Whats app love-3
વીતેલી ક્ષણો,
(પ્રેમે હેતલને પોતાનો ફોન નંબર આપ્યો હતો, પરંતુ હેતલે ના તો હજુ સુધી ફોન કર્યો હતો કે ના કર્યો હતો કોઈ વોટસેપ મેસેજ. પરંતુ એક દિવસ અચાનક જ હેતલે પ્રેમને વોટસેપ પર મેસેજ કર્યો આ જોઇને પ્રેમ તો ખુશીનો માર્યો ઉછળી પડ્યો.)
હવે આગળ,
પ્રેમ-ઓહોહોહ નંબર આપ્યાના ત્રણ દિવસ પછી મેસેજ કરો છો!!! અત્યાર સુધી ક્યાં હતા મેડમ???
હેતલ-અરે યાર ઘરે જ હતી અને ઘરે ઘણું બધું કામ હતુ, અને હાં હું કઈ મેડમ નથી.મારું નામ હેતલ છે ઓકે સમજયા??
પ્રેમ-અરે ! એતો હું ભૂલી જ ગયો હતો અને હાં યાદ અપાવવા બદલ અભાર.
હેતલ-IT’S OKYY (પોતાની વાળની લટ એક બાજુ કરીને)
પ્રેમ-એક વાત પુછુ??
હેતલ-હાં બોલ ને.
પ્રેમ-તમે છોકરી લોકો આટલો બધો એટ્ટીટ્યુડ ક્યાંથી લાવો છો??
હેતલ-ઓહ! Sorry મારે કશાનો જ એટ્ટીટ્યુડ નથી.
પ્રેમ-હાં એ તો મને ખબર જ છે.
હેતલ-ઓય્ય excuse me! શું ખબર છે તને??
પ્રેમ-કંઇ જ નહી, જવા દે વાત ને.
અચાનક જ પ્રેમના મમ્મી તેના બેડરૂમ માં આવી પંહોચે છે અને તેને જોઇને પ્રેમ બોલ્યો,
મમ્મી તું અહીં કેમ??? હજુ સુધી સુતી કેમ નથી?? બધું બરાબર તો છે ને???
પ્રેમના મમ્મી: અરે આ બધા જ સવાલો તો મારે તને પૂછવા જોઈએ અને તું હજુ સુધી કેમ સુતો નથી?? કાલે ઓફીસ પર જવાનું છે ને,તો ચલ જલ્દીથી સુઈ જા.
પ્રેમ-તું મારું ટેન્શન ના લઈશ.
પ્રેમના મમ્મી તેના પાસે આવીને કહ્યું “કેમ ના લવ?? તું મારો એકનો એક જ દીકરો છે. તને ખબર છે જયારે તું નાનો હતો ને ત્યારે આખી રાત તું સુતો ન હતો અને તેથી હું પણ આખી રાત જાગતી રહેતી. બેટા તને હજુ માં-દીકરા ના પ્રેમની ખબર નથી, અને હજુ પણ મને તારા વિનાની નીંદર નથી આવતી.
પ્રેમ-તું જાણે છે મમ્મી કે હવે હું નાનો ગીગલો નથી. મારા ૨૩ વર્ષ થયા છે. કેવડો મોટો થઇ ગયો છુ હું. મમ્મી હવે ચિંતા કરવાનું છોડ અને શાંતિથી સુઈ જા.
તારા પપ્પા સુવા દે તો ને કેટલા મોટા નસકોરા ઢસરડે છે. પ્રેમના મમ્મી હસીને બોલ્યા.
પ્રેમ-Good Night મમ્મી અને ચલ હવે જા અહીંથી.
પ્રેમના મમ્મી-હાં જાવ છુ Good Night.
ત્યારબાદ પ્રેમે પોતાના મોબાઇલ માં હેતલ નું વોટસેપ વ્યુ કર્યું અને તેનું લાસ્ટ સીન જોયું તો ૧૨:૦૩am બતાવતું હતું એ જોઇને મનમાં જ બબડ્યો કે Good Night પણ ના કહી શકે. એવું વિચારીને તેને Good Night.Sd,Jsk જેટલા પણ ટૂંકા નામની ખબર હતી તે બધા જ તેને હેતલને મેસેજ કર્યા અને અંતે પ્રેમ કંટાળીને સુઈ ગયો.
(સવારમાં જાગીને પહેલાના યુવાનો હાથ જોતા અને અત્યારના લોકો Whatsapp જોવે છે બસ આટલો જ ફર્ક છે બંને વચ્ચે.)
પ્રેમ હજુ જાગ્યો જ હતો અને તેમાં પણ મમ્મીના ૧૦-૧૨ વાર વખત ટોક્યા પછી અને જેમાં પણ હજુ તેની અડધી જ આંખ ખુલી હતી અને તેજ અડધી આંખે તેને વોટસેપ ચેક કર્યું અને જેવું તેને વોટસેપમાં જોયું તો તેની અડધી આંખો ખુલ્લી હતી તે પુરેપુરી ખુલ્લી ગઈ કારણ કે સવાર-સવારમાં વોટસેપ પર હેતલનો મેસેજ Good Morning આવેલો હતો. મેસેજ વાંચીને પ્રેમે તરત જ સામે મેસેજ કર્યો,
પ્રેમ Good Morning and have a fantastic day, take care, jsk… મેસેજ કરીને તે ફટાફટ તૈયાર થવા લાગ્યો કારણકે એ તે ઓલરેડી લેટ થઇ ચુક્યો હતો.
પ્રેમ ઓફીસ પર જવા માટે જેવો કારમાં બેઠો કે તરત જ તેના મગજમાં ઘોડાપુર ની જેમ હેતલના વિચારોએ કબજો કરી લીધો એટલે તરતજ તેને વોટસેપ ખોલ્યું અને મેસેજ ચેક કર્યા પરંતુ હેતલનો કોઈ જ મેસેજ આવ્યો ન હતો. આ બધામાં અચાનક જ તેને કોલેજની યાદ આવી.
કોલેજના સમયમાં પ્રેમની પાછળ ઘણીય બધી છોકરીઓ પડેલી હતી. તેમાંથી પ્રેમને એક છોકરી યાદ આવી કે જેને પોતાના ઘૂંટણ પર બેસીને પ્રપોજ કર્યું હતું પ્રેમ ને. તે છોકરીએ તેમ પણ કહેલું કે પ્રેમ હું તારા વિના નહિ જીવું શકું. ત્યારે કેન્ટીનમાં બેઠેલા બધા લોકોને એમ હતુકે પ્રેમ હાં પડી દેશે પરંતુ પ્રેમ તરતજ મો ફેરવીને બીજી તરફ ચાલવા માંડ્યો. તે છોકરી કરગરતી રહી પ્રેમની સામે, પરંતુ પ્રેમને તો રસ હતો માત્ર ને માત્ર પોતાની કારકિર્દી ઘડવામાં અને તે આવા ફાલતું ના લવ-બવના ચક્કરમાં સમય વેડફવા નહોતો માંગતો.
પ્રેમના મિત્રોએ ઘણો સમજાવ્યો પ્રેમને પરંતુ પ્રેમ કોઈની વાત માનતો જ ન હતો. બીજા દિવસે ફરી તે છોકરી પ્રેમની સામે આવી અને પ્રેમનો હાથ પકડીને તેને એકદમ શાંત વાતાવરણમાં લઇ ગઈ કે જ્યાં બંનેને સાંભળવા વાળું કોઈ જ ના હતું. કોલેજ કેન્ટીનમાં બંને એકદમ કોર્નરમાં ઉભા હતા. પ્રેમ પેલી છોકરીની સામે જોતો રહ્યો. પેલી છોકરી અત્યારે છેલ્લું શસ્ત્ર ફેંકવાનો પ્રયાસ કર્યો અને બોલી,
પ્રેમ,શું પ્રોબ્લેમ છે તને મારામાં?? શા માટે આવું કરે છે?? હું સાચા દિલથી પ્રેમ કરું છુ તને, તારા વિનાના એક એક પલ હજારો દિવસો કરતા મોટા લાગે છે. (પ્રેમ હજુ તેને સાંભળતો જ હતો.) પ્રેમ કંઇક તો બોલ.
પ્રેમ તેનો હાથ છોડાવીને જવા માંગતો હતો, પરંતુ તેનો હાથ છુટ્યો નહી તેનાથી એટલે પ્રેમ એટલું જ બોલ્યો,
છોડ મારો હાથ. મને કોઈ જ લવ-બવમાં ઇન્ટરેસ નથી. મારે મારી કારકિર્દી બનાવવી છે મારા કેટલાક સપનાઓ છે જે હજુ મારે પુરા કરવાના બાકી છે.
પેલી છોકરી રડતા રડત્તા પ્રેમ ની તરફ જોઇને બોલી પરંતુ પ્રેમ મારા સપના નુ શું જે મેં તારી સાથે જોયેલા છે ?? તેનો જવાબ કોણ આપશે પ્રેમ?? મારી જીંદગીનું શું પ્રેમ??
શા માટે આવા સપનાઓ જોવે છો જે ઇમ્પોસિબલ હોય છે.મારી પણ પોતાની લાઈફ છે, જા જઈને કોઈ બીજાને લવ કર પરંતુ મને છોડી દે pliz!!
ohh!! ગ્રેટ પ્રેમ આમ કહેવાથી લવ થતો હોત તો કેટલું સારું હોત. (છોકરી રડતા રડતા બોલી રહી હતી અને તેના અવાજમાં ધ્રુજારી પણ જણાઈ આવતી હતી, કારણકે તેને પોતાની જિંદગી બીજાના માટે કરી દીધી હતી)
પ્રેમ આ લવને તું જેટલો સરળ સમજે છે એટલો સરળ નથી, જયારે કોઈને જોઇને શરીરની હજારો નસો ફૂલી જાય, જયારે કોઈને જોવાથી હૃદયના ધબકારા વધી જાય ,કોઈને જોઈને નવા ખીલેલા ફૂલની જેમ શરીર ફૂલી જાય તેને કહેવાય લવ. જવા દે તું નહિ સમજે આ બધી વાતોને.
પ્રેમ-તો શા માટે સમજાવે છે મને?? મારે કશું જ નથી સમજવું. મારી કારકિર્દી ભલી અને હું ભલો.
પેલી છોકરી: કારકિર્દી શબ્દ ફિક્કો લાગે છે લવની સામે પ્રેમ. પરંતુ પ્રેમ એક વાત યાદ રાખજે હું જેમ તડપી રહી છુ ને તારા પ્રેમ માટે તેમ તું પણ ક્યારેંક તડપીશ કોઈના માટે. એટલું બોલીને તે પોતાની આંખોમાં આવેલા આંસુને લુછતી લુછતી ત્યાંથી ચાલી ગઈ. આજે કાર ચલાવતી વખતે તે શબ્દો પ્રેમના હૃદયમાં બાણની જેમ ખુંચી રહ્યા હતા.
આજે પ્રેમને ખબર પડી કે લવની વ્યાખ્યા પેલી છોકરી કહી રહી હતી એના કરતા પણ કેટલી અઘરી છે, અને આ તે આજે હેતલ માટે વિચારીને અહેસાસ કરી રહ્યો હતો.
માંડ માંડ તે આજે ઓફીસ પર પંહોચ્યો, હમેંશા ગુડ મોર્નિંગ કહીને ઓફીસને માથે લેવા વાળો પ્રેમ આજે ચુપચાપ પોતાની કેબીન પર જઈને બેસી ગયો. અને પ્રેમના આવા વર્તન પરથી ઓફીસના બધા જ કર્મચારીઓને ખબર પડી ગઈ કે પ્રેમ ભાઈ આજે મૂડમાં નથી. અને તેથી તેના ફ્રેન્ડસ તેની પાસે આવ્યા અને બોલ્યા,
શું થયું પ્રેમલા???? કેમ આજે આટલો બધો ઉદાસ છે તું?? પ્રેમ તેની સામે ખોટું હાસ્ય બનાવીને ખુશ રહેવાનો પ્રયાસ કરતો રહેતો.
પેલી છોકરીના પડઘા હજુ તેના કાનમાં ગુંજતા હતા કે પ્રેમ તું પણ તડપીશ ક્યારેક કોઈના માટે. એક દિવસ તેને પોતાના ખીસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો અને વોટસેપ ખોલ્યું અને હેતલનું લાસ્ટ સીન જોયુ તો સવારનું ૮:૦૦ વાગ્યાનું બતાવતું હતું. ત્યારબાદ તરત જ પ્રેમે તેના પ્રોફાઈલ પીક્સ પર ક્લિક કર્યું અને જોયું કેટલો માસુમ ચેહરો, નિસ્વાર્થ ભાવે આંખોમાંથી ચળકતું તેજ, તેની સફેદ ચામડી પરનો નાનો તલ, એકદમ સીધા વાળ અને કોઈ હિરોઈનને પાછળ રાખી દે એવું ફિગર. આ બધું જ પ્રેમ જોઈ રહ્યો હતો. અને આ એજ છોકરી છે જેને પ્રેમ પોતાનું દિલ દઈ બેઠો હતો. તેને સ્ત્રી શરીર વિષે એટલું જ્ઞાન તો ના જ હતું પરંતુ હેતલને જોયા પછી તે એટલો તો સક્ષમ તો બની જ ગયો હતો કે તે કોઈ સ્ત્રીને જાણી શકે. તેની આંગળીઓ પ્રોફાઈલ પીક્સ પર ફરી રહી હતી. આજે તેને અહેસાસ થતો હતો કે પેલી છોકરી માટે લવ શબ્દ શા માટે આટલો મહત્વનો બની ગયો હતો. કાશ, તે પેલી છોકરીની લાગણીઓને સમજી શક્યો હોત. કાશ...!
આ બધાજ વિચારો પછી તેને હેતલના સ્ટેટ્સ પર ક્લિક કર્યું અને વાંચ્યું,
“બહુત ખુબસુરત આંખે હૈ તુમ્હારી, ઇન્હેં બના દો કિસ્મત હમારી,
હંમે નહિ ચાહિયે જમાનેકી ખુશીયા, અગર મિલ જાયે મહોબ્બત તુંમ્હારી.”
આ વાંચીને કેટલાક સમય પછી પ્રેમના ચેહરા પર હાસ્ય આવ્યું અને અચાનક જ પ્રેમને ભાન થયું કે તે ઓફીસમાં બેઠો છે અને તેના પાસે હજુ કામનો ઢગલો પડ્યો છે એટલે તે ફટાફટ કામ પર વળગ્યો. કામ કરતી વખતે તે અનાયાસે જ હેતલના વોટસેપ પર નજર કરતો પરંતુ લાસ્ટ સીન જોઇને હિમત હારી જતો. અને તેને થતું કે પોતે જ તેને મેસેજ કરે પરંતુ તેનામાં હિમત જ ના હતી એટલી.
રાત્રે ૬:૦૦ વાગે ઓફીસમાંથી છુટીને તે દરરોજ જ બગીચામાં જતો અને આજે પણ ગયો પરંતુ આજે તે તેના માટે નિર્જીવ સાબિત થયો.
છેલ્લે રાત્રે ૧૦:૦૦ વાગ્યે હેતલનું Whatsapp ચેક કર્યું પરંતુ હજુ લાસ્ટ સીન સવારનું જ હતું અને અંતે હારીને ના કરવાનું કરી બેસ્યો પ્રેમ??
શું લાગે છે તમને શું કર્યું હશે પ્રેમે??
To be Continue….
Bhautik patel
8866514238