sacchai Prafull shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

sacchai

સચ્ચાઈ

-----------

શનિવારે અરધો દિવસ હોય એટલે દુકાને થી વહેલા છૂટી આરામથી ઘર તરફ જઈ રહ્યો હતો.ચારનાકે પહોંચ્યો કે દીવાસ મળ્યો.હસતાં હસતાં કહ્યું કે તેને ખાસ મારી સાથે વાત કરવી છે.હું ના ન પાડી શક્યો."બોલ શું વાત છે.." તેને કહ્યું કે સામેની હોટલમાં જઈ બેસીને વાત કરીએ. મેં હસતાં હસતાં મૂક સંમતિ આપી.મનોમન હું વિચારી રહ્યો હતો કે જરુર કોઈ મુસીબતમાં હશે.

છેલ્લાં ચારપાંચ દિવસથી દીવાસ મને મળ્યો પણ ન હતો.લગભગ રોજ સવારે ગુડ મૉરનીંગ કરી મને મળી જાય.મારી ઓફિસ જે બીલ્ડીંગમાં હતી તેજ બીલ્ડીંગમાં તે પહેલે માળે રહેતો હતો.મારે દુકાને પહોંચવું અને તેને ઓફિસે જવું,બંનેનો સમય લગભગ સરખો હતો.હું મેડિકલ સ્ટોરમાં કાઉન્ટર સેલ્સમેન હતો એટલે બિલ્ડીંગનાં રહેવાસી સાથે હાયહલ્લોનો સબંધ રહેતો.એમાં દીવાન પણ ખરો.ધણીવાર ચાય પણ પીવડાવતો. અને તે ના ના કરતો અને હું આગ્રહ કરી પીવડાવતો.

અમે હોટલમાં પ્રવેશ કર્યો.ક્યાં બેસવું એનો વિચાર કરવા તે લાગ્યો.આખરે એક ખૂણા પાસે બેઠક લીધી." અંકલ, શું લેશો?" મેં હસતાં હસતાં કહ્યું " કોફી "

"નાસ્તો કરીએ "

"કેમ જમ્યો નથી કે?"

"શું કહું અંકલ..છેલ્લા ચારદિવસથી મને હેરાન કરી દીધો છે.."

"કોણે.."અચરજથી મેં પૂછ્યું,"ફેમિલી પ્રોબ્લેમ..?"

એ ચૂપ રહ્યો.વેઈટર આવ્યો."એક મસાલા ઢોસા..અંકલ તમને.."

"મસાલા ઢોસા."

મોબાઈલ ની રીંગ રણકી.ચાર વાગ્યાનો ઍલારામ હતો.એક પળ હું આકુળવ્યાકુળ થઈ ગયો.મારી આંખ સામે એક તસ્વીર રચાઈ ગઇ.હું સતત એને જોયા કરતો.મારાં મનમાં પ્રસન્નતાની લહેર દોડી જતી. ખરેખર તે ખૂબસૂરત હતી.ગોરો ગમતીલો વાન,ઘાટીલો દેહ,કાળા ભમ્રર ઝુલ્ફો,નયનરમ્ય એનો પોષાક મારું ધ્યાન ખેંચતું. એનું સ્કુટર બરાબર મારી સામેની દીવાલે પાર્ક થતું. ડીકી ખોલી તે કપડું કાઢતી.સ્કુટર પર જામેલો કચરો તે સાફ કરતી,પછી ડીકીમાં મૂકેલ ગોગલ્સ કાઢીને પહેરી સ્કુટરનાં ગ્લાસમાં જોયા કરતી,પછી હેલમૅટ પહેરી ડીકી બંધ કરતી ,દુપટ્ટાને ગાંઠ મારી સ્કુટર સ્ટાર્ટ કરતી. આ આખી ક્રિયા સંગીતમય રીતે કરતી .

એને જોતાં હું મારા અતીતમાં ખોવાઈ જતો.મારાં ગમનું વાદળ મને ભીંજવી નાખતું,મને વીંધી નાખતું ,છવાઈ જતો એક શૂન્યાવકાશ. મારો સહકર્મચારી મને ધીમેથી કાનમાં કહેતો કે રાઠોડ સાહેબ, ક્યાં ખોવાઈ ગયાં,અને ઝબકી ને હું કહી દેતો કશું નહીં યાર અને કામે લાગી જતો.એકવાર એને મને સમજાવા પ્રયત્ન કરેલો કે હું આગ સાથે રમત રમી રહ્યો છું. મેં મક્કમતાથી મારાં સાથી નાનુંને સમજાવ્યું કે એવું કશું નથી.પણ એ માનવા તૈયાર નહીં. "તો એ છોકરી આવે ત્યારે તમારાં તેવર કેમ બદલાઈ જાય છે ? ."

મેં જવાબ ન આપ્યો.એની વાત સાચી હતી.એ છોકરીને જોતાં હું બેચેન બની જતો.કેમ,શા માટે એ હું પોતે ન સમજી શકતો.આ બધો ક્ષણિક આવેગ હતો,અને એના ગયા પછી બધું ભૂલી પણ જતો.

એક દિવસ સાંજે દીવાસ મારા માટે મીઠાઈ લઈ આવ્યો. "શું એની ગુડ ન્યુઝ?" "અરે અંકલ એકમાં જ કપડાં ઉતરી ગયાં છે...આ તો દર્શને ગયો હતો તેનો છે.ખાસ તમારાં માટે લાવ્યો છું."

"થેંક્યુ દોસ્ત.."મેં એની પીઠ થાબડતાં કહ્યું

એના ગયા પછી નાનુ મારી બાજુમાં આવીને ઊભો રહ્યો.કસ્ટમર ગયાં પછી ધીમેથી મને કહેવા લાગ્યો," રાઠોડ સાહેબ તમે જે છોકરીને જોયા કરો છો તે દીવાસની વાઈફ છે.."

મેં આશ્વર્ય વ્યકત કરતાં કહ્યું," શું વાત કરે છે?"

"હા સાચ્ચે ?" ઉત્સાહમાં આવી તે બોલી ઊઠ્યો.

" નાનું હું જાણું છું"

" ખરેખર " એનું મોઢું આશ્વર્યથી ફાટી ગયું. ઘરે જતાં જતાં કહ્યું કે," સત્યનારાયણની પૂજામાં એનાં હાથની મસાલેદાર ચાય પી આવ્યો છું. જસ્ટ ફોર ઈનફોરમેશન ..બાય."

બીજે દિવસે મારી રાહ જોતો હોય તેમ મને જોતાં મારી પાસે ઊભો રહ્યો.મેં તેને નજર અંદાજ કર્યો. થાકીને તેને કહ્યું," સાહેબ મને માફ કરો.તમને ખોટું તો નથી લાગ્યું ને? "

મેં કશો જવાબ ન આપ્યો. બપોરે ફરી પાછી એ જ વાત કરી.નાનું વાતનો પીછો નહીં છોડે એટલે કહ્યું,"તું સાવ પાગલ છે.તે છોકરીમાં શું છે જોવા જેવું? એની ઉંમર કેટલી હશે? પચ્ચીસની આસપાસ ! પાગલ આપણી દીકરી જેવી ગણાય? કંઈ અક્કલબક્કલ જેવું છે કે નહીં? જેમતેમ બક્યા કરવાથી શોભા ન વધે અને તે પણ મારા જેવા પર આક્ષેપ!"

બેદિવસ મારી સાથે વાત પણ ના કરી.આખરે સામેથી મેં બોલાવ્યો ત્યારે તે ખરેખર ગદ્ ગદ્ થઈ ગયો હતો.અને મેં ધીમેથી કહ્યું કે કાચા કાન કાચી નજર થી સંભાળવું.

"અંકલ શું વિચારમાં પડી ગયા? ગરમાગરમ મસાલાઢોસાને ન્યાય આપો. મજા નહીં આવે ઠંડો થઈ જશે.."

" બસ વિચારે ચઢી ગયો.."

"ખાસ કોઈ .."

"ના બસ એમ જ..ચલ જવા દે..ઢોસા અહીંની ખાસ આઈટેમ છે." વાતને પાટા પર લેતાં મેં કહ્યું.

"બરાબર.." કહી એને ખાવામાં ધ્યાન પરોવ્યું.

દીવાસ કશુંક કહેવા માંગતો હતો પણ કહી શકતો ન હતો.વેઈટર આવીને ઊભો રહ્યો.મેં કહ્યું," આરામસે એક લીલીમસાલા ચાય લાવ."

"બોલ દીવાસ, મને લાગે છે કે તું મુંઝાય છે.તારે જે કહેવું હોય તે કહી દે."

" જવા દો અંકલ, .."

"દીવાસ, તને મારા પર વિશ્વાસ નથી?"

"અંકલ,મારી જીભ નથી ઉપડતી.."

" તો જીભ ઉપાડ,હજી ઢોસો જીભ પર ચીટકી રહ્યો છે?" ગંભીર વાતાવરણને હળવું કરવા પ્રયત્ન કર્યો.

"તમને મજાક સૂઝે છે અને છેલ્લાં ચાર દિવસોથી મારો જીવ જાય છે "

"તો પછી કોની રાહ જોઈ રહ્યો છે."

" અંકલ,તમને એક વાત કહું ? તમને ખરાબ તો નહીં લાગે ને?"

"જો દીવાસ આ તો છાશ લેવા જવું અને દોણી સંતાડવી એવું છે?" પરાણે હસતાં હસતાં કહ્યું.

"ચાલો અંકલ,આપણે જઈએ..મારી તાકાત નથી.."

"દીવાસ,હવે તો તારે વાત કરવી જ પડશે.નહીં કરીશ તો આપણાં સબંધો ખત્મ સમજ્યો?" બનાવટી ગુસ્સો લાવતાં હું બોલ્યો.

" અંકલ, ધારો કે તમારા ઉપર કોઈ આક્ષેપ મૂકે તો કેવું તમને લાગે?

" કેવું લાગે એટલે? મને તારી વાત સમજાતી નથી ,, "

"અંકલ, મારી વાઈફ,મારાં દેવ જેવા મિત્ર પર ગંદા આક્ષેપ લગાવ્યા કરે છે.

અને એની સાથેનાં સબંધો કાપી નાખવા દબાણ કરે છે.નહીં તો.." કહી મારી સામે જોવા લાગ્યો.

"નહીં તો મૈકે જતી રહીશ " કહી હું હસી પડ્યો. "જો દીવાસ, તને સાચી વાત કરતાં સંકોચ થાય છે.ડૉક્ટર કે વકીલ પાસે જઈએ તો આપણાં કપડાં ઉતારતા શરમ ન આવવી જોઈએ. તો જ આપણો તે ઈલાજ કરી શકે..દોસ્ત,હજી તને કહું છું તારે જે કહેવું હોય તે કહી દે.મારી વા।ત હશે તો પણ.." "

કદાચ નાનુની શંકા સાચી તો નહીં પડે ને એ વિચારે મારાં હૈયાના ધબકારા વધી ગયાં.એક ક્ષણમાં સ્વસ્થતા પ્રાપ્ત કરી સ્વસ્થ થઈ હું એને તાકી રહ્યો.

" અંકલ, મારી વાઈફનું મગજ ફરી ગયું છે. તમારા ઉપર આક્ષેપ લગાવી રહી છે કે તમે એના તરફ જોયા કરો છો.." કહી રુમાલમાં એનું મોં છૂપાવી દીધું.

"અરે ગાંડા,આટલી અમથી વાત ને આટલું મોટું રુપ આપી દીધું? ચાલ,સ્વસ્થ થા.ગરમાગરમ ચાય પી.પછી વાત કરીએ.."

" એક કામ કર.આ લે મારા ઘરનું સરનામું. કાલે રવિવાર છે.તારી વાઈફને કોઈ પણ રીતે લઈને મારા ઘરે આવ.શાંતિથી વાત કરીને તમારા બંનેનાં મનનું સમાધાન કરીશ.આવી ગંભીર વાત હોટલમાં ન થાય.અને તું તારી વાઈફને સમજાવીશ તો સમજવા તૈયાર નહીં થાય.બીજી વાત,હું તારો અંકલ છું,ગંદા વિચારો ન આવે મારા મનમાં.અને .." મેં ઊભા થઈ ઘરનું સરનામું આપતાં કહ્યું, "લે આ સરનામું અને તારી વાઈફ ની વાત પણ સાચી છે..પણ.." કહી ત્યાંથી નીકળી ગયો.

ઘરે પહોંચતા મારી વાઈફે પૂછ્યું કે કેમ મોડું થયું મેં દીવાસની વાત કહી.મારી પત્ની કશું બોલ્યા વીના રસોડામાં જઈ રોજિંદા ક્રમ મુજબ ચાય મૂકવા લાગી. હું દરવાજો ખોલી મારી સૂતેલી દીકરીને જોવા લાગ્યો. ત્યાંજ ડૉરબેલ રણકી. "કોણ છે.."

જવાબ મળે એ પહેલાં અવાજ સંભળાયો "અંકલ,આવું કે.. " કશો જવાબ આપું એ પહેલાં દીવાસ એની પત્ની સાથે રુમમાં પ્રવેશી ચૂક્યો હતો. બંને જણ મારી દીકરીને જોઈ અવાચક્ થઇ ગયાં. મારી દીકરીનાં હાથપગ સાંકળથી બંધાયેલા જોઈને! દીવાસ ઘડીકમાં એની પત્ની ને જૂએ ,ઘડીકમાં મારી દીકરીને.અને દીવાસની પત્ની તો એકીટશે જોયા કરતી અને ચહેરા પરનો પસીનો લૂછ્યા કરતી. મેં કહ્યું " ચાલો,બાજુની રુમમાં બેસીએ." મારી પત્ની ચાયનાસ્તો ટેબલ પર મૂકતા કહ્યું , "દીવાસ ,તમારા અંકલ,રોજ તારી વાઈફને યાદ કરી મારી દીકરીને જોયા કરે.બેટા,તારું નામ?"

" પ્રાચી.." દબાયેલા સ્વરે કહ્યું ઘરમાં પથરાયેલા મૌનને વીણતાં મારી પત્ની બોલી," પ્રાચી અસ્સલ તારા જેવી છે.કેમ ખરું ને? "હસતાં હસતાં મારી પત્નીએ કહ્યું કે " મારી પરી જેવી દીકરી પર કોઈની નજર ફરી વળી અને મારી નાજુક ફૂલ જેવી દીકરી પર ગાંડપણ નું પૂર ફરી વળ્યું.બે વર્ષ વીતી ગયાં.ગાંડપણ ઉપડે એટલે તોડફોડ શરું કરી દે.ના છૂટકે પથ્થર દિલ થઈ સાંકળ બાંધી છે."

આંસુઓની વહેતી ધારામાં મારી પત્નીએ કહ્યું.પ્રાચી એનાં રુમાલથી મારી પત્નીનાં આંસુ લૂછી રહી હતી." પ્રાચી,તારાં અંકલ કહેતાં કે તારી વર્તણુક અસ્સલ એનાં જેવી લાગે છે.અરે આ જો રંગોળી.."

રંગોળી જોતાં જ પ્રાચી બોલી ઊઠી," ઓહ્ માય ગોડ..રંગોની પસંદગી,વળાંક ફ્રી હેન્ડ મારાં જ લાગે છે..ઓહ ભગવાન,મેં કેવી ભયાનક ભૂલ કરી નાખી.."રડતાં રડતાં પ્રાચી બોલી ઊઠી.મારી પાસે આવી મારી માંફી માગી." માફી ,મારી નહીં,દીવાસની માગ પ્રાચી."

પ્રાચી દીવાસ તરફ ગઈ.દીવાસે મોં ફેરવી લીધું. " દીવાસ, પ્રાચી ,મારી દીકરી સમાન છે બેટા..પ્લીઝ."

બંને જણ રડતાં રડતાં અમારા બંનેનાં પગ ચૂમી જતાં જતાં બોલ્યાં,"અમને

માફ કરો.." ભીની આંખે અમે તેમને જતાં જોઈ રહ્યાં.

સમાપ્ત

પ્રફુલ્લ આર શાહ

12/10/14