાળી ગયો છે પણ હવે થોડા દિવસ રોકાઇ જા. આમ પણ છેલ્લે જ્યારે આપણે હોસ્પિટલ ગયા હતા ત્યારે ડોક્ટરે કહ્યુ ને કે હવે બસ કાઢ્યા એટલા દિવસો કાઢવાના નથી તો પ્લીઝ કોઇ પણ જાતની હા કે ના કર્યા વિના પડ્યો રહે તેમા જ તારી ભલાઇ છે સમજ્યો? બાકી હવે કાંઇ પણ આગળ-પાછળ થયુ છે તો તારી સેવા હું તો કરવાનો જ નથી, કહી દઉ છું તને.” કંઇક ધમકી અને કંઇક પ્રેમથી જયેશે કંદર્પને સમજાવી લીધો અને કંદર્પે પણ મને-કમને સમજી જવુ પડ્યુ કારણકે હવે તે કોઇ ચાન્સ લેવા માંગતો ન હતો. કંટાળાની વચ્ચે રહેતા રહેતા અને પ્રતિક્ષા સાથેની ચેટ અને જયેશ સાથેના હળવા ઝઘડાઓમાં કંદર્પે તેનો બેડ રેસ્ટ પુરો કરી નાખ્યો, સાથે સાથે તેનુ રૂટિન વાંચન પણ હવે વધી ગયુ હતુ અને લાસ્ટ વીઝીટ બાદ ડોક્ટરની મંજુરી મેળવી કંદર્પે કોલેજ જવાનુ શરૂ કરી દીધુ. પહેલા જ દિવસે કોલેજ પહોંચતા જ કંદર્પ ફ્રેશનેશ ફીલ કરવા લાગ્યો જાણે રણમાં વરસાદ પડ્યો હોય તેમ કંદર્પની લાઇફ તરોતાજા બની ગઇ. એક નવા જ એહસાસ સાથે કંદર્પે કોલેજમાં વેલકમ બેક કર્યુ. અચાનક રોકાયેલી તેની જીંદગી વાયુવેગે જાણે દોડવા લાગી.
હવે બન્યુ એવુ કે પ્રતિક્ષા જલ્પા જયેશ અને કંદર્પ આ ચારેય ખાસ મિત્રો બની ગયા. હંમેશા કોલેજમાં સાથે જ જોવા મળે આ ચારેય લોકો. ચારેયને એકબીજાનું જાણે વ્યસન લાગી ગયુ હતુ. એકબીજા વિના જાણે તેઓની ટીમ અધુરી બની જતી. જલ્પાને અને કંદર્પને બહારનો ચટપટો બ્રેકફાસ્ટ પસંદ હતો અને પ્રતિક્ષા તો તેના ઘરનો જ બનાવેલો નાસ્તો સાથે લાવતી અને ચારેય જણા પ્રતિક્ષાના ઘરનો નાસ્તો અને કેન્ટિનનો ચટપટો નાસ્તાની મિજબાની માણતા અને મસ્તી તો તેઓની વચ્ચે હંમેશાને માટે રહેતી જ. જયારે જુવો ત્યારે ચારમાંથી કોઇના કોઇની પટ્ટી ઉતરતી જ હોય પણ એક વાત હતી કે કોઇપણ એકબીજાની વાતનું ખોટુ લગાડતા નહી. મસ્તીના સમયે મસ્તી પછી બધુ ભૂલીને તેઓ રૂટિન મુજબ જીવનને માણતા.
એક દિવસ બધા કેન્ટિનમાં બેસી ગપ્પા મારતા હતા ત્યાં કંદર્પના મિત્રો સરાહના, છાયા, પંજી(તેનુ નામ આમ તો પરમજીત હતુ પરંતુ બધા તેને પંજી કહેતા) અને રાધેય બધા ત્યાં આવી પહોચ્યા.. “હાય, કંદર્પ વેલકમ બેક ટુ કોલેજ. થઇ ગયો ને ફિટ એન્ડ ફાઇન?” છાયાએ પુછ્યુ. “યા છાયા, માંડ માંડ થયો સાજો હું” કંદર્પે નિ:સાસો નાખીને કહ્યુ. “વેરી ગુડ બડી. તો હવે એક કામ કર, થઇ જા રેડ્ડી આપણે ટુર પર જવાનુ છે. આઇ મીન તુ એકલો નહી તમે બધા રેડ્ડી થઇ જાઓ ટુર માટે.” પંજીએ કહ્યુ. “ટુર??? કેવી ટુર? ક્યાં જવાનુ છે આપણે?” કંદર્પે આશ્ચર્યભરી નજરે પુછ્યુ.
“અરે યાર કંદર્પ અમે બધાએ નક્કી કર્યુ છે કે આપણે બધા ફ્રેન્ડસે અમદાવાદ બે દિવસની ટુર પર જવાનુ છે. આવતા શનિ-રવિવારે જસ્ટ ફોર પિકનિક આપણે જવાનુ છે આ તો તુ બેડ રેસ્ટ પર હતો એટલે તારી જ રાહ જોતા હતા.”
“મારી રાહ?? મને કાંઇ સમજાયુ નહિ મને પહેલા કેમ કાંઇ કીધુ નહિ?” “અરે યાર તું હમણા ક્યાં કોલેજ આવતો હતો? અને આમ પણ અમે તને સરપ્રાઇઝ આપવા માંગતા હતા. અમે જાણીએ છીએ કે તુ પણ ઘણા સમય સુધી ઘરમાં રહીને કંટાળી ગયો હશે એટલે તને થોડુ ચેન્જ મળે અને આપણે બધા સાથે સમય વ્યતિત કરી શકીએ એ વિચારે આ પ્લાન બનાવ્યો છે. હવે બસ વધારે પુછતાછ છોડીને તૈયાર થઇ જજે. પ્રતિક્ષા અને જલ્પા પણ આવવાના છે.” પ્રતિક્ષાનુ નામ સાંભળીને કંદર્પ એકદમ ખુશ થઇ ગયો અને તેણે પણ ટુર પર આવવાની સહર્ષ હા પાડી દીધી.
************************
શનિવારે નક્કી થયા મુજબ વહેલી સવારે બધા તૈયાર થઇને અમદાવાદ જવા માટે તૈયાર થઇ આવી ગયા. થોડા જ સમયમાં પરમજીત કાર સાથે આવી ગયો અને બધા અમદાવાદ જવા નીકળી ગયા. બધા આજે ખુબ ખુશ હતા અને મજાક મસ્તી કરવાના મુડમાં હતા. બધાની જેમ કંદર્પ પણ ખુબ જ ખુશ હતો તેનુ મુખ્ય કારણ પ્રતિક્ષા હતી. હવે પછીના બે દિવસ કંદર્પને પ્રતિક્ષાનો સાથ મળવાનો હતો એ વિચારે જ જનાબ મંદ મંદ મુસ્કાઇ રહ્યા હતા
કારમાં વચ્ચેની શીટ પર જલ્પા પ્રતિક્ષા અને કંદર્પ બેઠા હતા. પાછળની શીટ પર સરાહના છાયા અને રાધેય એ ત્રણેય બેઠા હતા. પરમજીત કાર ડ્રાઇવ કરતો હતો અને તેની બાજુમાં જયેશ બેઠો હતો. બધા ફિલમોના ગીત વાગતી સી.ડી. પર તાલ મેળવી ગીત ગાઇ રહ્યા હતા અને મોજ મસ્તી કરી રહ્યા હતા. પ્રતિક્ષા તેની પાસે જ બેઠી હતી. કંદર્પને લાગતુ હતુ કે પ્રતિક્ષાના હ્રદયમાં પણ તેના માટે કુણી લાગણી હશે પણ કયારેક નજર સામે દેખાતા સત્ય પાછળ પણ અલગ વાસ્તવિકતા હોઇ શકે છે. કંદર્પ માટે આ મોકો ખુબ સુનેહરો હતો. તે મનોમન એવા વિચારમાં હતો અમદાવાદની આ બે દિવસની ટ્રીપમાં યોગ્ય મોકાની રાહ જોઇ પ્રતિક્ષાને પ્રપોઝ કરવું જ છે.
સવારે નવ વાગ્યાની આસપાસ તેઓ પહોંચી ગયા. નક્કી કર્યા મુજબ હોટેલમાં પહોંચી ગયા. હોટેલમાં પરમજીતે બે રૂમ બુક કરાવી રાખ્યા હતા. એક રૂમમાં બધા મિત્રો અને બીજા રૂમમાં બધી ગર્લ્સનો સ્ટે હતો. બધા ફ્રેશ થઇ નાસ્તાને ન્યાય આપી અમદાવાદ તેઓ સાબરમતી આશ્રમ પહોચ્યા. ત્યાં ગાંધીજીએ કરેલા સત્યાગ્રહની માહિતી મેળવી. ગાંધીજીના જીવન વિશે ઘણી માહિતી બધાએ મેળવી. બધા ગૃપમાં ફરી રહ્યા હતા.
જલ્પા અને પ્રતિક્ષા બન્ને તો આ શાંત વાતાવરણ અને ત્યાંની ચોખ્ખાઇ જોઇ હતપ્રભ બની ગઇ. કંદર્પનું ધ્યાન સાબરમતી આશ્રમ જોવા કરતા પ્રતિક્ષા તરફ વધુ હતુ. “શું કંદર્પ કેવો છે સાબરમતી આશ્રમ? તારા કાંઇક મંતવ્ય તો આપ?” રાધેયે કંદર્પને ટપલી મારતા કહ્યુ. “હમ્મ્મ.... વેરી ગુડ, એક્સેલન્ટ... આઇ લાઇક વેરી મચ.”
“અરે મારા મિત્ર અમે બધા આ આશ્રમની વાત કરીએ છીએ હો.” કહેતા પરમજીત અને બધા મિત્રો હસી પડ્યા.
“અરે હું પણ આ આશ્રમની જ વાત કરુ છું. મારુ ધ્યાન આશ્રમનો નજારો જોવામાં જ છે, બીજે ક્યાંય નહી.” કંદર્પે બચાવ કરતા કહ્યુ. “ઓય મજનુ અમને બધાને ખબર છે તું ક્યા આશ્રમની વાત કરે છે? હવે બધુ ભોળો બનવાનુ નાટક કર નહી, સમજ્યો બચ્ચુ?” વળી રાધેયે કંદર્પની મસ્તી કરતા કહ્યુ ત્યાં પાછળથી સરાહના પ્રતિક્ષા અને જલ્પા બધી ગર્લ્સ આવી પહોંચી. “હેય ફ્રેન્ડ્સ શું મસ્તી કરી રહ્યા છો જરા અમને પણ કહો.” પ્રતિક્ષા પાછળથી આવતા બોલી ત્યાં કંદર્પના તો પગ ઢીલા થઇ ગયા. “અરે પ્રતિ અમે તો આ કંદર્પની....” “શું પરમજીત તુ પણ યાર. પ્રતિક્ષા એ લોકો ક્યારના મને કહે છે કે માથે ટોપી અને ધોતી પહેરી લે તો હું ગાંધીજી જ દેખાઉ એમ કહી મને હેરાન કરે જાય છે.” કંદર્પે પરમજીતને વચ્ચેથી જ અટકાવી બહાનુ કરી વાતને ટાળવાની કોશિષ કરી. “અરે અરે અરે.... કેમ જુઠ્ઠુ બોલે છે કંદર્પ. જે સાચુ છે એ કહી દે એમા શું પ્રોબ્લેમ છે? કહી દે ને કે અહી તારુ ધ્યાન આશ્રમ જોવા કરતા આશ્રમની વીઝીટ લેનાર ગર્લ્સ પર વધુ પડી રહ્યુ છે.” કહેતો રાધેય હસી પડ્યો અને સાથે સાથે બધી ગર્લ્સ પણ હસવા લાગી. બધાએ જોયુ તો કંદર્પનો ચહેરો શરમાઇને લાલચોળ બની ગયો હતો. “હવે બધા કંદર્પની મસ્તી કરવાનુ બંધ કરો, એ કાંઇ એવો નથી.” પ્રતિક્ષાએ કંદર્પની સાઇડ લીધી ત્યાં કંદર્પ તો ખીલી ઉઠ્યો. “થેન્ક્સ પ્રતિક્ષા. તુ જ મને સાચી રીતે સમજે છે બાકી આ બધા તો......”
“શું આ બધા તો કંદર્પ? સાચુ કહી દઉ ક્યાં ધ્યાન છે તારુ?” પરમજીતે આંખ મારતા બોલ્યો. “હવે રહેવા દે રહેવા. ચાલો બહુ મસ્તી ન કરો. આ આશ્રમ છે કોઇ બીચ નથી. ચલો આશ્રમ જોઇએ.” કહેતો કંદર્પ આગળ નીકળી ગયો અને પાછળ બધા મિત્રો હસતા તેને સંભળાયા. સાબરમતી આશ્રમથી નીકળ્યા ત્યાં બાર વાગવા આવ્યા હતા. હવે બધા થાક્યા હતા. એક તો સવારે વહેલા ઉઠ્યા હતા અને ટ્રાવેલીંગને કારણે થાક હતો એટલે બધાએ વોટરપાર્ક જવાનુ નક્કી કર્યુ.
અમદાવાદના પ્રખ્યાત વોટર પાર્કમાં તેઓ બધા પહોંચ્યા. વોટરપાર્કમાં ખુબ સારી રાઇડ્સને જોઇને બધાના મન ઝુમી ઉઠ્યા. “લેટ્સ હેવ ફન ફ્રેન્ડ્સ. હુરેરેરેરે.......” કહેતો પરમજીત બધા માટે લાવેલી ટીકીટ્સ લાવતો બોલી ઉઠ્યો. “તમે બધા જાઓ. હું અહી જ બેસુ છું. આપણા બધાના સામાન સાથે.” પ્રતિક્ષાએ કહ્યુ. “વ્હોટ પ્રતિ? આ શું છે? હવે આ બધુ શરમાવાનુ બંધ કર અને ચલ મારી સાથે. આપણે બધા ફ્રેન્ડ્સ જ છીએ અને તુ શરમાય છે?” સરાહનાએ તેનો હાથ પકડીને કહ્યુ. “શરમ? સમજાયુ નહી મને સરાહના.” કંદર્પે પુછ્યુ. “અરે બુદ્ધુ આ વોટરપાર્કના ડ્રેસ પહેરવાથી શરમાય છે, ઓગણીસમી સદીની છે ને મેડમ. આ તો ભગવાને ભુલથી એકવીસમી સદીમા મોકલી દીધી.” કહેતી સરાહના હસી પડી. “હવે આ શરમને છોડ અહી તને કોઇ ઓળખતુ નહી સમજી અને આ બધી બહાનાબાજીને મુકીને ચલ મારી સાથે.” કહેતી જલ્પા તેને ચેન્જ રૂમમાં લઇ ગઇ. થોડી વારમાં જ બધા વોટરપાર્કમાં મસ્તીમાં એન્જોય કરવા લાગ્યા. “એ મજનુ, તારુ ધ્યાન અત્યારે પ્રતિક્ષામાંથી હટાવીને એન્જોયમેન્ટમાં લગાવ. અમને ખબર છે એ તારા દિલને ભાવી ગઇ છે.
“પંજી તુ મને મરાવીશ જ. પ્લીઝ યાર પ્રતિક્ષાને ખબર પડી જશે કે તમે બધા મને અને પ્રતિક્ષાને બન્નેની આવી કોમેન્ટ કરો છો તો સાયદ તેને ખરાબ લાગી જશે. મારો પ્રેમ તો દૂર મને મિત્ર તરીકે પણ નહી સ્વિકારે તે.” કંદર્પે કહ્યુ. “જસ્ટ ચીલ યાર. ડોન્ટ વરી. પણ સાચે જ તારી પસંદ લાજવાબ છે.” પંજીએ કહ્યુ.
લગભગ ચારેક કલાક બધા વોટરપાર્કમાં મસ્તી કર્યા બાદ બહાર નીકળ્યા.
“યારો હવે ખુબ ભુખ લાગી છે અમને બધાને. હવે કાંઇક પેટપુજાનુ નક્કી કરો.” જલ્પાએ કહ્યુ. પંજીએ ગાડી હોટેલ તરફ ઘુમાવી લીધી. બધાએ હોટેલમાં જઇને ફ્રેશ થયા ત્યાં લન્ચ આવી ગયુ હતુ. બધાએ લન્ચ લીધુ અને પછી થાકને કારણે બધાએ આરામ કરવાનુ નક્કી કર્યુ.
થાકને કારણે બધાને ઘસઘસાટ ઊંઘ આવી ગઇ. સાંજના સાત ક્યારે વાગી ગયા તેની કોઇને ખબર જ ન પડી. સાત વાગ્યે કંદર્પની આંખ ખુલી તો તેણે જોયુ કે બધા હજુ સુધી ઊંઘી રહ્યા હતા તેથી કોઇને ડિસ્ટર્બ કર્યા વિના તે જરા બહાર નીકળ્યો તો તેની નજર પ્રતિક્ષા પર પડી. તે ફોન પર કોઇ સાથે વાત કરી રહી હતી.
“ઓહ હાય કંદર્પ.” વાત પુરી કરી પરત ફરતી પ્રતિક્ષાએ કહ્યુ. “હાય , કેમ ઊંઘ નહી આવતી તને કે શું?” “અરે નહી, પાપાનો કોલ હતો ત્યાં મારી ઊંઘ ઊડી ગઇ. ત્યાં રૂમમાં કોઇને ડિસ્ટર્બ ન થાય એટલે અહી આવીને વાત કરી રહી હતી.” “ચલો હવે બધાને ઉઠાડ અને હું બધા બોય્ઝને ઉઠાડુ છું. સ્વામીનારાયણ મંદિર જવાનુ છે ને?”
“હાસ્તો ચલ હું ઉઠાડુ છું અને હું પણ ફ્રેશ થઇ જાઉ છું.”
લગભગ અડધી કલાક બાદ બધા કાલુપુર સ્વામીનારાયણ મંદિર જવા નીકળ્યા. અમદાવાદ બે દિવસ સુધી તેઓએ ખુબ જ એંજોય કર્યુ. વોટર પાર્કની મસ્તી, સાબરમતી રિવરફ્ર્ંટની શાંતિભરી વોક, સાબરમતી આશ્ર્મની મોજ કરી તેઓ બધા રિફ્રેશ બની ગયા. આમ તેઓ બધા ઘણીવાર અમદાવાદ ગયા હતા. પરંતુ આજે કોલેજ ફ્રે ન્ડસ સાથે એન્જોય કરવાની એક ઓર મજા હતી. બે દિવસ વિતી ગયા પરંતુ કંદર્પની હિમ્મ્ત જ ન થઇ કે તે પ્રતિક્ષાને પ્રપોઝ કરે. બે દિવસ તેઓ ફરીથી કોલેજ પર આવી ગયા. કોલેજ આવ્યાના દિવસથી પ્રતિક્ષાએ કોલેજ આવવાનુ છોડી દીધુ. કંદર્પ રોજ આવતો પ્રતિક્ષાની એક ઝલક માટે પણ તે આવી જ ન હોય આમ ને આમ એક અઠવાડિયુ વિતી ગયુ પરંતુ પ્રતિક્ષા તો કોલેજે આવતી જ ન હતી. આખરે શુ થયુ હશે? કંદર્પને ખુબ જ ચિંતા થતી હતી. *************************** પ્રતિક્ષાએ ઓંચિતા કેમ કોલેજ પર આવવાનુ છોડી દીધુ? શુ થયુ હશે? કેમ થશે પ્રતિક્ષા અને કંદર્પના લગ્ન? બધુ જાણવા માટે વાંચતા રહેજો....