Whats App Love - 5 books and stories free download online pdf in Gujarati

Whatsapp love-5

whats app love 5

(પ્રેમ છોકરી જોવા માટે તેના પપ્પા સાથે ગયો હતો. તે છોકરી જોય ને તેના હોશ ઉડી ગયા સામે છેડે છોકરી પણ ડઘાઈ ગઈ હતી. તેના હાથ માં રહેલી ચાં ની રકાબી નીચે પડી ગઈ હતી. બધા જ લોકો આ જોતા રહ્યા શું થઈ રહ્યું હતું આ બધું ,હવે આગળ...)

છોકરી ના પપ્પા બાજી સંભાળતા બોલ્યા કશો વાંધો નહી બેટા. તેને નોકર ને બોલાવી ને સાફ કરાવ્યું. પ્રેમ ના પપ્પા તેને આશ્વાશન આપતા હતા. પહેલી વાર છે એટલે થોડી નર્વશ હશે. બીજું કઈ જ નથી. જયારે પ્રેમ ને ખબર હતી કે શું થવાનું છે. છોકરી ના પપ્પા એ પ્રેમ ને ઈશારો કરતા કહ્યું કે તમે એકબીજા જોડે વાતો કરી શકો છો.

પ્રેમ છોકરી ના ઓરડા તરફ ગયો. ખુબ જ સરસ રીતે શણગારેલો બેડ રૂમ હતો. પ્રેમ ને આ બધું જ ગમ્યું. પ્રેમે ઓરડા ના દરવાજા પર ખખડાવતા કહ્યું હું અંદર આવી શકું?

છોકરીએ કહ્યું : ya!!!! Off course why not .

અત્યારે બેડ રૂમ માં તે બંને સિવાય કોઈ જ ના હતું. પ્રેમ પરિસ્થિતિ સમજી ગયો હતો તેને પૂછ્યું “તારું નામ શું છે હું ભૂલી ગયો છું?”

છોકરી બોલી સ્વરા. (સ્વરા એ તેની college lifeમાં એકવાર નહિ પચાસ વાર પ્રેમ ને પ્રપોજ કરેલું. પ્રેમ તેને કારકિદી નું બહાનું કાઢી ને નાં પડતો રહ્યો. અત્યારે અનાયાસે જ બંને ભેગા થઇ ગયા. સ્વરા ખુશ ના હતી કારણકે માંડ કરી ને તેણે પ્રેમ ને ભૂલ્યો હતો. અને ફરીવાર તેની સામે આવી ને ઉભો હતો. પણ એક વાત સારી હતી કે પ્રેમ તેને જોવા આવ્યો હતો. અને તે પ્રેમ ને પામી શકશે એવી આશા ફરી થી બંધાઈ હતી.)

સ્વરા : હા તો પ્રેમ !!! તે મને college માં જ હા પડી દીધી હોત તો તારે અહિયાં આવવું પડ્યું ના હોત. હું ખુશ છું કે ફરી થી તું મને મળ્યો. અને હું તને પામી શકીશ. મારો પહેલો પ્રેમ જે મને તરછોડી ને જતો રહ્યો હતો તે અહિયાં જ બેઠો છે મારી સામે. “I CANT BELIVE THIS. THANK YOU GOD” ફરી થી પાછા ભેગા કરવા માટે.

(સ્વરા અત્યારે બોલ્યે જ જતી હતી અને પ્રેમ તેને સાંભળતો હતો)

પ્રેમ : કેટલું બોલે છે તું સ્વરા ..?

સ્વરા : અરે બોલવા દે મને મન મુકીને. આ ક્ષણ જ એવી છે હજારો વર્ષ ની તપસ્યા નું ફળ મને આજે મળ્યું હોય તેવું લાગે છે.

પ્રેમ! પ્રેમ! પ્રેમ!

કેટલું અદભુત નામ છે જેમાં જિંદગી નું પુર્ણ અસ્તિત્વ સમાયેલું છે. પ્રેમ તને ખબર છે?

“ દિલ થી જીવાયેલી એક ક્ષણ આખી જિંદગી ને સાર્થક કરી દે છે”

અને આ ક્ષણ મારે જીવવી છે, માણવી છે, અનુભવવી છે પ્રેમ. તેન ખબર નથી પ્રેમ તે જયારે મને ના પડી હતી ત્યારે હું કેટલી વાર ખુબ જ રડી હતી. અરે આસુંઓ ને શરમ આવી ગઈ હતી કે બસ કર સ્વરા હવે કેટલું રડીશ. તારા વગર ના આ બે વર્ષ તને ભૂલવા મથી રહી પણ કોણ જાણે તારો હસતો ચહેરો પાછો મારી નજર સામે આવી જતો. અને ફરી થી તારા પ્રેમ માં પડી જતી હું. તારા વિના જિંદગી જીવવા ના વિકલ્પો શોધતી હું. કોઈ બીજા પર ગુસ્સે થઇ જતી.

પ્રેમ : બસ કર હવે સ્વરા.

(પ્રેમ ને ખબર પડી ગઈ હતી કે સ્વરાં ને હું પાછો મળી ને સહુથી મોટી ભૂલ કરી છે મેં. તે જાણી ચુક્યો હતો કે સ્વરા નો પ્રેમ college કરતા પણ ૫૦ ગણો વધારે થઇ ગયો છે હવે. તે હવે પોતાની દુનિયા બનાવી ને બેઠી છે.) પ્રેમે સ્વરા નો હાથ પકડી ને તેની બાજુ માં બેસવા કહ્યું.

પ્રેમ : સ્વરાં મારે તને કઇક કહેવું છે તું ખોટું ની લગાડતી plz.

સ્વરા : હા બોલ પ્રેમ !!!

પ્રેમ : આજ પછી ક્યારેય રડીશ નહિ મારા માટે પ્રોમિસ આપ મને.

સ્વરા : ok બાબા પ્રોમીસ !!

પ્રેમ ખુબ જ ગંભીર બનીને : સ્વરાં sorry મને માફ કરી દેજે plz.

સ્વરા અટકાવીને જ બોલી “ કોઈ સારું બહાનું શોધજે મારાથી નારાજ થવાનું કારણકે તને ચાહવા સિવાય બીજો કોઈ ગુનો નથી કર્યો મેં”

પ્રેમ : સ્વરા ! હું કોઈ બીજી છોકરી ને પ્રેમ કરું છું, plz મને સમજવાનો પ્રયત્ન કરજે....

સ્વરા : what the hell of my life . પ્રેમ શા માટે જુઠ્ઠું બોલે છે? કહી દેને હું તને પ્રેમ કરું છું.

પ્રેમ : હું જુઠ્ઠું નથી બોલતો સાચું કહું છું. હું એક છોકરી ના પ્રેમ માં છું.

સ્વરાં (ગુસ્સે થી) : શા માટે તો તે ઢોંગ કર્યો મારી પાસે આવી ને. સાબિત શું કરવા માંગે છે તું ? ફરી થી મને પાગલ કરવાનો ઇરાદો છે તારો. અરે જિંદગી ની એક થપ્પડ તો ખાઈ ને બેઠી છું, અને ફરી થી બીજી થપ્પડ મારવા આવ્યો છે તું. જતો રહે મારી નજર સામે થી અને ક્યારેય તારું મો નહિ બતાડતો મને .

પ્રેમ : તારો ગુસ્સો વ્યાજબી છે સ્વરાં. પણ હું તે છોકરી ને શું જવાબ આપીશ જેને હું પ્રેમ કરું છું.

સ્વરા : શું તે છોકરી તને પ્રેમ કરે છે ??

પ્રેમ : ખબર નહિ પણ હું તેને દિલોદિમાગ થી પ્રેમ કરું છું હું જાણું છું તેને, તે કરતી હશે મને love.

સ્વરા : વાહ !! પ્રેમ તને જ નથી ખબર કે તે તને પ્રેમ કરે છે કે નહિ ?

(પ્રેમ ને હવે ખબર પડી કે તેણે હેતલ ને તો ક્યારેય પૂછ્યું જ નહિ કે તે love કરે છે કે નહિ ?)

સ્વરાં : જોજે પ્રેમ ક્યારેક આપણા જ આપણી પથારી ફેરવી નાખે છે. જેને આપણા માન્યા હોય તે ક્યારેક આપણા ના પણ હોય.

પ્રેમ : ok ચોક્કસ હું ધ્યાન રાખીશ. મને માફ કરી દે જે .

સ્વરા : અરે માફ તો તેને કરાય કે જેને ભૂલ કરી હોય અને તે તો કઈ ભૂલ કરી જ નથી. ભૂલ તો મેં કરી છે તને પ્રેમ કરી ને ..

પ્રેમ : ભૂલી જા આ બધું કોઈ સારું પાત્ર શોધીને લગ્ન કરી લે .bye

સ્વરા : ગૂડ જોક પ્રેમ. એક વાત કહું પ્રેમ તને ?

પ્રેમ : હા!!!!!!

સ્વરાં : i love you ..........

(પ્રેમ ને છેલ્લા શબ્દો તેની કને પડ્યા જે માં સ્વરા રડતી હોય તેવું લાગ્યું. તે ઝડપ થી ત્યાં થી ભાગ્યો.)

* * *

“અરે! બેટા આવી ગયો કેવી રહી તારી મુલાકાંત ?” પ્રેમ ના પપ્પા એ કહ્યું.

પ્રેમ : અદભુત રહી. અકલ્પનીય હતી.

સ્વરા ના પપ્પા ઉત્સાહિત થઇ ને કહ્યું તને ગમી તો ખરા ને મારી દીકરી ?

પ્રેમ : અંકલ થોડો સમય આપો મને હું મારો નિર્યણ મારા પપ્પા ને જણાવી દઇશ.

પ્રેમ અને તેના પપ્પા બહાર નીકળ્યા. પ્રેમ ગાડી માં બેસવા જતો હતો ત્યાં જ તેને સ્વરાં ને બાલ્કનીમાં જોઈ. તે હજુ રડતી હતી. તે તરત જ ગાડી માં બેસી ગયો.

* * *

(પ્રેમ મન માં વીચારી રહ્યો હતો કે હું આજે હેતલ ને પુછીસ કે તે મને love કરે છે કે નહિ? પ્રેમે ખિસ્સા માંથી ફોન કાઢી ને હેતલ નું whats app જોયું જે હજુ 5 minute પહેલા જ on હતી.)

પ્રેમ : હેતલ તારી સાથે ની પ્રત્યેક મુલાકાત મારી જિંદગીની શ્રેષ્ઠ પળો માની એક છે. હું જયારે એકલો હોવ છું ત્યારે તારી સાથે ની યાદો તાજી કરું છું. અત્યારે મારે તને એક વાત પૂછવી છે...

“શું તું મને પ્રેમ કરે છે ?

શું લાગે છે હેતલ હા પાડશે પ્રેમ ને ?????

To be continue…….

BY

Bhautik Patel

8866514238

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED