સન્નાટાનુ રહસ્ય - ૧૬ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સન્નાટાનુ રહસ્ય - ૧૬

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : સસ્પેન્સ – થ્રીલર

પ્રકરણ : 16

(અગાઉના પ્રકરણોમાં આપણે જોયુ કે સિરિયલ કિલરે ચાર ખુન કરી નાખ્યા છે અને મેહુલ જે હોટેલમાં રોકાયો તેમાં પણ એક ખુન થઇ ગયુ છે. શુ પાંચમુ ખુન પણ થઇ ગયુ? મેહુલ ત્યાં જ હતો શુ તે ખુનીને શોધવા માટે સફળ થશે? હવે ખુનીએ કોને શિકાર બનાવ્યો છે? જાણવા માટે વાંચતા રહો આગળ) મેહુલ ફટાફટ ઉપરના માળે બધા સાથે ગયો. રસ્તામાં જ તેણે હોટેલના માલિકને પુછી લીધુ, “તમે પોલીસને ઇન્ફોર્મ કર્યુ છે?” “હા સાહેબ તેણે જ તમારુ નામ કહ્યુ છે તેઓ આવે જ છે તે પહેલા તમે તપાસ કરી લો.”

હોટેલના ચોથા માળે રહેલા રૂમ નંબર 467માં ખુન થયુ હતુ ત્યાં જઇ મેહુલે જોયુ તો આસપાસના રૂમના લોકો અને હોટેલ સ્ટાફ બધા ત્યાં ઉભા હતા. તેની વચ્ચેથી જગ્યા કરીને મેહુલ રૂમમાં અંદર ગયો ત્યાં તેણે જોયુ તો એક પચીસ વર્ષની મહીલાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.

તે જોઇને દંગ રહી ગયો કે આ ગર્લનું એકદમ અલગ રીતે જ ખુન કરવામાં આવ્યુ હતુ. થોડીવારમાં પોલીસ ઇન્સપેકટર ગિરધારીલાલ ત્યાં આવી પહોચ્યા.

તેણે લાશની છાનવીન કરી અને આજુબાજુ રૂમમાં પણ તપાસ કરી મેહુલ પાસે જઇ રોફથી બોલ્યા, ”મિસ્ટર મેહુલ સિરિયલ કિલરે આ વખતે પોતાની પેટર્ન બદલી લાગે છે.” મેહુલે થોડીવાર વિચાર કર્યા બાદ કહ્યુ, “સર મને લાગે છે કે આ કોઇ સિરિયલ કિલિંગ નથી. કોઇએ પર્શનલ મેટરથી ખુન કર્યુ હોય તેમ લાગે છે. તમે તમારી રીતે કેસ સંભાળો, હું મારા વર્ક પર ધ્યાન આપુ છું. આ કેસમાં મારી કોઇ જરૂરત નથી.” “ઓહ રીઅલી મિસ્ટર મેહુલ બટ તમારે મારી સાથે રહેવુ પડશે. વળી કાયદાકીય રીતે અમે કોઇને પકડીએ તો ફરી તમે વકીલ લઇને જમાનત લેવા અને તેને છોડાવા પહોંચી આવશો. તેના કરતા બેટર એ રહેશે કે તમે પણ અમારી સાથે કેસ સોલ્વ કરવામાં હેલ્પફુલ બનો.” ગિરધારીલાલે દાઢમાંથી બોલ્યુ. “ઓ.કે. ઇન્સ્પેકટર, આઇ એમ વીથ યુ.” મેહુલને ચીડ તો ચડતી હતી પરંતુ તેને થોડો કેસમાં રસ એટલે હતો કે ક્યાંક કિલિરે પોતાને ભ્રમમાં નાખવા માટે આ કાંઇ નવુ ના કર્યુ હોય. તે ગિરધારીલાલ સાથે રહ્યો. હોટેલ મેનેજરે કહ્યુ કે આ છોકરીનુ નામ કેતના છે અને તે છેલ્લા ચાર દિવસથી તેના પતિ આલોક સાથે અહીં રોકાઇ છે. ગિરધારીલાલે હોટેલ રજિસ્ટરમાંથી આલોકના નંબર લઇને ફોન ટ્રાય કર્યો પરંતુ સતત તે સ્વીચડ ઓફ આવતો હતો. હોટેલના સી.સી. કેમેરામાં આલોકને જોઇને તેનો ફોટો કઢાવી સુરતમાં તેની તપાસ માટે કહી દીધુ. મેહુલને હજુ સ્વાતિની મિસ્ટરી કાંઇ સમજાતી ન હતી ત્યાં આ ખુન થઇ ગયુ. મેહુલ આખો દિવસ ગિરધારીલાલ સાથે રહ્યો અને પછી સાંજે આલોક પકડાઇ ગયો જેનુ સાચુ નામ વિવેક હતુ અને જે કેતનાનો પતિ નહોતો. બંન્ને એકબીજાને લવ કરતા હતા અને લગ્ન કરવા માટે ઘરેથી ભાગી છુટયા હતા અને બે દિવસમાં બન્ને વચ્ચે અનબન તથા બંન્ને વચ્ચે મોટો ઝઘડો થયો હતો અને વિવેકે કોઇપણ જાતનો વિચાર કર્યા વિના કેતનાની હત્યા કરીને ત્યાંથી ભાગી છુટ્યો હતો. પોલીસની થોડી જ આકરી પુછતાછમાં વિવેકે પોતાનો ગુનો કબુલી લીધો એટલે મેહુલ હોટેલ પર જતો રહ્યો. આખા દિવસની દોડધામ અને આગલી રાતના ઉજાગરાને કારણે તે સખત થાકી ગયો માંડ માંડ ડિનર લઇને તે બેડ પર આડો પડ્યો ત્યાં થોડીવારમાં જ તેને ઊંઘ આવી ગઇ. ************************* આદિત્ય અને કાજલની સગાઇની તમામ તૈયારીઓ અજય અને અંજલિએ કરી લીધી હતી. બહુ નજીકના સગા સબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ અને ખુબ સાદાઇથી કાજલ અને આદિત્યની સગાઇ રાખવામાં આવી હતી કારણ કે કાજલના ફાધરના અવસાનને હજુ બહુ વધુ સમય થયો ન હતો,

કાજલ હવે થોડી શાંત થવા લાગી હતી. આદિત્ય અને અદિતી તેને ધ્યાન કરાવતા હતા અને રોજ સવારે શિબિરમાં અને બગીચામાં લઇ જતા હતા. મેડીટેશનથી કાજલ થોડી સ્વસ્થ તો બની હતી પણ હજુ તે સંપુર્ણૅ રીતે શોકમાથી બહાર આવી ન હતી.

અજય અને અંજલિએ સગાઇના દિવસે બપોરે આદિત્યને આ સરપ્રાઇઝ વિષે જણાવવાનુ નક્કી કર્યુ હતુ. જેથી તે સાંજે સગાઇ ફંકશન માટે કાજલને તૈયાર કરાવી શકે અને પોતે પણ રેડ્ડી થઇ જાય.. બધી બહેનોને તો આગલ દિવસે જ અંજલિએ સરપ્રાઇઝ વિશે જણાવી દીધુ હતુ. તેઓ મમ્મી પપ્પાના આ નિર્ણયથી ખુબ જ ખુશ થઇ ગઇ હતી. સગાઇના દિવસે બપોરે લંચ બાદ આદિત્ય કાજલને રૂમમાં સુવડાવી બહાર આવ્યો ત્યાં અદિતીએ તેને મમ્મીના બેડરૂમમાં આવવા કહ્યુ. “શું થયુ મમ્મી? અત્યારે મને બોલાવ્યો? બધુ ઠીકઠાક છે ને???” આદિત્યએ ટેન્શનમાં આવી પુછી લીધુ. કાજલ સાથે આ ઘટના બન્યા પછી કાજલની હાલત જોઇ આદિત્ય પણ થોડો ટેન્શનમાં જ રહેતો એટલે અત્યારે પણ તેના પ્રશ્નોમાં ચિંતાના ભાવ નજરે ચડ્યા વિના રહ્યા નહી. “અરે દીકરા , ટેન્શન જેવી કોઇ વાત નથી. શાંત થા અને જરા બેસ મારી પાસે. તારા માટે એક ખુશખબરી છે.” અંજલિએ આદિત્યને પોતાની પાસે બેસાડી કહ્યુ. “હાશ.... મમ્મી કાત્જુ સાથે જે બન્યુ તેનો વીટનેશ હું છું. મે મારી નરી આંખે જોયુ હતુ તે દ્રશ્ય. હું ખુદ થોડી વાર માટે ડરી ગયો હતો એટલી ક્રુરતાથી કાત્જુના પિતાને મારવામાં આવ્યા હતા. ત્યારથી મને પણ શાંતિ નથી પણ કાત્જુ માટે હું મારા મનને કંટ્રોલ કરવાની ટ્રાય કરું છું.” “અરે મમ્મી, તુ અને ભાઇ તો ભાવુક બની ગયા. મુદ્દાની વાત તો ભુલી જ ગયા તમે.” અદિતીએ કહ્યુ. “અરે હાસ્તો, એ તો ભુલાઇ જ ગયુ જેના માટે આદિત્યને બોલાવ્યો હતો.” અંજલિ હસી પડી. “ભાઇ વી હેવ અ સરપ્રાઇઝ ફોર યુ.” અદિતીએ હસતા હસતા કહ્યુ. આદિત્ય પણ આ સાંભળી ખુશ થઇ બેઠો. “સરપ્રાઇઝ??? વાઉ શું સરપ્રાઇઝ છે મમ્મી?”

“ભાઇ મમ્મી પપ્પાએ તમારી અને કાજલની સગાઇ કરાવવાનુ નક્કી કર્યુ છે.”

આ સાંભળી આદિત્ય થોડી વાર તો અદિતી અને અંજલિ સામે મુક બની જોઇ જ રહ્યો.

“હા બેટા, અદિતી ઇઝ રાઇટ. આજે સાંજે જ આપણા ઘરે પાર્ટી રાખવામાં આવી છે, જેમા તમારી સગાઇનું અનાઉન્સમેન્ટ કરવાનુ નક્કી કર્યુ છે. મને ખબર છે કે હજુ કાજલના પિતાજીના અવસાનને બહુ વધુ સમય થયો નથી પણ કાજલને આ શોકમાંથી બહાર લાવવા કાંઇક ઠોંસ કદમ ઉઠાવવુ જરૂરી હતુ એટલે મે અને તારા પપ્પાએ આ નિર્ણય લીધો છે. અમે જે કર્યુ તે બરોબર કર્યુ ને આદિત્ય?” “ઓહ મમ્મી , આઇ લવ યુ સો મચ. તમારો નિર્ણય યોગ્ય જ છે. આ ન્યુઝથી કાત્જુ જરૂર ખુશ થશે અને આ ખુશી જ તેને શોકમાંથી બહાર લાવશે. યુ આર ધ ગ્રેટેસ્ટ મોમ. હું હમણા જ તેને આ ન્યુઝ આપી આવું છું.”

“એય ભૈયા ભૈયા, પહેલા મારી વાત તો સાંભળો. આજે સાંજે જ પાર્ટી છે અને તેમા તમારી સગાઇ પણ થવાની છે. બાકી બધી તૈયારીઓ તો થઇ ગઇ છે પણ કાજલને મનાવવાની અને તેને રેડ્ડી કરવાની જવાબદારી તમારી અને હા એક વાત યાદ રાખજો તેને અત્યારે કાંઇ કહેવાનુ નથી પાર્ટીમાં જ તેને સરપ્રાઇઝ આપવાની છે.” અદિતીએ કહ્યુ. “યા સિસ્ટર, એ બધુ તુ મારા પર છોડી દે હવે. અને જો આજે સાંજે કાજલ સંપુર્ણ ખુશ હશે અને આ ખુશી તેના જીવનમાં ન્યુ તાજગી ભરી દેશે.” “ઓ.કે. બેસ્ટ ઓફ લક ભૈયા. હવે જાઓ અને પાર્ટીની પ્રીપેરેશન કરો ભૈયા.” અદિતીએ કહ્યુ. “યા શ્યોર.આઇ લવ યુ લવ યુ લવ યુ સો મચ મમ્મી.”

“જોયુ અદિતી, આદિત્ય કેટલો ખુશ થઇ ગયો. ભગવાન કરે અને કાજલ પણ આ રીતે ખુશ થઇ જાય અને પોતાની રૂટિન લાઇફ એન્જોય કરવા લાગે એટલે બસ, મારે બીજુ કાંઇ ન જોઇએ.” અંજલિએ કહ્યુ. “મમ્મી તુ જો’જે, જેમ ભૈયા ખુશ થયા આ ન્યુઝ સાંભળી એ જ રીતે કાજલ પણ ખુશ થશે જ તેનો મને વિશ્વાસ છે.” “બુધ્ધુ હવે કાજલ નહી કાજલભાભી કહેતા શીખી જા.” કહેતા બન્ને હસવા લાગી.

“મોમ યુ આર સો ગ્રેઇટ, આઇ એમ પ્રાઉડ ઓફ યુ એન્ડ પાપા.” “ચલ ચલ હવે બહુ વખાણ કરવાનુ રહેવા દે. થોડો આરામ કરી લે પછી પાર્ટીની તૈયારીમાં લાગવાનુ છે.” અંજલિએ કહ્યુ. “હાસ્તો મમ્મી.”

ચાર વાગ્યા આસપાસ કાજલ ઉઠી ત્યારે આદિત્ય તેના રૂમમાં જ સોફા પર બેઠો હતો. તેને જોતા જ આદિત્ય તેની પાસે ગયો અને તેને પાણી આપ્યુ અને તેને બુક વાંચવા આપી પોતે તે બન્ને માટે ચા બનાવવા ગયો. “ટી ઇઝ રેડી ફોર બોથ ઓફ અસ કાત્જુ.” કહેતો આદિત્ય રૂમમાં આવ્યો તો તેણે જોયુ કે કાજલ બુકને દૂર મુકી દિવાલ સામે એક નજરે જોઇ રહી હતી. ચહેરા પર કોઇ પણ પ્રકારના હાવભાવ વિના તે બસ દિવાલ સામે તાંકી રહી હતી. “કાત્જુ ડીઅર ચા પી લે, પછી આપણે બહાર જવાનુ છે? ચલ બી ફાસ્ટ જાનુ.” આદિત્યએ તેના માથા પર હાથ પસવારતા કહ્યુ છતા પણ તે બસ સુનમુન જ બેઠી હતી. “હેય કાત્જુ, વૉટ હેપ્પન્ડ ડીઅર?” કાજલનો હાથ હચમચાવતા આદિત્યએ કહ્યુ. “મારે ક્યાંય જવુ નથી આદી. મને ક્યાંય બહાર જવુ નથી. પ્લીઝ લીવ મી અલોન. મને બહારની દુનિયા હવે જરા પણ ગમતી નથી.” તેણે આદિત્યનો હાથ છોડાવતા કહ્યુ.

“કાજલ પ્લીઝ યાર તું આ રીતે બીહેવ ન કર પ્લીઝ. આમ ઘરે બેસી રહેવાથી કાંઇ પ્રોબ્લેમ સોલ્વ થવાની નથી કાત્જુ. બહાર ચલ મારી સાથે તો તારુ મન કાંઇક ફ્રેશ થશે. તને નવી તાજગી મેહસુસ થશે. પ્લીઝ ફોર મી, ચલ આજે આપણે બહાર જઇએ.

“ના મારે નહી આવવુ બહાર આદી. મને વીકનેશ ફીલ થાય છે. મને બેડ પરથી ઊભા થવાની પણ ઇચ્છા થતી નથી. પ્લીઝ લીવ મી અલોન.” કહેતી તે બેડ પર આડી પડી સુઇ ગઇ અને લગભગ પાંચ મિનિટમાં તો તે ઘસઘસાટ ઊંઘી ગઇ. કાજલની હાલત આદિત્યથી જોઇ શકાય તેમ ન હતી. કાજલની આવી હાલતને કારણે તેણે પોતાનુ સ્ટડી અને પાર્ટ ટાઇમ જોબ બધુ છોડી દીધુ હતુ અને પુરતો ટાઇમ તેને આપતો હોવા છતા પણ કોઇ સુધારો ન દેખાતા તે હતાશ બની ગયો અને કાજલને કેમ મનાવવી તેનો કોઇ રસ્તો તેને દેખાતો ન હતો. આથી તે અદિતીને મળવા તેના રૂમમાં ગયો. “ભાઇ પાંચ વાગવા આવ્યા, હજુ તમે બન્ને નીકળ્યા નથી? જલ્દી કરો તમે બન્ને.” આદિત્યને પોતાના રૂમમાં આવતા જોઇ અદિતી બોલી ઊઠી. “અદિતી કાજલ કોઇ હિસાબે બહાર આવવા રાજી નથી, બસ દિવાલ સામે મૂઢ બની જોયે જાય છે અને હજુ તો હમણા તેની ઊંઘ ઊડી કે ફરી તે સુઇ ગઇ છે. હું શું કરુ? મને કોઇ રસ્તો સુઝતો નથી.” આદિત્યના મુખેથી હતાશાના સુર નીકળી ગયા. “ડોન્ટ વરી ભાઇ. આમ હતાશ ન થાઓ પ્લીઝ. અમે ત્રણ બહેનો શું કામની છીએ? ભાભી બહાર આવવા રેડ્ડી નથી તો શું થયુ? પાર્લર તો ઘરે આવી શકે કે નહી???” અદિતીની પાસે બેઠેલી અપુર્વાએ કહ્યુ. “મતલબ? હું કાંઇ સમજ્યો નહી.” આદિત્યએ કહ્યુ. “મતલબ એ કે ભાઇ અમે ત્રણ બહેનો પાસે પાર્લરની બધી વસ્તુઓ તો છે જ. અમે જ તેને પાર્ટી માટે તૈયાર કરી દઇએ તો?” અપુર્વા બોલી ઊઠી.

“વાહ ગુડ આઇડિયા અપુર્વા, આ વાત મારા દિમાગમાં તો આવી જ નહી. એ સારૂ રહેશે આપણે જ તેને પાર્ટી માટે તૈયાર કરી દેશુ. ઘર બેઠા એવી તૈયાર કરી દેશુ કે તમે જોતા જ રહી જશો.” અદિતીએ કહ્યુ. થેન્ક્યુ બહેના. હુ તો સાવ નિરાશ જ થઇ ગયો હતો. તમારા સપોર્ટ માટે ખુબ ખુબ આભાર.” “ઓ.કે. એ શુ આભાર બાભાર. હવે તમે પણ તમારા ચહેરાને જરા વોશ કરી લો અને જેન્ટ્સ પાર્લરમાં જઇ જરા સરખા તૈયાર થઇ જાઓ. તમારી મિત્રમંડળી પણ આવતી જ હશે. આમ દેવદાસ બની ફરવાનુ છોડી દો હવે. જાવ જલ્દી કરો હવે.” કહેતી અદિતી હસી પડી. “મારા ફ્રેન્ડસને આમંત્રણ પહોંચી ગયુ અને મને તો ખબર સુધ્ધા ન પડી. તમારી પ્લાનીંગ ખરેખર ફુલપૃફ છે હો બહેના. કહેવુ પડે તમારા કામને હો. ચલ હવે હું નીકળું છું અને બસ એકાદ કલાકમાં પરત આવી જાંઉ છું ત્યાં સુધી તમે કાજલને સંભાળજો અને કાંઇ પ્રોબ્લેમ ક્રીએટ થાય તો મને તાત્કાલીક ઇન્ફોર્મ કરજો. હુ તરત જ આવી જઇશ. જરાક ધ્યાન રાખજો કાજલનુ.” કહેતો આદિત્ય થોડોક ભાવુક બની ગયો. “ઓ.કે ભાઇ તમે ચિંતા ન કરજો હવે કાજલ અમારી જવાબદારી છે”

“થેન્ક્યુ” કહી આદિત્ય નીકળી ગયો. આદિત્યએ રસ્તામાંથી કાજલની ક્લોઝ્ડ ફ્રેન્ડસને પણ ઇન્વીટેશન આપી દીધુ. તેને લાગ્યુ કે સાયદ કોલેજ ફ્રેન્ડસને મળીને કાજલની હાલતમાં કદાચ સુધારો આવી જાય. ***********************

બીજે દિવસે સવારે ઉઠયો ત્યારે મેહુલ ઘણો ફ્રેશ થઇ ગયો હતો. ઘણા દિવસો બાદ તેણે આખી રાતની ઉંઘ કરી હતી. ઉઠીને તે તાજી હવા લેવા રવેશમાં ગયો ત્યાં રવેશમાંથી તેને હોટેલનો સ્વિમીંગપુલ દેખાતા તેને સ્વાતિ સાથેની મુલાકાત યાદ આવી ગઇ. “કોણ હશે એ છોકરી? મારા દિલો દિમાગમાંથી કેમ તે છોકરીના વિચારો જતા જ નથી?” તે સવાલ ફરીથી મગજમાં ઘુમવા લાગ્યો. તે સિગારેટ પીતો પીતો સ્વાતિના વિચારોમાં ખોવાઇ ગયો. તેને કાંઇ સમજાતુ જ નહ્તુ. ********************************* કાજલ આરામથી ઊંઘી હતી એટલે અપુર્વા એકલી તેના રૂમમાં બેઠી હતી. લગભગ ૬.૦૦ વાગવા આવ્યા હતા ત્યાં કાજલ ઉઠી. તેના ચહેરા પર થોડી શાંતિ દેખાતી હતી. અપુર્વાએ અદિતી અને આર્યાને બોલાવી લીધા. અદિતી અને આર્યા તેના માટે ચા અને સ્નેક્સ લઇ આવી આજે મોસમ ખુબ જ સુંદર હતુ. વરસાદના અમી છાંટણા ધરતી પર અવતર્યા હતા અને ધરતીએ પણ મન ભરીને જાણે વરસાદને પોતાનામાં સમાવ્યો હોય તેમ એકદમ ઠંડી ઠંડી મહેક આવી રહી હતી અને વાતાવરણ પણ એકદમ ઠંડુ પડી ગયુ હતુ. આવુ વાતાવરણ મોટે ભાગે માણસના મનને પ્રફુલ્લિત બનાવી દે છે. કાજલ પણ થોડી ફ્રેશ બની ગઇ. તેના રૂમની બારી બહાર બગીચામાં પડતી હતી. તે ઉભી થઇને બારી પાસે બેસીને વરસાદનુ સૌદર્ય માણવા લાગી.

“કાજલ તને ખબર છે આજે મમ્મી પપ્પાએ આપણા ઘરે એક સરપ્રાઇઝ પાર્ટી રાખી છે અને તેના માટે અમે ત્રણેય બહેનો તમને તૈયાર કરવા આવી છીએ. જરા જો આ ડ્રેસ તારા માટે અમે પસંદ કર્યો છે. જરા જોઇને કહે તો આ ડ્રેસ તને ગમશે કે નહી?” અદિતીએ કાજલને વાત કરતા કહ્યુ. “સરપ્રાઇઝ પાર્ટી? ગુડ. એક કામ કરો તમે ત્રણેય બહેનો તૈયાર થઇ જાઓ. હું પણ તૈયાર થઇ જાઉ છું.” કાજલે કહ્યુ. આજે ત્રણેય બહેનોએ જોયુ કે કાજલના સ્વભાવમાં ઘણો ચેન્જ હતો. તે શાંતિથી અને ખુબ વ્યવસ્થિત વાત કરતી હતી અને તેનો સ્વભાવ પણ આજે ખુબ જ સારો દેખાતો હતો.

તે બારીમાંથી એકી નજરે બગિચાના સૌંદર્યને નીહાળે જઇ રહી હતી. થોડી વાર બાદ તેણે પાછુ ફરીને જોયુ તો હજુ ત્રણેય બહેનો ત્યાં સોફા પર બેઠી હતી.

“અરે, અદિતી, આર્યા, અપુર્વા તમે હજુ સુધી તૈયાર થવા ગયા નથી? મારી ચિંતા ન કરો, આઇ એમ ઑલરાઇટ. તમે પણ રેડ્ડી થઇ જાઓ અને હું પણ તૈયાર થઇ જાઉ છું.” કાજલ હસતા હસતા બોલી એટલે ત્રણેય બહેનો તેમના રૂમમાં તૈયાર થવા જતી રહી અને આ બાજુ કાજલ પણ રેડ્ડી થવા લાગી.

શું આદિત્ય અને કાજલની સગાઇથી કાજલ સ્વસ્થ થશે કે પછી પાર્ટીમાં કાંઇક એવુ બનશે કે જેનાથી કાજલ વધુ શોકમાં ગરકાવ થઇ જશે? જાણવા માટે વાંચતા રહો સન્નાટાનુ રહ્સ્યનો નેક્ષ્ટ પાર્ટ........

વધુ આવતા અંકે................