prem aetle shonu books and stories free download online pdf in Gujarati

prem aetle shonu

પ્રેમ એટલે સોનું

પ્રેમમાં પાપ અને પુણ્ય વિશે શું કહે છે ઓશો

પ્રેમ અને પ્રાર્થનામાં એટલો જ ફર્ક છે જેટલો અશુદ્ધ સોનું અને શુદ્ધ સોનામાં. પણ બન્ને સોનું જ છે, આ હું ભારપૂર્વક કહેવા ઈચ્છું છું. આ આવનાર ભવિષ્યના માણસના ધર્મનો મૂળ ડર છે.

પ્રેમ અને પ્રાર્થનામાં એટલો જ ફર્ક છે જેટલો અશુદ્ધ સોનું અને શુદ્ધ સોનામાં. પણ બન્ને સોનું જ છે, આ હું ભારપૂર્વક કહેવા ઈચ્છું છું. આ આવનાર ભવિષ્યના માણસના ધર્મનો મૂળ ડર છે.

પ્રેમ જો પાપ છે તો પછી સંસારમાં પુણ્ય કંઈ હશે જ નહીં, પ્રેમ પાપ છે તો પુણ્ય અશક્ય છે. કારણ કે પુણ્યનો સાર પ્રેમ ઉપરાંત કશું હોઈ શકે નહીં. પણ તમારા પ્રશ્નને હું સમજું છું. તમારા તથાકથિત સાધુ-મહાત્મા એવું જ કહે છે કે પ્રેમ પાપ છે. અને તે એવી વ્યર્થ વાતો કહે છે, પણ તેણે આ વાત એટલા દિવસોથી કરી છે કે તમને તેનો વિરોધાભાસ જોવા મળતો નથી.

હું તમારી સામે કહું છું, આ ઘોષણા કરું છું કે પ્રેમ પુણ્ય છે. મને ખોટો ન સમજી લો. જ્યારે હું પ્રેમને પુણ્ય કહું છું તો હું એ નથી કઈ રહ્યું કે બસ પ્રેમ પર રોકાઈ જાવાનું નથી. વિરહની અગ્નિથી પસાર થાવો. અને તમે ધીરે-ધીરે જાણશો કે તમારા હાથમાં પ્રાર્થના પક્ષી લાગી ગયું છે, જેની પાંખ છે, જે આકાશમાં ઉડી શકે છે. પ્રેમ જ્યારે પ્રાર્થના બને છે, તો પરમાત્મા દ્વારા ખુલે છે. પ્રેમ પાપ નથી.

લોકોની પોતની સમજ છે, પોતાની વ્યાખ્યા છે. બુદ્ધ પુરુષ કંઈક કહે છે, બુદ્ધ કંઈક સમજે છે. કોઈ બુદ્ધપુરુષે નથી કહ્યું કે પ્રેમ પાપ છે. જીસસે કહ્યું છેઃ પ્રેમ પરમાત્મા છે. બુદ્ધે કહ્યું છેઃ પ્રેમ ધ્યાનની પરિણતિ છે. મહાવીરે કહ્યું છેઃ પ્રેમ સમાધીની આત્યંતિક અનુભૂતિ છે. નારદને પૂછો, શાંડિલ્યને પૂછો, ચૈત્યનને પૂછો, મીરાને પૂછો, આમાંથી કોઈ પણ કહેશે પ્રેમ પાપ છે? અશક્ય.

જેમણે પ્રાર્થના જાણી, જેમણે ધ્યાન જાણ્યું, તે કહી જ નથી શકતા કે પ્રેમ પાપ છે. પણ જેણે ધ્યાન જાણ્યું નથી, નથી તો પ્રાર્થના કરી, જેમણે જિંદગીનો કચરો જ કર્યો છે, તેણે પ્રેમ નહીં પ્રેમના નામે કંઈક બીજું જ સહન કર્યું છે.

પ્રેમના નામે તમે શોષણ કરી રહ્યા છો, પ્રેમના નામ પર તમે એક બીજાનો ઉપયોગ કરી રહ્યા છો. એક બીજા પર માલિકી કરો છો તો તે પ્રેમના નામે રાજનીતિ કે કુટનીતિ છે.

પ્રેમ ખૂબ લલચામણો શબ્દ છે. જેને તમે કહી દો કે હું તમને ખૂબ ચાહું છું, તે આપની વાતોમાં આવી જાય છે. તમે જાત સાથે પ્રેમ નથી, તો તમને કોની સાથે પ્રેમ થશે? તમે કહો છો અમે અમારા બાળકને પ્રેમ કરીએ છીએ. તમારા બાળકો સાથે તમને પ્રેમ નથી, તમારા છે, માટે પ્રેમ છે. મારા છે, અહંકારનો ભાગ છે તમારામાં માટે પ્રેમ છે.

તમારો પ્રેમ પણ અહંકાર છે. તમારો પ્રેમ પણ એટલો જ દૂર સુધી છે, જ્યાં સુધી તમે અહંકારને સહારો મળે છે, સત્કાર મળે છે, સન્માન મળે છે. તેના પ્રેમના અનુભવના કારણે લોકોને પણ વાત પસંદ આવા લાગે છે કે પ્રેમ પાપ છે. પણ આ તો પ્રેમનો અનુભવ જ નથી. કાકરા-પથ્થર વીણતા રહ્યા અને કહેતા રહ્યા કે હીરા પાપ છે! હીરાનો તમને અનુભવ નથી.

પ્રેમનો થોડો અનુભવ કરો. પ્રેમ મોટી અદ્દભૂત ઘટના છે. સાધારણ નથી, અલૌકિક છે. આ પૃથ્વી પર સ્વર્ગની નાની એવું જે કિરણ ઉતરે છે, તેનું નામ પ્રેમ છે. આ અંધારામાં રોશનીની જે થોડી એવી ઝલક મળે છે, તેનું નામ પ્રેમ છે. આ પથ્થરીલા હૃદયમાં જે થોડી આદ્રતા આવી જાય છે, તેનું નામ પ્રેમ છે.

પુનર્જન્મ વિશે ઓશો શું માને છે, શું કહે છે તેનો અનુભવ?

અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ રીતે ઓશોને પુનર્જન્મ વિશે પૂછવામાં આવ્યું છે. એક જગ્યાએ પૂછવામાં આવ્યું કે કેટલાક ધર્મ પુનર્જન્મમાં વિશે વાત કરે છે અને કેટલાક નથી કરતા તો તમે કઈ રીતે જાણી શકો કે તમે જીવન જીવ્યું હતું અને કેવી રીતે હવે પછી જીવશો? બીજી એક જગ્યાએ પૂછાયું કે પુનર્જન્મમાં વિશ્વાસ કરવા જેવો ખરો?! તો વળી કોઈ એક જગ્યાએ પૂછ્યું કે - પાછલા જન્મોનું શું મહત્વ હોય છે, તેને યાદ કરવો લાભદાયી હોય છે કે નહીં? આ વાતો પર ઓશો એ પુનર્જન્મ પર પોતાની માન્યતા અને વિચારને રજૂ કર્યા છે જે ઘણાં રસપ્રદ છે.

ત્રણ ધર્મો છે યહૂદી, ઈસાઈ અને ઈસલામ, જેનો પૂનર્જન્મના સિદ્ધાંત પર નકારાત્મક વલણ રહ્યું છે. તે કહે છે કે એ સત્ય નથી. એ એક નકારાત્મક વિશ્વાસ છે. આ ત્રણ ધર્મોની સમાંતર – હિન્દુ, બોદ્ધ અને જૈન, ત્રણ ધર્મ છે, જેનો દ્રષ્ટિકોણ સકારાત્મક છે. તે કહે છે કે પુનર્જન્મ એક વાસ્તવિકતા છે. પરંતુ તે પણ એક વિશ્વાસ છે, સકારાત્મક વિશ્વાસ.

મારી માન્યતા ત્રીજી છે, જેને અત્યાર સુધી અજમાવવામાં આવી નથી. હું કહું છે, આ સિદ્ધાંતને પરિકલ્પના માનીને સ્વીકાર કરો, ન તો હા કહો અને ન ના. પરિકલ્પના માનીને સ્વીકાર કરવાનો અર્થ છેઃ હું તા વિસે કોઈ સકારાત્મક કે નકારાત્મક પૂર્વાગ્રહ વગર તપાસ કરવા માટે તૈયાર છું. હું આ સચ્ચાઈ જાણવા માટે કોઈ પૂર્વ કલ્પિત વિચાર વગર તેની ઊંડાણપૂર્વક તપાસ કરું.

જ્યાં સુધી મારો એવો સંબંધ છે, પુનર્જન્મ એક સચ્ચાઈ છે. એ મારો પોતાનો અનુભવ છે. પરંતુ જે મારા માટે સત્ય છે એ તમારા માટે સિદ્ધાંત નથી થઈ જતો.

પુનર્જન્મમાં વિશ્વાસ ન કરો, બસ આ જન્મમાં જીવો, અને તમે અનુભવશો કે પુનર્જન્મ કોઈ સિદ્ધાંત નથી, આ એક સચ્ચાઈ છે. હું જાણું છું કે પૂનર્જન્મ સત્ય છે. કારણ કે અસ્તિત્વ ક્યારેય મરતું નથી. મેડિકલ પણ કહે છે કે કંઈ મરતું નથી. તમે હિરોશિમા અને નાગાસાકીને નષ્ટ કરી શકો છો. તમે પાણીના એક ટીપાનો નાશ નથી કરી શકવાના. તમે માત્ર રૂપાંતરિત કરી શકો છો.

આ જીવનની ચેતના વિશે પણ સત્ય છે. જગતનું સત્ય છે. ત્યાં કોઈ મૃત્યુ નથી. મૃત્યુ તો એક આકારમાંથી બીજા આકારમાં એક પરિવર્તન માત્ર છે.

આ જન્મનું પણ કોઈ મહત્વ નથી અને વીતેલા જન્મનું પણ શુ મહત્વ હોઈ શકે. આ જીવનને સ્વપ્નને જોઈ લો, તો તમને તે સારું સ્વપ્ન જીવ્યાનો આનંદ થશે. સપનાનું કોઈ મહત્વ નથી હોતું.

પુનર્જન્મ, જન્મ અને મૃત્યુ, સારું અને ખરાબ. તમે સમ્રાટ હોય કે ભિખારી, તમે હત્યારા હોય કે મહાત્મા – બધું સપનું છે.

સંકલન

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED