સોનાની ચમક Vijay Trambadia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સોનાની ચમક

સોનાની ચમક

એક સવારે, સૂરજ ઉગ્યા પહેલાં એક માછીમાર નદીકિનારે ગયો. તેના પગ સાથે કંઈક અફળાયું. એણે નીચે વળીને જોયું તો પથ્થર ભરેલી એક ઝોળી પડી હતી. એણે જાળને એક બાજુ મૂકી, અને સવારનો સૂરજ ગવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. તેને હતું કે સૂરજ ગ્યે નદીના પાણીમાં જાળ ફેંકીને માછલી પકડીશ. બાજુમાં પેલી ઝોળી પડી હતી તેમાંથી પથ્થર કાઢીને શાંત નદીમાં ફેંકવા લાગ્યો. સવારની નિસ્તબ્ધતામાં પાણીમાં પથ્થર પડવાનો ‘ટપાક’ અવાજ આવતો અને તે પછી ફરીથી પથ્થર ફેંકતો.

ધીરે ધીરે સવારનો સૂરજ ગ્યો, અજવાળું પથરાયું. ત્યાં સુધીમાં તો તેણે ઝોળીમાંથી બધા જ પથ્થર ફેંકી દીધા હતા. એક છેલ્લો પથ્થર તેના હાથમાં હતો, તે તે ફેંકવા જતો હતો. સવારના અજવાળામાં તે પથ્થરને જૉતાંવેત તેનું હૃદય ધડકતું બંધ થઈ ગયું, એનો શ્વાસ થંભી ગયો. જેને પથ્થર માનીને તે ફેંકી દેતો હતો, તે તો હીરા હતા. હવે તો હાથમાં માત્ર એક જ હીરો હતો. ઝોળી તો ખાલી થઈ ગઈ હતી.

એ રોવા લાગ્યો અને કલ્પાંત કરવા લાગ્યો. અનંત જન્મો સુધી ચાલે એટલી સંપત્તિ તેને મળી હતી પરંતુ અંધકારમાં અજાણતાં એણે તમામ સંપત્તિને પથ્થર માની ફેંકી દીધી હતી. તો ય માછીમાર તો ભાગ્યશાળી હતો કારણ કે છેલ્લો પથ્થર ફેંકાય તે પહેલાં જ સૂરજ ગી ગયો હતો અને એને સમજાયું હતું કે, એના હાથમાં પથ્થર નથી, હીરો છે.

સામાન્યત: બધા માણસો આવા ભાગ્યશાળી હોતા નથી. જિંદગી વીતી જાય છે, સૂરજ ગતો નથી, સવાર થતી નથી, પ્રકાશ પ્રગટયો નથી અને જીવનભરનાં રત્નોને પથ્થર માનીને આપણે ફેંકી ચૂકયા હોઈએ છીએ. જીવન શું છે એ સમજાય એ પહેલાં તો આપણે એને ખોઈ બેઠા હોઈએ છીએ. જીવનમાં શું છુપાયું છે? શું રાઝ, શું રહસ્ય, કેવું સ્વર્ગ, કેવો આનંદ, કેવી મુકિત! આ બધાંનો અનુભવ થાય એ પહેલાં તો જીવન આપણા હાથમાંથી છૂટી જાય છે.

જે લોકો જીવનને પથ્થર માની બેઠા છે તે આંખ ખોલીને જૉઈ શકશે કે જેને તેઓ પથ્થર સમજે છે તે હીરા-માણેક છે! અને જે લોકોએ જીવનને પથ્થર માનીને ગુમાવી દીધું છે, તેમને કોઈ કહેવા જાય છે કે ‘પથ્થર માનીને તમે જે ફેંકયું તે તો હીરા-મોતી હતાં’ તો તેઓ નારાજ થઈ જશે, ક્રોધિત થઈ જશે. એટલા માટે નહીં કે જે વાત તેમને કહેવામાં આવી છે તે ખોટી છે, પણ એ વાત તેમણે ગુમાવેલી સંપત્તિની તેમને યાદ અપાવે છે માટે. પરંતુ ભલે જીવનનો ખજાનો આમ વેડફાઈ ગયો હોય, પણ જૉ જીવનની એક ક્ષણ પણ બાકી રહી હોય, તો કંઈક બચાવી શકાશે, જાણી શકાશે, પ્રાપ્ત કરી શકાશે. જીવનની શોધમાં કયારેક એટલું મોડંુ હોતું નથી, કે માનવીને નિરાશ થવું પડે. પણ આપણે તો અજ્ઞાનપણે માની જ લીધું છે કે જીવનમાં પથ્થર સિવાય કંઈ છે નહીં. જે લોકો એમ માનીને બેસી ગયા તેમણે શોધની પહેલાં જ હાર સ્વીકારી લીધી.

આ હાર, આ નિરાશા, આ માની લીધેલા પરાજયની બાબતમાં મારે સૌથી પહેલી ચેતવણી એ આપવાની છે કે જીવન એ કંઈ માટી-પથ્થર નથી. એ ઘણું બધું છે. ધૂળ અને પથ્થરની વરચે ઘણું ય છુપાયું છે. આંખો જો જોઈ શકે તો જીવનથી પરમાત્મા સુધી પહોંચવાની સીડી તૈયાર પડી છે. જોતાં તો માત્ર હાડ, માંસને ચામડું જણાય, એવા આ શરીરમાં ‘એ’ છુપાયો છે, જેને હાડ, માંસ અને ચામડા સાથે કશો સંબંધ નથી. આજ જન્મતા અને કાલ મરતા-નષ્ટ થતાં આ સાધારણ શરીરમાં પણ કદી ન જન્મતા ને કદી ના મરતા અમૃતનો વાસ છે.

રૂપની અંદર અરૂપ છુપાયું છે, દૃશ્યની અંદર અદૃશ્યનો વાસ છે અને મૃત્યુના ધુમ્મસમાં અમૃતજયોતિ ઝળહળે છે. એવી જયોતિ કે જેનું મૃત્યુ છે નહીં. આપણે તો ધુમાડો જૉઈને પાછા ફરીએ છીએ, જયોતિની શોધ કરતા નથી. અને થોડા લોકો જે એવી હિમ્મત કરે છે તેઓ ધુમાડામાં જ ખોવાઈ જાય છે, જયોતિ સુધી પહોંચતા નથી. ધુમાડાની અંદર રહેલી જયોતિને કેવી રીતે જાણી શકાય, પ્રકૃતિમાં નિહિત પરમાત્માનાં દર્શન કેવી રીતે થાય? એ સંબંધમાં ત્રણ ચરણોમાં મારે તમને વાત કહેવાની છે.

પહેલી વાત. જીવન સંબંધી આપણે એવો દૃષ્ટિકોણ કેળવ્યો છે, જીવન સંબંધી એવી ધારણાઓ ઘડી રાખી છે, કે એને જે કારણે આપણા જીવનનું સત્ય જાણી શકતા નથી, ઓળખી શકતા નથી. ઓળખ વિના, પરિચય વિના, જિજ્ઞાસા વિના આપણે જીવન વિશેની વિભાવના ઘડી કાઢી છે. એ વિભાવનાને આપણે નિશ્ચિત સ્વરૂપમાં ઢાળી દીધી છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી સંકલન :

એક ઓશો સંન્યાસી

શાંત થવાની, નિર્વિકાર થવાની, મૌન થવાની ઘ્યાન-દીક્ષા બાળકને આપવી એ કામના રૂપાંતરનું પ્રથમ ચરણ છે. બાળક આમ તો સ્વભાવથી જ મૌન છે, શાંત છે. જો એને થોડીઘણી તાલીમ અપવામાં આવે, મૌન, શાંત રહેવાની થોડી જ કેળવણી આપવામાં આવે તો જયારે તેઓ ૧૪ વર્ષનાં થશે, કામ જયારે જાગૃત થશે, ત્યારે એમનું એક દ્વાર ખૂલી ચૂકયું હશે. શકિત એકઠી થશે અને દ્વાર ખુલ્યું થયું છે તે દ્વારથી વહેવી શરૂ થઈ જશે. એમને શાંતિનો, આનંદનો, કાલહીનતાનો, નિરહંકાર ભાવનો અનુભવ સેકસના અનુભવ કરતાં ઘણો વહેલો ઉપલબ્ધ થઈ જશે.

એ અનુભવ એમની શકિતને અવળા માર્ગે જતી અટકાવી યોગ્ય માર્ગે વાળશે. પરંતુ આપણે નાનાં બાળકોને ધ્યાન તો નથી શીખવતાં, લટાનો, કામનો વિરોધ શીખવીએ છીએ. કામ પાપ છે, ગંદકી છે, કુરૂપતા છે, બૂરાઈ છે, નરક છે એ બધું આપણે શીખવીએ છીએ. એને આ બધું કહી દેવાથી કોઈ ફરક પડતો નથી, ઉલટાનું આપણા કહેવાથી જ બાળકો એ તરફ વધારે આકર્ષિત થાય છે અને નરક કેવું છે એની શોધ કરવા માંડે છે કે જેનાથી મોટા મોટા વૃદ્ધો ભયભીત છે, બેચેન છે એ વસ્તુ છે શી?

એમને અલ્પ સમયમાં જ જાણ થઈ જાય છે કે મોટેરાં જે વાતથી આપણને રોકવાના પ્રયત્નો કરે છે તેઓ પોતે જ એમાં રાત-દિવસ લીન છે. આ વાતની ખબર પડતાં જ મા-બાપમાં રહેલી એમની શ્રદ્ધા નાશ પામે છે. મા-બાપ તરફની શ્રદ્ધાનું વિનાશક કારણ નવી તાલીમ નથી, પણ મા-બાપ પોતે જ છે. તમે બાળકોને જે વસ્તુ ગંદી હોવાનું કહો છે તે જ વસ્તુમાં તમે સારી પેઠે ડૂબ્યા છો એની એમને જાણ થઈ જાય છે. તમારી દિવસની જિંદગી જુદી છે ને રાતની જુદી છે. તમે કહો છો કંઈક ને કરો છો કંઈક.

નાનાં બાળકો ભારે સૂક્ષ્મ નિરીક્ષક હોય છે. ઘરમાં શું થાય છે એનું તેઓ બારીક નિરીક્ષણ કરે છે. તેઓ જુઓ છે કે જે વાતને મા ગંદી કહે છે, બાપ ગંદી કહે છે એ જ વાત ઘરમાં રાત-દિવસ ચાલે છે. એનું જ્ઞાન એમને ઘણી જલદીથી થઈ જાય છે. એમની તમામ શ્રદ્ધા તૂટી પડે છે. એમને લાગે છે કે આ મા-બાપ પાખંડી છે, દગાબાજ છે, દંભી છે. તેઓ વાત કંઈક કરે છે પણ વર્તન એમનું જુદું જ છે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી –

સંકલન : એક ઓશો સંન્યાસી