સુંદર સ્ત્રીની કથા Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદર સ્ત્રીની કથા

સુંદર સ્ત્રીની કથા

સ્લીપિંગ બ્યૂટી એ લાકડાના ઓરડામાં સુતેલી એક સુંદર સ્ત્રીની એક પરીકથા છે જે એક સુંદર રાજકુમારી અને એક સોહામણાં રાજકુમારની આસપાસ ફરે છે. ચાર્લ્સ પેરાઉલ્ટએ ૧૬૯૭માં પ્રસિદ્ધ કરેલા વાર્તાસંગ્રહ કન્ટેસ દી મા મેર લોય (“મધર ગૂઝની વાર્તાઓ”) ની આ સૌપ્રથમ વાર્તા છે.

પેરાઉલ્ટની આવૃત્તિ વધુ જાણીતી છે, તેવા સમયે જૂની આવૃત્તિ, “સન, મૂન, એન્ડ તાલિયા”ની વાર્તાનો 1634મા પ્રસિદ્ધ થયેલી ગિયામ્બાટ્ટિસ્તા બેઝાઇલ ની પેન્ટામિરોન માં સમાવેશ થયો હતો. ૧૯૫૯ની વોલ્ટ ડિઝનીની એનિમેશન ફિલ્મથી સ્લિપીંગ બ્યૂટી અંગ્રેજીભાષી વિશ્વમાં ખૂબ જાણીતી બની ગઈ. આ ફિલ્મ જેટલી ચાઇકોસ્કીના બેલે (જેનું પ્રીમિયર ૧૮૯૦માં સેન્ટ પિટ્સબર્ગમાં થયું હતું) પરથી આધારિત હતી તેટલી જ પેરાઉલ્ટની વાર્તા પર પણ આધારિત હતી.

પેરાઉલ્ટની કથાના મુખ્ય ઘટકો બે ભાગમાં વહેંચાયેલા છે. કેટલીક પરંપરાગત માન્યતાઓ અનુસાર આ વાર્તાઓ વાસ્તવમાં જુદી જુદી વાર્તા હતી જે બાદમાં ગ્રિમ્સની આવૃત્તિમાં આવી અને ત્યારપછી બેઝાઇલ અને પેરાઉલ્ટની વાર્તાઓમાં સાથે આવી.

પહેલો ભાગ :-

લાંબા સમયથી જેની તમન્ના હતી તેવી એક રાજકુમારી અરોરાના નામકરણ વખતે ગોડમધર તરીકે પરીઓને આમંત્રિત કરવામાં આવી, જેમણે આ રાજકુમારીને સુંદરતા, સમજશક્તિ અને સંગીતની આવડત જેવી ભેટો આપી.

જો કે, એક દુષ્ટ પરી હતી જેણે દુર્લક્ષ સેવીને આ રાજકુમારીને ભેટરૂપે જાદુ કર્યો અને કહ્યું કે જ્યારે આ રાજકુમારી પુખ્ત વયની થશે, ત્યારે તે પોતાની આંગળીઓ એક કાંતવાની ત્રાકમાં નાખશે અને મૃત્યુ પામશે. એક સારી પરી હતી, જે દુષ્ટ પરીએ કહેલું સુલ્ટાવવામાં અસમર્થ હતી, તેમ છતાં તેણે કહ્યું કે આ રાજકુમારી મૃત્યુ પામવાની બદલે એકસો વર્ષ સુધી નિદ્રામાં સરી જશે, અને એક રાજકુમાર પોતાના સાચા પ્રેમનું ચુંબન કરીને જગાડશે ત્યા સુધી તે નિંદ્રામાં રહેશે.

રાજાએ પોતાના રાજ્યમાં તકલી કે ત્રાક રાખવા ઉપર મનાઈ ફરમાવી અને જો કોઈની પાસે તે મળી આવે તો તેને મોતને હવાલે કરાવાની જાહેરાત કરી, પરંતુ તે પોકળ હતી. રાજકુમારી જ્યારે પંદર અથવા સોળ વર્ષની હતી ત્યારે તેણે કિલ્લાના એક મિનારામાં એક પ્રૌઢ સ્ત્રીને મળવાનું થયું, જે ત્રાક ઉપર કાંતી રહી હતી.

આ અજાણી કામગીરી જોઈને રાજકુમારીએ તેના ઉપર હાથ અજમાવ્યો અને અટળ અકસ્માત સર્જાયો. દુષ્ટ પરીનો શ્રાપ પૂરો થયો. સારી પરી પરત ફરી અને કિલ્લામાં દરેક જણને નિંદ્રાવશ કરી દીધા. કિલ્લાની આસપાસ જંગલી ગુલાબના જંગલો બહારના વિશ્વથી આ કિલ્લાનું રક્ષણ કરતા હતા : કોઇ પણ જીવિત માણસ આ જંગલોમાંથી કાંટાળી ઝાડીમાંથી પસાર થવાની કોશિશ કરી શકે નહીં.

એકસો વર્ષ પસાર થઈ ગયા બાદ, આ રાજકુમારીની વાર્તા સાંભળ્યા બાદ એક રાજકુમાર જંગલી ગુલાબનું જંગલ ભેદીને કિલ્લામાં પ્રવેશ્યો. રાજકુમારીની સુંદરતા જોઈ તે દિગ્મુઢ થઈ ગયો અને તેણીની નજીક ઘુંટણિયે બેસી પડ્યો. રાજકુમારે તેને ચુંબન કર્યું, ત્યારપછી રાજકુમારી જાગી, ત્યારપછી કિલ્લાના દરેક જણ જાગ્યા અને પોતે જ્યાંથી અટકી ગયા હતા ત્યાંથી આગળ ચાલવા લાગ્યા... અને, આધુનિક આવૃત્તિઓમાં, બ્રધર્સ ગ્રિમ્સથી લઈને તમામ આવૃત્તિઓમાં જણાવ્યા પ્રમાણે, બધાએ સુખેથી જીવન પસાર કર્યું.

બીજો ભાગ :-

નિંદ્રામાંથી જાગેલા શાહી કાર્યકરે રાજકુમારી અને રાજકુમાર જ્હોનનાં ગુપ્ત રીતે લગ્ન કરાવ્યા. રાજકુમાર જ્હોને રાજકુમારીની મુલાકાત લેવાનું ચાલુ રાખ્યું. રાજકુમારી તેના બે બાળકો લ’ઔરોર (પરોઢનું મળસ્કું) અને લી જોયર (દિવસ)ની માતા બની.

રાજકુમારે પોતાની ઓગરે વંશની માતાથી આ વાત છૂપી રાખી. એક દિવસ રાજકુમાર રાજા બન્યો, અને પોતાની પત્ની અને બાળકોને પોતાની રાજધાનીમાં લઈ આવ્યો અને પોતાની રાણી માતાના ભવનમાં રાખ્યાં, અને રાજકુમાર પોતાના પડોશી સમ્રાટ કોન્ટેલાબ્યુટ (કાઉન્ટ ઓફ ધ માઉન્ટ)ની સામે યુદ્ધ કરવા નીકળી પડ્યો.

ઓગરે વંશની રાણી માતાએ યુવાન રાણી અને બાળકોને કોઇ જોઇ ન શકે તેવા એક લાકડાનાં ઘરમાં મોકલી આપ્યા, અને પોતાના રાત્રિ ભોજન માટે બાળકને સોસ રોબર્ટ સાથે રાંધીને પીરસવાનો પોતાના રસોઇયાને હુકમ આપ્યો. દયાળું રસોઇયાએ બાળકને બદલે એક ઘેંટાના બચ્ચાને પીરસ્યું, રાણીમાતાને આનાથી સંતોષ થયો. તેણે હવે બાળકીની માગ કરી, પરંતુ રસોઇયાએ પેલા શ્રેષ્ઠ સોસ સાથે યુવાન બકરી રાંધીને પીરસી.

ત્યારબાદ રાણીએ યુવાન રાણીને રાંધીને પીરસવા રસોઈયાને જણાવ્યું. યુવાન રાણીએ પોતાનું ગળું કાપવાની માગ કરી, જેથી તે પોતાના બાળકોને મળી શકે. યુવાન રાણીની ધારણા હતી કે તેના બાળકો મૃત્યુ પામ્યાં છે. રસોઇયાના નાનકડાં ઘરમાં ગુપ્ત રીતે યુવાન રાણી અને બાળકોનું હૃદયદ્રાવક મિલન થયું. યુવાન રાણીને બદલે સોસ રોબર્ટ સાથે પીરસવામાં આવેલી હરિણીને ખાઈને રાણીમાતાને સંતોષ થયો.

યુવાન રાણીએ ટૂંક સમયમાં જ એક ઉપાય શોધી કાઢ્યો અને તેણે મહેલના આંગણામાં ઝેરી સાપ તથા અન્ય ઝેરી જીવો વડે ખદબદતા વરંડામાં એક ટબ બનાવ્યું. અણીના સમયે જ રાજા પરત ફર્યો. ઊઘાડી પડી ગયેલી ઓગરે રાણી પોતે બનાવેલા ખાડામાં જ પડી ગઇ અને દરેક જણાએ સુખેથી જીવન વીતાવ્યું.

પેરાઉલ્ટએ બેઝાઇલની “સોલ, લ્યુના, ઇ તાલિયા”નાં ટોનમાં ફેરફાર કર્યો હતો. ટોનનાં ફેરની સિવાયનો વાર્તામાં સૌથી નોંધપાત્ર ભેદ એ હતો કે રાજકુમારીની નિંદ્રા શ્રાપને લીધે સર્જાઈ નહોતી, પણ તેની ભવિષ્યવાણી થઈ હોય છે; બીજો ભેદ એ હતો કે રાજા તાલિયાને ચુંબન કરીને નિંદ્રામાંથી જગાડતો નથી, પણ તેની ઉપર બળાત્કાર ગુજારે છે, અને જ્યારે રાજકુમારી બે બાળકોને જન્મ આપે છે.

ત્યારે એક બાળક રાજકુમારીની આંગળી ચૂસે છે, જેના લીધે રાજકુમારીને નિંદ્રાવશ રાખનારો ફ્લેક્સ બહાર નીકળી આવે છે, જેના લીધે રાજકુમારી જાગે છે; આ ઉપરાંત અન્ય ભેદ એ છે કે રાજકુમારીને અન્ય જગ્યાએ મોકલનાર અને તેના તથા તેના બાળકોને આરોગવાનો પ્રયાસ કરનાર સ્ત્રી રાજાની માતા નહી પણ તેની ઇર્ષાળુ પત્ની હોય છે. રાજકુમારીની સાસુમાં ઇર્ષાનું પ્રમાણ ઓછું હોય છે, અલબત્ત બન્ને પરીકથામાં સાસુ ઇર્ષાળુ તો છે જ.

આ કથામાં અગાઉના કેટલાક તત્વોનો પણ સમાવેશ થયો છે. મધ્યયુગીન પરંપરાવાળી પ્રેમકથા પર્સિફોરેસ્ટ (૧૫૨૮માં પ્રસિદ્ધ થઇ હતી), ઝીલેન્ડાઈન નામની રાજકુમારી ટ્રોયલસ નામનાં એક પુરૂષના પ્રેમમાં પડે છે. તેણીના પિતા પેલાને રાજકુમારીને લાયક સાબિત કરવા માટે કામ ચીંધે છે, અને પ્રેમી જ્યારે કામે ગયો હોય છે તે દરમિયાન, ઝીલેન્ડાઇન જાદુને વશ થઇને નિંદ્રામાં સરી પડે છે.

જ્યારે તેમનું બાળક જન્મે છે, ત્યારે તે રાજકુમારીને નિંદ્રાવશ રાખનારું ફ્લેક્સ તેની આંગળીમાંથી બહાર કાઢે છે. પ્રેમી જે વિંટી છોડીને ગયો હતો તેને જોઈને રાજકુમારીને ભાન થાય છે કે આ બાળકનો પિતા ટ્રોયલસ છે; પ્રેમી પોતાની સાહસયાત્રા પરથી પાછો ફરીને તેની સાથે લગ્ન કરે છે.

આ સિવાય પેનૌલ્ટની વાર્તા ઉપર વોલ્સુંગા સાગા ની સ્લીપિંગ બ્રાઈનહિલ્ડની વાર્તાનો તથા પ્રારંભિક સંતસ્વરૂપ ખ્રિસ્તી સ્ત્રીઓની પીડાજનક કથાઓનોપણ પ્રભાવ છે. હકીકતમાં બ્રિનહિલ્ડના અસ્તિત્વએ બ્રધર્સ ગ્રિમને તેમના કામની બાદની આવૃત્તિઓમાં તેને દૂર કરવાના સ્થાને વાર્તાનો સમાવેશ કરવા સમજાવ્યું હતું. તેમણે પેરાઉલ્ટની વાર્તા પરથી વાર્તાઓ તૈયાર કરી હતી.

વાર્તાના બીજો ભાગ, કે જેમાં રાજકુમારી અને તેના બાળકોને મોતના મુખમાં ધકેલી દેવામાં આવે છે, પણ વાસ્તવમાં તેઓ છુપાયેલા હોય છે, તે ભાગમાંસેંટ જિનેવીયેવનો પ્રભાવ હોઇ શકે છે. આ પરી કથાને આરને-થોમસન પ્રકાર ૪૧૦ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

રાજકુમારીનું નામ ભિન્ન રહ્યું છે. સન, મૂન એન્ડ તાલિયા માં, રાજકુમારીનું નામ તાલિયા છે (“સન” અને “મૂન” તેના બે જોડિયા બાળકો છે). પેરાઉલ્ટએ આ નામ કાઢી નાખીને, તેણીનું કોઇ નામ રાખ્યું નથી, અલબત્ત રાજકુમારીની બાળકીનું નામ લી’ઔરોર રાખ્યું છે. બ્રધર્સ ગ્રિમે ૧૮૧૨ના પોતાના સંગ્રહમાં રાજકુમારીનું નામ “બ્રાયર રોઝ” રાખ્યું હતું. આ ફેરફારને ડિઝનીએ પોતાની ફિલ્મમાં પણ અપનાવ્યો હતો, તેમાં પણ તેનું નામ ઔરોરા હતું. ટેલિસ્ટોરી પ્રેઝન્ટ્સમાં જ્હોન સ્ટેજીયને રાજકુમારીનું નામ “રોઝબડ” રાખ્યું હતું.

બ્રધર્સ ગ્રિમે પોતાના સંગ્રહ (૧૮૧૨)માં એક નવો પ્રકાર, બ્રાયર રોઝ નો ઉમેરો કર્યો હતો. પેરાઉલ્ટ અને બેઝાઈલે રજૂ કરેલો અંત હવે સામાન્ય થઇ ગયો હોવાથી આ વાર્તાને ટૂંકી કરવામાં આવી હતી અને તેમાં રાજકુમારના આગમન સાથે વાર્તા પૂરી થાય છે.

ગ્રિમની વાર્તાના કેટલાક ભાષાંતરમાં રાજકુમારીનું નામ રોઝામન્ડ આપવામાં આવ્યું છે. એવું મનાય છે કે બ્રધર્સે આ વાર્તા પેરાઉલ્ટની આવૃત્તિ પરથી ઉતરી આવેલી હોવાના કારણોસર આ વાર્તાને નકારી કાઢી હતી, પરંતુ બ્રાઇનહિલ્ડ વાર્તાની ઉપસ્થિતિને કારણે તેઓ એક સત્તાવાર જર્મન કથા તરીકે આનો સમાવેશ કરવા તૈયાર થયા. હજુ સુધી, તે વાર્તાના જર્મન પ્રકાર તરીકે જ ઓળખાય છે, અલબત્ત તેમાં પેરાઉલ્ટનો પ્રભાવ તો છે જ.

પોતાની વાર્તાઓની પ્રથમ આવૃત્તિમાં બ્રધર્સ ગ્રિમે એક ખંડિત પરીકથા, ધી એવિલ મધર-ઇન-લૉ નો પણ સમાવેશ કર્યો હતો. આ વાર્તા બે બાળકોની માતાના લગ્ન સાથે શરૂ થાય છે અને પેરાઉલ્ટની કથાના બીજા ભાગમાં નિરૂપણ કરાયા પ્રમાણે, તેની સાસુ સૌપ્રથમ તેના બાળકોને અને ત્યારપછી નાયિકાને આરોગવાનો પ્રયાસ કરે છે.

પેરાઉલ્ટની આવૃત્તિથી વિપરીત, નાયિકા પોતે જ ડિશમાં કોઈ પ્રાણીને ભેળવી દેવાનું સૂચન કરે છે. પોતાના બાળકોને પોતે રડતાં રોકી શકશે નહીં અને સાસુના ધ્યાનમાં બાળકોનો અવાજ આવી જશે તેવી નાયિકાની ચિંતા સાથે વાર્તાના આ ભાગનો અંત આવે છે. ફ્રેન્ચ ભાષાનું પ્રભુત્ત્વ ધરાવતી ઘણી જર્મન વાર્તાઓની જેમ તેની બાદમાં આવૃત્તિ પ્રસિદ્ધ થઇ ન હતી.

ઇટાલો કેલ્વિનોએ ઇટાલિયન ફોકટેલ્સ માં એક પ્રકાર ઉમેર્યો હતો. આ પ્રકારમાં નાયિકાની નિંદ્રાનું કારણ તેની માતાની બેવકૂફીભરી ઇચ્છા હોય છે. તેને એક જ પૂત્રી હોત તો પણ તેને તેની પુત્રીનું પંદર વર્ષની ઉંમરે ત્રાકમાં આંગળી આવી જઇને મૃત્યુ પામવાની કોઇ દરકાર ન હતી. પેન્ટામીરોન માં જણાવવામાં આવ્યા પ્રમાણે, નાયિકાની નિંદ્રાવસ્થામાં રાજકુમાર તેની ઉપર બળાત્કાર ગુજારે છે.

નાયિકા બે બાળકોને જન્મ આપે છે અને તેમાનું એક બાળક નાયિકાની આંગળી ચૂસીને તેને નિંદ્રાવશ રાખનારું તત્વ બહાર ખેંચી કાઢે છે, ત્યારબાદ નાયિકાની નિંદ્રા તૂટે છે. નાયિકાના બાળકોને ખતમ કરવાનો પ્રયાસ કરનારી રાજાની માતા નહી પણ તેની પત્ની હોય છે તે બાબતને ઈટાલોએ યથાવત રાખી છે, પરંતુ એવો ઉમેરો કર્યો છે કે તે પોતે બાળકોને ખાવા માગતી નહોતી પણ તે રાજાને પીરસવા માગતી હતી. ઈટાલોનું વર્ઝન કેલાબ્રિયાથી ઉતરી આવ્યું છે, પરતુ તેણે એ વાતની નોંધ લીધી છે કે તમામ ઈટાલિયન વર્ઝન બેઝાઇલના વર્ઝનથી ઘણા નજીક છે.

સન, મૂન, એન્ડ તાલિયા ઉપરાંત, બેઝાઇલે આરને-થોમસન વર્ગના વધુ એક પ્રકાર ‘ધ યંગ સ્લેવ ’નો પણ ઉમેરો કર્યો છે. ગ્રિમ્સે બીજો, વધુ નજીકનો પ્રકાર ધ ગ્લાસ કોફિન નો પણ સમાવેશ કર્યો છે. જોસેફ જેકબે એવી નોંધ કરી છે કે આ વાર્તા અને તેની મોર ઈંગ્લિશ ફેરી ટેલ્સ માંની જીપ્સી વાર્તા ધ કિંગ ઓફ ઈંગ્લેન્ડ એન્ડ હિઝ થ્રી સન્સ માં સ્લીપિંગ બ્યૂટીનું નિરૂપણ એકસરખું હતું.

ધ સિક્સ સ્વાન્સ પરીકથામાં રાજાની માતા પોતાની નવી વધુનું જે સ્વાગત કરે છે તેને દોહરાવવામાં આવ્યું હતું. ધ ટ્વેલ્વ વાઇલ્ડ ડક્સ માં પણ રાજાની માતાનું નિરૂપણ કરાયું છે, પરંતુ આ વાર્તામાં ફેરફાર કરીને માનવભક્ષણની વાત પડતી મૂકવામાં આવી હતી.

કેટલીક લોકમાન્યતાઓ, સ્લીપિંગ બ્યૂટી એ ચંદ્રનું વર્ષ (જેમાં ૧૩ મહિના છે, જેને ૧૩ પરીઓના રૂપમાં પ્રતીકાત્મકરીતે રજૂ કરવામાં આવ્યા છે)નું સ્થાન લેતા સૌર વર્ષ (જેમાં ૧૨ મહિના છે, અને આમંત્રિત પરીઓ તેનું પ્રતીક છે)નો સંકેત હોવાની તરફ ઈશારો કરે છે.

જો કે, માત્ર ગ્રિમ્સની વાર્તામાં જ દુષ્ટ પરીને તેરમી પરી તરીકે દર્શાવવામાં આવી છે; પેરાઉલ્ટની વાર્તામાં તે આઠમી પરી હતી. પેરાઉલ્ટની વાર્તાના જાણીતા વિષયો અને તત્વો: બાળકની તમન્ના, શાપિત ભેટ, અટળ ભાવિ, કાંતનાર, વીરતાપૂર્ણ શોધખોળ, ઓગરે સાવકી મા, મસિહા દ્વારા બચાવ. પાપ દ્વારા નિંદ્રાધિન મૃત્યુ માટે હાવભાવ તરીકે નિંદ્રા, અવેજ પીડિત,

કેટલીય કાલ્પનિક પરીકથાઓના પુનઃકથન માટે સ્લીપિંગ બ્યૂટી લોકપ્રિય બની છે. કથાઓમાં મર્સિડીઝ લૉકીની એલિમેન્ટલ માસ્ટર્સ , નવલકથા ધ ગેટ્સ ઓફ સ્લીપ , રોબિન મેકનેલીનીસ્પિન્ડલ’સ એન્ડ , ઓર્સન સ્કોટ કાર્ડની એન્ચેન્ટમેન્ટ , જેન યોલેનની બ્રાયર રોઝ , સોફી મેસનની ક્લેમેન્ટાઈન અને એન રાઈસની સ્લીપિંગ બ્યૂટી ટ્રાયોલોજીનો સમાવેશ થાય છે.

પરી ધર્મમાતા દ્વારા અપાયેલો શ્રાપને આ વાર્તામાંથી લઈને ઘણાં સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યોર્જ મેકડોનલ્ડે પોતાની સ્લીપિંગ બ્યૂટી પરોડી- ધ લાઇટ પ્રિન્સેસ માં તેનો ઉપયોગ કર્યો હતો, જેમાં દુષ્ટ પરી ધર્મમાતા રાજકુમારીને મૃત્યુનો નહીં પણ ગુરુત્વાકર્ષણ ગુમાવી દેવાનો શ્રાપ આપે છે – જેને લીધે રાજકુમારી પોતાનું વજન ગુમાવી બેસે છે. એન્ડ્રુ લંગનાં પ્રિન્સ પ્રિજીયો માં, પરીઓમાં વિશ્વાસ નહી ધરાવતી રાણી, પરીઓને આમંત્રિત કરતી નથી.

કોઈ રીતે પરીઓ આવે છે અને સારી ભેટ આપે છે, પરંતુ છેલ્લી પરી કહે છે કે “તે ખૂબ જ ચતુર બનશે” – આ ભેટના પરિણામો બાદમાં જ છતાં થાય છે. પેટ્રિસિયા વ્રેડેનાં એન્ચેન્ટેડ ફોરેસ્ટ ક્રોનિકલ્સ માં, રાજકુમારી એવો વિલાપ કરે છે કે તેને નામ પાડતી વખતે શ્રાપ આપવામાં આવ્યો નહોતો.

જ્યારે અન્ય પાત્રો સૂચવે છે કે ક્રોનિકલ્સ ફેરી ટેલ સેટિંગમાં પણ રાજકુવરીઓ ન હતી. તે ફરિયાદ કરે છે કે તેના કિસ્સામાં નામાંકનમાં દુષ્ટ પરી ચોક્કસ આવી હતી, "હેડ ધ વન્ડર ફૂલ ટાઈમ", અને રાજકુવરીને તેની યોગ્ય પરીકથા ભૂમિકાની ભજવવાનો કોઇ પણ વિકલ્પ આપ્યા વગર છોડી દે છે.

એન્જલા કાર્ટરના ધી બ્લડી ચેમ્બરમાં સ્લીપિંગ બ્યૂટીનું ‘ધ લેડી ઓફ ધ હાઉસ ઓફ લવ’ શીર્ષક હેઠળ આધુનિક પુનઃકથન આપવામાં આવ્યું છે. કથાના મૂળ વિષયવસ્તુમાં એન્જલાએ ઘણી છૂટછાટ લીધી છે, તેમછતાં તેણી જેને ‘ગુપ્ત માહિતી’ કહે છે તેને તેણે અકબંધ રાખ્યો છે. ઉદાહરણ તરીકે, એન્જલાની કથામાં કથાના મુખ્ય પાત્રનો નિંદ્રાવશ નહી પણ ઊંઘમાં ચાલનારી વ્યક્તિ તરીકે વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કથા એક ટ્રેન્ઝિલવેનિઅન લોહી ચૂસનાર શાપિત સ્ત્રીના જીવનની આસપાસ ઘૂમે છે, અને એક યુવાન સૈનિક પોતાની નિર્દોષતા વડે તેણીને શ્રાપમાંથી મુક્તિ અપાવે છે.

વેકિંગ રોઝ એ આ વાર્તાનું આધુનિક સ્વરૂપ છે. કથાની નાયિકા, રોઝ (આ નામ બ્રાયર રોઝ પરથી રાખવામાં આવ્યું છે) કોમામાં સરી પડે છે; નાયિકાનો પુરૂષમિત્ર તેને બે ડોક્ટરોથી બચાવે છે, કેમ કે નાયિકા અગાઉ જાણી ગઇ હોય છે કે આ ડોક્ટરો લોકોને ગેરકાયદેસર રીતે મારી નાખીને તેમના અંગોને કાળાબજારમાં વેચી દેતા હતા. આ કથા સર્લાલ્યૂન વેબસાઇટ પર મૂકવામાં આવી નથી, અલબત્ત આ શ્રેણીના અન્ય પુસ્તકો મૂકવામાં આવ્યા છે.

એનાલિઝ ઇવાન્સની “નાઇટ્સ’ રોઝ”માં સ્લીપિંગ બ્યૂટીના બીજા ભાગના તત્વોને જાળવી રાખવામાં આવ્યા છે. વાર્તાની નાયિકા રોઝમેરી એડનબર્ગ (રાજકુમારી) પોતાનું મન સમગ્ર ઓર્ગરે જાતિને નેસ્તનાબુદ કરવા માટે સજ્જ કરે છે. પોતાની યાત્રા દરમિયાન, તેની સાથે તેનો સલાહકાર એમ્બ્રોઝ ન્યુઈટ અને વેમ્પાયર (એક લોહી ચૂસનાર વ્યક્તિ) લોર્ડ ગેરેથ શેનલી જોડાય છે.

પ્યુઅર્ટો રિકોની લેખિકા રોઝારિયો ફેરેના ‘ધ યંગેસ્ટ ડોલ’ વાર્તાસંગ્રહમાં ‘સ્લીપિંગ બ્યૂટી’ શીર્ષક ધરાવતી એક વાર્તા છે. આ વાર્તામાં પરીકથામાં રહેલા ઘણાં બધા તત્વો છે.

KIRTI TRAMBADIYA

kirtipatel.saraswati@gmail.com