Ma Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Ma

varta Ma

------------

--- મા ----

'ક્યાં ગયો? ક્યાં ગયો? આકાશનો છોકરો ક્યાં ગયો?' વાત વાયુ વેગે ફેલાઈ ગઈ.આકાશે આંખ ખોલી તો પથારી ખાલી હતી.ધડકતાં હ્રદયે જોયું દરવાજો અર્ધ ખૂલ્લો હતો.આકાશે પવનવેગે દોટ મૂકી હોસ્પિટલ તરફ.આકાશને હાંફતો જોઈ એની પત્ની માંડ માંડ પૂછી શકી ,"શું થયું..." "સોમ ઘરમાં નથી.." "ક્યાં ગયો હશે " "ચાલ હું તપાસ કરીને જણાવું..પણ મંગળને કેમ છે? " "દાક્તર સાબ આવીને ગયાં. સુધારો છે " " સરસ,ચિંતા ના કરતી ,શોધીને આવું છું " કહી આકાશ નીકળી ગયો.

આકાશની પત્ની ધરતીનાં હૈયે ફાળ પડી.સોમને કંઈ થઈ જશે તો એનાં સુખી સંસાર પર વ્રજધાત પડશે,એ વિચારે ધ્રૂજી ઊઠી. સોમ એનો સાવકો પુત્ર હતો દુનિયાની નજરે પણ એને મન તો એ પોતીકો હતો,કારણ...

ધરતી ના ગોરી હતી,ના શ્યામ,હતી ઘઉ વરણ ની.ઝરણાં સમી મુસ્કુરાતી,હરણાં સમી ઝૂમતી કોકીલ કંઠી પણ નસીબની ફૂટેલી! ગરીબીની ચાદર ઓઢીને ફરતી.મા ટીબીથી,બાપ દમથી પીડાતો હતો.માંડમાંડ પાંચ ચોપડી ભણી ના ભણી જવાબદારીના અજગરે ભરડો લઈ લીધો.ઘરઘર કામ કરી ઘરનું આંગણું મહેંકતુ રાખી શકી.સોળમું બેસતા માબાપે માગાં નાખવાની શરુઆત કરી. સજીકરી આશ ભરી આંખે સ્વાગત કરતી.પરિણામ જાણતી કે ના આવશે.માબાપનું મન સાચવવા અપમાન સહન કર્યા કરતી હતી. હવે તો માબાપ શંકાની નજરે જોતાં જો ક્યારેક ઘરે આવતાં મોડું થાય તો!

એક દિવસ વહેલી સવારે ધરતીનાં માબાપે કહ્યું કે નથુનાં બાપે પુછાવરાવ્યું છે ,બીજ વર છે. ત્રણ મહિનાનું છોરું છે. ધરતીએ વાત કાપતાં કહ્યું કે બાપુ બીજ કે તીજ જે હોય તે ચાલશે.કાલ થતું હોય તો આજ પણ ચાલશે.ધરતી જાણતી હતી ઘરની પરિસ્થિતિ એનાં લગ્નનું મોટું વિધ્ન છે.પણ એનાં નસીબનું પાંદડું જાણે હટી ગયું અને લેવાઈ ગયાં રાતોરાત લગ્ન.

શમણું હતું કે સચ્ચાઈ એ હજી સુધી સમજી શકી નથી.

" જો ધરતી, આપણાં સુખમાં સોમુ આડો ના આવવો જોઈએ. "

"તમ તમારે નિશ્ચિંત રહો..મારાં જીવથી અધિક રાખીશ " કહી આકાશનું દિલ જીતી લીધું એક દિ તો કમાલ કરી. સવારથી સોમે દૂધ ના પીધું તે ના પીધું.આકાશે ગુસ્સામાં એક હળવી ટપલી મારી દીધી સોમનાં ગાલ ઉપર.સોમ રડવા ચઢ્યો જોરથી.ધરતીએ આકાશ નાં ખોળામાંથી સોમને લઈ લીધો પોતાનાં ખોળામાં અને આકાશ જોતો રહ્યો ધરતીની હરકત!

સોમને પોતાની છાતીએ ચાંપ્યો,બ્લાઉઝનાં બટન ખોલી સોમનાં મુખને પોતાનાં ઊભરાતાં,છલકાતાં સ્તન અડાડ્યાં અને સ્પર્શ થતાં સ્તનનો સોમ તો વળગી પડ્યો સ્તનપાન કરવાં.બંને જણને જોતો રહ્યો આકાશ અમૃત ભરી નજરે!

તે દિ અને આજની ધડી,બંને જણ એકબીજાના પર્યાય બની ગયાં.ધરતીનો સુખનો સૂર્ય સોળે કળાએ ખીલી રહ્યો હતો.જ્યારે પોતે મા બનવાની છે એ જાણ્યું ત્યારથી તો એનો આનંદ ઝરણાં પેઠે ઝૂલી રહ્યો હતો સાતમા આસમાને.ધણીવાર સોમને લઈને ચિંચિત થતા આકાશને જોઈને ધરતી ધરપત આપતી આવનાર સંતાનને કારણે એનો પ્રેમ સોમ માટે ઓછો નહીં થાય અને આકાશ ધીમેથી કહેતો કે તેને વિશ્વાસ છે.

ક્યારેક મીઠી તકરાર થઈ જાતી.આવનાર બાળકના નામ બાબતે.સોમ અવતર્યો ત્યારે એક બાજુ હર્ષ તો બીજી તરફ પત્નીનાં મૃત્યુનો ગમ! આકાશે કાયમી યાદગીરી રહે તે માટે સોમ નામ પાડી દીધું કારણ કે તે સોમવારે જનમ્યો હતો.તેથી હસતાં હસતાં આકાશ કહેતો કે જે દિવસે સંતાન જન્મે તે નામ.આમ બીજા પુત્રનું નામ પડ્યું મંગળ.

કુદરત પણ ક્યાં સખણી રહે છે.સુખી સંસાર પર દુખનાં વાદળ ફરી વળ્યાં.ચાર વર્ષ પછી અચાનક મંગળ માંદો પડયો.દોડાદોડ પણ રોગ ના પરખાયો. આખરે શહેરમાબતાવ્યું. રોગનું નિદાન થયું. આશાભરી ખૂશી સાથે ગામમાં પાછા ફર્યાં . આ આશા પણ ક્ષણભંગુ નીવડી.માંડ વીસ દિવસ વીત્યાં હશે કે મંગળ ફરી તાવમાં પટકાયો. ફરી દવાખાનામાં દાખલ કર્યો.ઘરનું કામકાજ,દવાખાનાની દોડાદોડી ધરતી થાકી જતી હતી.આ બાજુ સોમ જાતજાતનાં સવાલો પૂછીને ઘરતીને તંગ કરી નાખતો હતો.ગામનાં બૈરાઓ દવાખાને આવી જાતજાતની વાતો કરતાં હતાં.એકજણે ધરતીને ચેતવતા કહ્યુ્ં કે તે ઘ્યાન રાખે સોમથી.જન્મતાં જ માને ભરખી ગયો અને ક્યાંક મંગળને ભરખી ન જાય.

માની મમતા,ગામનાં બૈરાઓની કુથલી,અને મંગળની બગડેલી તબિયતને લીધે થતી દોડાદોડી અને તેમાંય સોમનાં આડાઅવળા સવોલોનાં લીધે ધરતી માનસિક રીતે પડી ભાંગી હતી.એક સાંજે સોમે પૂછી નાખ્યું કે તે તેની સગી મા નથી.પોતે તેની માને ખાઈ ગયો છે.આ બધી વાત સોમને એનાં મિત્રો દ્રારા જાણવા મળી છે એમ નિર્દોષ ભાવથી કહ્યું.આ સાંભળી ધરતી ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ અને આવેશમાં આવી એક લાફો મારી દીધો.અને તે રડતો રડતો ઘરની બહાર જતો રહ્યો.

કશું ક ખોટું થઈ ગયું છે એ ખ્યાલ આવતાં ધરતી ઊભી થઈ,દોડી ઘરની બહાર અને સોમને ઊંચકીને વહાલથી ઘરમાં લાવી ,ખોળામાં બેસાડી ગાલ પર બચી કરતાં કહ્યું કે તેને શું થઈ ગયું છે? " બેટા ,તારા મિત્રો ગમે તેમ કહે પણ તારે મારી વાત પણ માનવી જોઈને? તું જ મારો દીકરો છે બેટા.લાડકવાયો.."

" મા પણ તુ રડે છે કેમ? મને માફ કર.."

"બેટા હું રડતી નથી,પણ દીકરો થઇ આવું બોલે તે હું ના સહી શકું. છતાં હવે તને સાચી વાત કહેવી પડશે.જેથી તારા મનમાં કોઈ ગડબડ ના થાય.." ક્યાંય સુધી ધરતી આકાશ તરફ નજર નાંખી રહી હતી. "મા, તું ચુપ કેમ છે? જો તને કોઈ વાતે દુખ થતું હોય તો ના કહેજે..મા.."સોમ ધરતીના ખોળામાંથી ઊભો થઈને ધરતીની આંખમાં આંખ પરોવીને કહેવા લાગ્યો.

"પણ તારો નાસ્તાનો ડબ્બો તું શાળાએથી નથી લાવ્યો બેટા,."

"અરે હું ભૂલી ગયો તને કહેવાનું મા.બપોરે રિસેસમાં હું,નથુ અને છગન મીઠી નદી પાસે શંકરદાદાનું મંદિર છે ત્યાં ગયા હતાં"

"ત્યાં કેમ? "

"નથુ કહે ત્યાં શંકરદાદાનું મંદિર છે.બહુ ભોળા ભગવાન છે.આપણાં મનની વાત પૂરી કરે છે.મેં મારા ભાગનો નાસ્તો ભગવાનને ભોગ ચઢાવ્યો અને પ્રાર્થના કરી કે મંગળ સાજો થઈ જાય અને ..."

"અને શું.."

"અને મા તું ખૂશ રહે.." કહી હસવા લાગ્યો.

" ફરી ત્યાં ન જતો,બેટા એ જગા સારી નથી"કહી ચિંતામાં સરી પડી.

વિચારોમાંથી ધરતી બહાર આવી.ઊભી થઈ.મંગળ તરફ નજર નાંખી.ઘસઘસાટ સૂતો હતો.બાજુનાં પેશેન્ટની માને સમજાવ્યું કે પોતે ઘરે જઈને આવે છે.જરા મંગળનું ઘ્યાન રાખે.ઊભા શ્વાસે એ દોડી અને બૂમ પાડવા લાગી "ઓ સોમનાં બાપુ...ઓ સોમનાં બાપુ...જરા ઊભા રહો.." આકાશે દૂરછી જોયું કેધરતી દોડતી દોડતી તેની તરફ આવી રહી છે. તેનાં મનમાં ધ્રાસકો પડ્યો કે મંગળને કશું થયું કે શું? તે ધ્રુજી ઊઠ્યો.કશું સમજે એ પહેલાં ધરતી એ કહ્યું કે સાયકલગાડી કરી સ્મશાને શંકરનાં મંદિરે ચાલે.

" ભઈ જરા ઝડપ કર..જરા ઝડપ કર.." જરા જરા વારે ધરતી સાયકલગાડી ચલાવનારને આંખો બંધ કરીને વિનંતી કરતી હતી.આકાશને ઈશારાથી મૌન રહેવાનો ઈશારો કરી શંકરભગવાનનો સતત જાપ કર્યાં કરતી હતી.

આ બાજુ સોમ વહેલી સવારે ઊઠીને પગપાળા શંકરને મંદિરે જઈ જાપ કરવા બેસી ગયો હતો.મિત્રો પાસેથી આડીઅવળી વિગતો એકઠી કરી.ભોગ આપવાથી ભગવાન ખૂશ થાય,આપણાં મનની ઈચ્છા પૂર્ણ થાય વગેરે વગેરે અંધશ્રધ્ધા એનાં મનમાં ઘર કરી ગઈ હતી.મનમાં ગાંઠ વાળી હતી કે પોતાની જાતનું બલિદાન આપી મંગળનો જીવ બચાવશે.ભગવાન ખૂશ થશે.

સોમે આંખ ખોલી.સૂરજ માથે ચડી ગયો હતો. શંકરની મૂર્તિને પાણીથી ધોઈ પગે લાગ્યો."શંકરદાદા,મારા ભાઈનો જીવ બચાવ અને મારો જીવ લઈ લો.સૌ મને કાળમુખો કહે છે. હું જીવવા નથી માંગતો.મારી માનો સાચો દીકરો મંગળ છે.એને કાંઈ થશે તો એનું શું થશે? ભોલે નાથ મારો જીવ લઈ લે" કહેતો સોમ એક મોટા પથ્થર જોડે માથું જોરથી અફળાવે છે અને...

અને એની આંખ સામે આકાશ અને ધરતી નજરે ચડે છે...

જેવો સોમ માથું અફળાવા જાય છે કે ધરતીનાં મુખમાંથી ચીસ નીકળી પડે છે," ઓ..સોમ ઊભો રહે.." અને બાજ ઝડપે સોમને ઊંચકી લે છે.સોમ ધરતીનાં ખભા પર માથું ઢાળી દે છે.આકાશ,ધરતી સોમને લઈને ઘરે આવે છે.સોમ ભાનમાં આવતાં ધરતી વહાલ થી કહે છે કે બેટા તું જ મારો દીકરો છે. તારા વગર હું, તારા બાપુ કે તારો નાના ભાઈ કેવી રીતે જીવત .કહી બંને જણ એકબીજાને વળગીને ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં.

" મોટા ભાઈ જો તો હું સારો થઈને આવી ગયો છું.. " કહી મંગળ સોમને ભેટી પડ્યો. આ દ્રશ્ય જોઈ આકાશ ની આંખમાંથી આંસુની એક લહેર સરકી પડી જે ધરતીએ એના પાલવથી આસ્તે રહીને લૂછી નાખી..

પ્રફુલ્લ આર શાહ.

૪0૫ B અરપિત ઈનક્લેવ

મહાવીર નગર, દહાણુકર વાડી,

કાંદિવલી,વેસ્ટ

મુંબઈ ૪000૬૭.

મોબાઈલ:9821 989 328