કોફી હાઉસ - ૧૯ Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ - ૧૯

કોફી હાઉસ પાર્ટ – 19

વિષય – લવ સ્ટોરી

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે પ્રવીણભાઇ જે સ્ત્રીને દવાખાને લઇ ગયા હતા તે સ્ત્રી બીજુ કોઇ નહી પણ તેના મમ્મી હતા પણ જ્યાં સુધીમાં તેને ખબર પડે છે ત્યાં સુધીમાં તો તેના મમ્મી અનંતની યાત્રાએ ચાલ્યા ગયા હોય છે. પ્રવીણ એ જાણીને બહુ દુઃખ વ્યક્ત કરે છે અને બીજી બાજુ તેના પપ્પા તેના અને તેની મમ્મી પર ખુબ ગુસ્સો કરતા મનફાવે તેમ બોલતા રહે છે. હવે વાંચીએ આપણે આગળ............)

“હા પપ્પા હા, મારી મા આપણે બન્નેને છોડીને પ્રભુ પાસે જતી રહી છે.” “પણ અચાનક એવુ તે શું થઇ ગયુ કે.....???” મારા પપ્પા વચ્ચે બોલતા અટકી ગયા. “પાપા મમ્મીનું ટ્રક સાથે બહુ ભયંકર રીતે અકસ્માત થયુ હતુ. આપણે જયારે તમારી કસરત માટે ગયા અને હું બહાર ચા પીવા ગયો હતો એ વખતે જ આ અકસ્માત થયો હતો. કમનસીબીની વાત તો એ છે કે હું અને કલ્લુ જ મા ને દવાખાના સુધી લાવ્યા હતા પણ તેના વીખરાયેલા વાળને કારણે હું મમ્મીનો ચહેરો જોઇ શક્યો નહી અને મારી જન્મદાત્રી માતાને ઓળખી પણ શક્યો નહી.” કહેતા મને ડુમો ભરાઇ આવ્યો પણ પાપાના ખભે માથુ મુકી રડવાનો વિચાર સુધ્ધા મને ન આવ્યો. “આ સાંભળી પાપાનું હ્રદય પણ જાણે એક ધબકારો ચુકી ગયુ હોય તેમ તે બાજુમા જ પડેલી ખુરશી પર ફસડાઇ પડ્યા. “પણ પ્રેમીલાને એવુ તે શું થઇ ગયુ હતુ કે તેને આવડૉ મોટો ખટારો પણ નજરે ન ચડ્યો. એવી તે શું ધડે ચડી ગઇ હતી કે તેનો અકસ્માત થયો?” “હું પાપાની પાસે આવ્યો અને તેમને દિલાસો આપવા નજીક તો ગયો પણ મારા શબ્દો ખુટી પડ્યા હતા. શું બોલુ? કેમ પાપાને સમજાવું?”

“પાપા હિમ્મત રાખો. હવે મમ્મી આપણી પાસે ક્યારેય નહી આવે. હવે ચાલો મારી સાથે. આપણે દવાખાને જવાનુ છે મમ્મીને લેવા માટે.”

“પાપા મને ભેટી પડ્યા. તેને મારી સાથે ઘણી વાતો કરવી હતી. તેના હ્રદયમાં ઉઠેલા દુઃખના તોફાનને વેદના સ્વરૂપે ઠાલવવું હતુ પણ જાણે વાંચા તેનો સાથ છોડી ચુકી હતી. બસ તેના આંસુ એ વાતના સાક્ષી હતા કે પાપાના હ્રદયમાં દુઃખનો દરિયો ઘુઘવાઇ રહ્યો હતો.” “બસ પાપા હવે દુઃખી ન થાઓ. આખી જીંદગી મા એ દુઃખ સહન કર્યુ છે. પહેલા તેને દાદી દ્વારા માતાને બદલે કડક સાસુમા મળ્યા અને પછી.......” મારાથી પાપાનું નામ લઇ ન શકાયુ. શબ્દ ગળામાં જ અટકી પડ્યા. “પછી મારા જેવો નશુક પતિ કે જે તેને કોઇ દિવસ સમજી ન શક્યો અને નાની નાની વાતમાં તેને વઢતો જ રહ્યો. બરોબર ને દિકરા???” પાપાએ મારી વાતનો દોર સાધી લીધો. “બસ હવે પાપા. તમારી જાતને કોષો નહી. જે થવાનુ હોય છે તે થઇને જ રહે છે. આપણે તો બસ નિમિત માત્ર છીએ. ઉઠો અને મારી સાથે ચાલો. આપણે હવે મા ને હસતા હસતા વિદાય આપવાની છે ને???” “અમે બન્ને દવાખાને ગયા. ડોક્ટર સાથે વાતચીત કરી નિયત કાગળ પર સહી કરી મમ્મીનું બોડી ઘરે લઇ જવાની તૈયારી કરવા લાગ્યા. “એક્સક્યુઝ મી મિસ્ટર પ્રવીણ.” પાછળથી મને ડોક્ટર સાહેબનો અવાજ આવ્યો. “જી સર. કહો. કાંઇ કામ છે?” “આ તમારા મમ્મીના કપડા અને શરીરના ઘરેણા તમને આપવાના હતા. લો આ તમારા મમ્મીની આખરી નિશાની.” કહેતા મને બેગ આપી.

“મમ્મીની એ બધી વસ્તુઓને ગળે લગાડી, હું પાપાને લઇને એમ્બ્યુલન્સમાં બેસી ગયો. રસ્તામાંથી મે મનુભા અને મારા સગા-વ્હાલાઓને ફોન કરી દીધો. મમ્મીને જામનગરમાં મન લાગી ગયુ હતુ એટલે પાપાની રજા મેળવી મમ્મીના અગ્નિ સંસ્કાર જામનગરમાં જ કરવાનુ નક્કી કર્યુ. “રાત થવા આવી હતી. બધા નજીકના સગા સબંધીઓ આવી ચુક્યા હતા પણ ઘરની લક્ષ્મીને રાત્રે ઘરેથી વિદાય ન અપાય તેથી મમ્મીને સવારે અગ્નિ સંસ્કાર આપવાનુ નક્કી કર્યુ હતુ. “પાપા તમે સુઇ જાઓ. આખી રાત જાગવાથી તમારી તબિયત બગડી જશે. આજે તમે કાંઇ જમ્યા પણ નથી અને રાતની દવા પણ ખાધી નથી પાપા. પ્લીઝ સુઇ જાઓ.

“દિકરા હવે શું ઊંઘ અને હવે શું મારુ જીવન? બધુ લુંટાઇ ગયુ દિકરા. મારા જીવનની મોટામાં મોટી ભૂલ કહે તો ભૂલ અને કમનશીબી કહે તો કમનશીબી કે હું તારી મા ને સમજી ન શક્યો અને તેને રતીભાર પણ પ્રેમ આપી ન શક્યો. હરહંમેશ બસ તેને વાગ્બાણ જ માર્યા અને ન કહેવાનુ કહ્યુ. પ્રેમની હુંફ માટે તડપતી તારી માની ભાવના ક્યારેય મારા પથ્થર દિલને સ્પર્શ જ ન કરી શકી. હવે ઊંઘ કરુ તો પણ શું? ભગવાન કરે ને મને પણ હવે બોલાવી લે તો સારૂ.”

“મોહન તુ જીદ્દ ન કર. થોડો આરામ કરવાથી તારા મનને પણ શાંતિ મળશે. ભાભીની આત્માની શાંતિ માટે તો આરામ કરી લે. તેને દુઃખ નહી થાય શું કે તુ આમ હેરાન થાય તેમા?” મનુભાએ કહ્યુ. “મનુભા આજે મને મજબુર ન કરો આરામ કરવા માટે. આજે છેલ્લી વખત તો શાંતિથી તમારા ભાભી પાસે બેસી લેવા દો. તે જીવતી હતી ત્યાં સુધી તો તેની કિંમત ન કરી, હવે આજે તો આ અમુલ્ય હિરાને નિહાળી લેવા દ્યો મને.” પાપા મનુભા સામે હાથ જોડી રડી પડ્યા. મનુભાએ તેને દિલાસો આપી મને આંખના ઇશારે સમજાવી દીધુ અને પાપાને ત્યાં બેસી રહેવા દીધા. “સવારે મમ્મીને દુઃખી હ્રદયે અગ્નિદાહ આપી દીધા બાદ બે-ત્રણ દિવસ તો પાપા કાંઇ બોલ્યા જ નહી. બસ મુંગા બની બેસી રહેતા, ન જમવાનુ ઠેકાણું કે ન દવા લેવાનુ. અરે,, બે-ત્રણ દિવસ તો કસરત માટે પણ ગયા નહી. મામા અને મનુભાએ બહુ સમજાવ્યા ત્યારે કસરત માટે જવા માન્યા. મમ્મીના મૃત્યુ બાદની તમામ વિધી બાદ મનુભા અને સગા-વ્હાલાઓ રજા લઇ જતા રહ્યા. હવે આખો દિવસ હું અને પાપા એકલા જ રહેતા.

“મમ્મીના મૃત્યુ બાદ પાપાના સ્વભાવમાં ખુબ ચેન્જ આવી ગયો હતો. નાં કાંઇ બોલવું કે ન કોઇ દિવસ ગુસ્સો કરવો. હું જેમ કહું તેમ જ કરે. રેગ્યુલર કસરત ચાલુ કરી દીધી. ડોક્ટરની સુચના મુજબ જ સાદુ ભોજન લેવાનુ શરૂ કરી દીધુ અને દરરોજ સવારે નાસ્તામાં કાચા કારેલા લેવાનુ શરૂ કરી દીધુ.” “પાપા આ કડવા કારેલા તમને કેમ ભાવે? મને તો મમ્મી શાક બનાવતી ત્યારે પણ ન ભાવતુ અને તમે આ કાચા કારેલા ખાઓ છો??? સ્ટ્રેન્જ.” “દિકરા, તારી મા અવસાન પામી તે દિવસે યાદ છે ને શું થયુ હતુ? તારી મા એ સાદુ જમવાનુ બનાવ્યુ હતુ અને મે તેના પર ગુસ્સો કર્યો હતો, યાદ છે ને? તેના કારણે જ તેણે જીવ દઇ દીધો. સાચુ કહુ તો તેમા તેનો તો કાંઇ ગુનો ન હતો. મારા માટે થઇને એ બીચારી પણ સાદુ જમવાનુ લેતી પણ એ બધુ મને સમજાયુ ક્યારે??? જ્યારે તે મારી સાથે નથી ત્યારે. હવે તેની યાદમાં જ હું આ બધી પરેજી પાડુ છું અને તેને પ્રેમાંજલી આપવાની કોશિષ કરુ છું. હું જાણું છું કે મારી આ શ્રધ્ધાંજલી મારા ગુનાહ સામે કાંઇ નથી પણ આ રીતે હું તારી મા સાથે હોવાનો એહસાસ કરું છું.” “પાપા તમે દુઃખી ન થાઓ અને નારાજ પણ ન થાઓ તો એક વાત કહું તમને?” “હા બોલ ને બેટા. શું કહેવાનુ છે તારે?” “પાપા હવે મા તો છે નહી અને તમે પણ આખો દિવસ આરામ કરો છો તો મારુ મન આખો દિવસ ઘરમાં લાગતુ નથી તો હું ઇચ્છું છું કે કાંઇક નાની મોટી નોકરી કરી લઉ તો સમય પણ જતો રહે અને કાંઇક આવક પણ થાય.” “બેટા તું તારી ઇચ્છા મુજબ જીવન જીવવા હવે છુટ્ટો છે. મે તારી માતાને કોઇ દિવસ મુક્ત જીવન આપ્યુ નથી પણ હવે એ ભૂલ હું દોહરાવવા માંગતો નથી. જા તારી મનમરજી પ્રમાણે જીવન જીવી લે દિકરા જા, પણ એક વાત યાદ રાખજે કે મને છોડીને તુ જતો ન રહેજે. બાપા અને તારી મા આ બે કુદરતના જીવને તો હું ખોઇ બેઠો છું પણ હવે તને ખોવા માંગતો નથી.” “થેન્ક યુ પાપા. હું તમને છોડીને ક્યાંય જવાનો નથી સમજ્યા??? લવ યુ પાપા.” કહેતો હું પાપાને ભેટી પડ્યો અને પાપા પણ મને પ્રગાઢ રીતે ભેટી પડ્યા. “દિકરા તારુ ભણતર અધુરૂ છોડીને તુ આવ્યો હતો તો નોકરી કરતા એ પુરૂ કરી લે તો તને કાંઇક નોકરી મળી રહે તો તારુ ભવિષ્ય સુધરી જાય.” “પાપાએ અભ્યાસનું નામ લીધુ કે મારા દિલમા એક આગ ઉઠી આવી. મારી કુંજગલી મને એકાએક એવી તે યાદ આવી ગઇ કે હું મારા દિલને રોકી ન શક્યો અને ન ચાહતા પણ આજે આંસુએ આંખમાંથી બહાર નીકળવાના સાત કોઠા ભેદી જ લીધા. “હું પાપાથી મોં સંતાડી બહાર નીકળી તો ગયો પણ આંસુઓને રોકી ન શક્યો. તે દિવસે કુંજની યાદમાં હું જામનગર સાત રસ્તા પાસે જ્યાં હાલ મારુ કોફીહાઉસ ચાલે છે ત્યાં આવી પહોચ્યો તે વખતે ત્યાં ચા-કોફી અને ગાઠીયાની દુકાન હતી. જેમ હું અને કુંજ લાસ્ટ કોર્નર શીટ પર બેસી ચા પીવાના આદી હતા તે જ રીતે હું ત્યાં છેલ્લી શીટ પર એકલો બેસીને કુંજને યાદ કરવા લાગ્યો. “સર શું લઇ આવું?” એક નાનો દસેક વર્ષનો બાળક મારી પાસે ઓર્ડર લેવા આવ્યો. તેના કપડા ફાટેલા હતા અને આંખો તો ઊંડી ઉતરી ગઇ હતી. તેને જોઇને મને ખુબ દયા આવી ગઇ. “બેટા બે કોફી લઇ આવ.” ઓર્ડર આપી તો દીધો પણ મારુ ધ્યાન તે છોકરા પરથી હટ્યુ નહી, તેને જોતા જોતા હું ફરી કુંજની યાદમાં ખોવાઇ ગયો. “લો સાહેબ તમારી બે કોફી. બીજુ કાંઇ લઇ આવું સાહેબ? ગાઠીયા લઇ આવુ સાહેબ? બહુ મજા આવશે તમને, એકવાર ખાઇ તો જુવો.” “એ છોટીયા, અહી બહાર ચા દે ઘરાકને ફટાફટ.” “મારુ ધ્યાન કુંજમાંથી હટી ગયુ પેલા નાના બાળકને જોઇને. થોડી વાર બાદ મે તેને બોલાવ્યો અને ગાઠીયા લઇ આવવા કહ્યુ. “લ્યો સાહેબ આ મસ્ત વણેલા ગાઠીયા.” “એ છોટુ તને એક વાત પુછું?” “હા સાહેબ પુછો ને?” “તને એક દિવસના આ માલિક કેટલા રૂપિયા આપે છે?” “૧૦૦ રૂપીયા સાહેબ.” “આજે હું તને ૨૦૦ રૂપીયા આપીશ. મારુ કામ કરીશ? અહીથી આજનો દિવસ છુટ્ટી લઇ લે કાંઇ પણ બહાનુ કરીને અને ચાલ મારી સાથે.” “સાહેબ દગો તો નહી કરો ને? નહી તો મારા તો આ’યના ૧૦૦ યે જાશે” “અરે બેટા, લે આ ૨૦૦ રૂપીયા એડવાન્સ. હવે તો ખુશ ને?” મે તેને પૈસા આપતા પુછ્યુ. “હા સાહેબ. તમે નાસ્તો કરી લ્યો ત્યાં સેઠને પટાવીને એ સામે મારી રાહ જો’જો. હું ત્યાં આવી જઇશ.” “ઠીક છે બેટા.” મે તેના લાંબા વાળ પર હાથ ફેરવતા ઉભો થયો અને પૈસા ચુકવી તેણે કહેલી જગ્યા પર તેની રાહ જોતો ઉભો હતો ત્યાં મિનિટ પાંચમાં તો તે પોતાની આગવી સ્ટાઇલમાં ચાલતો મારી સામે આવી પહોંચ્યો.

“ચાલો સાહેબ, બોલો શું કામ કરવાનુ છે મારે?” “હમ્મ્મ પહેલા તો ચાલ આપણે નહેરૂ ગાર્ડન જઇએ. ત્યાં તને મજા આવશે.” “શું સાહેબ મજાક તો નહી કરતા ને?” “અરે ના ના હું સાચુ જ કહું છું. ચલ મારી સાથે.” “અલ્યા છોટુ તુ ભણવા જાય છે કે નહી?” તેને હિંચકા ખવડાવતા મે પુછ્યુ. “ના સાહેબ. ભણવા તો જતો નથી. મારી મા અને બીજી બે બહેનો મજુરીકામે જાય છે. મારી ઉંમર નાની છે માટે હું અહી ચા-કોફીની લારીએ કામ કરું છું” “તારા પપ્પા?” “એ બેવડો તો દેશી દારૂ પી પી ને મરી ગયો. હવે અમે બધા મહેનત કરીને અમારી જીંદગી જીવીએ છીએ.” “અરે અરે બેટા એમ ન બોલાય.” “તારે કાંઇ નાસ્તો કે કરવું છે? ભુખ લાગી છે?” “સાહેબ અહી મસ્ત ચાટ મળે છે. ચાલો આજે હું તમને એ ચાટ ખવડાવું.” તેની ખુદ્દારી પર મને ગર્વ થયો. “અમે બન્ને ચાટવાળાની દુકાને ગયા. તેણે પેટ ભરીને ચાટ ખાધી અને સ્ટીમ ઢોકળા પણ ખાધા પછી કોલ્ડ ડ્રીંક્સ પી ને અમે બન્ને ગેલેક્સી ટોકીઝમાં ફિલ્મ જોવા ગયા. ફિલ્મ જોયા બાદ અમે બન્ને સપડા ડેમ બાજુ ફરવા ગયા. ત્યાં તે કદાચ પહેલી વાર આવ્યો હશે તેવુ મને લાગ્યુ. સાંજે ફરી કચ્છી દાબેલી અને કટકા બ્રેડનો નાસ્તો અમે બન્નેએ સાથે કર્યો. સાંજે તેના મમ્મી માટે એક સાડી, તેની બહેનો માટે ડ્રેસ અને તેના માટે જીન્સ ટી-શર્ટની ખરીદી બાદ જ્યારે મે તેને ઘરે જવા રજા આપી ત્યારે તે આભો બની ગયો. “શું સાહેબ એક તો આવો જલ્સો કરાયવો અને ઉપરથી બસો રૂપીયા ય દીધા?”

“હા બેટા, તારી આન્ટીની આજે મને બહુ યાદ આવી ગઇ હતી. અમે આમ જ કેન્ટિનમાં બેસી કોફી પીવા અવારનવાર જતા. તે બહુ સરળ અને કોમળ દિલની હતી. તેને તારા જેવા નાના છોકરાઓ પર ખુબ પ્રેમ હતો. હંમેશા તે આ રીતે તારી જેમ કામ કરતા છોકરાઓને મદદ કરતી. આજે તને આ રીતે કામ કરતો જોઇને મને પણ તારી આન્ટિની જેમ તને મદદ કરવાનુ મન થઇ આવ્યુ એટલે તને ફેરવ્યો અને પૈસા પણ આપ્યા.

“વા રે વા સાહેબ આન્ટી તો ભારી સા’રા . કો’ક દિ તેને ય કોફી પીવા લઇ આવજો ને. મસ્ત ટનાટન કોફી બનાવીને પીવડાવીશ.” “બેટા એ મારી સાથે નથી અત્યારે.” “તો ઇ ક્યાં છે સાહેબ.?” “મને ખબર નથી બેટા એ ક્યાં છે. બસ તેને શોધવી છે પણ ક્યાંથી સરૂઆત કરું એ ખબર નથી મને.” “લ્યો કરો વાત, તો આજે કે’વુ તુ ને તો આજે જ ગોતી લેત આપણે ઇને.” “અરે છોટુ તે અહી જામનગરમાં નથી. બીજા શહેરમાં છે પણ જો પેલા ઉપરવાળાની ઇચ્છા હશે તો એક દિવસ અમે બન્ને જરૂર તારી એ દુકાને કોફી પીવા આવશું. હવે બહુ મોડુ થઇ ગયુ છે તો ચલ તને ઘરે મુકતો જાંઉ અને હા તને મે પૈસા આપ્યા છે તેને સારી જ્ગ્યાએ વાપરજે. ખોટી આદતોમાં વેડફી ન નાખજે.” “પાકુ સાહેબ અને તમે ચિંતા ના કરો હુ તો ભાગીને પોંચી જાઇશ મારે ઘેર.” કહેતા તે મને ભેટી પડ્યો અને એક ચુંબન કરી ખુબ આનંદભેર દોડતો ઘરે જવા દોડવા લાગ્યો. “તેણે કરેલા ચુંબનવાળા ગાલ પર હું હાથ પસવારતો રહ્યો. તે છોકરાની મદદ કરવાથી જાણે કુંજ મને ચુંબન કરતી હોય તેવુ સુકુન દિલને થયુ. હું પણ બાદમાં આકાશમાં ટમટમતા તારાઓને નિહાળતો કુંજની સ્મરણવાટિકામાં ફરતો ફરતો ઘરે જવા નીકળી ગયો.”

To be continued……………..