આદમ- હવા Vijay Trambadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

આદમ- હવા

આદમ-હવા

આદમ (એદમ) ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર જગતના પ્રથમ માનવી હતા. હવા (ઇવ) તેમની પત્ની નુ નામ હતુ. ઇસ્લામ અને યહુદી માન્યતા અનુસાર તે ખુદા (પરમાત્મા)ના પયગમ્બર હતા અને નોઆહ ના પુર્વજ હતા. મુત્યુ સમયે તેમની ઉંમર લગભગ ૧૦૦૦ વર્ષ હતી. તેમણે માનવજીવનનું સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યું હતું. કેટલીક માન્યતા અનુસાર તેઓ સીલોનમાં રહ્યા અને ત્યાંથી ભારત આવીને વસ્યા, જ્યારે કેટલાક તેમને ઇરાકમાં રહેતા હતા તેમ માને છે પણ હજુ સુધી તે સંશોધન નો વિષય રહ્યો છે.

બાઇબલ અને કુરાન માં જણાવ્યા પ્રમાણે ઇશ્વરે જ્યારે પૃથ્વી, સમુદ્ર, પશુ-પક્ષીઓ બનાવ્યા ત્યારે તેમને થાયુ કે આ બધાની સંભાળ રાખવા માટે કોઇક હોવુ જોઇએ, તેથી તેમણે માટીનો માનવ આકાર ઘડ્યો અને તેના નસકોરામાં ફુંક મારી તેને સજીવન બનાવ્યો. આ રીતે જગતમાં પ્રથમ માનવ આદમ ની ઉત્પતી થઇ.

પછી ઇશ્વરે જોયુ તો દરેક જીવ જોડીમા હતો તેથી તેમણે આદમને સાથ આપવા માટે હવાને બનાવી. કહેવાય છે કે તેનુ સર્જન આદમની એક પાંસળી માંથી થયું હતું. બાઇબલ માં જણાવ્યા અનુસાર યહોવાએ (ઇશ્વરે) એડન વાડી બાનાવી હતી તેમાં દરેકે દરેક પશુ-પક્ષી, જીવ-જંતુ હતા અને આદમ-હવા તેમનુ સંચાલન કરતા હતાં. યહોવાએ આ એડન વાડીની રક્ષા માટે તેના શ્રેષ્ઠ સ્વર્ગ દુત લુસીફર ને રાખ્યો હતો, જે પાછળ જતા શેતાન બની ગયો.

ઇસ્લામ માન્યતા અનુસાર જયારે આદમ અને હવા સ્વર્ગમાં રહેતા હતા ત્યારે તેમને બધું ખાવાની છૂટ હતી પણ સફરજન જેવુ જ્ઞાનનું ફળ ખાવાની મનાઈ હતી. પણ શૈતાને આવીને તેમને તે ફળ ખાવા માટે લલચાવ્યા અને તેઓએ તે ફળ ખાઈ લીધું જેથી ઇશ્વર તેમનાથી નારાજ થઇ ગયા અનેપૃથ્વી ઉપર ફેંકી દીધા.

મુસ્લીમ માન્યતા અનુસાર આદમ સિલોનમાં પડ્યા અને બીવી હવા જીદ્દાહમાં આવી પડ્યા. તે પછી તેમનું પુનઃમિલન લગભગ ૭૦ વર્ષ પછી થયું. આ વખત દરમ્યાન તેઓ અલ્લાહ્તાલા ની ગીરીયાજારી કરતા રહેતા હતા. તેઓના થી માણસ નો વંશવેલો ચાલુ થયો એમ માનવામાં આવે છે અને તેથી ઉર્દુમાં આદમના સંતાનો હોવાથી માણસને આદમી કહેવામા આવે છે.

જ્યારે બાઇબલ અનુસાર તેમણે ભલુ-ભુંડુ જાણવાનુ ફળ ખાધુ એટલે ઇશ્વરે તેમને એડન વાડી માંથી કાઢી મુક્યા ,ઇશ્વરે આદમને શ્રાપ આપ્યો કે તે સખત મહેનત કરશે અને કુટુંબનુ ભરણ પોષણ કરશે જ્યારે હવા પ્રસુતિની અપાર વેદના સહન કરશે.એડન વાડી માંથી બહાર નીકળ્યા બાદ તેઓ સખત પરીશ્રમ કરી ગુજરાન ચલાવતા ,તેમના બે દિકરા થયા, એકનું નામ હતુ "કાઇન" અને બીજા નું હતં "હાબેલ".

વૈજ્ઞાનિક રીતે આદમ અને ઇવ અંગેના કોઇ પુરાવા મળ્યા નથી અને તે ઉત્ક્રાંતિના સિદ્ધાંત પ્રમાણે હોવા શક્ય નથી.

દાનીયેલ

દાનીયેલ એ બાઇબલના જુનાકરારનાં પુસ્તક દાનીયેલનું મુખ્ય પાત્ર છે. તે અત્યંન્ત બુદ્ધિશાળી વ્યક્તિ હતો, જે સપનાના અર્થો કહી બતાવતો હતો. ભગવાનનાં માનીતા લોકો જ્યારે તેમને ન અનુસરવા લાગ્યા ત્યારે ભગવાને તેમને શિક્ષા કરવાનું વિચાર્યુ, તેથી તેમણે બેબીલોનીયા પર નેબુખદનેઝર રાજાને હુમલો કરવા કહ્યું. તેથી તેમણે ત્યાંના લોકોને ભગાડી દીધા અને તેમની પ્રજા ત્યાં રહેવા લાગી. બેબીલોનીયા તેમના વતનથી ઘણુ દૂર હતું.

બેબીલોનીયામાં રહેનારા લોકોમાં દાનીયેલ નામક એક યુવાન પણ હતો. દાનીયેલનાં પુસ્તકના પહેલા ભાગમાં દાનીયેલ અને તેના મિત્રોની વાર્તા આપેલી છે. બેબીલોનીયાના લોકો ઘણી વખત સાચા ઇશ્વરને ભુલીને ખોટા દેવતાને પૂજતા હતા તેથી ઘણી વખત બેબીલોનીયાના લોકોએ દાનીયેલ તથા તેના મિત્રોને મારી નાંખવાના પ્રયત્નો કર્યા, કારણ કે તેઓ ફક્ત સાચા ઇશ્વરને માનતા હતા અને ખોટા દેવતાનો વિરોધ કરતા હતા. દાનીયેલ બેબીલોનીયાની સરકારમાં એક મહત્વનો વ્યકિત હતો.

દાનીયેલનાં પુસ્તકના બીજા ભાગમાં દાનીયેલના સ્વપ્નોની વાતો છે. તેને વિચીત્ર સ્વપ્નો આવતાં હતાં. ક્યારેક તે સ્વપ્ન જોતાજોતા ઝબકીને જાગી જતો. ભગવાન દ્વારા મોકલવામાં આવતા આ વિષેશ સપનાથી તે જાણી શકતો હતો કે ભવિષ્યમાં શું બનવાનુ છે.

ક્રિસ્ટાડેલ્ફિયન્સ

ક્રિસ્ટાડેલ્ફિયન્સ એક ખ્રિસ્તી સમુદાય છે જેનો ઉદભવ 1840 ના દાયકામાં અમેરિકા અને બ્રિટનમાં થયો હતો. ક્રિસ્ટાડેલ્ફિયન્સ નામ ગ્રીક શબ્દ “ખ્રિસ્તી ભાઈઓ અને બહેનો” પરથી આવ્યો છે. આજે તેમની સંખ્યા ૧૨૦ થી વધારે દેશોમાં લગભગ ૬૦,૦૦૦ જેટલી છે.

આ સમુદાય કોઈ કેન્દ્રીય સંસ્થા અથવા વડુમથક ધરાવતો નથી પરંતુ માત્ર બાઇબલ પર આધારિત સર્વસામાન્ય આસ્થા દ્વારા જોડાયેલા છે. ક્રિસ્ટાડેલ્ફિયન્સ માને છે કે ઇસુ ખ્રિસ્તનો ઇશ્વર આત્માની શક્તિ દ્વારા એક અક્ષત જન્મ થયો હતો, અને તેથી ફક્ત તેઓ જ એકમાત્ર અસ્તિત્વ પામેલ ‘ઇશ્વરનું સંતાન’ (સન ઑફ ગૉડ) છે.

તેઓ એમ પણ માને છે કે ઇસુ ખ્રિસ્ત તેમના જન્મ પહેલાં અસ્તિત્વમાં નહોતા, અને તેથી તેઓ ઇસુ ખ્રિસ્તના ખિતાબ ‘મનુષ્યનો પુત્ર’ (સન ઑફ મેન) ને મેરીના પુત્ર, અને ડેવિડ, અબ્રાહમ તથા આદમના મેરીના માધ્યમથી વંશજ તરીકેના દરેક અર્થ સાથે સાંકળે છે. તેઓ શીખવે છે કે મૃતકોને વધારે ન્યાય અપાવવા માટે ઈસુ પૃથ્વી પર પાછા આવશે અને પૃથ્વી પરના તેમના સામ્રાજ્યમાં રહેશે.

તેઓ એમ પણ શીખવે છે કે શેતાન એક દ્રષ્ટાંત માત્ર છે - પાપનો એક અવતાર - ઉતરી આવેલ દેવદૂત નહીં.

સોલોમન

સોલોમન એ બાઇબલનો જે જુનો કરાર વિભાગ છે તેમાં આવતું મહત્વનું અને અગત્યનું પાત્ર છે. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે તે મહાન રાજા દાવિદનો પુત્ર હતો કે જેણે તેના પિતા બાદ ઇઝરાયેલનું સાશન સંભાળ્યુ. ઇશ્વરના આશીર્વાદથી રાજા સોલોમન પાસે અપાર બુધ્ધી અનેં ન્યાય શક્તિ હતી. જેનાથી તે લોકોને સાચો ન્યાય આપતો અને રાજ્ય કરતો હતો.

સોલોમનનો જન્મ ઉચ્ચ રાજકુળમાં રાજા દાવિદને ત્યાં થયો હતો. તેના બાળપણ વિશે વિશેષ માહિતી મળતી નથી પણ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે જ્યારે રાજા દાવિદ તેના છેલ્લા વર્ષો કાઢી રહ્યો હતો ત્યારે તેણે પોતાનાં દિકરા સોલોમનને બોલાવીને રાષ્ટ્ર સંભાળવા કહ્યું, પરંતુ તે સમયે સોલોમનની ઉંમર ઓછી હતી તેથી તે રાજા બનતા મુંઝાયો પણ તેના પિતાને તેનાં પર પુરો ભરોસો હતો, તેથી તેણે રાજાનું પદ સ્વીકારી લીધું,

રાજા બન્યા બાદ એક વાર સ્વપ્નમાં ઇશ્વરે તેને દર્શન આપ્યા અને તેને વરદાન માંગવા કહ્યું, ત્યારે રાજા સોલોમને ઇશ્વર પાસે "બુધ્ધી અને ન્યાયશકિત" માંગ્યા જેથી તે તેના પિતા બાદ રાજ્ય અને લોકોની ઉન્નતી કરી શકે. ભગવાને ખુશ થઇને તેને વરદાન આપ્યું અને તેને કિધું કે, "તેં વરદાનમાં સંપત્તિ કે લાંબુ આયુષ્ય માંગવાને બદલે લોકો અને રાષ્ટ્રનું વિચાર્યું તેથી હું ખુશ થઇને સંપત્તિ અને લાંબુ આયુષ્ય પણ આપીશ." અને આમ રાજા સોલોમન ઇશ્વરની આશિષથી મહાન રાજા બન્યો.

ઇઝરાયેલના ઇતીહાસમાં સોલોમનનું સાશન "સુવર્ણ કાળ" ગણાયછે, કારણકે આ સમય દરમ્યાન ઇઝરાયેલમાં સુખ, શાંતી અને સમૃધ્ધી વધ્યા હતાં. ઇઝરાયેલ એક મજ્બુત રાષ્ટ્ર તરીકે વિકસ્યુ હતું આસપાસનાં રાજ્યો તેનાં મિત્ર હતાં. તેણે તેનાં સાશનકાળમાં ઇઝરાયેલનું પહેલું મંદીર બનાવવાની શરુઆત કરી કે જેને ઇશ્વરની આજ્ઞાથી તેનાં પિતા દાવિદે અધુરૂ મુક્યું હતું.

નુહ

બાઇબલ નો જે જુનો કરાર વિભાગ છે.ઇસ્લામ અને યહુદી માન્યતા અનુસાર તે ખુદા (પરમાત્મા) નો પયગંબર હતા તેના સમય મા મહાન પુર આવ્યુ હતુ.(હિન્દુ માન્યતા અનુસાર તેને મનુ કેહ્વામા આવે છે. તેના પહેલા પ્રકરણ ઉત્પતિ ના ૬ થી ૯ મા પ્રકરણની અંદર તેનુ પાત્ર આવે છે. નુહ ને ઇશ્વર પર અપાર શ્રધ્ધા હતી, તે ખુબજ સાફ દીલ નો નેક માણસ હતો કે જેણે તેના કુંટુંબ અને સમગ્ર પશુ-પક્ષી ઓની જાતને મહાન પુર માંથી બાચાવ્યા હતા.જ્યારે તે ૫૦૦ વર્ષનો થયો ત્યારે તેને ત્રણ છોકરા થયા જેમના નામ સેમ, હામ અને જેપ્થ હતુ

.નુહ જ્યારે ૬૦૦ વર્ષનો હતો ત્યારે,ભગવાને જોયુ તો દુનીયામાં માનવતા મરી પરવારી હતી, અને દુનીયામાં પાપ વધી ગયા હતા. તેમણે વીચાર્યુ એક વિનાશક પુર મોકલીને સમગ્ર માનવજાતને - દુનીયાને તબાહ કરી નાંખે.

પરંતુ તેમણે જોયુ કે નુહ નેક અને સાફ માણસ હતો, તેથી તેમણે નુહને આદેશ આપ્યો કે એક વિશાળ વહાણ તૈયાર કર અને તેમાં પોતાનો અને તેના કુટુંબ તથા સમગ્ર પશુ-પક્ષીઓ ના નર-માદા ની જોડી ને તેમાં સુરક્ષીત રીતે રાખી મુકે. પછી ભગવાને તે પુર મોકલીને સમગ્ર માનવજાતને તથા દુનીયાને ખતમ કરી નાંખી.

વિનાશક પુર બાદ તે પ્રથમ હતો જેણે જમીનને સ્પશ કર્યો.નુહ મહાન પુરના લગભગ ૩૫૦ વર્ષ પછી મુત્યુ પામ્યો , મુત્યુ સમયે તેની ઉંમર લગભગ ૯૫૦ વર્ષ હતી.તેણે માનવજીવન નું સૌથી લાંબુ આયુષ્ય વિતાવ્યુ હતુ.

ઇસુ, ઇસા મસીહ, (હિબ્રુ: યેશુઆ)ને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. ખ્રિસ્તી લોકો તેમને પરમ પિતા પરમેશ્વર નો પુત્ર માને છે.ખ્રિસ્તીલોકો તેમને પરમ પિતા પર્મેશ્વર નો પુત્ર માને છે. ઇસુના જીવન સંબધીત માહીતી અને તેમના ઉપદેશો બાઇબલ ના નવાકરાર ના (મથ્થી, લુક, યોહન્ના, અને માર્ક) માં જોવા મળે છે.

કહેવાય છે કે ઇસુનો જન્મ ઇ.સ્.પુર્વે ૨ સદીમાં ઇઝરાયેલના નાઝરેથ પ્રાંતના બેથલેહેમ ગામમાં એક ગાભણ માં થયો હતો.તેમની માતાનુ નાંમ મરીયમ હતું, અને ઇસુનાં જન્મ સમયે તેઓ કુંવારા હતા (ફક્ત નામ ખાતર તેમનુ લગ્ન યુસુફ સાથે થયુ હતું).

બાઇબલ અનુસાર મરીયમ ને ઇશ્વર તરફથી સંદેશો મળ્યો હતો કે તેમના ગર્ભ થી ઇશ્વર પુત્ર જન્મ લેશે. યહુદી ધર્મ ના ધર્મીક આગેવાનો દ્વારા સદીઓ પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક ઉધ્ધારક કે મુક્તિદાતા આવશે અને તે કુંવારી સ્ત્રી ના પેટે જન્મ લેશે.પવિત્ર આત્મ દ્વારા મરિયમ ને ગર્ભ રહ્યો અને તે ગર્ભવતી થયી(મથ્થી 1:23).જન્મજાત ઇસુ અને તેમનો પરીવાર યહુદી હતા.

પોણા ૨ હજાર વર્ષ પહેલાની વાત છે. પેલેસ્ટાઇન માં તે સમયે હેરોદ રાજાનું શાસન હતું. સમ્રાટ ઓગસ્ટસ નાં આદેશ થી રોમ માં વસ્તીગણતરી થઇ રહી હતી, તેથી તેમાં ભાગ લેવા યુસુફ નામનો યહુદી સુથાર નાઝરેથ નગર થી બેથલેહેમ તરફ રવાના થયો ત્યાંજ તેમની પત્ની મરીયમ નાં ગર્ભ થી ઇસુ નો જન્મ થયો.

થયુ એવુંકે ખુબજ ભીડ હોવાથી તેમને કોઇ ધર્મશાળામા રહેવાની જગ્યામળી નહી,તેથી તેમણે બાળકને કપડામાં લપેટીને પશુઓનાં ગભાણ માં રહ્યા. આંઠમા દીવસે તેનુ નામ ઇસુ કે ઇસા પાડવામાં આવ્યું.ત્યાર બાદ યુસુફ અને મરીયમ બાળકને લઇને યરુશાલેમ ગયા, તે સમયમાં એવી પ્રથા હતીકે માતા-પિતા તેમના મોટા દિકરાને મંદિરમા લઇ જઇ ઇશ્વરને અર્પીત કરવો.તેમણે પણ આજ રીતે ઇસુ ને અર્પીત કરી દિધા.

ઇસુ હવે મોટા થવા લાગ્યા હતા, મરીયમ અને યુસુફ દર વર્ષે યરુશાલેમ જતા ,ઇસુ પણ તેમની સાથે જતા. ઇસુ જ્યારે ૧૨ વર્ષના હતા ત્યારે તેઓ યરુશાલેમ રોકાઇ ને પુજારીઓ સાથે જ્ઞાનની ચર્ચા કરતા, સત્ય ને પામવા ની વુર્તી તેમનામાં બાળપણ થી હતી.ઇસુ એ કિશોર તરીકે મંદિરની મુલાકાત લીધા પછી લગભગ ૧૮ વર્ષ વહી ગયા હતાં.

તેમના આ જીવન વિષે ઘણી ઓછી માહીતી મળે છે. કદાચ તેમણે નાઝરેથ નગરમાં તેમના પિતા યુસુફ સાથે સુથારીકામ કર્યુ હશે.પણ માહીતી પ્રમાણે ઇસુએ નાઝરેથ છોડ્યું ત્યારે તે ૩૦ વર્ષ નાં હતા.

ઇસુ જ્યારે ૩૦ વર્ષ ના થયા ત્યારે એક દિવસ તેમણે સાંભળ્યું કે પાસેની યર્દન નદી ના કિનારે એક પ્રભુનો સેવક રહે છે.જેમનુ નામ યોહાન હતું, ઘણા લોકો તેમનો ઉપદેશ સાંભળવા આવતા અને પોતાના પાપો ની ક્ષમા માંગીને યર્દન નદી માં ડુબકી લગાવી બાપ્તીસ્મા (ધાર્મીક વિધી)લેતા,ઇસુ પણ તેમની પાસે બાપ્તીસ્મા લેવા ગયા.

ઇસુએ જ્યારે બાપ્તીસ્મા લીધુ ત્યારે એક સફેદ કબુતર આવી ને તેમના પર બેઠું જે ઇશ્વરનો સંકેત હતો કે આ એજ વ્યકિત છે જેની ભવિષ્યવાણી અગાઉ થતી હતી.

ઇસુ એક ઉત્તમ શિક્ષક હતા.તે ચાહતા હતા કે લોકો વિચાર કરે. પ્રતિદિનના જીવનની વાતો લઇને તેમાંથી તઓ ઉદાહરણ આપતા.એકવાર ઇસુ તેમના અનુયાયીઓ સાથે એક પર્વત પર બેઠા હતાં અને તેમણે ત્યાં સુંદર પ્રવચન આપ્યું જે "ગિરિ પ્રવચન" તરીકે ઓળખાય છે.

ઇબ્રાહિમ

બાઇબલ માં જણાવ્યા પ્રમાણે મેસોપોટેમીયામાં અને અન્ય પ્રદેશોમાં વસતા માણસો ઘણા દેવોમાં માનતા હતા. તેઓ સુર્ય, ચંદ્ર, તારાઓ જેવા દેવોની પૂજા કરતા હતા. ઇબ્રાહિમ જુદા પ્રકારનો માણસ હતો. તે તો એકમાત્ર ખરા ઇશ્વર પર વિશ્વાસ કરતો હતો. આ એક માત્ર ઇશ્વર જેણે સુર્ય, ચંદ્ર, તારાઓને બનાવ્યા હતા. ઇશ્વરે ઇબ્રહિમને તેનું ઘર અને સગાંવહાલાંને છોડીને દૂરનાં દેશમાં જવાની આજ્ઞા કરી. ઇશ્વરે તેને નવો દેશ અને તેનાં સંતાનો આપવાનું વચન આપ્યું.

ઇબ્રાહિમ હારાન પ્રદેશમાં રહેતો હતો તે ઘણો ધનવાન માણસ હતો. તેની પાસે ઘણા ઢોરઢાંખર અને નોકરો હતા. તે ૭૫ વર્ષનો હતો ત્યારે તે તેની પત્ની સારા અને ભત્રીજા લોત સાથે તેની તમામ સંપતી લઇ કનાન દેશ તરફ ગયો.

મુસા

મુસા(હિબ્રુ:મોઝીસ)એ બાઇબલ નાં જુનાકરાર માં આવતુ એક અગત્યનું પાત્ર છે. ઇબ્રાહિમ પછીતે ઇઝરાયેલીપ્રજા નો સૌથી મોટો અને મહત્વનો વ્યકિત હતો. પ્રાચિન કાળમાં ઇજીપ્ત એક ખુબજ બળવાન રાષ્ટ્ર હતું, તેમણે અનેક ઇઝરાઇલીઓને ગુલામ બનાવ્યા હતાં અને તેમની પાસે પિરામીડ જેવા સ્થાપત્યો બનાવતા હતાં, ઇઝરાયેલી પ્રજાની વસ્તી ખુબજ વધારે હતી તેથી ઇજીપ્તવાસીઓને ડર લાગતો હતો તેથી તેઓ નવા જન્મેલા દરેક પુરૂષ બાળકને મારી નંખાવતા હતાં આ સમયે ઇઝરાયેલી પ્રજાને બચાવવા મુસાનો જન્મ થયો.

જ્યારે ઇજીપ્તવાસીઓ દ્વારા બધા બાળકોની હત્યા થતી હતી ત્યારે એક ગુલામં ઇઝરાયેલી કુટુંબમાં મુસાનો જન્મ થયો, જ્યારે માતાએ જોયું કે છોકરો ખૂબ રૂપાળો છે ત્યારે તેણે તેને ત્રણ મહિના સુધી સંતાળી રાખ્યો , પણ પછી વધુ સમય છુપાવી રાખવાનુ શક્ય હતું નહી તેથી તેણે નેતરની એક ટોપલીમાં તેને મુકી નાઇલનદીમાંછોળી દીધો, તેજ સમયે ઇજીપ્તનાં રાજાની કુંવરી તેની દાસીઓ સાથે નદીમાં સ્નાન કરવા આવી, અને તેમને તે ટોપલી મળી જોયુંતો તેમાં સુંદર બાળક હતું, આ તમામ બનાવ મુસાને પાણીમાં છોડવા ગયેલી તેની બહેને છુપાઇને જોઇ લીધો હતો.

ખ્રિસ્તી ધર્મ

  • ખ્રિસ્તી ધર્મ નો અર્થ દયા, કરુણા અને પ્રેમ છે.
  • સ્થાપક : ઈશુ ખ્રિસ્ત (ઈ.સ.પૂર્વે ૪ માં)
  • ઉદગમસ્થાન : જેરુસલેમ (ઇઝરાયેલ)
  • ધર્મ ગ્રંથ : બાઈબલ
  • દેવ : લોર્ડ
  • ધર્મગુરુ : પોપ
  • ધર્મ ચિન્હ : વધસ્તંભ
  • ધર્મ સ્થાન : ગિરજા ઘર (ચર્ચ)
  • મુખ્ય પંથો: પ્રોટેસ્ટંટ , રોમન કેથોલિક
  • મુખ્ય સિધ્ધાંત : પ્રેમ, ભાતૃભાવ.