સન્નાટાનુ રહસ્ય - ૧૭ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

સન્નાટાનુ રહસ્ય - ૧૭

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : સસ્પેન્સ – થ્રીલર

પ્રકરણ : 17

(અગાઉના પ્રકરણોમાં આપણે જોયુ કે સિરિયલ કિલરે ચાર ખુન કરી નાખ્યા છે અને મેહુલ જે હોટેલમાં રોકાયો હતો ત્યાં એક અલગ રીતે પણ ખુન થઇ ગયુ હતુ જેનો ખુની પકડાઇ ગયો પરંતુ શુ તે સાચો ખુની છે કે સિરિયલ કિલરની નવી ચાલ છે. આદિત્ય અને કાજલની સગાઇ માટે સરપ્રાઇઝ પાર્ટી રાખવામાં આવેલ છે. શુ કાજલ તેનાથી ઠીક થઇ જશે? જાણવા માટે વાંચો આગળ)સાંજે છ વાગ્યાની આસપાસ અંજલિ અને અજય પાર્ટીની તૈયારીમાં લાગી ગયા હતા. હોલમાં ડેકોરેશન થવા લાગ્યુ હતુ. હોલને ખુબ સાદાઇથી પણ બહુ આકર્ષક સ્ટાઇલથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો. બહાર બગિચામાં પાછળના ભાગે ડિનરની તૈયારી થવા લાગી હતી. નજીકના સગા સબંધીઓ આવવાનુ શરૂ થઇ ગયા હતા. આદિત્ય અને કાજલના ફ્રેન્ડ્સ પણ આવવા લાગ્યા હતા. બધા ફ્રેન્ડસને મનમાં એક જ પ્રશ્ન હતો કે પાર્ટીમાં સરપ્રાઇઝ શું હશે? આવનારા બધા મહેમાનો ઘરની સજાવટ જોઇ અજય અને અંજલિને ખુબ શાબાષી આપી રહ્યા હતા. અજય અને અંજલી પણ મેઇન દ્વાર પર ઉભા રહી આવનારા મહેમાનોને આવકારી રહ્યા હતા. બગિચામાં અને હોલમાં મહેમાનોને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

થોડી વાર બાદ આદિત્ય પણ રેડ્ડી થઇને આવી ગયો. સલવાર કુર્તા અને પગમાં મોજડી સાથે ખુબ સુંદર દેખાતો હતો આદિત્ય. બધા ફ્રેન્ડ્સ તેને જોઇ જ રહ્યા. આજે તે ખુબ જ ખુશ હતો. તેની મનગમતી કાજલ આજે તેના જીવનમાં આવવાની હતી એ ખુશીના ભાવ તેના ચહેરા પર દેખાઇ આવતા હતા.

“હેય આદિત્ય, સરપ્રાઇઝ તને રીલેટેડ છે કે શું?” તેના એક મિત્રએ તો પુછી જ લીધુ. “જસ્ટ એન્જોય ધ પાર્ટી એન્ડ વેઇટ ફોર સરપ્રાઇઝ.” કહેતો આદિત્ય પોતાનુ સ્મિત વેરતો અંદર જવા લાગ્યો. તેને કાજલને મળવાની ખુબ તાલાવેલી હતી. દોડતો તે કાજલના રૂમમાં જવા ગયો કે ત્યાં ડોર પર આર્યા ઊભી હતી.

“આર્યા, શું થયુ? કાત્જુ રેડ્ડી થઇ કે નહી? ઇઝ એવરીથીંગ ઑલરાઇટ વીથ હર?”

“હા ભૈયા હા. આજે તો કાજલભાભીની હેલ્થ ખુબ જ સારી છે. આજે કાજલભાભી પોતે જાતે તૈયાર થયા, બસ હવે અદિતી ફાઇનલ ટચ આપી રહી છે.” “નાઇસ.... ચલ હવે મને અંદર જવા દે. હું તો જરા જોઉ મારી કાજલ કેવી લાગે છે?

“ભૈયા અદિતીની સખત મનાઇ છે કે તમને કોઇ પણ હાલતમાં અંદર આવવા દેવા નહી. હવે તમારે તમારી પરીને પાર્ટીમાં જ નીહાળવાની રહેશે. “અરે યાર ,આ શુ? થોડીવાર મને મળી લેવા દો અને જોઇ લેવા દો કે તેની હાલત હવે કેવી છે?” “પેશન ભાઇ પેશન. તમારી સગાઇ થવા જઇ રહી છે. થોડી ધીરજ રાખો પછી આખી જીંદગી તેની સાથે જ રહેવાનુ છે.”“તમે લોકો પણ કમાલ છો, થોડીવાર મળી લઉ તેમા શુ વાંધો થઇ જાય.” “ગમે તેટલી બડબડ કરશો. પરંતુ ભાભીને મળવા નહિ મળે.” મજાક કરતા આર્યાએ કહ્યુ એટલે આદિત્ય હસતા હસતા નીચે જતો રહ્યો.

નીચે ગયો એટલે તેના કોલેજના ફ્રેન્ડસ તેને મળ્યા. બધાએ આજે આદિત્યના ડ્રેસીંગને વખાણ્યુ.

“અરે આદિ વ્હેર ઇઝ કાજલ? તેને હવે કેમ છે?” ભુષણે પુછ્યુ “એ ઉપર તેના રૂમમાં તૈયાર થાય છે. પહેલા કરતા આજે ઘણું સારૂ છે. આશા છે કે આજની પાર્ટી બાદ તેની હેલ્થ સંપુર્ણ સુધરી જશે અને પહેલાની જેમ જ તે આપણી સાથે કોલેજ આવી શકે.”

“થઇ જશે યાર ડોન્ટ લુઝ હોપ” તેઓ વાતો કરતા હતા ત્યાં બધી બહેનો કાજલને તૈયાર કરીને લાવી ત્યારે આદિત્યનુ હ્રદય બે ધબકારા ચુકી ગયુ. ખુબ જ સુંદર પરી જેવી લાગતી. લહેગા ચોલીમાં વિથ મેક અપ અત્યંત સુંદર દેખાતી હતી. કાજલને મોટેભાગે કયારેય આવી રીતે તૈયાર થવાની ટેવ ન હતી. પહેલીવાર આદિત્યએ તેને આવી તૈયાર થતા જોઇ હતી. તે જોતો જ રહી ગયો. અદિતીએ આઁખના ઇશારાથી આદિત્યને સ્ટેજ પર આવવા કહ્યુ.તે કાજલ સામે જોતા જોતા જ સ્ટેજ પર ગયો. જયાં ત્રણેય બહેનો પણ કાજલને લઇ આવી. સગાઇ માટે રાખેલી બે ખુરશી પર આદિત્યની બાજુમાં કાજલને બેસાડી એટલે કાજલ બોલી

“આદિત્ય આ બધુ શું છે? શેની પાર્ટી છે આ? “વેઇટ ભાભી હમણાં એનુ જ એનાઉંસમેન્ટ થશે.” બાજુમાં ઉભેલી આર્યાએ કહ્યુ. ત્યાં અજય અને અંજલિ સ્ટેજ પર માઇક લઇને આવી ગયા અને બોલ્યા, “ગુડ ઇવનિંગ એવરીબડી. જેમ તમે તો જાણો છો કે આ શેની પાર્ટી છે પરંતુ આ સરપ્રાઇઝ પાર્ટી છે માટે પહેલા સરપ્રાઇઝ કહી દઉ” હરુકાકા અને ગીતા બધા નોકરોને પણ બોલાવવામાં આવ્યા હતા. જેઓએ કાજલને દીકરીની જેમ ઉછેરી હતી. તેઓ પણ કાજલ સામે જોઇ સાંભળવામાં મશગુલ થઇ ગયા “આજે મારા સન આદિત્ય અને કાજલની એન્ગેજમેન્ટ થવા જઇ રહી છે. કાજલ અને આદિત્ય બન્ને એકબીજાને ખુબ ચાહે છે જેથી અમે તે બન્નેના રીલેશનને એક નામ આપવાનો નિર્ણય લીધો છે.” આવેલા મહેમાનો અને ફ્રેન્ડ સર્કલે આ એનાઉન્સમેન્ટને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

“કાજલબેટા આજે તમને બંન્ને પુછ્યા વગર તમારી સગાઇ પાર્ટી રાખી છે. બેટા સોરી, તને અમે આ બાબતે પહેલા જાણ કરી ન હતી તમારો પ્રેમ જોઇ અમે તમને બન્નેને સરપ્રાઇઝ આપવાનુ નક્કી કર્યુ હતુ અને અમને વિશ્વાસ છે કે આ બાબતે તને કે આદિત્યને કોઇ એતરાઝ નહી હોય.. આર યુ હેપી વિથ ધીસ ડિસિઝન?” એમ કહી અજયે કાજલને માઇક આપ્યુ.

કાજલ થોડી વાર માટે તો અજય અને અંજલી સામે જોઇ રહી. તેને તો આવો સ્વપ્ને પણ વિચાર ન હતો કે આજે તેની અને આદિત્યની સગાઇ હશે. “યા પાપા આઇ એમ સો હેપી ફોર ધીસ ડિસિઝન. ધીસ ઇઝ માઇ ગ્રેટેસ્ટ ડે ઓફ લાઇફ. થેન્ક્યુ સો મચ. આજે મારા પાપા મારી સાથે આ ખુશીમાં સામેલ નથી પણ તમે મારા માટે આ નિર્ણય લીધો છે તે ખરેખર યોગ્ય જ છે. હું ખુબ જ ખુશ છું કે આજથી હું પણ તમારા ફેમીલીની મેમ્બર બનવા જઇ રહી છું.”

તેની વાત સાંભળીને બધા ખુબ જ ખુશ થઇ ગયા અને તાળીઓથી વધાવી લીધી. પછી રીંગ સેરેમની રાખવામાં આવી. કાજલ અને આદિત્ય બન્ને ખુબ જ ખુશ હતા. રીંગ સેરેમની બાદ કાજલ અને આદિત્ય પોતાના કોલેજના ફ્રેન્ડસને મળ્યા. પોતાના ફ્રેન્ડ્સને મળીને કાજલ ખુબ જ ખુશ થઇ ગઇ. “દોસ્તો હવે હુ પણ કોલેજ આવીશ આદિત્ય માય લવ માય ફિયાન્સ સાથે. રાઇટ ના આદિત્ય?” “યા કાત્જુ આપણે બંન્ને કોલેજે જઇશુ.” પછી તેઓ બીજા દિવસથી કોલેજે જવા લાગ્યા અને કાજલ ધીરે ધીરે સાવ ઠીક બની ગઇ. તેને પોતાના મગજને સંભાળી લીધુ.

સગાઇ બાદ કાજલ ઘણી ઠીક થઇ ગઇ હતી. આથી તેણે પોતાના ઘરે રહેવાનુ નક્કી કર્યુ અને તે થોડા દિવસે આદિત્ય પાસે આવતી અને બે ત્રણ દિવસ રોકાતી. લગ્ન માટે બંન્ને એ પોતાની સ્ટડી પછી નક્કી કર્યુ હતુ. એક દિવસ કાજલ પોતાના સાસરે રોકાવા આવી હતી અને રાત્રે ડિનર બાદ કાજલ અને આદિત્ય વોક માટે નજીકના પાર્કમાં ગયા હતા. અજય, અંજલિ અને બધી બહેનો હોલમાં બેઠા હતા. મેઇન ડોર ખુલ્લુ જ હતુ. તેઓની કોલોની શાંત હતી આથી કોઇ ભય ન હતો. બધા હોલમાં બેસીને ડિસકસ કરતા હતા ત્યાં ઇન્સપેકટર જાની અને ડિટેકટીવ મેહુલ હોલમાં બધાની સામે આવીને ઉભા રહ્યા. કાજલ અને આદિત્ય વોક માટે પાર્કમાં ગયા હતા ત્યારે તેને ઘરમાં શુ ચાલતુ હતુ તેની કાંઇ ખબર ન હતી. ઇન્સપેકટર જાની અને મેહુલે અજયને કહ્યુ કે “તમારા ખાસ મિત્ર સમીર પંડયાનુ ખુન થઇ ચુકયુ છે. સિરિયલ કિલિરે પાંચમુ ખુન સમીર પંડયાનુ કર્યુ છે અને તેની બોડી પાસેથી અદિતિની થોડી વસ્તુઓ મળેલી છે. સો વી આર કમીંગ હીઅર ટુ એરેસ્ટ અદિતી”

‘વ્હોટ નોનસેન્સ? ઇન્સપેક્ટર તમે હોંશમાં તો છો કે નહી? સિરીયલ કીલર અને એ પણ મારી દીકરી અદિતી??? કેવી વાહિયાત વાત કરી રહ્યા છો તમે?તે ક્યારની અહીં જ છે. અને તે કયારેય સમીરના ઘરે ગઇ નથી તેને સમીરનુ ઘર જોયુ જ નથી. તે કઇ રીતે ખુન કરી શકે? યુ કેન નોટ અરેસ્ટ હર” અજયે કહ્યુ. “હા પાપા, હુ ત્યાં કોઇ દહાડો ગઇ જ નથી અને મે અંકલનુ ઘર જોયુ પણ નથી તો મારી વસ્તુઓ ત્યાં કેવી રીતે આવી શકે? મને લાગે છે મને ફસાવવાની કોઇ સાજીસ છે” “મિસ્ટર અજય પ્લીઝ કો-ઓપરેટ વીથ અસ. અમારા હાથ બંધાયેલા છે. અમને સબુત મળ્યા છે એટલે અમારે કાર્યવાહી તો કરવી જ પડશે. તમે સમજદાર છો. પ્લીઝ અમારી કાર્યવાહીમાં રૂકાવટ ન લાવો તો સારૂ.” ઇન્સપેકટર જાનીએ કહ્યુ. “પરંતુ તમને કેમ ખબર પડી કે તે બધી વસ્તુઓ અદિતીની જ છે? પ્લીઝ તમે મને એ વસ્તુઓ બતાવશો જે સમીરના ઘરેથી મળી આવી છે?” અંજલિએ પુછ્યુ.

“યા શ્યોર મેડમ, પ્લીઝ તમે ચાલો મારી સાથે સમીરના ઘરે. તમને બધી હકિકત સમજાઇ જશે.” “ઓ.કે. લેટ્સ ગો.” બધા પોલીસની વાનમાં ઘટનાસ્થળે ગયા. અપુર્વા કાજલ અને આદિત્યની રાહ જોતી ઘરે રહી.

ઘટનાસ્થળે જઇને જોયુ તો અજય અને અંજલિની આઁખો ફાટી ગઇ. સમીર પંડયાની લાશ પરથી લોહીંની ધાર વહી જઇ રહી હતી. માંસના લોચા બહાર લટકતા હતા. ખુબ જ ડરાવણી પરિસ્થિતિ હતી. સમીર પંડયાની લાશ બાલ્કનીમાં પડેલી હતી. તેના બેડરૂમની બહાર બાલ્ક્નીમાં લાશ પડેલી હતી. લોહી ધાર નીચે નીકમાંથી ટપકતી હતી. તેના પત્ની અને બાળકો ખુબ મોટેથી રડી રહ્યા હતા. સગા સ્નેહીઓ અને આસપાસના લોકો બધા એકઠા થઇ ગયા હતા. પોલીસ કાફલો આખો આવી પહોચ્યો હતો. પોલીસ કોઇને બેડરૂમમાં કે લાશ પાસે જવા દેતી ન હતી. અજય દેસાઇના પરિવારને ખાલી બેડરૂમમાં જવા દેવામાં આવ્યો. બેડ પર પડેલી વસ્તુઓ જોઇને અદિતી ડઘાઇ ગઇ. અદિતીનુ પોતાના નામ લખેલુ બ્રેસલેટ, તેનો દુપટ્ટો જે તે સવારની શોધતી હતી, તેનુ પર્સ તેનુ આઇ.ડી. કાર્ડ બધુ ત્યાં બેડ પર અને નીચે વિખરાયેલુ હતુ. અદિતી તો અહીં આવી જ ન હતી અને તેને કયારેય સમીર પંડયાનુ ઘર જોયુ પણ નહોતુ તો તેની વસ્તુઓ અહી કેવી રીતે આવી?

અંજલિએ મેહુલને કહ્યુ, “સર મારી દીકરી ને કોઇ ફસાવવા માંગે છે. એ વાત સાચી છે કે આ બધી વસ્તુઓ અદિતીની જ છે પણ તે અહી આવી નથી તેની મને ખાતરી છે. તેની આ વસ્તુઓ સવારની ખોવાઇ ગઇ હતી અને તે આ બધી વસ્તુઓ ઘરમાં શોધી રહી હતી. પ્લીઝ સર કોઇ યોગ્ય તપાસ કરો.”

“મેમ હું તમારી હાલત સમજી શકુ છુ, પણ ઘટનાસ્થળ પર અદિતીની વસ્તુઓ મળી આવેલ છે તેથી અત્યારે તો તેના પર જ શક થાય તે જાહેર છે. આ પાંચમુ ખુન છે અને છેલ્લા છ મહિનાથી હુ કેસની તપાસ કરી રહ્યો છુ. આ ખુન ગઇ રાત્રે જ કરવામાં આવ્યુ છે. સમીર પંડયાની પત્ની બે દિવસથી પિયર લગ્નમાં ગયેલા હતા અને હમણાં થોડીવાર પહેલા આવ્યા ત્યારે આ ખોફનાક દ્રશ્ય જોઇ અમને ફોન કર્યો હતો અને અદિતીની વસ્તુઓ અહીં મળતા અમારે અદિતીની ધરપકડ કરવી પડશે.” “પરંતુ મારી દીકરી આવી ક્રુરતાપુર્વક ખુન કેવી રીતે કરી શકે? તેને ફસાવવા કોઇએ સાજિસ રચેલ છે. તમે કોઇ તપાસ કરો તે નિર્દોષ છે.” અજય દેસાઇએ કહ્યુ. “મિ.દેસાઇ અમે સમજીએ છીએ કે અઢાર વર્ષની સંસ્કારી ઘરની છોકરી આવુ ક્રુરતાપુર્વકનુ કૃત્ય ના કરી શકે. પરંતુ કાનુન સબુતનુ ગુલામ છે. ઘટનાસ્થળે અદિતીની વસ્તુઓ મળતા અમારે અદિતીની ધરપકડ તો કરવી જ પડશે. પ્લીઝ તમારી એજ્યુકેશનલ ફેમિલી પાસે હુ સહકારની અપેક્ષા રાખુ છુ” ઇન્સ્પેકટર જાનીએ કહ્યુ. “ઓ.કે સર તમે તમારી ફરજ પુરી કરો પરંતુ અમે બધા તમારી સાથે પોલીસ સ્ટેશને સાથે આવીશુ” અજય દેસાઇએ કહ્યુ. “ઓ.કે. થેન્કસ ફોર યોર સપોર્ટ. ઓફિસર પ્લીઝ અદિતીને સાથે લઇ લો” લેડી ઓફિસર ગીતા નાયકને ઇન્સપેકટર જાનીએ કહ્યુ.

“મોમ ડેડ મે કોઇનુ ખુન કર્યુ નથી, પ્લીઝ મને બચાવી લો. મારે આ લોકો સાથે પોલીસ સ્ટેશન જવુ નથી. પ્લીઝ મને બહુ ડર લાગે છે. મમ્મી પપ્પા તમે કાંઇક તો કરો આ લોકો મને લઇ જશે.” અદિતી કરગરવા લાગી અને ધૃસકે ધૃસકે રડી પડી.

“લેડી કોન્સ્ટેબલ ગીતાએ અદિતીની હથકડી લગાવી દીધી અને તેને પોલીસ જીપમાં બેસવા કહ્યુ. અદિતી માનતી ન હતી તેથી ગીતાએ પરાણે તેને જીપ તરફ ઘસેડવી પડી. “અજય પ્લીઝ કાંઇક કર, મારી દીકરી આ રીતે ક્રુર હત્યા ન જ કરી શકે. જો તો ખરી કેવી ફફડી રહી છે બીચારી. પ્લીઝ જલ્દી કાંઇક કર” અંજલિ પણ અદિતીની જેમ પોતાના હોંશ ગુમાવી બેઠી. અદિતીને લઇ પોલીસ જીપ નીકળી ગઇ. અપુર્વાએ અંજલિને સંભાળી અને અજય અને પુરો પરિવાર પોલીસ સ્ટેશને જીપની પાછળ ગયા.

બધા ઘટનાસ્થળેથી પોલીસ સ્ટેશને ગયા. રસ્તામાં આદિત્યનો ફોન આવ્યો એટલે અજયે તેને સીધા પોલીસ સ્ટેશને આવવા જણાવ્યુ. આર્યા અને કાજલ ઘરે રહ્યા અને આદિત્ય બાઇક લઇને પોલીસ સ્ટેશને ગયો. ઇન્સપેકટર જાનીએ અને મેહુલે ઘણીવાર સુધી દેસાઇ પરિવારની પુછતાછ કરી પરંતુ તેઓ એમ જ કહેતા રહ્યા કે અદિતીએ સમીર પંડયાનુ ઘર જોયુ જ નથી અને તેણી તે ગઇ નથી આ અદિતીને ફસાવવાની કોઇ ચાલ જ છે. કોઇ જાતની ગડ બેસતી ન હતી. રાત્રે એક વાગ્યા સુધી પુછપરછ ચાલુ રહી પરંતુ કોઇ નિષ્કર્ષ ન નીકળ્યો એટલે પરાણે કાનુની નિયમ મુજબ ગીતા નાયકે દેસાઇ પરિવારને ઘરે મોકલી દીધો અને અદિતીને લોક અપમાં પુરી દીધી. અંજલિ, આદિત્ય બધા કરગરતા રહ્યા પરંતુ તેઓને ત્યાં રોકાવા ન દીધા. ઘરે આવીને આખા પરિવારની આઁખમાં ઉંઘ ન હતી. તેઓ બધા હોલમાં બેસીને અદિતીને કંઇ રીતે છોડાવવી તેની ચર્ચા કરવા લાગ્યા. અંજલિના હોંશ કોશ ઉડી ગયા હતા. તેને અદિતીની ચિંતા ખાઇ જઇ રહી હતી.

“મને એ સમજાતુ નથી કે અદિતી આ લોકોના ખુન કરી શકે??? જે લોકોની હત્યા થઇ છે તે બધા દિગ્ગજ લોકો હતા, કાંઇ મામુલી વ્યકિત ન હતા. અને આ બધા લોકો સાથે અદિતી જેવી કોલેજીયન ગર્લને શું દુશ્મની હોઇ શકે???” ઇન્સ્પેક્ટર જાનીએ મેહુલને કહ્યુ. “મિસ્ટર જાની, હું પણ ખુબ દ્વિધામાં છું કે અદિતી આ બધા ખુનની પાછળ સામેલ છે એ જાણીને. આ ખુન કરવા પાછળનુ મક્સદ તો હવે અદિતી કાંઇ બોલે તો જ ખબર પડી શકે.” મેહુલે કહ્યુ. “હમ્મમ્મ્મ યુ આર રાઇટ મિસ્ટર મેહુલ. ચલો હવે એક નિરાંત તો થઇ કે અદિતી લોકઅપમાં છે તો હવે આ ખુન થતા અટકી જશે. બાકી રહી વાત પુછતાછની તો જ્યારે ગુનેગાર પર થર્ડ ડીગ્રી અપનાવવમાં આવે છે ત્યારે તે બધુ બોલી જાય છે તો અદિતી પણ બધુ સત્ય કબુલી જ લેશે.” “આઇ હોપ સો. ચલો હવે હું નીકળુ છું. રાત્રીના બે વાગી ચુક્યા છે. કાલે સવારે આવું છું. રાત્રે કાંઇ ઇમર્જન્સી આવે તો મને કોલ કરજો, હું પહોંચી જઇશ.” મેહુલે કહ્યુ. “ઓ.કે. મિસ્ટર મેહુલ. ગુડ નાઇટ.”

મેહુલ ત્યાંથી હોટેલ જવા નીકળી ગયો. આખા રસ્તે તેને પણ અદિતી બેકસુર છે તેવા જ વિચારો મનમાં આવી રહ્યા હતા. એક બાજુ મન એમ કહેતુ હતુ કે અદિતી ખુન ન કરી શકે અને બીજી તરફ સમીરના ઘરેથી મળેલા પ્રુફ જોઇ સાબિત થતુ હતુ કે આ બધા ખુન અદિતીએ જ કર્યા છે. આ મન અને મગજની સંતાકુકડી વચ્ચે મેહુલ હોટેલ પહોચ્યો. તેની આંખમાં ઊંઘ ન હતી. તે તેના રૂમના રવેશમાં ચેર નાખી પગ લાંબા કરી સિગારેટના કસ ખેંચતો વિચારે ચડી ગયો.

રાત્રીના ત્રણેક વાગવા આવ્યા હતા. નાઇટ ડ્યુટી પર હાજર રહેલ કોન્સ્ટેબલ પોતાની ડ્યુટીમાં હતા. પોલીસ સ્ટેશનમાં નિરવ શાંતી છવાઇ ચુકી હતી. અચાનક અદિતીને જે લોકઅપમાં રાખવામાં આવી હતી ત્યાંથી ધડામ અવાજ આવ્યો. ડ્યુટી પર હાજર ગીતા નાયક અને બીજા હવાલદારો દોડીને લોકઅપ તરફ દોડ્યા અને ત્યાંનુ દ્રશ્ય જોઇ બધા સમસમી ઉઠ્યા...

વધુ આવતા અંકે..........................

અજયના ખાસ દોસ્ત સમીરનું ખુન શું અદિતીએ કર્યુ હશે કે કોઇ જાણભેદુ જ અદિતીને ફસાવી રહ્યુ છે??? શું અદિતી બેગુનાહ સાબિત થશે કે પછી આ બધા ખુનનો આરોપ તેના શિરે આવી જશે??? લોક અપમાં રાત્રે શું બન્યુ કે બધા ગભરાઇ ગયા? શું અદિતીએ કોઇ ખોટુ પગલુ ભરી લીધુ??? આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે વાંચતા રહો સન્નાટાનુ રહસ્ય.................