નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર
email –
સન્નાટાનુ રહસ્ય - એક ભયાનક વાર્તા
વિષય : સસ્પેન્સ – થ્રીલર
પ્રકરણ : 9
મેહુલે ફોન ઉપાડયો તો સામા છેડાથી એક સુંદર મીઠો અવાજ આવ્યો,“હેલ્લો મેહુલ, આઇ એમ મીસીંગ યુ સો મચ. પ્લીઝ મીટ મી ઓન ડુમસ બીચ.” “ઓ.કે. બેબી. આઇ એમ કમીંગ.”
“વાઉ આ તો એક જ દિવસમાં પટી ગઇ. લાગે છે આજની મારી રાત રંગીન બનવાની છે. મેહુલ નિહારીકાનો આમંત્રણ સાંભળી એકદમ હરખાઇ ગયો. તે દોડતો પોતાની કારમાં બેસીને ડુમસ બીચ પર પહોંચી ગયો અને ચારે બાજુ નિહારીકાને શોધવા લાગ્યો પણ નિહારીકા ક્યાંય દેખાઇ નહી. જીવનમાં કયારેક લાલચ એવી મગજ પર સવાર થઇ જાય છે કે મનુષ્ય તે પુરી ન થતા હતાશ બની જાય છે. પરંતુ ધારેલુ ન મળે તો નિરાશ ન થવુ જોઇએ કયારેક તેનાથી પણ વધારે કાંઇક આપણ ને મળવાનુ હોય જેની આપણને ખબર પણ હોતી નથી. મેહુલને નિહારીકા ન મળતા તે નિરાશ થતો પાછો કાર તરફ નિકળ્યો કે પાછળથી ખમણ ઢોકળા અને ચટણીની ખુશ્બુથી તેનુ નાક ભરાઇ ગયુ. નાસ્તો તો મેહુલને ખુબ જ વહાલો હતો. ટેસ્ટી નાસ્તાની સુંગધ તો તેને દુરથી જ આવી જતી હતી. નિહારીકા ન મળતા તેને નાસ્તાની તલપ લાગી આથી તે સુંગધ તરફ પાછળ ફર્યો. પાછળ ફરીને જોયુ તો તેનો મિત્ર પક્કો નાસ્તો લઇને આવ્યો હતો.
“અરે યાર પક્કા તુ અહી? આવી ગયો ગોવા મસ્તી કરીને” મેહુલ બોલતા તેને વળગી પડ્યો. પ્રકાશ મેહુલનો ખાસ આસિસ્ટન્ટ હતો અને તે ગોવા થોડી રજા માણવા અને ફ્રેશ થવા ગયો હતો. મેહુલ તેને પ્રેમથી પક્કો કહેતો. પક્કો મજાનો અને રમુજી માણસ હતો અને તેની બુધ્ધી બહુ ક્રુશાગ હતી. જમીનને સુંઘીને પાણીનો અંદાજ બાંધી લેતો અને માણસની બોલી માપી લે તેવો પાવરફુલ પર્સન એટલે મેહુલનો આસ્ટિટંટ પ્રકાશ પાણી. હા તેની સરનેમ પણ પાણી જ હતી અને તે પોતે જ એફિડેવિટ કરી પાડી હતી. ધર્મનિરપેક્ષતા માટે.
“યા બેબી, આઇ એમ હીઅર એન્ડ આઇ એમ મીસીંગ યુ સો મચ.” “યુ બ્લ્ડી!!! તો એ ફોન કરવાવાળો તું હતો કે?” “યા માય ડિઅર. કેમ મજા પડી ગઇને? તને શું થયુ પેલી ફટાકડી કે જેની સાથે છેલ્લી એક કલાકથી ટાઇમ પાસ કરતો હતો એ હશે? હું બધુ સાંભળી રહ્યો હતો તમારા સંવાદોને.” કહેતો પક્કો હસી પડ્યો. “અરે ના યાર, તને ખબર જ છે કે આવા અઘટીત કેસ સોલ્વ કરતા થાકી જાઉ ત્યારે માત્ર બે વસ્તુ જ મારો થાક ઉતારી શકે છે, એક તો સિગારેટ અને બીજી આ મસ્ત મસ્ત હરિયાળી. સમજી ગયો ને?” “હા યાર બધુ સમજી ગયો. લે ચલ પહેલા નાસ્તો કરી લે. પછી આપણે બીજી મહત્વની વાતો કરીએ અને હવે થોડી વાર માટે પ્લીઝ નિહારીકા અને તેની બીજી બહેનોના વિચાર મગજમાંથી કાઢી નાખજે.” ‘અરે વાહ દોસ્ત નાસ્તો પણ લઇ આવ્યો” “હા મને તારી ખબર હોય જ ને?” “અરે વાહ શુ લાવ્યો ન્યુઝ ગોવાથી”
“ગોવામાં તુ શુ સુંદરતા છે! વાહ, મજા પડી ગઇ તુ મુફલીસ ન આવ્યો. તારા માટે એક ફટાકડી છે બોલ મળવું છે?”
“ચુપ બે. બોલને હવે શુ ન્યુઝ લાવ્યો છે નહિ તો દઇશ કાનની નીચે બે” “ઓહ હુ તો ભુલી જ ગયો સાહેબ જરા સિરિયસ છે.” “પક્કુડા બકને હવે શુ ન્યુઝ લાવ્યો છો હુ અહી ટેન્શનમાં છુ અને તને મઝાક સુઝે છે. ફાટ હવે જલ્દી ફાટ” “તારુ ટેન્શન દુર કરવાના જ ન્યુઝ લાવ્યો છુ. પણ પહેલા આ લે” એમ કહેતા મેહુલના મોઢામાં ચટણીમાં બોળીને તીખુ ઢોકળાનુ બટકુ મુકી દીધુ જે ખાતા જ તેના મોઢામાં સણકા ઉપડી ગયા. આમ પણ મેહુલ બહુ ઓછુ તીખુ ખાતો અને લારીવાળાની તીખી ચટણીમાં બોળી ખવડાવતા તે રાડ પાડી ઉઠ્યો” “સાલા......................” તેની પાછળ દોડયો. દોડતા દોડતા બન્ને તેની જગ્યાએ આવી ગયા. પછી ઠંડા પાણીની બોટલ આપીને પ્રકાશે કહ્યુ, “હવે ઠંડો પડ અને સાંભળ મારી વાત. મંદાકિની દેવી મુબંઇ મશહુર બિઝનેશમેન રાકેશ પાટિલની એકની એક દીકરી છે અને અઢળક પૈસાની લાલચે જ થોડા આટા ઢીલાવાળી મંદાકિની સાથે અશ્વિન પુરોહિતે લગ્ન કર્યા હતા અને પૈસા માટે તે તેને બરદાસ્ત કરતો હતો અને કાંતિલાલે પણ પૈસા માટે જ મંદાકિની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તેને ખુન કર્યુ નથી કાંતિલાલ ખુબ પોચા હ્રદયનો માણસ છે તે આવુ કૃત્ય ના કરી શકે તેને બાબુ બાટલીને સુપારી જરૂર આપી હતી પરંતુ તેના પહેલા જ ખુન થઇ ગયુ હતુ.” પ્રકાશે હાંફતા હાંફતા જ કહ્યુ. “અરે વાહ તુ ઘણુ જાણી આવ્યો શાબાશ” “ઉભો રહે ઉભો રહે હજુ બાકી છે ઘણુ. સાંભળ હુ અમદાવાદ પણ જઇ આવ્યો અને ત્યાં પોલીસ ચોકીએથી કરણ જાનીના કેસની વિગત પણ લઇ આવ્યો છુ. કરણ જાની સુરતના વિખ્યાત બિલ્ડર છે તે અમદાવાદ થોડા કામ માટે તેના મિત્ર સુભાષ ત્રિવેદી સાથે ગયા હતા અને ત્યાંથી સુભાષ ત્રિવેદીને થોડુ કામ હોવાથી તે રાત્રે રોકાઇ ગયો અને કરણ જાની પોતાની કારમાં રાત્રે દસ વાગ્યે નીકળી ગયો ત્યાંથી રસ્તામાં કોઇ સ્ત્રીએ કરણ જાનીની ગાડીમાં લિફટ લીધી હતી તેવુ એક રાહગીરે જોયુ હતુ. અને તે કયાં ઉતરી તે કોઇએ જોયુ નથી. અંધારામાં સ્ત્રી સ્પષ્ટ દેખાઇ નહી પરંતુ તે વીસેક વર્ષની લાગતી હતી. રસ્તા પર સ્ટોપ પર ઉભેલા એક રાહગીરે દુરથી જોયુ હતુ.” “ટુ ગુડ યાર તુ અમદાવાદ ક્યારે જઇ આવ્યો?” “ગોવાથી હુ અમદાવાદ રોકાયો હતો અને ત્યાંથી સવારે નીકળવાનો હતો ત્યાં મને કરણ જાનીના ખુન ના સમાચાર મળ્યા એટલે હુ બધી તપાસ કરી લાવ્યો” “હમમમ..... હવે આખી વાત મગજમાં બેસે છે. એક પછી એક ખુન થાય છે અને એ પણ એક જ સરખી રીતે, મતલબ આ સિરિયલ કિલિંગ છે. કોઇ છે જે આ રીતે સિરિયલ કિલિંગમાં ઇનવોલ્વ છે. પણ એ કોણ હોઇ શકે? વાપીમાં રવી યાદવનું ખુન થયુ ત્યારે તે એક છોકરી સાથે ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો અને અમદાવાદમાં કરણ જાની પાસે કોઇ એક છોકરીએ લિફ્ટ માંગી હતી. બહુ વિચિત્ર લાગે છે આ બધુ. કોઇ છોકરી આ રીતે હેવાનિયતથી ખુન કરી શકે એ મને મગજમાં બેસતું નથી.”
“પક્કા હું મંદાકીની દેવીને મળવા જાઉ છું . આપણે પછી વાત કરીએ આરામથી.”
“ઓ.કે. તું નીકળ. કાંઇ ન્યુઝ હશે તો હું કોલ કરુ છું તને.”
મેહુલ ડાઇરેક્ટ મંદાકીની દેવીના બંગલે પહોંચ્યો ત્યારે રાત્રિના આઠેક વાગી ગયા હતા આથી કોર્ટ તો બંધ થઇ ગઇ હોઇ છતાંય તેને તેમને સાથે લઇ સૌ પ્રથમ તેમના ફેમિલી વકીલ પાસે રાત્રે જ લીગલી પેપર્સ તૈયાર કરાવ્યા કે જયાં સુધી પુરી તપાસ ના થાય ત્યાં સુધી કાંતિલાલ ને કોઇ સજા ન આપવામાં આવે અને બીજા દિવસે સવારે જ કોર્ટ ખુલતા તેમાં સહી લઇને તેના આધાર પર કાંતિલાલને જમાનત પર છોડાવી લીધા. પછી તે કરણ જાનીના કેસની તપાસ માટે સુરત રોકાયો અને પ્રકાશને વાપી રવિ યાદવના કેસની તપાસ માટે મોકલી દીધો. મેહુલે ગમે તેમ કરીને આગળની ઘટનાઓ રોકવી હતી અને ઝડપથી કામ કરવાનુ હતુ. કયારેક ગુનેગારની માનસિકતા સમજવા માટે ગુનેગારની પધ્ધતિઓ તપાસવી જોઇએ. આ માટે અને કેસની ઉંડાઇ સમજવા માટે મેહુલ સિરિયલ કિલિંગને લગતી મુવીઓ, સિરિયલ કિલિંગની બુક્સ લઇ આવ્યો અને નેટ પર દુનિયાભરમાં થયેલા સિરિયલ કિલિંગના કેસો તપાસવા લાગ્યો.
આ બધી તપાસને અંતે તેને એવુ તારણ મળ્યુ કે સિરિયલ કિલર યા તો કોઇ મનોરોગી હોવો જોઇએ અથવા તે અંગત વેર માટે લોકોને ટારગેટ બનાવે છે. હવે અંગત વેર આ બધાને એક જ વ્યક્તિ સાથે હોય તેવુ કોઇ છે તે પાસુ વિચારવાનું રહ્યુ. અને જો તે મનોરોગી હોય તો પણ તે અમુક પેર્ટનથી જ લોકોને નિશાન બનાવશે તો તેની પેર્ટન સમજવી ખુબ જ જરૂરી હતી કે તે કેવી રીતે લોકોને પસંદ કરે છે? મેહુલે આ બધુ જલ્દીથી સમજવાનુ હતુ કે ત્રીજુ ખુન થશે કે આ બે વ્યક્તિઓ જ ટારગેટમાં હતા અને કોના ટારગેટમાં?
*******************
બીજે દિવસે: બીજે દિવસે બપોરે આદિત્ય કાજલને લઇને ઘરે આવ્યો. પીંક પંજાબી પતિયાલા ડ્રેસમાં કાજલ ખુબ જ સુંદર અને આકર્ષક પરી જેવી જ લાગતી હતી. ત્રણેય બહેનો તેને જોઇને જ ખુબ જ ખુશ થઇ ગઇ. તેઓએ કાજલનુ સ્વાગત ફુલોથી કર્યું. કાજલને પણ તે ખુબ જ ગમ્યુ.
“હાય કાજલ , આઇ એમ અદિતી, નાઇસ ટુ મીટ યુ.”
“હેલ્લો એવરીવન. આઇ ઓલ્સો ફીલ હેપ્પી ટુ મીટ ઓલ ઓફ યુ. એ.ડી. તમારી બહુ વાતો કરતો હોય છે મારા જોડે. મને પણ તમને મળવાની ખુબ ઇચ્છા હતી.” “પણ ભાઇ તમને કોઇ દિવસ અહી લાવતા જ ન હતા, રાઇટ?” અપુર્વાએ મજાકથી પુછી લીધુ. “નો નો, એવું તે ન હતુ પણ આઇ એમ અલ્સો બીઝી ઇન માય ટાઇટ સ્કેડ્યુઅલ.”
બધા હોલમાં બેઠા બેઠા વાતો કરતા હતા. અજય અને અંજલી ઓફિસે હતા. પાછળથી અદિતી અને આર્યા કાજલ માટે કાચી કેરીનુ શરબત, મિક્સ ફરાળી ચેવડો બનાવ્યો અને પેંડા મંગાવ્યા હતા. કાજલ ખુબ જ ફ્રેન્ડલી અને સમજુ હતી તે સરળતાથી ત્રણેય બહેનો સાથે હળી મળી ગઇ. અદિતી, આર્યા અને અપુર્વાને પણ કાજલની સરળતા સ્પર્શી ગઇ. થોડીવારમાં તેઓ એક ફેમિલીની જેમ હળી મળી ગયા. બધાને હળી મળી ગયેલા જોઇને કાજલને ખુબ જ ખુશી થઇ. ત્રણેય બહેનોને પણ ભાઇની ચોઇસ જોઇ ખુબ જ ગર્વ થયો. પાંચ વાગ્યે આદિત્ય કાજલને ઘરે મુકવા ગયો પાછળથી અદિતી આર્યા અને અપુર્વાએ બધુ વ્યવસ્થિત ગોઠવી લીધુ જેથી છ વાગ્યે મમ્મી પપ્પા આવે ત્યારે તેઓને શંકા ન જાય. સાંજે મમ્મી પપ્પા આવ્યા એટલે કાચી કેરીનુ થોડુક શરબત વધ્યુ તે આપ્યુ એટલે તેઓ પણ ખુશ થઇ ગયા.
રાત્રે આદિત્ય કાજલ સાથે ફોનમાં ચેટ કરતા કરતા સુવા ગયો ત્યારે રાત્રિના એક વાગી ગયો હતો વેકેશન હતુ એટલે નિરાંત હતી કે સવારે મોડુ ઉઠાય તો પ્રોબ્લેમ ન હતો. હજુ તેને ઉંઘ આવી પણ ન હતી ત્યાં તેને ખટ ખટ જેવો અવાજ આવવા લાગ્યો તે ઉભો થવા ગયો ત્યાં અવાજ બંધ થઇ ગયો અને રૂમમાં ઠંડીનુ ઓચિંતા ખુબ જ પ્રમાણ વધી ગયુ. મે મહિનાની ગરમીમાં રૂવાડાં ઉભા થવા લાગ્યા આદિત્ય ખુબ જ થાકી ગયો હતો એટલે તેને ઝાંઝુ કશુ વિચાર્યુ નહી અને ચાદર ઓઢીને સુઇ ગયો. હજુ તો ઉંઘ આવી જ હશે ત્યાં ..........
“પ્લીઝ મને જવા દો. મને છોડી દો પ્લીઝ મારા પપ્પા. મારા પપ્પાને બચાવી લો પ્લીઝ.” કોઇ બુમો પાડ્તુ હોય તેવુ લાગ્યુ. આદિત્યને સપનુ આવતુ હોય તેવુ લાગ્યુ આથી તે પડખુ ફરીને સુઇ ગયો વળી ચીસો મોટે મોટેથી સંભળાવા લાગી, “મને જવા દો પ્લીઝ મને જવા દો. મારા પાપા મારી રાહ જોઇ રહ્યા છે.તેઓ ત્યાં એકલા છે, તેમને મારી જરૂરત.....” આદિત્ય તરત જ ઉભો થઇ ગયો. તેને આટલી રાત્રે આવી રીતે કોણ બુમો પાડતુ હશે તેને થોડો ભય લાગ્યો તો પણ તે જોવા માટે રવેશમાં ગયો. આદિત્ય ઉભો થઇને રવેશમાં આવ્યો તેને અવાજ પાછળના બગીચામાંથી આવતો હોય તેવુ લાગ્યુ. તેને પાછળના બગીચામાં જોયુ તો કોઇ આછુ આછુ સફેદ રંગનુ પેલા પથ્થર પાસે જઇ અદ્રશ્ય થઇ ગયુ. આદિત્યએ ઘણીવાર સુધી ત્યાં જોયુ પરંતુ ત્યાં કાંઇ પણ ન હતુ. તેના શરીરમાં કંપારી આવી ગઇ. કૃષ્ણ પક્ષની અંધારી રાત્રિ હતી અને તેમાં આવા ભયાનક અવાજ સંભળાયો અને કાંઇક વિચિત્ર વસ્તુ દેખાયી. હવે અવાજ સાવ બંધ થઇ ગયો અને નીરવ શાંતિ છવાઇ ગઇ. બસ ખાલી તમરાનો અવાજ સંભળાતો હતો. તેને રવેશમાં ખુબ જ બીક લાગવા લાગી આથી તેણે રવેશનો દરવાજો બંધ કરીને તે ફટાફટ રૂમમાં જતો રહ્યો. રૂમમાં થોડીવાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા ત્યારબાદ તેને એવુ લાગ્યુ કે ઉંઘમાં તેને દ્રષ્ટિભ્રમ થયો હશે તેમ માની તે સુઇ ગયો થોડીવારમાં ખુબ જ ગરમી થવા લાગી એટલે તે ચાદર કાઢીને સુઇ ગયો. થોડીવાર બાદ થાકને હિસાબે તેને ઉંઘ આવી ગઇ.
************************** મેહુલે ચા સાથે સવારમાં છાપુ લીધુ અને મુખ્ય સમાચાર પર નજર પડતા જ તે સ્તબ્ધ બની ગયો. સમાચાર કાંઇક આ મુજબ હતા. સુરતની એક વિખ્યાત હોટેલ “હોટેલ સરાયના” માંથી એક મોટુ હ્યુમન ટ્રાફીકીંગ રેકેટ પોલીસ દ્વારા પક્ડવામાં આવ્યુ છે. જેમા ઘટના સ્થળ પરથી બે ત્રણ દલાલો તથા તેની સાથેની છોકરીઓને પોલીસે પકડી પાડ્યા છે. તેને આ બાબતે વધુ જાણવાની ઇચ્છા થતા તે ફટાફટ રેડી થઇ પોલીસ સ્ટેશન જવા નીકળી ગયો.
“હેલ્લો સર આઇ એમ મેહુલ પટેલ ફ્રોમ એમ.ડી.એમ. આઇ એમ પ્રાઇવેટ ડીટેક્ટીવ. હું આજે જે હોટેલ સરાયનામાં રેકેટ પકડાયુ તે બાબતે તમારી સાથે વાત કરવા ઇચ્છું છું.” “યસ બોલો શું જાણવા ઇચ્છો છો તમે?
“સર ફર્સ્ટ ટુ એન્ડ હું બધુ જાણવા ઇચ્છું છું. ઇફ યુ હેવ નો પ્રોબ્લેમ પ્લીઝ વીલ યુ ગીવ મી ઇન્ફોર્મેશન?”
“યા, ગઇ કાલે રાત્રે જ અમારા ગૃપ દ્વારા હોટેલ સરાયનામાં રેડ પાડવામાં આવી ત્યારે ત્યાંથી બે-ત્રણ દલાલો અને તેની સાથે રહેલી છોકરીઓને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા. છોકરીઓ આપણા ગુજરાતના જુદા જુદા શહેરોની છે, તેમને આ દલાલો મુંબઇ જઇ ફિલ્મમાં કામ અપાવવાનું બહાનુ કરી લાવ્યા હતા એ છોકરીઓ સાથેની પ્રાથમિક તપાસમાંથી બહાર આવ્યુ છે.
“સર આ દલાલો અહી જ કેમ રોકાતા? મતલબ ડાઇરેક્ટ છોકરીઓને લઇને મુંબઇ કેમ ન જતા એ કાંઇ સમજ ન પડી.” “આ દલાલો તો માત્ર નામના છે, બાકી આ રેકેટ પાછળ હજુ ઘણા ચહેરા છુપાયેલા છે, જેમા એક નામ બહુચર્ચિત છે પણ હવે તે વ્યકિત તો આ દુનિયામાં છે નહી. જો તે આજે અમારા કબ્જામાં હોત તો અમે ઘણું વધારે આ બાબતે જાણકારી મેળવી શકવા સમર્થ બન્યા હોત.” “એ કોણ સર? કોણ છે એ વ્યકિત?” “રવિ યાદવ, જેનું હમણા થોડા સમય પહેલા જ ખુન થઇ ગયુ.” રવી યાદવનું નામ સાંભળતા જ મેહુલની આંખો ચમકી ઉઠી.
વધુ આવતા અંકે..........
શું મેહુલ આ કેસ સોલ્વ કરી શકશે કે સિરિયલ કીલીંગની શ્રેણીમાં હજુ કોઇનું ખુન થશે? જાણવા માટે મળશું આવતા શનિવારે એક નવા ભાગ અને નવા રહસ્ય સાથે ત્યાં સુધી વાંચતા રહો અને વંચાવતા રહો મારી સ્ટોરી સન્નાટાનું રહસ્ય........ આપના સુચનો મને મારા ઇ-મેઇલ આઇ ડી પર આવકાર્ય રહેશે.