સન્નાટાનુ રહસ્ય - ૧૫ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સન્નાટાનુ રહસ્ય - ૧૫

નામ – ગોકાણી ભાવિષાબેન રૂપેશકુમાર

email –

સન્નાટાનુ રહસ્ય- એક ભયાનક વાર્તા

વિષય : સસ્પેન્સ – થ્રીલર

પ્રકરણ : 15

(અગાઉના પ્રકરણોમાં આપણે જોયુ કે સિરિયલ કિલરે ચાર ખુન કરી નાખ્યા અને મેહુલને હજુ સુધી કોઇ ક્લુ જ મળ્યા નથી તેણે અજાણ્યા આઇ.ડી. પરથી બે ધમકીભર્યા મેઇલ મળ્યા. કોણે મોકલ્યા હશે? કોણ છે ખુની? કાજલના પિતાજીનુ ખુન થઇ જતા તેની માનસિક હાલત પણ ખુબ જ ખરાબ બની ગઇ છે. શુ થશે હવે જાણવા માટે વાંચો આગળ) મેહુલને બાળપણથી જ જાસુસી અને સાહસિક કથાઓ વાંચવી ગમતી અને તેને કોલેજ સુધીમાં તો તેને અઢળક આ વિષય પરથી પુસ્તકો વાંચી લીધા હતા અને તે પોતે પોતાના મિત્રો સાથે રમતો પણ તેવી જ રમતો જાસુસીની અને ચોર પોલીસ રમતો હતો.

ડિટેકટિવનો વ્યવસાય તેને પોતાના પરિવાર સાથે બગાવત કરીને અપનાવ્યો હતો. તેના ઘરના બધા તેના માટે વિરોધી હતા. છતાંય તેણે બધા વિરુધ્ધ જઇને જાસુસીની ઓફિસ ખોલી હતી. એક તેની પત્ની ખ્યાતિએ જ તેને હમેંશા સાથ આપ્યો હતો. તે બહાર ગમે તેટલી છોકરીઓ સાથે ફર્લટિંગ કરી લે પરંતુ ખ્યાતિ સિવાય તેને કોઇને પ્રેમ કર્યો ન હતો. આજે ફરીથી તેને પોતાની ખ્યાતિની યાદ આવી ગઇ. તેને ખ્યાતિને કોલ કર્યો અને કલાક સુધી વાત કરી લીધી. ખ્યાતિ સાથે વાત કરીને તેનુ મન શાંત બની ગયુ. પછી તે હોટેલ પર ગયો. તેણે હોટેલ પર જઇને તેના મિત્ર પક્કાને ફોન કર્યો અને બધી વાત જણાવી.

“ઓહ, કેસ બહુ ડીપ છે. મોટેભાગે સિરિયલ કિલિંગના કેસ સોલ્વ કરવા ખુબ જ ટ્ફ્ફ હોય છે.” “હા યાર ખુનીને આપણી બધી ગતિવિધિની ખબર છે અને આપણે તેનાથી સાવ અજાણ છીએ.” “હા સાચી વાત છે. ખુની આપણા પર નજર રાખીને એક પછી એક શિકાર કરી રહ્યો છે.” પક્કાએ નિ:સાશો નાખી કહ્યુ. “યાર બંધ કોમ્યુટરમાંથી કોઇ કેવી રીતે મેઇલ કરી શકે? મે મારી નજરે જોયુ કે સાવ ભંગાર હાલતમાં કોમ્પ્યુટર પડેલા છે અને તે લોકેશનથી મને મેઇલ આવ્યો.” મેહુલે ગુસ્સાપુર્વક કહ્યુ. “ખુની આપણને બીજા રસ્તે ફંટવી રહ્યો છે. તુ તેના પર ધ્યાન ન આપ યાર અને તેની ધમકીઓથી જરાય ડરજે નહિ. તે તને આવા મેઇલ કરી કેસથી ભટકાવી રહ્યો છે. તુ તેના પર ધ્યાન આપ્યા વિના કેસ પર ધ્યાન આપ.” “તને તો ખબર છે ને હુ અન્ડ્રવલ્ડ્ર ડોનથી પણ ડરતો નથી. પરંતુ યાર આટલા કેસ સોલ્વ કર્યા બાદ આ જ એક એવો કેસ છે જેમાં કોઇ ગડ સોલ્વ થતી જ નથી. ગુથ્થી ગુંચવાઇ જ છે. શુ કરવુ કાંઇ જ સમજ પડતી નથી.” “તુ એમ કર યુરોપના વિખ્યાત જાસુસ મિસ્ટર એન્ડર્સન નો સંપર્ક કર તેણે આવા કેસ પર ઘણુ અધ્યયન કર્યુ છે.” “સાચી વાત છે હુ તેને જ વાત કરી લઉ. કદાચ કોઇ આઇડિયા મળી જાય થેન્કસ ફોર એડવાઇઝ યાર”

“અરે યાર ફ્રેન્ડસ માં થેન્કસ ન હોય. તુ તો મારો જીગરી જાન દોસ્ત છો યાર.” “ચલ બાય કોઇ ઇન્ફો. મળે તો કહેજે. હુ એંડ્રસનને કોંટેકટ કરુ છુ.” ફોન મુકી દીધા બાદ મેહુલે ગુગલ દાદાનો ઉપયોગી કરી એડ્રસનના કોન્ટેક નંબર મેળવ્યા. પછી મેહુલે તેની સાથે કોન્ટેક કરવા ઘણા પ્રયત્નો કર્યા. પરંતુ કાંઇ સફળતા ન મળી આથી તેણે રાહ જોવાનુ નક્કી કર્યુ. બીજે દિવસે પણ પ્રયાસ કર્યો કોન્ટેક કરવાનો પરંતુ તેનો કોઇ જાતનો સંપર્ક થઇ શકતો જ ન હતો. આથી ફ્રેશ થવા તે સિગારેટ લઇને રવેશમાં આંટા મારતો હતો ત્યાં તેની નજર હોટેલના બાજુના ભાગે આવેલા સ્વિમિંગ પુલ પર પડી અને તેની આંખો ચમકી ઉઠી.

“વાઉ, વ્હોટ અ હોટ ફીશ શી ઇઝ!!! તે ધારી ધારીને એકનજરે જોવા લાગ્યો.

નીચે પુલમાં એક સુંદર નાજુક નમણી ગર્લ સ્વિમિંગ પુલમાં તરી રહી હતી. આજુબાજુમાં પણ બીજુ કોઇ હતુ નહી. તેને આ રીતે તરતી જોઇને મેહુલને તેની સાથે થોડી મસ્તી કરવાનુ મન થયુ. તે સ્વિમિંગ પુલ પાસે પહોંચી ગયો અને નજીક પડેલી એક ચેર પર આડો પડી તે બ્યુટીને એકી નજરે જોવા લાગ્યો. વેઇટરને કહીને તેણે સોફ્ટ ડ્રીન્ક્સ સાથે રોસ્ટેડ નટ મંગાવ્યા અને તેની લિજ્જત માણતો તે પેલી ગર્લને તાક્વા લાગ્યો.

થોડી જ વારમાં પેલી ગર્લે માર્ક કરી લીધુ કે મેહુલ તેને જ તાકી રહ્યો છે અને તે સ્વિમિંગ પુલમાંથી બહાર આવતી મેહુલને દેખાઇ. તેને જોઇને મેહુલની આંખો ફાટી ગઇ. “વાઉ વ્હોટ અ બ્યુટી!!! શું અદા છે તેની? આહ....કમસીન કાયા લાગે છે સ્વિમિંગ કોશ્ચ્યુમમાં.....” મનોમન તે વિચારતો હતો ત્યાં પેલી ગર્લ તેની પાસે આવી અને ઉભી રહી. “હેય મિસ્ટર, આઇ થીન્ક યુ ડોન્ટ નો સ્વિમિંગ.” “આઇ નો સ્વિમિંગ વેરી વેલ મેડમ. વેલ માય નેઇમ ઇઝ મેહુલ. એન્ડ વ્હોટ્સ યોર ગુડ નેઇમ?” “આઇ એમ સ્વાતી. સો લેટ્સ જોઇન મી ઇન સ્વિમિંગ,વીલ યુ?” સ્વાતીએ તેને કહ્યુ અને મેહુલે તેનુ પ્રપોઝલ તરત જ સ્વિકારી લીધુ. મેહુલ પણ સ્વિમિંગ શ્યુટ પહેરી આવી ગયો અને બન્ને ફરી પુલમાં પ્રવેશ્યા. આજે મેહુલને પુલનુ ઠંડુ પાણી પણ હોટ લાગી રહ્યુ હતુ. બન્ને પુલમાં તરી રહ્યા હતા. મેહુલ તો તરવાની સાથે સાથે ફ્લર્ટીંગ પણ કરવાનું શરૂ કરી દીધુ.

“આઇ.એમ ફ્રોમ મુબંઇ કેન આઇ નો યોર સીટી પ્લીઝ.” “આઇ એમ અલ્સો ફ્રોમ મુંબઇ.” “ઓહહ્હ વાઉ ફોર્મ માઇ સીટી ગ્રેટ મુબંઇમાં કયા રહો છો?” “બોરીવલી વેસ્ટ” “અરે વાહ આઇ એમ ઓલ્સો ફોર્મ બોરીવલી વેસ્ટ. વી આર નેબર. પણ કયારેય મળ્યા નહી આપણે. બટ ઇટ્સ ઓ.કે. નો પોબ્લેમ અહી તો મળી ગયા છીએ. બાય ધ વે યુ આર અ ગુડ સ્વીંમર. મને ભી થોડુ શિખવાડજો.” “વેરી ફની. સારો મજાક કરી લો છો હુ તો હજુ સ્વીંમીગ શીખુ જ છુ. મને ક્યા હજુ આવડે છે. હુ તો પ્રેકટિસ જ કરુ છુ.” “તો પણ તમે સારુ સ્વીંમિગ કરી લો છો. “ થોડી વાર બાદ બંન્ને પુલમાંથી બહાર આવ્યા અને પછી મેહુલે કહ્યુ,

“લેટ યુ જોઇન મી ઇન માય રૂમ... આઇ મીન લેટસ હેવ અ બ્રેકફાસ્ટ ટુગેધર મીસ...... નામ તમારુ પ્લીઝ.”

“આઇ. એમ સ્વાતિ ખન્ના એન્ડ માય રૂમ નંબર ઇઝ 345. હમણાં તો નામ કહ્યુ હતુ. એન્ડ નાઉ આઇ વીલ નોટ પ્રીફર બ્રેકફાસ્ટ. ઇફ યુ વીશ વી વીલ હેવ અ ડિનર ટુગેધર.” “ઓહ હુ તો સાવ ભુલી ગયો સોરી હવે હુ પાક્કુ યાદ રાખુ છુ સ્વાતિ ખન્ના. ઓ.કે. મીસ સ્વાતી આજનુ ડિનર મારા તરફથી તમારી સાથે તમારા રૂમમાં.. ડન???” “ઓ.કે. ડન મિસ્ટર મેહુલ. થેન્કસ રાત્રે ડિનર પર મળીએ.” આટલુ કહીને તે સ્માઇલ આપી જતી રહી. મેહુલ વિચારતો રહ્યો કે આ તો બહુ ફોરર્વડ લાગે આસાનીથી પટ્ટી ગઇ. હવે કાંઇક આ ગુંચવણભર્યો કેસ સોલ્વ કરવામાં મજા આવશે. તે થોડો ફ્રેશ થઇ ગયો. મેહુલ તો રાત્રે નવ વાગ્યે સરસ તૈયાર થઇને મસ્ત પરફ્યુમ લગાવી રૂમ નંબર 345 પર જવા નીકળ્યો. ત્યાં ગયો અને જોયુ તો સ્વાતિનો રૂમ લોક હતો તેણે થોડીવાર વેઇટ કરી. તેને થયુ કે કદાચ સ્વાતિ બહાર ગઇ હોય. 9:30 થયા તો પણ તે આવી નહિ. મેહુલને થયુ કે પેલી છોકરી તેને ઉલ્લુ બનાવી ગઇ. હસતો હસતો તે પોતાના રૂમ તરફ ચાલ્યો.

પોતાનો રૂમ ખોલ્યો તો તે આશ્ચર્યચકિત નજરે જોતો રહી ગયો. તેના રૂમમાં સ્વાતી હતી. આખા રૂમની લાઇટ્સ ઓફ હતી અને રૂમમાં વચ્ચે એક કાચનું ટેબલ હતુ. કેન્ડલ્સ પ્રગટેલી હતી અને સ્વાતી રેડ ટોપ પ્લસ શોર્ટ સ્કર્ટ પહેરેલી ચેર પર બેઠી હતી. તેના વાળ ખુલ્લા હતા. તેની માદક અદ્દા મેહુલને ઘાયલ કરી રહી હતી. તે બસ અવાચક બની ઉભો તેને જોઇ રહ્યો હતો. તેના મનના બધા વિચારો બંધ થઇ ગયા હતા. બસ તે સ્વાતી અને તેની સુંદરતામાં ખોવાઇ ગયો હતો.

અચાનક તે ચમકી ગયો અને તે અંદર આવતા બોલ્યો, “અરે તમે કયાંથી આવી ગયા? હું તો તમારા રૂમ પર ગયો હતો.” “તમે ના આવ્યા એટલે હુ આવી ગઇ. પણ તમે કંઇ રીતે આવ્યા રૂમ તો લોક હતો? હુ તમારા રૂમ પાસે અડધી કલાકથી વેઇટ કરુ છુ. તમે કયાંથી આવ્યા?” “ઓહ હું ક્યારે આવી અને કેવી રીતે આવી એ જાણવા કરતા હું અહી તમારી સાથે છું એ કાફી છે તમારા માટે અને આટલા બધા સવાલ છોડો. વી મેટ ટુગેધર ફોર ડિનર સો પ્લીઝ ઓર્ડર ફોર ધીસ.” “ઓ.કે. ઓ.કે. શુ ફાવશે ડિનરમાં? ચાઇનીસ ઇટાલિયન પંજાબી કે હું?”

“વ્હોટ????” સ્વાતીએ પુછ્યુ. “હું મીન્સ ગુજરાતી થાળી.” મેહુલ હસવા લાગ્યો. “મજાક બહુ સારો કરી જાણો છો તમે. નાઇસ. આઇ પ્રીફર એનીથીંગ યુ ઓર્ડર.” મેહુલ કોલ કરી ઓર્ડર લખાવી દીધો અને પાછુ ફરીને જોયુ તો સ્વાતિ ગાયબ હતી.

તે જરા ચોંક્યો કે આટલી વારમાં તે ક્યાં ચાલી ગઇ. તેણે સ્વાતીને બુમ મારી પણ કોઇ રિપ્લાય ન આવ્યો. તેણે લાઇટ ચાલુ કરીને આસપાસ આખા રૂમમાં તપાસ કરી તો સ્વાતિ કયાંય પણ ન હતી. તેને થોડી શંકા તો ગઇ કે આખરે તે છોકરી કોણ છે અને બંધ રૂમમાં તે કેમ ઘુસી ગઇ? તે તપાસ કરવા નીચે રિસ્પેસ્નિટ પાસે ગયો ત્યાં જઇ તેને તેને ખબર પડી કે રૂમ નંબર 345 તો બંધ છે ત્યાં કોઇ રોકાયુ જ નથી અને હોટેલના બીજા કોઇ પણ રૂમમાં સ્વાતિ ખન્ના નામની કોઇ છોકરી રોકાઇ જ નથી. મેહુલ કન્ફ્યુઝડ થઇ ગયો. તેને ચક્કર આવવા લાગ્યા. કોણ છે એ છોકરી??? શું પેલી ખુની તો નથી ને જે પહેલા ત્રણ ખુન થઇ ગયેલા વ્યક્તિ સાથે હતી. તેણે ધમકી ભર્યો મેઇલ આવ્યો તો હવે તેને ટારગેઇટ નથી બનાવ્યો ને? એક સાથે ઘણા વિચાર આવી ગયા મનમાં. રૂમમાં ગયો તો બહાર વેઇટર જમવાનુ લઇને જ ઉભો હતો. તેણે જમવાની ઇચ્છા મરી ગઇ હતી પરંતુ મસ્ત સોડમ આવતી હતી આથી તેનુ મન પીગળી ગયુ અને તે રૂમમાં જઇ જમવા લાગ્યો. જમી લીધા બાદ તે બેચેન બની ગયો. કોણ હશે તે સ્વાતિ? તેણે વિચાર કરતા કરતા પોતાનુ કોમ્પ્યુટર ઓન કર્યુ તો એક મેઇલ આવ્યો હતો જેમાં એક વિડિયો હતો. તેણે ડાઉનલોડ કરી પ્લે કર્યો તો એક ભયાનક હોરર વિડિયો હતો. એક સુમસાન રસ્તા પર એક ભયાનક ચુડેલ બોલતી હોય, “ચલે જાવ વાપસ ચલે જાવ.” મેહુલ થોડીવાર તો ડરી ગયો પછી ફરીથી તેણે ઘણીવાર વિડિયો પ્લે કર્યો અને પછી તેને હસવુ આવ્યુ કે આ જરૂર કોઇ તેની સાથે મજાક કરી રહ્યુ છે અથવા ખુની તેને ડરાવવા માંગે છે. પરંતુ તે ડરે એમ નહોતો. આગલી રાતનો ઉજાગરો હતો આથી તેણે થોડો આરામ કરવાનુ વિચાર્યુ અને તે થોડીવારમાં સુઇ ગયો.

થોડીવાર થઇ તો રૂમમાં સાવ અંધારૂ થઇ ગયુ. તેને ઓચિંતા ખુબ જ ઠંડી લાગવા લાગી. બહાર વરસાદનો પણ અવાજ આવતો હોય તેવુ લાગ્યુ. તેણે એ.સી. ઓફ કરવુ હતુ પરંતુ એવો થાક લાગ્યો હતો કે તેનાથી ઉઠાય એમ જ નહોતુ તેને ચાદર ખેચી ઓઢી લીધી. થોડીવાર બાદ કોઇ તેની પાસે સુઇ ગયુ હોઇ અને તેના શરીરને સહેલાવતુ હોઇ તેવુ લાગ્યુ. તેને થયુ કે થાકમાં ભ્રમ થતો હશે પરંતુ વળી કોઇ તેના કાનમાં ધીરેથી બોલ્યુ, “એ હેન્ડસમ બોય. યુ આર સો ક્યુટ. લેટસ હેવ એંજોય” “વ્હુ આર યુ અને તુ કયાંથી મારા રૂમમાં આવી?” મેહુલે ઉભા થઇને બોલ્યુ પરંતુ કોઇ ત્યાં હતુ જ નહી.” મેહુલને તો એ.સી.માં અને ઠંડીમાં પણ પરસેવો વળી ગયો. તેને આખા રૂમમાં લાઇટ ઓન કરી જોઇ લીધુ પરંતુ કોઇ પણ ત્યાં હતુ જ નહી. તે રવેશમાં તપાસ કરવા ગયો તો તેને ખબર પડી કે વરસાદ તો આવ્યો જ નહોતો. ક્યાંય વરસાદ ના નિશાન દેખાતા ન હતા અને આકાશ તો સાફ જ હતુ અને તારા ટમટમતા હતા. **********************

કાજલની હાલતમાં કોઇ સુધારો થતો ન હતો અને તેને જોઇ આદિત્યની હાલત પણ બગડતી જતી હતી. આ જોઇ અંજલિને ખુબ જ દુ:ખ થતુ હતુ. પરંતુ તે કાંઇ કરી શકતી ન હતી. એક દિવસ અજય સાથે વાત કરતી હતી ત્યારે અજયે તેને કહ્યુ,

“કાજલની જીંદગીમાં દુ:ખ આવતા તેની હાલત ખરાબ બની ગઇ. હવે કોઇ મોટી ખુશી તેની જીંદગીમાં આવી જાય તો તે પોતાનુ દુ:ખ ભુલી શકે.” “અજય, શુ કહેવા માંગે છે તુ?” “જે તુ સમજી ગઇ છો અંજલી. કાજલ અને આદિત્ય એકબીજાને ખુબ જ પ્રેમ કરે છે. જે આપણે જોઇ શકીએ છીએ તો આપણે તેની સગાઇ કરાવી દઇએ” “અજય સાચી વાત કરી તે. આદિત્યની નજરમાં મે કાજલ માટેનો સાચો પ્રેમ જોયો છે અને કાજલ ખુબ જ સારી છોકરી છે. આપણે કાંઇક નક્કર ફેંસલો લેવો જ જોઇશે નહી તો બિચારીની જીંદગી બરબાદ થઇ જશે અને સાથે આપણા આદિત્યની પણ” “આપણે તેણે સરપ્રાઇઝ આપીએ જેથી ઓંચિતા જેમ દુ:ખ આવ્યુ તેમ સુખદ આંચકો મળતા તેની હાલતમાં જરૂર ફેરફાર થઇ જશે.” “વાઉ ગ્રેટ આઇડિયા અજય. આપણે તેની એગેજમેન્ટની સરપ્રાઇઝ પાર્ટી આપીશુ.” “હુ આજે જ પંડિતજીને ફોન કરી મુહુર્ત નક્કી કરી લઉ અને સાંજે બધાને ઇન્વાઇટ કરી દઇશુ.” “ઓ.કે. ડન” પંડિતજીએ ચાર દિવસ બાદનુ જ મુહુર્ત આપ્યુ એટલે અજય અને અંજલિ સરપ્રાઇઝ પાર્ટીની તૈયારીમાં લાગી ગયા. કાજલ અને આદિત્ય આ વાતથી સાવ અજાણ જ હતા કે તેઓને જીવનભરના બંધનમાં માટે કોઇ તૈયારી કરી રહ્યુ છે. આદિત્યને કાજલની હાલત જોઇ ચેન ન પડતુ હતુ. દિવસે દિવસે તે સુકાવા લાગ્યો હતો.

અદિતીની હિમ્મતને કારણે તે ટકી રહ્યો હતો. કાજલ આખો દિવસ સુનમુન બેસી રહેતી અને કોઇની કોઇ પણ વાત નો જવાબ ન આપતી. ભગવાનની માનતા, બાધા, દવાઓ બધુ જ ટ્રાય કર્યુ. પરંતુ કાજલની હાલત હતી તેવી જ હતી. બસ હવે એટલો ફરક પડયો હતો કે કયારેય તે ઓચિંતા થોડીવાર માટે સારી વાત કરતી. પરંતુ થોડીવાર પછી હતી તે અને તે. એક દિવસ અદિતી એ પણ કહ્યુ, “ભાઇ તમે એકવાર કાજલને હોસ્પિટલ પર એડમિટ કરાવી જુઓ કદાચ ત્યાંની ટ્રિટમેન્ટથી કદાચ તેને સારુ થઇ જાય.” “પ્લીઝ અદિતી તુ તો એવુ ના બોલ કાજલ મારો જીવ છે અને હોસ્પિટલમાં કેવી ટ્રીટમેન્ટ અપાય છે તને પણ ખબર છે. હવે થોડી ધીરજ રાખીએ.” “હા આદિ તારી વાત એકદમ સાચી છે. ધીરજ તો રાખવી જ પડશે. જરૂર કાંઇક થઇ જશે.” અદિતીને ધીરજ રાખવાનુ કહી આદિત્ય જ અદિતીને વળગી રડી પડયો. દુરથી અંજલિ બધુ જોતી હતી તે મનમાં બોલી,

“બેટા હવે થોડા દિવસમાં પ્રભુની ઇચ્છા હશે તો બધુ સારુ થઇ જશે” અને તેની આઁખમાં પણ આંસુ આવી ગયા.

********************* મેહુલને પછી રાત્રે ઉંઘ જ ન આવી. તે આખી રાત વિચારતો રહ્યો કે સ્વાતિ ખન્નામાં કાંઇક મિસ્ટરી લાગે છે. હજુ સવારના પાંચ પણ નહોતા વાગ્યા ત્યાં અચાનક કોઇકે તેનો દરવાજો જોર જોરથી ખખડાવ્યો. તે ફટાફટ દરવાજો ખોલવા ગયો તો હોટેલ મેનેજર દિવ્યાંગ જોશી અને તેનો સ્ટાફ ઘભરાયેલા ઉભા હતા તેઓએ તરત મેહુલને કહ્યુ,

“સર જલ્દી ચાલો હોટેલમાં કોઇક નુ ખુન થઇ ચુક્યુ છે.”

મેહુલ કોઇ જાતની વાતચીત કર્યા વિના તેઓ સાથે નીકળી ગયો.

વધુ આવતા અંકે.........

કોણ છે આ સ્વાતિ ખન્ના? શું તે મેહુલને તેના ધ્યેયથી ભટકાવવા જઇ રહી છે? અજય અને અંજલિની કાજલ અને આદિત્યની સગાઇ કરવાની સરપ્રાઇઝ કાજલ સ્વિકાર કરી શકશે કે નહી??? જાણવા માટે વાંચતા રહો સન્નાટાનુ રહસ્ય...........