mero giridhar gopal books and stories free download online pdf in Gujarati

mero giridhar gopal

મેરે તો ગિરિધર ગોપાલ varta

------------------

આંખો ખોલી મહામહેનતે,પાંપણ પટપટાવી,ચારે તરફ નજર ફેલાવી.રણ નીરવતાનું પથરાયેલું હતું.ડીમ લાઈટ,આસપાસ આકાશી રંગનાં પડદાં,હાથ નાક નળીઓથી વીંટળાયેલાં હતાં.મારી હરકત જોઈ સીસ્ટર દોડતી આવી.ઈશારાથી પૂછ્યું કેમ છું હું. આખી વાત સમજમાં આવી ગઈ.ઓફિસમાં ચક્કક જેવું લાગ્યું. હું ચક્કરડામાં ગોળગોળ ફરી રહ્યો છું એવું લાગ્યું. અને એક અંધકાર મારી આસપાસ ફરી વળ્યો ..

હું શીફ્ટ થઈ ગયો હતો.ડીલક્ષ રુમ મળ્યો હતો.શનિ રવિ મિત્રો,ઓફિસ સ્ટાફ શુભેચ્છા સાથે મારી ખબર કાઢી ગયાં. આજે છે સોમવાર.કોઈ આવશે નહીં. મંડે ટુ ફ્રાઈ ડે નો ટાઈમ,સેટર ડે ટુ સંડે નો માઈન્ડ. ઈટ,ડ્રીંક એન્ડ એન્જોય લાઈક બી મેરિડ..

લગભગ જિંદગીની આજ તાસીર છે યુ.એસ.એ. માં રહેતા ભારતીય કલચરની! ચાલીસ વરસ કેવી રીતે પસાર થઈ ગયાં એની ખબર જ ના પડી. હું ભલો મારું કામ ભલું! રાત દિનો ભેદ પરખાવે એવું કોઈ મારા જીવનમાં ન હતું મહેફિલ,મનોરંજન,જેવા આશીકી ઈશ્કો ન હતાં મારી જિંદગીમાં. કહો કે મેં સૌને દૂર રાખ્યાં હતાં. સંગીત મારી જીવન સંગીની હતી.મારી ઓફિસ,મારો સ્ટાફ મારું એક નાનકડું કુટુંબ હતું.

" ગૂડ મૉરનીંગ મી.પટેલ.હાઉ આર યુ".

" યુ મે નો બેટર ધેન મી. ડૉં." હસતાં હસતાં મેં કહ્યું." બી કેરફુલ,માસીવ હાર્ટ એટેક બટ લકીલી એની વે નાઉ યુ આર ઑકે.ટેક કેર.." અને મને તપાસીને કહ્યું કે કાલે મને હોસ્પિટલમાંથી રજા મળી જશે.ડૉ. ના ગયા પછી મેં હિસાબ કર્યો મારી જિંદગીનો. લગભગ કરોડો રુપિયા હશે.શું કરીશ? ક્યાંક એના બોજ તળે દટાઈ ન જાઉં! જીવન જીવવા પૂરતાં છે. મનોમન વિચાર કર્યો.જિંદગીમાં પહેલીવાર વિચારવાનો મોકો મળ્યો.મનોમન નક્કી કરી લીધું કે ઈશ્વરે ચેતવણી આપી દીધી છે.આયુષ્યની રેખા પૂરી થવા આવી છે. અને મને મારું વતન યાદ આવી ગયું. ઊભો થયો. કાચની બારીનાં પડદાં હટાવ્યાં.દૂધ જેવું આકાશ જોઈ રહ્યો હતો. ત્યાં અચાનક આભમાં ઊડતું પ્લેન જોઈ રહ્યો કુતૂહલ વશ એક નાના બાળકની જેમ! મા યાદ આવી ગઈ.પ્લેન નીચું હતું. ઍર ઈન્ડિયા શબ્દ વાંચતા જ મારા શરીરમાંથી એક ધ્રૂજારી પસાર થઈ ગઈ અને કહેતી ગઈ ગો બૅક ઈન્ડિયા!

••••••• •••••••••. ••••

સવારનાં ચાર થયાં હતાં.શેરીએ સૂતાં કૂતરાઓએ મારું સ્વાગત કર્યું. ટેક્ષી મારાં બંગલા પાસે ઊભી રહી. ડીમ લાઈટ ઝબકતી હતી. ડૉરબેલ વગાડી.દરવાજો ખોલતાં સમય લાગ્યો.ખખડાટ થતાં સમજી ગયો કે દરવાજો ખૂલી રહ્યો છે. દરવાજો ખૂલ્યો.અંદરબહાર ભીષણઅંધારું હતું, ગૂંગળાઈ જવાય એવું! " કોણ છો ,અત્યારનાં, વહેલી પરોઢે કાંઈ આવવાનો સમય છે? જે હોય તે સૂરજ ઊગે પછી આવજો" કહી જાળી ધડામ કરતી બંધ કરી દીધી.હું જય છું એ શબ્દો બહાર નીકળે એ પહેલાં જ ખેલ ખતમ થઈ ગયો.બાજુમાં એક કાથાની દોરીવાળો પલંગ પડ્યો હતો.સામાન ખૂણામાં ગોઠવી પલંગ પર લંબાવી દીધું.

મારી આંખો ખૂલીગઈ,કોલાહલનાં ધરતીકંપમાં." ઓ જયલા, તું ક્યારે આવ્યો,અરે સાંભળે છે કે,મારો ભઈલો આવ્યો છે, કંકુ,ચોખા,દીવો લાવ,જલ્દી આવ, અરે ઓ મે'તા સાહેબ, ઓ મગન માસ્તર જલ્દી આવો જૂઓ મારો ભઈલો આવ્યો ફોરેનથી."

રીમઝીમ રીમઝીમ વરસાદમાં જેમ પલળવાની મજા આવે એમ હું ભાઈભાભીનાં હર્ષોવેશમાં નીતરતો રહ્યો ધણાં વર્ષો પછી.એટલું જ નહીં ધણા વર્ષો પછી ભાઈભાભીએ ઠપકાર્યો, " અરે,ના કાગળ,ના ફોન! સાવ ઓચિંતો ! તને જોતાં જ હું હેબતાઈ ગયો.."

ભાભી બોલ્યાં," અરે દરવાજો ખટખટાવ્યો હોત તો..જયુભાઈ આમ બહાર પડી રહ્યાં" કહી મને છાતીએ વળગાડ્યો."નાના શેઠ, માફ કરજો " કહી તે મારા પગમાં આળોટી પડી. " કાન્તા બેન શું વાત છે."

" અરે, જાલી ખોલી, પણ અંધારું હતું .કશું દેખાણું નહીં.આજકાલ ચોરીલૂંટનાં બનાવ બની રહ્યાં છે એટલે " કદાચ રડી પડશે એટલે વચ્ચેથી અટકાવી કહ્યું કે કશો વાંધો નહીં કાંતા બેન, તમારી વાત સાચી છે. વાતાવરણમાં હળવાશ છવાઈ ગઈ. વર્ષો પછી માદરે વતન,કુટુંબની મહેંક માણી રહ્યો હતો!

શું કરું શું ના કરું, શું ખવરાવું ,શું પીવરાઉં નાં હર્ષોલ્લાસમાં ભાઈભાભી મારાં પર વારી ગયાં.અઠવાડિયું ચપટીમાં પસાર થઈ ગયું.ક્યારેક ભાભી કહેતાં"જયુભાઈ, મને ખાત્રી થઈ ગઈ હતી કે આ જન્મે તમારું મોં હું જોઈ નહીં શકીશ.તમારા ભાઈ બોલે કશું નહીં પણ તમારાં ફોટા સામે કલાકોનાં કલાક જોયા કરે.પ્રસંગે કશી મીઠાઈ બનાવી હોય તો તમને યાદ કર્યાં કરે! પણ કહું કે ચાલો પરદેશ આંટો મારી આવીએ તો ના પાડી દે! કોણ જાણે શું ભૂત ભરાઈ પેઠું છે એમનાં મનમાં , ભગવાન જાણે!"

" ચલો ભાભી વીતી વાતો ભૂલી જઈએ.હવે તો તમારી સામે તો છું ને? " કહી ભાભીનો હસતો ચહેરો જોયા કરતો.

" એક વાત તમને પૂછ્યા વગર નથી રહી શકતી. આટલાં વરસો રહ્યાં છતાં કોઈ તમને મળ્યું નહીં? કે પછી જેની યાદમાં માછલીની જેમ તરફડ્યાં કરો છો તે કોણ છે? કોણ હતી એતો કહો." ભાભી કોઈ ન કોઈ રીતે મારાં હ્રદયનાં પટારામાંના અટારામાંથી કશું ક ઉલેચવાનો પ્રયત્ન કરતાં હતાં. મેં હસતાં હસતાં કહ્યું કે તમે ધારો છો એવું કશું નથી. મારાં કામમાં હું ગળાડૂબ રહેતો હતો. રાત શું દિવસ શું, કોણ ભાઈ કોણ ભાભી કશું જ યાદ આવતું નહીં. કામ કામ કામ.

" કંઈક તો તમારા હ્દયનાં ભંડારામાં તો સંધરાયેલું પડ્યું જ હશે.તે વીના તમારા જેવો બત્રીસ લક્ષણવાળો પુરુષ એકલવાયુ જીવન જીવે તે સમજની બહારની વાત છે મારા માટે! કે પછી કોઈ મહાત્મા કે સાધુબાવાનાં સંગમાં આવી ગયા છો?"

"ના ભાભી. તમે ધારો છો એવું કશું નથી. સાચું કહું તો મને પરણવાનો વિચાર જ નથી આવ્યો.અમેરિકા ગયા પછી સમય મારી પાછળ દોડતો હતો કે હું એ પણ એક કોયડો છે! પણ હું પવિત્ર દિયર છું ભાભી."

" આમ ગાંડા ના કાઢો. હજુ પણ સમય છે"

'ભાભી, ઠરી ગયેલી આગને ઠારેલી રાખીએ તો મજા છે.નાહકની ધૂળ ઊડે તો આંખો બળે!"

"એટલે?"

"તમારે જે સમજવું હોય તે " કહી હું હસવા લાગ્યો.

"તમને પહોંચવું મારું કામ નહીં.જબરા છો તમે " કહી મારો ગાલ ખેંચી રસોડામાં ચાલ્યાં ગયાં એક રાતે સાંજે જમતાં જમતાં ભાઈભાભીએ વાત છેડી કે દિલ્હી મથુરા જવાની તેમની ઈચ્છા છે.મારી પણ એ જ ઈચ્છા વરસોથી હતી.મેં કહ્યં કે જરુર પ્લેનમાં જઈએ.પણ ભાઈએ પ્લેનમાં ના પાડી.રાજધાની ટ્રેન દ્રારા જવાની ઈચ્છા વ્યક્ત કરી.તેમને હવાઈ મુસાફરીનો ડર લાગે છે એમ કહ્યું ત્યારે કોઈ વિકલ્પ મારી પાસે બચ્યો ન હતો.ભાઈભાભીનાં ચહેરા પર એક આનંદનો મહાસાગર ઉછળી રહ્યો હતો.જતી વખતે એમની આંખો હર્ષાશ્રુથી ઊભરાઈ ગઈ હતી,કારણ કે જીંદગીનાં પંચોતેર વરસે ઘરની બહાર નીકળી રહ્યાં હતાં.માટે એમને મન એક અવસર હતો.

રાત્રિનાં અંધકારને છેદતી ટ્રેન આગળ વધી રહી હતી.લગભગ મુસાફરો ગાઢ નીંદરમાં હતાં. હું બાથરુમ જવા ઊઠ્યો. છેલ્લાં કંપાર્ટમેન્ટમાં એક મહિલા ગ્રુપ ડીમ લાઈટમાં અંતરાશ્રી રમી રહ્યું હતું. મારી નજર ત્યાં ગઈ,પણ સ્પષ્ટ ચહેરાં ના દેખાયા.ધારીધારીને જોવાની ઈચ્છા થઈ ગઈ પણ અજગતુ લાગ્યું.અને આગળ જતો રહ્યો.પાછા ફરતી વખતે એક મીઠું મધુરું ભજન મંદ સ્વરમાં મારે કાને પડ્યું.એ ભજને મારી ચાલ લગભગ થંભાવી દીધી, સ્વર મારાં અંતરને જબોળી રહ્યો હતો.અડછડતી નજર પરાણે નંખાઈ ગઈ.અને ચૂપચાપ પરાણે મારાં કંપાર્ટમેન્ટ તરફ હું ઘસડાયો.મારી બર્થ પર રીતસરનો ફસડાઈ પડ્યો. ગળે શોષ પડવા લાગ્યો કારણ આ કોકિલકંઠી અવાજ જાણીતો લાગ્યો તીસ વરસે પણ!

મેરે તો ગિરિધર ગોપાલvarta

...૨

આંખો બંધ કરી સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો.જાતને સંભાળી. અવળચંડા મનને સમજાવતો રહ્યો,છતાંરોકેટની ગતિથી મારાં અતીતની ખીણમાં ગબડી પડ્યો. ના ઓળખ,ના કોઈ ખાસ ઝલક,ના શૃંગાર કે ફેશનનાં ધજાગરા,ના એવું કોઈ આકર્ષક વ્યક્તિત્વ, ના કોઈ જાણીતી હસ્તીનું સંતાન,પણ ઘઉં વર્ણ પરની એની સાદગી જ એનું આકર્ષણ હતું. એ લાજવાબ લાગતી હતી.એને જોયા વગર ચેન ના પડતું.

" એય ચોકલેટ હીરો, કોની રાહ જોઈ રહ્યાં છો? "

" તમે? "

"કેમ મને નથી ઓળખતાં?"

" તમે શું કહેવામાંગો છો? કંઈક તમારી."

" ના,મારી નહીં, તમારી ગેરસમજ થાય છે?"

" એટલે ,હજી તમારી સ્માર્ટનેસ બતાવી રહ્યાં છો?"

"મેડમ,પ્લીઝ જે કહેવું હોય સ્પષ્ટ કહી દો."

"બહુ ચાલાક તમે નીકળ્યાં.."

" એટલે કે..જવાદો, નાના ટાઉનમાંથી આવ્યાં લાગો છો . મીંઢા હોય." કહી એ ચાલવા લાગી. પાસમાં સ્કુટર પારકીંગમાંથી સ્કુટી કાઢી સ્ટાર્ટ કરીને હું જ્યાં ઊભો હતો ત્યાં ઊભું રાખ્યું.

" તમને છોકરીઓ પર લાઈન મારતાં સારી આવડે છે ."

" ઓહ !સરસ વાત તમે કરી."

" એમાં સરસ શું છે?"

" એ તો અરસપરસ છે."

" એટલે હું લાઈન મારું છું ?"

" મેં ક્યાં તમને એમ કહ્યું છે."

"ઓહ! ; તો અત્યારે આઠ વાગ્યે કોની રાહ જોતાં ઊભા છો?"

" ઓત્તારીની ! ઓટોની ,કેમ તમને વાંધો છે ? "

" એય મિસ્ટર, ઓટોની હડતાળ છે. તમને ખબર નથી? કે મારી રાહ જોતાં ઊભા છો?"

" જી ના.સવારે તો આવ્યો હતો ઓટોમાં."

" હવે જીભાજોડી ના કરીએ તો સારું. મારી પાસે ટાઈમ નથી.આવવું હોય તો બેસી જાવ, છોડી દઉં તમારી હોસ્ટેલ પર..હરી અપ. " કહી એને સ્કુટી સ્ટાર્ટ કર્યું અને હું ચૂપચાપ બેસી ગયો.

અને મારી હોસ્ટેલની સામેની ચા વાળાની રેકડી પાસે ઊતારીને કહ્યું કે અહીં રોજ સવારે ઊભા રહીને શું કરો છો મીસ્ટર? અત્યારે મને સમય oનથી,કાલે વાત." કહી સ્કુટી દોડાવી મૂકી. આખી રાત સપનાં જોવાનું તો બાજુએ રહ્યું, પણ કાલની સવાર કેવી ઊગશે એનાં ખ્યાલોમાં ચાંદની રાતે પાણી વીનાં ની માછલીની જેમ તડફવા લાગ્યો.આજકાલ તો; આ છોકરો મારી છેડતી કરે છે નો ઈલ્જામ પણ સહેલાઈથી કરી શકાય છે એ વીજ વિચારે દીવાલની છત ધ્રૂજતી દેખાણી. ચોખ્ખે ચોખ્ખું હાથ જોડીને કહી દઈશ કે સૉરી પ્લીઝ.

બીજો દિવસ ક્યારે, કેવી રીતે ઊગ્યો એની ખબર ના પડી.આખી રાત જાગતો પડી રહ્યો અને ક્યારે નીંદર આવી ગઈ તે પણ યાદ નથી. સવારે રોજ કરતાં વહેલો ઊઠ્યો કે ઊઠી જવાયું એની પણ મને ખબર નથી.જે હો તે ફટાફટ તૈયાર થઈ ગયો.એ ત્યાં આવે એ પહેલાં જ કોલેજ પહોંચી જવું એ વિચારે વહેલો નીકળ્યો.રુમ પાર્ટનરે ટકોર પણ કરી. મેં જવાબ ન આપ્યો. એક સાથે બે પગથિયાં કૂદાવતો ઊતરતો ગયો. મેઈન ગેટ પાસે ઊભો રહી શ્વાસ ખાવા લાગ્યો. જેવી નજર મારી ચા વાળાની લારી તરફ ગઈ તો હું ધ્રૂજી ઊઠ્યો. મેમસા ઊભા હતા સ્કૂટી લઈને.

કોણ જાણે કેમ મારાં અંગેઅંગમાં શૌર્ય ઊભરાવવા લાગ્યું. ગાડી શીખી રહ્યો હતો ત્યારે ગાડી શીખવનારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે નાનીનાની ઘટના બને તો માફી માંગવાને બદલે સામેવાળા પર કડક શબ્દોમાં એટેક કરવો. આ વાત યાદ આવતાં મારી નરવસ સિસ્ટમને ખંખેરી રુઆબથી ચાવાલાની લારી તરફ ગયો. હું કંઈ બોલું પહેલાં જ" ગુડમોરનીંગ" કહી હાથ લંબાવ્યો.મેં પણ હાથ લંબાવતાં કહ્યું, " ગૂડ મોરનીંગ."

" ચાલો,બેસો, સામેની ઈરાની હોટલમાં બસીએ. મારે વાત કરવી છે."

" ચાલો, એ જ યુ વીશ." હસતાં હસતાં મેં કહ્યું અને પાછળની સીટ પર બેસી ગયો. ફૂગ્ગો ફૂટે હવા નીકળી જાય અને જે દશા થાય એવી મારી થઈ ગઈ.કટીંગ,ચા જે ઈરાની હોટલની ખાસિયત છે તેનો ઓડર આપતાં મને પૂછ્યું ," તમે તો જાણતાં હશો કે કોલેજમાં વાર્ષિક ઉત્સવ દર વર્ષની જેમ થવાનો છે."

મેં માથું હલાવી હા કહી તે હસી પડી. "તમને ભાગ લેવાનું ગમે કે?"

"હજી સુધી મેં ભાગ લીધો નથી." " પણ, હવે લેવાની ઈચ્છા ખરી કે?" " મેડમ મારું છેલ્લું વરસ ચાલે છે."

" ખબર છે. અને મારું નામ મીરાં છે.મીરાં કહી શકો છો." તેણે મારકણું સ્મિત લાવતાં કહયું" " જરુર. મીરાં કહીને બોલાવીશ" ચાનો કપ પકડતાં કહ્યું.

" પણ મને પસંદ કરવાનું કારણ? મારામાં એવી ખાસ કોઈ.."

મને અટકાવીને કહ્યું " તમારામાં એવી ખાસ પર્સનાલીટી છે મીસ્ટર પ્રકાશ પટેલ.તમે મીરાંના હસબન્ડ એટલે કે રાજકુંવર તરીકે એકદમ ફીટ છો."

" એટલે તમારા..."

મારું મોં ફાટી ગયું અચરજથી.

" એય મીસ્ટર, મીરાં એટલે હું નહીં. મીરા નામનું કેરેક્ટર.મેરો તો "

"ગિરધર ગોપાલ,દુસરો કોઈ નહીં." બાકીનું મેં પુરું કર્યું.

" વેરી સ્માર્ટ "

" નોટ એટ ઓલ, તમારી જેમ તો નહીં જ" ખિસ્સામાથી પાકીટ કાઢતાં કહ્યું.

" એની વે મારા પર ક્યારથી વોચ રાખી છે?"

" જુઓ પ્રકાશ, હું નાટકનો જીવ છું. નાટક કરવા ગમે છે. મારી મા નાટક જગતમાં ખાસ નામ છે. રીટા પટેલ. પપ્પા બીઝનેસ મેન છે. દીનું પટેલ. ઘરનું વાતાવરણ પૂર્વ પશ્ચિમ જેવું છે. ક્યારેક મૂંઝવણ અનુભવાય છે.એમાંથી પામવા છૂટકારો તમારા જેવાં તરાપા શોધું છું "

" બટ,ઈટ ઈઝ બેટર ટુ બીકમ સ્વીમર.. તરવૈયા.. વાય શૂડ ડીપેન્ડ ઓન અધર્સ "

' ઓકે બાબા ." તે બોલી. ઊભી થઈ અને અમે નીકળ્યાં.

જતાં જતાં પૂછ્યું કે મેં શું વિચાર્યું છે.સાંજે જણાવીશ કહી હું કોલેજનાં પગથિયાં ચઢતાં ચઢતાં વિચારમાં ખોવાઈ ગયો.સીધો લાયબેરીમાં જઈ મીરાં વિશેનાં પુસ્તકની પૂછપરછ કરવા લાગ્યો અને લાયબેરી અન મેડમ આશ્ચર્યથી મને જોઈ રહી.મેં વાત સમજાવી ત્યારે " શું વાત છે" જેવો ઉદ્ ગાર તેનાં મુખમાંથી નીકળી ગયો. બપોર સુધીમાં ચારપાંચ બુક વાચી કાઢી. આજે લેક્ચર પણ ન હતું.જે ઘટના બની રહી હતી તે મારી કલ્પનાની બહાર હતી.હા પાડવી કે ના! હું જેને મનોમન ચાહી રહ્યો છું તેની નજીક આવવાનો આવો અવસર ફરી મળવો પણ મુશ્કેલ છે.

મારા ઘારણા મુજબ તે બસ સ્ટોપ પાસે ઊભી હતી.મેં સ્માઈલ આપતાં કહ્યું " તું મળવા જરુર આવશે, પણ.."

" પણ હું આવી હતી.તું વાચવામાં વ્યસ્ત હતો."

" સાચી વાત છે. પણ મારો આજનો વિષય સાવ જુદો જ હતો. "

" રીયલી! "

"હા. "

"કદાચ મારા ધારવા મુજબ વિષય હોવો જોઈએ મીરા."રાઈટ? "

" રાઈટ "

તેનાં ચહેરા પર વસંત લહેરાઈ ઊઠી.પણ તે સ્વસ્થ હતા. આખરે ધીમેથી પૂછ્યું કે મેં શું ડીસાઈડ કર્યું છે. "કાલે જણાવીશ. મને મારા કેરિયરની પડી છે મીરાં.ક્યાંક."

" આ પોગ્રામ જો સકસેસ જાય તો મારી કેરીયર પણ બને.અને તેના આધાર તું છે, ચાલ તને છોડી દઉં." હું ચૂપચાપ બેસી ગયો.તે ચૂપ હતી. કદાચ મારી જેમ તે તેનાં કેરિયર વિશે વિચારતી હશે..

શું કરવું? સતત મનમાં પ્રશ્નો લાવાની જેમ ફંગોળતાં રહ્યાં.એક બાજુ મારી કેરિયર,ભાઈ ભાભીનાં સોનેરી સપનાં,ગરીબાઈનાં લીધે થતી બેઈજ્જતી તો બીજી બાજુ જેને ચાહું છું મનોમન તેની નિકટતા,તેનાં કેરિયરની આ નાટક દ્રારા શરુઆત આ બધું મારી હા કે ના પર અવલંબતું હતું. ખિસ્સામાંથી કોઈન કાઢી ઉછાળ્યો.જે કુદરત, કિસ્મતને મંજૂર તે મને.જોતાં જ હેડ મેં મોબાઈલ કર્યો. તરત જ સામેથી મીરાએ કહ્યું, " બોલ, પી.પી. શું વિચાર્યું? તારી જ રાહ જોઉં છું. બોલ તો.."

" કહેતાં મને " અને મીરાએ ફોન કટ કર્યો. મેં ફરી મોબાઈલ જોડ્યો. રાહ જોવડાવીને નિરાશા સ્વરે બોલી," બોલ,તારો જવાબ જાણી ગઈ છું પી.પી.જેવી તારી ઈચ્છા."

" શું જાણી ગઈ? તું તો અંતરયામી થઈ ગઈ લાગે છે?"

" તારા બોલવાની ઢબ પરથી સમજી ગઈ કે તારી ઈચ્છા નથી."

" સાચી વાત છે . ઈચ્છા તો બિલકુલ નથી પણ તારા કાજે મારી હા છે. હવે એમ ના કહેતી કે તમારી મહેરબાનીની જરુર નથી.સીરીયસલી આઈ એમ રેડી, મેં મારી કેરીયર દાવ પર લગાવી છે."

"ઓહ.!થેંક્સ પી.પી." આભારવશ થઈ તે બોલી. " પણ આ પી.પી. શું લગાવ્યું છે?"

" કેમ? તારું શાર્ટ ફોમ. પ્રકાશ પટેલ. "

" મેડમ, નાનું બાળક સૂ સૂ કરે તેને પી.પી. કહેવાય.."

" ચલ હવે સૂઈ જા પીપી કરીને નોટી બોય" કહી મોબાઇલ કટ કર્યો.હું સોનેરી શમણાં જોતો જોતો ...

બીજે દિવસે બનીઠની ને હું એક અનોખા મૂડ સાથે ઊતર્યો. ક્યાંય સુધી એની રાહ જોતો ઊભો રહ્યો.ત્રણ કટીંગ ચા પીવાઈ ગઈ.પણ તે ના દેખાણી. "શું સાહેબ આજે ઊભા ઊભા કટીંગ પીધે રાખવાની છે કે? "

હું માત્ર હસ્યો. ઈશારામાં એનો કહેવાનો મતલબ સમજી ગયો. હસતાં હસતાં ચાવાળાની લારીની વિદાય લઈ કોલેજ તરફની વાટ પકડી.આખો દિવસ બેચેનીમાં પસાર થઈ ગયો. અત્યારથી જ જો આમ થશે તો આગળ કેમ ચાલશે.મન મક્કમ કરી વાંચવાં મન લગાવ્યું.અચાનક મોબાઈલની રીંગ રણકી.રાત્રિનાં બે થયા હતાં. " હાય મીરાં કયાં ખોવાઈ ગઈ હતી?"

" કેમ? મને મીસ કરતો હતો કે? "

" એ પૂછવા જેવી વાત છે ?"

" ઓહ..! " કહી હસવા લાગી.

" કેમ હસી રહી છે ?"

" સવારે તારી સામે તો ઊભી હતી. મીસ્ટર પંકજ પટેલ..!"

મારું પેટ નામ જય, લાડમાં જયલો..છે.જય કહીશ તો પણ ચાલશે"

" છી! પી.પી. ઈઝ ઓકે.."

"મારી સામે ઊભી હતી ?"

"અફ્ કોશ.માય ડીયર! લાલ અને બ્લેકનું મેચીંગ એમ આઈ રાઈટ ?"

"વાહ ક્યા બાત હૈ!"

"એની વે ક્યાં છે?"

" અમદાવાદ. નાટકની તૈયારી માટે"

"ક્યારે પાછી ફરીશ?"

" કામ પતે કે તરત.."

"પણ ક્યારે.."

" વાત કટ કર મમ્મી આવી રહી છે બાય .."

હું મોબાઈલને જોઈ રહ્યો. " કોણ હતું?" રુમ પાટર્નરે પૂછ્યું.

" આ ટાઈમે કોણ હોય"

"સરપ્રાઈઝ! પણ બી કેર ફુલ. લવેરીયા થઈ જશે તો ઊંધે માથે ફટકાઈ જઈશ છપ્પનનાં ભાવમાં..તેનો બાપ કરોડપતિ, મા નાટકની નામચીન એભિનેત્રી છે અને તું કંઈ સમજાય છે?" કહી એ વાંચવા બેસી ગયો.

જે દિવસે મારું નામ મીરા પટેલ સાથે ચમક્યું તે દિવસે તો કોલેજમાં મારા નામની ચર્ચાએ આંધી સર્જી નાખી. મીરાં સાથે કેટલાય ચોકલેટ હીરો મુખ્ય રોલ માટે થનગની રહ્યાં હતાં. નાટક રજૂ થયાં પહેલાં જ એની સફળતા, નિષ્ફળતાની આડીઅવળી વોતોનાં ફુગ્ગાઓ હવામાં ઊડી રહ્યાં હતાં.પણ મીરા સ્વસ્થ હતી. તે જાણતી હતી કે કોલેજનાં પોગ્રામમાં આવું થતું હોય છે.

કોલેજ ના એન્યુઅલ ડે પોગ્રામની તૈયારી જોરશોરથી ચાલી રહી હતી.ચારેબાજુ ઉત્સવ જેવું વાતાવરણ હતું. આ બધા વચ્ચે અમારું ગ્રુપ પણ નંબર વન આવે એ આશાથી તનતોડ પ્રયત્ન કરી રહ્યું હતું. મારી જ વાત કરું તો શરુઆતમાં મીરા પટેલનાં સ્પર્શથી કંપી ઊઠતો હતો. નીકટતાનાં દશ્યો મને પસીનાંથી તરબોળ કરી દેતાં હતાં.

ધીરે ધીરે સંકોચ છૂટતો ગયો.હું મીરાં મય બનતો ગયો. શબ્દોને આરોહ અવરોહમાં ફેરવતો ગયો અને ક્યારેક મર્યાદા ચૂકી જવાય છે એવો અહેસાસ થયા કરતો. અને સતત પ્રેકટીસથી શબ્દે શબ્દે હું ઝૂમવા લાગ્યો. હું રાજકુમાર,રાણી મીરાંને વિનંતી કરતો -" રાજમહેલમાં કોઈ પણ ગમે ત્યારે પ્રવેશે, ના કપડાનાં ઠેકાણાં હોય,ના તમારી વેશભૂષા રાણીને અનુરુપ હોય આ બધું તમને શોભા દેતું નથી "

" આ જ તમારો ભ્રમ છે. રુપ,સત્તા,કાયા માયા બધું મિથ્યા છે. અને હું તો મારાં શ્યામને વરી ચૂકી છું રાણા.મને મુક્ત કરો મુક્ત કરો.."

"મુક્ત તમને ? હું તમારામાં તમારામય થઈ ચૂક્યો છું મીરાં રાણી..."

" અને હું ગિરિધર ગોપાલને...મેરે તો ગિરિધર ગોપાલ, દુસરો ના કોઈ.." અને બંધ આંખ,એક હાથ પાછળ તરફ ઢળતો,બીજો જમણો હાથ કૃષ્ણ તરફ સ્ટેજ પર અંધકાર ફક્ત અમારા બે પર લાઈટનો શેરડો..હું મીરાને મારી નજીક ધીમેથી ખેંચું છું,મીરા બેભાન પણે ધીરે ધીરે મારી તરફ આવે છે ,મારી બાહુમાં સમાવા જાઉં છું એનાં અધર પર મારા અધરનો જેવો સ્પર્શ થાય છે કે તે એક ઝાટકે અલગ થતાં વિનંતી ભર્યા સ્વરે કહે છે કે -" હે રાજનરેશ, શા માટે મારો આ ભવમાં ઝેર ધૂંટી રહ્યા છો..મને મુકત કરો મુક્ત કરો.."ધીમે ધીમે પડદો પડે છે અને નેપત્યમાંથી મેરે તો ગિરધર ગોપાલનું ગીત ધીમા સ્વરે વહેતું હોય છે તાળીઓનાં ગડગડાટ વચ્ચે..

પ્રણયનાં ઉત્કૃષ્ટ દશ્યો મારાં ચિત્ત,પર એવા વીંટળાઈ વર્યાં હતાં કે વાસ્તવિક ધરતી પર પગ મૂકતાં અઠવાડિયું લાગી ગયું. પ્રકાશ, મીરાંની મૈત્રિ જગ જાહેર થઈ ચૂકી હતી. એક દિવસ મીરાંએ વાતવાતમાં કહ્યું કે તે તેને ચાહે છે. પ્રકાશ મીરાંને જોઈ રહ્યો. મીરાંએ ફરીથી તે જ વાત દોરાવી. પ્રકાશ નિરુત્તર રહ્યો. " અચ્છા, તારા મૌનનો અર્થ હું શું કાઢું પ્રકાશ? હા ..ને?

પ્રકાશે મીરાને બાહુમાં લેતાં પૂછ્યું ," તું મને ચાહે છે તો મને વાંધો નથી મીરા.."

મીરા એક ઝાટકા સાથે એનાં બાહુમાંથી છૂટી, ઊભા થતાં એની સામે જોઈ રહી, અને રીતસર ની ત્રાડ નાખી, "એટલે?"

" એટલે કેરીયર સૌ પ્રથમ." ઠંડા બરફ જેવો ઉત્તર સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. ચૂપચાપ કશું બેલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ.

હું જાણતો હતો કે આપરિસ્થિતિ આવશે.મીરાંની બોડી લેંગવેજ મને આ પરિસ્થિનો ઈશારો કરી રહી હતી. વાતવાતમાં મેં સમજાવ્યું હતું કે મારા માટે કેરિયર મહત્વની છે. બીજી બધી વાત ગૌણ છે. ગરીબીનો અનુભવ છે. ગરીબી તો જીવતા નરને પશું કરતાં પણ બદ્તર જીંદગીમાં સબડાવી નાખે છે. ગરીબી દુર્ગંધ મારતાં ઉકરડાં જેવી છે.પિંજરામાં પૂરાયેલાં સિંહ અને ગરીબીમાં સડતાં માણસ વચ્ચે કોઈ ફરક નથી. પણ મીરાં આ વાત માનવા તૈયાર ન હતી. તે તેનાં શહેરી જીવનનાં ખ્વાબમાં ઊડતી હતી.જે મને માન્ય ન હતું.

બીજે દિવસે એની રાહ જોઈ પણ તે ના દેખાઈ.કોલેજમાં તપાસ કરી, પણ ત્યાં ન મળી. મોબાઈલ સ્વીચ ઓફ હતો. અંતે લાગણીનાં ગૂંચડામાંથી છૂટીને મારાં લક્ષ તરફ ધ્યાન પરોવ્યું.પરીક્ષાનાં દિવસો જેમજેમ પાસે આવતાં ગયાં તેમતેમ હું બહારી દુનિયાથી દૂર થતો ગયો, છતાં ક્યારેક મીરાંના વિચારોથી દિલ બેચેન બની જતું.એ બેચેની ભૂલવા ઈરાની હોટલમાં જઈ ગીત સાંભળતો - હર ખુશી હો તું જહાં ભી રહે..

પરીક્ષા પછી દિવસો પાણીની જેમ જતાં રહ્યાં.યુ.એસ. એ. જવાની દોડોદોડ માં મીરાંને શોધવાનાં દિવસો ઓછાં પડ્યાં. જે દિવસે યુ.એસ.એ. જવાનું હતું તે દિવસે કોલેજનાં રુમ પાર્ટનર તરફથી ખબર મળ્યાં,જેનો સાર એ હતો કે મીરાંનાં માબાપે ડાયવોર્સ લીધાં છે. મીરાંએ એનાં નાટ્ય ગ્રુપનાં ડાયરેક્ટર સાથે સાદાઈથી લગ્ન કરી લીધાં છે.

એરપોર્ટ પર સૌ આનંદમજાક કરી રહ્યાં હતાં.

. " હાય, પ્રકાશ હાઉ આર યુ? "

મિત્રો તથા સગાસબંધીથી ધેરાયેલો પ્રકાશ જાણીતો,માનીતો કોકિલ સમો સૂરિલો અવાજ સાંભળી ચોંકી ઊઠ્યો. હા તે મીરાં હતી.અપ્સરા સમું રુપ જોતાં એનાં ભાઈભાભી આભા જ બની જોઈ રહ્યાં એકીટશે. પ્રકાશ કશું સમજી ના શક્યો.માંડ કળ વળતાં પૂછ્યું " ક્યાં હતી? "

" ક્યાં એટલે? મારાં હસબન્ડ સાથે " કહી ઝરણાં પેઠે હસી પડી. " મીટ માય હસબન્ડ ગૌતમ.. ગૌતમ મીટ મીસ્ટર પીપી ઉર્ફ પ્રકાશ પટેલ " કહી ટચલી આંગળી બતાવી જોરથી હસી પડી, પ્રકાશનાં ખભા પર ધબ્બો મારતાં. આ સાથે સૌ હસી પડ્યાં."કઈ બાજુ" પ્રકાશે હસતાં હસતાં પૂછ્યું.

" મદ્રાસ શુટિંગ છે.." ત્યાંજ અનાઉસમેન્ટ થતાં મીરાએ કહ્યું, " બાય પીપી.હેપી જરની..' કહી મીરાં ગોતમ સાથે ચાલી નીકળી.જતાં જતાં પ્રકાશને કીસ કરી અને ધીમેથી કહ્યું ," આઈ, લવ યુ,મીસ યુ.."

પ્રકાશ કશું બોલી ના શક્યો. ઝાકળ જેવાં બુંદ એનાં પાંપણે ઝૂલી રહ્યાં હતાં. મીરાં દોડતી દોડતી એની પાસે આવી, પર્સમાંથી સુંગંધિત નેપકીન કાઢી ધીમેથી આંસુ લૂછીને નેપકિન આપતાં કહ્યું " ટેક કેર, સાચવીને રાખજે આ નેપકીન, કામ આવશે" કહી દોડતી ચાલી ગઈ .. સ્વસ્થ થઈ પ્રકાશે એનાં ભાભીને સમજાવ્યું કે તે તેનાંકોલેજનીમિત્ર હતી. મિત્રોએ કેક

કાપી,એકબીજાને શુભેચ્છાઅદાનપ્રદાન કરી,ભારે હૈયે ભાઈભાભીને પગે લાગી વિદાય લીધી.

બસ પછી તો મંડી પડ્યો એનું લક્ષ પ્રાપ્ત કરવાનાં યજ્ઞમાં. એક દિવસ એનાં મિત્રનો ફોન આવ્યો કે મીરાં એનાં લગ્નજીવનમાંથી મુક્ત થઈ ગઈ છે. અમદાવાદ છોડી ક્યાંક જતી રહી છે. મીરાં ને કોન્ટેક કરવાનો પ્રયત્ન સતત નિષ્ફળ રહ્યો. થાકીને મીરાં નામનો શબ્દ જ તેનાં દિલ દિમાગમાંથી ડીલીટ થઈ ગયો.

અચાનક એની આંખ ખૂલી ગઈ. સામે ભાઈભાભી બેઠાં બેઠાં ચા પી રહ્યાં હતાં. ગુડ મોરનીંગ કહેતાં ઊભો થયો. જે શ્રીકૃષ્ણ કહી બંને જણ હસ્યાં.

" ઊંધ બરાબર આવી કે?"

" બરાબર આવી.ધસઘસાટ જયુ ભાઈ.."

" મોટા ભઈ તમને.."

" મજા આવી ગઈ " કહી હસવા લાગ્યો, " હજી કેટલો સમય છે "

" લગભગ બે કલાક.. મથુરા ગયું ને ?"

"હા .અરે હું તો ભૂલી ગઈ..મથુરા સ્ટેશને એક સ્ત્રી એ આ કવર તમારા માટે આપ્યું છે." કહી ભાભીએ અચરજથી કવર હાથમાં આપ્યું.

બેગમાંથી જરુરી સામાન કાઢી, " બાથરુમ જઈ આવું,મોઢું ધોઈને આવું છું" કહેતાં ઝડપથી તે તરફ ચાલ્યો. રાતની મહિલા મંડળ વાળા કંપાર્ટમેન્ટ માં નજર ગઈ. ખાલી હતું. બાથરુમનો દરવાજો બંધ કરી ફટાફટ બ્રશ કરી મોં સાફ કરી ટોયલેટ પર બેસી ગયો. કવરમાંથી કાગળ કાઢી વાંચવા લાગ્યો.

- હાય પી.પી. આખરે તારો ચહેરો જોવાની ઈચ્છા ફળી ખરી.વડોદરા સ્ટેશને મેં તને જોયો. આટલાં વરસે તું હજી એવો જ હેન્ડસમ છે જેવો તું વરસો પહેલાં હતો. અફસોસ મારી અધીરાઈ અને તારી એ જ યુઝવલ ઠંડકાઈ! હું તને ના સમજી શકી અને તું મને!

મારી જિંદગી કટી પતંગ જેવી કે વાંદરાનાં હાથમાં મોતી આપો જેની કિંમત જે ના કરી શકે તેવી વીતી ગઈ! પૈસાથી સુખ મળે છે તે કેવી ભ્રમણાં છે તે સમજાયું! અફસોસ, જે હતું તે ભોગવી ના શકી.માબાપનો ગૃહકંકાશે મને માબાપનું સુખ ન આપ્યું. ફિલ્મ નાટકની ચકમકતી દુનિયા એ રહીસહી શાંતિ છીનવી લીધી. આખરે મીરાંમાંથી મીરાં બનવાનો પ્રયત્ન કરી રહી છું. ઈશ્વરની અનુભૂતિ જ જીવનને પ્રકાશમય બનાવે છે એવું આત્મજ્ઞાન મને લાધ્યું છે. ઈશકોંનનું શરણ પકડ્યું છે.મેરે તો ગિરિધર ગોપાલ

કદાચ, તારા જીવનમાં એકલતા હોય તો પુરી લે જે.લગ્ન વગર જિંદગી અધૂરી જ છે. લગ્નની પળ બે પળની મજા માણવા જેવી તો છે જ! યોગ્ય પાત્ર જોઈ ઠરીઠામ થઈ જજે. મારાં તરફની ધેલછા રહી ગઈ હોય તો મુક્ત થઈ જજે.મારી જિંદગી તો માઘવની શોધ વગર અધૂરી જ છે.. હવે લાગે છે કે હું હળવી થઈ ગઈ છું ..

જય શ્રી કૃષ્ણ..

ફ્રેશ થઈને પ્રકાશે ચા પીધી.કાચ બહાર જોઈ રહ્યો.ટ્રેનની ઝડપે એ વિચારતો રહ્યો જિંદગી જ્યાંથી શરુ થઈ રહી હતી ત્યાંજ આવીને કેમ ઊભી રહી? ભાઈભાભી કૂતુહલ ભરી નજરે જોઈ રહ્યાં હતાં એનાં ભાભીએ વિચાર કર્યો કે નક્કી પેલાં કાગળની મોંકાણ લાગે છે.વાતનો તાળો મેળવવાનો પ્રયાસ કર્યો. જરુર વર્ષો પહેલાં એરપોર્ટ પર મળેલી પેલી સ્રીએ એનું જીવન છિન્નભીન્ન કર્યું લાગે છે. રાજાના કુંવર જેવો પુત્ર સમાન દીયર કુંવારો થોડો રહી જાય!

દિલ્હી આગ્રા ફતેહપુરસિક્રી માં જોવાલાયક સ્થળો જોઈને મથુરા પહોંચ્યા.પ્રકાશનાં ભાઈભાભી તો આનંદવિભોર થઈને પ્રભુનાં આસક્ત થઈ ગયાં હતાં.મથુરામાં બે પૈસાની આશામાં એમનો ગોર દરેક વાતનું ધ્યાન રાખતો હતો. સવાર સાંજ આરતીનાં દર્શન કરી પોતાની જાતને ધન્ય અનુભવતાં હતાં. જમનાજીની પૂજા કરી તેઓ વૃંદાવન તરફ જઈ રહ્યાં.ઉત્સાહથી પ્રકાશ તથા તેનાં ભાઈભાભી વંદાવનમાં કૃષ્ણે કરેલી લીલાં નું વર્ણન સાંભળી રહ્યાં હતાં.

વૃંદા એટલે તુલસી.જ્યાં જુઓ ત્યાં તુલસીજીનાં દર્શન થયાં કરતાં હતાં. બપ્પોર પણ ઢળવા આવી રહી હતી.આખરે હરે રામ હરે કૃષ્ણ નાં મંદિરમાં પ્રવેશતાં જ પ્રકાશનાં ભાઈભાભી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. જીવંત લાગતી મૂર્તિઓ, નયનરમ્ય શણગાર, પ્રફુલ્લિત વાતાવરણ,કોકિલકંઠી શાંતિ, ભક્તિમાં રેલાતું સંગીતમય સૂરાવલી વચ્ચે ભક્ત જનોની લહેર માં સૌ કોઈ રાધાકૃષ્ણ મય બની ઝૂલી રહ્યાં હતાં. પ્રકાશ એનાં ભાઈભાભી સાથે બેસીને આંખો બંધ કરીને ધ્યાનાવસ્થામાં હતો.

અદ્ ભૂત અલૌકિક વાતાવરણમાં પ્રકાશ કંઈક અંશે તનાવમુક્ત બન્યો હતો.રાધાકૃષ્ણની મૂર્તિનો શૃંગાર એટલો જીવંત લાગી રહ્યો હતો કે એક ક્ષણ મીરાં એની આંખો સમક્ષ હાજર થઈને ઊભી છે એવો આભાસ થયો. ઘંટડીનાં રણકાર વચ્ચે શીતળ પ્રકાશમય દીવાની જ્યોતમાં રાધેકૃષ્ણની મૂર્તિની ભવ્યતાથી સૌ કોઈ અંજાઈ રહ્યાં હતાં.અને એક જયધોષ વચ્ચે આરતીની શરુઆત થઈ.

મેરે તો ગિરિધર ગોપાલ,

મેરો તો તુહિ એક આધાર..

વનવન ઘુમું,ઘરઘર ભમું

ના કશું હું હજી જાણું,ના જાણું

મેરો ચિત મેરો મન અશાંત

કોઈ તો સુઝાવ મુજને બતાવ

આરતી પછી મનને હલમચાવી મૂકે એવું ભક્તિ ગીત સાંભળતા આકાશ એની તંદ્રા અવસ્થામાંથી જાગૃત થયો. એક મહિલા ગ્રુપ આ ભક્તિ ગીત ગાઈ રહ્યું હતું કોરસમાં. છતાં એક અવાજ આકાશે ઓળખી કાઢ્યો. હા તે અવાજ જેટલો સુરીલો તેટલો હ્રદયભગ્ન તેટલો જ ભાવામયમાં આળોટતો હતો, જે મીરાં નો જ હોવો જોઈએ એવું અનુમાન લગાવ્યું ખાતરી પૂર્વક આકાશે! અચાનક કોરસ બંધ થઈ ગયું અને સફેદ વસ્રોમાં, જેનો હાથ, કંઠ માળાથી ભરેલો છે તે સ્રી ઊભી થઈને સ્વયં આજીજી ભર્યા સ્વરે ગાવા લાગી.

સર્વ ભક્તગણ ઝળહળતાં દીવાનાં પ્રકાશમાં સાંભળવામાં તલ્લીન હતો.

" શેઠ, હવે નીકળવું જોઈએ. અંધારું થવા આવ્યું છે.રસ્તો જોખમી પણ ખરો.." મથુરાથી સાથે આવેલા રાધે જીએ કહ્યું. અનિચ્છાએ તેઓ ઊભા થયાં. તમે ગાડીમાં બેસો હું આવું છું કહી આકાશ પેલી સ્રી જે તરફ હતી તે તરફ ગયો. હા તે મીરાં જ હતી. એક ક્ષણ થયું કે બૂમ પાડે. પણ નવી પેઢીનાં સંસ્કારોએ રોક્યો. તે ત્યા ઊભો રહ્યો.કદાચ મુલાકાત થાય.

અચાનક બંનેની નજર મળા. આકાશે બ્લાઈંડ કીસ કર્યું. મીરાંએ શરારતી નજરે અભિવાદન કરતાં ગીત પુરું કર્યું. મીરા આકાશ તરફ ફરી. હાથમાંની ફૂલની માળા તેને આપી. એકબીજાને જોતાં રહ્યાં પળભર ." જયશ્રી કૃષ્ણ" કહી મીરાં તેનાં મહિલલા ગ્રુપમાં ભળી ગઈ અને આકાશ તેને જોતો રહ્યો કદાચ પાછી મળવા આવે. ત્યાં મોબાઈલની રીંગ રણકી. ઈગ્નોરની સ્વીચ દબાવી તે ઝડપી પગલે રાહ જોતાં ભાઈભાભી તરફ ફર્યો.

જીપ સડસડાટ ચાલી રહી હતી.જીપમાં મૌન ભરાઈ પેઠું હતું. રાખોડી આકાશ,ટમટમતાં તારલાં,ક્યારે પસાર થઈ જતાં વાહનો,વચ્ચે ખામોશી ડરામણી લાગતી હતી. સૌ વિચારોમાં ગરકાવ થઈ ગયાં હતાં.બેઠાં હતાં સૌ પાસપાસે પણ જાણે જોજન દૂર! પ્રકાશનાં ભાભીને તો ઈચ્છા થઈ આવી હતી કશું ક પૂછવાની, ખાસ કરીને મથુરા સ્ટેશનેથી મળેલા કાગળ વિશે.પણ શું પૂછે? કાગળ આપ્યા પછી જ પ્રકાશ નાં ચહેરા પર ઉદાસીનાં ભાવ છવાઈ ગયાં હતાં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED