જાહેરાત
તમને ક્યારેય વિચાર આવ્યો છે કે સૌથી પહેલી જાહેરાત કોણે કરી હશે ? તો ચાલો જાણીએ જાહેરાતનો ઇતિહાસ.... ઈજિપ્તના લોકો દિવાલ પોસ્ટર પર વેચાણ સંદેશા માટે પેપીરસનો ઉપયોગ કરતા. પોમ્પેઈ અને પ્રાચીન અરેબિયાના પતન માટે વાણિજ્યિક સંદેશા અને રાજકીય અભિયાનની રજૂઆતો જોવા મળી હતી.
પ્રાચીન ગ્રીસ અને પ્રાચીન રોમમાં પેપિરસ પર ખોવાયેલી અને મળેલી જાહેરાતો પ્રચલિત હતી. ભીંત અથવા દિવાલ પરના ચિત્રો એ પ્રાચીન વાણિજ્યિક જાહેરાત સ્વરૂપનું આગવુ પાસુ છે અને એશિયા, આફ્રિકા, તથા દક્ષિણ અમેરિકાના ઘણા વિસ્તારોમાં વર્તમાન સમયમાં પણ તેને જોઈ શકાય છે. ભીંતચિત્રોની કલાના મૂળ ભારતીય પવર્ત કળા ચિત્રોમાં જોઈ શકાય છે, જે ઈ.પૂ. ૪૦૦ કરતાં પણ પ્રાચીન છે.
મધ્ય યુગના નગરો અને શહેરોના વિકાસની સાથે નિરક્ષર લોકો પણ નિશાનીઓ જોઈને સમજી શકે તે હેતુથી આજે મોચી, ઘંટીવાળો, દરજી કે પછી મિસ્ત્રી વગેરે તરીકે ઓળખાતા લોકોએ તેમના વ્યવસાય સાથે સંકળાયેલ બુટ, ટોપી, સુટ, ઘડિયાળ, હીરા, ઘોડાના જૂતા, મીણબત્તી અને લોટની થેલી જેવા પ્રતિકોનો ઉપયોગ કરવા માંડ્યો. શહેરના ચાર રસ્તા પર ગાડા અને લારીઓ પરથી ફળો અને શાકભાજી વેચાતા હતા અને ગ્રાહકોની સગવડતા માટે તેના માલિકો ગલીમાં ફરીને અથવા નગરમાં બૂમો પાડીને પોતે કયા સ્થળે છે તે અંગે જણાવતા.
શિક્ષણ મહત્વની જરૂરિયાત બનતા અને વાચન તથા છાપકામના વિકાસની સાથે કાગળ પર છપાયેલી જાહેરાતો શરૂ થઈ. ૧૭મી સદીમાં ઈંગ્લેન્ડના અઠવાડિક અખબારમાં જાહેરાતો દેખાવાની શરૂ થઈ. આ પ્રારંભિક મુદ્રિત જાહેરખબરોનો ઉપયોગ મુખ્યત્વે અખબારો તથા પુસ્તકોના પ્રચાર માટે થતો અને પ્રિન્ટિંગ પ્રેસના વિકાસની સાથે આ બાબત વધારે ને વધારે સુલભ બનતી ગઈ; અને યુરોપમાં રોગચાળો ફાટી નીકળવાથી દવાઓની માગણી વધી રહી હતી. આમ છતાં, જાહેરાત સામગ્રીના નિયંત્રણ તરફ દોરી જનારી ખોટી જાહેરાતો અને "લોભામણી" કહેવાતી જાહેરાતો સમસ્યા બની.
૧૯મી સદી દરમિયાન અર્થતંત્રના વિસ્તરણની સાથે, જાહેરાતો પણ તેની સાથે વિકસી. આ જાહેરાત સ્વરૂપની સફળતાના પગલે અમેરિકામાં પત્ર દ્વારા સામગ્રી વેચવાની જાહેરાતો શરૂ થઈ.
જુન ૧૮૩૬માં ફ્રેન્ચ અખબાર લા પ્રેસ દ્વારા પ્રથમ વખત નાણા લઈને પોતાના પાના પર જાહેરાતોનો સમાવેશ કરાયો, જેના લીધે અખબારની કિંમત ઓછી રાખવામાં, વાચકોની સંખ્યા વધારવામાં અને નફાકારકતામાં વૃદ્ધિ કરવામાં મદદ મળી અને અન્ય તમામ અખબારોએ પણ ટૂંક સમયમાં જ આ પદ્ધતિની નકલ કરી.
૧૮૪૦ની આસપાસ વોલ્ની પાલ્મરે બોસ્ટનમાં જાહેરાત એજન્સીઓ માટેની પ્રથા શરૂ કરી. લગભગ આ જ સમયે ફ્રાન્સમાં ચાર્લ્સ-લુઈસ હવાસે તેમની સમાચાર એજન્સી હવાસની સેવાનું જાહેરાત દલાલીના સમાવેશ માટે વિસ્તરણ કર્યું અને આમ તે ફ્રાન્સનું પ્રથમ સંગઠિત જૂથ બન્યુ. પહેલા એજન્સીઓ અખબારમાં જાહેરાત જગ્યા માટેની દલાલો હતી. જાહેરાત સામગ્રી માટેની સંપૂર્ણ સેવાની જવાબદારી સ્વીકારનાર પ્રથમ એજન્સી એન.ડબલ્યુ. ઈયર એન્ડ સન ૧૮૬૯માં ખુલી હતી અને ફિલાડેલ્ફિયામાં આવેલ હતી.
સદીના વળાંકની સાથે વ્યવસાયમાં મહિલાઓ માટે મર્યાદિત પસંદગીઓ હતી અને તેમાંની એક જાહેરાતો હતી. ઘરેલુ ખરીદીઓની મોટાભાગની જવાબદારી મહિલાઓની રહેતી હોવાથી જાહેરખબરકારો અને એજન્સીઓએ સર્જનાત્મક પ્રક્રિયા દરમિયાન મહિલાઓની સૂઝનું મૂલ્ય ઓળખ્યુ હતુ.
હકીકતમાં જાતિય વેચાણનો સૌ પ્રથમ ઉપયોગ કરનાર અમેરિકન જાહેરાત એક મહિલાએ સાબુ ઉત્પાદન માટે બનાવી હતી. જોકે આજના ધોરણો કરતા ઘણી પાછળ હતી, પરંતુ આ જાહેરાતમાં "આપને સ્પર્શ કરવાનું પસંદ આવે તેવી ત્વચા"ના સંદેશા સાથે એક યુગલ દર્શાવવામાં આવ્યુ હતુ.
૧૯૨૦ના દસકામાં રેડિયો સાધન ઉત્પાદકો અને છૂટક વેચાણકારો દ્વારા રેડિયો સ્ટેશનો સ્થપાયા અને ગ્રાહકોને વધારે રેડિયોનું વેચાણ કરવાના હેતુથી તેમણે કાર્યક્રમો આપવા માંડ્યા. સમય વિતતો ગયો અને પોતાના રેડિયો સ્ટેશન સ્થાપવાની હોડમાં બિન-ધંધાદારી સંગઠનોએ પણ ઝંપલાવ્યુ, અને શાળાઓ, ક્લબો તથા નાગરિક જૂથોને આવરી લીધા.
કાર્યક્રમોને પ્રાયોજિત કરવાની પ્રથા લોકપ્રિય થવા માંડતા, વ્યક્તિગત રેડિયો કાર્યક્રમો એક કારોબાર દ્વારા પ્રાયોજિત થતા અને બદલામાં પ્રાયોજિત કાર્યક્રમની શરૂઆત તથા અંતમાં પ્રાયોજક અંગે ટૂંકમાં ઉલ્લેખ થતો. આમ છતાં, ટૂંક સમયમાં જ રેડિયો સ્ટેશન માલિકોને સમજાયું કે રેડિયો સ્ટેશનના સમગ્ર પ્રસારણોમાં દરેક કાર્યક્રમ દીઠ કોઈ એકને પ્રાયોજિત અધિકારો વેચવાના બદલે નાના સમયની ફાળવણીમાં પ્રાયોજિત અધિકારો વેચવામાં આવે તો તેમની આવક વધશે.
૧૯૪૦ અને ૧૯૫૦ના પાછલા દસકાઓમાં આ પદ્ધતિનું ટેલિવિઝન ક્ષેત્રે અનુકરણ થયુ. રેડિયોનું વ્યાપારીકરણ કરવા માગતા લોકો અને રેડિયો ક્ષેત્રને સામાન્ય લોકોનું માધ્યમ ગણીને બિન-વ્યાપારિક હેતુ અને લોકોની ભલાઈ માટે તેનો ઉપયોગ થાય તેવુ ઈચ્છતા લોકો વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યુ. યુનાઈટેડ કિંગડમે બીબીસી(BBC) માટે જન ભાગીદારનું સ્વરૂપ અપનાવ્યુ, કે જે મૂળે ખાનગી કંપની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપની(British Broadcasting Company) હતી, પરંતુ 1927માં શાહી હુકમ દ્વારા તેને જાહેર સંસ્થા બનાવવામાં આવી.
કેનેડામાં ગ્રેહામ સ્પ્રે જેવા ધારાશાસ્ત્રીઓએ કેન્દ્રીય સરકારને જનભાગીદારીનું સ્વરૂપ સ્વીકારવા માટે પ્રેરવામાં સક્ષમ હતા, જેના લીધે કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન(Canadian Broadcasting Corporation)ની રચના થઈ. આમ છતાં, યુનાઈટેડ સ્ટેટ્સમાં ૧૯૩૪નો સંચાર માધ્યમ ધારો પસાર થતા મૂડીવાદી સ્વરૂપ ટકી રહ્યુ, જેણે ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશન(Federal Communications Commission)ની રચના કરી. સામાજિક કાર્યકરોને ચૂપ રાખવા માટે યુ.એસ. કોંગ્રેસને સંચાલન માટે "લોકોના હિત, સગવડ અને જરૂરિયાત"માં વાણિજ્યિક પ્રસારણકારોની જરૂર હતી.
હાલ યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રવર્તતુ જાહેર પ્રસારણ ૧૯૬૭ના જાહેર બ્રોડકાસ્ટિંગ એક્ટને આભારી છે, જે પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસ(Public Broadcasting Service) અને નેશનલ પબ્લિક રેડિયો(National Public Radio) તરફ દોરી ગયુ હતુ.
૧૦૫૦ના દસકાની શરૂઆતમાં ડ્યુમોન્ટ ટેલિવિઝન નેટવર્કે(DuMont Television Network) અનેક પ્રાયોજકોને જાહેરાત સમય વેચવાના આધુનિક વલણની શરૂઆત કરી. અગાઉ, ડ્યુમોન્ટને તેના ઘણા કાર્યક્રમો માટે પ્રાયોજકો શોધવામાં મુશ્કેલી પડતી હતી અને આ તકલીફના કારણે અનેક વ્યાપારોને જાહેરાતના નાના-નાના ટુકડા વેચીને આવક સરભર કરી હતી. ત્યાર બાદ આ વસ્તુ યુનાઈટેડ સ્ટેટ્સના ટેલિવિઝન ઉદ્યોગમાં અત્યંત પ્રચલિત બની ગઈ.
આમ છતાં, યુનાઈટેડ સ્ટેટ્સ સ્ટીલ અવરની જેમ એક જ પ્રાયોજક રાખવાની પ્રથા પ્રચલિત હતી. કેટલીક વખત તો કાર્યક્રમની સામગ્રી પર પ્રાયજકો જબરજસ્ત નિયંત્રણ મેળવી લેતા- એટલે સુધી કે તેમાં જાહેરાત એજન્સીઓ પાસે કાર્યક્રમ લખાવવાનો પણ સમાવેશ થતો. એક જ પ્રાયોજકનું માળખુ હવે ઓછુ પ્રચલિત છે, જો કે હોલમાર્ક હોલ ઓફ ફેમ તેમાં નોંધપાત્ર અપવાદ છે.
૧૯૬૦ના દસકાએ જાહેરાતોને આધુનિક વલણોમાં રૂપાંતરિત થતી જોઈ, જેમાં સર્જનાત્મકતાના ઝબકારાની, ગ્રાહકોની આંખોનો ચમકાવે તેવી જાહેરખબર બનાવવા માટે અણધાર્યા સંદેશાના નિર્માણની છૂટ આપવામાં આવતી હતી. ફોક્સવેગન જાહેરાત અભિયાનમાં "નાનુ વિચારો" અને "લેમન" (કારનો દેખાવ વર્ણવવા માટે તેનો ઉપયોગ થયો હતો)— જેવા મથાળા આધુનિક જાહેરખબરોમાં આવ્યા અને તેના દ્વારા "અવસ્થા" અથવા "અપૂર્વ વેચાણ સમીકરણો"ને ઉપસાવીને દરેક બ્રાન્ડને વાચક અથવા દર્શકના મનમાં રહેલા નિશ્ચિત ખયાલો સાથે સાંકળવામાં આવી હતી.
અમેરિકન જાહેરાતના આ સમયને સર્જનાત્મક ક્રાંતિ કહેવામાં આવે છે અને તેના આદર્શ હતા વિલિયમ બર્નબેન્ચ કે જેમણે ક્રાંતિકારી ફોક્સવેગન સહિત અન્યના સર્જનમાં મદદ કરી હતી. કેટલીક સૌથી વધુ સર્જનાત્મક અને લાંબા-સમયથી ટકી રહેલી અમેરિકન જાહેરાત આજના સમયમાં પણ જોઈ શકાય છે.
૧૯૮૦ના દસકાના પાછલા સમયમાં અને 1990ના દસકાના પ્રારંભિક સમયમાં કેબલ ટેલિવિઝનની અને નામ સાથે કહીએ તોએમ ટીવીની શરૂઆત થઈ. મ્યુઝિક વીડિયોના ખયાલનો પાયો નાખીને એમટીવીએ નવા પ્રકારની જાહેરાતોમાં પ્રવેશ કર્યો:
વપરાશકારો જાહેરાત સંદેશા માટે તે જોતા, અને તે આડ-પેદાશ કે પાછલાવિચાર કરતા વિશેષ બની. કેબલ અને સેટેલાઈટ ટેલિવિઝન વધારે પ્રચલિત બનતા, સ્પેશિયાલિટી ચેનલો અસ્તિત્વમાં આવી, જેમાં સમગ્રતયા જાહેરાતોને સમર્પિત ક્યુવીસી, હોમ શોપિંગ નેટવર્ક અને શોપટીવી કેનેડા જેવી ચેનલોનો સમાવેશ થાય છે.
ઈન્ટરનેટે જાહેરખબરકારો માટે માર્કેટિંગના નવા સીમાડા ખોલી દીધા અને ૧૯૯૦ના દસકાની "ડોટ-કોમ" તેજીમાં ફાળો આપ્યો. જાહેરાતની આવક પર સમગ્ર કોર્પોરેશનની કામગીરી થતી અનેકુપનોથી માંડીને મફત ઈન્ટરનેટ સંપર્ક સુધીની સેવાઓ અપાતી. ૨૧મી સદી આવતાની સાથે સર્ચ એન્જિન ગૂગલ સહિત સંખ્યાબંધ વેબસાઈટોએ ઓનલાઈન જાહેરાતોમાં ફેરફારની શરૂઆત કરી અને વિષય સાથે પ્રસ્તુત હોય તેવી, વપરાશકારને ગૂંચવવાના બદલે મદદરૂપ થઈ શકે તેવી બિનસંદિગ્ધ જાહેરાતો પર ભાર મૂક્યો. આના કારણે આ પ્રકારના સમાન પ્રયત્નો થવા માંડ્યા અને પરસ્પર સાંકળતી જાહેરાતોનું વલણ વધવા માંડ્યુ.
માધ્યમોમાં મોટા ફેરફારોની સાથે GDP સંદર્ભે જાહેરાત ખર્ચમાં થોડો ફેરફાર આવ્યો છે. ઉદાહરણ તરીકે ૧૯૨૫માં અમેરિકામાં મહત્વના જાહેરાત માધ્યમો અખબાર, મેગેઝિન, શેરીકારો પરના પાટિયા અને આઉટડોર પોસ્ટરો હતા. GDP સંદર્ભે જાહેરાતનો ખર્ચ લગભગ ૨.૯ ટકા જેટલો હતો. ૧૯૯૮ સુધીમાં ટેલિવિઝન અને રેડિયો મોટા જાહેરાત માધ્યમો બની ગયા. આમ છતાં, GDPના ભાગ મુજબ જાહેરાત ખર્ચ જરાક જ નીચો- લગભગ ૨.૪ ટકા હતો.
તાજેતરની નવી જાહેરાતો છે "ગુરિલ્લા માર્કેટિંગ", જેમાં જાહેર સ્થળોએ મંચ કાર્યક્રમો, બ્રાન્ડનો સંદેશો ધરાવતી કાર જેવી વસ્તુઓ આપવી, ગ્રાહકોને જાહેરાત સંદેશના ભાગ બનાવવાના હેતુથી તેમની પ્રતિક્રિયા માગતી પરસ્પરનો સંવાદ ધરાવતી પ્રક્રિયાનો સમાવેશ થાય છે.
વપરાશકારોને ટેક્સ્ટ મેસેજો દ્વારા મત આપવા જણાવીને અને માયસ્પેસ જેવી સોશિયલ નેટવર્કિંગ સેવાઓના ઉપયોગ જેવા વિવિધ પ્રકારના નવિન નુસખાઓના ઉપયોગ મારફતે ઉત્પાદન મૂકવા જેવા જાહેરાતના નવીન નુસખાઓ સૂચવે છે કે પરસ્પર વાતચીત ધરાવતી અને સજ્જડ સંદેશો ધરાવતી જાહેરાતોનું વલણ વધ્યુ છે.
બિલબોર્ડની ફરતી જાહેરખબરો :- ટ્રક- અથવા હવાઈજહાજ-સાથે ઉંચે જતા બિલબોર્ડ અથવા ડિજિટલ સ્ક્રીન બિલબોર્ડ એ મોબાઈલ-ફરતા બિલબોર્ડ છે. તે ગ્રાહકો દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા માર્ગો પર જાહેરાતો લઈને ફરવ માટે પસંદ કરાયેલ વાહન અથવા વિશેષ રીતે સજ્જ કરાયેલ માલવાહક ટ્રક પણ હોઈ શકે છે.
બિલબોર્ડ સામાન્ય રીતે પ્રકાશિત હોય છે; કેટલાકમાં પાછળના ભાગથી પ્રકાશિત થાય છે અને અન્યમાં સ્પોટલાઈટનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક બિલબોર્ડ સ્થિર હોય છે, જ્યારે કેટલાક બિલબોર્ડની વસ્તુ બદલાતી રહે છે. ઉદાહરણ તરીકે નિશ્ચિત સમયે અથવા સમયાંતરે જાહેરાતોના સેટમાંથી જાહેરાતો બદલાયા કરે.
વિશ્વના મેટ્રોપોલિટન (મહાનગરીય) વિસ્તારોમાં વિવિધ પરિસ્થિતિઓ માટે મોબાઈલ ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં: લક્ષ્યિત(ટાર્ગેટ) જાહેરાત, એક-દિવસીય, અને લાંબા ગાળાનું અભિયાન, સંમેલનો, રમતનો કાર્યક્રમ, સ્ટોરની શરૂઆત અને અને આ પ્રકારની પ્રચારની કામગીરી, નાની કંપનીઓ માટેની મોટી જાહેરખબરો, અન્ય,
જાહેર સેવા જાહેરખબરો :- એચઆઈ એડ્સ રાજકીય વિચારધારા, ઉર્જા સંરક્ષણ, ધાર્મિક નિમણૂકો અને વનીકરણ જેવા બિનવાણિજ્યિક મુદ્દાઓ અંગે લોકોને માહિતી આપવા, શિક્ષિત કરવા અને પ્રોત્સાહિત કરવા માટે પણ વ્યાપારી સામાન તથા સેવાઓના વેચાણને પ્રોત્સાહિત કરવા માટે વપરાતી જાહેરખબર તકનીકનો ઉપયોગ થાય છે.
બિન-વાણિજ્યિક સ્વરૂપે જાહેરાત એ સશક્ત શૈક્ષણિક માધ્યમ છે અને તે મોટી સંખ્યામાં દર્શકો સુધી પહોંચવામાં અને તેમને પ્રોત્સાહિત કરવામાં સક્ષમ છે. "જાહેર હિતમાં ઉપયોગ થાય ત્યારે જાહેરાત તેના અસ્તિત્વને ન્યાય આપે છે - તે એટલુ સશક્ત માધ્યમ છે કે માત્ર વાણિજ્યિક હેતુઓ માટે તેનો ઉપયોગ કરી શકાય નહિ." - હોઆર્ડ ગોસ્સેજને અર્પણ ડેવિડ ઓગ્લિવિ દ્વારા.
જાહેર-જન સેવા જાહેરાત, બિન-વાણિજ્યિક જાહેરાત, જનહિતની જાહેરાત, ઉમદા હેતુ માટે માર્કેટિંગ, અને સામાજિક માર્કેટિંગ એ બિન-વાણિજ્યિક, જાહેરહિતના મુદ્દાઓ અને નવા પગલાઓના ઉપક્રમે અદ્યતન જાહેરાત અને માર્કેટિંગ સંચાર પદ્ધતિ (સામાન્ય રીતે સંચાર-માધ્યમની કંપનીઓ સાથે સંકળાયેલી હોય છે)ના અલગ - અલગ સ્વરૂપ (અથવા પાસાઓ) છે.
નિશ્ચિત પ્રમાણમાં જાહેર સેવાની જાહેરાતોના પ્રસારણના માપદંડના આધારે અમેરિકામાં FCC દ્વારા ટેલિવિઝન અને રેડિયોનું લાઈસન્સ આપવામાં આવે છે. આ જરૂરિયાતોની પૂર્તતા માટે અમેરિકામાં ઘણા પ્રસારણ કેન્દ્રો ઢગલાબંધ જાહેર સેવાની ઘોષણાઓ કરે છે, દર્શકો ઓછા હોય તેવા મોડી રાતના અથવા વહેલી સવારના સમયે આ ઘોષણાઓ કરવામાં આવે છે અને દિવસના પ્રાઈમ-ટાઈમના સ્લોટ ઊંચી કિંમતે જાહેરાતકારોને આપવામાં આવે છે. વિવિધ સરકારોના દિશાસૂચન હેઠળ જાહેર સેવા જાહેરાતો વિશ્વયુદ્ધ એક અને બે દરમિયાન તેની ટોચ પર પહોંચી હતી.
વાણિજ્યિક જાહેરાત માધ્યમમાં ભીંત ચિત્રો, બિલબોર્ડ, ગલીના રાચ-રચીલાના ભાગો, છાપેલા ફ્લાયર અને રેક કાર્ડ, રેડિયો, સિનેમા અને ટેલિવિઝન જાહેરાત, વેબ બેનર, મોબાઈલ-ટેલિફોન સ્ક્રીન, ખરીદી માટેના થેલા-લારી, વેબ પોપઅપ્સ, આકાશમાં લખાણ, બસ સ્ટેન્ડના બાંકડા,માનવીય બિલબોર્ડ, મેગેઝિન, અખબારો, નગરના ફેરિયાઓ, બસની બાજુઓ, એરપ્લેનની સાથે અથવા બાજુમાં લગાવાયેલ બેનરો ("લોગોજેટ"), ફ્લાઈટ-જાહેરાતોમાં બેઠકની પાછળ ટ્રે ટેબલ પર અથવા માથા ઉપરની સામાન મૂકવાની છાજલી પર, ટેક્સીના દરવાજા પર, છત પર અનેપેસેન્જર સ્ક્રીન, સંગીતના મંચ કાર્યક્રમો, પ્લેટફોર્મ અને ટ્રેનો, ડીસ્પોઝેબલ ડાઈપર પરની ઈલાસ્ટિક પટ્ટીઓ પર, સુપરમાર્કેટ, શોપિંગની ગાડીઓના હેન્ડલ, ઓડિયો અને વીડિયોના સ્ટ્રીમિંગભાગ પર, પોસ્ટર અને કોઈ કાર્યક્રમની ટિકિટો તથા સુપરમાર્કેટના બિલ અથવા સામાન મૂકવાની થેલીઓ વગેરેનો સમાવેશ થઈ શકે છે. કોઈ પણ સ્થળે "ઓળખાયેલ" પ્રાયોજક પોતાનો સંદેશો પહોંચાડવા માટે જે માધ્યમનો ઉપયોગ કરે છે, તેને જાહેરાત કહેવાય.
જાહેરાતોની અસરકારકતા ચકાસવા માટેનો એક માર્ગ એડ ટ્રેકિંગ તરીકે ઓળખાય છે. આ જાહેરાત સંશોધનની પદ્ધતિ બ્રાન્ડ અને ઉથ્પાદન અથવા સેવા અંગે લક્ષ્યાંકિત બજારની માન્યતાઓમાં આવેલા બદલાવનો કયાસ કાઢે છે.
માન્યતાઓમાં આ બદલાવને કંપનીની જાહેરાત અનેપ્રમોશન પ્રવૃત્તિઓના સંપર્કમાં આવેલ લોકોની સામે મૂકવામાં આવે છે. સામાન્ય રીતે એડ ટ્રેકિંગનો હેતુ માધ્યમોનું વજન અથવા ખર્ચના સ્તરની સંયુક્ત અસરનું માપ કાઢવાનો, માધ્યમ ખરીદી અથવા લક્ષ્યાંકિતની અસરકારકતા અને જાહેરાતના અમલીકરણની અથવા ક્રીએટિવની ગુણવત્તા માપવાનો હોય છે.
મનોરંજન અને માધ્યમોમાં ઉત્પાદન અથવા બ્રાન્ડને સ્થાપિત કરવાની હોય ત્યારે રૂપાંતર જાહેરખબર હોય છે. ઉદાહરણ તરીકે, એક ફિલ્મમાં મુખ્ય પાત્ર કોઈ ચોક્કસ બ્રાન્ડ અથવા વસ્તુનો ઉપયોગ કરી શકે છે, જેમકે ફિલ્મ માઈનોરિટી રીપોર્ટ માં ટોમ ક્રુઝના પાત્ર જ્હોન એન્ડરટોન પાસે નોકિયાના લોગો ઉપર ખૂણામાં લખ્યો હોય તેવો એક ફોન હતો અથવા તેની ઘડિયાળ પરબલ્ગેરિ નો લોગો કોતરેલો હતો. ફિલ્મમાં જાહેરાતનું અન્ક એક ઉદારણ આઈ, રોબોટ માં જોઈ શકાય છે.
જ્યાં વિલ સ્મિથ દ્વારા ભજવવામાં આવેલ મુખ્ય પાત્ર તેના કન્વર્ઝ ના જૂતાનો અનેક વખત ઉલ્લેખ કરે છે અને તેને "ક્લાસિક-પ્રાચીન" તરીકે ઓળખાવે છે, કારણ કે ફિલ્મની કથાવસ્તુ ભવિષ્યની કલ્પના આધારિત હતી. ભવિષ્યના વાહનો રજૂ કરતી આઈ, રોબોટ અનેસ્પેસબોલ્સ માં પણ સ્પષ્ટ રીતે વાહનોમાં આગળના ભાગ પર ઔદી અને મર્સીડિઝ-બેન્ઝ નો લોગો દર્શાવાયો છે.
કેડિલેકે ફિલ્મ ધી મેટ્રિક્સ રીલોડેડ માં જાહેરાતની પસંદગી કરી હતી, જેના પરિણામે ફિલ્મના ઘણા દ્રશ્યોમાં કેડિલેક કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જ પ્રકારે ઓમેગા વોચિસ, ફોર્ડ, VAIO, BMW અને એસ્ટન માર્ટિન કારના ઉત્પાદનો તાજેતરની જેમ્સ બોન્ડફિલ્મમાં બતાવવામાં આવ્યા છે, જેમાં સૌથી વધારે ઉલ્લેખનીય કેસિનો રોયાલ છે. બ્લેડ રનર માં ઉત્પાદનો ઉડીને આંખે વળગે તે રીતે દર્શાવવામાં આવ્યા છે; કોકા-કોલાનું બિલબોર્ડ દર્શાવવા સમગ્ર ફિલ્મ થંભી જાય છે.
સામાન્ય રીતે ટીવી કમર્શિયલને વિશાળ બજારની જાહેરાતોનું સૌથી વધારે અસરકારક સ્વરૂપ ગણવામાં આવે છે અને લોકપ્રિય ટીવી કાર્યક્રમો દરમિયાન એરટાઈમ વેચાતો આપવા માટે ટીવી નેટવર્કો દ્વારા લેવામાં આવતા ઊંચા દર પરથી આ બાબત જોઈ શકાય છે. અમેરિકામાં વાર્ષિક સુપર બોલ ફુટબોલ રમતને ટેલિવિઝન માટેની સૌથી મોખરાના જાહેરાત કાર્યક્રમ તરીકે ઓળખાય છે. આ રતમ દરમિયાન 30 સેકન્ડના એક ટીવી સ્પોટનો સરેરાશ ખર્ચ (૨૦૦૯ મુજબ) $3 મિલિયને પહોંચ્યો છે.
મોટાભાગના ટેલિવિઝન કમર્શિયલમાં શ્રોતાઓ તરત જ ઉત્પાદન સાથે સાંકળી લેતા ગીત અથવા જિંગલ જોવા મળે છે. કમ્પ્યુટર ગ્રાફિક મારફતે વર્ચ્યુઅલ જાહેરાતોને પણ નિયમિત ટેલિવિઝમ કાર્યક્રમોમાં ઉમેરી શકાય છે. અન્યથા પરંપરાગત રીતે તેને કોરા પૃષ્ઠભૂ સાથે ઉમેરવામાં આવે છે અથવા દૂરના પ્રસારણ દર્શકો માટે બિનજરૂરી હોય તેવા સ્થાનિક બિલબોર્ડને બદલવા ઉપયોગ થાય છે. વધુ વિવાદાસ્પદ એ છે કે, વર્ચ્યુઅલ બિલબોર્ડને પૃષ્ઠભૂમાં પણ દર્શાવી શકાય છે જ્યારે કે વાસ્તવિક જીવનમાં આવુ કંઈ હોતુ નથી. ઉત્પાદનોની વર્ચ્યુઅલ ગોઠવણી-રજૂઆત પણ શક્ય છે.
KIRTI TRAMBADIYA
kirtipatel.saraswati@gmail.com