સગપણ Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સગપણ

સગપણ

------------------

નાથિયાનું નામ રાજીવ નગર ની વસાહતમાં ભારેખમ. પોતાની હોંશિયારીથી વસઈ ની બીલ્ડર લોબીમાં જાણીતો થઈ ગયો હતો. તીસ દિવસનું કામ પચ્ચીસ દિવસમાં ખતમ કરી નાખતો હતો. તેની પાસે બસો માણસોની ટીમ હતી. સૌ મજૂરો એની હામાં હા,મેળવતાં હતાં. એનાં ગામડેથી જે કોઈ કામ માટે આવે તેને કામ પર રાખી લેતો.

આમ બધી રીતે સારો પણ નજરનો મેલો ય ખરો.કોઈ રુપાળી છોડી નજરમાં પડે તો તેને પીખી ને જ જંપે.

એટલે સૌ દૂરથી જ રામરામ કરી સલામ મારતાં હતાં. પોતાનાં કામી સ્વભાવને કારણે

લગ્ને લગ્ને કોરાં જેવી એની હાલત હતી.

ત્રણ ત્રણ બાયડી એને છોડીને જતી રહી હતી.

એક દિવસ તો એને ભારે કરી. એને એની સાળી ની છોડી પર નજર બગાડી.એક તો હતો નશામાં, એની બાયડી સુવાવડમાં, બપ્પોરનાં સમયે વસાહતમાં ચકલુય ના ફરકે.આવા સમયે નાજુક,નાદાન છોડીની આબરુ લુંટવા નિષ્ફળ પ્રયાસ કર્યો. વાત નો વાયરો વંટોળ થઈ ફરી વર્યો. નાનિયાને એની બાયડી, અને એની સાળીએ એવો ધીબી નાખ્યો કે મહિના દિ બાર નીકળી ના શક્યો. જતાં જતાં એની સાળીએ કહયું કે જે દિવસે તારાં પર વીતશે ત્યારે ખબર પડશે હરામજાદીનાં .કાળીમાનો કોપ ના ઉતરે તો મારું નામ રુપલી નહીં..

આ વાતને પણ વરસો વીતી ગયાં. સુધર્યો ખરો પણ કપાળે લાગેલો ડાધ ક્યાંથી ભૂસાય છે! સમય સમયનું કામ કરે છે. એનાં ઘરે નાજુક નમણી દીકરી ઘરમાં પારેવા પેઠે કિલ્લોલ કરતી નાથિયાનાં દિલને પુત્રી પ્રેમમાં તરબોળ કરી નાંખે છે.

લગ્નનાં દિવસો, મજૂરોની અછત એટલે નાથિયાએ પુત્રીને પણ કામ પર લગાડી દીધી.એની નજર પુત્રીની આસપાસ ફરતી રહેતી હતી. આજે સોમવાર એટલે શેઠ આવશે.કામ જોશે,એટલે સવારથી બૂમબરાડા પાડી કામ કરાવી રહ્યો હતો. ત્યાં જ ખબર આવ્યાં કે શેઠ સાઈટ પર આવી ગયાં છે. સૌ મજૂરો બમણાં ઉત્સાહ થી કામે લાગી ગયાં

સાઈટ ઉપરનો સ્ટાફ અલર્ટ થઈ ગયો. શાંતિલાલ શેઠ પધાર્યાં હતાં. શહેરનાં અગ્રણીય બિલ્ડર.ચારેકોર કામ જોરમાં ચાલી રહ્યું હતું. સાઈટનાં કામકાજ થી સંતોષ અનુભવી રહ્યાં હતાં. હાથમાંની ફાઈલ રધુવીરને સોંપી નાથિયાને પૂછ્યું કે પેલી છોડી કોન છે? કેટલા વરસની છે?

" શેઠ, એ તો રોજિયું ભરે છે. વીસ ની છે "

" લાગતું નથી. નાની તો નથી ને? ક્યાંક લફરાં નાં કરતો.. સરકાર ની આંખો લાલ છે.."

" જી સાહેબ. સરકારી કાયદા મને ખબર છે"

" ઠીક છે " કહી બની રહેલાં મકાનો ચકાસી રહ્યાં હતાં.

પાછા ફરતી વખતે શેઠે નાથિયા ને બોલાવ્યો. " જી સાહેબ, "

" જરા એક કામ કર"

"બોલો સાહેબ, "

" સાંજે મારા ઘરે પેલી છોડીને મોકલજે?"

" કોણ? કાન્તાને? સવારે તમે જોઈ હતી તે?

" હા, જે હોય તે..અને સિજોરી નું કામ તને આપું છું નવું .કાંઈ સમજ્યો કે નહીં?"

સાહેબ, મારી છોડી છે.. જરા.."

"ઓહ તો તો ઉત્તમ. મારે કોઈ ચિંતા નહીં.. ઘર તો ખબર હશે..ચાલ કામકાજમાં મન પરોવજે." કહી તેઓ ગાડીમાં બેસી ને જતાં રહ્યાં.

નાથિયો મુકાદમ વિચારે ચડ્યો.કેમ બોલાવી હશે..કદાચ ઘર કામ માટે બોલીવી હશે.કદાચ છોડી પર નજર તો નહીં બગાડે ને? માંડ માંડ અહીં ઠરીઠામ થયો હતો.જેવી પ્રભુ ઈચ્છા એમ માની એની છોડીને વાત કરી કહ્યું કે બપોરે તૈયાર રહે.

બપોરે શેઠનાં બંગલે પહોંચ્યો. શેઠાણીએ હસતાં ચહેરે આવકાર આપ્યો.કાન્તાને જોતાં શેઠાણી ખુશ થઈ ગયાં. "ઘર કામ ફાવશે કે" નાથિ યો કશું બોલે એ પહેલાં ઉત્સાહથી કાન્તાએ હા પાડી દીધી.

" જો કાન્તા સામે દેખાય છે ત્યાં તારે રહેવાનું તારાં બેગબિસ્તરાં ત્યાં જ મુકજે. કપડાં લાવી છે કે નહીં?"

"એક જોડી છે.કામ પરથી બાપુ સીધી મને લાયાં છે."

" ઠીક છે.તારી મા ક્યાં છે?"

" શેઠાણીજી, ગામ ગઈ છે.." નાથિયા એ એની દીકરી બોલે એ પહેલાં જ ઉત્તર આપી દીધો.

"ઠીક છે.કાલે એનાં કપડાં આપી

જ જે ."

" જી"

રાજીવનગર ઝૂપડ પટ્ટી પહોંચતા સાત વાગી ચૂક્યાં હતાં.એકલતા ડરામણી લાગતી હતી.ઊભે રસ્તે કાંતાનાં વિચારોએ એને થકવી નાંખ્યો હતો.શેઠિયાઓ વિશે જાતજાતની સાંભળેલી વાતોથી પરેશાન હતો.માસૂમ દીકરીની લાજ તો નહીં લૂંટાઈ જાયને? સામે દેખાતી શરાબની દુકાને ગયો.એક બોટલ લીધી.નાસ્તો લઈ ઝૂંપડામાં પ્રવેશ્યો. સામે કાળી ઊભી હતી. " અલિયા છોડી ક્યાં ગઈ" કહેતાં તે અંદર પ્રવેશી.

નાથિયા મુકાદમે કોઈ જવાબ ન આપ્યો.ગ્લાસમાં રેડીને, ચટણું ચાટ્યું,પગ લાબા કર્યા,ઓશિકાને અઢેલી બેઠો.અને ધીમેધીમે પીવાં લાગ્યો. એક ઘુંટ પેટમાં ગયો અને કરમાયેલો ચહેરો ખીલી ઊઠ્યો. સામે ઊભેલી કાળીને જોઈ રહ્યો. " અલી, પાસે બેસ, ઊભી ઊભી શું જુએ છે "

" હવે મારો ખયાલ આયો કે " કહેતાં તેની પાસે બેઠી. નાથિયો હસ્યો. " છેટે કેમ બેસી જરા પાસ તો બેસ"

" કેમ ? અહીં શું ખોટી શું.." કહેતાં કાળી તેને ચીટકીને બેસી.

" હં બરાબર " કહેતાં નાથિયો કાળીને જોતો રહ્યો, એની કમનીય કાયા, છૂટાં લહેરાતાં વાળ, પાનથી રંગાયેલાં જાબૂડી હોઠ ..

" લે તું પણ એક ઘુંટ પી લે.."

" ના, ઈચ્છા નથી "

" ઠીક છે, ઈચ્છા થાય તો કે'જે.." કાળી સામે જોઈ ને હસતાં હસતાં ગ્લાસ ભર્યો.કાળીએ મોં મચકોડી કમ્મરનો છેડો ઢીલો કરી તમાકુની પૂડી કાઢી હથેળીમાં લઈ મસળી ચુપટી ભરી હોઠ અને જીભ વચ્ચે ભરી .

" તારો ઘણી શું કરે છે " એક ઘુંટ લેતા નાથિયા એ કાળીને પૂછ્યું.

" મૂવો સૂતો છે પીને. પંદર દિ થ્યા, ન કામે જાય છે, પડ્યો રે'છે પીને..ન હોંશ ન દુનિયાદારી.."

" સરસ, હું છું ને...આજે તો છોડી પણ નથી" કહેતાં કાળીને પોતાનાં ખોળામાં સુવાડી. ના ના કરતી કાળી નાથિયા નાં ખોળામાં ઝૂલી રહી હતી.ઘીમેથી વચલી આંગળી એનાં હોઠ પર મૂકતાં એ બોલી, " હવે બસ કર ઘુંટ લેવાનું.."

"હવે જરા જ છે." કહેતાં કાળીની આંગળી ચૂસવા લાગ્યો.

" છટ્ મુઆ ચૂસવા આંગળી જ મળી કે.." કહેતાં કાળીએ નાથિયા નો અર્ધખૂલ્લો બુશકોટ કાઢી એની છાતીને પંપાળવા લાગી.નાથિયા એ હળવેથી પોતાનાં અધર કાળીનાં રતૂમડાં,રસીલાં અધર પર મૂકી કાળીનાં મદમસ્ત ઉભાર રમાડવાં લાગ્યો.

" તું તો સાવ ભૂખ્યા વરુની માફક તૂટી પડે છે..કેટલાં દિ થી ભૂખ્યો છે.." કહેતાં નાથિયા ને હડસેલી તે બેઠી થઈ છૂટાં વાળની અંબોડી વાળવા લાગી.નાથિયો ઝંખવાણો પડી ગ્યો.તેની લગોલગ બેસી ને કહ્યું કે સોરી અને ફરી એને પોતાની સોડમાં લેતાં પૂછ્યું ," મારા વગર રહી શકતી નથી તો પેલાં ગનુ ને કેમ પરણી"

" તને ઘમંડ હતો કે મારા જેવી રંગે કાળીને કુન પરણશે? તેજ કીધું'તું કે તને પરણવા પગે પડતી હું આવીશ.. પણ મારાં પર તો હજારો ફીદાં હતાં,કાણાં,લૂલા, લંગડાં.." કહેતાં હસવા લાગી. " આજ સવાર, તારો શેઠિયો મને ટગરટગર જોયા કરતો હતો..મેં આંખ મીંચકારી કે તે હાલતો થ્યો સમજ્યોં કે " કહેતાં અર્ધ પહેરેલી સાડીનો ડૂચો કરી બાજુમાં મૂક્યો . "અને મારા ઘણીમાં શું ખોટ છે..મૂઓ બસ બેવડો છે..બાકી મને તે હાથમાં જ રાખે છે.." કાળી બોલ્યે જતી હતી અને નાથિ યો ગ્લાસમાં સોડા સાથે એનો પેગ બનાવતો હતો.

પેગ બનાવતાં વિચારે ચડી ગયો.નજર સમક્ષ દીકરી કાન્તા અને એનો શેઠ ગોઠવાઈ ગયો. કાન્તાને ઈશારાથી બોલાવશે , બારણાં બંધ કરશે,કાન્તા હાથ જોડી કગરશે અને શેઠિયો બળજબરીથી પોતાની તરફ ખેંચશે અને..નાથિયો ઝાટકા સાથે ઊભો થઈ ગયો.કાળીએ ખોળામાંથી નીચે પડે એ પહેલાં પોતાની જાતને સંભાળી લીધી. " શું થ્યું અચાનક.." કહેતાં કાળીએ નીચે બેસાડ્યો.બાજુમાં પડેલો ગ્લાસ લઈ એને પીવરાવવાં લાગી.નાથિયા ને પોતાનાં બાહુમાં સમાવી પૂછવા લાગી, " શું થઈ ગ્યું? પરણેતર યાદ આવી ગઈ કે.." કહી નશીલી અદાથી જોવા લાગી. નાથિયા એ બોટલ હાથમાં લઈ કાળીનાં હોઠે લગાડી કહ્યું ," એક ઘુંટ મારી કસમ " કહી હસવા લાગ્યો. બીજો હાથ કાળીની કમ્મરે વીંટળાઈ ગયો.બંને જણ એકબીજાને પીવરાવતાં મસ્તીએ ચઢી ગયાં.ધમણની પેઠે હાંફી રહી હતી કાળી. નાથિયા એ પડ્યાં પડ્યાં જ દીવાનો ઉજાસ ઓછો કર્યો અને કાળી એને વળગી પડી..ત્યાં મોબાઈલની રીંગ રણકી..નાથિયા ને ધ્રાસકો પડ્યો. બાજ ઝડપે કાળીની પકડમાંથી છૂટી મોબાઈલ લીધો. કાન્તાનો હશે એમ વિચાર્યું. " બોલ કાન્તા,બોલ ,તું ઠીક તો છે ને.." સામેથી કોઈ જવાબ ન મળ્યો.નાથિયો મોબાઈલને જોતો રહ્યો.કાળી તરફ નજર કરી. હડકાયાં કૂતરાની જેમ હાંફી રહી હતી.ત્યાંજ ફરી રીંગ રણકી. કશું બોલે એ પહેલાં કટ થઈ ગઈ.

કાળીએ ઊભા થઈને નાથિયા હાથમાંથી મોબાઈલ છીનવવાનો પ્રયત્ન કરતાં બોલી, " એ માટી મેલ્યા, મને ના તડફાવ.."

" અરે છોડીનો ફોન લાગે છે ,... ક્યાંક કાન્તા.."

" અરે ,કાં નાની કીકલી છે, ભલેને મજા કરતી,તું પણ ક્યાં ઓછો છે..કેટકેટલી રાતો માણી છે ખીલતી કળી જોડે..ત્યારે સગપણ યાદ નો'તું યાદ આવ્યું હરામજાદા." કહેતાં વળગવાનો પ્રયત્ન કરવા લાગી. એક ધક્કો મારી લટકાવેલાં કપડાં પહેરી ઝડપથી બહાર નીકળી રીક્ષા કરી.કાળી એને જતાં જોઈ રહી. આછા અંધકારમાં સાપની જેમ એનાં ઝૂપડામાં સરકી ગઈ. એનાં ધણીને ધસધસાટ સૂઈ રહેલો જોઈ એનાં તરફ થૂંકી ને ઠંડા પાણીથી ભરેલી બાદલીમાંનું પાણી પોતાનાં પર રેડી ટુંટિયું વાળી રાખોડી રંગનું આભ જોતી રહી.

આ બાજુ નાથિયા ને જોતાં જ ચોકીદારે કહ્યું, " મુકાદમ આટલી રાતે કેમ? "

" શેઠજી છે?"

" અરે એ તો પાર્ટીમાં ગયાં છે. હજી બાર થયાં છે. હમણાંજ આવશે"

આ સાંભળતાં જ નાથિયો હોંશમાં આવ્યો. તો ફોન કોનો હતો એ પ્રશ્ન મનમાં અળસિયાની જેમ સળવળી રહ્યો હતો. ખિસ્સામાંથી મોબાઈલ કાઢી ઓન કરી મીસ કોલ જોયો આંખો ફાડીને. નામ હતું કાનતીયો..એનો સપ્લાયર .." ધ્ ત તેરી કી ." જેવા ઉદ્ ગાર સાથે, લથડિયાં ખાતો ઊભેલી રીક્ષા તરફ જવા લાગ્યો.

પ્રફુલ્લ આર શાહ

Jan.16