ઓહ ! નયનતારા - પ્રકરણ 13 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા - પ્રકરણ 13

ઓહ નયનતારા


પ્રકરણ -13

ચોવીસ કેરેટ સોના જેવો શુધ્ધ પ્રેમ


નયનતારા મારી સામે કંઈક અલગ અંદાજમાં જોતી હતી. પ્રેમ સાથીના મનની ભાષા સમજવાનો શબ્દકોષ છે. એટલે મને ખબર પડી ગઈ કે નયનતારા મારી સાથે એકાંતમાં કંઈક કરવાની ઈજાજત માંગે છે.


એટલે બધા મિત્રોને 'થોડીવારમાં આવીએ છીએ' એવું કહીને હું અને નયનતારા થોડે દૂર .જતાં રહ્યાં.


'
ચાલો આપણે બન્ને ઉપર ટેરેસ પર જઈએ. મારે તારી સાથે એકાંત માણવુઅં છે. ફકત પાંચ-દસ મિનિટ માટે, બધા વાતોમાં મશગૂલ છે. જલદી કર હવે, નહીંતર ડીનર માટે આપણને બોલાવશે.' નયનતારાને કાંઈક બેચેની થતી હોય તે રીતે બોલતી હતી.



અમે બંન્ને પ્રેમકુમારના ફાર્મહાઉસમાં બનાવેલાં સુંદર બંગલાની ટેરેસ પર પહોંચી ગયાં. નયનતારાએ મારો હાથ સખ્તાઈથી પકડી રાખ્યો છે.

' નયનતારા ! અહીંયા શા માટે તું મને લઈ આવી છે ?' તેનો હાથ દબાવતા હુઅં બોલ્યો.


'
મારા દિલમાં અને શરીરમાં કાંઈક થાય છે, કેટલાય દિવસોથી હું તને ઝંખું છું. એકઝામની તૈયારી અને તારી ક્રિકેટ ટુરની તૈયારીના કારણે મને એવું લાગે છે થોડું અંતર વધી ગયું છે.' નયનતારા મારી આંખોથી આંખો મીલાવીને બોલતી હતી.


'
નયનતારા ! એકઝામની તૈયારી વખતે આટલી ગંભીરતા ના હોવી જોઈએ. મગજને ફ્રેશ રાખવાની કોશિશ કર, થોડા દિવસ માટે મારા વિચારો મગજમાંથી દૂર કરી નાખવાં પડશે નહીંતર તારી એકઝામ પર ઊલટી અસલ થશે.' નયનતારાના ચહેરા પર બન્ને હાથ રાખીને હું બોલ્યો.


'
કોશિશ કરું છું પણ મારાથી રહેવાતું નથી. હજી પણ મને વિશ્વાસ આવતો નથી કે હું શા માટે તારા પ્રેમમાં આટલી તડપું છું ? પ્રેમમાં પડવાથી લોકો આટલા ભાવુક શા માટે બની જાય છે ? અને અમારા મેડિકલ ફિલ્ડમાં થોડું કઠણ કાળજું રાખવું જરૂરી છે છતાં પણ હું લાચાર છું તારી એક ઝલક માટે આ નયનતારા તરફડિયાં મારે છે. તારા વિના મારી જિંદગી ખાલી ખાલી લાગે છે.' નયનતારાની આંખોની કોર ભીની થઈ જાય છે. તેના અશ્રુબિંદુઓ મારી હથેળીને સ્પર્શે છે.



અચાનક નયનતારા મારા શરીર સાથે એક વેલની જેમ લપેટાય છે. નયનતારાને થોડી ખબર છે કે મારી હાલત પણ તેના જેવી છે ! મારી કસરતી છાતીને નયનતારાના મુલાયમ અંગોનો સ્પર્શ જયારે જયારે થાય છે ત્યારે દિલમાં તોફાનો સર્જાય છે અને સમણાંઓ શિકારી બાજની જેમ ચકરાવા મારે છે. નયનતારાની આંખોમાં નિર્દોષ પંખીણીના ભાવ દેખાય છે. મારા હોઠ તેની નિર્દોષ આંખોને વારાફરતી ચૂમે છે. ઈચ્છા થાય છે કે નયનતારાના આંસુઓ હું પી જાઉં. મારું નાજક દિલ નયનતારાને રડતી જોવા માગતું નથી. નયનતારા જેવી નિર્દોષ પ્રેમની દેવીની આંખોમાં વિરહની વેદનાના ભાવ જોઈને શિકારી બાજ જેવા મારા સમણાંઓ ઊડી જાય છે. હજીપણ નયનતારા મારા શરીર સાથે વિંટળાયેલી છે. જાણે એક ઝાડના થડ ફરતે તાજી કૂંપળો ફૂટેલી લતા વિંટળાઈ ગઈ !



કયારેક વિચાર આવે છે કે નયનતારા ઓર્થૉપેડિક સર્જન બન્યા પછી આટલી લાગણીશીલ રહેશે તો કદી પણ ઑપરેશન નહીં કરી શકે ! ઑર્થૉપેડિક સર્જનને તો કેવા કેવા અઘરા ઑપરેશન કરવા પડે છે ! અકસ્માતે અધમૂવા થયેલાં શરીરો, હાડકાઓનાં ભૂક્કા થઈ ગયેલાં શરીરો, લોહી નીતરતાં શરીરો જોઈને આ નિદોઁષ નયનતારા ભવિષ્યની ઓર્થૉપેડિક સર્જન કદાચ પોતે જ બેભાન થઈ જશે ?



નયનતારા મને ધણીવાર કહેતી કે 'હું તો તારા શરીરની ગંધની કાયર બની ગઈ છું.' તેની નજર સમક્ષ અકસ્માતે ઘાયલ થયેલા બીજાના શરીરને ઑપરેશન થિયેટરમાં ઑપરેશન કરતી વખતે નયનતારાના હાથ વાઢકામ કરી શકશે ? બીજાના શરીરને આટલો પ્રેમ કરનારી આ ડૉકટર કોઈના શરીર પર કાપો મારી શકશે ?



પછી વિચાર આવે છે કે 'ઘોડો ઘાસ સાથે દુશ્મની કરે તો ખાશે શું ?' એવું માનીને નયનતારા પણ બદલી જશે અને કોઈકની જિંદગી બચાવવી હોય તો લાગણીવેડા છોડવા પડે છે. જો બધા ડૉકટરોમાં અહિંસાના ભાવ પેદા થાય તો બધા દર્દીઓની હાલત શું થાય ?



તમે પ્રેમ જે વ્યકિતને કરો છો તેના માટે તમે કેટલું વિચારો છો ? એટલે જ લોકો કહે છે કે પ્રેમમાં પડયા પછી કદી વિચારા કરવાનો નહીં અને અહીંયા ઊલટું છે, પ્રેમમાં પડયા પછી સતત વિચારો જ મગજમાં પેદા થાયે રાખે છે.


'
કેમ આટલો ગંભીર બની ગયો છે ? મારી ચિંતા કરે છે ?' નયનતારા મારી છાતી પર માથું રાખીને લાગણીવશ થઈને બોલે છે.

'
કાંઈ નહીં, બસ તારા શરીરની ઉષ્માને કારણે મારા વિચારો ઓગળતા હતા.' મેં જરા ગંભીર થઈને કહ્યું.


'
હવે તો છૂટા પડો, લગ્ન પછી કેટલીય રાત આવશે તમને બન્નેને પ્રેમ કરવાં માટે કે એક દિવસમાં આખી જિંદગીનો પ્રેમ કરી લેવો છે કે શું ? ચાલો બેટા, ભૂખ લાગી નથી તમોને ?' રચનાભાભી અમોને લાગણીભર્યા અવાજે બોલ્યા.



ધીરે ધીરે ફાર્મહાઉસની સીડીનાં પગથિયાં ઉતરી અમે ત્રણે બહાર સ્ટેજ પાસે પહોંચીએ છીએ. મ્યુઝીકલ પાર્ટીવાળા 'એક દુજે કે લિયે' ફિલ્મનું ગીત સંગીતના તાલે તેના ગાયકો ગાવાનું શરૂ કરે છે.


'હમ તુમ દોનો જબ મીલ જાએંગે,
એક નયા ઇતિહાસ બનાએંગે,
ઔર અગર હમ ના મીલ પાએંગે,
તો ભી એક નયા ઇતિહાસ બનાએંગે...'



રચનાભાભી મારા મમ્મી પાસે ગયા અને કહે છે કે, 'ભાભી,આ તમારા બન્ને ગુનેગારને તમારી સામે હાજર કરું છું અને જલદીથી તમારા અમદાવાદના વેવાઈને કહો કે આ બન્ને ગુનેગારની સજાની જાહેરાત માઈક પરથી જલદી સંભળાવે.'



રચનાભાભીની વાત સાંભળીને નયનતારા ચમકી જાય છે અને મારી સામે તેની બન્ને આંખોમાં પ્રશ્રાર્થચિહ્ન નજરે પડે છે !



અમારા બન્નેની સમજમાં આવી ગયું કે અમદાવાદવાળા વેવાઇ એટલે મારા ભાવી સસરા અને નયનતારાના ડેડી મુકુન્દરાય ધોળકિયા સિવાય કોઈ ના હોઈ શકે.



અચાનક મમ્મી અને પપ્પા બન્ને મ્યુઝિક પાર્ટીના સ્ટેજ તરફ રવાના થાય છે. ત્યારે પ્રિયા અમારા બન્નેના હાથ પકડીને અમોને ખુરશી પર બેસાડે છે અને પોતે અમારા બન્ને વચ્ચેની ખુરશીમાં બેસે છે.

માઈક પરથી એક અગત્યની જાહેરાત સંભળાય છે :'અહીંયા ઉપસ્થિત થયેલા અમારા માનવંતા મહેમાનોનું ખરા દિલથી સ્વાગત કરીએ છીએ. મારા પુત્રની જન્મદિવસની પાર્ટી તો ફકત બહાનું છે. પણ આ પાર્ટી હકીકતમાં આપ સૌને એક સરપ્રાઈઝ આપવા માટે રાખવામાં આવેલી છે અને આ સરપ્રાઈઝ શું છે? તેની ચોખવટ અમારા તાજા બનેલા અમદાવાદી વેવાઈ મિ. મુકુન્દરાય ધોળકિયાના મુખેથી સાંભળવા આપ સૌને મારી નમ્ર વિનંતી છે.' અને મારા પપ્પા મુકુન્દરાયને સ્ટેજ પર આવવા વિનંતી કરે છે.


'
લેડીઝ એન્ડ જેન્ટલમેન, હવે સરપ્રાઈઝની જાહેરાત કરું છું જે અહીંયા ઉપસ્થિત મોટાભાગના લોકોને ખબર પડી ગઈ હશે કે આ સરપ્રાઈઝ શું છે ? પણ આ સરપ્રાઈઝ મારા જમાઈ અને મારી પુત્રીને મારા તરફથી તેની જિંદગીની અમૂલ્ય ભેટ હોઈ શકે છે અને બીજી વાત એ છે કે અત્રે મારી ઉપસ્થિતિ પણ મારા દીકરી અને જમાઈ માટે એક સરપ્રાઈઝ છે. આપનો વધુ સમય લેવા નથી માગતો માટે આ સરપ્રાઈઝ એ છે કે હું મુકુન્દરાય ધોળકિયા મારી પુત્રીની સગાઈ અહીંના જાણીતા વેપારીના પુત્ર જેના જન્મદિવસની આજે પાર્ટી રાખેલી છે તેની સાથે કરવામાં આવે છે અને સત્તર વર્ષ પહેલા મારા મિત્ર એટલે કે મારા નવા બનેલા વેવાઈ શ્રી કૈલાશભાઈએ કરેલી મારી પુત્રીની માંગણી સ્વરૂપે મારી પુત્રીને આજે તેની પુત્રવધૂના સ્વરૂપે આપી અને મારી મિત્ર તરીકેની ફરજ અદા કરું છું.' તાળીઓના ગડગડાટ, મારા મિત્રોના ચિત્રવિચિત્ર અવાજો, અમુક મિત્રોના મુખેથી નીકળતા સીસોટીના અવાજો, મ્યુઝીકલ પાર્ટીના સંગીતોના અવાજો વચ્ચે બે વ્યકિત અવાચક અને દિગ્મૂઢ બની ગઈ હતી.



હું અને નયનતારા કોઈ ભળતી જગ્યાએ આવી ગયા હોય તેમ એકબીજાની સામે બાઘાની જેમ જોતાં હતાં અને ઉપસ્થિત લોકો આ નઝારો જોતા રહી ગયા.(પંચાલ) લુહાર પુત્ર અને નાગરપુત્રીની સગાઈ નેવું પછીના આધુનિક જમાના માટે કોઈ નવી વાત રહી નથી પણ એક ડૉકટર અને દસ ધોરણ પાસ વેપારી પુત્રની સગાઈ, આ બાબત લોકો માટે કાંઈ નવી લાગતી હતી, જે પાર્ટીમાં ઉપસ્થિત અમુક લોકોની ગુસપુસ પરથી સાબિત થતી હતી.


જે હોય તે. મારી અને નયનતારાની જિંદગીનો અહીંયા એક પડાવ પૂરો થયો છે. પણ હું પોતાને સૌથી નસીબદાર માણસ ગણું છું કારણ કે મને અત્યાર સુધી તમામ લોકો તરફથી સુખ અને પ્રેમ સિવાય કાંઈ પણ મળ્યું નથી અને બીજું કાંઈ પણ મળવાની આશા પણ રાખતો નથી.



અચાનક મારા અને નયનતારાના બન્નેના ખભે મારી હમઉમ્રનો માણસ હાથ રાખે છે. અમને બન્નેને એકીસાથે આલિંગન કરે છે. એ માણસના ચહેરાને જોતાં જ મારા ચહેરા પર આશ્વર્યના ભાવ સ્પષ્ટ નજરે ચડે છે.


'
ઓહ રાહુલ તું...! તું અચાનક અહીંયા કયાંથી આવી ચડયો. બે દિવસથી તું તો અમદાવાદ હતો ?' મારા મુખેથી આશ્વર્યકારક ઉદ્દગારો સરી પડે છે.


'
તને અને મારી ભાણેજ નયનતારા બન્નેને એમ હશે કે રાહુલમામાને તમારા ચક્કરની જાણ નથી ? સાચું બોલજો તમે બન્ને ! હું સાચો છું કે ખોટો ?'


'
સોરી, રાહુલ યાર.'


'
બે દિવસ પહેલા મુકુન્દકુમાર અને હર્ષિદાબહેનના આગ્રહથી મારે અમદાવાદ જવું પડયું અને તેમની સાથે જ અમે બપારે ત્રણ વાગે અહીંયા પરત આવ્યા. આ સરપ્રાઈઝની તૈયારીની શરૂઆત બે દિવસ પહેલા તારા પપ્પા, પ્રિયા અને તારા મામાજી (એટલે હું) એ કરી લીધી હતી. મુકુન્દકુમારે તો એક મહિના અગાઉ તમારા બન્નેની વાત ઉચ્ચારી હતી. ફકત તારા વિશે વધારાની જાણકારી મેળવવા માટે જ મુકુન્દકુમારે મને અમદાવાદ બોલાવ્યો હતો.પણ મને એક વાતનો હજુ પણ વિશ્વાસ બેસતો નથી કે નયનતારા જેવી સ્માર્ટ છોકરી તારા જેવા પાગલનાં પ્રેમમાં શા માટે પડી ? સાચુંને નયનતારા !' રાહુલ પોતાની કથની પૂરી કરે છે.


'
રાહુલિયા ! તારી ભાણેજ તો મારા કરતાં પણ વધારે પાગલ છે અને આ પાગલ છોકરીને તમારો કોઈ નાગરનો છોકરો પરણવાની હિંમત કદી કરે નહીં.' રાહુલના સવાલનો જવાબ આપતા હું બોલ્યો.


'
નયનતારા ! આ મારો દોસ્તાર રોજ સવારે અને સાંજે ક્રિકેટ પ્રેકટીસમાં મારી સાથે જ હોય છે. પણ આટલા દિવસોમાં કદી પણ તારી સાથે ચક્કર ચાલુ છે તેનો ઉલ્લેખ કર્યો નથી. પણ શશાંકે મને બે મહિના પહેલા જાણ કરી હતી એટલે મેં મુકુન્દરાયને વાત કરી ત્યારે તેણે મને કહ્યું કે બે દિવસ પહેલા જ તારા પપ્પા, સૉરી ! તારા સસરા સાથે બધી વાતની ચોખવટ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં બન્નેની સગાઈ કરવાની છે. જે હોય તે તારો હસબન્ડ બહુ પેક માણસ છે. લાંબો ભરોસો કરવા જેવો માણસ નથી. તું મારી ભાણેજ છે એટલે તને અગાઉથી ચેતવવી જરૂરી છે.' રાહુલ મારી સામે આંખનો ઈશારો મારીને બોલ્યો.


'
જો રાહુલિયા ! હજુ પણ સમય છે, તને પસંદ ના હોય તો તારી ભાણેજને પાછી લઈ જઈ શકે છે.' રાહુલના ખભે હાથ રાખીને હું બોલ્યો.


'
એ...પાપેટ ! મારા મામા સાથે મોં સંભાળીને વાત કરજે. આજથી તારી દાદાગીરી બંધ અને મારી દાદાગીરી ચાલશે. તને મંજૂર છે કે નહીં ?' નયનતારામાં અચાનક જોશ આવતા બોલી.



કેમ ! અત્યાર સુધી તો આંખોમાંથી આંસુ દડદડ નીકળતાં હતાં ત્યારે તારો રાહુલમામા કયાં હતો અને અત્યારે રાહુલમામા - રાહુલમામા બોલતા થાકતી નથી.' નયનતારાને ધમકી આપતાં હું બોલ્યો.


'
જોયું રાહુલમામા !...તમારા દોસ્તારે અત્યારથી પત્ની ઉપર જોહુકમી શરૂ કરી દીધી. અને સમજાવો કે નાગરની દીકરી સામે સભ્યતાથી વાત કરવી પડે છે. '


'
નયનતારા ! સાંભળ હવેથી તું લુહારની પત્ની બનવાની છે. એટલે તારે લુહારના દીકરાની હથોડા જેવી કાઠિયાવાડી ભાષાનો સામનો કરવો પડશે અને અમારી જામનગરી ભાષા તો સવાઇ કાઠિયાવાડી છે.' નયનતારાને ચેતવણી આપતા કહ્યું.


'
રાહુલમામા ! તમારો દોસ્તાર ભલે દસ ધોરણ ભણેલો હોય પણ મોટો પુસ્તકિયો કીડો છે. તેના ઘરમાં લાઈબ્રેરીમાં ઢગલાબંધ પુસ્તકોનો ખજાનો છે અને તેને ભાષાઓનુ સારું જ્ઞાન છે.' નયનતારા બોલી.



પાટીઁમાંથી એક પછી એક એમ તમામ લોકો વિદાય લે છે. મમ્મી, પપ્પા અને પ્રિયા ગંભીરઅંકલ સાથે રવાના થયા. ધોળકિયાસ્હેબ અને મારા સાસુ હર્ષિદાબેન અમારી તરફ આવતા નજરે પડે છે એટલે નયનતારાની આંખોમાં ચમક આવી ગઈ અને ખુરશી પરથી ઊભી થઈ અને મારી બાજુમાં આવી જાય છે.

મારા સાસુને જોયા પછી ખબર પડી કે નયનતારા શા માટે આટલી ખૂબસૂરત દેખાય છે ! મને લાગ્યું કે ભગવાને નાગર સ્ત્રીઓને બનાવવામાં વધુ પડતી ચીવટ રાખી હશે ! આ બાબત નાગર પુરુષોને પણ એટલી જ લાગુ પડે છે. પેઢી દર પેઢીએ ખૂબસૂરતીમાં ઔર વધારો થતો ગયો હશે. જેમ નવી નવી ટેકનોલોજીના કારણે અન્ય ચીજો પણ જમાનાને અનુરૂપ બનવા લાગી છે એટલે જ નયનતારા નાગર કોમની ખૂબસૂરતીની ટેકનોલોજીનું છેલ્લું મોડેલ હોય તેવું મને લાગ્યું. આ ફેરફાર મારા સાસુ અને નયનતારાને જોતાં જ સાફ નજરે ચડે છે.



હું અને નયનતારા વારાફરતી મારા સાસુ અને સસરાને પગે લાગીએ છીએ અને મારાસાસુ હર્ષિદાબેન કહે છે : 'નયનતારાને આજ સુધી મેં આટલી ખુશ જોઈ નથી અને તમારે જિંદગીભર આથી પણ વધારે ખુશ રાખવી પડશે અને તેનું વચન આપવું પડશે.'



નયનતારા તેની મમ્મીની પાસે જઈને તેના ગળે ફરતે હાથ વીંટાળીને મારી સામે તોફાની નજરથી આંખોના અવનવા ભાવ દર્શાવે છે. મા અને દીકરીને જોતા મને ખ્યાલ આવી ગયો કે પચાસ વર્ષની ઉંમરે નયનતારાનો દેખાવ કેવો હશે ?



પાટીઁમાંથી વિદાઈ લઈને મારા સાસુ, સસરા, રાહુલ અને નયનતારાને તેના મામાના ઘરે જે નાગરપરામાં આવેલું છે ત્યાં મૂકી આવી ઘરે પહોંચું છું. રાબેતા મુજબ પ્રિયા દરવાજો ખોલે છે અને તેની બટકબોલી આંખોમાં ભાઈ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ નજરે દેખાય છે.


'
જોયું ને ભાઈ ! પ્રિયાએ કેવી કમાલ કરી દેખાડી છે ? તમને બન્નેને અંધારામાં રાખીને તમારી સગાઈ કરી નાખવાનો આપણો પ્લાન કેવો લાગ્યો ? કદાચ તારી બહેને મહેનત ના કરી હેય તો નયનતારા જેવી ખૂબસૂરત છોકરી તારા નસીબમાં ના હોય.' પ્રિયા મારા ખભા પર હાથ રાખીને મને સમજાવતી હતી.


'
ઓ.કે. પ્રિયા, હવે હું પણ તારા માટે આવી જ રીતે એક સુંદર છોકરો શોધી આપીશ અને યને વચન આપું છું કે તારી સગાઈ પણ હું તમને બન્નેને અંધારામાં રાખીને કરાવીશ.' મારા જવાબથી પ્રિયા શરમાઈને રૂમમાં ચાલી જાય છે.



જિંદગી આટલી ખૂબસૂરત હશે રહીરહીને સમજમાં આવતું ગયું ! પિતા અને માતા પ્રત્યેનો પ્રેમ, ભાઈનો બહેન પ્રત્યેનો પ્રેમ, પત્નીનો પતિ પ્રત્યે પ્રેમ, મિત્રો સાથેનો પ્રેમ અને માણસના પોતાના ધંધા તથા શોખ પ્રત્યેનો પ્રેમ, રમતગમત પ્રત્યેનો પ્રેમ,બસ પ્રેમ અને પ્રેમ,અત્ર તત્ર સર્વત્ર મને પ્રેમ સિવાય કાંઈ દેખાતું જ નથી. જાણે કે હું પોતે પ્રનો જથ્થાબંધ વેપારી બની ગયો તેવી લાગણી મારા વેપારી દિમાગમાં પેદા થતી હતી અને મારી પાસે પ્રેમનો સ્ટોક એટલો વધી ગયો કે નાછૂટકે મારે એકની સાથે એક ફ્રી એવી સ્કીમ કાઢવી પડે છે. વેપારીના પ્રેમ સાથે ગ્રાહક પ્રત્યેનો પ્રેમ તદ્દન મફત,છે ને જોરદાર સ્કીમ ? પણ આ સ્કીમના કારણે મારા પ્રેમનું વેચાણ બમણું થયું કારણ કે મારા પ્રેમ ચોવીસ કેરેટ સોના જેવા શુધ્ધ છે. જયારે બીજા વેપારીઓનો પ્રેમ ભેળસેળવાળો હોવાથી ઊલટાનું તેનું વેચાણ ધટી ગયું છે.