લેખકની વાત
પૂજન નિલેશભાઈ જાની મૂળ ભુજનાં હાલ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જન્મભૂમિ અખબાર જુથ દ્વ્રારા પોતાનાં લેખનની શરૂઆત કરનાર પૂજન છેલ્લા 2 વર્ષથી અલગ અલગ જગ્યાએ લખે છે. દિવ્યભાસ્કરનાં કચ્છ વિભાગમાં 'નવી દ્રષ્ટિ' દ્વારા પોતાની વાત મૂકતા રહે છે. ખૂબ વાંચન અને થોડું લખાણનાં સિધ્ધાંતને વળગી રહી આગળ વધતા રહે છે.
લાસ્ટ નાઈટ વિશે
વાત આટલી આગળ સુધી પહોચશેં એ ખબર ન હતી. આ બધું થઈ જતું હોય છે આપણે તો નિમિત્ત માત્ર હોઈયે છીયે. જેમ જેમ વાંચકોનો પ્રેમ મળતો ગયો તેમ તેમ લખવામાં પણ સાહસ આવી ગયું. આ વાર્તા મારા માટે નસીબવંતિ પુરવાર થઈ છે. ઘણા નવા મિત્રો આ વાર્તા એ અપાવ્યા છે જેને ખૂબ વફાદારી પૂર્વક સાથ નિભાવ્યો છે જે આગળ પણ મળતો રહે તેવી આશા સહ...........
" સર તો આપણે કઈ રીતે ભુજ પહોંચીશું ?" જાનીએ સેનાનાં પ્રતિનિધીએ પૂછ્યું
" હા સારું થયું તમે વાત કરી મેં ટિકિટ બૂક કરાવી લીધી છે. ભુજ માટેની ફ્લાઈટ છે આપણી જેમાં હું તમે અને રાણા ત્યાં પહોચીશું અને ત્યાં ભુજની બટાલીયન જોડે આખા પ્લાનને પ્રેકટિસ કરવાની છે, એક દિવસ વહેલા પહોચવાનો એ ફાયદો થશે કે આપણે મંત્રીશ્રીએ આપેલા મેપનો રૂટ કવર કરી લેશું"
" અને આખો પ્લાન કઈ રીતે અંજામ આપીશું એ પણ કહી દો" જાનીએ ફરી પૂછ્યું''સ્યોર સર મને મજા આવે છે એ વાતથી કે તમારૂ કામ તો ખૂની સુધી પહોંચવાનું હતું છતાંય તમે ખૂબ સરળ રીતે છટકું ગોઠવી અને પર્દાફાશ કરી અમારી આટલી મદદ કરો છો. તમારા જેવા અધિકારીથી તો દેશનાં નાગરિકો રાતે ઉંધી શકે છે." આટલું કહી તે અટ્ક્યાં ખુરશી પર બેઠા" ઈટ ઈસ માય ડ્યુટી સર અને તમારી કામગીરી સાથ આપવામાં અમને ગર્વ થાય એ તો અમારો ફાયદો છે" જાનીએ વળતો જવાબ વાળ્યો સામેથી કોઈ જવાબ ન આવ્યો અને બે મિનિટનાં મૌન પછી તેમને વાત શરૂ કરી" આખું ઓપરેશન કઈ રીતે થશે એનાં માટે પેલા રેડ માર્ક વાળા નિશાનો પરથી જે સૂચન મળશે એ રીતે આગળ વધશું કેમ કે એ લોકો એક દિવસ અગાઉ જ ત્યાં રાતવાસો કરશે અને આગળ નીકળવા માટે તૈયારી કરશે. આપણે એક દિવસ અગાઉ તેમની જાણકારી લઈ લેશું અને પછી સતત તેમને અને પેલા સાતેયને એમની જોડે ટચમાં રાખીશું અને જો તેઓ સેટેલાઈટ ફોન ઉપયોગમાં નહીં લેતા હોય તો આપણે એમનાં ફોન ટ્રેસ કરી દઈશું. આ જગ્યા ભુજથી 37 કિમી દુર છે ત્યાં આપણી સેનાં છુપા વેશમાં ઉભી હશે જેથી આપણે ત્યાં તેમનાં પર તૂટી પડવાનું છે જરૂર પડતાં આપણે એરફોર્સની મદદ લઈશું જો કે એની શક્યતા નહિવત સ્વીકારવી પણ સ્વીકારવી તો રહી જ. પેલા સાતેયને કોઈ પણ રીતે ત્યાંથી બચાવી લેશું અને તેમણે ત્યાં જીવતા પકડીશું અને એને સેનાનાં હવાલે કરશું. આખીય ઘટના ન પહેલા બનવી જોઈયે ન પછી અને ભુજ શહેરમાં તો જરાય નહીં કેમ કે ત્યાં જરા પણ ગંધ તેમને આવી તો એકનું બીજું થઈ જશે. નિર્દોષ લોકોનાં જાન જશે અને ઉપરથી આપણી સેનાની લાજ જશે એ અલગથી " એમણે વાત પૂરી કરી અને જાની પણ સંમત થયાં. તદન વ્યાજબી વાત સાથે જાનીએ ખુશ થયા અને તેઓ ત્યાંથી છુટા પડ્યાં." સર તમને એ.કે 47 અને ગ્રેનેટ ચલાવી લેશોને?. કદાચ ક્યાંક એવી પરિસ્થિત ઉત્પન્ન થાય તો પોતાની સુરક્ષા માટે તે જરૂરી છે" સેનાનાં પ્રતિનિધી જાણે જાનીને આવનારા ખતરાથી વાકેફ કરાવતાં હોય તેમ બોલ્યાંજાની પણ થોડી વાર સુધી કંઈ ન બોલ્યાં. એમના મૌને કહીં દીધું કે તેઓ આ રીતનાં હથિયાર ચલાવી શકે તેમ નથી. " નિશાન તાકવામાં તો સર ઉસ્તાદ છે બસ એ.કે.47ની પ્રેક્ટિસ કરવી પડે એમ છે" રાણા બચાવમાં ઉતર્યોજાની હસ્યાં અને બોલ્યાં " પડશે એવું દેવાશે" **********
આ તરફ બરોડામાં રૂષભ અને સૌ આખીય ઘટનાં ભુલી ગયા હતાં. તેમને કોઈ જાતની અપડેટ મળતી ન હતી. જાની ક્યાં હતાં એ પણ એમને ખબર પણ ન હતી અને શ્રેયાનાં ખૂનને પણ તેઓ હવે ભુલાવી ચુક્યાં હતાં અને પોતાનાં અભ્યાસ પર ધ્યાન આપી રહ્યાં હતાં. તેમની પરીક્ષાઓ પણ નજીક હતી તેથી હવે બેદરકારી પાલવે તેમ ન હતી. ***********
" જાની આપણે વસ્તુની જેમ ઉપયોગ કરી રહ્યો છે અને પોતાનું કામ પતી જશે એટલે આપણે ફેકી દેશે એ જો જો તમે જેલમાં સડવાનું આપણા ભાગે જ આવશે એ તો વાહવાહી લઈને પ્રમોશન મેળવશે આ વાત નોંધી રાખો" અહેમદ ચાયનો કપ રાખતાં આવેગમાં બોલ્યોસાતેય જણ આજે રોજિંદા ક્રમની જેમ આજે પણ નક્કી કરેલી જગ્યાએ ભેગા થયાં હતાં પણ રોજની જેમ ગાળો અને જલસાનું વાતાવરણ ન હતું. આજે તેઓમાંથી કોઈ બોલવા પણ તૈયાર ન હતું. આજની પરિસ્થિત કંઈક અલગ હતી તેઓની પાછળ જાનીનાં અને પોલીસનાં માણસો હતાં જે તેમની રજે રજની માહિતી ગાંધીનગર પહોચતી હતી જે તેમને ખબર હોવા છતાં તેમને આકા જોડે કંઈ ન થયું તેવું વર્તન રાખવું પડતું હતું. આ વસ્તુ માથાનાં દુખાવા સમાન હતી. જેથી તેમનું કામમાં ધ્યાન પણ લાગતું ન હતું જેથી ક્યાંક નુકશાન જતું હતું." જેલમાં જ જવું પડશે ને બાકી બસને જો એક વાર આકાનાં હાથમાં પહોચી ગયાં તો જીવથી જશું બકા. અનેક નિર્દોષ લોકોનાં મોતનાં ભાગીદાર બનવું પડશે અને પછી જો જીવતા પકડાઈ ગયા તો સમજી લે આ દેશનું નામ પણ ડુબાડશું એ નોખું. સરકારને કામમાં મદદ કરીશું તો કંઈક અંશે રાહત મળશે" શ્રેયાનો ભાઈ સમજાવતા બોલ્યો" અને જો આપણે પણ ચાલાકીથી મારીને એમ કહી દે કે તો આતંકવાદી જ હતાં. આ રાજકારણ છે ગમે તે કરી શકે આ લોકો આપણી જોડે ભાઈ. એમને સંબંધ, લાગણીની ન પડી હોય" અહેમદે દલીલ ચાલુ રાખી" એક મિનિટ હું મારા મનની વાત મુકું " મૌનિસ બધાને અટકાવવા બોલી ગયો" હા બોલ બધાનો મૌન મને ખટકે છે આમેય ''
" જો આપણે ખોટા કામ કર્યા છે એ વાત તો તું પણ જાણે છે. એમ આઈ રાઈટ?" મૌનિસે સવાલ કર્યોથોડી વાર અહેમદ નક્કી ન કરી શક્યો કે બોલવું કઈ રીતે જો કે બધાની આ જ સ્થિતી હતી. પોતાને ગુનેગાર ગણાવામાં સૌ સંકોચ અનુભવતાં હતાં" પણ પોતાનાં પેટ માટે જ આપણે આ બધું કરીયે છીયે ને અને દારૂની લોકોને જરૂર પણ છે ને તો આપણે શું ખોટું કર્યું અને આ રાજકારણી કેટલા ભર્યા છે એ વાત તો તને પણ ખબર જ છે. આપણા નિયમિત હપ્તા શું તેમને નથી પહોચતાં અને પેલો મંત્રી તો પોતાની સરકારી ગાડીમાં ડિલવરી કરે છે એનું શું એ કે મને" અહેમદ પણ પાછો પડવા તૈયાર ન હતો" આ તો એવી વસ્તુ છે કે કામધેનુને સુકુ તણખલું નથી મળતું અને લીલા જંગલો આંખલા ચરી જાય છે" અચાનક બધા હસી પડ્યાં અને બોલ્યા " ઓ બાબાની જય હો"" જો મારવા જ હોત તો પેલી અંડરગ્રાઉંડ કોઠીમાં મારી નાખત" મૌનિસ ફરી બોલ્યો" ઓ બાબા આપણી ગરજ છે એમને એટલે આટલી મમતા રાખી છે બાકી જાની અને રાણાને ન્યાયમંદિર પર ક્યાં ભરોસો છે"" એ જે હોય તે આપણે કાલે ભુજ જવાનું છે આ બાબા આટલું જાણે છે બાકી કંઈ નહી સમજ્યો. ચાલો હું આકા અને જાનીને કહીં દઉં કે આપણે ક્યાં મળવાનું છે"
" ગાળ" ચાંનાં રૂપિયા ચુકવી તેઓ એ ચાલતી પકડી. કોઈનાં પગમાં ઉત્સાહ ન હતો તેમને ખબર ન હતી કે બે દિવસ પછી તેઓનું અસ્તિવ હશે કે નહી. તેમની એક ભુલ તેમને જાની અને આકાની ગોળીઓનો શિકાર બનાવી શકે છે. ઘરથી 700 કિમી દુર શું થયું એ કદાચ ઘરે ખબર પણ પડે નહીં તેઓ જીવે છે કે નહીં. ભુલની કરવાની મંજૂરી ન હતી અને બંને તરાફથી સૂચનાં હતી કે કોઈ હથિયાર તેમની પાસે ન હોવું જોઈએ. ************ અંતે એ દિવસ આવી ગયો અને જાની સહિત રાણા, ગુજરાત પોલીસનાં વડા અને સેનાનાં પ્રતિનિધી ભુજ આવવા માટે નીકળ્યાં. હંમેશા આવા ઓપરેશન માટે કશ્મીર ટેવાયેલું હોય છે જ્યારે આજે કચ્છમાં આ ઓપરેશન થવાનું હતું જેની માટે ક્યાંક અધિકારીઓ પણ તૈયાર ન હતાં. માત્ર સાત જુવાનીયાને બચાવવાનો સવાલ ન હતો સવાલ ભારતની આંતરિક સુરક્ષાનો હતો જે સાંખી લેવાના મૂડમાં કોઈ ન હતું. અમુક મર્યાદાનું ભાન રાખી તેમને આ કામ કરવાનું હતું. અત્યાર સુધી દરેક ડેટા યોજનાં મુજબ હતો. આકા પોતનાં આલા કમાન સાથે ભારતમાં ગેરકાયદે ઘુસી ગયું હતું અને પોતાનાં નામ અને વેશ બદલાવી કાઢ્યાં હતાં જેથી સરહદ પર સેનાનાં જવાનોનાં મજબૂત હાથમાંથી છટકી જવાય. એવી માહિતી પણ મળેલી કે તેઓ કહે છે કે ભારતમાં આટલી સરળતાથી પ્રવેશ કઈ રીતે મળી ગયો અને પોતાની હોશિયારી પર ફુલાઈ રહી છે. ભારતની લોખંડી સેનાની મજાક ઉઠાવી રહ્યા છે પણ તેઓ જાણતા કે આ બધી યોજના જ હતી એમને દબોચી લેવા માટે . શિકાર કરવા માટે જે રીતે માછલીને ચારો અને હિંસક પ્રાણીને માસ બતાવવું પડે તે જ રીતે આખી યોજનાં હતી. રણમાં ખડે પગે ઉભેલા જવાન જાણતા હતા કે આ લોકો ભારતીય નથી પણ એમને આવવા દેવા એ ઓર્ડર હતો જેથી માત્ર ઘુસણખોરીનાં ગુના કરનાર માલઘારી ન ગણાઈ જાય............. ભુજમાં જઈને શું થશે?
વાંચતા રહો અંતિમ ચરણોમાં પહોચેલી લાસ્ટ નાઈટ