Rotlo Otlo Chotlo books and stories free download online pdf in Gujarati

રોટલો અોટલો ચોટલો

Varta March 16

??? ચહેરા???

અચાનક મારાં પગ થંભી ગયાં.હું એને જોતો રહ્યો.ગ્રીષ્મનાં ધોમધખતાં બપ્પોરને ઓઢીને તે બેઠો હતો.હાથમાં ગલ હતી તે પાણીમાં નાખી પાળ પર પલોઠી વાળી દૂર દૂર જોયા કરતો હતો.દૂર દૂર સાગરનાં પાણી સિવાય કશું ય નજરમાં આવતું નહીં. મને જોઈ તે ચોંક્યો. કશું બોલ્યા વગર એની મસ્તીમાં ખોવાઈ ગયો.મને આ છોકરો જોઈ અજાયબી લાગી. આદત મુજબ સત્તાવાહી અવાજ નીકળી ગયો; અલ્યા, અહીં શું કરે છે?

સાહેબ, ગલ નાંખી છે. બેઠો છું. પકડાય એટલી વાર...

ઓહ.. કહી તેની બાજુમાં બેઠો. પાળ ગરમ હતી.એની નજર ગલની હાલકડોલક થતી સ્થિતિ પર હતી.અચાનક એની નજર ચમકી.તાર વીંટાળવા લાગ્યો.નાની એક માછલી ફસાઈ ગઈ હતી. તડફડિયાં મારતી હતી.તે હસતો હતો. હાથમાં લઈ માછલીને પાણીમાં પધરાવી. તેનો ચહેરો અજબ પ્રકારની ખુશીથી ઉછળતો હતો પેલાં સાગરની જેમ. તે ઊભો થયો. એક નાનો પથ્થર લઈ દરિયામાં ફંગોળ્યો.

મને નવાઈ લાગી.માછલી પકડી,જોતો રહ્યો હતો કોઈ અજબ પ્રકારની દષ્ટિથી.હું એનાં ચહેરાનું નિરક્ષણ કરતો રહ્યો. સાગરનાં પેટાળમાં ઉકળતાં લાવાની જેમ કદાચ તે ભીતરે ઉકળી રહ્યો હશે. એવું અનુમાન મેં લગાવ્યું. ચંચળ મન મારું શંકાકુશંકાની બેડીમાં તડફડિયાં મારી રહ્યુ હતું. હું તેની નજીક ગયો. હળવેકથી પૂછ્યું , દોસ્ત, એક વાત પૂછવા માગું છું. ' તે મને જોઈ રહ્યો.

તેનાં મુખ પર હાસ્ય સરી પડ્યું, જેમ હાથમાંથી ચકમકતો પારો સરી પડે!

'પૂછો મીસ્ટર..'

" મારું નામ રાઠોડ.. તમે તરફડતી માછલી પાછી પાણીમાં કેમ નાખી દીધી.'

" હું ધારતો હતો તમે આજ પ્રશ્ન કરશો. મીસ્ટર રાઠોડ, મને મજા આવે છે તરફડતી માછલી જોવામાં!"

" તરફડતી માછલી જોવામાં મજા આવે છે?" બને એટલી નરમાશથી મેં પૂછ્યું.

" જી" બેફિકરાઈથી તે બોલ્યો.

' ચાલો, રજા લઉં, " હાથ લંબાવતા તે બોલ્યો.

મેં પણ હસતાં હસતાં હાથ લંબાવ્યો, અને કહ્યું, " ચાલો તમને છોડી દઉં, ક્યાં રહેવાનું?'

" ચાર રસ્તા. હું જતો રહીશ સાહેબ.."

" મારે તે તરફ જાઉં છે..વાતો કરતાં કરતાં...;

' સાહેબ, મારે તો સમય પસાર કરવાનો છે.ચાલતાં ચાલતાં જઈશ.બપોર પણ થાકી જશે તડકો વેરતાં, વેરતાં .."

" કાંઈ કામકાજ નથી કે? આતો અમસ્થા પૂછ્યું...,ખરાબ ના લગાડતો દોસ્ત .."

" કામકાજ તો છે સાહેબ. જુઓ આ શું છે?"

ખિસ્સામાંથી કાઢીને બતાવતાં તેને પૂછ્યું.

" આ તો ગોફણ છે"

"તમારા ખિસ્સામાં પિસ્તોલ તેમ મારા ખિસ્સામાં ગોફણ રાખું છું" તે હસતાં હસતાં બોલ્યો.

આ છોકરો ચાલાક લાગ્યો." મારી પાસે પિસ્તોલ?" મેં ઉત્સુકતાથી પૂછ્યું.

" જી, તમારા બૂટ,તમારા પેંટનાં ખિસ્સાની પોઝીશન,તમારી આંગળી,હથેળીની પક્કડ, પૂછપરછ કરવાની રીત એ પરથી કહી શકું કે તમે ઈન્સપેક્ટર રાઠોડ છો એમ આઈ રાઈટ?"

" રાઈટ. તું પણ કોઈનાં જુલમનો શિકાર બનેલો શિકાર છે? એમ આઈ રાઇટ?"

તે કશું બોલ્યો નહીં.

" પણ આ ગોફણ રાખવાનું કારણ? કદાચ તું ખેતીવાડીથી સંકળાયેલો હોઈશ?" મેં હસતાં હસતાં પૂછ્યું. એને આકાશ તરફ જોયું. સામેની દિશા કઈ?

" પશ્ચિમ." મારો બેટો મારા દરેક સવાલનો જવાબ પ્રતિપ્રમેયમાં આપતો હતો.છતાં કોણ જાણે કેમ આ છોકરો એક વાર્તા જેવો હતો.

" સાહેબ, મારાં દાદા,પરદાદા ખેડૂત હતાં. ઠાકુર, શાહુકારોએ, જમીન હડપ કરી લીધી.એક નાનકડી દુકાન હતી , તે પણ જતી રહી."

"ઓહ.." એક નિશ્વાસ અજાણી વ્યક્તિ માટે નીકળી ગયો. માનવીનું મન પણ કેવું નાજુક નિર્દોષ ઝરણાં જેવું છે.પથરા હોય કે કૂંપળ વહાલ કરી લેતું હોય છે! એક પથ્થર લઈ શાંત જળમાં નાખ્યો.એ જોવા લાગ્યો પાણીમાંનાં ગોળ ગોળ આગળ વધતાં તરંગો જે મારાં હ્રદયાં ઉમટી રહ્યાં હતાં.

" આજે આપણાં ગામનો એમ એલ એ છે તેને પોતાનો ડેલો વિસ્તારવા લઈ લીધી પૈસા આપીને. પૈસાની ઢગલી રેતની જેમ સરકી ગઈ જુગાર,શરાબની પછવાડે! અમે રસ્તા પર આવી ગયાં. મા વૈતરા કરી કરી પ્રભુ પાસે હિસાબ માંગવા ગઈ,મારાં સાહેબ! " આક્રોશ ભરી નજરે મારી સામે જોઈ હાથમાં ગોફણ રમાડવા લાગ્યો.

અને મને ડર લાગ્યો કે આ છોકરો ક્યાંક સમાજ પાસે હિસાબ માંગવા બેસી ન જાય! મારાં વિચાર તરંગો અટક્યા.બાવળનાં વૃક્ષ જેવો અક્કડ દેખાતો છોકરો તણખલા જેવો મુલાયમ દેખાવા લાગ્યો. "સાહેબ, ચાલો તમને એક અજીબ ચોક બતાવું." કહી તેને પગ ઉપાડ્યા. " સમય છે કે?"

" બિલકુલ..રજા પર છું. કાલે શહેરથી આવ્યો."

" ફેમીલી.."

" એકલો આવ્યો છું. તેઓ અઠવાડિયા પછી આવશે..સમય પાસ થઈ ગયો તારી સાથે.."

એની સાથે ચાલતાં ચાલતાં મેં કહ્યું

" સાહેબ, એનું નામ છે કાગડા ચોક. આ સમયે કોઈ અજાણ્યું પક્ષી ત્યાં આવે તો બધા કાગડા તેની પર તૂટી પડે કા..કા.કરતાં! આ ગોફણ એનાં બચાવ માટે છે. ગોફણ એવી રીતે ફેરવું કે બધા કાગડાં ઊડી જાય પેલાં પક્ષીને છોડીને! જો કોઈ પક્ષી ધાયલ થયું તો હું કાગડાને ના છોડું .એને પણ જખ્મી એવો કરું કે એ તડફતો રહે અને હું જોયા કરું એ હરામખોરોને! જૂઓ પેલું ધટાદાર જે વૃક્ષ દેખાય છે તે કાગડા ચોક."

સૂમસામ રસ્તો,ઘટાદાર વૃક્ષોની હારમાળા ,નીરવતાનું જંગલ. અમે ક્યાંય સુધી ત્યાં ઊભા રહ્યાં. પણ કોઈ ઘટના ના બની.વાતવાતમાં જાણવા મળ્યું કે તે છોકરો બી.કોમ સુધી ભણ્યો છે.આગળ ભણવા પૈસા નથી.સરકારી યોજનામાં ખાયકી,લાગવગ, જેવા જે અવરોધો છે તે તેનાં માટે અવરોધો બન્યાં..તેનાં શબ્દોમાં, " સાહેબ ,સાચું કહું,હું થાકીગયો છું ખરેખર " અને અમે પણ થાકી ગયા કોઈ બનાવ બને તેનાં ઈંતજારમાં. ફરી મળશું કહી અમે છૂટા પડ્યાં.

* * * *

મારું જ્યાં પોસ્ટીંગ થયું હતું તે નાનું સરખું શહેર હતું. શહેર શાંત, શિસ્તબધ્ધ , સામાન્ય ગુના સિવાય મોટા ક્રિમિનલ કેસ ભાગ્યે જ નોંધાય.રાબેતા મુજબ કામકાજ વચ્ચે પેલો છોકરો, નામે રમેશ પટેલ, યાદ આવી જાય.એક બે વાર તે તરફ જઈ આવ્યો પણ નજરે ના ચડ્યો. પછી તો એ પણ યાદસ્તા પરથી ડીલીટ થઈ ગયો. સમયની સવારી ક્યાં કોઈ માટે રોકાય છે.એ તો આગળ ને આગળ દોડ્યે જતો અવિરત પ્રવાહ છે. સૌને એની પડી છે, પણ એતો મસ્ત ફકીરની જેમ આગળ વધતો રહે છે.

પણ કહેવાય છે ને કે શાંતિનાં પેટાળમાં પણ અશાંતિનો લાવા ધગધગતો હોય છે! રાજકારણની રમતમાં તણખલાં સમી પ્રજાનો ખો નીકળી જતો હોય છે.બાબરી-અયોધ્યા પ્રકરણે દેશભરમાં અશાંતિનું વાવાઝોડું ફૂંકાયું. તેનાં છાંટાં અમારા શહેરમાં પણ ઊડ્યાં. બોંબ ધડાકાથી અમારું શહેર ખળભળી ઊઠ્યું.મુઠ્ઠીભર સ્વાર્થી લોકો સમાજમાં કેવી સામાજિક અવ્યવસ્થા સર્જે છે તેનો અનુભવ થયો.સામાન્ય ભોળી પ્રજાને ઉંદરની જેમ ફોલી ખાય છે.

આ આખી ઘટનાંનું વેરીફીકેશન પોસ્ટમોર્ટમ, નો ઈનચાર્જ મને બનાવામાં આવ્યો.મારે મારું કૌશલ્ય એ રીતે બતાવવાનું હતું કે બંને કોમમાં ફેલાયેલા ધિક્કારને પાણીમાંથી જેમ તેલ અલગ પાડીએ તેમ તેમનાં લોહીમાંથી જુદો પાડવાનો હતો. રાતદિવસની રઝળપટ્ટી , .ઉજાગરાં, ભૂખ્યા પેટે કરેલાં વૈતરાનું પરિણામ શૂન્ય આવ્યું. રાજકારણીઓ અમારા ડિપાર્ટમેન્ટને બદનામ કરતાં રહ્યાં. ધણી કોશિશ પછી પણ આ ધડાકાનો સૂત્રધાર કોણ છે તે સમજાતું નહીં.

અચાનક રાત્રે બે વાગે ફોન આવ્યો, " મી.રાઠોડ કમ જસ્ટ નાઉ એફ ઓ. વનવનઓ. ઓવર."

હું પોલીસ સ્ટેશને પહોંચ્યો. પરિસરમાં ગાડીઓ જોતાં સમજી ગયો કે વાત ગંભીર છે. પ્રશ્નોની આતશબાજી થશે. મનોમન મારો ડ્રાફ્ટ બનાવી રહ્યો હતો. રીવોલ્વરની ગોળીની ઝડપે કેબીનમાં પ્રવેશ્યો. મારાં નામની પટ્ટી પરની ખૂરશી પર બેઠક લીધી.

મેં કેટલી પ્રગતિ કરી છે મારાં કામમાં એનાં પર પૂછ્યું. મેં મારી એક પછી એક ફાઈલ, ચિત્રો, ફોટોગ્રાફ બતાવીને કહ્યું, " હું એક નિર્ણય પર આવ્યો છું કે બોંબ બનાવનાર એક જ વ્યકિત છે, જે બંન્ને કોમનાં વિસતરમાં રાખે છે.ફૂટેલાં બોંબનાં કેમીકલ્સ એનાલીસીસ સરખાં છે.બીજી વાત આ ષડયંત્રમાં સિર્ફ એક વ્યક્તિ સંડોવાયેલી છે. ઉપરીની આંખો ચમકી.ટટ્ટાર થતાં બોલ્યાં કે આ અનુમાન પર આવવાનું કારણ ? મેં સમજાવતા કહ્યું, " સર, એક કરતાં વધુ શખ્સ હોત તો ક્યાંક ને ક્યાંક તે ભૂલો જરૂર કરત, અને આપણી નજરમાં ચઢી જાત. બોંબ ધડાકા કરનાર હાઈ પ્રોફાઈલ એરીયાને ટારગેટ કરે છે. સાધારણ રીતે ક્રીમીનલ આંતકવાદી કે ગ્રૂપ જાહેર, ગીચ વિસ્તાર પસંદ કરતો હોય છે, પણ અહીં પરિસ્થિતિ અલગ છે."

" વેરી નાઈસ. હવે આગળ શું?"

" સર, બે દિવસમાં તમારાં હાથમાં રિઝલ્ટ હશે અથવા.."

" અથવા શું?"

"અથવા મારું રેજીનેશન, ઈફ યુ વીશ."

મેં એમની આંખમાં આંખ મેળવતા કહ્યું . સન્નાટાની વીજળી ત્રાટકી હોય તેવો માહોલ રચાઈ ગયો. વીશ યુ ગુડ લક કહી સાહેબ સાથે સૌ કલિગ કેબીનની બહાર નીકળી ગયાં.

' સર,ગુડ ન્યુઝ" કહી ફોટાનું પેકેટ મારા હાથમાં આપ્યું.

લિજ્જતદાર ચાય ની લિજ્જત માણતાં ધ્યાન પૂર્વક ફોટાઓ જોવા લાગ્યો.એકવાર, બેવાર, વારંવાર. અમારી ટીમ રાત્રીની નીરવતામાં ઓગળી ગઈ હતી. સાગરનાં ઘૂઘવાટમાં અમારાં શ્વાસોશ્વાસ અટવાઈ ગયાં હતાં. અચાનક હું બૂમ પાડી ઊઠ્યો, એરેન્જ પ્રોજેક્ટર " અને હું ઝૂમી ઊઠ્યો.

ઝૂમી ઊઠવાનું કારણ એક જ હતું ચોક્કસ પ્રકારનો ચહેરો જ્યાં જ્યાં બોંબબ્લાસ્ટ થયાં હતાં ત્યાં ત્યાં મોજુદ હતો.કદાચ તે તેનું ટારગેટ જોવા આવતો હશે.જેને આ કામ સોંપ્યું છે તે પણ આમાં ખતમ થયો છે કે નહીં તેનો અંદાજ કાઢવા પણ આવ્યો હોય. અથવા જેની સાથે દુશ્મની હતી તેને તડફતો જોવાની વિકૃત ભાવના! પણ ચોક્કસ ચહેરો અંધાધૂંઢ વાતાવરણમાં સ્પષ્ટ ઉપસી આવતો નહીં. હવે એક જ આખરી ઉપાય બચ્યો હતો સ્કેચ થીયરી!

સ્કેચ માટેનાં બે આર્ટિસ્ટને બોલાવ્યાં.જુદા જુદા એંગલ્સથી સ્કેચ બનાવવાની સૂચનાં આપી રહ્યો હતો ત્યાં અમારાં ગેટમાં કદાવદાર કૂતરો તરફડી રહ્યો હતો. મોઢામાં એક પેકેટ હતું. થોડી ક્ષણમાં ઢળી પડ્યો. પેકેટ ખોલ્યું. અમારા શહેરનો એમ એલ એ કાવત્રાનો મુખ્ય સૂત્રધાર છે એ મતલબનો સંદેશ જુદા જુદા ફોટોકોપી પરથી મળતો હતો.. ડિપાર્ટમેન્ટ સાથે વાત કરી, હું મારી ટીમ લઈ રવાનાં થયો. અધવચ્ચે મેસેજ આવ્યો કે પેલો એમ એલ એ બોંબબ્લાસ્ટમાં એનાં પરીવાર સહિત ખતમ થયો છે.

એક ક્ષણ મારી આંખમાં અમાસી અંધારા છવાઈ ગયાં.સામાજિક મોભો ધરાવતી,સજ્જનતાનો નકાબ ઓઢી દુષ્ટ વ્યક્તિનું મોત અમારા ડિપાર્ટમેન્ટ માટે ચિંતાનો વિષય હતો. અચાનક મારી આંખો ચમકી. ધનધોર અંધકાર જાણે પાણીનો સાગર અને એમાં તરતી હોડી જેવો નાનકડો આકાર ! માથાથી પગ લગી કાળી શાલમાં તાલબધ્ધ ચાલનાર અમારી દિશા તરફ આવનાર આ વ્યક્તિ કોણ હશે એ વિચાર આવતાં સાયરન જોરથી વગાડી. પણ પેલી વ્યક્તિ પર કોઈ અસર ના થઈ.તે તેની ચાલમાં મસ્ત હતો. સાયરન નોરમલ કરી.

દોસ્તો, સાધારણ રીતે પોલીસની ગાડીની સાયરન સાંભળતાં ગુનેગાર ભાગવા કે ત્યાંથી છટકવા પ્રયત્ન કરતો હોય છે અને સામાન્ય નાગરિક બાજુમાં ખસી જતો હોય છે. આ ઉપરથી અમે અંદાજ લગાવીએ છીએ.પણ આ થીયરી દરેક વખતે કામયાબ નથી નીવડતી.

ગાડી પેલા શખ્સ પાસે ઊભી રહી. તેની તલાશી લીધી. નામ પૂછી મારાં સાથીઓ ઝડપથી બેસી ગયાં. ઘટનાં સ્થળે પણ પહોંચવાનું હતું. સર, કાંઈ ન મળ્યું. નામ રમેશ પટેલ. સર ઓવર. ઠીક છે કહી આવનાર પરિસ્થિતિનો અભ્યાસ કરવા લાગ્યો.મીડીયા, ઉપરી સાહેબોની ફાયરીંગ, મારું માથું આગમાં શેકાઈ રહ્યું હતું. આંચકા સાથે જીપ ઊભી રહી. તાજુબ્બી એ હતી કે સામાન્ય જનતાનો આક્રોશ ન હતો.સરકારી મશીનરી સિવાય વાતાવરણ સામાન્ય હતું.

અચાનક મારાં મોબાઈલની સ્ક્રીન ચમકી. સ્કેચ જોતાં જ હું ચમક્યો. જીપને પાછી વાળવાનો હુકમ આપ્યો. જીપનું સ્ટીયરીંગ મેં હાથમાં લીધું. મારાં શ્વાસોને રોકી જીપ સાગરનાં તોફાની મોજાંઓની ઝડપે ચલાવવા લાગ્યો.ગેટ ખૂલ્લો હતો.ઝડપથી સ્કેચનું આઈડેન્ટિટીફીકેશન કરવા લાગ્યો. ત્યાંજ એક જોરદાર ધમાકો થયો.પોલીસ સ્ટેશન ધ્રૂજી ઊઠ્યું.પોલીસ સ્ટેશની સામે એક જુનુંપુરાણું ખંડેર શું દેવળ હતું, ત્યાં ધમાકો થયો હતો. એક લાશનાં ટુકડેટુકડા પોલીસ સ્ટેશનની આસપાસ વેરાયાં હતાં. દાઝી ગયેલો ચહેરો, સ્કેચ પરનો ચહેરો અને રસ્તામાં જોયેલો ચહેરો, એક સમાન હતો. મોબાઈલ પર મેસેજ ઝબક્યો, સર, આઈ એમ હેપી. માય મીશન ઈઝ ઓવર..પોલીસ સ્ટેશનને કારણે હું સલામત હતો તોફાનો વચ્ચે! ફ્રોમ રમેશ મહેતા...

••. ••. ••. ••. ••

ફરી પાછું વાતાવરણ સામાન્ય થઈ ગયું. ચાર દિવસની માંડ માંડ રજા મળી.આ રજા મારાં માટે ત્રાસદાયક હતી. એક એક પળ એ જ ચહેરો, તડફડતી માછલી અને ધૂધવટો શાંત સાગર હું જોયા કરતો. કદાચ મને તડફડતો જોઈ તે એટલે કે રમેશ પટેલ મૂંઝવણમાં તો નહીં મુકાતો હશે ને! દોસ્તો તમારું શું માનવું છે?

પ્રફુલ્લ આર શાહ

April 16. 2016

-- સમાપ્ત--

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED