નવરાત્રી Vijay Trambadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

નવરાત્રી

નવરાત્રી

વર્ષમાં ચાર વાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય/ માઘ નવરાત્રી છે. આમાં, પુરતશી મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાલમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

વસંત નવરાત્રી: બસંત નવરાત્રી, જેને વસંત નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. આ તહેવાર વસંતઋતુ (માર્ચ-એપ્રિલ)માં ઉજવાય છે. તેને ચૈત્ર નવરાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ દિવસોના ઉત્સવને રામા નવરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન અનુસરવામાં આવે છે.

શરણ નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે મહા નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી અશ્વિન મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ (શિયાળાની શરૂઆત, સપ્ટેમ્બર-ઓક્ટોબર)ના સમયે થાય છે માટે.

પોશ્ય નવરાત્રી: પોશ્ય નવરાત્રી પોશ (ડિસેમ્બર-જાન્યુઆરી) મહિનામાં શક્તિ (માતૃદેવીઓ)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. પોશ્ય નવરાત્રી પોશ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન કરવામાં આવે છે.

માઘ નવરાત્રી: માઘ નવરાત્રી,ને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, માઘ (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન કરાય છે.

વસંત નવરાત્રીની પાછળ તેની એક મૂળ વાર્તા રહેલી છે. કેટલાય સમય પહેલા, રાજા ધ્રુવસિંગ જ્યારે જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યારે એક સિંહે તેમને મારી નાખ્યા. રાજકુમાર સુદર્શનની તાજપોશીની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. રાણી લીલાવતીના પિતા, ઉજૈનના રાજા યુદ્ધજીત અને રાણી મનોરમાના પિતા, કલિંગના રાજા વીરસેન કોસલાને પોત પોતાના પૌત્ર માટે સલામત રાખવા માટે આતુર હતા. તેઓએ એકબીજા સાથે લડાઇ કરી.

આ યુદ્ધમાં રાજા વીરસેનાની મૃત્યુ થઇ. મનોરમા રાજકુમાર સુદર્શન અને એક નપુંસકથી સાથે જંગલમાં ભાગી ગઇ. તેઓ ઋષિ ભરદ્વાજના આશ્રમમાં શરણ લીધી. કોસલાની રાજધાની અયોધ્યા ખાતે, વિજેતા રાજા યુદ્ધજીતના પૌત્ર શત્રુજીતને તાજ પહેરાવવામાં આવ્યો.

પછી તે મનોરમા અને તેના પુત્રની શોધમાં નીકળી પડ્યો. ઋષિએ કહ્યું કે જેમણે તેમની રક્ષાની માંગ કરી છે તેવા લોકોને તે નહીં આપે. આ સાંભળીને યુદ્ઘજીત ક્રોધે ભરાયો. તે ઋષિ પર હુમલો કરવા ઇચ્છતો હતો. પણ, તેના મંત્રીએ ઋષિના કથન અંગેની હકીકત કહી. યુદ્ધજીત તેની રાજધાનીમાં પાછો ફરે છે.

રાજકુમાર સુદર્શન પર ભાગ્ય મહેરબાન થયું. એક દિવસ એક સંન્યાસીનો પુત્ર આવ્યો અને તે નપુંસકને તેના સંસ્કૃત નામ કલીબાના નામે બોલાવ્યો. રાજકુમારે તેનો પહેલા શબ્દ કલી પકડી તેનું કલીમ તરીકે ઉચ્ચારણ કરવીની શરૂ કર્યું.

આ શબ્દ એક શક્તિશાળી, પવિત્ર મંત્ર હતો. તે દેવીમાતાનો બીજ અક્ષર (મૂળ શબ્દ) છે. આ શબ્દનું વારંવાર ઉચ્ચારણ કરવાથી તેને દેવીમાતાની કૃપા અને મગજની શાંતિ પ્રાપ્ત થઇ.

દેવી તેની સામે પ્રગટ થયા, અને તેમણે સુદર્શનને આર્શીવાદ સાથે એક પવિત્ર શસ્ત્ર અને એક અક્ષય્ય ભાથો આપ્યો. ઋષિના આશ્રમથી પસાર થતા બનારસના રાજાના એક જાસૂસે, જ્યારે કુલીન રાજકુમાર સુદર્શનને જોયો ત્યારે તેમણે બનારસના રાજાની પુત્રી સશીકલા માટે આ રાજકુમારની ભલામણ કરી.

રાજકુમારીના સ્વયંવર તૈયારી કરવામાં આવી. સશીકલાએ ત્યારે સુદર્શનને પસંદ કર્યો. યથાસમયે તેમના લગ્ન થયા. રાજા યુદ્ઘજીત, કે આ સમારોહમાં હાજર હતા તેમણે બનારસના રાજા સાથે યુદ્ધ કરવાની શરૂઆત કરી. દેવીએ સુદર્શન અને તેના સસરાની મદદ કરી.

યુદ્ધજીતે તેણીનો ઉપહાસ ઉડાવ્યો, જેનાથી દેવીએ તે જ ક્ષણે યુદ્ધજીત અને તેના લશ્કરને રાખમાં ફેરવી દીધા.જેથી સુદર્શને તેની પત્ની અને સસરા સાથે દેવીની પ્રશંસા કરી. અને દેવી ખુબ જ ખુશ થઇ અને તેમણે આ લોકોને વસંત પંચમીના સમયે અન્ય હેતુ અને હવન સાથે તેણીની પૂજા કરવાનું કહ્યું. ત્યારબાદ તેણી અદ્રશ્ય થઇ ગઇ.

રાજકુમાર સુદર્શન અને સશીકલા ઋષિ ભરદ્વાજના આશ્રમમાં પાછા ફર્યા. મહાન ઋષિએ તેમને આશીર્વાદ આપ્યા અને સુદર્શનને કોસલાના રાજા તરીકે તાજપોશી કરી. સુદર્શન અને સશીકલા અને બનારસના રાજા સર્વથા દેવી માતાના હુકમ મુજબ વસંત નવરાત્રીના સમયે ભવ્ય રીતે દેવીની પૂજા કરતા રહ્યા. સુદર્શનના વંશજો, જેમ કે શ્રી રામ અને લક્ષણ પણ શરણ નવરાત્રી દરમિયાન દેવીની પૂજા કરી હતી અને તેણીની મદદ અને આશીર્વાદથી તે સીતાને પાછી મેળવી શક્યા હતા

નવ દિવસો આ એક એક સ્વરૂપની ઉપાસનાનો દિવસ મનાય છે. દેવી કવચમાં આ નવે સ્વરૂપનો ઉલ્લેખ નીચે પ્રમાણે આવેલો છે.

પ્રથમં શૈલપુત્રી ચ દ્વિતીયં બ્રહ્મચારિણી।
તૃતીયં ચન્દ્રઘણ્ટેતિ કૂષ્માણ્ડેતિ ચતુર્થકમ્॥

પઞ્ચમં સ્કન્દમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ ચ।
સપ્તમં કાલરાત્રીતિ મહાગૌરીતિ ચાષ્ટમમ્॥

નવં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા: પ્રકીર્તિતા:।

ઉક્તાન્યેતાનિ નામાનિ બ્રહ્મણૈવ મહાત્મના॥

નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત. અને આ પર્વત પુત્રી એટલેમા દુર્ગાનું પ્રથમ રૂપ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે.

તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતરીત મા શૈલપુત્રી, વૃષભ પર બિરાજીત છે જેના જમણાં હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે.

વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।

વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।

પૂર્વ જન્મમાં દક્ષ પ્રજાપતિની પુત્રીના રૃપે જન્મ્યાં હતાં. ત્યારે સતી નામ હતું. તેનું લગ્ન શંકરજી સાથે થયેલ. એક વખત દક્ષે મહાન યજ્ઞાનું આયોજન કર્યું, પણ તેમાં શંકરજીને આમંત્રણ ન આપ્યું તેમ જ યજ્ઞનું ફળભાગ પણ ન આપ્યું.

બીજા દેવદેવતાને આમંત્રણ આપ્યું તેમ જ એને ફળભાગ પણ આપ્યા. સતીને પિતાના ઘેર યજ્ઞામાં જવાની ઇચ્છા થઈ અને પોતાનાં માતા-પિતા, બહેનોને મળવાની ઇચ્છા થઈ, શંકરજીએ ના પાડવા છતાં સતીજી માન્યાં નહીં. અંતે શંકર ભગવાનને રજા આપી.

સતીજી પિયર ગયાં ત્યાં ફક્ત તેમની માતાએ તેમનો આદર કર્યો. બાકી પિતા, બહેનો તથા સંબંધીઓએ વ્યંગ વચનો કહ્યાં. આ જોઈ સતી દુઃખી થયાં. તેમને વધુ દુઃખ તો એટલે થયું કે ત્યાં ચતુર્દીક ભગવાન શંકર માટે પણ બધાંને તિરસ્કારભાવ હતો. દક્ષરાજે પણ તેમના માટે અપમાનજનક શબ્દો વાપર્યા. શંકરજીની વાત ન માનવા સતીજીને અહીં આવી દુઃખ થયું અને પતિનું અપમાન સહન ન થતાં પોતાના શરીરને યોગાગ્નિમાં ભષ્મ કરી લીધું.

વજ્રપાત સમાન આ ઘટના સાંભળી શંકરજી ક્રોધે ભરાયા અને યજ્ઞાનો ધ્વંસ કરવા પોતાના ગણોને મોકલ્યા. ગણોએ યજ્ઞાનો ધ્વંસ કર્યો. એ જ સતીએ બીજા જન્મમાં હિમાલયની પુત્રીરૃપે જન્મ લીધો. તેમને પાર્વતી, હેમવતી પણ કહે છે. ઉપનિષદ કથા પ્રમાણે હેમવતીએ પોતાના સ્વરૃપથી દેવતાઓનો ગર્વ પણ તોડેલ અને બીજા જન્મમાં પણ શંકરજી સાથે તેમનાં લગ્ન થયાં.

નવરાત્રિના બીજા દિવસે મા નવદુર્ગાનું બીજું સ્વરૂપ, મા બ્રહ્મચારિણીની ઉપાસના કરવામાં આવે છે. ભગવાન શંકરને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે તેમણે ઘોર તપશ્ચર્યા કરી હતી.

આ કઠોર તપશ્ચર્યાને કારણે દેવીને પછીથી બ્રહ્મચારિણી તરીકે ઓળખવામાં આવે છે. અહીં બ્રહ્મનો અર્થ તપશ્ચર્યા છે. મા દુર્ગાનું આ સ્વરૂપ સદાય ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે. તેઓની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે.

બ્રહ્મચારિણીનો અર્થ એવો પણ થાય છે કે તપનું આચરણ કરનારા માતાજી. દેવીનું આ સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે. આ દેવીના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમંડલ ધારણ કર્યું છે. પૂર્વ જન્મમાં આ દેવી હિમાલયના ઘરે પુત્રીરૂપે જન્મ્યા હતા અને નારદજીના ઉપદેશથી ભગવાન શંકરને પતિના રૂપમાં પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા કરી હતી. એવું કહેવાય છે કે એક હજાર વર્ષ સુધી તેઓએ માત્ર ફળાહાર કરીને જ તપ કર્યું હતું. અને ૧૦૦ વર્ષ સુધી જમીન ઉપર રહીને શાકનો ઉપયોગ કર્યો હતો. આ દેવીની કૃપાથી વ્યક્તિ સંઘર્ષનો સામનો કરી શકે છે.

પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે ચન્દ્રઘંટા એ ત્રીજું સ્વરૂપ છે. જેમના મસ્તક (ઘંટા) પર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન છે. નવરાત્રીના ત્રીજા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થતો હોવાનું મનાય છે.

પૌરાણિક કથા મુજબ સતયુગમાં ઈંદ્ર અને અસુરો વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયુ હતું. તેમાં અસુરોએ ઈંદ્રને પરાસ્ત કર્યો અને દેવોની ભૂંડી દશા થઈ હતી. છેવટે બધા દેવો બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવજીને વાત કરી. તેથી તેઓ દુઃખી થયા. આમ ઉશ્કેરાયેલા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તમામ દેવોના તેજથી પણ અધિક પ્રભાવશાળી મા જગદંબા ચંડખંડ દેવી રૂપે પ્રગટ થયા. હજારો આભૂષણ તેમ જ હજારો શસ્ત્રો ધારણ કરનારી આ માતા અને મહિષાસુર વચ્ચે ભીષણ યુદ્ધ થયું.

આખરે ત્રિશૂળ વડે મહિષાસુરના મસ્તકને છેદી કાઢ્યું. આ અસુરના બળવાન શરીર પર સિંહ ચઢી ગયો અને તેનું લોહી ચૂસવા લાગ્યો. અંતે દેવી સમક્ષ મહિષાસુરે પ્રાણ તજ્યા. દેવીએ તેની સદગતિ કરી ત્યારથી દેવીના પૂજન સાથે મહિષાસુરના મસ્તકનું પૂજન થાય છે.

નવરાત્રી-પૂજનના ચોથા દિવસે કૂષ્માંડા દેવીના સ્વરૂપની જ ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન 'અદાહત' ચક્રમાં અવસ્થિત હોય છે. તેથી આ દિવસે તેણે ખૂબ પવિત્ર અને અચંચળ મનથી કૂષ્માંડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખીને પૂજા ઉપાસનાના કાર્યમાં લાગવું જોઈએ.

જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ત્યારે આ જ દેવીએ પોતાના 'ઈષત' હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. તેથી આ જ સૃષ્ટિની આદિ સ્વરૂપા, આદિશક્તિ છે.

આમનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. ત્યાં રહેવાની શક્તિ અને ક્ષમતા ફક્ત તેમનામાં જ છે. તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા પણ સૂર્યને સમાન જ દૈદીપ્યમાન અને પ્રકાશિત છે.

તેમના તેજ અને પ્રકાશથી દસે દિશાઓ પ્રકાશિત થઈ રહી છે. બ્રહ્માંડની બધી વસ્તુઓ અને પ્રાણીયોમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે.

માઁ ની આઠ ભૂજાઓ છે. તેથી તે અષ્ટભુજા દેવીના નામથી જ અવિખ્યાત છે. તેમના હાથોમાં ક્રમવાર કમંડળ, ધનુષ, બાણ, કમળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદા છે. આઠમાં હાથમાં બધી સિધ્ધિયો અને નિધિને આપનારી જપમાળા છે. તેમનું વાહન સિંહ છે.


માઁ કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ-શોક નાશ પામે છે. તેમની ભક્તિથી ઉંમર, યશ, બળ, અને આરોગ્યની વૃધ્ધિ થાય છે. માઁ કૂષ્માંડા સેવા અને ભક્તિથી પ્રસન્ન થનારી છે. જો મનુષ્ય સાચા હૃદયથી તેમને શરણાગત થઈ જાય તો તેને અત્યંત સુગમતાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે.

વિધિ-વિધાનથી માઁ ના ભક્તિ-માર્ગ પર કેટલાંક પગલાં આગળ વધવાથી ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે. આ દુ:ખ સ્વરૂપ સંસાર તેમને માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. માઁ ની ઉપાસના મનુષ્યને સહજ ભાવથી ભવસાગર પાર કરવાનો સૌથી સારો અને શ્રેષ્ઠ માર્ગ છે.

માઁ કૃષ્માંડાની ઉપાસના મનુષ્યને આધિ-વ્યાધિથી દૂર કરી તેને સુખ, સમૃધ્ધિ અને ઉન્નતિની તરફ લઈ જાય છે. આથી પોતાની લૌકિક, પારલૌકિક ઉન્નતિ ઈચ્છતા લોકોએ તેમની ઉપાસના માટે હંમેશા તત્પર રહેવુ જોઈએ.

નવરાત્રિના પાંચમા દિવસે મા નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ, સ્કન્દમાતાની ઉપાસના કરવામાં આવે છે. માતાજીનું વાહન સિંહનું છે. તેઓને સિંહવાહિની પણ કહેવાય છે. તેમની કૃપાથી મૂઢ પણ જ્ઞાની થઇ જાય છે. સ્કન્દ કુમાર કાર્તિકેયની માતાને કારણે તેમને સ્કન્દમાતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓને ચાર ભુજા છે.

માતાજીએ એક હાથે ભગવાન સ્કન્દને બાળરૂપમાં પોતાનાં ખોળામાં બેસાડ્યા છે. બીજા હાથમાં કમળનું પુષ્પ છે. ત્રીજા હાથમાં વરદમુદ્રા અને ચોથા હાથમાં કમળ પુષ્પ છે. આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં સ્થિત હોય છે. શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે આ ચક્રમાં અવસ્થિત સાધકનું મન સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઇ જાય છે. તેઓનું ધ્યાન ચૈતન્યસ્વરૂપ તરફ આગળ વધે છે.

સમસ્ત લૌકિક, સાંસારિક, માયાના બંધનોને ત્યાગીને તે પદ્માસનમાં બેસીને ઉપાસના કરે છે. સાધકનું મન એકાગ્ર રાખીને સાધના પથમાં માતાજી આગળ વધારે છે. એવું પણ માનવામાં આવે છે કે તેમની ઉપાસનાથી સાધકને ઋતુગત બીમારીઓ પણ થતી નથી. સાથે જ સ્કન્દમાતાની આરાધનાનાં ફળ સ્વરૂપ મનને શાંતિ મળે છે.

માતા અંબાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. એ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક મા કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માના દર્શન થાય છે.

માનું નામ કાત્યાયની કેવી રીતે પડ્યું તેની પણ એક કથા છે- કત નામના એક પ્રસિધ્ધ મહર્ષિ હતાં. તેમના પુત્ર ઋષિ કાત્ય થયાં. આમના કાત્યના ગોત્રમાં જ વિશ્વપ્રસિધ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયાં હતાં. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં ઘણાં વર્ષો સુધી ખુબ જ ઘોર તપસ્યા કરી હતી. તેમની ઇચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપે અવતરે. મા ભગવતીએ તેમની આ પ્રાર્થના સ્વીકારી લીધી.


થોડાક સમય બાદ જ્યારે મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ પોત પોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને સૌથી પહેલાં આમની પુજા કરી. એટલા માટે તે કાત્યાયનીના નામથી ઓળખાઈ.

એવી પણ કથા મળી આવે છે કે મહર્ષિ કાત્યાયન ત્યાં તે પુત્રીના રૂપે જન્મ્યા હતાં. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના જન્મ લઈને શુક્ત સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી ત્રણ દિવસ આમને કાત્યાયન ઋષીની પુજા ગ્રહણ કરીને દશમીના દિવસે મહિષાસુરનો વધ કર્યો હતો.

ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં મેળવવા માટે ગોપીઓએ આમની જ પુજા કાલિન્દી યમુનાના કિનારે કરી હતી. આ બ્રહ્મમંડલની અધિષ્ઠાત્રિ દેવીના રૂપમાં પ્રતિષ્ઠિત છે.

મા કાત્યાયનીનું સ્વરૂપ ખુબ જ ચમકીલું છે. આમને ચાર ભુજાઓ છે. માતાજીની જમણી તરફનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તેમજ નીચેવાળો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ અને પુષ્પ સુશોભિત છે. આમનું વાહન સિંહ છે. મા કાત્યાયનીની ભક્તિ કરવાથી મનુષ્યને ખુબ જ સરળતાથી અર્થ, કામ, ધર્મ અને મોક્ષ ચારો ફળોની પ્રાપ્તિ થાય છે. તેમને આ લોકમાં પણ અલૌકિક તેજ અને પ્રભાવ મળે છે.

નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.

સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે.

આમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. આમના ત્રણ નેત્રો છે.

માની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે. આમનું વાહન ગધેડું છે. આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બદાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે.

મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે. આમનાથી ભક્તોએ કોઇ પણ પ્રાકરનો ભય કે આતંકિત થવાની જરૂર નથી.

મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે આમનુંસ્મરણ કરવાથી જ ભયભીત થઈ જાય છે. આ ગ્રહબાધાઓને પણ દૂર કરનારી છે. આમના ઉપાસકોને અગ્નિ-ભય, જળ-ભય, જંતુ-ભય, રાત્રિ-ભય વગેરે ક્યારેય નથી હોતા. આમની કૃપાથી તે હંમેશા ભયમુક્ત થઈ જાય છે.

મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ. યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે.

આઠમી શક્તિનુ નામ છે મહાગૌરી. દુર્ગાપૂજાના આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનુ વિધાન છે. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. એમની ઉપાસનાથી ભક્તોના બધા પાપ ધોવાય જાય છે.

ભવિષ્યમાં પાપ-સંતાપ, દુ:ખ તેની પાસે નથી ફરકતા મહાગૌરીનો રંગ ગોરો છે. આ રૂપની ઉપમા શંખ, ચંદ અને કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. તેમની આયુ આઠ વર્ષની માનવામાં આવે છે. 'અષ્ટવર્ષા ભવેદ ગૌરી' આમના બધા વસ્ત્ર અને ઘરેણા સફેદ છે.

મહાગૌરીના ચાર હાથ છે. તેમનુ વાહન વૃષભ છે. તેમના ઉપરના ડાબા હાથમાં મુદ્રા અને નીચેવાળા ડાબા હાથમાં ત્રિશૂલ છે. તેમના ઉપરના જમણા હાથમાં ડમરૂ અને નીચેના જમણા હાથ આશીર્વાદ-મુદ્રામાં છે.

પોતાના પાર્વત્રી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ-રૂપમાં પ્રાપ્ત કરવા માટે મોટી કઠોર તપસ્યા કરી હતી. તેમની પ્રતિજ્ઞા હતી કે (નારદ પાંચરાત્ર) ગોસ્વામી તુલસીદાસજીના અનુસાર પણ તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર સંકલ્પ લીધો હતો.

VIJAY TRAMBADIYA,

MO. 9825285711