|| 25 ||
પ્રકરણ 24 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ દિયાની બર્થ ડે પાર્ટીમાં અમુક રીલેટિવ્સને જ આમંત્રણ હોવાથી આદિત્ય જઇ શકતો નથી. આદિત્ય અધૂરામાં પૂરું દિયાનો બર્થ ડે પણ ભૂલી જાય છે. પ્રકરણ 24ના અંતમાં જેમ આપણે છેલ્લે વાત કરી એમ દિયાની લાઈફમાં એક છોકરો આવે છે જેનું નામ છે ‘વિશાલ’. આ વિશાલ બહુ જ ધનવાન ફેમીલીમાંથી હોય છે. આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...
* * * * *
દિયાએ વિશાલ સાથે નંબર એક્સચેન્જ પણ કર્યા અને હવે શરૂ થઈ દિયાની લાઈફની સૌથી બકવાસ લવ સ્ટોરી જેના લીધે હું દિયા પર સૌથી વધુ ગુસ્સે થયો હતો. વિશાલ થોડો રીચ ફેમિલીનો છોકરો હતો એટલે ફેસબુક પર તેના ફોટોસ તમે જુઓ તો બહુ સારી અને મોંઘી મોંઘી કારમાં પડાવેલા હોય તો ક્યારેક રોયલ એન્ફિલ્ડ બાઈકમાં. આવા રોયલ શોખ ધરાવતો છોકરો એટલે વિશાલ. વિશાલ દિયા સાથે દરરોજ ફેસબુક પર વાતો કરતો. મારે અને દિયાને તો સાવ કોન્ટેકટ જ નહોતા આથી આ વાતનો લાભ વિશાલને પૂરેપૂરો મળતો હતો. હા, વિશાલ મને તો નહોતો ઓળખતો પણ એને એટલી તો ખબર પડી ગઈ હતી કે છોકરી સારી છે, ભોળી છે અને સીંગલ છે એટલે મારૂ કામ ચાલી જશે. દિયા વિશાલ સાથે બધી જ વાતો શેર કરે છે. દિયા વિશાલને મળવા પણ બોલાવે છે પણ વિશાલ હંમેશા કોઈને કોઈ કારણોસર ના પડતો રહે છે અને એક વાર..
દિયા : (વિશાલને કોલ કરે છે)
વિશાલ : હેલો
દિયા : હમ્મ.. હાઈ
વિશાલ : હાઈ સ્વીટહાર્ટ કેમ અત્યારે મોડી રાત્રે કોલ કર્યો ? કામ હતું ? આ અઢી વાગ્યા છે અત્યારે તો..
દિયા : વિશાલ, એક્ચ્યુઅલી મારે તને મળવું છે. મારા પપ્પા મારા મેરેજનું વિચારી રહ્યા છે. આમ પણ મારે બી એસ સી પૂરું થઈ ગયું છે અને એમ એસ સી નું આ પહેલું વર્ષ ચાલે છે. આ 2015 ચાલે છે કદાચ 2017 સુધીમાં તો મારા મેરેજ થઈ પણ જશે એવુ પપ્પા કહે છે. તો તું મને એક વાર મળે તો હું તને સરખી રીતે બધી વાત કરી શકું.
વિશાલ : જો દિયા હવે હું તને જેવુ છે એવું કહી દઉં. કારણ કે તું મને બહુ જ ગમે છે અને કાલે હું મારા ફેમિલી સાથે જ તારા ઘરે આવવાનો છું. મારૂ નામ જય છે. મારૂ નામ વિશાલ નથી. સોરી પણ હું બધુ જ ખોટું બોલ્યો છું. સ્વિમિંગના ફોટા તો એમનેમ મેં મારા ફ્રેન્ડસના ફાર્મ હાઉસમાં ખાસ તારા માટે થઈને જ પડાવેલા હતા. મને સ્વિમિંગ આવડતું પણ નથી. હું તારી જ્ઞાતિનો પણ નથી. હા, હવે બીજી વાત મારી પાસે તારી અને મારી બધી જ વાતની કન્વર્સેશનના સ્ક્રિનશોટ છે. આથી જો તું મારા સિવાય બીજા કોઇની પણ સાથે મેરેજ કરવાનું વિચારીશ તો પણ હું આ બધા જ સ્ક્રિનશોટ એને બતાવી દઇશ. મારા ઘરે મેં બધુ જ કીધું છે અને હું જેવો છું એવું જ મારૂ ફેમિલી હોવાનું એટલે એમણે મને કઈ જ કીધું નહીં. હવે, તારા કુટુંબની રેપ્યુટેશન તારા હાથમાં છે. તારે શું કરવું શું નહીં ? બધુ જ. તું જાણે જ છે કે મારા હાથમાં ડીજે લખેલું ટેટૂ છે એનો મતલબ ‘દિયા જોશી’ નથી થતો એનો મતલબ ‘દિયા જય’ થાય છે. તું એટલી બધી ડાહી છોકરી છો કે મેં જેવુ કીધું એવું માની પણ ગઈ. વાહ તારી બુદ્ધિને પણ સેલ્યુટ છે. તને ખબર હતી કે હું તને ઇગનોર કરું છું તારા મેસેજના રિપલાય નથી આપતો. આમ છતાં તું મારા લૂક્સ અને મારી ગાડી વાળા ફોટોસ પર એટલી બધી ખુશ થઈ ગયેલી કે મને મેસેજ કરી કરીને મારૂ માથું ખાય જતી. આ બધા મેસેજથી છુટકારો મેળવવા મેં તને મારી ગર્લ ફ્રેન્ડ બનાવી અને અફસોસ કે તું બની પણ ગઈ. તે શું નથી કર્યું મારા માટે ? બધુ જ કર્યું અને એટલે જ તો હવે હું તને લવ કરું છું પહેલા જેવો નહીં હો સાચો લવ.
દિયા : એક જ વાક્યમાં કહું ને તો આઈ હેટ યુ. તને કોણે એવો અધિકાર આપ્યો કે તું કોઈ છોકરીનુ દિલ દુખાવી શકે ?
વિશાલ : અરે પણ..
દિયા : વોટ અરે ? તે મારા વિશ્વાસની મજાક ઉડાવી. તે મારા સપનાઓ પર પાણી ફેરવી દીધું. તારા માટે થઈને મેં શું નથી કર્યું ? તને રોજના કેટલા મેસેજ હું કરતી અને તું....
વિશાલ : એક વાત કહું તને ?
દિયા : બોલ ફટાફટ અને કોલ મૂક
વિશાલ : હજી તારી લાઈફમાં કોઈ આવશે અથવા તો કોઈ છે જ. જે તને છે ને દિલથી પ્રેમ કરતો હશે પણ હા એ વાત પણ સાચી કે તું હજી એક વાર ભૂલ કરીશ. કારણ કે આટલા સમયમાં હું તને બહુ સારી રીતે ઓળખી ગયો.
દિયા : કેવી રીતે ઓળખી ગયો ?
વિશાલ : એમ જ કે તને માણસ ઓળખતા નથી આવડતા અને તું ક્યારેય માણસને ઓળખી પણ નહીં શકે. તું છે ને બકા વોટ્સ એપ અને ફેસબુક પર સ્ટેટસ મૂકી શકે બાકી મારા જેવા છોકરા આરામથી તારી પાસેથી કામ કઢાવી લેશે. બસ, એક વાત યાદ રાખજે સાચો પ્રેમ કરવાવાળો છોકરો એવી રીતે આવીને જતો રહેશે કે તને ખબર પણ નહીં પડે કે તે તારી લાઇફમાં શું મિસ કર્યું ? હા, હું તને જે કઈ ખોટેખોટો લવ કરતો હતો. કારણ કે મારા ફ્રેન્ડસ સાથે મારે શરત લાગી હતી કે હું તને ઇમ્પ્રેસ કરીને બતાવું. હું આરામથી જીતી ગયો. હવે તું તારા રસ્તે અને હું મારા. બાય.
(વિશાલે સામેથી જ કોલ કટ કરીને મૂકી દીધો)
દિયાને આખી રાત નીંદર ના આવી અને સવારે તેની ઈચ્છા હતી કે આદિત્ય સાથે કોલ કરીને વાત કરે પણ શું વાત કરવી કેવી રીતે વાત કરવી આથી તેણે આદિત્ય નહીં પણ જિગરને કોલ કર્યો. આ એ જ જિગર જે આદિત્યને આખી લાઈફમાં ક્યારેય નહોતો ગમ્યો. હવે જોઈએ શું થાય છે ?
મને જિગર પસંદ નહોતો અને એ વાત દિયા જાણતી હતી પણ હા, જિગર એ દિયાનો તો બેસ્ટ ફ્રેન્ડ હતો. આથી દિયાએ જિગરને કોલ કર્યો વહેલી સવારમાં અને બન્ને વચ્ચે વાતચીતનો પ્રવાહ શરૂ થયો.
દિયા : હેલો, ક્યાં છો તું ?
જિગર : રાજુમામાના ઘરે. આજે એમને ત્યાં દીકરીનો જન્મ થયો છે તો એને રમાડવા આવ્યો હતો. બોલ ને કઈ કામ હતું ?
દિયા : અમ્મ... નહીં કઈ નહીં સાંજે આવીશ ને પ્રેક્ટીસમાં તો ?
જિગર : હા, આવું જ ને
દિયા : મળીએ સાજે બાય..
( દિયાએ જિગરને વિશાલ વિશે કઈ જ કહ્યા વગર વાત ટૂંકાવી )
દિયાને આદિત્ય સાથે વાત કરવી હતી પણ સમજાતું નહોતું કે કોલ કરીને બોલીશ શું ? અને બીજી વાત કે આદિત્યને જ કોલ કરવાની ઈચ્છા કેમ થાય છે ? આ વાત પણ દિયાના મનમાં બેસતી નહોતી. હવે, સમય વધુ વિત્યો અને આવી ગયો મહિનો ઓક્ટોબર. આ દિવસ, સાલ, મહિનો અને સમય મને બરાબર યાદ છે કારણ કે આ દિવસ સમય તારીખ વાર બધુ જ મારા માટે લાઇફ ટાઇમ મેમરી બની ગયું. આ વર્ષ એટલે ૨૦૧૫. હા, તારીખ પણ મને બરાબર યાદ છે 6 ઓક્ટોબર – 2015 મંગળવાર અને સમય હતો સવારે દસ વાગ્યાને છત્રીસ મિનિટ એકઝેકટ.
લોકેશન : આદિત્યનું ઘર
સમય : 10 : 30 સવારે
તારીખ : 06/10/2016
વાર : મંગળવાર
આજે મેં કોલેજે રાજા રાખી હતી. કારણ કે સબમીશન માટે મારે બહુ બધુ કામ બાકી હતું. મારા મગજમાં ઘણા સમયથી વાત ચાલતી હતી અને આ વાત કરવા માટેની સારામાં સારી જગ્યા એટલે મારા રૂમનો તે સામનો તિજોરી કબાટ. મારા ઘરના એ કબાટમાં અરીસો હતો અને એ અરીસા સામે ઊભો રહીને હું હમેશાં મારી જ સાથે વાતો કરતો. આજે પણ એવું જ કઈક થવાનું હતું આ વાતને લાઇફની બેસ્ટ મુમેન્ટ આપ કહી શકો છો. હું મારા રૂમમાં જતો રહ્યો અને શરૂ કર્યું મારૂ અને મારા અંદર રહેલા વ્યક્તિ એટલે કે જે મારૂ દિલ કહે છે તેની સાથે વાતો કરવાનું અને દિલનું સાંભળવાનું. હું અરિસાની સામે ઊભો હતો અને બોલી રહ્યો હતો.
‘યાર, કઈ પણ હોય આ દિયા બહુ જ મસ્ત છોકરી છે. આજ સુધી લાઈફમાં બહુ બધી છોકરીઓ આવી છે પણ બધાને કઈક ખોટું બોલવાની અથવા તો ખોટા શો ઓફ કરવાની આદત હોય છે જ્યારે દિયા ક્યારેય ખોટું બોલતી નથી અને નથી શો ઓફ કરતી. દિયા વધુ બોલતી પણ નથી. વધારે બોલીને ખોટી વાતો કરવા કરતાં દિયા ઓછું બોલીને ચૂપ રહેવું વધુ પસંદ કરે છે. દિયાની આ જ વાત મને ટચ કરી જાય છે. હવે, વાત કરીએ થોડી મેચ્યોરિટીવાળી. મારા મમ્મી પપ્પાની એવી આશા છે કે મારા મેરેજ કોઈ એવી છોકરી સાથે થાય જે બ્રાહ્મણ હોય અને કારણ એટલું જ કે અમે પણ બ્રાહ્મણ છીએ. દિયા પણ બ્રાહ્મણ છે. મારી આશા છે કે છોકરી ભણેલી ગણેલી અને તૈયાર હોવી જોઈએ. દિયા ભણેલી હોવાની સાથે સ્વિમર પણ છે. સ્વભાવ પણ સારો છે. આંખો બહુ જ ઓછી બતાવે છે કારણ કે દર વખતે ગોગલ્સ પહેર્યા હોય, પણ જો આંખો બતાવે તો સાચે ત્યારે જ એમ થાય કે નજીકમાં ક્યાંય કોર્ટ હોય તો સિવિલ મેરેજ કરી લવ પણ પછી હું મારી લાગણીઓને વશમાં કરવાના પ્રયત્નો કરું છું. કારણ કે કોને ખબર કદાચ એ મને કરતી હશે તો કદાચ નહીં પણ. આઈ થીંક મારે દિયાને પૂછવું જોઈએ. મારે દિયાને પ્રપોસ કરવાનો આ બરાબર સમય છે. હવે હું નાનો નથી કે દિયાને ગર્લફ્રેન્ડ બનવું અને સાથે ફરીએ અને મોજ કરીએ. મારે દિયા સાથે જ મેરેજ કરવા છે પણ પહેલા પ્રપોઝ તો કરું. કેવી રીતે કરવું ? એક તો કોઈ દિવસ કોઈ છોકરીને પ્રપોઝ નથી કરેલું. દર વખતે ઈશારો ઈશારો મે દિલ લેને વાલે વાળી કન્ડિશન ક્રિએટ કરી છે. આ વખતે તો બોસ થઈ જ જાય.’
મેં પાણીના ગ્લાસમાં પાણી લઈને ઊંચેથી ચાર પાંચ ઘૂટડા ભરતા પાણી પીધું. હાથ પગમાં કંપન શરૂ થઈ ગઈ હતી. શરીરમાં ગરમી ગરમી થઈ રહી હતી. હ્રદયના ધબકારા પોતાના અંતરમાં ઊગતી ઊર્મિઓને પ્રેમ આપવા આતુર હતા. આંખો ફર્કવાની શરૂ થઈ ગઈ હતી અને મારા હાથમાં રુંવાટી વધુ છે તો એ બધા જ રૂવાડા ઊભા થઈ ગયા હતા. કારણ કે આ સમય હતો જ્યારે હું જિંદગીમાં પહેલી વખત કોઈ છોકરીને પ્રપોઝ કરવા જઇ રહ્યો હતો. મેં ફોન હાથમાં લીધો અને D સર્ચ બોક્સમાં લખતા જ Diya Joshi લખેલું આવી ગયું અને મેં કોલ કર્યો.
( Diya’s Phone Ringing )
Diya : Hello
Me : ( No reply )
Diya : Aadi, Are you there ? Hello…
Me : ( No reply and then ) Hhhhhh….. ( મારા શ્વાસનો અવાજ માત્ર કોલમાં સંભળાતો હતો )
Diya : Okay hu pachhi vat karu bye
Me : Diya, Listen to me hello
Diya : Okay bol
Me : I LOVE YOU
Diya : Pagal chho tu ?
Me : Na, really I love you Diya. Just trust me I really love you.
Diya : Hey Bhagvaan, Saru halo hu muku chhu phone pachhi vaat okay
Me : Please think about it and tell me don’t forget.
Diya : E haa, bye.
દિયા સાથે આટલી વાત થઈ. હા, ફાઇનલી મન હળવું થઈ ગયું કારણ કે મારે જે કહેવું હતું તે મેં દિયાને અંતે કહી દીધું. મનમાં ઘણા બધા ફિલ્મોના ગીતો એક સાથે વાગવા લાગ્યા કારણ કે મને ફિલ્મો તો હવે નસેનસમાં ઉતરી ગઈ હતી. બપોરે સૂતો ત્યારે પણ દિયાના જ વિચાર આવે કે કદાચ જો એ હા પડે તો કેવી મજા આવશે ? મારે જેવી જોઈએ છે એવી જ પરફેક્ટ છોકરી છે. દિયામાં એક જ વાતનો પ્રોબ્લેમ છે, વોટ્સ એપમાં રિપલાય બહુ જ મોડા કરે છે યાર. હું કાલે સૌથી પહેલા તો દિયાને કોલ કરીને મળવા બોલવું તો ખબર તો પડે કે તે શું વિચારે છે ? શું નહીં. મેં તો ઘણા સમયથી તેને ધ્યાનથી જોઈ પણ નથી અને હવે મળીએ ત્યારે તો બસ, નિરાંતે મન ભરીને જોવી છે મારે એને. એક દમ શાંતિથી. ભલે ઓકવર્ડ લાગતું પણ શાંતિથી જ જોઈશ.
( થોડા સમય પછી )
Feb 2016
મારે શનિવારે પ્રિ – જીટીયુ એક્ઝામ શરૂ થવાની હતી આથી મેં દિયાને ગુરુવારે મળવા બોલાવી કારણ કે ગુરુવારે મારે શરૂઆતના લેક્ચર્સ ફ્રી હોય એટલા માટે અને મેં રાત્રે દિયા સાથે આ બાબતે મેસેજમાં વાત કરતાં કહ્યું.
Me : Hi DAA
Diya : Shu ?
Me : Hi Diya Aaditya Aacharya
Diya : Ohhh bas ho please
Me : Okay hey, lets meet on this Thursday and yeah, I will come with surprise.
Diya : Naa, mare Jamnagar javanu chhe. Mara bhai na marriage chhe. Hu and my sister khushboo both are going so that I can’t come.
Me : It’s okay next time vat
Diya : But shu chhe surprise ?
Me : Chhe kaik for you.
Diya : Ohho achcha mari birthday gift em ne ( It’s Feb 2016 so that )
Me : To have kyare malishu ?
Diya : Hu tane kahish.
Me : Okay bye good night take care
Diya : Hmm
*****
ખબર નહીં છોકરીઓ આ ‘હમ્મ..’ પાછળ શું કહેવા માંગતી હશે ? દિયાએ મળવાની હા પાડી પણ મેળ જ ના પડ્યો. રિલેટિવ્સ પણ ખરા હોય છે યાર જ્યારે આપણે કઈક સારું કામ હોય ત્યારે જ મેરેજ કરે. અચ્છા મેરેજ કરે એનો પ્રોબ્લેમ નથી પણ પેરેન્ટ્સ આપણને મેરેજમાં લઈ જાય અને એમાંય આપણાં જેવા છોકરાઓ છોકરીઓ જોયા કરે ને વાહ વાહ જેવુ. અચ્છા હવે મળીએ આવતા પ્રકરણમાં જોઈએ આ ભાઈ આદિત્ય રૂબરૂ મળીને શું શું કરે છે ? ત્યાં સુધી આવજો.
*****