Whats App Love - 9 books and stories free download online pdf in Gujarati

Whats App Love - 9

whats app love-9

(વીતેલી ક્ષણો: પ્રેમ હવે અમદાવાદ જવાનો હતો, પોતાની પ્રેમિકા હેતલ પાસે.. અને સેલેરી પણ સારી હતી. પ્રેમની બહેન સ્વરા પ્રેમના રૂમમાં આવી હતી પ્રેમને મનાવવા અને તેને ખુશ કરવા. પણ પ્રેમ ત્યાં ન હતો. એટલે તેને રાહ જોવાનું વિચાર્યું. અચાનક જ પ્રેમના ફોનમાં તેને પ્રેમ અને હેતલનું ચેટ જોયું. ત્યાં જ પ્રેમ આવી ગયો.)

હવે આગળ...

પ્રેમ પોતાની બહેન સ્વરાને પોતાની રૂમમાં જોઈ ચોંકી ગયો અને બોલ્યો “સ્વરા તું અહિયાં? કેમ કઈ કામ હતું?” સ્વરાએ પોતાના હાથમાં રહેલો ફોન ઝડપથી નીચે મુક્યો અને કઈ થયું જ ન હોય તેવો ઢોંગ કરતા કહ્યું “બસ એમ જ આવી છું. મારા ભઈલા પાસે ના આવી શકું?”

પ્રેમ: આવી જ શકે ને. શા માટે નહિ? મને ખબર છે તારે કઈ કામ હશે.

સ્વરા: કઈ જ નહિ. બસ તારી સાથે ટાઇમ સ્પેન્ડ કરવા આવી છું.

પ્રેમ સ્વરાની નજીક ગયો. સ્વરાને જોઈ રહ્યો. ભાઈ બહેનનો પ્રેમ ખુબ હતો. પ્રેમ અને સ્વરા નાનપણથી જ સાથે રહેતા, હંમેશા એકબીજાની મદદ કરતા, ક્યારેક ઝઘડતા પણ બીજા દિવસે સાથે જ હોય. પ્રેમ સ્વરાની બાજુમાં જઈને બેસી ગયો.

પ્રેમ: સ્વરા તારું ભણવાનું કેવું ચાલે છે? કઈ તકલીફ તો નથી ને? તું મને ફોન કેમ નથી કરતી? તારા ભાઈને ભૂકી ગઈ.

સ્વરા: બધું જ બરાબર છે. મને શું થવાનું? આમ પણ સ્ત્રીઓ પુરુષોના હાથના રમકડા તરીકે જ જીવે છે ને. કોઈ પણ ઈમોશન, કોઈ પણ દુઃખ એકલા હાથે જ ભોગવવાનું હોય છે. સમાજ તો ખાલી સલાહ આપે છે.

પ્રેમ: અરે મારી વહાલી બહેન. આટલી બધી સમજદાર થઇ ગઈ છે તું. તે તો મને આજે ખબર પડી. પણ થયું છે શું તને?

સ્વરા: કઈ નથી થયું. હું તો એકદમ બરાબર છું. મારો ભઇલો મારી પાસે હોય તો એ મને કઈ જ થવા ના દે. એ હું જાણું છું.

પ્રેમ: ઓકે. એક સેલ્ફી તો બનતા હે. (પ્રેમે ફોન લેતા સ્વરાને કહ્યું.)

સ્વરા: હા હું તને એજ કહેવાની હતી. આપણા બંનેની સેલ્ફી તો હોવી જ જોઈંએ ને.

(બંનેએ મસ્તીમાં, કેટલાય પોઝમાં જુદી જુદી સેલ્ફીઓ લીધી. સ્વરાએ એકદમ ગંભીર બનીને પ્રેમને કહ્યું.)

સ્વરા: પ્રેમ મારે તને પૂછવું છે કંઈક.

પ્રેમ: હા બોલને શું કામ છે?

સ્વરા: તું ગુસ્સે નહિ થઈશ એમ પ્રોમીસ આપ.

પ્રેમ: ઓકે. પણ તું વાતને ગોળ ગોળ ના ફેરવતી.

(સ્વરાએ યુદ્ધમાં જાણે કોઈ યોદ્ધો તીર મારે તેમ નિશાને તીર માર્યું.)

સ્વરા: હેતલ કોણ છે?

(તીર એકદમ નિશાને લાગ્યું હતું. પ્રેમે શબ્દો ગોઠવવાના ચાલુ કર્યા. તેને ખબર ન હતી કે સ્વરા આ પ્રશ્ન પૂછશે. વિચારોનું ઘોડાપુર તેની સામે આવીને ઉભું હતું.)

પ્રેમ: કોણ હેતલ? હું કોઈ હેતલને નથી જાણતો. તને ખબર છે ણે હું કોઈ છોકરી સાથે વાત પણ નથી કરતો.

સ્વરા: (મનમાં હસતા હસતા ) હા પ્રેમ. એટલે જ મે પૂછ્યું. મને બધી જ ખબર છે પ્રેમ.

પ્રેમ: શું ખબર છે તને સ્વરા?

સ્વરા: હું અહિયાં તારા રૂમમાં આવી ત્યારે ફોન પડ્યો હતો. તેમાં મે તારું અને હેતલનું ચેટ વાચ્યું.

પ્રેમ: બંને જ નહિ. ફોનમાં પાસવર્ડ છે, જે મારા સિવાય ખુલે જ નહિ.

સ્વરા: તો તારી ભૂલ થાય છે. પાસવર્ડ એકદમ ઇઝી હતો. પ્રેમ મે બધું જ જોયું છે. મારે તો તારા મોઢેથી સાંભળવું છે બસ.

(પ્રેમ મનમાં જ બોલ્યો “આના હાથમાં ક્યાંથી ફોન આવી ગયો. હવે હું શું કરીશ?”)

પ્રેમ: તે ફોનમાં જોયું તેવું કશું જ નથી. હેતલ તો મારી ફ્રેન્ડ છે.

સ્વરા: હા પ્રેમ હેતલ તારી ફ્રેન્ડ છે જેને તું ‘આઈ લવ યુ’ કહેતો હતો.

પ્રેમ: સ્વરા કોઈને કહેતી નહિ પ્લીઝ, અને પપ્પાને તો ખાસ. નહિ તો બધું વિખરાઈ જશે.

સ્વરા: અરે મારો વહાલો ભઈલો. હું કોઈને નહિ કહું, પણ મારી એક શરત છે.

પ્રેમ: કેવી શરત સ્વરા.

સ્વરા: તારે મને હેતલને મળાવવી પડશે. હું પણ જોવ કે મારી ભાભી કેવી દેખાઈ છે.

પ્રેમ: ઓકે. હું ટ્રાય કરીશ. ચાલ જા હવે અહીંથી. સ્વરાના વાળ પકડીને કહ્યું.

સ્વરા: વાળ મુક નહીતર બધે હેતલ હેતલ કરી મુકીશ.

સ્વરા: રૂમમાંથી બહાર નીકળી અને પ્રેમને જોઇને બોલી “હેતલ આઈ લવ યુ”

પ્રેમ: જા નહીતર એક મારીશ. આઈ લવ યુ હેતલ. બસ.

* * *

પ્રેમે હવે પોતાનો ફોન જોયો. વચ્ચે બટન પર ક્લિક કર્યું. સાચે જ બધી એપ્લીકેશન ખુલી હતી. મનમા જ નિસાસો નાખ્યો. અત્યારે તેને ફોનના લોક પર શરમ આવતી હતી. પણ બધું જ છોડીને તે હવે હેતલના whats app પર આવ્યો. રાત્રીના 10 વાગ્યા હતા. હેતલના મેસેજ હતા. તે ઓનલાઈન જ હતી. પણ હંમેશાની જેમ પ્રેમે પ્રોફાઈલ પિકચર પર ક્લિક કર્યું. મનમાં જ બોલી ગયો “શું રૂપ છે? અપ્સરા પણ ઝાંખી પડે તેની સામે.” પ્રેમ જાણતો હતો. આજે હેતલ ખરેખર અદભુત લાગતી હતી. લાલ કલરની સાડી પહેરી હતી અને તે સાડીને જ સુટ થઇ જાય તેવી હેર-સ્ટાઈલ હતી. લાલ કલરની લીપ્સ્ટીકથી તેના હોઠ વધારે સુંદર લાગી રહ્યા હતા. પ્રેમનો હાથ તેના ફોનની સ્ક્રીન પર ફરતો હતો, અને તે સ્ક્રીન પર હતી હેતલ. સ્ટેટસ પર ક્લિક કર્યું.

“યે શકલ, યે સુરત, સબ કરજ પે લે રાખી હૈ,

વકત આને પર હસકે માલિક કો લૌટાના હૈ”

પ્રેમ: વાંચીને હસી રહ્યો હતો. મનમાં જ બોલ્યો “ક્યારે સમય આવશે હેતલ? હું રાહ જોવ છું, તે સમયની. પ્રેમે હવે હેતલને મેસેજ કર્યા.

પ્રેમ: હાઈ. માય ડીયર સ્વીટ હાર્ટ.

(પાંચ મિનીટ પછી હેતલનો મેસેજ આવ્યો.)

હેતલ: બીઝી લોકો.

પ્રેમ: હા હેતલ તો બહુ કામ કરે છે.

હેતલ: હે!!!

પ્રેમ: તો શું મારી હેતલને મારી યાદ પણ નથી આવતી.

હેતલ: પ્રેમ!!!

પ્રેમ: શું?

હેતલ: પહેલા જો મારા કેટલા મેસેજ પડ્યા છે તે, અને તારા એક પણ મેસેજ નથી.

પ્રેમ: હા મને ખબર છે.

હેતલ: બહુ સારું.

પ્રેમ: હેતલ!! એક વાત કહું તને. તું ગુસ્સે નહિ થતી.

હેતલ: ઓકે.

પ્રેમ: આજે મારી બહેન સ્વરાએ મારો ફોન ચેક કર્યો હતો અને આપણા બંનેનું ચેટ વાચ્યું હતું. તેને બધી જ ખબર પડી ગઈ છે.

હેતલ: હા પણ તમે તે ચેટ ડીલીટ કર્યું હશે ને. હું તમને કહેતી જ હતી કે ડીલીટ કરજો.

પ્રેમ: હું ભૂલી ગયો હતો હેતુ. મે તારી વાત સીરીયસલી નહિ લીધેલી.

હેતલ: પ્રેમ શું બોલે છે તું? તને ખબર હતી તો પણ તે ડીલીટ નહિ કર્યું.

પ્રેમ: સોરી હેતુ. મને એમ કે મારો ફોન કોઈ નહિ અડે.

હેતલ: વોટ ઈઝ ધ ન્યુ?

પ્રેમ: હેતલ ગુસ્સે નહિ થઈશ પ્લીઝ.

હેતલ: ઓકે. ઓકે. પણ તે સ્વરાને કહ્યું હતું ને કે તે કોઈને કહેશે નહિ.

પ્રેમ: હા મે કહી જ દીધું છે. કોઈ પ્રોબ્લેમ નહિ આવે.

હેતલ: ઓકે. હવે એ કહે કે તું અમદાવાદ કયારે આવવાનો છે.

પ્રેમ: હું કાલે જ બેસવાનો છું અને સવારે મારી હેતલ મારી પાસે હોવી જોઈએ પ્લેટફોર્મ પર, મને લેવા માટે.

હેતલ: પ્રેમ હું કઈ રીતે આવી શકું?

પ્રેમ: તે મને નથી ખબર? તારે આવવું જ પડશે.

હેતલ: પ્રેમ મને સમજવાની કોશિશ તો કર. ઘરે મને પૂછશે કે ક્યાં જાય છે તો હું શું કરીશ?

પ્રેમ: મેડમ એ તમારો પ્રશ્ન છે.

હેતલ: હું ટ્રાય કરીશ પ્રેમ.

પ્રેમ: ઓકે, ડાર્લિંગ. હવે આપણે સુવું જોઈએ. રાત્રીનો 1 વાગવા આવ્યો છે.

હેતલ: ગુડ નાઈટ.

પ્રેમ: સેમ ટુ યુ.

(5 મિનીટ પછી.)

પ્રેમ: હેતુ. સુઈ ગઈ?

હેતલ: ના. શું કામ છે?

પ્રેમ: આઈ લવ યુ. કિસ યુ.

હેતલ: લવ યુ ટુ બટ નો કિસ યુ. સુઈ જા હવે.

* * *

આજે પ્રેમનો છેલ્લો દિવસ હતો સુરતમાં. તેના મમ્મીનું મોઢું રોઈ રોઈને લાલ થઇ ગયું હતું. પ્રેમ તેને સાંત્વન આપતો હતો.

પ્રેમ: મમ્મી શા માટે રોવે છે? હું ક્યાય નથી જવાનો. અહિયાં બાજુના શહેરમાં તો છું.

પ્રેમના મમ્મી: ખબર છે મને. પણ માં છું હું તારી. તને કયારેય ક્યાય એકલો મોકલ્યો નથી. તને ત્યાં ફાવશે તો ખરુંને? રહેવાનું કેવું છે? કોણ જાણે ત્યાના લોકો કેવા હોય?

પ્રેમ: મમ્મી. બધું જા સારું છે. અને મે તમને કહ્યું તો હતું તું અને પપ્પા પણ અમદાવાદ શિફ્ટ થઇ જાવ.

પ્રેમના મમ્મી: પણ બેટા. તારા પપ્પા માનવા જોઈએ ને.

પ્રેમ: ઓકે. મારું પેકિંગ તો થઇ ગયું છે ને મમ્મી.

પ્રેમના મમ્મી: હા બધું જ કમ્પ્લીટ છે.

(રાત્રે ૯ વાગે પ્રેમ અને તેનું ફેમીલી સુરત સ્ટેશને ઉભું હતું. ટ્રેન લગભગ 1 કલાક મોડી હતી. આજુબાજુના લોકો સરકારને ગાળો આપતા હતા. એકદમ સન્નાટો હતો. બધાના મો પરથી ખુશી કોઈ લઇ ગયું હતું તેમ લાગતું હતી. એક સ્વરા પ્રેમને જાણતી હતી અને તે બોલી.)

સ્વરા: મારો ભઈલો અમદાવાદ જઈને ભૂલી તો નહિ જાઈને અમને?

પ્રેમ: શા માટે ભૂલું તને?

સ્વરા: ત્યાં કોઈ મળી જાય તો ભૂલી પણ જાય અમને.

પ્રેમે સ્વરાના વાળ ખેચ્યા અને બોલ્યો “નહિ ભૂલું હો તને”

પ્રેમના મમ્મી ખીજવાયા “શું કરે છો તમે? કેવડા મોટા થઇ ગયા છો પણ હજુ લક્ષણો તો નાના છોકરા જેવા જ છે.” પ્રેમના પપ્પા આ બધું જોતા હતા. તે એકદમ ચુપ હતા. કદાચ દીકરાના જવાનું દુઃખ તેમને પણ હતું. અચાનક જ ટ્રેન આવી પહોચી. બધા લોકો ટ્રેનમાં ચડતા હતા. પ્રેમ પણ સીટ પર ગોઠવાયો. છેલ્લે બધાને બાય કહ્યું. ટ્રેનમાં પ્રેમને ક્યારે નીંદર આવી તે ખબર જ ના હતી. પ્રેમે હેતલને અમદાવાદ સ્ટેશન પર બોલાવી હતી. હેતલે પણ હા કહ્યું હતું.

સવારે ૯ વાગ્યે ટ્રેન અમદાવાદ સ્ટેશન પર પહોચી. પ્રેમની આંખો તેની પ્રેમિકાને ફંફોસી રહી હતી. તે મનમાં જ બબડતો હતો. “ક્યાં ગઈ આ છોકરી?”

અચાનક જ પ્લેટફોર્મ પર કોઈ બેહોશ થયેલું હતું. પ્રેમ તેને જોવા નજીક ગયો. પ્રેમની આંખો પહોળી થઇ ગઈ.

ઓહ!!! હેતલ.....

(શું લાગે છે શું થયું હશે હેતલને? જોઈશું આવતા અંકમાં. ત્યાં સુધી ખુશ રહો.)

By

Bhautik Patel

8866514238

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED