સન્નાટાનું રહસ્ય ભાગ-૫ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સન્નાટાનું રહસ્ય ભાગ-૫

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : નવલકથા

પ્રકરણ : 5

વાપીમાં રહેતો રવી યાદવ જમીન મકાનની દલાલીનો વ્યવસાય કરતો હતો પરંતુ જમીન મકાનની દલાલીની આડમા મેઇન તો તે બે નંબરી ધંધો કરતો હતો. મુંબઇના રેડ લાઇટ એરિયામા ગુજરાતમાંથી છોકરીઓને મોકલવાનુ હ્યુમન ટ્રાફિંકિગ તેનુ મેઇન કામ હતુ. તેના દલાલો ગુજરાતના ખુણે ખુણામા વ્યાપેલા હતા. ભોળી છોકરીઓને ફસાવીને ફિલ્મમાં કામ આપવાની લાલચ આપીને અથવા કયારેક બળજબરીથી ઉઠાંતરી કરીને છોકરીઓને સુરતની ખાસ હોટેલોમાં લઇ આવતા અને ત્યાંથી રવી યાદવ તેમને મુંબઇ મોકલતો. આ વ્યવસાયમાં તે અઢળક પૈસો કમાતો. ફક્ત પરિવાર અને સમાજને દેખાડવા ખાતર મકાન, પ્લોટની દલાલીનું તે કામ કરતો. બાકી તેના પરિવારને તેણે ક્યારેય આવા ધંધાની જાણ સુધ્ધા થવા દીધી ન હતી.

એક દિવસ તે આવી જ રીતે સુરત એક છોકરીને લેવા ગયો. તે હંમેશા છોકરીઓને બેહોંશ કરી ટ્રેનમાં સુરતથી મુંબઇ લઇ જતો જેથી રસ્તામાં કોઇ પ્રોબ્લેમ ન થાય. આજે પણ તે એક છોકરીને લઇને મુંબઇની ટ્રેનમાં ચડવા જતો જ હતો ત્યાં તેનો ફોન રણકી ઉઠ્યો. તેને થોડો ગુસ્સો તો આવ્યો પણ જોયુ તો ઘરેથી તેની પત્નીનો કોલ હતો આથી તેણે રીસીવ કર્યો અને તેની પત્નીએ સમાચાર આપ્યા કે તેના નાના પુત્ર આર્યનની તબિયત ખુબ જ ખરાબ છે એટલે તે તાત્કાલિક ઘરે આવી જાય. રવીને થોડો ગુસ્સો તો આવ્યો પણ પિતૃહ્રદય બહુ વાર સુધી ગુસ્સે ન રહી શક્યુ અને તે મુંબઇ જવાને બદલે તે છોકરીને લઇને વાપી ઉતરી ગયો અને તે છોકરીને તેણે રેલ્વે સ્ટેશન પાસેના જ એક લોકલ ગેસ્ટ હાઉસમાં રૂમ ભાડે કરી ત્યાં રાખી દીધી. તેણે છોકરીને વધુ ડોઝનુ બેહોશીનુ ઇન્જેક્શન આપી તે રૂમ લોક કરી પોતાના ઘરે જતો રહ્યો. વાપી ઘરે પહોંચી તેના પુત્રને દવાખાને લઇ ગયો અને જરૂરી ટ્રીટમેન્ટ કરાવી પરત ઘરે મુકી તે અગત્યના કામનું બહાનુ કરી ફરી નીકળી ગયો. વાપી ગેસ્ટ હાઉસ પહોંચી તેણે હવે વહેલી સવારે ટ્રેનમાં મુંબઇ જવાનુ નક્કી કર્યુ. મોટેભાગે તે રાત્રીના અંધકારમાં જ ટ્રેનમાં છોકરીઓને મુંબઇ લઇ જતો પણ આ વખતે તેણે વહેલી પરોઢે જવાનુ નક્કી કરી લીધુ. આમ તો તે ડાઇરેક્ટ છોકરીઓને મુંબઇ લઇ જતો અને ત્યાં સોદો કરી પૈસા લઇ લેતો પણ કોઇક વાર જો કોઇ છોકરી તેને વધુ ગમી જાય તો તેની સાથે નાઇટ સ્પેન્ડ કરતો મતલબ તે મજબુર લાચાર છોકરીઓ સાથે રેપ જ કરતો. તેના દલાલ મોટેભાગે બહુ ગરીબ ઘરની છોકરીઓને પૈસાની લાલચ આપીને અથવા ધાક ધમકીથી કે ક્યારેક બળજબરીથી ઉઠાવીને જ લઇ આવતા. કોઇ છોકરીઓને ખબર પણ ન પડતી કે તે કેવા નર્કમાં ધકેલાઇ રહી છે. આજે પણ સુરતમાંથી એક પકડાયેલી આ કાચી કુંવારી ૧૮ વર્ષની છોકરી રવીને ખુબ ગમી ગઇ હતી.રસ્તા પરથી કિડનેપ કરીને સોહનલાલ નામનો દલાલ આ છોકરીને લઇને આવ્યો હતો. મુબંઇ રેડ લાઇટ એરિયામાંથી નવી નવી છોકરી લાવવા માટે એટલે બપોરે જ સોહનલાલનો ફોન આવતા તે દોડતો જ સુરત પહોચી ગયો.સોહનલાલે છોકરીને હળવી બેહોશીની દવા આપીને હોટેલના રૂમમાં રાખી હતી. રવિને છોકરી જોતા જ ખુબ જ ગમી ગઇ હતી. અપ્સરા જેવી નાજુક, નમણી સુંદર છોકરી હતી. તેનો પહેરવેશ આધુનિક હતો છતાંય તે નમણી અને સાદી લાગતી હતી. હજુ દેખાવે સાવ નાની વય લાગતી. તેના અંગ ઉપાગો હજુ વિકસિત જ થયા હતા. તેની મૃખાક્રુતિ એકદમ મોહક લાગતી હતી. તેને જોતા જ રવિ ખુશ થઇ ગયો. ખુબ જ સુંદર કબુતર હાથ લાગી ગયુ હતુ. મુંબઇમાં તેના મોં માંગ્યા દામ ઉપજી શકે તેમ હતા. આથી સોહનલાલને તેણે બમણા પૈસા ચુકવ્યા હતા. સોહનલાલ પણ રાજી રાજી થઇ ગયો. રવિ તે છોકરી પર મોહી ગયો હતો. આથી તેણે પોતાની આજની રાત તે છોકરી સાથે રંગીન બનાવવાનુ નકકી કરી લીધુ હતુ. તેથી તેણે રસ્તામાંથી જ દારૂની બોટલ,થોડા સ્નેક્સ, વિયાગ્રાની ટેબ્લેટ્સ અને કોન્ડોમ બધુ લઇને રૂમ પર પહોંચ્યો.

રસ્તામાં તે હોંડા પર બેસીને ગેસ્ટ હાઉસ પર આવતા ખુબ જ ખુશ હતો. તે ગીત ગુનગુનાવતો આવી રહ્યો હતો. ઘરથી થોડે જ દુર ગેસ્ટ હાઉસ હતુ. ઘરનાને ખબર ના પડે માટે ફરીને તે જઇ રહ્યો હતો. મનમાં તેને લડ્ડુ ફુટી રહ્યા હતા પણ તેને ક્યાં ખબર હતી કે તે મૃત્યુના દ્વારે જઇ રહ્યો હતો!!! *****************************

“હેલ્લો સર હું નીતા યાદવ છું. મારા પતિ રવી યાદવ બે દિવસથી ગાયબ છે. બે દિવસ પહેલા તે ઘરેથી ગયા પછી પરત આવ્યા જ નથી અને તેના ફોન પર કોલ કરવાની ટ્રાય કરું છું પણ ફોન લાગતો જ નથી.” રવીની પત્નીએ વાપી પોલીસ સ્ટેશનમાં આવી ફરિયાદ કરતા કહ્યુ.

“મેડમ ડોન્ટ વરી. અમે તમારા હસબન્ડને શોધવાની પુરતી કોશીષ કરીશું. સામે બેઠેલા ઇન્સ્પેક્ટર મોહનને તમે તમારા હસબન્ડની ડીટેઇલ્સ લખાવી દો અને તેનો એક ફોટો પણ આપી દેજો. બાય ધ વે તમારા હસબન્ડ છેલ્લે તમને મળીને ગયા ત્યારે શું કહીને ગયા હતા? આઇ મીન કોઇ કામ માટે બહારગામ જવાના હતા કે પછી ગામમાં જ કોઇ કામનું કહીને ગયા હતા?” ફરજ પર રહેલા ઇન્સ્પેક્ટર રાધે વર્માએ પુછ્યુ. “સાહેબ તે અવારનવાર દલાલીના કામ માટે બહારગામ જાય છે પણ તે દિવસે મારા નાના પુત્રની તબિયત સારી ન હતી એટલે તેઓ જ્યારે બહાર જતા હતા ત્યારે મે તેને વહેલા આવી જવા કહ્યુ હતુ અને તેમણે પણ એમ જ કહ્યુ હતુ કે હું વાપીમા જ છું કાંઇ કામ પડે તો મને કોલ કરી દેજે હું આવી જઇશ. બાય ધ વે તેનો જમીન મકાનની દલાલીનો બીઝનેશ છે.” ઇન્સ્પેક્ટર મોહને રવીની ફોટો તથા તેના મોબાઇલ નંબર અને તમામ પ્રાથમિક બાબતો જાણી લીધી અને ફરિયાદ નોંધી લીધી. પોલીસ માટે આવી ફરિયાદો રોજનુ કામ હોય છે પરંતુ ઇન્સપેકટર રાધે વર્માને આવા કેસ ઉકેલવા ખુબ જ ગમતા આથી જ તેને પોલીસ ઓફિસરની નોકરી સ્વીકારી હતી.

**********************

અદિતી પોતાની શાળામાંથી સેલવાસ પિકનિક માટે ગઇ હતી. તેના બારમાં બોર્ડની એકઝામ પછી ખાસ શાળા તરફથી ટુરનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ચાર દિવસની પિકનિક ટ્રીપ હતી. પિકનિકમાં બીજે દિવસે શાળાનુ તોફાની ગૃપ અચ્યુતા, શરદ, મેધના, ધ્વનિલ બધા પોતાની રીતે ફરવા જવાની ટીચર પાસે પરમિશન લેવા જવાના હતા તેમાં અદિતી પણ ભળી ગઇ. આમ તો અદિતી તેમના ગૃપની સભ્ય ન હતી. આથી અચ્યુતાએ પુછ્યુ, “તારે કેમ અમારી સાથે ફરવા આવવુ છે?”

“મારે તમારી સાથે આવવુ નથી. મારે કોઇકને મળવા જવુ છે. મને એકલીને કયાંય જવાની ટીચર પરમિશન નહી આપે એટલે મને તમારી સાથે રાખો તો મને પણ પરમિશન મળી જાય. તું સમજી શકે છે અચ્યુતા કે મારે કોને મળવા જવુ હશે?” “ઓ.કે. પણ કોઇ લફડા કરવાના નહિ નહિતર પરિણામ સારું નહિ આવે.” શરદે કડકાઇથી કહ્યુ. “હા બાબા હુ મારા બોય ફ્રેન્ડને મળીને તમારી સાથે થઇ જઇશ ડોન્ટ વરી.” “અમને સાંજે સાત વાગ્યે કેમ્પસથી બે કિમી દુર બજારમાં મળજે” અચ્યુતાએ કહ્યુ. “ઓ.કે.” બધા સાથે અદિતીને પણ પરમિશન મળી ગઇ. અદિતી પરમિશન મળતા બધાથી છુટ્ટી પડી ગઇ. તે સીધી ટેકસી પકડીને સુરત જતી રહી. બધા ફરીને સાંજે સાત વાગ્યે આવ્યા પરંતુ અદિતી આવી નહિ. મેડમે સાંજ સુધીની પરમિશન આપી હતી અને તેઓના ગીતાજંલી મેમે સ્વભાવે ખુબ જ કડક હતા. સારા સારા વિદ્યાર્થીઓ તેનાથી ખુબ જ ડરતા હતા. આઠ વાગ્યા સુધી બધાએ અદિતીની વેઇટ કરી પરંતુ તે આવી નહિ એટલે શરદનો પિત્તો ગયો. “આ અદિતી પર ભરોસો કરવા જેવો જ નહોતો. ભાગી ગઇ લાગે છે.આપણે બધા ફસાઇ જઇશુ. મેડમને શુ જવાબ આપીશુ?” “હા યાર તેનો ભરોસો કરીને આપણે બધાને ઠપકો સાંભળવા મળશે” ધ્વનિલને પણ મેડમનુ નામ સાંભળી પરસેવો વળી ગયો.

“કાંઇ નહિ આપણે કહી દઇશુ તે અમારાથી છુટ્ટી પડી ગઇ અમને તેના વિશે કાંઇ જ ખબર નથી.” અચ્યુતાએ કહ્યુ “ચાલો હવે મેડમનો ગુસ્સો આસમાને ચડ્ડી ગયો હશે અંધારા પહેલા આવી જવાની શરતે આપણને જવા દીધા હતા. હવે અદિતીનું જે થાય તે પણ આપણે બધા તો નીકળીએ.” મેઘનાએ કહ્યુ. બધા કેમ્પસ તરફ જતા રહ્યા. જતા જતા દુર દુર સુધી નજર કરી જોઇ પરંતુ અદિતી કયાંય દેખાતી ન હતી. બધાના પગ ધ્રુજતા હતા પરંતુ જવુ જરૂરી પણ હતુ.

**********************

“સર હું આનંદ ગેસ્ટ હાઉસમાંથી બોલુ છું. અહી એક રૂમ બે દિવસથી બંધ છે. ગઇ કાલે રાતથી બહુ ખરાબ વાસ આવવાની શરૂ થઇ ગઇ છે અને અત્યારે તો ખુબ ભયાનક અને તિવ્ર વાસ આવી રહી છે. મને કાંઇક પ્રોબ્લેમ લાગે છે. પ્લીઝ તમે જલ્દી અહી આવો તો સારૂ સર.” “ઓ.કે. અમારી ટીમ ત્યાં પહોંચે જ છે. ડોન્ટ વરી.” ઇન્સ્પેક્ટર રાધે વર્માએ કહ્યુ અને તે અને બીજા બે-ત્રણ સાથીદારો સાથે તે આનંદ ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયા. ત્યાં જઇ રાધે વર્માએ મેહસુસ કર્યુ કે બહુ ખરાબ વાસ આવી રહી છે. તેને શક ગયો કે જરૂર અંદર લાશ છે. બે હવાલદારને તેણે દરવાજો તોડવા સુચના આપી. રૂમનો દરવાજો જેવો તૂટ્યો કે અંદરનુ દ્રશ્ય જોઇ પોલીસ સ્ટાફ અને ગેસ્ટ હાઉસના તમામ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. ઇન્સ્પેક્ટર રાધે વર્માએ જોયુ કે અંદર એક લાશ પંખા પર લટકેલી હતી અને શરીરમાંથી લોહી ટપકી ટપકીને નીચે ખાબોચિયુ ભરાઇ ગયુ હતુ. શરીરને પીંખી નાખ્યુ હતુ અને શરીરમાંથી હાડ માંસના લોચા દેખાઇ આવ્યા હતા. જાણે કોઇ હિંસક પશુએ કોઇ નિર્દોષ પ્રાણીને પીંખી નાખ્યુ હોય તેમ કોઇ હેવાને આ માણસને માર્યો હોય તેવુ અનુમાન થાતુ હતુ. ઇન્સ્પેક્ટર રાધે વર્માએ મોઢા પર માસ્ક પહેરી અંદર જઇ જોયુ તો રૂમમાં દારૂની બોટલ, કોન્ડોમ્સ અને બીજી ખાણીપીણીની વસ્તુઓ અસ્ત વ્યસ્ત પડેલી જોઇ. ઝીણવટપુર્વક તપાસ કરતા એક વોલેટ ખુણામા પડેલુ દેખાયુ અને અંદરથી મળેલા ડ્રાઇવીંગ લાઇસન્સ પરથી ખબર પડી કે આ તો એ જ રવી યાદવ છે જેના ગુમ થયાની ફરિયાદ આજે જ તેની પત્નીએ લખાવી છે. ઇન્સ્પેક્ટર રાધે વર્મા એકદમ આશ્ચર્યચકિત હતા. તેણે વાપી શહેરમા આવી ઘટના બનતી પ્રથમ વખત જોઇ હતી. તેને તો હજુ નવી નવી પોસ્ટીંગ હતી. પ્રોબેશન પીરીયડ પુરો કરી તેની પ્રથમ પોસ્ટીંગ વાપીમા થઇ હતી આથી આ રીતે ક્રુરતાપુર્વક થયેલી હત્યા અને લાશની હાલત જોઇ તે અંદરથી થોડો ગભરાઇ ગયો હતો. પણ મનમાં હિમ્મત રાખી તેણે અંદરથી આખા રૂમને ચેક કર્યો. એક નાનકડી બારી હતી પણ તેને તોડવામા આવી ન હતી. બાથરૂમમા પણ એક નાનકડી બારી હતી પણ તેનો કાચ પણ સહી સલામત હતો. રૂમ અંદરથી લોક હતો તો ખુની બહાર કઇ રીતે ગયો??

***********************

બધા ગભરાતા ગભરાતા પોતાના કેમ્પસ પર પહોંચી ગયા. તેમના મેડમ રસોયા સાથે ચર્ચા કરવામાં વ્યસ્ત હતા. તેમનુ ધ્યાન ન હતુ કે આ લોકો આવી ગયા છે. એટલે બધા છાનામુના પોતાના રૂમમાં જતા રહ્યા. રાત્રે 9:30 વાગ્યે ડિનર માટે બધા ગભરાયા કે ડિનર વખતે મેડમ જરૂર બધાને ગણશે. હવે શું કરવુ તે સમજાતુ ન હતુ? બધા ડરતા ડરતા ડિનર પર પહોચ્યા ત્યારે તેઓએ જોયુ કે અદિતી ત્યાં પહેલેથી હાજર જ હતી. અદિતીને જોઇને બધાને હાશકારો થયો. અચ્યુતાએ તેની પાસે જઇને પુછ્યુ,

“એલી ક્યાં ગઇ હતી તુ? કેટલુ ટેન્શન આવી ગયુ અમને લોકોને.તને સમયનું ભાન ભાન છે કે નહિ? એવુ તે શું કામ કરતા હતા તું અને તારો બોયફ્રેન્ડ કે બન્નેને સમય કેટલો થયો એ પણ ખબર ન રહી??” “સોરી યાર બોયફ્રેન્ડ સાથે ફરવામાં સમયનુ ભાન ભુલાઇ ગયુ. રીઅલી વેરી સોરી.” “શુ સોરી યાર અમે તો અહી મરી ગયા હતા કે મેડમ તને અમારી સાથે નહી જુવે તો આખો કેમ્પ માથે ઉપાડી લેશે.”

“ડૉન્ટ વરી,મેડમને એ ખબર નથી કે આપણે અલગ અલગ આવ્યા અને એ પણ લેઇટ આવ્યા છીએ. ચલ ડિનર માટે બોલાવે છે આપણે જઇએ.” અદિતીએ કહ્યુ અને બન્ને ડિનર કરવા પહોંચી ગઇ.

*****************

“આ રવી યાદવ અહી એકલો જ ઉતર્યો હતો કે તેની સાથે બીજુ કોઇ પણ હતુ?” ઇન્સ્પેક્ટર રવી યાદવે ગેસ્ટ હાઉસના માલીકને પુછ્યુ.

“સર તે બે દિવસ પહેલા રાત્રે રૂમ બુક કરાવ્યો હતો ત્યારે તેની સાથે એક છોકરી હતી પણ તેને આ બે દિવસમાં બહાર આવતી જોઇ નથી અમે કોઇએ.” “તેની સાથે એક છોકરી હતી તો તે ગઇ ક્યાં? તે છોકરી કોણ હતી? તેનું કાઇ નામ પુછ્યુ હતુ કે ???” ઇન્સ્પેક્ટર રાધેએ પુછ્યુ. “એ...તો....સર...પુછવાનુ રહી.....ગયુ હતુ. અમે તો રૂમ બુક કરાવે તેનું નામ પુછીએ છીએ બાકી તેની સાથે કોણ છે તેની બહુ પુછપરછ કરતા નથી.” ઇન્સ્પેક્ટરે તપાસતા જોયુ કે એન્ટ્રીમા રવી યાદવે પોતાનુ નામ જયેશ લખ્યુ હતુ. “આ વ્યકિતનું નામ રવિ યાદવ છે અને અહી રેકર્ડમાં તેણે પોતાનુ નામ જયેશ લખ્યુ છે અને એ પણ તેને અટક વિના. તમે કોઇ પણ જાતની ઓળખ વિના રૂમ આપી દો છો કે શું?” ઇન્સ્પેક્ટર રાધે વર્મા ગુસ્સાથી તાડુકી ઉઠ્યો અને સાથે રહેલા ઇન્સ્પેક્ટર મોહનને આ ગેસ્ટ હાઉસ પર કાર્યવાહી કરવા તાકીદે સુચના આપી.

ઇન્સ્પેક્ટર રાધે વર્માને કાંઇ સમજ ન પડતી હતી કે જો રવી સાથે કોઇ છોકરી હતી તો ગઇ ક્યાં? શું તે છોકરીએ રવીનુ ખુન કર્યુ હશે અને અહીંથી ભાગી ગઇ હશે? કોઇ રવીનુ ખુન કરીને છોકરીને ઉઠાવી ગયુ કે છોકરી જ રવીનુ ખુન કરીને ફરાર થઇ ગઇ. જેમજેમ મનમાં પ્રશ્નો ઉદભવતા હતા તેમ ગુત્થી ઉલજતી જતી હતી. ઇન્સ્પેક્ટરે ફોરેન્સીક ટીમને ઘટના સ્થળે બોલાવી લીધી હતી અને લાસને પોસ્ટૅમોર્ટમ માટે મોકલી દીધી હતી અને ગેસ્ટ હાઉસના તે રૂમને સીલ કરી રવી ઓફિસે જતો રહ્યો.

પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવી ગઇ તેમા માત્ર દાંત અને નખથી બચકા ભરીને માંસના લોચા કાઢીને ખુન કરવામા આવ્યુ હતુ તે જ આવ્યુ. એક સત્ય એ પણ સામે આવ્યુ કે રવિનુ ગુપ્તાંગ કાપી નાખવામા આવ્યુ હતુ. ફોરેન્સીક રીપોર્ટૅમા આખા રૂમમાંથી રવી સિવાય બીજા કોઇની ફિંગર પ્રીન્ટ આવી ન હતી. ઇન્સ્પેક્ટર રાધે વર્માનું મગજ ચક્કર ખાઇ ગયુ,તેણે પોતાના જીવનમાં આવુ જોવુ તો દૂર રહ્યુ પણ આવુ ક્યારેય સાંભળ્યુ પણ ન હતુ.આવી ઘાતકી રીતે હત્યા કરનારો હત્યારો કોઇ પણ જાતના નિશાન છોડ્યા વિના બંધ રૂમમાંથી છટકી કઇ રીતે ગયો???

જરા સાંભળો મારી વાત.

મિત્રો, અત્યાર સુધીના મારી નોવેલના સફર પર સાથ આપવા માટે આપ સૌનો ખુબ ખુબ આભાર. તમે આ નોવેલ વિશે શુ અનુભવો છો તે મને જરૂરથી જણાવજો ઘણા મિત્રોના પ્રતિભાવો આવી રહ્યા છે તમે પણ તમને ગમતી અને ન ગમતી બાબતો મને મારા મેઇલ આઇ.ડી. પર મોકલી શકો છો અને હા ખાસ વાત તમે મારી આવી હોરર સસ્પેન્સ થ્રિલર બુકની પેપર બેક કોપી મેળવવા માંગતા હોય તો મારો સંપર્ક જરૂરથી કરજો.

આભાર

વધુ આવતા અંકે.......