Whatsapp love-4 Bhautik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Whatsapp love-4

What’s app love-4

( પ્રેમ હેતલ નું What’s app ચેક કર્યું પરંતુ હજુ last seen ૮ :૦૦ વાગ્યા નું જ બતાવતું હતું તે નિરાશ થઈને ન કરવાનું કરી ગયો હવે આગળ )

પેમ રાત્રે ૧૦ વાગ્યે બેઠો હતો. તેને અનાયાસે જ હેતલ ના નંબર કીપેડ પર લાવી અને ફોન કર્યા.

સામેના છેડે થી ‘તેરી ગલીયા’ વાળી રીંગ ટોન વાગતી હતી. (હંમેશા girls lovesong વાળી જ ringtone રાખતી હોય છે.) પ્રેમ હજી ધ્રુજતો હતો. પણ રીંગ આખી પૂર્ણ થઈ ગઈ. સામે છેડે થી કાંઈ જ જવાબ મળ્યો નહિ. તે મનમાં જ બબડીયો “ અજીબ છે આ છોકરી , મેસેજ પણ નહિ અને કોલ પણ નહિ ઉપડતી “ શું થયું હશે તેને ?

અચાનક જ પ્રેમના મમ્મી આવ્યા તેની પાસે અને બોલ્યા “કેમ બેટા ! શું થયું છે ? સવારનો તને જોવ છું કેમ ઉદાસ છે?

પ્રેમ : મમ્મી ! કાંઈ જ નથી થયું. બસ થોડું ઓફીસ નું ટેન્સન છે. બીજું કંઈ જ નથી.

પ્રેમ ના મમ્મી : બેટા ! જે જગ્યાએ કામ કરતા હોઈએ ને ત્યાના પ્રોબ્લેમ ત્યાજ છોડી ને અવાય. તે પ્રોબ્લેમ્સનું પોટલું માથે રાખી ને ના ફરાય, નહીતર જિંદગી નીરસ બની જાય.

પ્રેમ : તારું આ જ્ઞાન તારી પાસે રાખ.

પ્રેમના મમ્મી : ok બેટા, હા મારે તને આજે એક વાત કહેવી છે. તારે બેટા છોકરી જોવા જવાનું છે. તારા પપ્પાના ફ્રેન્ડ ની છોકરી છે. અમે લોકોએ તો તેને જોઈ જ છે. સારી છોકરી છે. સંસ્કારી છે. અને તારી જેમ જ એન્જીનીયર છે.

પ્રેમ : મમ્મી , મારે કોઈ છોકરીને જોવી નથી. આ વિચાર પપ્પાનો જ હશે. જા તેને કહી દે તે ના પડી રહ્યો છે.

(પ્રેમને તેના પાપા સાથે છત્રીસ નો આકડો હતો, તે બંને વાત વાત માં ઝગડો કરી બેસતા. અત્યારે આ મુદો પણ પ્રેમના પપ્પાએ જ કહયું હતું. )

પ્રેમ બેટા તું અમારો એકનો એક દીકરો છે. અમારા પણ સપના છે કે તને ઘોડિએ બેસાડીને પરણાવીયે, તારી પત્ની સાથે મીઠો ઝગડો કરીએ, તારા બાળકોને દાદા દાદી કહેતા સંભાળવાનો અમને પણ અધિકાર છે બેટા.

(અત્યારે પ્રેમ ગુસ્સે થયેલો હતો. તે હેતલ પરનો ગુસ્સો તેની મમ્મી પર કાઢતો હતો.)

(પ્રેમ ગુસ્સાથી )તો શા માટે જુવો છો આવા સપના જે impossible છે. શું કરવું તે મને ખબર પડે છે. અને હા ! મારા માટે છોકરી શોધવાનું બંધ કરો તમે લોકો.

શું બોલે છે પ્રેમ ? પ્રેમ તને ખબર ના હોય તો હું કહી દવ છું કે હું તારી માં છું. અરે દરેક માં નો અધિકાર છે પોતાના દીકરાના સપના જોવાનો. અરે સપનાઓ થી તો જીવન ચાલે છે. જયારે તું સપના જોવાનું બંધ કરીશ ને ત્યારે રાખની જેમ ઉડી જઈશ. અને આમ રાડો પાડીને તું સાબિત શું કરવા માંગે છે ?

પ્રેમ ( પોતાની ભૂલનો અહેસાસ થયો હોય તેમ ) પોતાની મમ્મી ના ખોળામાં માથું નાખીને બોલ્યો : માફ કરી દે મમ્મી મને “

* * *

સાંજે ૧૧ વાગ્યે હેતલનો મેસેજ આવ્યો.

હેતલ : hi !!!!

પ્રેમ : oh તો અત્યારે તને સમય મળ્યો મેસેજ કરવાનો.

હેતલ : હા !

પ્રેમ : આખો દિવસ ક્યાં હતી ?

હેતલ : sorry મારી personal life છે. તને શા માટે share કરું. અને હા તને કોને પરમીશન આપી ફોન કરવાની મને.

પ્રેમ : અરે ! એમાં પરમીસન થોડીને લેવાની હોય.

હેતલ : ok ! બોલ બીજું.

પ્રેમ : આજે તને બહુ મિસ કરી મેં.

હેતલ : oh ! અચ્છા તને મિસ કરતા પણ આવડે છે.

પ્રેમ : yaa !

હેતલ : જે કામ કરવાનું હોય તે કરાય.

પ્રેમ : હા, તને મિસ કરવાનું કામ છે ને મારી પાસે.

( પ્રેમને હેતલ ના મેસેજ માટે ઘણી રાહ જોવી પડતી લગભગ ત્રણ થી ચાર મિનીટ. તે દરમિયાન તે, હેતલ ના પ્રોફાઈલ પર નજર નાખતો. અને તે status ચેક કરતો )

આજનું status જોયું તેણે “મેને જાન બચા કે રખી હે એક જાન કે લિયે, ઇતના ઈસ્ક કેસે હો ગયા એક અનજાન કે લિયે ”

પ્રેમ : nice status , કોના માટે છે ?

હેતલ : હું શા માટે કહું .

પ્રેમ : ok ! no problem .

હેતલ : હમમ ( છોકરીઓ આ હમમ કહીને શું કહેવા માંગે છે તે જ ખબર ના પડે )

પ્રેમ : ચલ હવે સુઈ જા ! રાત્રીનો એક વાગવા આવ્યો છે.

હેતલ : હા બાબા ! good night

પ્રેમ : gn

sd

jsk

tc

( ટેવ વશ એટલા શબ્દો યાદ હતા પ્રેમને.)

(પ્રેમ અને હેતલ વચ્ચે વોટસએપ માં વાતો લગભગ એક મહિનો પૂરો થવા આવ્યો હતો. પ્રેમ અને હેતલ હવે એકબીજાને જાણતા થઈ ગયા હતા. પ્રેમ હવે દિવસ માં હજારો વાર વોટસએપ ખોલતો અને હેતલ ના મેસેજ ની વાટ જોતો. )

આજે સવાર માં પ્રેમ ઓફીસ પર જતો હતો ત્યાજ તેના પપ્પાએ અટકાવીયો અને કહયું “ બેટા ! તારી મમ્મીએ તને કહ્યું જ હશે તારે છોકરી જોવા જવાનું છે. અને હા મે તેને જોઈ છે ખુબ જ સંસ્કારી છે અને દેખાવડી પણ છે તારી જોડી ખુબ જ જામશે તેની સાથે. પરંતુ , બેટા અમે તારા જવાબ ની રાહ જોવા માંગીએ છીએ. એટલે કાલે સવારે આપણે બંને તેના ઘરે જઈશું. પ્રેમ અત્યારે તેના પપ્પા ના લાગણીભર્યા શબ્દો સાંભળી રહ્યો હતો. તે ખાલી એટલું જ બોલ્યો “ હા ! પપ્પા જઈશું ..”

પ્રેમના પપ્પા તેનો જવાબ સાંભળી ને ખુશ થઈ ગયા. પરંતુ પ્રેમ અંદર થી ડધાઈ ગયો હતો. પ્રેમ ઓફીસે પહોચ્યો. તરત જ ખિસ્સા માંથી ફોન કાઢયો. વોટસએપ ખોલીને હેતલ નું પ્રોફાઈલ જોઈ રહ્યો. તેની આંખ માં આંસુ હતા. તેને હેતલ નું status વાચ્યું.

“દિલસે લિખી બાતે દિલ કો છું જાતી હે,

કુછ લોગો સે મિલકે જીંદગી બદલ જાતી હે.”

પ્રેમ ખુશ થઈ ગયો અને મનમાં જ નક્કી કર્યું. કોઈ પણ છોકરી હોઈ ના પાડીને જ આવીશ. તેનું મન કહેતું હતું કે કદાચ હેતલ કરતા પણ સારી છોકરી હોય તો શું કરીશ ? પ્રેમ મનમાં જ બોલ્યો ohh ! હેતલ કરતા કોઈ સારી છોકરી હોઈ જ ના શકે. અરે હેતલ ને પ્રેમ કરું છુ હું. તેને શું કહીશ હું. અત્યારે પ્રેમનું મન અને દિલ વચ્ચે આંતરિક શબ્દો નો મારો ચાલી રહયો હતો. કોની જીત થશે દિલની કે મનની ? બધી જ અવઢવ સામે કામનો ઢગલો જોઈ કામે લાગ્યો પ્રેમ.

* * *

સવાર માં છોકરી જોવા જવાનું હતું. પ્રેમ ના પપ્પા તો તૈયાર જ હતા. પ્રેમ અરીસા સામે રહીને વિચારતો હતો કે ક્યાં કપડા પહેરીશ ? સામેનું પ્રતિબીંબ કહી રહયું હતું ગમે તે પહેરી લે ને તારે તો આમ ભી નાં જ પડવાની છે. પ્રેમ મનમાં જ જવાબ આપતો હતો. clothing sence જેવું તો હોવું જોઈ ને કઈ, અને પપ્પા ને કેવું લાગશે ?

અચાનક જ પ્રેમના મમ્મી તેનો દરવાજો ખખાડાવિયો અને પરમીસન માંગતા બોલીયા બેટા ! અંદર આવી શકું હું ?

પ્રેમ : મમ્મી તારે પરમીસન થોડી માંગવાની હોય. તારે તો હુકમ કરવાનો હોય.

પ્રેમના મમ્મી : બંને હાથ વચ્ચે પ્રેમ ના માથા પર ચુંબન કરી ને કેટલો સુંદર લાગે છે તું. કોઈ ની નજર ના લાગે મારા દીકરા પર.

(પ્રેમ મન માં જ બોલ્યો લાગી ગઈ છે હેતલ નામની છોકરી ની )

પ્રેમ : અરે મમ્મી શું કરે છે તું ? મારા વાળ વિખાઈ જશે માંડ સેટિંગ્સ કર્યા છે.

પ્રેમ ની મમ્મી : સોરી બેટા, પણ તારી માં છું છોકરા ને વહાલ ના કરું તો કોને કરું .

પ્રેમ : જા પપ્પા ને જઈને કર.

પ્રેમની મમ્મી : બેટા અમારી ઉમર થઈ ગઈ છે હવે. મારે તને એક વાત કહેવી છે. મેં અને તારા પપ્પા આ છોકરી જોઈ છે. હવે તારો નિર્ણય આખરી રહેશે. બેટા જિંદગીના અમુક નિર્ણય જોઈ વીચારીને લેવા જોઈએ નહીતર આખી જિંદગી પસ્તાવાનો વારો આવે. અને તું પહેલી વાર છોકરી જોવા જાય છે નર્વસ તો નથીને ?

પ્રેમ : નહિ મમ્મી તારા ભાષણ હવે બંધ કર.

પ્રેમ સ્પ્રેનો ફુવારો તેના shirt પર છાંટીયો અને તેની મમ્મી પર પણ.

પ્રેમ ના મમ્મી : તને ખબર છે મને આવી સ્મેલ થી માથું ચડે છે.

પ્રેમ : સોરી મમ્મી . I love you

* * *

પ્રેમ અને તેના પપ્પા છોકરી વાળા ના ઘરે પહોચ્યા. છોકરી ના પપ્પા તેમના મિત્ર હતા એટલે કંઈ અજાણ્યા જેવું હતું જ નહિ. અને બધા અંદર ગયા.

પ્રેમ અત્યારે તેમના સોફા પર બેઠો હતો. આખા ઘર માં પ્રેમે નજર ફેરવી. એક પેન્ટિંગ હતું જે ખુબ જ ગમ્યું પ્રેમને. થોડીવાર માં નાસ્તો આવ્યો. પ્રેમે નકાર માં માથું હલાવ્યુ અને કહયું હમણા જ નાસ્તો કર્યો છે નહિ ચાલે.

ત્યાજ એક રૂપાળી છોકરી ચા લઈ ને આવી. તેને જોઈ ને પ્રેમના હોશ ઉડી ગયા. તેને ચક્કર આવવા લાગ્યા તેને થયું કે તે ત્યાજ પડી જશે. માંડ-માંડ તેણે પોતાની જાતને સંભાળી. પેલી છોકરી પણ પ્રેમને જોઈ ને દંગ રહી ગઈ. તેના હાથમાંથી રકાબી પડી અને તેના ટુકડા ચારે તરફ વેરાય ગયા. એક ટુકડો પ્રેમના પગ પાસે જઈને પડ્યો. તેણે હાથ વડે કીટલી જોરથી પકડી. તેને ગરમ લાગી ત્યારે તેને ભાન થયું.

( બધાજ વિચારતા હતા કે શું થયું? આ કઈ જ ખબર પડતી નથી. કોણ હશે તે છોકરી ? તમને શું લાગે છે ?)

To be continue….

By

Bhautik Patel

8866514238