સન્નાટાનુ રહસ્ય - પાર્ટ-૧૮ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સન્નાટાનુ રહસ્ય - પાર્ટ-૧૮

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : સસ્પેન્સ – થ્રીલર

પ્રકરણ : 18

(અગાઉના પ્રકરણોમાં આપણે જોયુ કે સિરિયલ કિલરે સમીર પંડયાનુ ખુન કરી નાખ્યુ જ્યાંથી અદિતીની વસ્તુઓ મળી આવી અને પોલીસે સબુતને આધીન અદિતીની પકડી લીધી પરંતુ રાત્રે બે વાગ્યે અચાનક પોલીસ ચોકીમા6 ધડાકો સંભળાયો શુ થયુ હશે? જાણવા માટે વાંચો આગળ) ગીતા દોડીને ઇન્સ્પેક્ટર જાનીને બોલાવવા જતી હતી ત્યાં મિસ્ટર જાની તેને સામે મળ્યા અને બધા લોક અપ તરફ દોડ્યા. બધા લોક અપનું દ્રશ્ય જોઇ અચંબામાં પડી ગયા. લોક અપમાં અદિતીનુ રૂપ ખુબ જ વિકરાળ બની ગયુ હતુ. તેના વાળ ખુલ્લા હતા અને કપડા અસ્તવ્યસ્ત થઇ ચુક્યા હતા. ગીતા નાયક અને બીજી બે લેડી કોન્સ્ટેબલ લોક અપમાં અંદર ગઇ અને અદિતીને કાબુમાં લેવાની કોશિષ કરવા જતી હતી કે અદિતીએ ગીતા નાયકને એક થપ્પડ લગાવી કે ગીતા દૂર ફંગોળાઇ ગઇ. તે જોઇ બીજી બે લેડી કોન્સ્ટેબલ પણ લોક અપ બહાર નીકળી ગઇ અને કોન્સ્ટેબલ ગીતા પણ બહાર નીકળી અને લોક અપને તાળુ લગાવી દીધુ. બધા આ દ્રશ્ય જોઇને ખુબ જ ગભરાય ગયા. અદિતીનુ રૂપ એકદમ વિકરાળ લાગતુ હતુ. ગીતા નાયક જેવી સિનિયર અને બાહોશ પોલીસ ઓફિસર પણ બે ઘડી માટે કાંપવા લાગી. ઇન્સ્પેક્ટર જાનીએ તાત્કાલીક મેહુલને ફોન જોડ્યો. પોલીસ કમિશનરે હવે આ સિરિયલ કિલિંગ કેસની તમામ જવાબદારી મેહુલ, ઇન્સ્પેકટર જાની અને ગીતા નાયરને સોંપી હતી. આથી દરેક નવા પહેલુ વખતે તેઓ સાથે રહેતા હતા. મેહુલને રવેશમાં બેઠા બેઠા જ ચેર પર ઊંઘ આવી ગઇ હતી તે જાનીના કોલથી તે પણ ચમકી ગયો. “યા મિસ્ટર જાની, વ્હોટ હેપ્પન્ડ?” “મિસ્ટર મેહુલ તમે તાત્કાલીક પોલીસ સ્ટેશન આવી જાઓ. અદિતીની હાલત ખુબ વિચિત્ર જાણવા મળે છે. સમથીંગ ઇઝ ગોઇંગ રોંગ વીથ અદિતી.”

“ઓ.કે. જસ્ટ વેઇટ, આઇ એમ કમીંગ એઝ સુન એઝ પોસિબલ.” મેહુલે ફોન ડિસકનેક્ટ કર્યો અને કારની ચાવી લઇ તે દોડ્યો.

અદિતી પોતાના બે હાથે જેલના સળિયા ખેંચતી હતી. તેનુ આ રૌદ્ર રૂપ જોઇ એમ જ લાગતુ હતુ કે જાણે હમણા જ તે લોક અપ તોડી બહાર નીકળી આવશે. ઇન્સ્પેક્ટર જાની અને બીજા ફરજ પર હાજર તમામ કર્મચારી લોક અપથી દૂર ઊભા રહી ગયા.

થોડી જ વારમાં મેહુલ આવી પહોંચ્યો અને તેણે અદિતીને હાલત જોઇ તે પણ આશ્ચર્યચકિત બની ગયો. લાલઘુમ આંખે તે મેહુલને તાકત્તી રહી અને ઘડીવારમાં તો તે ભયાનક અટ્ટહાસ્ય કરવા લાગી.

“મેહુલ તુ તો અદિતીને પકડીને બહુ અભિમાન અનુભવતો હશે કેમ? પણ એક વાત કહી દઉ છું કે તુ મને મારો બદલો લેતા રોકી નહી શકે. મારો બદલો હજુ અધુરો છે અને એ કોઇપણ ભોગે હું પાર પાડે જ રહીશ. આમ કરતા મને દુનિયાની કોઇ તાકાત નહી રોકી શકે.” “કેવો બદલો???? તુ ક્યા કારણસર આ લોકો સાથે બદલો લઇ રહી છે અદિતી?” મેહુલે પણ પ્રચંડ સ્વરે પુછ્યુ ત્યાં ફરી અદિતી અટ્ટહાસ્ય કરવા લાગી અને અચાનક જ અદિતીમાં જાણે છુપી શકિત આવી હોય તેમ તેણે બે હાથે જેલના સળિયાને ખેંચી નાખ્યા અને તે સળિયા વચ્ચેથી બહાર નીકળી આવી. આ જોઇ બધા હેબતાઇ ગયા અને દૂર ખસી ગયા. લેડી કોન્સ્ટેબલ ગીતા અને મેઘના પણ ગભરાઇ ગઇ. “તમારે કોઇએ મારાથી ડરવાની જરૂર નથી. મારો એક શિકાર હજુ બહાર ખુલ્લી દુનિયામાં મુક્ત પંખીની જેમ વીહાર કરે છે તેનો શિકાર કરીને જ હું જંપ લઇશ કહેતી અદિતી દોડીને પલભરમાં તો પોલીસ સ્ટેશન બહાર નીકળી ગઇ. ઇન્સ્પેક્ટર જાની અને બીજા ઓફિસર્સ તેની પાછળ પોલીસ સ્ટેશન બહાર દોડ્યા પણ જોયુ તો ત્યાં કોઇ દેખાયુ જ નહી.

ઓફિસર ગીતા નાયરે કોન્સ્ટેબલ મેઘનાને સાથે લઇ જીપ લઇને અદિતીને શોધવા નીકળી ગયા. રસ્તામાં જ બધી પોલીસ ચોકીએ ફોન કરી આખા શહેરમાં નાકા બંધી કરાવી દીધી. બીજી જીપ લઇ ઇન્સપેકટર જાની, મેહુલ અને બીજા કોન્સ્ટેબલ અદિતીનો પીછો કરતા ભાગ્યા. ગીતા નાયર આજુબાજુ બધે ફરી વળી પરંતુ અદિતી તો જાણે ગાયબ જ થઇ ગઇ. બધી ચેક પોસ્ટ પર બે કલાક સુધી ચેકિંગ કર્યા બાદ પણ કોઇ પરિણામ મળ્યુ ન હતુ. આથી આસપાસના બધા ગામોમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધુ.

હજુ તો ઇન્સ્પેક્ટર જાની અને મેહુલ પરત પોલીસ સ્ટેશન આવ્યા કે પત્રકારોનુ ટોળુ તેમને ઘેરી વળ્યુ. હજુ સવારનો સુરજ પણ માંડ ઉગ્યો હતો ત્યાં તો જનાર્નાલીસ્ટોએ પોલીસ ચોકી બહાર જ મેહુલ, ઇન્સપેકટર જાની અને ગીતા નાયરની ત્રિપુટીને ઘેરી લીધા. “સર અમને ન્યુઝ મળ્યા છે કે અદિતી નામની ૧૮ વર્ષની છોકરી આ સિરિયલ કિલિંગ કરનાર આરોપી છે. તેના તરફથી શું બાતમી મળી છે?” “સર શું તેણે પોતાનો જુલ્મ કબુલી લીધો છે?” “તમે શું કદમ લીધા છે તેની પાસેથી બાતમી મેળવવા માટે?” “સર તમને શું લાગે છે અદિતી એકલી જ ખુની છે કે તેના કોઇ બીજા સાથીદારો પણ છે?” “સર શું અદિતી હવે કેદમાં છે તો સિરિયલ કિલિંગ સ્ટોપ થશે કે નહી?” એકસાથે કેટલા પત્રકારોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો. “નો કોમેન્ટ્સ પ્લીઝ...., એક્સ્ક્યુઝ અસ....” કહેતા ઇન્સ્પેક્ટર જાની અને મેહુલ અંદર પ્રવેશ્યા. “આ લોકોને શું જવાબ આપવો? એ કહેવુ કે અદિતી જેલના સળિયા તોડીને ભાગી ગઇ છે??? આ પત્રકારો તો આ બાતમી જાણી આપણી હાંસી ઉડાવશે અને મિડીયામાં આપણો મજાક બનશે એ બોનસ આપણા માટે.” મેહુલે અંદર જતાવેંત જ કહ્યુ. “હવે કોનુ ખુન કરશે અદિતી???” “બહુ પેચીદો પ્રશ્ન છે એ કે હવે કોનુ ખુન થશે? પણ જે રીતે અદિતી ભાગી છે એટલે એ તો નક્કી જ છે કે હજુ એક ખુન બાકી છે. મતલબ કોઇકનુ ખુન તો થશે જ...” “પણ એ ખુન કોનુ થશે એ કેમ ખબર પડે?? આખા શહેરને નાકાબંધી કરેલ છે પણ અદિતીનો કોઇ પતો નથી સર.”

“તો એ ગઇ ક્યાં??? જમીન ખાઇ ગઇ કે આસમાન?” કહેતા ઇન્સ્પેકટર જાની ટેબલ પર મુકો મારતા ઊભા થઇ ગયા. “કાલ્મ ડાઉન મિસ્ટર જાની. કાલ્મ ડાઉન. ટેઇક ઇટ ઇઝી. આ રીતે ગુસ્સો કરવાથી અદિતી આપણા હથમાં તો આવી જવાની નથી. જસ્ટ વેઇટ એન્ડ સી વ્હોટ હેપ્પન્ડ.”

“યા હવે તો વેઇટ કરવા સિવાય બીજો રસ્તો પણ મને સુઝતો નથી. વી હોપ ફોર ધ બેસ્ટ.” ઇન્સ્પેક્ટર જાનીએ ઉન્હકારો ભરતા બોલ્યા અને હવાલદારને કહી બધા માટે કડક મસાલા ચા મંગાવી. સિરિયલ કિલિંગનો કિસ્સો સુરત અને આસપાસના જિલ્લાની સાથે સાથે આખા રાજ્યમાં ફેલાઇ ગયો હતો. લોકોમાં અંદરૂની ડર પેસી ગયો હતો. આખા રાજ્યની સાથે સાથે આજુબાજુના પડોશી રાજ્યોમાં પણ આ એક ચર્ચાનો વિષય બની ગયો હતો. રોજબરોજ ન્યુઝ પેપર અને ચેનલોમાં બસ બ્રેકીંગ ન્યુઝમાં આ સિરિયલ કિલિંગ આવી જ જતુ. ઇન્સ્પેક્ટર જાનીએ કહ્યુ , “મિસ્ટર મેહુલ, તમે જેટલી મહેનત આ કેસ પાછળ કરો છો, તે ખરેખર કાબીલે તારીફ છે. ગઇ કાલે આખી રાત આ કેસ પાછળ તમે તમારી રૂટિન ઊંઘ પણ બગાડી નાખી.

“નો નો સર, ઇટ્સ ઓ.કે. મને તો હવે આ ઉજાગરાની ટેવ પડી ગઇ છે, કહેતા તેણે સિગારેટ જલાવી કસ ખેંચવા લાગ્યો.

“મને આ સિગારેટની આદત જ આ બધા કેસ સોલ્વ કરવામાં અને ટેન્શનમાં પડી ગઇ છે. હવે સમજુ છું છતા પણ સિગારેટ છોડી શકતો નથી.” બોલતા તેણે સિગારેટ ગુસ્સાથી ફેંકી દીધી. “ચલો હવે હું જરા હોટેલ જઇ આવું અને ફ્રેશ થઇ પાછો આવુ છું. કાઇ ઇમ્પોર્ટન્ટ ન્યુઝ મળે તો મને વિના વિલંબે એની ટાઇમ કોલ કરી શકો છો તમે.” “ઓ.કે. મિસ્ટર મેહુલ.” બન્નેએ શેક હેન્ડ કર્યા અને મેહુલ હોટેલ જવા તરફ નીકળી ગયો.

સવારનો માહોલ હતો. રોડ પર કાંઇ ખાસ ભીડ જ ન હતી. આખો દિવસ ધમાલીયા પ્રદુષિત વાતાવરણમાં રખડીને કંટાળી ગયેલ મેહુલનુ સવારનુ વાતાવરણ ખુબ રોમાંચિત લાગતુ હતુ. તેણે કારને હોટેલ તરફ લેવાને બદલે સુરત-બરોડા હાઇ*વે તરફ હંકારી કાઢી. કારની બન્ને બાજુની વીન્ડો ઓપન રાખી સવારની તાજગીપુર્ણ અને પ્રફુલ્લીત હવામાં તે થોડી ફ્રેશનેશ ફીલ કરી રહ્યો હતો. આ ઠંડી હવા તેને કારના એ.સી. કરતા પણ વધુ આનંદ આપતી હતી. હળવુ મ્યુઝીક કારમાં વાગી રહ્યુ હતુ અને મેહુલ મસ્ત બની કાર હંકારે જઇ રહ્યો હતો. તેને ખબર ન હતી કે કાર ક્યાં સ્ટોપ કરવી, બસ મદમસ્ત બની હાઇ-વે પર ૧૨૦ થી ૧૪૦ ની સ્પીડે કાર હંકારે જતો હતો અને કારમાં ચાલુ પોતાનુ ફેવરિટ સોંગ ‘મૈ જહાં રહુ.......’ ગુનગુનાવે જઇ રહ્યો હતો. આ ધુનમાં મેહુલ એટલો ખોવાઇ ગયો હતો કે તેને એ પણ ખ્યાલ ન રહ્યો કે તેનો ફોન વાગી રહ્યો છે. તેનુ ધ્યાન પોતાના ફોન પર જતા તેણે વોલ્યુમ સ્લો કરી દીધુ અને કોલ રીસીવ કર્યો તો સામે છેડેથી પક્કો બરાડી ઉઠ્યો. “અલ્યા મેહુલ્યા, કઇ ફટાકડી સાથે રંગરેલીયા મનાવી રહ્યો છે તે મારો કોલ પણ રીસીવ કરવાની તને ફુરસત નથી???? સાલા એક નંબરનો ચાલુ છે તુ.” “અરે યાર કોઇ ફટાકડી સાથે નહી હું. આખી રાત પોલીસ સાથે કેસ માટે વિતાવી છે અને તે પણ ખુબ ગુસ્સામાં અને ટેન્શનમાં.” “કાં એવુ તે શું થઇ ગયુ કે આખી રાત પોલીસ સ્ટેશને જઇ આવ્યો? બીજી કોઇ વિસ્ફોટક માહિતી મળી કે? પક્કાએ કહ્યુ. “મારી વાત છોડ અને તુ બોલ અત્યારે સવાર સવારમાં મારી યાદ કેમ આવી ગઇ?” “અરે હા યાર, આ તારી સાથે મસ્તી મજાક કરવામાં તો મેઇન વાત કરતા જ ભુલાઇ ગઇ. આજના ન્યુઝ જોયા તે?” “અરે ના બાબા ના. હું તો હાઇ-વે પર લટાર મારવા નીકળો છું . જરા વિસ્તારથી મને કે શું થયુ? “અરે યાર મુંબઇ નાલાસોપારા વિસ્તારમાં એક ખુન થઇ ગયુ છે, અને.....” “અરે મારા ભાઇ, સુરતના ખુનનો તો નિવેળો આવવા દે ,પછી મુંબઇના કેસ બાબતે વિચારુ, અત્યારે મને ટાઇમ નથી પ્લીઝ.” મેહુલે તેને વચ્ચેથી રોકતા જ કહી દીધુ. “અરે ઉત્તાવળા, સાંભળ મારી વાત. મુંબઇમાં જે ખુન થયુ છે તેની પેટર્ન આગળ સિરિયલ કીલીંગના કેસ બન્યા તેને હુબહુ મળતી આવે છે.” “વ્હોટ???? શું બકે છે તુ? યુ મીન ટુ સે જે રીતે અહી હેવાનિયતથી ખુન થયા તે રીતે મુંબઇમાં ખુન થયુ??? ઓહ માય ગોડ.” મેહુલે પોતાની કાર અચાનક સ્ટોપ કરી દીધી.

“યસ માય બ્રો. હવે સમજ્યો? ખુનીએ ગુજરાતને મુકી હવે મુંબઇની વાટ પકડી છે.” “પક્કા આપણે પછી વાત કરીએ, મને ઇન્સ્પેક્ટર જાનીનો કોલ આવે છે.” કહેતા તેણે ફોન કટ કરી દીધો. “હા મિસ્ટર જાની, બોલો બોલો.” “મિસ્ટર મેહુલ મુંબઇથી એક બેડ ન્યુઝ આવ્યા છે.” “યા હમણા મારી વાત મારા ફ્રેન્ડ સાથે આ બાબતે જ થઇ રહી હતી. મતલબ અદિતી ભાગીને મુંબઇ પહોંચી ગઇ અને તેના કહેવા મુજબ તેણે ખુન કરી જ દીધુ. “યસ મિસ્ટર મેહુલ, કમિશનર સાહેબનો કોલ હતો કે આપણે ત્યાં જવુ પડશે.” “ઓ.કે. આઇ વીલ કમ ઇન હાલ્ફ એન અવર ટુ પોલિસ સ્ટેશન.” “ઓ.કે. થેન્ક્સ.”

“ઇન્સપેકટર જાની, મેહુલ, ગીતા નાયરને સાથે લઇને જીપ મુબંઇ ભણી દોડાવી. તેઓ બે કલાકમાં મુબંઇ પહોંચી ગયા. મોકા-એ-વારદાત્ત પર પહોંચતા જ તેઓએ જોયુ કે લાશની હાલત પહેલા પાંચ ખુન થયા તેવી જ હતી. અજય દેસાઇએ જેની પાસેથી મકાન ખરીદ્યુ હતુ તે મકાન માલિક મણીલાલનુ ખુન થયુ હતુ. અદિતીનુ લોક અપમાંથી ભાગી જવુ અને તેના જ મકાન માલિકનુ ખુન થવુ. પોલીસ તથા મેહુલને કાંઇ સમજાતુ ન હતુ.

*************

“મમ્મી પપ્પા પ્લીઝ તમે જરા થોડી વાર આરામ કરી લો. સવાર થઇ ગયુ છે. ગઇ કાલે રાતથી તમે ટેન્શનમાં આમ ચિંતામાં ને ચિંતામાં જાગો છો. ટેન્શન ન લો ભગવાન પર વિશ્વાસ રાખો. અદિતીને કાંઇ પણ નહી થાય.” કાજલે અજય અને અંજલિને કહ્યુ. “નહી દીકરા, હવે તો અદિતી નિર્દોષ છુટે પછી જ આંખ અને શરીરને આરામ મળશે બેટા. પ્લીઝ તુ આરામ કર અને હા આદિત્ય હમણા થોડી વાર પહેલા જ સુતો છે તેને જગાડતી નહી. અને હજુ બહુ વહેલુ છે તુ પણ આરામ કર નહી તો તારી હેલ્થ પર અસર પડશે.” અંજલીએ કહ્યુ. “મમ્મી મારી ચિંતા ન કરો. હવે હું એકદમ ફીટ-ફાઇન છું. પ્લીઝ તમે બન્ને આરામ કરો. હું બધુ મેનેજ કરી લઇશ.”

“લાગે છે તુ તારી જીદ્દ નહી છોડે બેટા. ચલો અંજલિ કાજલની ઇચ્છાને માન આપ અને ચલ થોડી વાર આરામ કરી લે.” અજયે કહ્યુ. “થેન્ક્સ પાપા. તમે અને મમ્મી આરામ કરો. હું અહી બધુ સંભાળી લઇશ.” કાજલે બન્નેને રૂમમાં મોકલ્યા અને પોતે કિચનમાં બ્રેકફાસ્ટ બનાવવા તરફ ગઇ.

કાજલ બ્રેકફાસ્ટ બનાવતી હતી ત્યાં ડોર બેલ વાગી. ડોરબેલ વાગતા જ અંજલિ અને અજય પણ બેડરૂમમાંથી દોડતા બહાર આવ્યા. કાજલે ડોર ઓપન કર્યુ અને જોયુ તો સામે અદિતી ઊભી હતી. તેની હાલત ખુબ દયાજનક હતી. ખુબ જ થાકેલી, અશક્ત હાલતમાં તે દિવાલને પકડીને ઊભી હતી. તેનુ શરીર ધૃજતુ હતુ અને પોતે ખુબ હાંફતી હતી. આંખોમાંથી પાણી નીકળી રહ્યા હતા. લથડિયા ખાતી અદિતી પડી જાત ત્યાં કાજલે તેને સંભાળી લીધી અને પોતાની સાથે તેને અંદર લાવી. અદિતીને જોતા જ અજય અને અંજલિ સ્તબ્ધ બની ગયા. કાજલે તેને સોફા પર બેસાડી તેને પાણી આપ્યુ. પાણી પીને અદિતી સોફા પર ઢળી ગઇ. અંજલી પોતાની માસુમ દીકરીની હાલત જોઇ પોતાના પર કાબુ ન રાખી શકી અને રડવા લાગી. કાજલે અંજલીને સહારો આપ્યો અને અજયે અદિતીને સોફા પર વ્યવસ્થિત સુવાડી દીધી અને પંખો ચાલુ કરી દીધો. “કાજલ બેટા , થોડુ પાણી આપને મને અને અંજલી પ્લીઝ તુ તારી ઇમોશન પર કન્ટ્રોલ રાખ. ભગવાન પર વિશ્વાસ રાખ બધુ સારૂ થઇ જશે.” કાજલ દોડીને પાણી લાવી અને અજયે અદિતીના ચહેરા પર જરા પાણીની છાંટ મારી. પાણીની છાંટથી અદિતીએ આંખો ખોલી અને પછી વળી આંખો મીંચી તે સુઇ ગઇ. અજયે જોયુ કે અદિતીના હાથ પગ ખુબ ઠંડા પડવા લાગ્યા હતા અને શ્વાસોશ્વાસ અને હ્રદયના ધબકારા પણ વધવા લાગ્યા હતા.

“અજય મારી દીકરીને કાંઇ ન થવુ જોઇએ. તે બેગુનાહ છે. પ્લીઝ તમે કાંઇ કરો. મારાથી તેની હાલત જોઇ શકાતી નથી.” કહેતી તે ધૃસકે ધૃસકે રડી પડી. તેનો રડવાનો અવાજ સાંભળી આદિત્ય, આર્યા અને અપુર્વા દોડીને હોલમાં પહોંચ્યા.

આખો પરિવાર અદિતીની આવી હાલતથી ગભરાઇ ગયો હતો. અજયે ફટાફટ પોતાની કારમાં અદિતીને સુવાડી દીધી અને આદિત્યને સાથે લઇ બન્ને તેના ફેમિલી ડોકટર શાહની કિલનિક પર નીકળી ગયા. રસ્તામાં તેને ફોન કરીને અદિતીની ગંભીર હાલત માટે કહ્યુ એટલે ડોકટર શાહ પણ જલ્દીથી કિલનિક પર પહોંચી ગયા. ફટાફટ કાર ચલાવી તેઓ દસ મિનિટમા કિલનિક પર પહોંચી ગયા. ડોકટર શાહે તાત્કાલિક અદિતીની સારવાર શરૂ કરી દીધી. બે કલાક બાદ અદિતીની હેલ્થમાં રિકવરી આવવા લાગી. હવે અદિતી હોંશમાં આવી ગઇ હતી પણ થોડી વીકનેશ ફીલ થતી હતી. “મિસ્ટર અજય ચિંતાની કોઇ વાત નથી. ટેન્શન અને થાકને કારણ શરીરમાં નબળાઇ આવી ગઇ છે. બાટલા ચડાવ્યા છે અને ઇજેકશન પણ આપી દીધા છે. બીજો કોઇ ગંભીર રોગ નથી તમે બધા તેની સાથે નોર્મલ થઇને જ વાત કરજો. કોઇ સ્ટ્રેસ ન આપતા તેને. આજે બપોરે રજા મળી જશે.”

વધુ આવતા અંકે...............

ઓહ માય ગોડ..... આ શું થયુ? અદિતીમાં આટલી હિમ્મત કયાંથી આવી કે તે જેલના સળિયા તોડી ભાગી નીકળી??? સ્ટ્રેન્જ...... મકાનમાલિક કે જેની પાસેથી અજયે આ મકાન ખરીદ્યુ હતુ તેનુ ખુન કરવા પાછળ અદિતીનો શું મક્સદ છે??? અદિતી શા માટે પાછી ઘરે આવી? આ બધુ જાણવા માટે વાંચો આવતો ભાગ......