PRAMPRA Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

PRAMPRA

પરંપરા

પાણીની ધારા

ઝારખંડની રાજધાની રાંચીથી ૨૦ કિ.મી. દૂર આવેલા એડચોરો નામની પહાડીઓમાં સ્થિત ‘ટંગરા મહાદેવ’ નામનું મંદિર અનેક બાબતોને લઈને સ્થાનિકોમાં અનેરી આસ્થાનું કેન્દ્ર છે. અહીંના મંદિરના પ્રાંગણમાં એક શિલા આવેલી છે. કહેવાય છે કે, જે કોઈ સાચા દિલથી ‘મહાદેવ ટંગરા’ની આ શિલા પર હાથ ફેરવે તો, તેમાંથી તરત જ પાણીની ધારા વહેવા માંડે છે અને સ્પર્શ કરનારની તમામ ઇચ્છાઓ પૂરી થાય છે. અહીં બાજુમાં જ પથ્થર પર પગલાં પડેલાં છે. લોકવાયકા મુજબ ભગવાન શ્રીરામ અને માતા સીતા વનવાસ દરમિયાન આ સ્થળે પણ રોકાયાં હતાં. એ પગલાં તેમનાં જ છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટે છે. રામનવમી, મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું જાણે કે ઘોડાપૂર ઊમટે છે.

ચમત્કારી ઉંધા હનુમાન !

ભગવાન હનુમાનના એક વિશેષ મંદિરમાં, જે મધ્યપ્રદેશના સાંવેર નામના ગામમાં આવેલુ છે. આ મંદિરની વિશેષતા એ છે કે આમાં હનુમાનજીની ઉંધી મૂર્તિ સ્થાપિત છે. જેને કારણે આ મંદિર ઉલટે હનુમાનના નામથી પ્રચલિત બન્યું છે. ઉજ્જૈન(15 કિમી), ઈન્દોર (30 કિમી)થી અહીં આવવા-જવા માટે બસ અને ટેક્સી મળી રહે છે. જ્યારે વાયુ માર્ગે આવવા માટે નજીકનુ એરપોર્ટ ઈન્દોરમાં આવેલુ છે.

ઐતિહાસિક સ્થળ ઉજ્જૈનથી માત્ર 15 કિમીના અંતરે આવેલ આ મંદિરમાં હનુમાનજીની ઉંધા ચહેરાવાળી મૂર્તિ આવેલી છે જેને અહીના રહેવાસીઓ રામાયણ કાળની બતાવે છે.

અહીંના લોકો એક પૌરાણિક કથાનો ઉલ્લેખ કરતા કહે છે કે જ્યારે ઐરાવણ ભગવાન શ્રીરામ અને લક્ષ્મણનુ અપહરણ કરી પાતાળલોક લઈ ગયા હતા, ત્યારે હનુમાનજીએ પાતાળલોક જઈને ઐરાવણનો વધ કરી શ્રીરામ અને લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતા.

એવી માન્યતા છે કે આ એ જ સ્થાન છે, જ્યાથી હનુમાનજીએ પાતાળલોક જવા માટે પૃથ્વીમાં પ્રવેશ કર્યો હતો. એવુ કહેવાય છે કે ભક્તિમાં તર્ક કે શંકા કરતા શ્રધ્ધાનુ અધિક મહત્વ હોય છે. અહીંની પ્રતિષ્ઠિત મૂર્તિ ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. જ્યાં ઘણા સંતોની સમાધિ છે. ઈસ. 1200 સુધીનો ઈતિહાસ અહી મળી આવે છે.

ઉલટે હનુમાન મંદિરના ચોકમાં પીપળો, લીમડો, પારીજાત, તુલસી, વડનુ ઝાડ છે. અહી વર્ષો જૂના બે પારિજાતના વૃક્ષો છે. પુરાણોમાં જણાવ્યા મુજબ પારિજાતના વૃક્ષોમાં હનુમાનજીનો વાસ માનવામાં આવે છે. મંદિરની આજુબાજુના વૃક્ષોમાં પોપટના ઘણા ઝુંડ છે. આ વિશે એક દંતકથા પ્રચલિત છે. પોપટને બ્રાહ્મણનો અવતાર માનવામાં આવ્યો છે. હનુમાનજીએ પણ તુલસીદાસજીને માટે પોપટનુ રૂપ લઈને તેમને પણ શ્રીરામના દર્શન કરાવ્યા હતા.

સાંવેરના ઉલટા હનુમાન મંદિરમાં શ્રીરામ, સીતા, લક્ષ્મણજી, શિવ-પાર્વતીની મૂર્તિઓ છે. મંગળવારના રોજ હનુમાનજીને સિંદુરરૂપી વસ્ત્રોથી તૈયાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે ત્રણ મંગળવાર, પાંચ મંગળવારના રોજ અહીં દર્શન કરવાથી જીવનમાં આવેલી કેવી પણ મુશ્કેલી દૂર થઈ જાય છે. હનુમાનજી પ્રત્યેની શ્રધ્ધા તેમના ભક્તોને અહીં સુધી ખેંચી લાવે છે.

પોપટની હનુમાન ભક્તિ

ઈશ્વરની ભક્તિ અને પ્રાણી માત્રની સેવાનો ભાવ ભારતીય સભ્યતાના અંગ અંગમાં વસે છે. ભલે આપણે કેટલાય મોટા કેમ ન થઈ ગયા હોય પણ પરોપકાર અને જીવદયાનો ભાવ હંમેશા આપણા સંસ્કારોમાં સમાયેલો રહેશો.

જો અમે તમને પૂછીએ કે શુ તમે કદી પક્ષીઓને ભોજન માટે ક્વિંટલો અનાજ વિખેરેલુ જોયુ છે ? શુ તમે કદી તે અનાજ ચણતા હજારો પોપટો જોયા છે ? જો તમારો જવાબ ના હોય તો 'ધર્મયાત્રા' ની આ કડીમાં ચાલો અમારી સાથે ઈન્દોરના પંચકુઈયા હનુમાનમંદિરમાં.

હંમેશા ભીડથી ભરેલુ રહેતા ઈન્દોર શહેરમાં એક એવુ મંદિર છે, જ્યાં હજારો નહી, પરંતુ લાખોની સંખ્યામાં પોપટો આવે છે. 'પંચકૂઈયા હનુમાન મંદિર'ના નામથી પ્રખ્યાત આ મંદિરના ચોકમાં ભગવાન મહાદેવનુ મંદિર પણ છે. જ્યા દરરોજ શ્રધ્ધાળુઓની લાઈન લાગે છે. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં ફક્ત સ્ત્રી-પુરૂષ જ નહી પરંતુ ઈશ્વરભક્ત પોપટો પણ તમને ભક્તિથી તરભર થતા જોવા મળશે.

આ પોપટોની ઈશ્વરભક્તિ પણ જોવા લાયક છે. અનાજનો દાણો ચણતા પહેલા આ પોપટો હનુમાનજીની મૂર્તિ તરફ મોઢુ કરીને પ્રણામ કરે છે, પછી પશ્ચિમ દિશાની તરફ મોઢુ રાખીને પોતાનુ ભોજન કરે છે.

આ પોપટોની વધતી સંખ્યાને જોતા થોડા વર્ષો પહેલા પૂર્વ મંદિર પ્રશાસન અને ભક્તોની મદદથી અહીં 3,000 સ્કવેયર ફીટની એક મોટી અગાશી બનાવવામાં આવી છે, જ્યા આ પોપટો માટે અનાજ વિખેરવામાં આવે છે.

દરરોજ અહી દાણા નાખનારા રમેશ અગ્રવાલના મુજબ દરરોજ સવારે 5.30 થી 6 વાગ્યા સુધી અને સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન આ પોપટો માટે અગાશી પર અનાજ નાખવામાં આવે છે. જેને તેઓ 1 થી સવા કલાકમાં ખાઈ લે છે. તેમની સંખ્યા મુજબ અનાજનુ પ્રમાણ વધારવામાં કે ઘટાડવામાં આવે છે.

આને એક અજોડ સંજોગ જ કહીશુ કે જે રીતે ઈશ્વરન ભંડારામાંથી હજારોની સંખ્યામાં ભક્તો ભોજન ગ્રહણ કરે છે. તે જ રીતે હનુમાન મંદિરમાં પણ હજારોની સંખ્યામાં પોપટ ઈશ્વરને નમન કરતા કેટલીય પંગતોમાં પોતાનુ ભોજન ગ્રહણ કરે છે. તમને પોપટોની ઈશ્વરભક્તિવાળી આ વાર્તા કેવી લાગી તે અમને જરૂર જણાવશો.

મંદિર જ્યાં ભક્તો દ્વારા ચઢાવાય છે દેવતાઓને ઘડિયાળ

જગરનાથપુરમાં આવેલું છે આ મંદિર જિલ્લા મુખ્યાલયથી અંદાજે 30 કિ.મી દૂર મડિયાહુ તહસીલના જગરનાથપુર ગામમાં આ બ્રહ્મ બાબાનું મંદિર પ્રાચીન કાળથી જ સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ભક્તો મન્નત માંગવા આવે છે અને પૂર્ણ થઇ ગયા બાદ દિવાલ પર ઘડિયાળ ચઢાવે છે.

સ્થાનિક લોકો શું માને છે સ્થાનિક લોકોનું માનવું છેકે બ્રહ્મ બાબા બધાની ઇચ્છાઓ પૂરી કરે છે. ઘડિયાળવાળા બાબાના દરબારમાં પ્રતિદિન સેંકડો ભક્ત આવી દર્શન-પૂજા કરે છે અને પૂરી આસ્થા સાથે દિવાલ પર ઘડિયાળ ચઢાવે છે.

કોઇ ભક્ત ખાલી હાથે જતો નથી તેવો વિશ્વાસ શ્રદ્ધાળુંઓને વિશ્વાસ છેકે બાબા અહી હાજરી આપવા આવેલા કોઇને પણ ખાલી હાથે જવા દેતા નથી.

ઘડિયાળોની નથી થતી ચોરી ઘડિયાળવાળા બાબા પ્રત્યે ભક્તોમાં એટલી અતૂટ આસ્થા છેકે મંદિર પરિસરમાં ખુલ્લાં આકાશ નીચે ટિંગાળેલી દિવાલ ઘડિયાળને ચોરવાની તો વાત દૂર કોઇ તેને સ્પર્શ કરવાની પણ હિંમત કરતું નથી.

આ છે નેપાળનું મંદિર, જ્યાં બિન હિંદુ લોકોને જવાની મંજૂરી નથી!

નેપાળમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ ચારે તરફ બદબાદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નેપાળના જાનકી મંદિર સહિતના ઘણા મંદિરો ભૂકંપના નાશ પામ્યા છે, પરંતુ કુદરતની મહેરબાનીએ હિંદુઓના આઠ પવિત્ર સ્થળોમાંના એક સ્થળ પશુપતિનાથનું મંદિર હજુ સુરક્ષિત છે.

ભગવાન પશુપતિનાથનું ભવ્ય મંદિરનું નિર્માણ ઈ.સ. પૂર્વે ત્રીજી સદીમાં સોમદેવ રાજવંશના 'પશુપ્રેક્ષ' નામના રાજાએ કરાવ્યું હતું. આ મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયું છે, એવું પણ કેટલાક લોકો માની રહ્યા છે.

નિર્માણની પ્રામાણિકતા ન હોવાનું એક કારણ એ પણ છે કે મૂળ પશુપતિનાથનું મંદિર ઘણી વખત નષ્ટ થયું છે, અને તેનું ફરી ફરીને પુનનિર્માણ કરવામાં આવ્યું છે. ભગવાન ભોલેનાથના ધામ પશુપતિનાથમાં બિન હિંદુઓનો પ્રવેશ નિષેધ છે, પરંતુ આ લોકો મંદિરને બહારથી જોઈ શકે છે. મંદિરના ગર્ભગૃહમાં પંચમુખી શિવલિંગ છે. એવું કહેવાય છે કે આવો વિગ્રહ વિશ્વમાં બીજે ક્યાંય નથી.

પુરાણોમાં એવું કહેવાયું છે કે, ભગવાન શંકરે એક ચિંકારાનું રૂપ ધારણ કર્યું હતું અને ભર નિંદ્રામાં સૂઈ ગયા હતા. જ્યારે ભગવાન શંકર વારાણસીમાં મળ્યા નહીં ત્યારે દેવતાઓએ તેમને બાગમતી નદીના કિનારે આ સ્થાન પર જોયા હતા. દેવતાઓ તેમને પાછા વારાણસી લેવા માટે ગયા ત્યારે ભગવાન ચિંકારાના રૂપમાં નદી કૂદવા ગયા ત્યારે તેમના શિંગડાના ચાર ભાગ થઈ ગયા હતા, ત્યારથી અહીં ભગવાન પશુપતિનાથ સ્થાપિત છે.