Whats App Love - 1 books and stories free download online pdf in Gujarati

Whats App Love - 1

whats app love ૧

નીતાબેન અને હરેશભાઈ આજે બહુ ખુશ હતા. તે લોકો એક marraige function માં જવાના હતા. જે હતા નીતાબેન ની સગી બહેન રંજન ની પુત્રી ન હતા. નીતાબેન ને આમ તો બે જ દીકરી હતી જે પાયલ અને હેતલ છે.

જેમાં પાયલ મોટી અને હેતલ નાની છે. દરેક પરિવારની જેમ નાની બહેન એટલે વહાલ નો દરિયો. બને બહેનો એક બીજાને ખુબ જ પ્યાર કરતી હતી. આમ ગણો તો એક-બીજા વિના રહી શક્તિ ન હતી. બંને બહેનોએ નીતાબેનને દીકરાની ખોટ વર્તવા જ દીધી ના હતી!!! નીતાબેનને ક્યારેક થઇ જતું કે ભગવાને એક દીકરો આપ્યો હોત તો કેવું સારું હોત, આ ખોટને લીધે તે ખૂણામાં જઈને રડી પણ લેતા, જેની કોઈ ને પણ જાણ ના થતી.

પાયલ મોટી હતી એટલે જન્મથી જ તેનો સ્વભાવ એકદમ શાંત, પ્રામાણિક, લાગણીસભર હતી. જયારે નાની બહેન હેતલ એટલે વવાઝોડા નું બીજું નામ. તે આવે એટલે આખું ઘર ગજવી નાખે!!! જો તેને ભાવતી વાનગી રસોડામાં ના બની હોય તો તે જામે પણ નહિ. અને આખું ઘર તેને મનાવવા મથતું રહે. પાયલ અને હેતલ ઘરે હોય ત્યારે english માં જ વાત કરે પછી ભલેને ભાંગેલું-તૂટેલું કેમ ના હોય !!! નીતાબેન તે બંનેને જોઈ રહે અને મન માં જ વિચારે ચડી જતા દીકરીઓ હવે મોટી થઇ ગઈ છે. તેના માટે મુરતીયા પણ શોધવા જોઇશે. નીતાબેન હરેશભાઈને આ વાત પણ જણાવતા પણ હરેશભાઈ હંમેશની જેમ તેના કામમાં લાગી રહેતા અને કહેતા મળી જશે ભાઈ ! મુરતિયાની ક્યાં તાણ છે આ શહેરમાં.

પાયલ પાસે હેતલ જેટલું રૂપ ના હતું પણ પાયલ દેખાવમાં નમણી એટલે bleck beauty જેવી જ લાગતી. જયારે હેતલને તો ભગવાન એ extra સમય માં બનાવી હોય તેવી હતી.

હેતલ દેખાવ માં એકદદમ white. તેની આંખોમાંથી તેજ વરસતું, તેના ચહેરાની એકદદમ ડાબી બાજુએ એક તલ તેની સુંદરતામાં ચાર ચાંદ લાવી દેતા. તેના stright hair જયારે ખુલ્લા હોય અને એકટીવા પર નીકળે એટલે હિરોઇન જેવી જ લાગતી!!!! જયારે બને બહેનો walking કરવા નીકળે એટલે બધાં પુરુષોની નજર એક જ છોકરી પર હોય અને તે હોય હેતલ. હેતલ તેની બહેન ને કહેતી “આપને કોઈ દિવસ line ની મારવાની સામેથી મળે તો most welcome” અને પાયલ તેને ચુપ બેસવા કહેતી.

ચાલો હવે packing કરો. સાંજે 7 વાગ્યે સુરત જવા માટેની train છે. નીતાબેને કહ્યું. ત્યાં જ હેતલે કહ્યું હા વરી ખબર છે, તારી મોટી બહેનની છોકરીના marriage છે. અમે તો ક્યારનુય packing કરી લીધું છે. હંમેશાની જેમ હરેશભાઈ શેવિંગ કરી રહ્યા હતા ત્યાં જ નીતાબેન આવી ને બોલ્યા “ઓહો!! મેરે handsome husbund આજે તો કઈ શાહરૂખ લાગે છે ને કઈ!!!” હરેશભાઈ નાક પર આંગળી મૂકી ઈશારામાં જ બોલ્યા “મૂંગી મરને ખબર નથી પડતી જુવાન જોધ બે દીકરી છે સાંભળી જશે તો કેવું લાગશે?” નીતાબેન મોઢું બગાડીને બોલ્યા “હા ભઈ ખબર છે, હું તો એ કહેવા આવી હતી કે તમે તમારો સામાન ગોઠવી દેજો. મેં દીકરીઓને પણ કહી દીધું છે. હરેશભાઈ મનાવવા માટે સ્મિત કરી ને બોલ્યા “ok darling!!!!”

સાંજે ૬:૩૦ વાગ્યે નીતાબેન અને તેનું familly અમદાવાદના રેલ્વે staion પર ઉભા હતા. બહેનને પહેલે થી જ ફોન કરી દીધો હતો “અમે અમારી રીતે આવતા રહીશું. તમે કોઈ તકલીફ લેતા નહિ” નીતાબેનને ખબર પણ ના હતી કે આ marriage માં શું થવાનું છે? પાયલ અને હેતલ એકબીજા સાથે વાતો કરતી હતી. બધાં જુવાનીયાઓની નજર હેતલ પર હતી.

અચાનક એક handsome છોકરો જે લગભગ ૨૩ વર્ષનો લાગતો હતો. માંજરી આંખો, સ્પોર્ટ શૂઝ જે હમણાં જ ખરીદેને લાવેલો હોય તે પહેર્યા હતા. White shirt તેની white ચામડી કરતા ઝાંખો પડતો હતો ,બ્લુ colour નું jeance તેને perfact બોય બનાવતું હતું. પાટલી પટ્ટી નું બેલ્ટ તેની કમરને perfact ફિટ થયેલું હતું. મોંઘુડાટ perfume તેની personality ને ચાર ચાંદ લાવી દેતા હતા. તેનું નામ પ્રેમ હતું. પ્રેમ platform પર ઉભો હતો. તેની નજર હેતલ પર પડી. હેતેલ પણ પ્રેમને જોતી હતી. એકબીજાની આંખો લગભગ 1 minute સુધી મળેલી રહી. અચાનક જ હેતલને પરીસ્થિતનું ભાન થયું. તેને આંખો હટાવી અને બહેન સાથે વાત કરવા માંડી.

અમદાવાદ ના platform number ૨ પર train આવી. હરેશભાઈનું familly train માં ચડ્યું, ત્યાં જ પ્રેમ પણ તે જ ડબ્બા માં ચડ્યો. તેની sheet નીતાબેન ની sheet ની એકદમ સામે જ હતી. તેની નજર હેતલ પર પડી. તે મનોમન બબડ્યો “ચાલો time પાસ તો મળ્યો ,આજે train ની ticket ના પૈસા વસુલ થશે, આજે line મારવા મળશે.” અત્યારે હેતલને પ્રેમમાં કોઈ interest ના હતો. તેને તેની personality જોઈ હતી. પણ તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી. જયારે પ્રેમ સુરત ના પહોચ્યો ત્યાં સુધી હેતલને જ જોયા કરતો. તે એક્દમ મોહી ગયો હતો હેતલ પર. જો તેને ભગવાન છેલ્લી ઈચ્છા પૂછે તો હેતલ સિવાય બીજું કઈ જ ના માંગે !!!!!

સુરત રેલ્વે station platform નંબર 3 પર train આવી પહોચી. નીતાબેન અને તેનું familly train માંથી નીચે ઉતરીયું. જયારે પ્રેમ હજુ ઊંઘતો હતો. અચાનક જ સફાળો જાગ્યો અને પોતાનો સમાન લઇને નીચે ઉતરીયો. તેને પોતાના friend ને call કરવાનો હતો તે પણ ભૂલી ગયો. પછી તેને નક્કી કર્યું પોતે જાતે જ ચાલ્યો જશે .

નીતાબેન સુરત stion થી પોતાના બહેનના ઘરે જવા માટે ટેક્ષી મંગાવી હતી, તે લોકો તેના તરફ રવાના થયા. પ્રેમ હજુ હેતલને જ જોતો રહ્યો. અચાનક જ તેને યાદ આવ્યું એટલે તેને પણ ટેક્ષી તરફ હાથ લંબાવિયો અને તેમાં બેઠો. હજુ તેને હેતલના જ વિચાર આવતા હતા. તે વિચારતો હતો કે આ છોકરી મને મળી જાય!!!!!!!!!

નીતાબેનની ટેક્ષી રંજનબેનના આલીશાન બંગલા પર આવી પહોચી. રંજનબેન પોતે જ બહાર ઉભા હતા, નીતાબેનની રાહ જોઈને. તે બંનેને એકબીજાને જોઈને આંખોમાંથી પાણી આવી ગયા. ત્યાં જ હેતલ આવી અને બોલી “તમારા બંનેના emotional drama પુરા થઇ ગયા હોય તો અંદર જઈએ.” રંજનબેન બોલ્યા : “હા! બેટા ચાલો અંદર.” ઘણા guest આવેલા જ હતા. અને marriege ની તૈયારી શરૂ થઇ ગઈ હતી. બધા જ તેમાં વ્યસ્ત હતા. એક તરફ ખુશીનો પાર ના હતો. તો બીજી તરફ દીકરીના જવાનું દુ:ખ છલકાતું હતું.

રંજનબેન તેના બંગલાને શણગારવામાં વ્યસ્ત હતા. મહેમાનો જાણે બધી જ વાતો આજે કરવા માટે આવેલા હોય તેમ વાતોમાં મશગુલ હતા. છોકરીઓ એકબીજા સાથે અંદરો-અંદર ચહેલ-પહેલ કરતી હતી. તેનો અવાજ બહાર નીકળતો હતો. બરોબર લગ્નની તૈયારીઓ જામી હતી.

અચાનક જ એક pollice ની વાન રંજનબેનના બંગલા સામે આવી ને ઉભી રહી. આગળ બેઠેલો driver પોતાના કાગળ જોઈને ચકાચતો હતો કે આ તે જ બંગલો છે ને? એક કોન્સ્ટેબલ તેની આગળ બેઠો હતો. તે લોકો પોલીસની વાનમાંથી નીચે ઉતરીયા. પાછળ એક અજાણ્યો માણસ તેની સાથે ઉભો હતો. અચાનક રંજનબેન અને ઘરના વડીલો બહાર આવ્યા. તે સાથે આવેલો માણસને જોઈને સહુની આંખો પહોળી થઇ ગઈ. કોણ હતો તે માણસ??? શું કામ પોલીસ ત્યાં આવી હશે?

જાણવા માટે વાચો part 2.......Story will be continue…..

By

Bhautik Patel

8866514238

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED