ધ લાસ્ટ નાઈટ Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ લાસ્ટ નાઈટ

લેખક વિશે :-

પૂજન નીલેશભાઈ જાની ભુજ કચ્છના વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M.S.UNIVERSITY માં એન્જીનીયરીંગ નાં ૨જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ નાં વેકેશન થી જ કાઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભુમી અખબાર જૂથના કચ્છ વિભાગના દૈનિક કચ્છમિત્ર નાં સહકાર થી સાકાર થઇ. દોઢ વર્ષમાં આશરે ૧૫ જેટલા લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું, એ માટે કચ્છમિત્ર નો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.

આમ તો, એન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદર નાં બે કિનારા છે, પણ આ બંનેના સુભગ સમન્વય થી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહ્યો છું. વાંચવાનો, ફિલ્મોનો ગાંડો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખ ને પંખો મળી છે.

અત્યાર સુધીની માતૃભારતી ની યાત્રાએ, મિત્રો, સગસબંધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.

આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભવ્યાનો જે ક્યારેય મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઈપીંગ અને ભાસશુધ્ધી માં સાથે રહે છે.

Facebook : n. jani

jawanizindabadonlinearticleseries

Email :

Whatsapp : 7874595245

મારી વાત
બહુ લાંબા સમયથી કાંઈ કાલ્પનિક એટલે કે ફીકશન લખવાની ઇચ્છા હ્દયમાં હતી. કાલ્પનિક નોવેલ લખવી એટલે એના દરેક પાત્રને તમે હો એ રીતે જીવવું પડે, તેની જ દુનિયામાં રચ્યા પચ્યા રહેવું પડે. ખૂબ જ સારું શિસ્ત માંગી લે એક સારી રચના....
અહીં મુકેલી એક લઘુ કથા મારી ક્ષમતા જાણવા મુકેલી છે આ કોઈ નવલકથા નથી કે જેમાં રસિક વર્ણન હોય. એક સાદી અને પોઇન્ટ ટુ પોઇન્ટ ટૂંકી વાર્તા છે.
6 મિત્રો એક લાગણીના તાર કહો કે વિજાતીય આકર્ષણથી જોડયેલા છે. મસ્તી અને મજાકના મદહોશ વાતાવરણમાં એક ઘટના બની જાય છે તેની આસપાસ રચાયેલી વાર્તા છે.......

રૂમમાં આમ તેમ તલાશી દરમિયાન તેમને કંઈ ન મળ્યું. ઘણું જ ફંફોસીયું છતાં હાથમાં નિરાશા જ આવી અને તેઓએ હવે માત્ર બેસી રહેવાનું નક્કી કર્યું. પૂરી પાંચ મિનિટ બાદ તેમને અવાજ સંભાળ્યો જે ધીમે ધીમે વધતો હતો આથી તેઓ સાબદા બન્યાં અને થોડા ખૂશ પણ થયાં. તાળીઓ વધુ નજીક આવતી ગઈ અને ચહેરો પણ સ્પષ્ટ થતો ગયો. બ્લેક ગોગ્લસ અને ગ્રે હેટમાં જાની, વ્યાસ અને રાણાની ત્રિપુટી હાજર થઈ. સાતેય જણનાં ચહેરા પરનો નૂર ઉડી ગયું અને એકબીજા તરફ જોવા લાગ્યાં. કોઈ કશું સમજતું ન હતું માત્ર તેમનાં ચહેરા પર અલગ જાતનાં હાવભાવ જોવા મળતાં હતાં. " કેમ રહી સફર? તકલીફ ન પડી ને તમને" જાની ખંધુ હસ્યાં અને થોડા વધુ નજીક ગયાં ધીમેથી પોતાનાં ચશ્મા નીકાળ્યાં " કોણ છો તમે.? જાનીની કોર્ટમાં તમારું સ્વાગત છે. હું મારી રીતે ન્યાય કરું છું અને જો મારી તરફેણમાં હોય તો જ જવા મળશે નહીં તો પાછળ લાશ દાટવાની વ્યવસ્થા છે જ" ઠંડે કલેજે જાનીએ વાત મૂકી.

સૌ એકબીજા સામે એક સાથે જોઈ પડ્યાં અને પરસેવો પણ ક્યાંક ઉતરતો હતો છતાં કોઈનાં મોઢા ખુલતા ન હતાં બસ પૂતળાની જેમ ઉભા હતાં આ જોઈ રાણા અને વ્યાસ પણ મલકાણા " ત્યાં લાલ લાઈટ દેખાય છે ને દોસ્ત એ સી.સી.ટી.વી કેમેરાની છે ને ત્યાં બધુ કેદ થઈ ગયું છે સમજ્યા તમે જે આકા આકા અને તમારા ધંધાની વાતો કરતાં હતાં તે બધું હવે કોર્ટમાં રજૂ થસે અને તમારી સામેનાં સબૂત વધુ મજબૂત બનશે. કાયદાની મદદ કરી ઓછી સજાએ છુટવું છે કે......." જાનીએ વાત પૂરી ન કરી "ના સર મારે નથી જવું જેલમાં હું બોલીશ અને જલ્દીથી મને જવા દો" શ્રેયાનો ભાઈ બોલી ઉઠ્યો. બધા એની સામે જોવા લાગ્યાં અને તેમની નજરમાં ખૂબ ગુસ્સો હતો પણ સામે ઉભેલા જાની સામે તેમનું કંઈ ન ચાલ્યું. બાજુંમાં ઉભેલા મૌનિસે તેનો હાથ દબાવ્યો પણ તેને છોડાવી તે આગળ વધ્યો. " આવ બેટા બેસ તું કંઈક સમજદાર લાગે છે મને ચાલ બોલ" જાની રીઢા અધિકારી જેમ બોલ્યાં " હા સર એક તો આજ લોકોને લીધે મેં મારી બહેન ગુમાવી છે અને હવે મારી જીંદગીની બીજી ભૂલ કરવા નથી માંગતો હું પણ. આ બધા જે દેખાય છે એટલે કે અમે એક સંગઠનનાં પ્રભાવમાં છીયે એનું નામ છે ' જેહાદ @ ઈંડિયા '. '' શું? (ગાળ) (ગાળ) (ગાળ)" જાની ચમકીને ઉભા થઈ ગયાં અને સાથો સાથ રાણા અને વ્યાસ પણ.

" સર આ તો પ્રતિબંધિત સંગઠન છે અને આતંકવાદીઓને ભારતમાં 80% આતંકવાદને પાછળ એનો તો હાથ હોય. બે દિવસથી કશ્મીરમાં આ જ જુથ આપણી સેનાને હેરાન કરે છે. " રાણા ગંભીરતાને ધ્યાનમાં રાખી બોલ્યો. " અને એનાં સાત આતંકવાદી આપણી સામે ઉભા છે જો." જાની ઉભા થઈને આગળ વધ્યા. " જો તો ખરા આટલી નાની ઉંમરમાં જેહાદનાં અર્થ પણ ખબર નહીં હોય અને નીકળી પડ્યાં છે.'' '' સર અમે આતંકવાદી નથી'' અહેમદ બોલ્યો

" શટ અપ (ગાળ) એ જ ભવિષ્યમાં બનત જો અહીં પકડાઈ ન જાત તો. મુંબઈમાં દારૂ જુગારનાં ધંધા અને દેશ ભરમાં ડ્ર્ગ્સનો ફેલાવો તો કરો તો કાલે સવારે બંદૂક પણ પકડી લેશો" શાંત દેખાતા વ્યાસ તાડુક્યાં જાની સમજી ગયાં કે વ્યાસ અને રાણાની મહેનત છે કે એમને દારૂ અને ડ્ર્ગ્સની બધી માહિતી મળી ગઈ. સામેથી કોઈ જાતની ચહેલપહેલ ન થઈ. કોઈ સ્થિર થાંભલાની જેમ ઉભાં હતાં અને બધાની નજર નીચે હતી. આટલી શાંતિ જાણે જાનીને પસંદ ન આવી હોય એમ તે તાડુક્યો " તમારી કેસેટ કેમ બંધ છે બોલો (ગાળ) આટલે ઉંચે સુધી પહોચ્યાં કઈ રીતે એ તો બકો હવે." હજી પણ કોઈનો અવાજ નીકળતો ન હતો. વાતાવરણની શાંતિ ચીરતી ગોળીનો સનનનનન અવાજ જાનીની બંદુકમાંથી નીકળ્યો અને ગોળીને સૌ ઉપર જોઈ રહ્યાં"બોલવું છે કે તમારામાંથી એકનાં શરીરમાં પસાર કરી દઉં" શ્રેયાનાં ભાઈ સામે જોઈને જાની તાડુક્યાં મૌનિશે તેને ધકેલ્યો અને તે પણ સમજી ગયો કે બધાની ભલાઈ એમાં જ છે કે હવે સચ્ચાઈ કહી દેવાય.

" સર મારૂ તો તમને ખબર, મારી શરાબની આદત અને એની તલપ મને અહીં ખેંચી લાવી. મારી પાસે અહીં ધર્મ બદલાવાની માંગણી પણ બહુ થઈ અને મને કહેવામાં આવ્યું કે આકા કા હુકમ માન લે વરનાં......'' પછી તેને પોતાનાં પગનાં ઘોટલા પર પડેલા નિશાન બતાવ્યાં અને પછી ચૂપ થઈ ગયો

" અને તમને પણ આ લત હતી કે શું?" રાણાએ બધા સામે જોઈને બોલ્યો

'' નાં" મૌનિસ બોલ્યો "તો"

" અમને ફેસબૂક દ્વારા ફસાવવામાં આવ્યાં છે અને પોલીસ સ્ટેશન પર લાગેલા ગુનાની તપાસ કરી તેઓએ અમને સુરત બોલાવ્યા"

"ફેસબૂક પર કઈ રીતે" જાનીથી રહેવાયું નહીં " હા અમને બધાને છોકરીઓની ફ્રેંડ રિકવેસ્ટ આવતી અને અમે તેમની સાથે વાતો કરતાં. ધીમે ધીમે વાત આગળ વધતી પછી અમે પછી રોજ રોજ અમે ફોન પર વાતો કરતાં. આ રીતે અમને સુરત તરફ ધકેલાયાં ત્યાં આવવાં માટે ફોર્સ થવા લાગ્યો. અમને રૂપિયાની લાલચ બતાવાઈ ત્યાં સુધી અમને ખબર જ ન પડતી કે આ બધું શું છે. ધીમે ધીમે અમને કોમી રમખાણનાં વિડિયો બતાવાયા અને ઉશ્કેરવામાં. ઈરાક અને ઈરાનનાં દ્રશ્યો બતાવાતાં. રીતસર બ્રેઈન વોશ કરી નખાયું અને પછી તો જાણે એ જ અમારા અલ્લાહ હોય તેમ તેની વાત માનતાં થઈ ગયાં. એ કહે રાત તો રાત અને એ કહે દિવસ તો દિવસ બસ આમ અમને રૂપિયા, સેક્સ, શરાબ અને આર.ડી.એક્સ તરફ ધકેલાયાં" મૌનિસે નિસાસો નાખ્યો

આ વાતમાં બધાએ મૌનથી સંમતિ દર્શાવી. આ જોઈને જાનીને લાગ્યું કે છોકરા છુટવા માંગે છે પણ હવે બીક અને સંકોચ તેમને જવા ત્યાં બાંધી રાખે છે. તેમનાં ચહેરા પર સ્પષ્ટ દિલગીરી દેખાઈ આવતી હતી. તેમને ન કોઈ ધર્મ પ્રત્યે જેહાદ હતું કે ન કોઈ પ્રત્યે નફરત બસ માત્ર જલસા કરવાની ઉંમરે તેઓ ફસડાઈ પડ્યાં અને બસ આતંકી સંગઠનની અસર હેઠળ આવી ગઈ. જો સરકારને આ વસ્તુ ખબર પડે તો સાતેયની જીંદગી નર્ક બનવાની હતી. " તમે મને કઈ શકો એ ક્યાંથી ઓપરેટ થાય છે. જો કે સરકાર પાસે માહિતી હશે જ પણ ત્યાં સુધી જવામાં તપાસમાં મુશ્કેલી પડશે એ નક્કી છે એટલે કહી દો તમને સજા ઓછી થશે એની ખાતરી મારી" જાની કોઈ અવળા રસ્તા પર ચડી ગયેલા સંતાનને બાપ સમજાવે એ રીતે બોલ્યાં **********

સયાજી બાગમાં લગભગ કલાક બેસ્યા બાદ છતાં તેઓ કોઈ નિર્ણય પર પહોંચી ન શક્યાં. જાની સહિત બધાનો ફોન બંધ આવતો હતો. વારંવાર તેઓ ફોન ચેક કરી રહ્યા હતાં કોઈ જાતની મૂવમેંટએ ફોન કરતું ન હતું. " ચલો જઈયે હવે બહુ સમય થયો" વિરલે ખામોશી તોડી અચાનક રૂષભનો ફોન રણક્યો અને કોલ રિસિવ કરતા તે બોલ્યો કે " શ્રેયાનાં ડેડી"

તે વાત કરવા દૂર ચાલ્યો ગયો. બધાનાં ચહેરા પર થોડી ઉર્જા આવી ગઈ સાથે મંદ હાસ્ય સાથે તેમનું એક ટેનશન દૂર થયું.

રૂષભને એકદમ ઉત્સાહથી પાછો વળતો જોઈને તેમને ખ્યાલ આવે ગયો કે કોઈ અશુભ સંકેત નથી હવે

" ચલો મેઈન રોડ જઈયે ત્યાં આવે છે અંકલ આંટી"

કોઈએ કોઈ જાતનો સવાલ ન કર્યો અને ચાલતા થયાં. બાઈક પર સવાર થઈ તેઓ મેઈન રોડ પર પહોચ્યાં ત્યાં શ્રેયાનાં મમ્મી પપ્પા ઉભાં હતાં તેમને આટલી મોટી દુર્ધટના પછી ફરી જોઈ તેઓએ હાશકારો અનુભવ્યો

" ક્યાં હતાં અંકલ આંટી તમે અમે તમને કયાં ક્યાં શોધ્યાં તમને ખ્યાલ છે" રિતિકા તરત સવાલનો મારો કર્યો. " એ તો બધું મહત્વનું નથી આ એક વાત તમને કહેવાની છે પછી હું અને આંટી સુરત વયા જઈશું" શ્રેયાનાં પપ્પા બોલ્યા તેમનાં અવાજ એક પ્રકારની ઉતાવળ જણાતી હતી તેવું રિતિકાએ નોંધ્યું " પહેલા તો મને વચન આપો કે આ વાત કોઈને નહીં કરો તમે આ આદેશ જાની સાહેબનો છે"

કોઈએ જવાબ ન વાળ્યો આથી હકાર સમજીને જ તેઓ આગળ વધ્યા " આ બ્લાસ્ટ પાછળ, સાતેયને ગાયબ કરવામાં જાની સાહેબનો ફાળો છે" "એટલે કે તેઓ સેફ છે એમ ને" અંજનાં ઉત્સાહમાં વચ્ચમાં જ બોલી ઉઠી

" હા તેઓને કંઈ થયું નથી એટલે તમે ચિંતા ન કરતાં એટલે જ અમને આ વાત કહેવા મૂક્યાં કેમ કે એમનાં ફોન ટ્રેસ પર મૂક્યા હોઈ શકે એવો ભય છે" " પણ અંકલ તમને આ કેમ ખબર એ તો કહો" રિતિકાએ ફરી સવાલ પૂછ્યો

"એક ઈનોવા આવી હતી તે ત્યાંથી અમને લઈ ગઈ અને કોઈ જગ્યાએ ઉતારી દીધા અને એક ચીઠી આપી જેમાં લખેલું કે

આ બધા પાછળ મારો જ હાથ છે એટલે ચિંતા કરવી નહેં બી સેફ. આ કાર વાળા કહે છે તેમ કરો અને સુરત ચાલ્યા જાવ મિ.જાની આ ચિઠી તેમણે વંચાવી અને તેમણે સુરત જવાં રજા લીધી.......