ધ લાસ્ટ નાઈટ - 15 Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ લાસ્ટ નાઈટ - 15

લેખકની વાત

પૂજન નિલેશભાઈ જાની મૂળ ભુજનાં હાલ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જન્મભૂમિ અખબાર જુથ દ્વ્રારા પોતાનાં લેખનની શરૂઆત કરનાર પૂજન છેલ્લા 2 વર્ષથી અલગ અલગ જગ્યાએ લખે છે. દિવ્યભાસ્કરનાં કચ્છ વિભાગમાં 'નવી દ્રષ્ટિ' દ્વારા પોતાની વાત મૂકતા રહે છે. ખૂબ વાંચન અને થોડું લખાણનાં સિધ્ધાંતને વળગી રહી આગળ વધતા રહે છે.

લાસ્ટ નાઈટ વિશે

વાત આટલી આગળ સુધી પહોચશેં એ ખબર ન હતી. આ બધું થઈ જતું હોય છે આપણે તો નિમિત્ત માત્ર હોઈયે છીયે. જેમ જેમ વાંચકોનો પ્રેમ મળતો ગયો તેમ તેમ લખવામાં પણ સાહસ આવી ગયું. આ વાર્તા મારા માટે નસીબવંતિ પુરવાર થઈ છે. ઘણા નવા મિત્રો આ વાર્તા એ અપાવ્યા છે જેને ખૂબ વફાદારી પૂર્વક સાથ નિભાવ્યો છે જે આગળ પણ મળતો રહે તેવી આશા સહ...........

ચીઠીની વાત કોઈનાં ગળે ઉતરી નહીં છતાં સૌ કોઈ માની ગયાં અને સુરત જવા નીકળેલા શ્રેયાનાં મમ્મી પપ્પાને બાય કહેવા માટે તેમની જોડે રેલ્વે સ્ટેશન તરફ વળ્યાં.

********

જાનીનું વર્તન જોઈને તેઓને ખાતરી થઈ ગઈ કે અત્યારે જો કોઈ તેમનાં હિતેચ્છુ હોય તો બીજું કોઈ નહીં પણ જાની જ છે.

" આતંકવાદી સંગઠનનો એકવાર ઠપો પડી ગયો તો સમજો તમારી લાઈફ ભર જુવાનીમાં આથમી જવાની. સરકારી સાક્ષી બની જાવ તો તમને સજા માત્ર દારૂ અને તેની હેર ફેર માટે થશે. અમારા માટે ગવાઈ આપો તો સમજી લો કે કાયદો પણ તમને માફ કરશે" " સર કચ્છ ખાવડા પાસે અમને આવવાનાં સૂચનો મળ્યાં છે. આ મહિનાની સાતમી તારીખે અમને સાતેયને અલગ અલગ નામે ટિકિટ બૂક કરી ભૂજ પહોચવાનું હતું જ્યાંથી અમને કોઈ સ્પેશિયલ આકા લઈ જવા આવશે અને ત્યાંથી પાકિસ્તાનનાં ટ્રેનિંગ કેમ્પમાં જવાનું હતું." કોઈ કશું બોલ્યું નહીં. મિ.જાની અને વ્યાસ એકબીજાને તાકી રહ્યાં. " સર આ કામ હવે આપણું નહીં હો" રાણાએ પહેલી વખત કોઈ નેગેટીવ વાત કરી હતી.

" યસ સર હવે આ કામ રો અને સેનાનું છે. આતંકવાદ વિરોધી લડવાની ક્ષમતા પણ સેના પાસે જ વધુ છે." વ્યાસે પણ સંમતિ બતાવી

" હું કેદ્રનાં ડિફેંસ મિનિસ્ટરને લેટર લખું છું , સાથો સાથ આ ટેપ પણ તેમને મૂકું છું. મજબૂત સરકાર જરૂર યોગ્ય પગલા લેશે એ મને ગળે સુધી ખાત્રી છે. જ્યાં સુધી ઓપરેશન ન થાય ત્યાં સુધી આખી વાત ખાનગી રહેશે અને ન્યાયમંદિર વિશે પણ રાજ્ય સરકારને જણાવી દેવાનું છે"

" તો અમારું શું થશે?" અહેમદ બોલ્યો

" તમને તમારૂં રિપોર્ટિંગ કરાવી દેવાનું છે અને ફરી વડોદરા છોડી સુરત જવાનું રહેશે અને હા મારી આખી ટીમ ત્યાં પણ જરાં પણ છટકવાની કોશિશ કરી તો ગયા સમજો. ત્યાં તમારે પોલીસ ડરવાની જરૂર નથી કદાચ તમને તેડુ આવે તો પણ તમને જવાનું રહેશે બરોબર" જાનીએ આખો પ્લાન તેમને કહી દિધો અને તેઓ ત્યાંથી નીકળી ગયાં બહાર ઈનોવા તૈયાર જ ઉભી હતી. તેમાં સાતેયને જવાનો ઈશારો જાનીએ કર્યો અને કહ્યું " ચિંતા ન કરો સીટ છે અત્યારે" સૌ ખખળાટ હસી પડ્યાં

અને તેઓને સુરતની ટ્રેનમાં બેસાડી દેવાયા **********

" સર તમને ખાતરી છે તેઓ આપણાથી છેતરપિંડી નહીં કરે" રાણાએ ચાનો કપ રાખતાં કહ્યું " હા નહીં કરે કેમ કે તેઓની વાત પરથી જણાતું હતું કે તેમને આ કોમી વૈમન્સ્યથી તેમને નફરત છે અને જો કંઈ પણ આઘુ પાછુ થયું તો આપણા માણસો તો છે જ ને. જો આ લોકોને આપણે પૂરી દઈયે તો એમનુ કનેકશન જ કટ થઈ જાય અને એ પીક પોઈંટ પર લેવા આવે નહીં. બકરાની લાલચ ધરીયે તો જ એ લોકો આવશે ને." જાની ખંધૂ હસ્યાં રાણા પણ સહમત થયો અને તેણે વાત કરવાનું ટાળ્યું.

" જાની સાહેબ મેં બધા છાપાઓમાં વાત કરી દિધી છે કે બોંબ વિસ્ફોટ વખતે અમને ત્યાંથી કિડનેપ કરી લેવાયાં હતાં અને પછી અજાણ્યા સ્થળે લઈ જઈ અમને કહી દેવાયું હતું કે હવે આ કેસ આગળ વધ્યો તો બરોબર નહીં થાય " વ્યાસ સાહેબે મિ.જાનીને માહિતી આપી

" બરોબર કર્યું તમે પ્રેસ વાળાને બધું જાણવાનો અધિકાર નથી " જાનીએ પૂરું કર્યું

*********

જાની અને રાણા ખુદ ગાંધીનગર જવા રવાના થયાં અને સરકાર સાથે આખી વાત કરવાનું વિચાર કરતાં હતાં. કચ્છનાં પોલીસવડા અને રાજ્યનાં પોલીસવડા સાથે વિમર્શ કરવો જરૂરી હતો સાથો સાથ દિલ્હીથી સેનાના પ્રતિનિધીને બોલાવવામાં આવ્યાં હતાં. બંધ બારણે આખી વાત થવાની હતી અને કોઈ મોટા ઓપરેશનને અંજામ આપવો પડે તો તેનાં માટેની મંજુરી લેવાની હતી.

કાર હાઈ વે પર દોડતી હતી. જાની વિચારોનાં દરિયાનાં ઉંડા સુધી જઈ મોતી શોધી રહ્યાં હતાં અને બાજુંમાં બરોડાની મિડિયાએ છાપેલા વર્તમાનપત્રો હતાં જેમાં ક્યાંક વ્યાસની બદલી થવાની છે એ પણ સામેલ હતું.

કેવી અજીબ વાત છે કે એક કેસ આટલો બધો ઉંડો નીકળશે કે જેના મૂળ દેશનાં દુશ્મન એવા આતંકી સંગઠનનાં હાથમાં હતાં. જો તેઓ આ કેસમાં નિષ્ફળ ગયા હોત તો કદાચ દેશ મોટી અને ગંભીર ઘટનાનો સાક્ષી બનત. કદાચ ગુજરાતનાં છોકરાઓને હથિયાર બનાવી આવનારી વિધાનસભા 2017ની ચૂંટણીને ટાર્ગેટ કરત તો. કોઈ નાનો લાગતો કેસ આજે સાઈડમાં રહી ગયો હતો અને અત્યારે ગુજરાતનું રાજકારણ ગરમ થઈ ગયું હતું. જાનીનાં મનમાં આખી ઘટના તોલી રહ્યા હતાં. *****

ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસમાં બેઠક રાખવામાં આવી હતી. આ રીતેની બેઠકનો અનુભવ પણ જાનીને ન હતો. તે પોતાની સાથે લાવેલા ફોટોગ્રાફ, વિડિયો અને મિ.વ્યાસ આપેલા પેપરને સેટ કરી રહ્યાં હતા.

" સર આર યુ રેડી?"

" 10 મિનિટ્સ" જાનીએ સચિવાલયનાં માણસને કહ્યું

''ઓકે'' તે ચાલ્યો ગયો

જાની અને રાણા મિટિંગ રૂમ તરફ જવા નીકળ્યાં ત્યાં તેઓએ આવેલા અધિકારીઓ સાથે ઓળખાણ કરી. મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર થોડી વાર બાદ આવ્યાં અને તેમણે અભિવાદન કર્યું. બધાએ પોતપોતાની જગ્યા લીધી માત્ર જાની ઊભા રહયાં અને તેમણે શરૂઆત કરી " હેલો ગૂડ મોર્નિંગ ટુ ઓલ. આઈ એમ અમિત જાની ડિટેક્ટીવ ઓફ ગુજરાત ગર્વમેંટ & બી સાઈડ મી માય રાઈટ હેંડ મિ.રાણા" બધાએ હળવી સ્માઈલ આપી અને ફરી જાનીએ શરૂ કર્યું " તમને ખ્યાલ છે કે બરોડામાં ચર્ચાસ્પદ બનેલો કેસ અત્યારે બહારની દુનિયા માટે બંધ થઈ ગયો છે અને પોલીસની અને મારી નિષ્ફળતા ગણાવી આખી વાત ફંટાઈ ગઈ છે. મેં માનનીય મંત્રીને એક પત્ર દ્વારા જણાવ્યું હતું કે આખી ઘટના અત્યારે દેશ માટે ચિંતાનો વિષય બની છે. સુરતનાં સાત જેટલા યુવાનો અત્યારે એક આતંકી સંગઠનની અસર હેઠળ છે જેઓ લગભગ પાંચથી છ દિવસમાં ભારત છોડી પાકિસ્તાન તરફ જવાનાં છે" જાની આટલું કહી પાણી પીવા અટકાયાં" આ જોવો એનાં પૂરાવા" જાની સૌ પ્રથમ ફાઈલ આપી અને તેમાં દરેકનાં નામ સાથે તેમનાં ફોટો હતાં. દરેક ફોટોની ડાબી બાજું તેમનું એડ્રેસ અને તેમનાં કેસ સામેલ હતાં. સૌ તે જોવામાં મશગૂલ હતાં અને ત્યાં સુધીમાં રાણાએ પૂછતાજની રેકોડિંગ સેટ કરી." આ કોઈ રીઢા ગુનેગાર જણાતાં નથી પણ એવાં લોકોની પસંદગી કરાઈ છે જેઓ શોષિત અને ગરીબ પરિવારનાં. ક્યાંક તેમને રૂપિયાની લાલચ છે તો ક્યાંક મનમાં એક ડંખ છે જે તેમને અહીં લઈ ગયો છે. બીજી વાત આ બધાનાં ફોન આપણા કબજામાં છે ને એટલે ટ્ર્રેસ થાય છે" પોલીસવડાએ જાનીને પૂછ્યું" યસ સર એમની રજ રજની માહિતી મારી પાસે છે એટલે સુધી ખબર છે તે ક્યારે ઊઠે છે જમે છે અને કયારેય દારૂને ડિલવરી કરે છે. થોડા સમય સુધી આ બધુ ચાલવા દેવું પડે એમ છે બસ પછી તો આ કનેક્શનની લિંક જ કટ કરી નાખીશ.સર આ વાતચીત જોવો" જાનીએ તેમને ટી.વી તરફ જોવા કહ્યું અને ફરી બોલ્યા " આમાં ક્યાંક અવિવેકથી બોલાઈ ગયું હશે હો" બધા હસી પડ્યાંઆખુંય રેકોડિંગ સ્પષ્ટ દેખાતું હતું. અધિકારી જોઈ રહ્યાં ઓ હતાં કે બંને જાની કેટલા અલગ અલગ છે. અહીં સૌમ્ય દેખાતા જાની ત્યાં કેટલા રૌદ્ર દેખાતાં હતાં.

"આ મારી પાસે કેન્દ્ર સરકારનાં દસ્તાવેજ છે જેમાં એ સંગઠનનાં આતંકવાદીઓનાં હિટ લીસ્ટમાં આપણા ઘણા બધા નાગરિક છે અને આપણા ઘણા યુવાનો એમનાં માટે કામ કરે છે. જેમને પાછા લાવવા માટે આપણી ગુપ્તચર સંસ્થા કામ કરી રહી છે અને આ બાબતે તેઓ કચ્છમાં કામ કરી રહ્યા છે. હવે તેની મદદે સેનાએ જવાનું છે જેની માહિતી અને રોડમેપ આ રહ્યો" મંત્રીશ્રી એ સેનાનાં પ્રતિનિધીને કાગળ વાળું કવર આપ્યું અને પોતાની વાત પૂરી કરી." આભાર," તેમણે તે કવર ખોલ્યું અને ભૂજ થી ખાવડા તરફનો આખો માર્ગ હતો જેમાં બે થી ત્રણ જગ્યાએ લાલ માર્ક કરેલા હતાં અને નીચે તેનાં પરની નોટ હતી કે અહીનાં ભારતનાં નાગરિકોની મદદથી તેઓ બધી દેખરેખ રાખે છે.

" આપણી સેનાનાં સ્પેશીયલ લોકો છે જ અને જો મિ.જાનીની વાત માનીયે અને એ લોકો ભુજ તરફ આવવાનાં હોય તો આપણે સ્પેશીયલ ઓપરેશન કરી દઈયે એ માટેની તૈયારી મારા પર છોડી દો. આપણી આર્મી તૈયાર છે અને અહીથી નીકળતા કચ્છનાં તમામ ચેકપોસ્ટ સાબતા કરી દઈયે" પ્રતિનિધીએ વાત કરી" વી વીલ જોઈન યુ" જાનીએ વાત કરીજાનીનાં મોઢાનું તેજ અને તેમનો આત્મવિશ્વાસ જોતાં તેમને નાં ન પાડી શક્યાં અને હકારમાં માથું ધુણાવ્યું." તો પુરુ કરીયે અને તૈયારી કરીયે" મુખ્યમંત્રી ઉભા થયા અને એમનાં ગયા બાદ બધાએ રૂમ ખાલી કર્યો.

બધા ચક્રો ગતિમાન થઈ ગયાં. ભુજની ટુકડીને સૂચના આપી દેવાઈ. કચ્છની પોલીસ સાબતી કરી દેવાઈ અને એમનો મુખ્ય ધ્યેય આકાને ભુજ સુધી લાવવાનો હતો જેથી આસાનાથી કામ થઈ શકે. એક ચુકની કિંમત સેંકડો જીવ હોઈ શકે એટલે કોઈ ચુક પાલવે એમ ન હતી.

વાંચતા રહો લાસ્ટ નાઈટ..... આવતા મંગળવારે