Whats app Love - 7 Bhautik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Whats app Love - 7

Whats app love -7

વીતેલી ક્ષણો......

(પ્રેમ અને હેતલ બંને પ્રેમમાં પડ્યા છે. ઓફિસેથી ઘરે જતી વખતે પરને એક ભયંકર દ્રશ્ય જોયું. બિચારા ગરીબ લોકોના ઝુપડા બળી રહ્યા હતા અને તેલોકો રડી રહ્યા હતા. પ્રેમે તે લોકોને દિલાસો આપ્યો કે હું તમારી મદદ કરીશ.)

હવે આગળ.....

પ્રેમ એક વકીલની ઓફીસ પર ગયો ત્યાં લખેલું હતું Mr. મુકેશ પટેલ. જે શહેરના સારામાં સારા વકીલોમાનો એક હતો. તે અને પ્રેમ સ્કુલમાં સાથે ભણતા હતા. પ્રેમ દરવાજા પાસે આવીને ઉભો રહ્યો. તેણે અંદર આવવાની મંજુરી લીધી. અંદર ગયો ત્યાં વકીલની સેક્રેટરી બેઠી હતી. પ્રેમે માહિતી આપવા કહ્યું કે તરત જ વકીલે તેને અંદર બોલાવ્યો.

વકીલ : ઓહ! શું વાત છે ને પ્રેમભાઈ. મોટો શેઠ બની ગયો ને તું.

પ્રેમ : તારા કરતા તો નાનો જ છું. તું તો પ્રખ્યાત વકીલોમાનો એક છે. સારામાં સારા કેસ હેન્ડલ કરી શકે છે. છ આંકડાની આવક બીજું શું જોઈએ?

વકીલ : પ્રેમલા જીવનમાં પાછળનો દરવાજો ખોલુંને તો ખબર પડે કે કેટલી મુશ્કેલીથી આ બધું હાશીલ કર્યું છે. હા, પણ ક્યારેય જીવનમાં પીછેહઠ નથી કરી. છોડ આ બધી વાતોને અને મને કહે કે તે મેરેજ કર્યા કે નહિ? પેલી કોલેજ્વાળી છોકરીનું શું થયું?

પ્રેમ: નથી કર્યા હજુ અને લગભગ હમણાં કરીશ પણ નહિ, અને ભાઈ કરીશ ત્યારે તને જરૂર બોલાવીશ હો !

વકીલ : ok! ચલ તું અહિયાં આવ્યો છે એટલે કંઈક કામ માટે જ આવ્યો હશે. શું કામ પડ્યું દોસ્ત.

પ્રેમ: અરે કાલે તો મે તને ફોન પર વાત કરી હતી પેલા ગરીબોની. ભૂલી પણ ગયો.

વકીલ : અરે હા! યાદ આવ્યું. અરે ભાઈ મારે કામ જ એટલા હોય છે ને કે ક્યારેક તારી ભાભીને પણ કિસ કરવાનું ભૂલી જાઉં છું.

પ્રેમ: ગુડ જોક, મુકેશ.

વકીલ : તું મને થોડો સમય આપ. હું તેને વિશે બધું જાણીને તને કહું. અને હા તે એરીયાનું એડ્રેસ મને આપતો જજે.

પ્રેમ: ohk! જલ્દી કરજે અને આમ પણ મારે ઓફિસે જવાનું મોડું થાય છે.

* * *

સાંજે ૯ વાગ્યે પ્રેમ ફ્રી થયો અને પોતાના બેડરૂમમાં જઈને બેઠો. આજનો દિવસ ઓફીસના કામમાં એટલો વ્યસ્ત હતો કે તેણે મોબાઈલ જોયો જ ના હતો. હમેશા જેમ પોતાના અંગુઠા વડે મોબઈલનો લોક ખોલ્યો. ઈન્ટરનેટ શરૂ કર્યું અને ફટાફટ whats app ખોલ્યું. મોબાઈલની સ્ક્રીન પર મેસેજનો ઢગલો હતો. તેણે વાચવાનું ચાલુ કર્યું.

8:૩૦ AM – “Good Morning, પ્રેમ”

10:૩૦ AM – “પ્રેમ તારું morning નથી થયું કે શું?”

1:00 PM - “પ્રેમ તું પેલા ગરીબો vishe કંઈક કહેવાનો હતો તેનું શું થયું?”

3:00 PM- “પ્રેમ તું આન્સર કેમ નથી આપતો? શું થયું તને?”

છેલ્લો મેસેજ હતો.

6:00 PM – “I hate you, Prem”

પ્રેમ છેલ્લો મેસેજ વાંચીને ચોકી ગયો. તેને ખબર પડી કે હેતલ ગુસ્સે થયેલી છે. તેને હેતલને મેસેજ કર્યો.

પ્રેમ: સોરી મારે ઓફિસનું કામ હતું એટલે રીપ્લાય ના આપી શક્યો.

(લગભગ ૧૫ મિનીટ પછી હેતલનો મેસેજ આવ્યો.)

હેતલ: I hate you.

પ્રેમ: I love you. તારું નાક લાલ થઇ ગયું હશે.

હેતલ: hate you ..2,3,4...

પ્રેમ: love you..5,6,7 .. હેતલ મે સોરી કહ્યું છે. ભૂલી જા હવે એ બધું.

હેતલ: નથી બોલવું તારી સાથે.

પ્રેમ: ઓહ, રીયલી.

હેતલ: yaa

પ્રેમ: sorry once again, baba.

હેતલ: તારાથી એક મેસેજ તો થઇ શકતો હોત. મને તારી કેટલી ચિંતા થતી હતી એ તું જાણે છે. તને કઈ થઇ ગયું હોત તો મારું શું થાત?

પ્રેમ: તો તું કોઈ બીજા સાથે પરની જાતે બીજું શું વળી!

હેતલ: હું સપનામાં પણ ના વિચારી શકું કે બીજા સાથે પરણવાનું અને જિંદગી જીવવાનું.

પ્રેમ: મને કી જ નથી થયું. તારી સાથે તો ચેટ કરું છું.

હેતલ: Ohk good.

પ્રેમ: તારા માટે એક ગુડ ન્યુઝ છે.

હેતલ: શું છે? જલદી કહે મને.

(પ્રેમે થોડીવાર હેતલનું પ્રોફાઈલ ખોલ્યું. હમેશની જેમ આજે પણ હેતલનું પ્રોફાઈલ જોઇને પ્રેમ પ્રેમમાં પડ્યો. પીંક કલરની સદી, સ્ટ્રેટ વાળ અને ચહેરા પર સ્માઈલ. પ્રેમ પોતાનું ભાન ભૂલી ગયો. તેને થયું અત્યારે જ હેતલ પાસે ચાલ્યો જાવ. આજનું status વાચ્યું તેણે

“ઉસ પર કુછ એતબાર થા, વારના

દિલ જેસી ચીઝ કૌન દેતા હૈ ભલા”

પ્રેમ સ્ટેટસ વાંચીને હસી પડ્યો. મનમાં જ બોલ્યો “પાગલ છે આ છોકરી.” હેતલ પ્રેમને મેસેજ કરતી હતી.

હેતલ: પ્રેમ ક્યાં ખોવાઈ ગયો. પ્લીઝ મને કહે કે ગુડ ન્યુઝ શું છે?

પ્રેમ: હેતલ એક વાત કહું.

હેતલ: હા બોલને.

પ્રેમ: I love you. તું પ્રોફાઈલમાં કેટલી સુંદર લાગે છે.

હેતલ: ohk! મને ખબર છે તું મને પ્રેમ કરે છે પ્રેમ. અને અત્યાર સુધી તું મારું પ્રોફાઈલ જોતો હતો. અહિયાં હું કેટલી રાહ જોવ છું ખબર છે તને.

પ્રેમ: હા તારું સ્ટેટસ પણ જોયું મે.

હેતલ: ohk! તું મને ગુડ ન્યુઝ કહેવાનો હતો પ્રેમ.

પ્રેમ: હું કહીશ પણ હજુ વાર છે.

હેતલ: નહિ અત્યરે જ કહે.

પ્રેમ: હેતલ વાતને સમજવાનો પ્રયત્ન કર. હું કહી દઈશ તને,

હેતલ(attitude થી) : Bye પ્રેમ.

પ્રેમ: ગુસ્સો શા માટે કરે છે.

હેતલ: Bye.

(પ્રેમ પણ સમજી ગયો હતો કે હેતલ સાથે હવે વાત કરવી મુશ્કેલ છે એટલે તેણે પણ હેતલને bye કર્યું.)

રાત્રીના 11 વાગ્યા હતા. પ્રેમ મોબાઈલમાં પોતાના મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. અચાનક જ બેડરૂમનો દરવાજો કોઈએ ખખડાવ્યો. પ્રેમે દરવાજો ખોલ્યો. તે ચોકી ગયો. same પ્રેમના પપ્પા ઉભા હતા. પ્રેમે કહ્યું “પપ્પા તમે રાત્રે ૧૧ વાગ્યે અહી? કઈ કામ હતું?”

પ્રેમના પપ્પા બેડરૂમમાં બેઠા અને same પ્રેમ બેઠો. થોડીવારમાં પ્રેમના મમ્મી પણ આવી ગયા.

(પ્રેમને સમાજ ના પડી કે શું થઇ રહ્યું છે. અચાનક જ મમ્મી-પપ્પા કેમ આવ્યા હશે? કેટલાયે વિચારો મનમાં ઉદભવતા હતા. જયારે વિચારોનું ઘોડાપુર આવેને ત્યારે સામે બધું વેર-વિખેર દેખાતું હોય છે એ પ્રેમ જાણતો હતો. પ્રેમને ચિંતા હતી કે તેના પપ્પાને હેતલ અને મારા વિશે ખબર તો નહિ પડી ગઈ હોઈ ને? સામે બેઠેલા મમ્મી-પપ્પાથી પ્રેમ સ્તબ્ધ થઇ ગયો હતો. તેણે તેના મમ્મીણે પૂછ્યું “શું થયું મમ્મી? કંઈક તો બોલ”)

સન્નાટો તોડતા પ્રેમના પપ્પા બોલ્યા “પ્રેમ બેટા, કાલે તારી બહેન સ્નેહા આવી રહી છે. તારે તેને લેવા માટે સ્ટેશન જવાનું છે. લગભગ 7 વાગ્યે અમદાવાદ પહોચી જશે.”

(સ્નેહા પ્રેમની નાની બહેન હતી, જે ભણવા માટે હૈદરાબાદ ગઈ હતી.)

પ્રેમ: સ્નેહા સાથે તો મારે કાલે જ વાત થઇ હતી. તેણે તો કઈ કહ્યું નહિ.

પ્રેમના પપ્પા : બેટા અમને પણ હમણાં જ ફોન આવ્યો. અહિયાં તેની કોઈ ફ્રેન્ડની સગાઇ છે એટલે આવતી હશે.

પ્રેમ: ohk પપ્પા. હું લઇ વીશ તેને.

પ્રેમના પપ્પા: કાલે સ્વરના પપ્પાનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે પ્રેમને મારી છોકરી ગમી કે નહિ? સ્વરાને તો પ્રેમ બહુ જ ગમ્યો છે. તે પ્રેમના વખાણ કરતા થાકતી નથી. શહેનશાહ તમે કઈ નિર્ણય લીધો છે કે નહિ? તે લોકોણે પણ જવાબ આપવાનો છે.

પ્રેમના મમ્મી પ્રેમની સામે પ્રશ્નાથ નજરે જોઈ રહ્યા. પ્રેમને ખબર પડી ગઈ કે આ વાત માટે અહી આવ્યા છે. પ્રેમ હવે જવાબ આપવા માટે શબ્દો ગોઠવવા લાગ્યો.

પ્રેમ: પપ્પા, સ્વરા સારી છોકરી છે પણ મારા તરફથી ના છે. મમ્મી તું મને પ્રશ્ન ના કરતી પ્લીઝ. મે જે પણ કઈ નિર્યણ લીધો છે, તે ખુબ વિચારીને જ લીધો છે.

પ્રેમના મમ્મી: બેટા, હું ક્યાં કઈ કહું છું. આ તો તારા પપ્પાના મિત્ર હતા એટલે સબંધ બાંધ્યો હોત તો સારું પડત. પણ અમે તારો નિર્ણય સ્વીકારીએ છીએ.

પ્રેમના પપ્પા: ohk. ગુડ નાઈઝ.

(પ્રેમે પપ્પાનો ચહેરો જોયો. તે જાણતો હતો કે તેણે પપ્પાને નારાજ કર્યા છે. ખબર નહિ કેમ સ્વરના શબ્દો હજુ પ્રેમને બાણોની જેમ ખુચતા હતા. “તું પણ તડપડીશ એક દિવસ કોઈના માટે”)

સવારે 7 વાગ્યે પ્રેમ અમદાવાદ રેલ્વે સ્ટેશન પર પહોચ્યો. તે ટ્રેનની રાહ જોતો હતો. અચાનક જ તેને યાદ આવ્યું. મે અહિયાં જ હેતલને જોઈ હતી. પ્લેટફોર્મમાં ઉભા-ઉભા તે મીઠી યાદો તાજી કરી રહ્યો હતો. અચાનક જ ટ્રેન આવી પહોચી. સ્નેહાએ બુમ મારતા કહ્યું ”પ્રેમ!!!” પ્રેમે સ્નેહાનો સામાન પોતાના હાથમો લીધો. આ છોકરીઓ પણ કેટલો સમાન લાવે છે? ખબર નહિ અંદર શું હોય?

સ્નેહા: પ્રેમ શું ચાલે છે? કહે મને. તારી જોબ કેમ રહે છે?

પ્રેમ: બધું જ બરાબર છે સ્નેહા.

સ્નેહા: ભૈયા તમે તો એકદમ હેન્ડસમ લાગો છો. કોઈ છોકરી-બોકરી પતાવી કે નહિ?

પ્રેમ: ના ભાઈ એવું કઈ જ નથી. તું પણ કઈ ગાંડી છે ને. ચલ મારે ઓફિસે જવાનું મોડું થાય છે.

પ્રેમ ને સ્નેહા ઘરે પહોચ્યા. દીકરી ઘરે આવવાથી આખું ઘર હર્યું-ભર્યું લાગતું હતું. સવારે પ્રેમે હેતલને good morning કહ્યું.

હેતલ: I hate you and bad morning.

પ્રેમ: ચલ કહી દાવ good news,

(શું લાગે છે તમને શું હશે good news? જોઈશું આવતા પાર્ટમાં.)

To be continue……

. By

Bhautik Patel

8866514238