વમળ - ૨૩ Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વમળ - ૨૩

વમળ

પ્રકરણ -23

લેખિકા - રીટા ઠક્કર

અરે...પણ ક્યાં લઈ જાય છે મને તું??

સુબાન સોનિયાનો હાથ પકડીને પોતાની સાથે ખેંચી રહ્યો હતો.

સુબાન બોલ તો ખરો ક્યાં ખેંચી જાય છે મને તું..?

સુબાન સોનિયાને કમરેથી કસકસાવીને વીંટળાઈ એને લીફ્ટમાં ખેંચી લાવ્યો,પાર્કીંગનું બટન પ્રેસ કરતાં કરતાં સહેજ બનાવટી ગુસ્સે થઈ બોલ્યો..!!

"ઈડીયટ..ચુપચાપ ચાલતી નથી મારી સાથે."

"માય ડીયર વુડ બી હબી...આપણે ક્યાં જઈ રહ્યા છીએ એ તો કહો"

સોનિયાએ ચકચુર પ્રેમમાં બોળેલા શબ્દોથી કહ્યું.

"લેટ્સ સેલીબ્રેટ ટુ ડેઝ નાઈટ બેબી,ઈટ્સ અ બીગ ડે ફોર અસ યુ નો."

લીફ્ટની બેઉ તરફ મીરર લગાવેલા હતાં.સુબાન-સોનિયાના અનંત રીફલેક્શન્સ તેમના રોમેન્ટીક મૂડમાં આલ્હાદક વધારો કરી રહ્યા હતાં.સોનિયાના ગૌર ચહેરા પર બ્લ્યુ આઈ મેકઅપ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો.રાણીગુલાબી લિપ્સટીક પર વિખરાઈને આવી જત વાળની લટ જાણે એને હળવું ચુંબન કરી જતી હોય એવું લાગતું હતું.અધવચ્ચે પહોંચતાં જ ચાલુ લીફ્ટમાં સુબાન એક્દમ રોમિયોની અદામાં સોનિયાના પગમાં ઘુંટણીયે પડી ગયો અને સોનિયાના નરમ-મુલાયમ-ગૌર હાથ પર કીસ કરતાં બોલ્યો,

"વીલ યુ મેરી મી?"

જવાબમાં સોનિયા ખડખડાટ હસી પડી.સોનિયાની હા સાંભળવા બાવરા બનેલા સુબાને ઉભા થઈ સોનિયાનો ચહેરો તેના બેઉ હાથમાં પકડી લીધો અને તેની આંખોમાં જોઈ બોલ્યો,

"આન્સર મી બેબી...વીલ યુ મેરી મી?"

સુબાનના મજબૂત હાથોમાં સોનિયાનો ચહેરો અતિઆકર્ષક લાગતો હતો,સુબાન નવી કોઈ હરકત કરી બેસે એ પહેલાં સોનિયાએ કહ્યુ,

"સામે જો"

લીફ્ટના ખુલ્લા દરવાજા સામે પાર્કીંગલોટમાં બેઠેલ બેઉ વૉચમેન આ કપલનો રોમાંસ માણી રહ્યા હતાં.આ જોઈને તોફાને ચઢેલા સુબાને કહ્યું,

"આઈ નો ધેટ બેબ્સ..."

અને ખડખડાટ હસતી સોનિયાના એક હાથે વાળ પકડ્યા અને બીજા હાથે હડપચી પકડીને કીસ કરી જ લીધી.

==============

બંધ આંખે ડ્રોઈગહૉલના સોફા પર થાકીને આડો પડેલો જે.પી. વીતેલી બધી જ ઘટનાઓમાંથી જાણે પસાર થઈ રહ્યો હતો.ઉંડા વિચારમાં ગરકાવ એક બાપને એના વહાલસોયા દિકરા સાથે જે કંઈ થઈ રહ્યું હતું એ વાત એના મનને કોરી ખાતી હતી. આર્યનને ફસાવનારને શોધી નહીં શકાય તો એનું શું થશે એ કલ્પનામાત્ર એને ફફડાવી જતી હતી.

સવારે વાતચીત થયા પછી ઈન્સપેકટર પાટીલે હજુ કોઈ સમાચાર આપ્યા નથી.આર્યન જેવો પુત્ર ખોઈ બેસવાનો ડર એને સખત પીડા આપી જતો હતો. એણે દસવાર ફોન ઉઠાવીને ચેક કર્યુ કે પાટીલ કે જગડુનો કોઈ મેસેજ તો નથીને? પોતાને પણ નાવાઈ લાગી કારણકે ફોન કોઈ સાયલન્ટ મોડ પર તો હતો નહી કે બીપ....બીપ ના સંભળાય,છતાંય ફોન વારંવાર ઉઠાવીને ચેક કરતો.

આ તરફ અંધારીઆલમના કીંગ ઈલ્યાસ,ઈન્સપેક્ટર પાટીલ અને ડીટેકટીવ જગડુના માણસો આર્યન અને એના પરિવારની ચારે તરફ કરોળીયાના જાળાની જેમ ફેલાઈ ગયા.હીડન સ્પાયકેમેરાની આંખ ચુકાવીને કોઈએ પણ છટકવું જાણે અશક્ય બનાવી દીધું.ખારીબિસ્કીટના પડની જે નીતનવાં રહસ્યના પોપડાઓ ઉખડે જતાં હતાં. શંકાની સોય વિનાયક ઉર્ફે વિમલ ભરદ્વાજ પર મજબુત બન્યે જતી હતી.વિનાયક-વિમલના છેલ્લા ત્રીસ ત્રીસ વરસથી ચાલી રહેલા ઈન્ડિયા-કેન્યાના બે અલગ અલગ સંસાર, બેઉ પત્નીઓ સ્નેહલતા અને રોહીણી થકી થયેલ પુત્રીઓ શ્વેતા અને સલોનીનું એક જ યુવાનના પ્રેમમાં પડવું.આવી અનેક ભુતકાળના પેટાળમાં ધરબાયેલી વાતો સત્યની સપાટી પર આવી ગઈ. આ રહસ્યોના ઉકેલાતા પડદાં સાથે ઈલ્યાસ અને જગડુની આંખો બહાર આવી જતી.

જગડું તો તેની અકળામણમાં બોલતો ય ખરો કે,

"બૈરુ ને બોમ્બ બેય હરખાં."

"હાળા બબ્બે બૈરાં-બબ્બે પરિવાર."

"લ્યા પાટીલ આંય તો એક ફૂલ ઓર દો માલકીન...મારા જેવાં કેટલાયને એક ટંકના ફાંફા છે ત્યાં કેટલાંકને બેય ટંક બત્રીસ પકવાનની ગોઠવણ ઉપરવાળો કરી આપે છે બાપા..જબ્બર શેતાન ખોપરી લાગે છે યાર આ વિનાયક. ઉપરવાળાની લીલા તો જુઓ,એની બેય છોરીઓને એક જ ભાયડો પસંદ આયો..હાહાહાહાહા..ફરી થયુ અહી એક ફૂલ દો માલકીન..!!!હાહાહાહા...

આ તરફ ઈન્સ્પેકટર પાટીલને સીમાના પડોશીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે સીમાના મૃત્યુ પહેલાં સીમાના ઘરે કોઈ કોઈ અજાણી વ્યક્તિઓની અવરજવર થતી હતી. પાટીલની પીન ત્યાં જ ચોંટી ગઈ હતી, કોણ હશે જે સીમાને મળવા આવતું હશે?? શું સંબધ હશે એમનો સીમા સાથે?? દોસ્તી નો કે દુશ્મની નો? કે પછી એક નિર્દોષ છોકરી કોઈકના કાવતરાનો ભોગ બની??

=========

બપોરે સાડા ત્રણે મુંબઈના છત્રપતિ શીવાજી એરપોર્ટ પર એંમીરેટસનું પ્લેન લેન્ડ થયું હતું જેમાંથી shorts and Tee shirt thi સજ્જ એક બ્યુટીફુલ યુવતી સલોની ભરદ્વાજ પણ ઉતરી હતી. એરપોર્ટની બહાર નીકળતાં જ એણે ટેક્સી બોલાવી કહ્યું,

"હોટેલ નોવોટેલ લે લો ચાચા"

ટેકસીમાં બેસે ત્યાં તો અનુરાધાનો ફોન આવી ગયો.

"હેઈ સલોની..

તું આટલી જલ્દી આવી જઈશ એની મને ખાતરી હતી જ,

આર્યન લોકઅપમાં છે,આપણે એને મળવા જવું છે ને?"

અનુરાધાએ મુંબઈમાં પ્રવેશતાં જ ઝડી વરસાવી.

"એ માટે તો ખાસ આવી છું" કંઈક અકળામણથી-થોડી નફરતથી સલોનીએ જવાબ આપ્યો.

"ઓકે....તું થોડીવારમાં ફ્રેશ થઈ જા,હું તને લેવા આવી રહી છું."

ચેકઈન કરતાં જ સલોની સીધી શાવર માટે જતી રહી.

આર્યનને મળવા તો જઈ રહી હતી પણ શ્વેતાના વિચારો તેના પર હાવી રહ્યાં.આર્યનના જીવનમાં આજકાલની આવેલી આ છોકરીએ આર્યન તેની પાસેથી ઝુંટવી લેવાની હરકત કરી હતી.તેની કલ્પના માત્ર તેને હંફાવતી હતી. ગમે તેટલી હિંમત રાખવાનો પ્રયત્ન કરે પણ આર્યન-શ્વેતાની હકીકત તેને હરાવી જ જશે એવો ડર મનમાંથી નીકળી શક્તો જ ન હતો.સીમાના મર્ડરના આરોપમાંથી તો તેને છોડાવી શકશે પણ શ્વેતા પાસેથી કેવી રીતે પાછો લાવશે એ ચિંતા સલોનીને કોરી ખાતી હતી.

આર્યને કરેલું સલોનીનું રીજેકશન સલોનીના રુંવે રુંવે સર્પદંશના ડંખની વેદના આપતું હતું. આર્યન વગર બધું જ અધુરું લાગતું હોવા છતાં આજે આર્યનને મળવા જતાં તેના દર્દમાં ઉત્તરોત્તર વધારો તહ્યે જતો હતો. એટલામાં અનુરાધાનો મિસ્ડકૉલ આવી ગયો મતલબ અનુરાધા નોવોટેલની લૉન્જમાં આવી ગઈ હતી.

આર્યનની પસંદ ઈન્ડીયન ગર્લ છે એ વિચારે એણે સફેદ ચિકનકારી લખનવી કુર્તા-પાયજામા પહેરવા પર પસંદગી ઉતારી.આ પહેરવેશમાં એ સ્વપ્નલોકની પરી જેવી લાગતી હતી.ડ્રેસિંગરુમના ફુલસાઈઝ મિરરમાં એ ચાર-પાંચ સેકન્ડ્સ પોતાને જોતી રહી અને ગુસ્સાથી લાલચોળ થતી રહી, આંખોમાં ધસી આવેલા આંસુમાં આર્યન માટે નફરત-તિરસ્કાર પણ ભળી ગયા અને સ્વગત બબડી,

"શું ન હતું મારામાં મિ.આર્યન પંડિત કે મને તમારે આમ રીજેકટ કરવી પડી?"

નોવાટોલની લૉન્જમાં આંટા મારી રહેલ અનુરાધાનો મેસેજ આવ્યો.

"કમઓન બેબી...આયમ વેઈટીંગ..!!"

સલોની માનસિક રીતે વિકૃત બની ચુકી હતી, આર્યનને શ્વેતા પાસેથી પાછો લાવવા શું શું ફરજીયાતપણે બોલવું તે ફરી એકવાર મનમાં દોહરાવી ગઈ.પાંજરામાં પુરાયેલા સિંહને એવી જગ્યાએ કાંકરી મારવી છે કે એની ગુંજ આર્યનના કાનમાં ધાક પાડી દે અને શ્વેતા જેવી બીજી સાત શ્વેતાઓ એ ગુંજમાં હોમાઈ જાય.પ્લાન એ મુજબ જો આર્યન શ્વેતાને છોડીને પાછો ના જ આવે તો પ્લાન બી મુજબ આર્યન જેલમાંથી પાછો જ ના આવે એના ચક્રો ગતિમાન કરી જ દેવા.

વિચારોમાં જ અનુરાધા સુધી પહોંચી જતાં એને જોઈને ચાલતાં ચાલતાં જ બોલી "લેટ્સ ગો"

===============

સલોનીએ લોકઅપના સંત્રીને આર્યનને મળવા દેવા માટે કોર્ટની પરમિશનનું એન્વેલપ આપ્યું. બાજુમાં બેઠેલા હવાલદારે એન્વેલપ સંત્રીના હાથમાંથી લઈ લીધું અને પાછળની દિવાલે પાનની પિચકારી મારી જાડા ચશ્માની ઉપરથી નજર માંડી બોલ્યો,

"હું જરા જોઈ લઉ"

"સ્યોર" સલોનીએ જવાબ આપ્યો.

પાંચ મીનીટ સુધી હવાલદારે એન્વેલપ જોયા કર્યું, પછી નમ્રતાથી સલોનીએ પુછ્યું.

" હું મળી શકું મિ.પંડિતને?"

"હા.." અને પેલું એન્વેલપ હવાલદારે ઈન્સ્પેકટર પાટીલને આપી દીધું. પાટીલસાહેબની મંજૂરી મેળવી હવાલદારે ટેબલનું ડ્રોઅર ખોલ્યું.

"વો આયે હમારે દર પે ખુદાકી કુદરત હૈ,

હમ કભી ઉનકો કભી હમારે ઘરકો દેખતે હૈ."

આટલું કહી હવાલદાર ચાવીઓનું મોટુ ઝુમખું લઈ સલોનીની આગળ ચાલ્યો.

સલોની લોકઅપના મુખ્ય ચોગાનમાં દાખલ થઈ ત્યારે એને એની અંદર કશું ચુંથાતું હોય એવું લાગ્યું. નાની નાની બેરેક્સ, બેરેક્સની એક દિવાલ પર સળીયા અને લોખંડની મજબુત જાળી. જાળી પર વીસેક કીલો વજનનું ભારે તાળુ...!!

આર્યન તો હાઈ પ્રોફાઈલ ગુનેગાર હતો માટે તેની બેરેકમાં તેને બેસવા માટે લાકડાંનું એક નાનું સ્ટુલ હતું.દાઢીમૂંછ વધેલા થોડા અશક્ત લાગતા આર્યનને જોઈને એ હચમચી ગઈ.

આ તરફ આર્યનને પણ દૂરથી આવતી સલોનીને જોઈને પોતાની સાવ અંદર ભીતર કશોક ખળભળાટ મચી ગયાની લાગણી થઈ.સલોનીની આંખો લાલ અને સુજેલી હતી.નાકનું ટોચકું રાતુંચોળ થઈ ગયું હતું.કદાચ એ ખુબજ રડી હશે એવું લાગતું હતું.આર્યન સાથે નજર મળતાં જ ફરીથી સલોનીની આંખમાંથી આંસુની ધાર વહી નીકળી.નજર ફેરવીને એણે પર્સમાંથી સનગ્લાસીસ કાઢી આંખો પર ચઢાવી દીધા અને આર્યનની સાવ સામે અદબવાળીને ઉભી રહી ગઈ.આર્યન પોતે પણ તેની સાવ સામે ઉભેલી નાજુક-નમણી-ચુલબુલી-રમતિયાળ સલોનીને જોઈ રહ્યો.આ બ્યુટીક્વીન તેનાં તમામ સપનાંઓને ભુલી એની જિંદગીના તમામ વર્ષો તેને બિનશરતી સોંપી દેવાની ઈચ્છા જાહેર કરેલી. ક્યાંથી કયાં લઈ આવી એને જિંદગી?? આટલી ગ્લાની, આટલી પીડા, આટલું દર્દ સલોનીના ચહેરા પર જિંદગીમાં ક્યારેય ન હતું જોયું, જે અત્યારે દેખાતું હતું. બેઉ એકબીજાને વળગીને ખૂબ રડ્યાં. હવાલદારના ખોંખારાના અવાજે બેઉને એકમેકથી દૂર થવા ફરજ પાડી.

"હારી ગયો આર્યન?" સલોનીએ અલગ થતાં પુછ્યું.

"ના...ના, થાકી ગયો પણ હાર્યો નથી" એક ડૂંસકું મુકાઈ ગયું આર્યનથી.

"નહીં આર્યન રડ નહીં...તને અહીં આ દશામાં લાવનાર બહુ જલ્દી જેલમાં હશે આઈ પ્રોમિસ." -સલોની

" થેક્સ હની,તને ખબર છે ને હું આવા કામ કરી જ ના શકું.?"-આર્યન્

"ભગવાનને પણ ખબર છે કે આર્યન પંડિત નીચું જોવડાવે કે જોવું પડે એવાં કોઈ કામ ના જ કરે...બટ,

ધેટ બલ્ડી ઈન્ડીયન ગર્લ...પચ્ચીસ-પચાસ કરોડ માટે કેટલી નીચી હદે જાય છે,મ્હોંમાંથી ફાટી હોત તો એની માંગણી કરતાં ડબલ હું એને આપી દેત. આર્યનની મને શું કિંમત છે એની એને જાણ કરત..!!"

બોલતાં-બોલતાં સલોનીનો અવાજ ઉંચો થતો ગયો અને શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો અને એ ધ્રુજવા લાગી.

"શટ અપ....યુ જસ્ટ શટ અપ"- આર્યને એકદમ ગુસ્સે થઈ સલોનીને બેઉ બાવડેથી પકડીને હચમચાવી દઈ ચૂપ થઈ જવા આદેશ કર્યો.

આંચકો મારીને આર્યનના હાથમાંથી પોતાને છોડાવતાં બોલી

"કેમ? મેં કંઈ ખોટું કહ્યું?"

પોતાની મનપસંદ વસ્તુ મેળવવા તારા જેવા સીધાસાદા યુવકનો ઉપયોગ કરીને

વપરાયેલા ટિસ્યુની જેમ ડૂચોવાળી ડસ્ટબિનમાં ફેંકી દીધો. એન્ડ મી.પંડિત, આ હકીકત તમે પણ ખુબ સારી રીતે જાણો જ છો, બસ મારી આગળ સ્વીકારી શક્તા નથી માય પૂઅર બેબીઇઇઇ..."

"વ્હોટ રબિશ??સ્ટોપ ધીસ પ્લીઝ ગોડ સેક સ્ટોપ ધીસ" આર્યન ગુસ્સામાં આવી જોરથી બરાડી ઉઠયો અને આંખો બંધ કરી પાસે પડેલા લાકડાના ટેબલ પર જોરથી મુઠ્ઠી પછાડતાં બોલ્યો,

"તું જા અહીંથી સલોની...પ્લીઝ લીવ...પ્લીઝ લીવ મી અલોન."

કશુંક જોરથી પછડાવાનો અવાજ અને બુમબરાડા સાંભળી હવાલદાર અને ઈ.પાટીલ ત્યાં ધસી આવ્યા. આ લોકોની હાજરીને જોતાં જાણે સલોનીનો વિશ્વાસ બેવડાઈ ગયો હોય એમ બોલી,

"મારા આર્યનને મુકીને હું ક્યાંય નહી જાઉ...આઈ લવ યુ સો મચ,વી આર મેઈડ ફોર ઈચ અધર"

સલોની ખૂબ સારી પેઠે જાણતી હતી કે એ આર્યનની દુખતી નસ પર દબાણ આપી રહી છે.અને એણે પ્રેમનો ડોળ કરતાં કરતાં આર્યનના ગળામાં પોતાના બેઉ હાથ ભરાવી દીધા, અને એની આંખોમાં જોઈ ફરીથી બોલી,

"આઈ લવ યુ સો મચ હની."

જેલની એક બેરેકમાં ભજવાઈ રહેલ આ દ્રશ્ય ભલભલાં પુરુષોને ઈર્ષા ઉપજાવે એવું હતું.ઉંચી,ગોરી અને આકર્ષક ફીગર ધરાવતી ખુબ બ્યુટીફૂલ સલોની આર્યનના ગળામાં હાથ નાખીને એના પ્રેમનો એકરાર કરી રહી હતી.

પણ...

આ તરફ આર્યન ખુબ જ ધુંધવાઈ રહ્યો હતો.સલોનીના બેઉ હાથ તેના ગળેથી છોડાવતા તેણે સલોનીને કહ્યું,

"આઈ લવ યુ ટુ સલોની,બટ...આઈ એમ નોટ ઈન લવ વીથ યુ...પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ બેબી. આઈમ ઈન લવ વીથ શ્વેતા, એન્ડ શી ટુ ."

સલોની એકદમ ભડકી અને બેઉ હાથે આર્યનનું ગળુ પકડી લીધું અને બોલી

"હું કંઈ ના જાણું, એ તારી ફ્રેન્ડ બનીને રહે કે ગર્લફ્રેન્ડ બનીને રહે એમાં મને વાંધો નથી પણ લગ્ન તો તું મારી સાથે જ કરીશ એમ બોલતાં એણે આર્યનના ગળે બેઉ હાથની ભીંસ વધારી. અને દાંત ભીસીને આગળ બોલી..

"તું મને ઓળખતો નથી, જો તું નહી માને તો હું સુસાઈડ કરી લઈશ અને સુસાઈડનોટમાં તારું નામ લખી દઈશ."

સલોનીના અચાનક આવા આક્રમક હુમલાથી ડઘાયેલ આર્યનને તેના ગળા ફરતે વીટળાયેલા સલોનીના બેઉ હાથને જોરથી પકડી ખેંચી કાઢયા અને બોલ્યો,

"આઈ લવ હર... એન્ડ વીલ મેરી હર...તારાથી થાય એ કરી લે"

સલોનીએ ઉશ્કેરાટમાં આર્યન તરફથી ઈચ્છિત પ્રતિભાવ ના મળતાં અચાન આર્યનના ગાલ પર અચાનક જોરદાર તમાચો મારી દીધો. આર્યને એને મારામારી કરતાં રોકવાની કોશિશ કરી પણ સલોની ફરી એકવાર મગજ ગુમાવીને પાગલની જેમ આર્યન પર તૂટી પડી હતી. એને રોકવાના વ્યર્થ પ્રયાસમાં બેઉ જમીન પર પછડાયાં અને લગભગ સવાર થઈ ગયેલઈ સલોની આર્યનના વાળ ખેંચી રહી હતી. હવાલદાર અને સંત્રીએ માંડ-માંડ ખેંચીને સલોનીને ઉભી કરી બહાર નીકળી જવા હુકમ કર્યો.

હવાલદાર બબડતો હતો કે હાચવતા ના આવડે તો બૈરાથી દૂર રહેવું, જીવતાં બોમ્બ જેવા હોય છે આ બૈરા...હાથમાં જ ફુટી જાય તો જીવ લઈ લે ."

હવાલદારે ડંડો પછાડીને સલોનીને બહાર નીકળી જવા આદેશ કર્યો.

આર્યન સલોનીને બહાર જતી જોઈ રહ્યો, તેનું દિલ કહેતું હતું કે સલોનીને શ્વેતા માટે કોઈ મોટી ગેરસમજ છે. શ્વેતા આવું કંઈ કરી જ ના શકે. શ્વેતા પણ મારી જેમજ નખશીશ નિર્દોષ છે....પણ...!!

આર્યન પંડિત લોકઅપના ૧૦૦ વોલ્ટેજના બલ્બની રોશનીના તેજથી આંખોને બચાવવા આંખે હાથરુમાલનો પાટો બનાવીને બાંધી રાખતો,છતાં પણ રુમાલન આવરણને પાર કરી બલ્બનું તેજ આંખોમાં ઘુસી જ જતું,અને આ તેજ એને માથાનો દુઃખાવો કરવા પુરતું હતું.કસ્ટડીની પ્રત્યેક પળ ભયાનક હતી પણ આ સહન કર્યા વગર છુટકો જ ના હતો. જે કોઈકની બદઈરાદાવાળી ચાલ ના કારણે તે અહીં હતો તેના માટે ભારોભાર તિરસ્કારની લાગણીથી તેનું રોમેરોમ સળગી રહ્યું હતું. સલોનીના ગયા પછી આવનારી ભયાનક ક્ષણો માટે તે પોતાની જાતને તૈયાર કરવા માંડી.બંધ આંખો સામે વિતેલી જિંદગી સડસડાટ વહેવા લાગી. શ્વેતા અને સલોની સાથેની અત્યાર સુધીની બધી મુલાકાતો આંખો સમક્ષ તરવરવા લાગી. આ એજ શ્વેતા છે જેને આંખોમાં જોતાં એનો આત્મા પરાકાષ્ઠાની સીમાઓ પાર કરી આનંદ પામે છે. એક બાળક જેવી નિર્દોષ પ્રેમિકા અને પોતના જ સુખ પર ઈર્ષા આવે એવો એક સુવાંગ-સંપુર્ણ એમની જોડી પર કોની નજર લાગી? મને ફસાવવા માટે કોઈકનું પ્યાદું બની રહેલ સલોનીનું આ બધુ કહી જવું કોઈકની ચાલ છે કે પછી....??

કંઈ સમજાતું નથી...આર્યન તદ્દન નિરાશ થઈ ગયો.

બેરેકમાંથી નીકળતાં ખખડાટ હસતી સલોનીની આંખો વિકરાળ બની એક ભયાનક વિચાર એના દિમાગમાં આકાર લઈ ચુક્યો હતો. વિચારતી હતી મુર્ખો છે આર્યન, વગર વિચાર્યે મુશ્કેલીને આહવાન આપ્યું છે તો એને કોઈ નહી બચાવી શકે. એને લાગે છે કે મારા પ્રેમને વસ્તુની જેમ ફગાવી દઈ શકશે પણ હું જ સમય આવ્યે ચોક્કસ જગ્યાએ લાત મારીશ , એને રફેદફે કરી દઈશ.


.ક્રમશ:

- રીટા ઠક્કર