નિષ્ટિ - ૨૯ Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૨૯

નિષ્ટિ

૨૯. સ્વીકાર

નિશીથ વાત પૂરી કરી કરતાં ગહેરા શોકમાં ડૂબી ગયો. ત્રિનાદ માટે તો આ વાત એક જબરદસ્ત ઝટકા સમાન હતી.

‘ઓહ.... નીશીથભાઈ, હું તમને આટલા સમયથી ઓળખું છું પણ ક્યારેય અણસાર સુધ્ધાં નથી આવ્યો કે તમે તમારા હૃદયમાં આટલો ભાર લઈને ફરી રહ્યા છો.. તમને સતત ક્રિષા મેડમની યાદ તો આવતી જ હશે ને?’

‘પ્યારકી ગહરાઈ ઇતની Deep થી

મૈ થા ડૂબા ઉન ગહરાઈઓમેં,

પહલે ઝલકતી થી હર ચહેરેમેં

અબ મહસૂસ તક નહિ પરછાઈઓમેં..’

નિશીથે વાત પૂરી કરી પછી ઘણી વાર સુધી ગમગીની છવાઈ ગઈ... પછી ત્રિનાદે ચૂપકીદી તોડી.

‘નિશીથભાઈ, આપણે સુરત આવ્યા હતા તો ક્રિષા મેડમના મમ્મી પપ્પાના ઘેર એમને મળવા જવું જોઈતું હતું..’

‘હા... સાચી વાત છે તારી.. પણ એ શક્ય નથી..’

‘શું કોઈ પ્રોબ્લેમ છે?’

‘એમણે મને સોગંદ દીધા છે... એટલે’

‘સોગંદ? કેવા સોગંદ?’

‘એ જ કે હવે હું જયારે પણ એમના ઘેર પગ મૂકું ત્યારે હું એકલો નહિ સજોડે હોવો જરૂરી છું..’

‘ઓહ.... તેઓ ખરેખર ઊચ્ચ કોટિની વિચારસરણી વાળા છે. ધન્ય છો તમે.. તમે આટલા સારા છો તો તમને બધા સારા માણસો જ મળે છે..’

‘હા એ તો છે જ’

‘તો પછી તમારે એમની વાત માની લેવી જોઈએ..’

‘હજુ હું તૈયાર નથી.. એ માટે..’

‘ઓકે... હમણાં હું તમને કઈ નહિ કહું.. કાલે રાત્રે હું તમારા ફ્લેટ પર આવું છું... આપણે શાંતિથી આ અંગે વાત કરીશું..’

‘ઠીક છે..’

બંને જણા મુંબઈ પહોચીને નિશીથના ફ્લેટ પર જ સૂઈ ગયા અને બીજા દિવસે રાબેતા મુજબ ઓફિસે પહોચી ગયા. દિવસ દરમ્યાન ત્રિનાદ અને મિષ્ટી વચ્ચે સારી એવી ગપશપ ચાલી.

‘શું થયું.. આ વખતે કંઈ ન્યુઝ લાવ્યો કે પછી ટાંય ટાંય ફીસ્સ્સ.. યાદ છે ને? વચન આપ્યું છે’ મિષ્ટીએ ત્રિનાદને સીધું જ પૂછી નાખ્યું..

‘સોરી.. મિષ્ટીબેન.. આ વખતે પણ તમારી વાત નિષ્ટિભાઈ સુધી પહોચાડવાનો મોકો ના મળ્યો.. પણ જે કોઈ વાત થઇ એ કાળજું કંપાવી મૂકાવે એવી હતી..’

‘ઓહ.. . શું થયું એવું?’

ત્રિનાદે ગઈકાલે નિશીથે કરેલી બધી વાત મિષ્ટીને કરી..

‘ઓહ.. માય ગોડ.. ઓહ.. માય ગોડ..’ મિષ્ટીને જાણે ચક્કર આવી રહ્યા હતા. ત્રિનાદે એના માટે પાણી મંગાવ્યું. મિષ્ટીને કળ વળી એટલે ત્રિનાદે આગળ ધપાવ્યું..

‘આર યુ ફીલિંગ બેટર?’

‘ક્વાઈટ બેટર...’

‘હવે શું વિચાર છે?’

‘પહેલાં નિષ્ટિ માટે માત્ર પ્રેમ હતો.. હવે એના માટે અનહદ આદર પણ છે અને એના માટે ચિંતા પણ.. કેટલી વેદનાઓ ભરીને બેઠો છે એ હ્રદયમાં.... છતાં આપણને અણસાર પણ ના આવવા દીધો..’ મિષ્ટીએ ભીની થયેલી આંખોના ખૂણા લૂછ્યા

‘અને પેલા મિશનનું શું કરું?’

‘તે મને વચન આપ્યું છે... નિભાવ્યે જ છૂટકો.. હવે હું પહેલાં કરતા પણ વધુ ચાહવા લાગી છું નિશીથને..’

‘ઓકે.. ડન..’

‘થેન્ક્સ ફોર યોર સપોર્ટ’ મિષ્ટીએ ત્રિનાદનો હાથ કસીને પકડ્યો.. એની આંખોમાં આંસુ હતાં તો મોઢા પર હાસ્ય રમી રહ્યું હતું.

એ પછી ત્રિનાદ સિંહા સાહેબની કેબીનમાં પણ ઘણી વાર સુધી બેઠેલો રહ્યો. નિશીથ માટે આ બધું અજુગતું હતું.

રાત્રે ત્રિનાદ નિશીથનો મહેમાન હતો. બંને જણા બહાર જમી પિક્ચર જોઇને ફ્લેટ પર ગયા. પોતાની વાત શરુ કરતાં પહેલાં ત્રિનાદ નિશીથને ખુશ મિજાજ રાખવા માગતો હતો કે જેથી એ જે વાત કરવા માંગતો હતો એમાં સરળતા રહે.

‘નીશીથભાઈ, તમને નથી લાગતું કે તમારે ક્રિષા મેડમના મમ્મી પપ્પાની ઈચ્છાનું સન્માન કરવું જોઈએ?’

‘લાગે છે મેં ખોટી તને બધી વાત કરી.. મારે એમ નહોતું કરવું જોઈતું..’

‘તમે મને મનની વાત કરીને કંઈ ખોટું નથી કર્યું પણ તમારી ખુદની જિંદગી જોડે તમે જે કરી રહ્યા છો એ તદ્દન ખોટું છે.’

‘તો શું કરવું જોઈએ... ગુરુજી?’

‘ગુરુજી? હહ.. ચાલો ગુરુના ગુરુનો ઈલ્કાબ લેવામાં પણ વાંધો નથી જો તમે મારી વાત માનતા હો તો..’

‘શાની વાત?’

‘તમે લગ્ન કરી લો..’

‘શું વાત કરે છે તું? કઈ ભાનબાન છે?’

‘હું સંપૂર્ણ ભાનમાં જ છું.. તમારે બસ હા જ પાડવાની છે. બાકી બધું અમારા પર છોડી દો’

‘અમારી પર ? એટલે તું શું આખી ગેંગ લઈને બેઠો છે કે શું?’

‘એ વાત જવા દો.. તમારી બધી વાત જાણ્યા પછી પણ એક છોકરી તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે.. એ ઘણા સમયથી તમને પ્રેમ પણ કરે છે.. બસ તમારી હાની રાહ છે.’

‘ઓહો... બધી તૈયારી કરીને બેઠો છે તું તો?’

‘તમે સાવ બેકાળજી રાખો તો મારે તો કંઈ કરવું પડે ને? બાય ધ વે.. નામ નહિ પૂછો એનું?’

નિશીથ એટલો બુદ્ધુ તો નહોતો કે ત્રિનાદનો ઈશારો કોની તરફ હતો એ સમજી ના શકે પણ એ કશું બોલવા નહોતો માંગતો એટલે એટલું જ બોલ્યો.. ‘હવે એ પણ બતાવી દે...’

‘અરે આપણા મિષ્ટીબેન!!!’

નિશીથ કંઈ પણ બોલ્યા વગર વોશરૂમમાં ચાલ્યો ગયો.... એ સમજી નહતો શકતો કે શું કરવું..

થોડી વાર પછી એ ડ્રોઈંગ રૂમમાં પરત ફર્યો અને ત્રિનાદ સામે બેસી ગયો.

‘તો હું શું સમજુ?’ ત્રિનાદ એમ પીછો છોડે એવો નહોતો..

‘હવે તો તને મારા વિષે બધી જ ખબર છે..’ નિશીથનો ત્વરિત ઉત્તર..

‘ને હવે તો મિષ્ટીબેનને પણ ખબર છે..’

‘બસ તો પછી વાત ખતમ..’

‘ના.. એ હવે પહેલા કરતા પણ વધુ મક્કમ છે.. તમારી કહાની સાંભળ્યા પછી તો તેમનુ તમારા પ્રત્યેનું માન ઓર વધી ગયું છે.’

‘ઓહ... તું એક કામ કરી શકે?.. મને વિચારવા માટે થોડો સમય ના આપી શકે?’

‘શ્યોર....’

બીજા દિવસે ઓફિસમાં ફર્સ્ટ હાફમાં નિષ્ટિ અને મિષ્ટી બંને એ એકબીજા સામે આવવાનું ટાળ્યું પણ બપોર પછી અગત્યના કામે મિષ્ટી નિશીથની કેબીનમાં પ્રવેશી... તેના ચહેરા પરથી આજે રોજબરોજની તાજગી ગાયબ હતી.. આંખો સૂઝેલી લાગી રહી હતી જે ગઈ રાતની અનિદ્રાની ચાડી ખાઈ રહી હતી... આ સ્થિતિમાં પણ એની મનમોહકતા બરકરાર હતી. કામની વાત પૂર્ણ થયા પછી મિષ્ટીએ તીર છોડ્યું..

‘નિષ્ટિ, એક વાત પૂછું?’

‘તારે કંઈ પૂછવા માટે થોડી પરમીશન લેવાની હોય? બેધડક પૂછ’

‘ડુ યુ હેઇટ મી?’

‘નો... નેવર... નોટ પોસીબલ... કાન્ટ ઇવન થીંક ઓફ ઈટ’

‘આઈ લવ યુ ટ્યુ..’ મિષ્ટીએ લોઢું ગરમ જોઈ ઘણ નો ઘા કર્યો..

મેં એવું ક્યાં કહ્યું... મેં તો માત્ર એમ જ સ્વીકાર્યું કે આઈ ડોન્ટ હેટ યુ... એનો એવો થોડો મતલબ છે?

‘હવે જવા દે ને.... બધા આપણી વાતો કરે છે...’

‘એમ.. ? ના હોય!!!!!! ઓહ માય ગોડ!!!!!!’

‘યેસ્સ.... ઇટ’ઝ એબ્સોલ્યુટલી રાઈટ... ક્યાં સુધી સત્યથી પીછો છોડાવતો રહીશ?..’

‘એમ નહિ.. એમાં એવું છે કે... હું.... મને... મારું.... મારાથી..... ઓહ.......’

નિશીથને લાગ્યું કે થોડા વર્ષો પહેલાની ઘટના ફરી આકાર પામી ગઈ... ત્રિનાદ દ્વારા ક્રિષા અંગે કરાયેલી વાતનો મિષ્ટીએ ખૂબ સ્માર્ટલી ઉપયોગ કર્યો હતો... ગઈ રાત્રે ત્રિનાદ જોડે વાત થયા પછી નિશીથ પણ આખી રાત ઊંઘ્યો નહોતો. તેણે છેલ્લાં પાંચ વર્ષો દરમ્યાન તેની અને મિષ્ટી વચ્ચે થયેલા સંવાદો અને ઘટનાઓનું પૃથક્કરણ કર્યું... તેણે અનુભવ્યું કે મિષ્ટી એને કેટલી હદે સમર્પિત હતી.. તે પોતે માનસિક રીતે મિષ્ટીના પ્રેમનો સ્વીકાર કરવા તૈયાર થઇ ગયેલો પણ હવે કેવી રીતે આગળ વધવું એ કુદરત પર છોડી દીધેલું. પણ મિષ્ટી એનાથી ઊલટું વિચારીને આવી હતી અને નિશીથ અને ક્રિષા વચ્ચે પ્રેમના પ્રસ્તાવ અંગેની વાત યાદ આવતાં તેણે એ પ્રસંગને ફરી ઉજાગર કરવાનો ટ્રાય કરવાનું વિચાર્યું જે તેણે સફળતા પૂર્વક પાર પણ પાડ્યું.

‘કેમ ચૂપ થઇ ગયો... કંઈ તો બોલ?’ મિષ્ટીએ નિશીથને ઢંઢોળ્યો..

નિશીથને પણ લાગ્યું કે હવે જયારે પોતે પણ મિષ્ટિના પ્રસ્તાવનો સ્વીકાર કરવા તૈયાર છે તો આ જ સાચો સમય છે.. તે આંખો બંધ કરી થોડી વાર બેસી રહ્યો... પછી એટલું જ બોલ્યો...

‘ઓકે.... એઝ યુ વિશ..’

મિષ્ટીએ નિશીથને ખુરશી પરથી ઊભા થવા ફરજ પાડી અને એને રીતસર ભેટી પડી.. નિશીથ ભાવ વિહીન ચહેરે દૂર ખૂણા તરફ તાકી રહ્યો... તેણે અનુભવ્યું જાણે તેની નજર સમક્ષ ક્રિષાનો ચહેરો તાદ્રશ્ય થયો જે મંદ મંદ હાસ્ય વેરી રહ્યો હતો અને એક નવા સંબંધો પર મંજૂરીની મહોર મારી રહ્યો હતો.

મિષ્ટી પોતાની ચેમ્બરમાં પરત ફરી ચૂકી હતી.. કલાકેક પછી ઓફીસના સમગ્ર સ્ટાફ મેમ્બર્સના હાથમાં આઈસ્ક્રીમનો કપ હતો.. પૂછવામાં આવતાં જાણવા મળ્યું કે સિન્હા સાહેબના ઓર્ડરથી જ આઈસ્ક્રીમ મંગાવવામાં આવેલ જેના માટે એમણે કોઈ કારણ આપવું મુનાસીબ નહોતું માન્યું.

આ દરમ્યાન નિશીથ, મિષ્ટી અને ત્રિનાદ નિશીથની કેબીનમાં ઉપસ્થિત હતાં..

‘અભિનંદન બોથ ઓફ યુ.. તમે ફટાફટ આઈસ્ક્રીમ પતાવો અને ફરવા માટે જાઓ... આજે તમારા માટે પ્રપોઝ ડે છે... ઊજવણી નહિ કરો?’ ત્રિનાદે ફરમાન છેડ્યું..

મિષ્ટી અને નિષ્ટિએ ત્રિનાદનો આભાર માન્યો.. પછી બન્ને જણા જુહુ બીચ જવા માટે નીકળી પડ્યા..

કાયમ એકબીજા જોડે મસ્તી કરતા રહેતાં બંને જણ આજે જાણે પહેલી વાર મળી રહ્યાં હોય એમ ગૂમસૂમ હતાં.. દરિયા કિનારાની રેતી પગના અંગૂઠા વડે ખોતરી રહ્યાં હતાં....

‘આપણે સુરત ક્યારે જઈએ છીએ, નિષ્ટિ?’ મિષ્ટીએ સંવાદ છેડ્યો

‘સુરત? કેમ સુરત?’

‘મમ્મી પપ્પાને મળવા.. ક્રિષાનાં મમ્મી પપ્પા હવે મારાં પણ મમ્મી પપ્પા છે.. હું સુરત જવા માટે ખૂબ જ અધીરી છું..’

‘ઓકે.. ચોક્કસ જઈશું આપણે... ક્રિશું..’ નિશીથ અનાયાસ ક્રિષાનું નામ બોલી ગયો..

‘હા.. હવે હું જ તારી ક્રિશું છું.. તું મને એ નામથી બોલાવીશ તો મને ગમશે.. દુનિયા માટે ભલે હું મિષ્ટી હોઉં.. તારા માટે તો હવે થી હું ક્રિષા છું..’

‘ના.. એ શક્ય નથી.. એ મિષ્ટી જોડે અન્યાય કહેવાય... એમ કરીને હું તારા અસ્તિત્વની અવગણના નથી કરવા માંગતો. તારું પણ દોસ્ત તરીકે મારી જીંદગીમાં અનોખું સ્થાન છે તો પછી હું કેવી રીતે તારી જોડે અન્યાય કરી શકું? એવરી થીંગ વિલ બી સેટલ્ડ.. જસ્ટ મેટર ઓફ ટાઈમ..’

‘અરે નિશીથ ત્યાં જો તો જરા?’ મિષ્ટીએ ક્ષિતિજ તરફ આંગળી ચીંધી પૂછ્યું.

‘શું છે ત્યાં?’

‘કંઈ નહિ.... સન ઓફ બીચ.. દરિયા કિનારાનો સૂરજ... ‘

‘ઓહ... મરીના બીચ વાળો ડાયલોગ યાદ છે તને?’

બંને હવે કિનારાના પાણીમાં છબછબિયા કરી એકમેકને ભીજવવા લાગ્યાં. હવે તો ઓફિસમાંથી સીધા ઘેર જવાને બદલે કોઈને કોઈ સ્થળે ફરવા જવાનો કાર્યક્રમ બનવા લાગ્યો.

‘નિષ્ટિ, હવે આપણે આપણા ઘરે આપણા સંબંધ વિષે વાત કરવી જોઈએ..’ એક દિવસ મિષ્ટીએ સાયંવિહાર વખતે કહ્યું..

‘હું પણ એ જ વિચારતો હતો.. પણ કેવી રીતે કહું એ સૂઝતું નથી..’

‘હા. મારી પણ એ જ દશા છે..’

‘હવે થોડા દિવસો પછી તાજ હોટલમાં પ્રોગ્રામ છે એ પતી ગયા પછી જ આગળ ધપીએ તો?’

‘બરાબર છે.. એ જ યોગ્ય રહેશે..’

આ દરમ્યાન સિંહા સાહેબને અવારનવાર મળવા આવતા લીગલ એડવાઈઝરની મુલાકાતોની ફ્રિકવન્સી પણ વધતી ચાલી જે કામમાં અવરોધરૂપ બનતાં લીગલ એડવાઈઝર સ્ટાફમાં સૌને આંખમાં કણાની માફક ખુંચતા હતાં..

મિષ્ટી અને નિષ્ટિની સૃષ્ટિ હવે એકબીજામાં સમાવિષ્ટ હતી.

નિશીથના વિચારયાત્રા પર પણ બ્રેક લાગી અને એ વર્તમાનમાં પ્રવેશ્યો.. કાર હવે તાજ હોટલના પ્રાંગણમાં પ્રવેશી ચૂકી હતી અને કારની બ્રેક સાથે જ નિશીથની વિચારયાત્રા પર બ્રેક લાગી હતી..

ક્રમશ:.......