Whatsapp love-2 Bhautik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Whatsapp love-2

Whats app love 2

નીતાબેન અને તેમનુ family રંજનબેન ની ત્યાં લગ્ન માટે ગયા હતા. બરાબર લગ્નની મોસમ જામી હતી. અચાનક એક police ની વાન તેમના ઘર આંગણે આવેલી જોઈ બધાં સ્તબ્ધ થઇ ગયા હતા. હવે આગળ........

નીતાબેન આશ્ચર્યથી બોલ્યા “બેટા! પ્રેમ તું? શું થયું છે? કેમ police તારી સાથે છે? તે કશું કર્યું તો નથીને બેટા? (પ્રેમ નીતાબેનની છોકરી નો માનેલો ભાઈ હતો. તે બંને સાથે school અને collage માં સાથે ભણ્યા હતા. અત્યારે બહેનના લગ્નમાં જો તે ના આવે તો આખું ઘર ગુંજવી નાખે!!!!! નીતાબેન પ્રેમને સારી રીતે ઓળખતા હતા. ઉનાળાના vacation માં તે અવાર-નવાર આવતો રહેતો. તેનું family પણ સધ્ધર હતું.)

એક લાંબો 6 ફૂટ hight ધરાવતો, હળવી દાઢી અને ખભે 2 star લગાડેલો policemen હસ્યો. પ્રેમ હજુ કંઈ બોલવા જાય તે પહેલા જ તે બોલ્યો “આ પ્રેમલાએ એક યુવતીનો બળાત્કાર થતો બચાવ્યો છે. તેને તે નબીરાઓને એકલા હાથે ઢોર માર માર્યો અને અમને બોલાવ્યા. પ્રેમને શાબાશી આપતા કહ્યું “well done પ્રેમલા!!! i proud of you”

અમે લોકો અહીંથી પસાર થતા હતા, અને પ્રેમને પણ અહી જ આવવું હતું. એટલે અમે તેને સાથે લઇ લીધો. ચિંતા કરવા જેવું કઈ જ નથી. એટલું કહીને pollice તેની વાન લઇ ને ખુલા રોડ માં ચાલી નીકળી. પ્રેમ આ બધું જોતો રહ્યો.

ચલ બેટા! અંદર આવ નીતાબેન કહ્યું. બધા લોકો અંદર ગયા. ફરીથી બધું ચાલતું હતું તેમ ચાલવા લાગ્યું. પ્રેમે બૂમ પાડી “ક્યાં છે મારી sister જો આ તારો ભાઈ આવી ગયો છે.” તે તેની પાસે જઈ ચડ્યો. તેની સાથે વાત કરતો હતો ત્યાં જ હેતલ આવી ચડી.

પ્રેમ ઘડીક તો ચોકી ગયો અને મનમાં જ બબડ્યો “આ ! અહિયાં ક્યાંથી ? હેતલ પણ જોઈને ચોકી ગઈ...

પ્રેમ ને તો જે જોતું હતું તે જડી ગયું “ચાલો! હવે મજા આવશે તેમ કહી ને તે બહેન ને વળગી પડ્યો. હેતલ મનમાં જ બબડી “સાલો, ટ્રેનમાં પણ અને અહિયાં પણ આવી ગયો.” તેને પ્રેમનો બહાદુરીવાળો કીસ્સો સાંભળેલો એટલે એના માટે થોડી લાગણી ઉપજી હતી.

આજે સાંજે રાસ-ગરબા હતા. બધા તેની તૈયારીમાં મશગુલ હતા. આજે રોશનીથી આખું ઘર ચમકતું હતું અને ઘરના મહેમાનો પણ.

આ બધી ચમકમાં એક વ્યક્તિ એવી હતી જે બધાથી અલગ તરી આવતી હતી. તે હતી હેતલ. આજે blue colour ની ચણીયા ચોળીમાં તે દુલ્હન કરતા પણ વધારે આકર્ષક લાગતી હતી. પ્રેમ જે આજે ખુબ જ ખુશ હતો જેને white colour નો shirt અને ઉપર જાંબલી colour ની કોટી પહેરી હતી. એક દમ આછી દાઢી અને તેના spicy hair તેને handsome બનાવતા હતા.

તે જાણતો હતો કે હેતલને આજે impress કરવા માટે શું કરવાનું છે. તે બધી જ તૈયારી કરી ચુક્યો હતો. પણ તેના મનમાં એક ગુંચવણ હતી કે તેણે પોતાનો mobile number કઈ રીતે આપવો? બસ તેમાં તે જ અટવાયેલો હતો. બાકી તો બધું તે સાચવી લેશે.

બરબાર 9 ના ટકોરે પટેલ ફાર્મમાં D.J. ચાલુ થયું હતું. બધા જુવાનીયાઓ પોતપોતાની રીતે રસ-ગરબા અને D.J ના તાલે ઝુમતા હતા.

પ્રેમ અને હેતલ પણ મૂકીને નાચ્યા હતા. હેતલ થાકેલી હતી એટલે તે એક જગ્યાએ જઈને બેસી ગઈ. પ્રેમની નજર હેતલ પર ગઈ. તે આ મોકો મુકવા માંગતો ન હતો.

પ્રેમ હેતલ જ્યાં બેઠી ત્યાં જઈ ચડ્યો. એકદમ તેની બાજુમાં બેસી ગયો, અને હેતલને કહ્યું “hi”. હેતલ પ્રેમ સામે જોયું અને તેને પણ “hi” કહ્યું. પ્રેમ પોતાની જાતને introduce કરાવતો હોય તેમ “anyways! My name is prem”

હેતલ: હા! જાણું છું.

પ્રેમ: ohh!! madam ને તો બધી જ ખબર છે!!

હેતલ: કેમ વળી સવારે તમારી બહાદુરીનો કિસ્સો મેં સાંભળેલો છે.

પ્રેમ: ઓહ! અચ્છા તે મારી ફરજ હતી જે મેં બજાવેલી.

(પ્રેમ હેતલ ને number આપવાનું વિચારતો હતો પણ હિમત ન હતો કરી સકતો, તે ડરતો હતો કે કદાચ તે ના પડી દે તો ?) તેને મનમાં જ વિચાર્યું અને બબડ્યો જો પ્રેમલા આજ નહી તો ક્યારેય નહિ.)

પ્રેમે હેતલને bussines card આપ્યું અને બોલ્યો “આ મારો number છે.” અત્યારે પ્રેમનું હદય ધબકારો ચુકી ગયું હતું, હાથ ઠંડા પડી ગયા હતા. હેતલ કઈ બોલે તે પહેલા તો પ્રેમ જતો રહ્યો.

હેતલ તે bussines કાર્ડને જોતી રહી. પ્રેમ પટેલ, contect nomber,address,વગેરે. પ્રેમ એકબાજુ આવીને ચાર ગ્લાસ પાણી પી ગયો હતો, જે તેને પણ જાણ ના હતી. હજુ ધબકારાનો અવાજ તેને સંભળાતો હતો. અચાનક જ તે d.j. ના તાલે નાચવા લાગ્યો.

આજની રાત તેને સુવા દેતી ના હતી. હેતલના વિચારો તેને ઘેરી વળ્યા હતા. તે વિચારતો હતો “આ love પણ ઘણો અદભુત છે, જે દારૂના નશો કરતા પણ નશીલો છે. સાલો ના પીવો તો પણ ચડે. અને હા જો એકવાર ચડી ગયા પછી કશાનું જ ભાન ના રહે”. આ બાજુ હેતલને પણ વિશ્વાસ થતો ના હતો કે કોઈ તેને personal number આપી ગયું. તેને પણ પ્રેમ ગમવા લાગ્યો હતો.

બીજા દિવસે જાન આવવાની હતી. બધા જ લોકો તેમાં વ્યસ્ત હતા. પ્રેમ પણ પોતાની બહેનના લગ્નમાં કશી જ કશાચ રાખવા માંગતો ના હતો. તે પણ તૈયારી કરવા લાગી ગયો હતો. બધું જ complete થઇ ગયું હતું, હવે જાન ની રાહ જોવાય રહી હતી. અને આ બાજુ પ્રેમને હેતલની.

જાન આવી ચુકી હતી. ગૌર મહારાજ કન્યા પધરાવો સાવધાન ! નો હુકમ કર્યો હતો. ત્યાં જ દુલ્હનને લઇને હેતલ આવી ચુકી હતી. પ્રેમ હેતલને જોઈને ધબકારા ચુકી ગયો હતો, blue colour ની સાડી અને white colour નું blouse, straight hair, અને હાથમાં કલરે-કલરની બંગડીઓ, બધા જ નખમાં અલગ અલગ ચિત્રો જોઈ ને પ્રેમ ની નજર હેતલ પરથી હટતી જ ના હતી.

આ બાજુ હેતલ પણ પ્રેમને જોતી જ રહી, તેની personality જ એવી હતી. એકવાર બંનેની આંખ મળી પણ હતી પણ કેમેરામેને બાજી બગાડી નાખી. તેણે પ્રેમને ધક્કો મારીને પોતાની જગ્યા લીધી. પ્રેમ ત્યાંથી ચાલ્યો ગયો. હેતલ હજુ પ્રેમને જ શોધતી હતી.

લગ્ન પુરા થયા બધા લોકો હવે વિદાય લેતા હતા. રંજનબેન બધાને આદર પૂર્વક સન્માન આપતા હતા. નીતાબેને પણ રજા લીધી. હેતલને છેલ્લી વાર જોવા પ્રેમ નીચે ઉતરીયો. હેતલે પ્રેમને જોયો પણ પ્રશ્નાર્થની નજરે.

આજે ૩ દિવસ થઇ ગયા હતા. હેતલે ના તો call કર્યો ના તો whats app. પ્રેમ પોતાની જાતને કોસતો હોય તેમ બોલ્યો “સાલો હું જ ખોટો હતો, મારે તેની પાસેથી number લેવા જોઈતા હતા. હું તો call કરી સકતે.” આવા કેટલાય વિચારો તેને આવતા હતા.

આજે રાત્રે ૧૧ વાગ્યે પ્રેમે પોતાનું whats app on કર્યું. અચાનક જ તેને અજાણ્યા number પરથી “hi” નો massage આવ્યો. પ્રેમ હજુ કઈ વિચારે તે પહેલા જ massage કર્યો “who are you ? સામેથી message આવ્યો “i am hetal” પ્રેમ પોતાની જગ્યા પરથી ઉભો થઇ ગયો અને નાચવા માંડ્યો. તેના mummy એ પૂછ્યું શું થયું બેટા કેમ આટલો ઉછળે છે.

પ્રેમ : કઈ જ ની mummy. તું એમ માન કે તને તારી વહુ મળી ગઈ......(શું સાચે જ પ્રેમ જે વિચારતો હતો તે થશે???

પ્રેમ ને પોતાની હેતલ મળશે ???)

TO BE CONTINUE..................

By

Bhautik Patel

8866514238