whats app love - 8 Bhautik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

whats app love - 8

Whatsapp love-8

વીતેલી ક્ષણો

(પ્રેમ અને હેતલ બંને પ્રેમમાં પડયા છે. પ્રેમ ગરીબ લોકોની મદદ કરવા વકીલ પાસે ગયો હતો. પ્રેમની બહેન સ્નેહા અત્યારે ઘરે આવી છે. પ્રેમ અને હેતલ whats app માં ચેટ કરતા હતા. પ્રેમે હેતલને અચાનક ગુડ ન્યુઝ આપવાની વાત કરી હતી. હેતલ તે સાંભળવા તત્પર હતી.)

હવે આગળ....

પ્રેમ હેતલને માનવતો હતો કેમકે હેતલ પ્રેમથી નારાજ હતી.

પ્રેમ: હેતલ!

હેતલ: મારે તારી સાથે કઈ જ વાત નથી કરવી પ્રેમ.

પ્રેમ: ગુડ ન્યુઝ.

હેતલ: તારી પાસે રાખ મારે નથી સાંભળવા

પ્રેમ:સોરી હેતલ

its OK. હવે કહી દે શું છે ગુડ ન્યુઝ ?

પ્રેમ: મારી બહેન સ્વરા આવી છે.

હેતલ: બહેન ઘરે ના આવે તો ક્યાં જાય ? આમાં શું છે ગુડ ન્યુઝ ?

પ્રેમ: મને અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને સેલેરી મહિનાની એક લાખ છે. હું તારા શહેરમાં આવીશ. હું તારી પાસે આવીશ હેતલ. મારી હેતુ પાસે.

હેતલ: Wow. That's great. ક્યારે આવવાનો છે ? Congratulation for promotion and welcome to ahmedabad.

પ્રેમ: લગભગ આ મહિનાના અંતમાં. પણ હેતલ મને મારુ ઘર છોડીને આવતા ડર લાગે છે. મારા parents બિચારા એકલા થઇ જશે.

હેતલ: તો તેને ભી અમદાવાદ લેતો આવ.

પ્રેમ: તે લોકો નહિ માને. તેમના માટે તો સુરત એ જ સ્વર્ગ સમાન છે. તેમણે સુરતને જ પોતાની દુનિયા બનાવી લીધી છે.

હેતલ: મનાવવાનો પ્રયાસ તો કર તે કદાચ માની જાય.

( હવે પ્રેમ હેતલને પ્રેમથી હેતુ કહેતો. )

પ્રેમ: હેતુ તું નથી જાણતી. તેમને અહીં સુરતના શેરીના લોકો પોતાના સ્વજન કરતાંય વિશેષ મને છે. છતાં હું try કરીશ.

હંમેશાની જેમ પ્રેમે આજે પણ હેતલના પ્રોફાઇલ પર ક્લિક કર્યું. પ્રેમે પહેલીવાર હેતલની સેલ્ફી જોઈ . સેલ્ફીમાં તે એકદમ સુંદર લાગી રહી હતી. હોઠો પર લાલ રંગની લિપસ્ટિક અને લટકતા earings જોઈ પ્રેમ ભાન ભૂલી ગયો. તેને આજુબાજુની છોકરીઓ પણ ના દેખાઈ. સેલ્ફીમાં તે એકદમ અલગ જ તારી આવી. લગભગ 5 મિનિટના નિરીક્ષણ બાદ હવે પ્રેમની આંગળી તેના સ્ટેટસ પર ગઈ.

"હંમેશા કે લિયે અપને પાસ રખ લો ના મુજે કોઈ પૂછે તો કહ દેના દિલ હૈ મેરા.”

હેતાલના કેટલાય મેસેજ હતા.

હેતલ: Hello! પ્રેમ ક્યાં ખોવાઈ ગયો? ફરીથી તું મારુ પ્રોફાઇલ જોઈ રહ્યો છે ને ?

પ્રેમ: હા તને કઈ રીતે ખબર પડી.

હેતલ: પ્રેમ તું જયારે reply નહિ આપે. તેનો મતલબ એજ થયો.

પ્રેમ: તને સેલ્ફી લેતા આવડે છે.

હેતલ: હા સારી રીતે કોઈ શક.

પ્રેમ: તારું મો કેવું લાગે છે. વાંદરા જેવું કર્યું છે તેમાં. (ચિડાવતા કહ્યું )

હેતલ: ભલે

હવે હેતલ પ્રેમનું પ્રોફાઇલ જોઈ રહી હતી. કોઈ ફોટો જ નહિ. સ્ટેટસ રાખ્યું હતું.

"અગર ઓલમ્પિકમે મુહ ફુલાને કા ભી ખેલ હોતા તો ભારતીય લડકીયો કે ગોલ્ડ મેડલ પકકે થે"

હેતલ પ્રેમનું સ્ટેટ્સ જોઈને ગુસ્સે થઇ પણ કઈ બોલી નહિ.

પ્રેમ: હેતુ એક સવાલ પૂછું ?

હેતલ: હા બોલ

પ્રેમ: તારા મુજબ જિંદગી એટલે શું ? જિંદગીની definition શું છે ?

હેતલ: કેટલો difficult સવાલ છે પ્રેમ. આનો જવાબ આપું તો એક નિબંધ બની જય.

પ્રેમ: ટૂંકમાં કહે ચાલ.

હેતલ: જિંદગી એટલે પ્રેમ શું કહું ? જિંદગી એટલે મારા મમ્મી પપ્પા. તેમની સાથે જીવેલી પ્રયત્યેક ક્ષણ. જિંદગી એટલે મારી બહેન પાયલ સાથે કરેલો મીઠો ઝઘડો. જિંદગી એટલે મારા ફ્રેન્ડ સાથે માણેલી પ્રત્યેક ક્ષણ. જિંદગી એટલે સુખમાં ખુબ જ હસી લેવાનું અને દુઃખમાં રડી લેવાનું. જિંદગી એટલે તહેવારોનું સેલિબ્રેશન, જીંફગી એટલે બીજાની હેલ્પ કરવાની, જિંદગી એટલે.....

પ્રેમ: હેતુ બસ કર રડાવીશ મને.

હેતલ: હજુ તો શરૂવાત કરી છે. Picture તો બાકી છે.

પ્રેમ: મને ખબર પડી ગઈ હેતુ કે તું શું કહેવા માંગે છે.

હેતલ: પ્રેમ તારા માટે જિંદગી ની definition શું છે?

પ્રેમ: મારા માટે જિંદગી એટલે મારી હેતુ. હેતુ સાથે માનવેલી બધી જ યાદો. તેને જોઈને યાદ કરીને મળેલું સુખ. જિંદગી એટલે તારા પ્રોફાઇલ picture ને જોવાથી મળતી આનંદની લાગણી. તારા વાંચેલા સ્ટેટ્સનો સરવાળો, મારા મમ્મીનો પ્યાર, પપ્પા સાથે નથી બનતું છતાં તેમનો પ્યાર, જિંદગી એટલે તારા whats app નું last seen જોઈને તારા મેસેજની રાહ જોવી, જિંદગી એટલે બહેનને રાખી બાંધીને ગિફ્ટ આપવાની ના પાડીને રડાવવી. જિંદગી એટલે સુખનો સરવાળો અને દુઃખની બાદબાકી.

હેતલ: શું definition છે બોસ ?

(બંનેના વિચારો મળતા આવતા હતા તે આજે ખબર પડી તેમને. બંને એકબીજા માટે જ બન્યા છે એવું પ્રતીત થતું હતું.)

પ્રેમ: What boss !!

હેતલ: બોસ એટલે તું પ્રેમ. બીજું કઈ નહિ.

પ્રેમ: Ok.

હેતલ: પ્રેમ હવે સુવું જોઈએ. રાત્રીના એક વાગ્યા છે. કાલે તારે ઓફિસે જવાનું છે ને.

પ્રેમ: હા !! તો...

તો હવે સુઈ જઈએ. GN. SD. Bye.

પ્રેમ: હેતુ.....

હા બોલ કઈ કામ હતું.

પ્રેમ: ના એમ જ. I love you. Gn. Bye.

Love you two.

( પ્રેમના i phone ની બેટરી હવે 5% જ હતી. તેણે ફોનને ચાર્જ કરવા મુક્યો અને સુઈ ગયો. )

સવારના 8 વાગ્યા હતા. પ્રેમ હજુ સૂતો હતો. પ્રેમની બહેન સ્નેહા તેને જગાડવા માટે આવી.

Good morning my handsome ભૈયા. ચાલ ઉઠ હવે તારે મને ફ્રેન્ડને ત્યાં મુકવા આવવાનું છે.

પ્રેમ: સુવા દે મને

સ્વરા: પ્રેમ મારે કોઈ બીજા પગલાં ના લેવા પડે તે પહેલા ઉઠી જા.

(પ્રેમ તેની વાતોને ધ્યાનમાં લીધા વિના ઓશિકુ માંથા પર નાખીને સુઈ ગયો. સ્નેહા હવે તેને લાતો મારીને જગાડવાનો પ્રયત્ન કરતી હતી પણ નિષ્ફળ ગઈ.)

સ્વરા: પ્રેમ plz ઉઠને, મારી ફ્રેન્ડ રાહ જોતી હશે. આજે તેના એંગેજ છે.

પોતાની જાતે ચાલી જા. મારો ઉઠાવાનો સમય 9 વાગ્યાનો છે.

સ્નેહા જાણતી હતી કે પ્રેમ આમ નહિ માને. તેણે છેલ્લું તિર છોડ્યું. સ્નેહાને ખબર હતી કે પ્રેમને પપ્પા સાથે બનતું નથી એટલે તેણે અમસ્તા જ બમ મારી "જુઓને પપ્પા પ્રેમ ઉઠતો જ નથી.”

પ્રેમ તરત જ ઉભો થઇ ગયો. સ્નેહા ના મો પર આડો હાથ રાખીને બોલ્યો "મરાવીશ મને શું કરે છે ?"

સ્વરા: મેં તો તને પહેલા જ કહ્યું હતું પણ તું માન્યો નહિ. ચાલ ઉભો થઈને નીચે આવ.

પ્રેમે બહેનના વાળ પક્ડીને કહ્યું "તને એવા સાસુ મળશે જે તને વહેલા 5 વાગ્યે ઉઠાડશે."

સ્વરા: ભલે હો....

(ભાઈ બહેન એકબીજાને ખુબ પ્યાર કરતા. લડતા પણ વધારે અને હસતા પણ વધારે)

ડાઇનિંગ ટેબલ પર સવારમાં બધા આવી ગયા હતા. પ્રેમની રાહ જોવાતી હતી. પ્રેમ આવીને બોલ્યો "સોરી થોડો લેટ થઇ ગયો." પ્રેમના પપ્પાએ તેની સામે જોયું. પ્રેમ માથું નીચું કરીને બેસી ગયો. પ્રેમની મમ્મીએ પીરસવાનું ચાલુ કર્યું.

પ્રેમના પપ્પા: તને ખબર નથી પડતી સવારે કોઈ તને જગાડવા આવે ત્યારે શું કરવું તે. 23 વર્ષનો થયો પણ લક્ષણો હજુ પણ 12 વર્ષનો હોય તેવા છે.

પ્રેમ: મારે શું કરવું તે મને ખબર પડે છે. મારા લક્ષણો સારા જ છે.

પ્રેમના પપ્પા: બાપ સામે બોલે છે. સંસ્કરો નેવે મુક્યાં છે કે શું ?

સ્વરા: પપ્પા પ્લીઝ ગુસ્સો ના કરો.

(અચાનક પ્રેમ જોરથી જમવાની પ્લેટને ધક્કો મારીને ચાલી ગયો.)

સ્વરા: પ્રેમ જામી લે તો.

પ્રેમ: નથી જમવું મારે. મારુ પેટ ભરાઈ ગયું છે અને તારે આવવું હોય તો જલ્દી કર. હું તારી બહાર રાહ જોવા છું.

સ્નેહા પ્રેમને જાણતી હતી એટલે કાંઈ ના બોલી.

સ્વરા: Ok. હું આવું છું.

પ્રેમના પપ્પા હજુ બોલતા હતા. પ્રેમ જોરથી દરવાજાને ધક્કો મારીને ચાલી ગયો. સ્નેહા ઝડપથી તૈયાર થઇ પ્રેમ સાથે ગઈ.

અત્યારે બંને કારમાં બેઠા હતા. પ્રેમ ડ્રાઇવિંગ કરતો હતો જયારે સ્નેહા તેની બાજુમાં બેઠી હતી.

સ્વરા: સોરી પ્રેમ. તારા લીધે માંરે સાંભળવું પડ્યું.

પ્રેમ: શું સોરી ? તને ખબર છે ને પપ્પાના મારી સાથેના સબંધો.

સ્વરા: હા I know. પણ હું તો મજાક કરતી હતી.

પ્રેમ: તારી ફ્રેન્ડ નું ઘર આવી ગયું છે. Enjoy engaged

Party.

સ્વરા: પ્રેમ sorry.

પ્રેમ ઓફીસ પહોંચ્યો. ફોન કાઢ્યો. તરત જ whats app ચેક કર્યું. હેતલના મેસેજ હતા. GM પ્રેમ. પ્રેમે તરત જ મેસેજ મોકલ્યો.

Bad mornings for me.

હેતાલનો મેસેજ 15 મિનિટ બાદ આવ્યો.

હેતલ: Are you ok prem ?

પ્રેમ: હા try કરું છું.

હેતલ: શું થયું પ્રેમ મને જણાવ.

પ્રેમ: કઈ નહિ પપ્પા સાથે ઝઘડો થયો સવાર સવારમાં

હેતલ: What ?

પ્રેમ: હા (પ્રેમે સવાર ની ઘટના જણાવી.)

હેતલ: પ્રેમ ખોટું નહિ લગાડીશ અહીંયા વાંક તારો છે.

પ્રેમ: હા હવે તું પણ બોલી દે જે બાકી રહી ગયું હોય તે.

હેતલ: I love you.

પ્રેમ: બીજું કાંઈ.

હેતલ: I miss you.

પ્રેમ: બીજું કાંઈ.

હેતલ: કાંઈ જ નહીં. Bye. કામ છે મારે.

પ્રેમ: Bye.

રાત્રે 10 વાગવા આવ્યા હતા. પ્રેમની બહેન સ્વરા પ્રેમને મનાવવા પ્રેમના બેડરૂમમાં આવી પણ પ્રેમ ના હતો એટલે તેની રાહ જોવાનું વિચાર્યું. પ્રેમના બેડ પર બેઠી. બાજુમાં જ પ્રેમનો i phone પડ્યો હતો. તેણે i phone હાથમાં લીધો. તેણે તેમાં જોવા માટે લોક ખોલવાનો પ્રયત્ન કર્યો પણ finger print લોક હતો. સ્વરાએ એમ જ લોક માટે ચાર વાર zero દબાવ્યા. લોક ખુલ્યો. સ્વરાએ પહેલા ગેલેરી ખોલી. પ્રેમના કેટલાંય ફોટો હતા. તેણે બધા ફોટા જોયા.

છેલ્લે સ્વરાએ whats app ખોલ્યું. ઘણા ગ્રુપ અને કોન્ટેક હતા. પણ અચાનક જ તેને હેતલનો કોન્ટેક જોયો. તરત જ તેને તે ખોલ્યો.

(હેતલે પ્રેમને હજાર વાર કહ્યું હશે કે ચેટ ડીલીટ કરજે પણ પ્રેમ તે કરતો જ નહિ.)

સ્વરાએ પહેલીથી લઈને છેલ્લે સુધીની બધી જ ચેટ વાંચી. અચાનક જ પ્રેમ આવ્યો. સ્વરા તેને જોઈને ચોંકી ઉઠી.

( શું લાગે છે ? સ્વરાએ શું કર્યું હશે ? વાંચો આગળના પાર્ટમાં. ત્યાં સુધી ખુશ રહો.)

To be continue... . By

Bhautik Patel 8866514238