નવલકથા
અપૂર્ણવિરામ
શિશિર રામાવત
પ્રકરણ ૬
ચીંંઈઈઈઈ...
મિશેલે અણધારી બ્રેક મારી અને ચિચિયારી કરતી કાર ઝાટકો ખાઈને ઊભી રહી ગઈ. રોડની સાવ ધાર પાસે ઊભેલી માયા પર અચાનક ધ્યાન પડતાં મિશેલે કારને એકદૃમ થંભાવી દૃીધી હતી. માયાએ નજીક જઈને, સહેજ ઝુકીને વિન્ડોના પારદૃર્શક કાચમાંથી મિશેલ તરફ જોયું. બન્નેની દૃષ્ટિ ટકરાઈ. માયા મુસ્કુરાઈ, પણ મિશેલની આંખોમાં તીવ્ર શંકા અને ડર છટપટી રહ્યાં હતાં. એ માયાને જોઈ રહી. પછી સહેજ સહમીને, ડોર અનલૉક કરીને અંદૃર આવી જવા ઈશારો કર્યો: કમ ઓન ઈન...
દૃરવાજો ખોલીને માયા બાજુમાં બેસી ગઈ, થેન્કયુ.
મિશેલે કાર ફરી સ્ટાર્ટ કરી. એના ચહેરો ખેંચાયેલો હતો. છાતી હજુ ધડકી રહી હતી.
મેં ગઈ કાલે માયાના બેડરુમમાંથી હેન્ડીકેમ અને ચોરી કરી હતી એની એને ખબર પડી ગઈ હશે?
"મેં તને ડરાવી દૃીધી, કેમ? માયા હસી.
મિશેલે જોયું કે એના હાસ્યમાં સ્વાભાવિકતા હતી.
એકચ્યુઅલી, યાહ... મિશેલ સામાન્ય થવાની ભરચક કોશિશ કરી, "મેં ધાયુર્ર્ નહોતું કર્યું કે તમે મને અહીં આ રીતે ઓિંચતા દૃેખાઈ જશો...
"મેં પણ ધાર્યું નહોતું કર્યું કે મને જોઈને તું કાર થોભાવી દૃેશે ને મને લિફ્ટ આપશે... બાય ધ વે, તું ઘરે જ જઈ રહી છેને?
હા.
મિશેલ વધારે કશું બોલી ન શકી. એ સીધું જોઈને ડ્રાઈવ કરતી રહી. ડેશબોર્ડની ઉપર લટકતું એન્ગ્રી બર્ડનું નાનકડું રમકડું સતત હલી રહ્યું હતું. સેન્ટ એન્થની ચર્ચ પસાર થઈ ગયા પછી માર્વે રોડ એકાએક શાંત થઈ ગયો હતો. ના, વોર્ડરોબમાંથી હેન્ડીકેમ અને આલબમ ગાયબ થઈ ગયાં છે એ તરફ માયા કે મોક્ષનું ધ્યાન પણ નહીં ગયું હોય, કેમ કે આ વસ્તુઓ એવી નથી કે એની રોજેરોજ જરુર પડે. મિશેલના હૃદૃયના ધબકારા ક્રમશ: સાધારણ થતા ગયા, પણ શંકાની પણછ ખેંચાયેલી રહી.
"મુંબઈમાં ડ્રાઈવ કરવાનું ફાવે છે તને? માયાએ પૂછ્યું.
મિશેલ ક્યાંય સુધી જવાબ ન આપ્યો. પછી એકાએક ધ્યાનભગ્ન થઈ હોય એમ બોલી, હં? મુંબઈમાં ડ્રાઈિંવગ? ઓહ યા યા... ઓસ્ટ્રેલિયામાં પણ ઈન્ડિયાની જેમ રાઈટ-હેન્ડ-ડ્રાઈવ જ છેને! થેન્કફુલી, આર્યમાનની કાર ઓટોમેટિક છે એટલે ગિયર બદૃલવાની પણ િંચતા નથી... ફકત તમારા રોડ્સ બહુ ભયંકર હોય છે.
રસ્તા ભયંકર હોય તે ચાલે મિશેલ, માણસ ભયંકર નહીં હોવા જોઈએ... માયા અર્થસૂચક હસી.
મિશેલની ભૃકુટિ વંકાઈ ગઈ. માયા કહેવા શું માગે છે? પણ એ કશું બોલી નહીં. માયા અપેક્ષાથી એને જોતી રહી.યલો ટેન્ક ટોપ, ટાઈટ જીન્સ અને મોડી સવારના પૂર્ણ પ્રકાશમાં મિશેલ વધારે ખૂબસુરત, વધારે માનવીય લાગી રહી હતી. ઘેરું કાજલ આંજ્યું નહોતું એટલે એની બ્લુ આંખો નગ્ન થઈ ગઈ હતી.
માયાની નજર અને કારમાં ઘેરાઈ ગયેલી વિચિત્ર ખામોશીનો બોજ સહન ન થયો એટલે મિશેલ બોલી:
"મોક્ષ... નથી? તમે એકલાં જ બહાર નીકળ્યાં હતાં?
"મોક્ષ વાંચવામાં બિઝી હતો ને મારે આ બાજુ જરા કામ હતું એટલે...
આઈ સી! મિશેલે માયાના ટ્રેક સુટ અને મેિંચગ સ્પોર્ટ્સ શુઝ પર અછડતી નજર કરી લીધી. તમે કાર જાતે ચલાવીને કે ડ્રાઈવરને સાથે લઈને કેમ ન નીકળ્યા એવો સવાલ મિશેલની જીભ પર આવી ગયો, પણ એણે ભળતો જ પ્રશ્ર્ન પૂછ્યો, "મોક્ષે ખૂબ વાંચવું પડતું હશે, નહીં? કેમિસ્ટ્રીના પ્રોફેસર છે એટલે...
હા. જોકે અત્યારે વેકેશન છે એટલે નિરાંત છે. પ્રોફેસરોને તો આમેય કોલેજ ચાલતી હોય ત્યારે પણ નિરાંત જ હોય છેને...
મિશેલે પહેલી વાર સહેજ સ્મિત કર્યું. એના સ્મિતમાંય વ્યંગની છાયા હોય છે તે માયાએ ખાસ નોંધ્યું. આ છોકરી ક્યારેય સહજ નહીં રહી શકતી હોય? માયાને પ્રશ્ર્ન થયો.
આગળથી રસ્તો બે વિરુદ્ધ દિૃશાઓમાં ચીરાઈ જતો હતો. એક અકસા બીચ તરફ જતો હતો, બીજો મનોરી બીચ તરફ. મિશેલે અકસા બીચ તરફ ટર્ન લીધો. રોડ હવે સાંકડો, ઘુમાવદૃાર અને સરસ થઈ ગયો હતો. ઈન્ડિયન નેવલ શિપ હમલાનું ઊંચી દૃીવાલવાળું કેમ્પસ પસાર થઈ ગયું. ‘ધ રિટ્રીટના સાઈનબોર્ડ્સ દૃેખાવા લાગ્યા.
તું આ આખા વિસ્તારમાં ફરી છેને, મિશેલ?
ખાસ નહીં. ઘરથી મિડ-ચોકી વચ્ચે જે કંઈ છે એટલું જ જોયું છે.
ચાલ તને આજે આસપાસનો એરિયા દૃેખાડું, માયાએ કહ્યું, આઈ મીન, તારી ઈચ્છા હોય તો અને તારી પાસે સમય હોય તો.
આસપાસનો એરિયા એટલે? માથેરાન પણ મુંબઈના આસપાસનો એરિયા જ ગણાય! મિશેલના મનમાં આશંકાનો તિખારો પણ ઝબકી ગયો:
માયામાં આજે ઓચિંતા આતિથ્યસત્કારની ભાવના ક્યાંથી ફૂટી નીકળી?
મિશેલે ઝડપથી વિચારી લીધું. પછી માયા તરફ વેધક નજર જોઈને કહ્યું, "મારી પાસે સમય જ સમય છે. બોલો, શું દૃેખાડવા માગો છો મને?
બસ, આ જ બધું. આગળથી લેફ્ટ લઈ લે.
મિશેલે એક બાજુ કાર પાર્ક કરી. બન્ને બહાર નીકળીને દૃરિયા તરફ ચાલવા લાગ્યાં.
આર્યમાન મને અહીં ડિનર પર લાવેલો -‘ધ રિટ્રીટર્રૂિૂેંીમાં, મિશેલે કહ્યું, પછી અમે અકસા બીચ પર થોડું ફર્યા હતાં.
બીચ પર ખાસ ચહલપહલ નહોતી. વાદૃળ વગરના સ્વચ્છ આકાશ નીચે પૂર્ણ સૂર્યપ્રકાશમાં દૃરિયાનો રંગ થોડો ફિક્કો પડી ગયો હતો. થોડા જુવાન પ્રેમીઓ દૃેખાતા હતા. રંગીન દૃુપટ્ટાની બુકાની બાંધેલી એક છોકરી પોતાના બોયફ્રેન્ડનો હાથ પકડીને રેતી પર ધીમે ધીમે ચાલી રહી હતી. મોટી રંગીન છત્રીઓ નીચે ખાણીપીણીના સ્ટોહ્લસ શાંત ઊભા હતા. સતત ઊછળકૂદૃ કરી રહેલી દૃરિયાની ધાર પાસે માયા અને મિશેલ ઊભી રહી ગઈ. કાળા પડી ગયેલાં શરીરવાળા ત્રણ તરુણો અવાજો કરતા દૃરિયામાં નહાઈ રહ્યા હતા. અચાનક લાલ ટીશર્ટ-બર્મ્યુડા પહેરેલો લાઈફગાર્ડ સીટી વગાડતો આવ્યો ને છોકરાઓને પાણીમાંથી બહાર કાઢ્યા.
અત્યારે તો અહીં લાઈફગાર્ડ હાજર છે, બાકી દૃર વર્ષે કેટલાય લોકોને આ દૃરિયો અંદૃર ખેંચી લે છે, માયાનો અવાજ ધીમો થઈ ગયો, ત્યાં પેલું બોર્ડ જોયું? એમાં ભયસૂચક ચેતવણી લખી છે. અકસામાં ડૂબી ગયેલા માણસોની તસવીરો પણ મૂકી છે, છતાંય એની એસીતેસી કરીને લોકો બિન્દૃાસ નહાવા પડે છે અને કમોતે મરે છે... માયા એકાએક ગંભીર થઈ ગઈ. મિશેલ એને તાકી રહી. પછી બોલી, થોડું ચાલીશું?
બન્ને ટહેલવા લાગ્યાં.
"માયા, એક વાત મને સમજાતી નથી, મિશેલે કહ્યું, તમે આજે એકાએક મારી સાથે આટલું ફ્રેન્ડલી બિહેવ કેમ કરી રહ્યાં છો? આઈ મીન, મને પહેલી વાર જોઈ ત્યારે તમે અને મોક્ષ ગુસ્સાથી રાતાપીળા થઈ ગયાં હતા ને મને લગભગ ઘરમાંથી કાઢી મૂકવા માગતાં હતાં, પણ આજે...
માયા હસી, તું ઘરે આવી વાતને આજે ચાર-પાંચ દિૃવસ થઈ ગયાં... અને અમે ઈન્ડિયન્સ આખરે તો ‘અતિથિ દૃેવો ભવની થિયરીમાં માનવાવાળાને? એટલે...
મિશેલ મુસ્કુરાઈ. માયા કહેતી ગઈ, લૂક, તું આર્યમાનની ફિયૉન્સે છે. એની સાથે લગ્ન કરવાની છે, મારી સિસ્ટર-ઈન-લૉ બનવાની છે. આ બન્ને ભાઈઓને તો આપણે ગરદૃનથી પકડીને એકબીજા સાથે બોલતા કરાવી શકવાના નથી, પણ કમસે કમ તારી અને મારી વચ્ચે ટેન્શન ન રહે એવું હું જરુર ઈચ્છું છું.
મિશેલ એક-બે ક્ષણ જોઈ રહી. પછી બોલી, આઈ એપ્રિશિએટ ઈટ, માયા. પણ એક વાત મને સમજાવો...
કલાસ બન્ક કરીને આવેલા ચારેક કોલેજિયન છોકરા-છોકરીઓ ેમિશેલ તરફ આશ્ર્ચર્યથી જોતાં જોતાં બાજુમાંથી પસાર થઈ ગયા. મિશેલે એમના તરફ ધ્યાન આપ્યા વગર માયાને પૂછ્યું,"મોક્ષ અને આર્યમાન વચ્ચે એવી તો કેવી ગૂંચ પડી ગઈ છે કે ઉકેલાતી નથી?
માયા વિચારમાં પડી ગઈ.
"મને સમજાતું નથી મિશેલ કે મારે તને કેવી રીતે કહેવું, કારણ કે જો હું વાત કરીશ તો તને લાગશે કે હું આર્યમાનની બુરાઈ કરું છું. ડોન્ટ વરી અબાઉટ ઈટ. આર્યમાને મને લગભગ બધી જ વાત કરી છે. એનાં અફેર્સની, આઈ મીન. મારી પહેલાં કેટલી ગર્લફ્રેન્ડ્સ બનાવી, કેટલાં બ્રેકઅપ કર્યા... એ બધી.
ગુડ બોય! માયાથી હસાઈ ગયું, જો, આર્યમાન બેઝિકલી સારો છોકરો છે. ઈમ્મેચ્યોર અને ઊતાવળીયો છે, પણ મનમાં કશું રાખતો નથી. મને તો એની સાથે હંમેશાં બન્યું છે. ઉંમરમાં અમારી વચ્ચે એક જ મહિનાનો ફર્ક છે એ તું જાણે છેને? અમે બન્ને ત્રીસનાં. મોક્ષ તેંત્રીસનો, અમારાં કરતાં ત્રણ વર્ષ મોટો.
હું ક્રિસમસ પર ટ્વેન્ટી-સેવન પુરાં કરીશ.
કૂલ!
બાય ધ વે, તમે મને ભાઈઓ વચ્ચે અણબનાવ શી રીતે થયો એ કહી રહ્યાં હતાં.
યાહ! સી, આર્યમાનમાં નાનપણથી એક વાતનો કોમ્પલેકસ છે કે ઘરમાં એને સૌથી ઓછું અટેન્શન મળ્યું છે. મોક્ષ પહેલો દૃીકરો હતો એટલે સ્વાભાવિક રીતે જ એને ખૂબ પ્રેમ મળ્યો. સુમન સૌથી નાની ને પાછી મેન્ટલી એબ્નોર્મલ, એટલે માબાપ જીવતાં રહ્યાં ત્યાં સુધી એમનું જીવન દૃીકરીની આસપાસ ફરતું રહ્યું. એટલે આર્યમાનને સતત થયા કરતું કે એની અવગણના થઈ રહી છે. નાનો હતો ત્યારે ગુસ્સે થાય કે રિસાય ત્યારે હંમેશા આ વાક્ય ઉચ્ચારતો: તમને લોકોને મારી પડી જ નથી. હું તો વચલો વધારાનો!
ધ્યાનપૂર્વક સાંભળી રહેલી મિશેલ સહેજ મલકી ગઈ. માયા આગળ વધી, આ બધી વાત મને મારી સાસુએ કરી છે.આર્યમાન પહેલેથી જ સ્વભાવે ઉદ્દંડ અને વિદ્રોહી. એકવીસ વર્ષનો થયો ત્યારે એણે પપ્પાની મિલકતમાંથી પોતાનો હિસ્સો માગ્યો હતો.
વોટ? એકવીસ વર્ષની ઉંમરે?
હા. એની કોલેજ પણ હજુ પૂરી થઈ નહોતી ને એને અલગ રહેવું હતું. એનું કહેવું હતું કે તમારા ડેથ પછી જે મિલકત મને મળવાની છે તે અત્યારથી જ આપી દૃો! ઘરમાં ખૂબ ધમાલ થઈ હતી એ વખતે. નેચરલી, પપ્પાએ એને મિલકતમાંથી ભાગ-બાગ તો ન આપ્યો, પણ અંધેરીના પોશ વિસ્તારમાં એના નામનો ફ્લેટ જરુર ખરીદૃી આપ્યો. આ ઘરમાં એણે ચંડીગઢની કોઈ છોકરીને સાથે રહેવા બોલાવી લીધી હતી. આઈ િંથક આ એનું પહેલું સિરિયસ અફેર હતું.
ચંડીગઢની છોકરીની વાત આર્યમાને કરી છે, પણ આ ફ્લેટવાળી વાત મારા માટે નવી છે.
દૃોઢ જ વર્ષમાં એ છોકરી પણ જતી રહી અને ફ્લેટ પણ જતો રહ્યો. ભાઈસાહેબને બિઝનેસ કરવો હતો એટલે પૈસા ઊભા કરવા ફ્લેટ વેચી માર્યો. પાર્ટનરો ફ્રોડ નીકળ્યા. આર્યમાન રસ્તા પર આવી ગયો. જોકે ઘરમાં કોઈને આ વાતનું સહેજ પણ આશ્ર્ચર્ય નહોતું થયું. આવું થવાનું જ હતું. ફરી પાછી મિલકતમાંથી હિસ્સાની માગણી. ફરી ઝઘડા. આવું અનેકવાર બન્યું. મમ્મીના ડેથના સમાચાર મળ્યા ત્યારે એ ઘરે આવ્યો હતો અને હજુ તો વિધિઓ પૂરી પણ થઈ નહોતી ને એણે ફરી ડિમાન્ડ મૂકી. આ વખતે મોક્ષનું માથું ફરી ગયું: સ્મશાનમાં માની ચિતાની રાખ પણ હજુ ઠંડી થઈ નથી ને તને પ્રોપર્ટીના હિસ્સા કરવા છે? પપ્પા આર્યમાનને લાખોના ચેક મોકલતા રહેતા. એ ઊંધાચત્તા બિઝનેસ કરીને પૈસા ફૂંકી મારતો. મમ્મી ગઈ પછી પપ્પા તદ્દન નંખાઈ ગયા હતા. એ ગુજરી ગયા ત્યારે આર્યમાન ઓસ્ટ્રેલિયા હતો. કદૃાચ તારી સાથે. પપ્પાની માંદૃગી દૃરમિયાન એ ખબરઅંતર પૂછવા આવે એવી તો અપેક્ષા જ નહોતી, પણ મોક્ષને પીડા એ વાતની છે કે પપ્પાની અંતિમ વિધિ વખતે પણ એ ઘરે આવી શકતો નથી? આર્યમાન ધારત તો ઓસ્ટ્રેલિયાથી આવી શક્યો હોત. આવવું જોઈએ. પણ...
એકધારું બોલીને માયા શાંત થઈ ગઈ. એણે ઊંડો નિશ્ર્વાસ છોડ્યો. મિશેલે ધીમેથી કહ્યું, હવે મને થોડું થોડું સમજાય છે. બટ ટ્રસ્ટ મી, માયા... આર્યમાન હવે પહેલા જેવો નથી રહ્યો. હું એનામાં મેચ્યોરિટી જોઈ શકું છું. ઓસ્ટ્રેલિયામાં એણે બિઝનેસ પણ સરસ જમાવ્યો છે. મારી સાથે અત્યારે ઈન્ડિયા ન આવવાનું કારણ પણ એ જ હતું કે સેટલ થઈ રહેલા બિઝનેસને એ ડિસ્ટર્બ કરવા નહોતો માગતો.
તો તો બહુ સારું. એનો અર્થ એમ કે આર્યમાન અનુભવે ઘડાયો છે. આઈ એમ હેપી ફોર હિમ.
તમને બન્નેને અવારનવાર યાદૃ કરતો હોય છે... પણ આર્યમાન મમ્મી-પપ્પા પ્રત્યે ઈન્સેન્સિટિવ રહ્યો એટલે મોક્ષે એની સાથે બોલવાનો વહેવાર પણ બંધ કરી નાખ્યો અને...
વાત માત્ર મમ્મી-પપ્પા પૂરતી સીમિત હોત તો મામલો આટલો ગંભીર ન થયો હોત, મિશેલ. બન્ને ભાઈઓ વચ્ચેના અણબનાવનું સૌથી મોટું કારણ તો સુમનનું છે...
એટલે? મિશેલને સમજાયું નહીં.
મિશેલ, તને કહ્લપના સુધ્ધાંં નથી કે મોક્ષને એની નાની બહેન માટે કઈ કક્ષાનો પ્રેમ છે, એના માટે કેટલી હદૃે પ્રોટેકિટવ થઈ શકે છે, એના સુખ-સલામતી માટે કઈ હદૃે જઈ શકે એમ છે અને... માયાનો અવાજ ગંભીર થતો ગયો. એકાએક એની આંખોની સપાટી ભીની થવા માંડી, આર્યમાન તો ઠીક, સુમનને ખાતર મોક્ષે મને પણ...
મિશેલ સ્તબ્ધ થઈ ગઈ. એ કશું બોલવા જાય તે પહેલાં જ એનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પરનું નામ વાંચતા જ મિશેલનો ચહેરો ફરી ગયો. આંખોમાં ઝેરી ચમક આવી ગઈ. એકસક્યુઝ મી કહીને એ થોડી દૃૂર જતી રહી. પછી મોબાઈલ કાને માંડીને ફૂસફૂસાતા અવાજે, માયા ન સાંભળી શકે એ રીતે બોલવા માંડી:
સાંભળ, મોક્ષ અને માયા બન્નેમાંથી કોઈને હજુ સુધી ખબર પડી નથી કે એનો કેમેરા ને આલબમ બન્ને મારા કબ્જામાં છે... અને એક ઓર વાત. આ માયા સામેથી મારા સકંજામાં આવી ગઈ છે. એને હવે હું કોઈ પણ ભોગે ચસકવા નહીં દૃઉં. આપણું અડધું કામ તો થઈ ગયું. બસ, હવે એક મોક્ષનો હિસાબકિતાબ કરવાનો બાકી છે!