Stri books and stories free download online pdf in Gujarati

સ્ત્રી

સ્ત્રી - ૧

હિરેન કવાડ

પ્રસ્તાવના

આ આર્ટિકલ કટાક્ષ અથવા સારકાઝમને સમજી શકતા લોકો માટે જ છે. એટલી પૂરતી બુદ્ધીક્ષમતા ના હોય તો વાંચવો નહિં. બાકી તમે ટુંકી સંકુચીત માનસીકતા ધરાવતા હોવ તો જરૂર વાંચી શકો. સ્ત્રી પરના વિચારોની આ સીરીઝ લાંબી ચાલશે, પરંતુ આર્ટિકલ ક્યારેક ક્યારેક જ આવશે. તો વાંચીને તમારા વિચારો. મને કહેજો તમે શું વિચારો છો સ્ત્રીઓ વિશે.

સ્ત્રી - ૧

આફ્રિકામાં કેટલાય હજુ એવા ગામડાઓ છે જ્યાં સ્ત્રીના ક્લિટોરીઅસ (ભગ્નશીશ્નીકા-સેક્સ્યુઅલ એસેટ) ને કાપી નાખવામાં આવે છે. એ લોકો એક પ્રકારની સેરેમની યોજે છે જેમ ૧૨ થી ૧૪ વર્ષની છોકરીઓને સજાવવામાં આવે છે, એ દિવસે ઉત્સવો મનાવવામાં આવે છે અને એક સમય આવે છે ત્યારે ગામની વૃદ્ધ અને અનુભવી સ્ત્રી અથવા વાળંદ કાતર, ચાકુ કે બ્લેડ વડે એક પછી એક એ દરેક બાળાકોના ક્લિટોરીઅસને કોઇ જ એનેસ્થેસીયા વિના કાપી નાખે છે.

આ ઘટના માત્ર અને માત્ર સ્ત્રીની સેક્સ્યુઆલીટીને કંટ્રોલ કરવા માટે થાય છે. જેથી એ લગ્ન પહેલા કોઇ સાથે સેક્સ ના માણી શકે અને એની વર્જીનીટી બની રહે છે. એક કારણ એવુ પણ છે એનાથી પુરૂષના સેક્સુઅલ પ્લેઝરમાં વધારો થાય છે. આવુ કરવા પાછળ ધાર્મિક વીધીઓ પણ જોડાયેલી છે. આ ક્રિયા મુસ્લિમ, ક્રિશ્ચીયન અને જ્વુઇશના ધર્મોના કેટલાક ફાંટાઓમાં જોવા મળે છે. ધર્મએ સ્ત્રીને ક્યારેય નથી બક્ષી. આ હદની ક્રુરતા ? સ્ત્રી છે ને, એ જ સહન કરી શકે. જો સ્ત્રી સહન કરવાનું બંધ કરી દે તો શું થાય?

સ્ત્રીઓના કોઇ પ્રકાર ના પાડી શકાય. પરંતુ દરેક સ્ત્રી સ્વભાવે અલગ અલગ હોય છે. એમાંનો એક એવી સ્ત્રી પણ છે જે રેબેલીયસ હોય, જેના વિચારો ખુબ જ બોલ્ડ છે. સ્ત્રીનો મૂળ સ્વભાવ ચંચળતા છે, કોમળતા છે, ઋજુતા છે. એ નૃત્ય કરે તો કેટલાયને મોહી શકે, એ સજે ત્યારે પૂરૂષના મનના તરંગો વિચલીત કરી શકે. પરંતુ કેટલીક સ્ત્રીઓના જીવનમાં એક પછી એક એવી પરિસ્થ્તી આવતી હોય છે જે એને વિશાળ બનાવતી હોય છે.

રાત્રે મોડે સુધી પાર્ટીઓ કરવી, ટુંકા કપડા પહેરવા, છોકરાઓ સાથે ફરવુ, કેઝ્યુઅલ સેક્સ કરવો આ બોલ્ડની વ્યાખ્યા નથી. જે સ્ત્રી પોતાને જ્યાં સુધી નહિં સમજે ત્યાં સુધી એ પોતાનો સ્વિકાર નહિં કરી શકે અને જ્યારે એ પોતાને સ્વિકારશે ત્યારે એને એની ક્ષમતાઓ અને સીમાઓનો ખ્યાલ આવી જશે. પછી એ પોતાના પ્રયત્ને એ સીમાઓ કુદવાનો પ્રયત્ન કરશે. એને જ કદાચ બોલ્ડનેસ કહેવાય છે.

દરેક સ્ત્રીમાં એક એડવેન્ચરસ એનીમલ હોય છે, જેને એકલા ફરવુ હોય છે, જંગલો ખુંદવા હોય છે, નદીઓમાં રીવર રાફ્ટીંગ કરવુ હોય છે, અને બન્જી જમ્પીંગ પણ કરવુ હોય છે. પરંતુ એ બંધાયેલી છે. કોઇ ને કોઇ સંબંધમાં. જે સ્ત્રી સંબંધમાં નથી બંધાયેલી એ એની ઇચ્છાઓથી બંધાયેલી છે.

અત્યારે સુધીની લગભગ જેટલી મોસ્ટ બોલ્ડ સ્ત્રી થઇ છે એ બધી જ એકલતાથી પીડાયેલી છે. મેરીલીન મુનરે એની ખુબ સારૂ ઉદાહરણ છે. બોલ્ડ સ્ત્રીઓને સામાન્ય પૂરૂષ સેક્સ સાધન જુએ છે. અને એ સ્ત્રી માટે સેક્સ એ માત્ર શરીરની ઇચ્છા સંતોષવાનું સાધન હોય છે. પરંતુ વાત ત્યાં બને છે જ્યારે એ જ પૂરૂષ એ સ્ત્રીના ચરિત્ર પર સવાલો ઉઠાવે છે. સંભોગ એટલે બન્નેનો સમ-ભોગ. જો ચરીત્ર હણાતુ હોય તો બન્નેનું ના હણાવુ જોઇએ. આ બાબતે પણ એક સ્ત્રી બીજી સ્ત્રીને સમજી શકે એ ખુબ અઘરૂ છે. ક્યાંયક ને ક્યાંક બન્ને વચ્ચે વિરોધાભાસ હોય જ, ક્યાંક તો જેલસી હોય જ. એક પાસે સારા કપડા છે, એક પાસે નથી, બન્ને પાસે સારા કપડા છે તો બીજીનો બેડમેટ એને ખુશ નથી કરી શકતો, કાંતો બીજી જેટલુ અટેન્શન નથી મળતુ. સ્ત્રીએ શરીર નથી ચેતના છે.

મને ખબર છે સમાજ ઉપર બહુ જ પ્રહારો થયા છે, પરંતુ શું કરીએ સ્ત્રીઓને મળતી કહેવાતી સ્વતંત્રતા માટે એજ જવાબદાર છે. એક સ્ત્રી લગ્ન પહેલા શરીર સુખ ના માણી શકે. એને કોઇ છોકરા સાથે બહાર જવા માટે ઘરે ખોટુ બોલવુ પડે, કોઇ સ્ત્રી સાથે પણ બહારગામ જવાની તો મનાઇ જ હોય, ક્યાંક એને કોઇક ખુશ કરી દેશે તો? એની સાથે એ જીવન વસાવી લેશે તો? અમારા નાંકનું શું થશે? સમાજમાં અમારા માથા પર માનસીક કલંકો લાગી જશે તો ? આ તો થઇ સેક્સની વાત. એક સ્ત્રી પોતાની જાતે માસ્ટ્રબેટ કરીને ખુશ કરતી હોય તો ? એ તો ક્યારેય આવકાર્ય નથી. એવી વાત તો કરવાની જ નહિં. ખાનગીમાં પણ નહિં. એ તો ઘોર પાપ છે. છોકરી હવે મોટી થઇ ગઇ છે, એની જુવાની ફુંટી નીકળી છે, એને ક્યાંય બાંધી દો, એને પરણાવી દો, દિકરીને ગાય તો દોરે ત્યાં જ્યાં, જલદી કોઇ અજાણ્યો પૂરૂષ આવશે અને એની બધી શારીરિક ઇચ્છાઓ પુરી કરી દેશે એટલે એને સંતોષ થઇ જશે. અને જો લગ્ન થઇ જાય, તો પછી થાય છે ખરાખરાની ખેલ શરૂ.

જે સમાજ અજાણ્ય વ્યક્તિ સાથે જવાની ના પાડતો હતો એ જ સમાજ એક અજાણ્યા પૂરૂષ સાથે પરણાવે છે. ખરેખર આ ખુબ અદભૂત છે. એ લોકો પોતાની જવાનીમાં પીડાયેલા હોય છે, એ લોકો પોતાની જવાનીમાં ક્યારેય ડોમીનેટીંગ બન્યા જ નથી હોતા એટલે આવા ખોખલા હુકુમો કરે છે. પૂરૂષ કામ કરશે, પોતાને ફિલ્મ જોવી હશે તો એ એકલો પોતાના મિત્રો સાથે જઇને જોઇ આવશે. સ્ત્રી રોજ જમવાનું બનાવશે, રાત્રે પતિને ખુશ કરશે, છોકરાઓ કરશે, એને મોટા કરશે. આમાં સ્ત્રી તો ક્યારનીય મરી પરવારી છે, પરણ્યાની પહેલી રાત્રીએ જ.

પરંતુ કેટલીક સ્ત્રીઓ હોય છે જે આવા પાંજરાને સહન નથી કરી શકતી, પોતાની પાંકો ફફડાવે રાખે છે, ત્યાં સુધી એ પાંખો ફફડાવે છે કે જ્યાં સુધી લોકોને એમ ના લાગે કે હવે આને બહાર નહિં કાઢીએ તો એ મરી જશે. જેવુ પાંજરૂ ખુલ્યુ એવુ પંખી ઉડ્યુ. અંતે તો એને ગાળો જ પડવાની છે. કારણ કે એક મુક્તતાની કામના રાખતી સ્ત્રીને કોઇ નથી રોકી શક્યુ. એ મરશે ત્યાં સુધી ઉડશે.

એકાદ વોડકાનો ગ્લાસ પીવો, છોકરાઓ સાથે મસ્તી કરતી, વાઇન પીતા પીતા કોઇના હોઠ પર ચુંબન આપી દેવુ, કોઇ પૂરૂષને ચીપકવુ. એવી સ્ત્રીઓને આ સમાજ પૂજે છે. અરે સીગરેટ પીતી સ્ત્રીના દર્શન કરવા તો ક્યારેક લાઇનો થતી હોય છે, હુકા બારમાં શોર્ટ્સ પહેરીને આવેલી સ્ત્રીઓના સાથળ પર કોઇ પૂરૂષની નજર સુદ્ધા જતી નથી. અને ઘરે જઇને એજ પૂરૂષ પોતાની બહેનને ક્યારેય ટોકતો નથી કે આવા ટુંકા કપડા પહેરીને બહાર ના નીકળ. સમજદારોની જમાત છે યાર અહિં તો. સ્ત્રી પ્રેમની ભુખી થોડી છે, એ તો સેક્સની ભુખી છે. એણે તમારી સાથે નજર મેળવી એટલે બસ એને તમારી સાથે બિસ્તર પર આળોટવુ જ છે. પ્રેમ એટલે શું સ્ત્રીને ખબર જ નથી પડતી. સમાજ જ્ઞાની છે, એને પ્રેમની બધા જ પ્રકારની વ્યાખ્યા આવડે છે, એમાં ક્યાંય ફેબ્રીકેશન નથી હોતુ. ક્યાંય એટલે ક્યાંય નહિં હો. અને હા પાછી આ પ્રેમની વ્યાખ્યા એટલી બધી ફ્લેક્સીબલ હોય છે કે જરૂર પડે ત્યારે વાળી શકાય, તોડી શકાય અને મચડી પણ શકાય. હા પણ આ વ્યાખ્યા માત્ર સમાજ જ ડીફાઇન કરી શકે હો, સ્ત્રી તો બીચારી અબળા છે ને, એટલે જ તો જ્યારે ગાડી બંધ પડે ત્યારે કેટલા મસ્ક્યુલાઇન પૂરૂષો મદદ કરવા દોડી પડતા હોય છે. એમાંથી એક પણ પૂરૂષની નજર સ્ત્રીની બ્રાની પટ્ટી, કે સ્તન કે ક્લિવેજ પર કોઇ દિવસ ના જાય. અરે એ મદદ કરવા વાળા લગભગ બધા પૂરૂષો સંસ્કારી હોય છે. એને અને સેક્સને શું? સેક્સની જરૂર તો સ્ત્રીને હોય છે. અમુક અમુક એવા પૂરૂષો હોય છે જે અપવાદ હોય છે, જેને સ્ત્રીના સ્તનોમાં રસ નથી હોતો, એને ખરેખર મદદ કરવી હોય. પણ એને પૂરૂષ થોડા કહેવાય. આ સમાજ માટે પૂરૂષો એટલે મસ્ક્યુલાઇન. જે સ્ત્રી ઉપર દાબ રાખી શકે, જ્યારે જરૂર પડે ત્યારે મારી પણ શકે, એ કહે એવી રીતે એની પત્નિ કરે એને જ પૂરૂષ કહેવાય. બાકીના બધા તો માંયકાંગલા અને બાયલા છે. જે બોયફ્રેન્ડ એની ગર્લફ્રેન્ડ ને એમ કહી શકે કે પેલા છોકરા સાથે વાત નહિં કરવાની એટલે નહિં જ કરવાની, તને એના તરફ અટ્રેક્શન લાગે છે, એવા જ પૂરૂષો પૂરૂષો છે. બાકી તો ઠીક હવે સ્ત્રીને છુટછાટ આપવા વાળા પુરૂષો થોડા કહેવાય. એ તો પૂરૂષના શરીરમાં સ્ત્રી છે. એનામાં કંઇજ તાકાત નથી. પૂરૂષતો હંમેશા મીશનરી પોઝીશનમાં હોવો જોઇએ, પોતે ડોમીનેટ કરતો હોવો જોઇએ, સ્ત્રી ચરમસીમાએ પહોંચે કે ન પહોંચે. પોતાની ઇચ્છાઓ સંતોષાઈ એટલે પત્યુ, બસ પડઘુ ભરીને સુઇ જવુ કે પછી સીગરેટ કાઢવી કે પછી મોબાઇલમાં મચી પડવુ. સ્ત્રીને ચરમસીમા જેવુ થોડુ કંઇ હોય? એને તો પૂરૂષને ખુશ કરવાનો હોય, એ ખુશ એટલે પોતાને પડખુ ભરીને સુઇ જવુ. એ થોડી ક્યારેય પૂરૂષને ડોમીનેટ કરે. બાપરે એવુ કોઇ સ્ત્રી કદી કરે તો તો એ ખુબ તાકતવર કહેવાય. એનુ આ સમાજમાં કોઇ સ્થાન નથી. એણે આવુ ક્યારેક બીજા પુરૂષ સાથે કર્યુ હોઇ શકે, એણે ક્યારેક પાપ કર્યુ હશે, એ તો કલંકીની છે. એને તો પટ્ટે મારવાની હોય જો આવુ કંઇ વિચારે તો પણ. આ સમાજ જ મહાન છે. બાકી બોલ્ડ સ્ત્રીનું અહિં સ્થાન છે જ નહિં. એ સ્ત્રી થોડી કહેવાય. એ તો સેક્સનું સાધન છે. પણ આ સમાજે એ જ સ્ત્રીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કરે છે એ પૂજાવો જોઇએ, ચોંકમાં એની મુર્તીઓ હોવી જોઇએ. ઓબવીઅસલી યાર આ સમાજ ખુબ મહાન છે.

જો આ સમાજે કોઇ જ નીયમો નથી બનાવ્યા, અને સંસ્કારો તો પાછા એમને એમ જ જળવાયા છે. નીયમો તો પુરૂષો જ ફોલો કરે છે.. સ્ત્રી માટે ત્યાં કોઇ નીયમો છે જ. એને તો આ સમાજે પુરેપુરી સ્વતંત્રતા આપી છે. અને વુમન ઇક્વાલીટી તો ૧૦૦૦% છે.

છોકરો કોઇ છોકરીને ઘરે લઇને આવી શકે, પોતાની રૂમમાં જઇને પરસેવે રેબજેબ થઇને બહાર આવી શકે. અને એ છોકરો એની બહેનને ક્યારેય કોઇ વસ્તુની ના નહિ પાડે. એવો કોઇ નિયમ જ નથી. રાત્રે એના કોઇ મેલ ફ્રેન્ડ સાથે જવુ હોય તો ક્યારેય પૂછવાનુ જ નહિ, ટુંકા કપડા પહેરવાની તો કોઇ ના પાડતુ જ નથી. ભાઇ એની બહેનને પૂછી શકે કે તારી કોઇ ફ્રેન્ડ સાથે આપડી જમાવડ કર એવી જ રીતે કોઇ છોકરી પોતાના ભાઇને પણ કહી જ શકે કે ભાઇ તારા કોઇ ફ્રેન્ડ સાથે આપડુ સેટીંગ કરાવને. અરે યાર આજના ભાઈ તો ખુબ ફોર્વડ માઇન્ડ થઇ ગ્યા છે. કોઇ દિવસ પોતાની બહેનને ના નહિં પાડે. સમાજે તૈયાર કર્યા છે ને. એ થોડા કંઇ ના પાડે. એવો કોઇ નિયમ આ સમાજમાં છે જ નહિં. એમાં થોડુ કોઇનું નાક કપાય.

લગ્ન પહેલા તો અહિંયા બધી છુટછાટ છે. સ્ત્રીએ જે કરવુ હોય એ કરી શકે આ સમાજ તો ખુબ ઉદાર છે. ક્યારેય એણે સ્ત્રી વિશે સહેંજેય વાંકુ નથી કહ્યુ. સ્ત્રી જ્યારે માસીક ધર્મમાં હોય ત્યારે એને પૂજા કરવાની છુટ છે. એ ત્યારે મહા પવિત્ર કહેવાય છે, લોકો એની પુજા કરે છે. એ સમયે મંદિરોમાં જવાની ઇચ્છા થાય તો મંદિરવાળા એને લેવા માટે રથ મોકલે છે. એને જે પણ છોકરો ગમે એની સાથે જીવન વ્યતિત કરવાની છુટ છે. એમાં કોઇ મા-બાપ આડા નથી પડતા. આડા પડી શકે એવો કોઇ નીયમ જ નથી. જો સ્ત્રી વિધવા કે ડાઇવોર્સી હોય તો પોતાની મનપસંદ વ્યક્તિ સાથે રાત વિતાવવાની છુંટ છે. એમાં કોઇ વિરોધ નહિં કરે. સમાજ તો ખુબ સમજદાર છે ઉદાર છે ને એ સ્ત્રીને સહાયતા કરે છે, એ કોઇ દિવસ આવી સ્ત્રીના ચરીત્ર પર આંગળી નહિં ઉઠાવે. કારણ કે વિધવા અથવા ડાયવોર્સી સ્ત્રીને પોતાનું શરીર હોય છે, એને પણ પોતાની ઇચ્છાઓ હોય છે. શરીર એની ઇચ્છાઓ પુરી કરી જ લેય છે. સમાજ તો આ બાબતે ખુબ હેલ્પ કરે છે ને. આ સમાજનું તો ખરેખર મંદિર બનાવવુ જોઇએ. આ સમાજ ન હોત તો ખરેખર સ્ત્રીનું શું થાત. ખરેખર એ અબળા બની જાત. આ સમાજનો દરેક સ્વતંત્ર સ્ત્રીએ આભાર માનવો જોઇએ અને આવા સમાજ માટે વ્રતો કરવા જોઇએ. આ સમાજ તો ઇશ્વર છે.

***

સમી સાંજ હોય, ઠંડો પવન આવતો હોય, માદક વાતાવરણ હોય, ત્યારે કોઇ પણ સ્ત્રીને મનને શાંત કરીને એકલા એકલા ચાલવુ ગમે છે. એને ગીતો ગણગણવા ગમે છે. ગીતો ગાતા ગાતા થતી હાથની મુદ્રાઓની ચહેરાના આંદોલનોની એને કોઇ પરવાહ નથી હોતી. એમાં એની સુંદરતા હોય છે. શું ખબર કાનમાં ઇયર ફોન નાખીને એ ચાલી જતી હોય તો એ નાચી પણ પડે. જો બાજુમાં નદી હોય તો એ ખળખળ વહેતી નદીના કિનારે બેસીને એ સંગીતને સાંભળે અને ક્યારેક અચાનક એ નિર્મળ નીરમાં હાથ પણ નાખે, એ એને ગમે છે. આસપાસ રહેલા પહાડોમાં નાહકની હસતા હસતા ચીચીયારીઓ નાખવી એને પસંદ છે, કોણ જાણે ક્યારેક એના મોંમાંથી એને ગમતા વ્યક્તિનું નામ બહાર નીકળી જાય. એ પોતાના જ અવાજમાં પડઘાના સ્વરૂપમાં એ નામ સાંભળવા માંગતી હોય. એને કોઇક નો હાથ પકડીને પહાડો ચડવા ગમે છે, એને ગમે છે કે કોઇક એવો હાથ પકડીને ખેંચે અને દાદર ચડવામાં મદદ કરે, એને ગમે છે કે કોઇક એને ચીડવે, એની સાથે મસ્તી કરે, એને હસાવે, એની સાથે હસે, એવી વ્યક્તિ જે એના ખભા પર હાથ મુકીને સેલ્ફી ખેંચે, જરૂર પડે ત્યારે એ ખભો પણ આપે, જરૂર પડે ત્યારે એ પીઠ થપથપાવે પણ ખરી. એને ગમે છે જે એને સલાહ આપે કે બરાબર જમજે, બરાબર ઉંઘજે. એને ગમે છે કે કોઇ કહે હું છું અહિં જ છું. ડોન્ટ વરી થઇ જશે, એમ ન કર તો સારૂ, બાકી યુ કેન ટ્રાય, એને ગમે છે હાથમાં નાખેલો હાથ, પોતાના હોઠ તરફ જતી કોઇની આંખો, પાછળથી પોતાની કમરમાં પરોવાયેલા હાથ, પોતાની ગરદન પાસે કોઇની ગરદન, એ ગરદન પર ધીમેં ધીમેં સ્પર્શતા હોઠ, એવો કોઇ ચહેરો જે મિનિટો સુધી આંખોમાં જોઇ રહે, કોઇ જ શબ્દ નહિં, નિશબ્દ અને ભાષા રહિત આંખોની બોલી. ધીરે ધીરે ચહેરા તરફ ગતી કરી રહેલો બીજો સ્નેપૂર્ણ ચહેરો. ગરમ હોઠો પર બીજા હોઠોની જુગલ બંધી. ક્યારેક એને શબ્દોનો પૂરાવો પણ જોઇતો હોય છે, એને પોતાને હારી જવાનો ડર પણ હોઇ શકે, એ પ્રેમની આગથી પીડાયેલુ પંખી છે, એ ભલે બહારથી સ્ટ્રોંગ કે કઠણ લાગતી હોય. અંદરથી એ પ્રેમ માટે જંખે જ છે. એનો ગુણ ઋજુતા છે, કોમળતા છે, ચંચળતા છે. અને પ્રેમને એવુ જ ઘર ગમે છે જ્યાં કોમળતા હોય. સ્વરૂપો અલગ હોઇ શકે, પરંતુ હા સ્ત્રી પ્રેમ જંખે છે. હા એને જરૂર હોય છે પોતાના હાથમાં પરોવી શકે એવા હાથની અને આંખોમાં આંખો પરોવી શકે એવા ચહેરાની. એવા બે હોઠોની જે પ્રેમની તરસ છીપાવી શકે કારણ કે Women Seeks Love.


લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો.

Social Media

Facebook.com/meHirenKavad

Facebook.com/iHirenKavad

Twitter.com/@HirenKavad

Instagram.com/HirenKavad

Mobile and Email

8000501652

HirenKavad@ymail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED