Ek saty ghatna - 2 books and stories free download online pdf in Gujarati

એક સત્ય ઘટના-2

બે વાગી ચુકયા હતા અને હવે મહેમાનો પણ કંટાળી ચુકયા હતા, એટલે રક્ષાબહેને બધાને જમવા બેસી જવા કહયુ, પણ શરમ સંકોચ અનુભવતા હતા કારણ કે હજી કઇ જ વિધી થઇ નહોતી, અને વર કન્યા જમે નહી એ પહેલા જમી જ કેમ શકાય ? હિમ્મતભાઇએ પણ ઘણો આગ્રહ કર્યો ત્યારે બે ત્રણ જણા જમવા બેસી ગયા અને જમીને વિદાઇ લીધી... કેટલાક મહેમાનો મોડુ થયુ એટલે ચાલ્યા ગયા એ પણ જમ્યા વગર....!!. રક્ષાબહેનને એ વિચારથી ઘણુ જ લાગી આવ્યુ. આખરે ત્રણ વાગયે દિપના ઘરવાળાની પધરામણી થઈ. હિમ્મતભાઇ અને રક્ષાબહેનએ ઉભા થઇને હાથ જોડી પ્રેમથી “આવો આવો” કહીને સ્વાગત કર્યુ, શરબત આપી સત્કાર્યા. એ બધાએ ચુપચાપ સ્થાન ગ્રહણ કર્યુ. દિપના મોટા ભાઇએ અકડ સાથે કહયુ કે, “માફ કરજો અમને મોડુ થયુ અમે ટ્રાફીકમા અટવાઈ ગયા અને ત્યાર પછી રસ્તામા અકસ્માત સર્જાતા પોલીસ સ્ટેશન જવુ પડયુ”. આખા ખંડમા ચુપકીદી છવાઇ ગઇ હિમ્મતભાઇએ મોટુ મન રાખી કહયુ, “કઈ વાંધો નહી ચાલો જમવા બેસી જાઓ ત્રણ વાગી ગયા છે”. પણ દિપના ઘરની સ્ત્રી પક્ષે ના પાડી અને વિધી પહેલા પુરી કરવા કહયુ રક્ષાબહેનએ માંડીને વાત કરી મુરત વિતિ ગયુ છે એટલે હવે વિધી લગ્નમા જ કરીશુ પણ સ્ત્રી પક્ષ માનવા તૈયાર ન જ થયો. હિમ્મતભાઇ અને રક્ષાબહેન અને મહેમાનો ચકિત થઇ ગયા આ તે કેવા લોકો છે. મુરત નથી તો યે વિધી કરવા માંગે છે........... બધાના મો પડી ગયા કોઇ છાની છપની વાતો કરવા માંડયા. રક્ષાબહેન તેની ઝીંદગીમાં આવા માણસો પહેલી વાર જ જોઇ રહી હતી, અને દિગ્મુઢ થઇ ગઇ હતી સામેના પક્ષ ચુંદડી અને શ્રુંગાર આદી કાઢીને તૈયાર કર્યો અને આદેશ છોડયો વિધી ચાલુ કરો અને કન્યાને બહાર લાવો રક્ષાબહેન ફાટી આંખે જોતી રહી કમુરતમા વિધી આરંભી જ કેમ શકાય ?? અને હિમ્મતભાઇએ હુકમ છોડયો “નિતીને લઇ આવો”.

નિતી અંદર બેસીને બધુ જ સાંભળતી હતી એનુ મન ચિત્કારી ઉઠયુ પગ ખોટા થઇ ગયા, કયારેય સપનામા પણ વિચાર નહોતો કર્યો કે પોતાના મનના માણીગર સાથે ઝીંદગી માંડતી વખતે આવા સંજોગ રચાશે, સહેલી અને બહેનો સાથે ધીમા ડગ માંડતી માંડ તે બાજોઠે બેસી, અને પરાણે ચહેરા પર સ્મિત આણ્યુ પોતાની લાડકીના જીવનમાં આવેલી આ અણમોલ ઘડીને રક્ષાબહેન વધાવે કે પછી વિતી ચુકેલા મુરતનો અફસોસ કરે એ સમજી શકતા નહોતા. નિતીને લાલ સાડી ઓઢાડવામા આવી. આરતી ઉતારી ચાંદલો કર્યો સુહાગ ના નીશાન સમી ચુંક પહેરાવી. શુકનનો ગોળ ખવડાવી નિતીને દિપના જન્મો જન્મ માટે બાંધી લીધી. ત્યાર બાદ દિપને પણ બાજોઠે બેસાડી વધાવી લિધો. બધી વિધી પાર પડી રહી અને બધા જમવા બેઠા રક્ષાબહેનએ પ્રેમ અને હોંશથી બનાવેલી મગ લાપસી પિરસવાનો ઉત્સાહ તો કયારનો મરી પરવાર્યો હતો .... હવે ફકત ઔપચારિકતા દેખાડવાની હતી જમણ પર પણ તેમણે તિરસ્કાર કર્યો. કેટલાકે થાળીમા પિરસેલુ જ પુરુ કર્યુ, તો કોઇએ થાળીમા એંઠા કોદા છોડયા, પ્રેમથી આગ્રહ અને તાણ કરીને પિરસવા ગયા તો ગુસ્સાથી ના પાડી દીધી છોભિલા થઇને પાછુ વળવુ પડતુ હતુ, દિપનો મોટો ભાઇ તો અડધે ભાણે જ ઉભો થઇ ગયો અને બોલ્યો અમને આવુ ખાવાનુ ના ભાવે અમને તો માંસાહાર હોય તો મોજ પડી જાય!!!! અત્યાર સુધી હા મા હા કરતા હિમ્મતભાઇ પણ આ સાંભળીને અવાક થઇ ગયા પણ ચુપ રહેવામા જ ઉચિત માન્યુ. કમુરતે આદરેલી વિધી માસાહારના નામથી પુરી કરી અને પછી વિદાઇ લીધી. પાચ વાગી ચુકયા હતા છતા હજી તો ઘરના ભુખ્યા હતા, છતાએ જમવાનુ મન ન હતુ રક્ષાબહેન તો મનમા ખુશ થતા હતા કે ચલો દિકરીની સગાઈ તો આપણી રીતથી થશે પણ લગીરે ખ્યાલ નહોતો કે આવા બનાવ બનશે એમના આવા કૃત્યથી ઘણાનુ અપમાન થયુ હતુ . આંખો ભીની થઇ ગઇ વળી જે મહેમાન રોકાણા એમણે પણ આવા ત્રાગા સહયા. હવે સમાજમા એ તો કેવી ચર્ચા વાતો ફેલાશે.... ઉદાસ વદને ધીમે ધીમે મહેમાનોએ વિદાઇ લીધી . એક બે જણા તો બોલી ગયા કે જો જો હો જોઇ વિચારીને સંબંધ આગળ વધારજો જે છોકરીની ભાવનાની કદર ના કરે એના માન સન્માનની કદર ના કરે. એની સાથે ઝીંદગી માંડતા પહેલા વિચાર કરજો......... પરભાષી છે તો શુ થયુ ધરમ તો એક જ છે ને......... મનમાની ઘરમા કરાય સંબધ બાંધવો હોય તો બાંધછોડ તો કરવી જ પડે ને..... માતાપિતાને વિચારતા કરીને મહેમાનો ચાલતા થયા... ઘરમા કડક રહેતા હિમ્મતભાઇ આજના બનાવથી ઘણા જ દુખી થયા હતા અને થાય પણ કેમ નહી મહેમાનો વચ્ચે પોતાના ઘરમા જ નીચા જોણૂ થયુ હતુ... હાડોહાડ લાગી આવ્યુ હતુ પણ કઇ જ કરી શકે એમ નહોતા. હવે રક્ષાબહેન આ બનાવ માટે પોતાની જાતને કોસતા હતા કે કાશ જો આવુ આયોજન કર્યુ જ ના હોત તો દિકરીનો પ્રસંગ તો બગડયો ના હોત... બસ પસ્તાવા સિવાય કઇ હાથમા નહોતુ નિતી ના દુખનો પાર નહોતો તેણે સપનામા પણ વિચાર નહોતો કર્યો કે તેની સાથે આવુ થશે કેટલા ઉમંગ સાથે તે આજે સજીધજી હતી પણ જોનારો આવ્યો, ત્યાર સુધીમા તો એનો શ્રુંગાર આંસુઓમા રેલાઈ ગયો હતો, પ્રેમે ગુસ્સાનુ રુપ લઇ લીધૂ હતુ, મહાપ્રયત્ને એ વિધીમા હસતુ મુખડુ રાખીને બેસી હતી રહી રહીને એના દિમાગમા એક જ પ્રશ્ર્ન ઘુમતો હતો કે પોતાની સાથે આમ થયુ જ કેમ શુ ભગવાને એના નસીબમા સગાઈ માટે આવો દિવસ ઘડયો હશે , અને એની આંખો આંસુથી ખરડાઈ ગઇ થૉડી વારે સ્વસ્થ થઇ આંખો લુછી અને વિચાર કરવાનો પ્રયત્ન કર્યો શૂ દિપ પોતાને સાચો પ્રેમ કરે છે શુ એને મારી મારા માતા પિતાની ભાવનાનો જરાયે ખ્યાલ નથી, તરત જ એના દિલમાથી ઉતર આવ્યો “ના ના” એ વાતને કોઇ અવકાશ છે જ નહિ કે દિપ એને નથી ચાહતો તરત બીજો ખ્યાલ આવ્યો કે બની શકે કે સાચે જ કોઇ અકસ્માતને કારણે એ લોકો મોડા પડયા હોય તેણે હવે દિમાગને કસ્યુ અને એક વિચાર ઘડી કાઢયો. પછી દિલ ખોલીને દિપ સાથે ચર્ચા કરી.

દિપની રક્ષાબહેન સાથે પણ વાતચીત થઇ ગઇ હતી અને ધરપત આપી હતી કે ચિંતા ના કરતા આ વખતે હુ પુરી તકેદારી લઇશ આખરે મારી નિતીના કોડ મારે તો પુરા કરવાના છે, તમે ચિંતા વગર તમારી રીત પ્રમાણે તૈયારી કરજો, હવે હિમ્મતભાઇ રક્ષાબહેનએ રાહત અનુભવી કે દિપ જાતે જ ઘરમા વાત કરશે એટલે ઘણો ફરક પડશે, ચિંતામુકત થઇને ખુશીથી લગ્નની તડામાર તૈયારી ચાલુ થઇ ગઇ, સુરત જઇને પાનેતર બીજી ભારે સાડી પહેરામણીની સાડી, નાની મોટી આણામા મુકવાની વસ્તુની ખરીદી કરી આવ્યા કંકોત્રી વહેચાઇ ગઇ, ઘર ફરી મહેમાનોથી ચહકવા લાગ્યુ. નિતીએ પહેરેલા ઝાંઝરથી ઘર ઝણઝણી ઉઠયુ . આવેલા મહેમાનો પણ આ પ્રસંગ વધાવવા ખુબ જ આતુર હતા. અને ફરી સગાઈ જેવો ડખો ના થાય એની પ્રાર્થના કરતા હતા .ઘરમા રોજે ગીતો ગવાતા હતા અને રસમધુર વ્યંજનો બનતા હતા. એક સાંજ ઘર મહેંદીની મહેંકથી મહેકી ઉઠયુ તો એક સાંજ સંગીતથી ચહેકી ઉઠયુ. નિતી મન મુકીને સંગીતના તાલે ઝુમી ઉઠી બહેનપણી સાથે.... ચીવટપુવક સજાવેલૂ આણાએ બધાનુ મન મોહી લીધુ અને સાચે જ આણુ દાદ આપીએ એવુ હતુ કારણ કે ઘરની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી છતાયે આણાની વસ્તુએ ઘણાનુ ધ્યાન ખેચેલુ રક્ષાબહેને જાતે ગુંથેલા ચાકળા, ઉનના રુમાલ, મોતી મઢયા નાળીયેર અને ઈંઢોણી, મોતીના તોરણ, ઘરમા બનાવેલી પુજાની સિતારાવાળી થાળી તો બધાને બહુ જ ગમી ગઇ, દરેક સાડીના ફૉલ મા એ જાતે લગ્ન ગીતો ગણગણતા લગાવ્યા હતા, બે ત્રણ સાડીમા આભલા પણ જાતે જ તો મુકયા હતા,

પીઠી ચડતી વખતે તો નિતી રીતસરની શરમાઈ પડી, અને એના મોહક રુપ સામે ઘરેણામઢી સુંદરી પણ પાછી પડી જાય...!!!! અને આખરે આવી ગઇ રાત હા નિતીની આખરી રાત જે એના માતા પિતાને ઘેર ગાળવાની હતી. અજીબ પ્રકારની લાગણીના તરંગોનો ઉછાળો તે અત્યારે અનુભવતી હતી. એ એક બાજુ લગ્નની ઉતાવળ થતી હતી તો એક તરફ માતા પિતાથી દુર નહોતુ જવુ. ઘડીકમા પિયુમિલન માટે અધીરી થઇ જતી તો ઘડીકમા માતા પિતાના વિયોગથી વિહવળ થઇ ઉઠી. ભારે અસમંજસમા રાત ગાળી થોડી રોમાંચિત થઇ ઉઠી કે જેને આટલો ચાહયો હતો એ કાલથી સદાય માટે એની થઇ જવાની હતી. આજે તો ફકત ચાર કલાકની જ ઉંઘ કાઢવાની હતી સવારના ચાર વાગે તો બધા લગ્ન મંડપમા પહોંચી ગયા અને તડામાર તૈયારીમા ડૂબી ગયા. મંડપમા મહારાજ પણ આવી ગયા હતા અને માંડવા મુરતની વિધિનો પ્રારંભ થઇ ચુકયો હતો. માતા પિતા, નિતી ની ખુશીનો પાર નહોતો આજે માતા પિતા આજે કન્યાદાન નિમિતે ઉપવાસ પર હતા માંડવા મુરતની વિધી ખુબ જ સુંદર અને સારી રીતે પાર પડી ગઇ પછી. મહારાજે સગાઇના દિવસે અધુરી રહેલી વિધીનો ઉલ્લેખ કર્યો સાથે ત્યા જ દિપનો ભાઇ હિમ્મતભાઇ સાથે વાત કરવા આવ્યો એટલે વાત અધુરી મુકી દિપના ભાઇ માટે સમય ફાળવ્યો પણ તેણે ત્યા વાત કરવાની ના પાડી અને બન્નેએ એક ઓરડામા બેઠક લીધી.

ધીમેથી રહીને દિપના ભાઇએ વાતની શરુઆત કરી, “અમે દિલગીર છીએ કારણકે લગ્ન ફકત અમારી રીતથી જ કરવામા આવશે”. હિમ્મતભાઇ ચકિત થઇ ગયા આ શુ સંભળાઇ રહયુ છે તમ્મર આવી ગયા આ લગ્નમા તો કેટલાય જણા આવવાના હતા તો શુ હવે એ બધા સામે પણ ફજેતી થવાની છે......... મો મા દાંતચીકકી આવી ગઇ. દિપનો ભાઈ બોલ્યે જ જતો હતો ફકત ઘરના જ નહી અમારા કુટુંબીજનો પણ બે રીતના લગ્ન ની
વિરુધ્ધ છે હિમ્મતભાઇ થોડા ઉશ્કેરાય ગયા, “તમને ભાન છે તમે શુ કહી રહયા છો બહાર મારી છોકરી આંખોમા સપના લઇને બેસી છે એની ભાવનાની તો કદર કરો તમે છોકરી લઇ રહયા છો તો એમની રીતરસમનો તો મલાજો રાખો તમે આમ છેલ્લી ઘડીએ ફસકી પડો તો અમારી કેટલી ફજેતી થશે આજના જમાનામા પ્રેમલગ્ન જેટલા સામાન્ય થઇ ગયા છે એટલુ જ સામાન્ય છે બે રીતથી લગ્ન કરવા તમને અમારા માન સન્માનની પરવાહ છે કે નહી અમે તો હજીયે તમારી વાત માની લઇશુ પણ નિતી આ વાત નહિ સહી શકે”. દિપનો ભાઇ પગ પછાડીને ઉભો થઇ ગયો અમારી પાસે તમારી વેવલાઇગીરી માટે સમય નથી અમારી વાત માનવી હોય તો માનો નહી તો આ લગ્ન અહી જ રદ્દ કરવામા આવશે......!!! હિમ્મતભાઇ ને સાપ સુંઘી ગયો હોય એમ જડ્ થઇ ગયા અને દિપનો ભાઇ ઉભો થઇને ચાલ્યો ગયો હિમ્મતભાઇ ની હાલત કાપો તો લોહી ના નિકળે તેવી થઇ હતી... આખુ શરીર શિથીલ થઇ રહયુ હતુ. દિમાગ ચાલવાનુ બંધ કરી દિધુ હતુ તે ફેસલો તો તરત લઇ શકે તેમ હતા પણ નિતી અને રક્ષાબહેનને એ ફેસલો પસંદ પડવાનો નહતો. ત્યા જ ઓરડામા રક્ષાબહેન આવ્યા, “અરે તમે અહી ઉભા છો બહાર ચલો સામૈયાની તૈયારી થઇ રહી છે રુચી કયારની ઉતાવળી થાય છે કે કયારે જીજુ આવે અને કયારે સામે જાવ” હિમ્મતભાઇ મનમા જ હીજરાયા કરતા હતા શરુઆત કેમ કરવી એ સુઝતુ નહોતુ હિમ્મતભાઇને એકદમ સુનમુન જોઇ રક્ષાબહેનને પેટમા ધ્રાસકો પડયો હિમ્મતભાઇ એ નઝરો ઝુકાવી દિધી રક્ષાબહેન એક પળમા જ સઘળો સાર પામી ગયા અને બધો જ હરખ ઉતરી ગયો દસ મિનિટ તો મૌન છવાઇ ગયુ આખરે બને આંખોથી જ વાત કરીને ઉભા થયા. બહાર જઇને હિમ્મતભાઇએ સૌપ્રથમ મહારાજને બાજુમા લઈ સઘળી બીના વરણવી તો તેમણે એકદમ શાંત અને પ્રસ્સન ચિતે કહયુ, “એમા તે વળી શૂ વાંધો તમે જરાયે મન નાનુ ના કરો લગ્ન હુ કરાવુ કે એ લોકોના મહારાજ કરાવે કઇ જ ફરક પડવાનો નથી ફકત ફેર ભાષાનો જ હશે તમે આમ આટલા વ્યથિત ના થાવ”. મહારાજનો આવો નમ્ર જવાબ સાંભળી હિમ્મતભાઇની આંખો ભરાઇ આવી અને મહારાજના ચરણો પકડી લીધા અને બીજી વખત મહારાજે વિધી કર્યા વગર જ વિદાઇ લીધી.... હવે મહેમાનોમા ગણગણાટ થવા માંડયો કે આજે ફરી સગાઈ વાળી થવાની છે ગણગણાટ નિતી સુધી પહોચી ગયો હતો. પળભર માટે તો એમ જ લાગ્યુ કે વાડી છોડીને ચાલી જાય પણ એમ કરવાથી પોતે સદાયને માટે માતા પિતા માટે બોજ બની જવાની હતી. એક તો પરનાત પરભાષી સાથે પરણવાની માતા પિતાએ મંજુરી આપી એ જ મહત્વનુ હતુ. વિચારોને વિચારોમા ખોવાયેલી નિતીને ખબર જ ના પડી કે એને સજાવવા આવેલી છોકરી કયારની કહિ રહી હતી કે માથુ નીચુ કરે. નિતીને પરણવાનો ઉત્સાહ કયારનો ઉતરી ગયો હતો, તો સજવા ધજવાનો તો સવાલ જ ઉભો થતો નહતો ...પરંતુ લોકલાજે એ તૈયાર થઇ દુલ્હનના રુપમા એનુ સૌદર્ય અપ્રતિમ હતુ !!!!! તૈયાર થઈ ગઈ એટલે એકાંતમાં ગઈ અને દીપને ફોન જોડ્યો દસ મિનીટ ચર્ચા કરી અને પછી મંડપ તરફ પગલા માંડયા

મંડપનું દ્રશ્ય જોઇને નિતીનું હદય દ્રવી ઉઠ્યું દિપની તરફથી આવેલા મહારાજ વિધીનો પ્રારંભ કરી રહ્યા હતા માતા પિતા અને કુટુંબીજનો ઉતરેલે ચહેરે બેઠા હતા દિપના ભાઈ ભાભી માતા પિતા અને નજીક્ના લોકો ચહેરા પર વિજયી હાસ્ય લઈને વટ મારતા હતા.. નિતી દાદર ચડતી સ્ટેજ પર ચઢી દિપની બાજુમાં બેસવા ગઈ પરંતુ દિપ ઉભો થઈ ગયો.. બધા આશ્ચર્યચકિત થઈને જોવા માંડ્યા આ શું થયું!!!!! દિપ કેમ ઉભો થયો એનો ભાઈ આગળ આવ્યો હળવું સ્મિત આપ્યું ધીમેથી ખભા દબાવ્યા અને કાનમાં કહ્યું , “ બેસી જા દિપ” એના હાથ ખભા પરથી હટાવ્યા અને થોડો પાછળ ખસ્યો નિતીનો હાથ હાથમાં લીધો અને સ્ટેજ નીચે ઉતરી ગયો ઉપસ્થિત બધાજ મહેમાનમાં ઉહાપોહ મચી ગયો અરે આં શું થઈ રહ્યું છે કોઈ કઇ સમજે એ પહેલા જ દિપ બધાને સંબોધીને બોલ્યો, “અહી ઉપસ્થિત દરેક મહેમાનને મારી વિનંતી છે કે શાંતિ જાળવે”. પણ કોલાહલ જરાયે શમ્યો નહી એટલે દિપ સમય ન બગડતા સીધો સ્ટેજ પર ગયો નીચે ઉતરીને ઘડીના છઠા ભાગમાં નિતીની માંગમાં સિંદુર ભર્યું ને ગળામાં હાર પહેરાવ્યો...!!!! દિપનો ભાઈ દાંત કચકચાવતો ઉભો થયો ને દિપ તરફ દોડ્યો . દિપે તેને હાકોટો પડી ચેતવ્યો અને રોક્યો બધાની સંબોધી બોલ્યો, “મને માફ કરજો પણ ઘણા વખતથી લગ્નની વિધી માટે ઉગ્ર ચર્ચા થતી હતી જેને કારણે મારી નિતી ચિંતામાં રહેતી હતી અને અમારા બંન્ને ઘરવાળાની વિરુધ્ધ જવાની અમારામાં તાકાત નથી એટલે હવે લગ્નની વિધીનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો ભગવાને અમને બંનેને હવે એક કરી દીધા છે અમે આગળ કોઈ જ વિધિ નથી કરવાના તમે બધા આરામથી જમો અને અમને આશીર્વાદ આપો”. દિપનો ભાઈનો તેને મારવા દોડ્યો અને દિપે નિતીનો હાથ પકડ્યો અને મંડપની બહાર નીકળી ગયો.............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED