સંસારની શોભા Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંસારની શોભા

જાગૃતિ આર.વકીલ

સી/૬૬, “વાસળી”,

મુન્દ્રા રીલોકેશન સાઈટ,

ભુજ (કચ્છ) ગુજરાત

Jrv7896@gmail.com

લવ મેરેજ કે એરેન્જ મેરેજ ??( ગુજરાતી ભાષા )

સમગ્ર સમાજમાં નર અને માદા છે,પણ એકમાત્ર માનવસમાજમાં જ પતિ-પત્ની છે.અને આ એક જ સંબંધને આધારે ભાઈ-બહેન,મામા-મામી,કાકા-કાકી,દાદા-દાદી,નાના-નાની જેવી સંબંધલીલા પાંગરી છે.માનવસમાજની સહુથી વિશિષ્ટ ઘટના ‘લગ્ન’ વિશેની ભારતીય પરંપરા અનોખી છે...

મહાન લેખક શ્રી ફાધર વાલેસ કહે છે: “લગ્ન એ સંસાર દીક્ષા છે,સંસ્કારની પવિત્રતા છે.” સામાજીકરણની પ્રક્રિયામાં કુટુંબજીવન,લગ્નજીવન અને સગાઇ સંબંધોની વિશિષ્ટ ભૂમિકા છે...

સમયના ચક્ર સાથે કુદરત વાતાવરણ બદલવા મજબુર હોય છે તો કાળા માથાના માનવીની શી વિસાત ??પશ્ચિમી પવનમાં માત્ર નામની ઓળખથી નક્કી થતા વિવાહ,,ધીરે ધીરે યુવક-યુવતીના પસંદગીના કળશથી પર વધી, પ્રેમલગ્નની શતાબ્દી સુધી પહોચી ગયા છે..આજના યુવક-યુવતીઓ વધુ શિક્ષણ મેળવતા થયા છે,સહ શિક્ષણને કારણે મુક્ત વાતાવરણમાં રહેતા થયા છે ત્યારે પોતાના ભાવિ જીવન માટે સ્વતંત્રતાથી વિચારતા પણ થયા છે...પુખ્ત ઉમરે પહોચ્યા પછી એક મોટો પ્રશ્ન સતાવતો હોય તો એ છે કે................. લવ મેરેજ કે એરેન્જ મેરેજ ?

આ બંને વાતને યોગ્ય રીતે સમજી,વિચારી,કુટુંબ સાથે ચર્ચા કરી સારાસાર સમજી પછી જ નિર્ણય લેવો જરૂરી છે.

ધૂમકેતુના મતે “કુદરતે જ પુરુષ માટે પ્રકૃતિ અને પ્રકૃતિ માટે પુરુષ સર્જેલ છે.”

કેમકે બેઉ વિના જીવન વિકાસ જ પૂરો થતો નથી.એ વિકાસ સર્જનની સફળ શોધ એ જ જીવનનો અંતિમ હેતુ છે.એ જ માનવ સંસ્કારનું સાચું સૌન્દર્ય છે.એ જ પરમ સત્ય અને એ જ સંસારની શોભા છે.” લગ્નજીવન સફળ ત્યારે જ થાય જયારે બને પાત્રોમાં સમજદારી હોય,ધીરજ હોય,એકમેક પર અતુટ વિશ્વાસ હોય.....

આપેલ આલેખ એક સર્વેક્ષણનો છે તે મુજબ મુજબ આજના યુવાઓના મતે લવ મેરેજ કે એરેન્જ મેરેજ્માંથી લવ મેરેજને વધુ પ્રાધાન્ય અપાયું છે.આમ જોઈએ તો બેયના ફાયદા ગેરફાયદા જોઈ સમજી વ્યક્તિએ પોતાની વ્યક્તિગત ક્ષમતાને આધારે નક્કી કરવું જોઈએ કે સ્વયં માટે શું યોગ્ય છે?

લવ મેરેજમાં ક્યારેક એવું બને કે “લવ એટ ફર્સ્ટ સાઈટ”..મુગ્ધાવસ્થામાં માત્ર આકર્ષણ અને યોગ્ય સમજના અભાવે એવા કોઈ પાત્રની પસંદગી થઇ જાય કે જીવનભર પોતાના માટે યોગ્ય ન હોય,વડીલોની દૂરદર્શિતાને આધારે કરેલ વિરોધને વ્યક્તિ સમજી ન શકતામાં બાપની મરજી વિરુદ્ધ, ભાગીને,મિત્રોના સહકારથી પોતાનો આજીવન પ્રેમ સાબિત કરવા અને પોતાની પસંદગીને યોગ્ય છે એવો પોકળ દાવો પુરવાર કરવા સપ્તપદીના ફેર ઉતાવળે ફરી લેતા,કોર્ટ મેરેજ કરી લેતા અનેક યુગલો આજે પછતાય છે,અલગ પણ પડી ગયા છે અને

“ઝીંદગી તારું કેવું ગણિત? એક પગલું ખોટું તો આખો દાખલો ખોટો...!!”

મુજબ જિંદગીભર પોતાની જાતને કોસતા અને અમુલ્ય જિંદગીને બરબાદ કરતા રહ્યાના અનેક દાખલાઓ આજે સમાજમાં મોજુદ છે.....ઉપરાંત સામાજિક વિરોધ પણ ક્યારેક બહુ મોટું વિઘ્ન બની જાય છે.,પ્રતિષ્ઠા પર વિપરીત અસરો,અનુકુળતામાં મુશ્કેલી,આર્થિક અસમાનતા..વગેરે જેવી બાબતો ત્યારે ખુચે કે જયારે પ્રેમનો ઉભાર ઉતરી જાય,,એકમેકની ખામીઓ,રીત-રીવાજ,રહેણી-કરણી ને સરળતાથી ન અપનાવી શકવાને કારણે બે પાત્રો વચે દીવાલ ચણાવવાનું શરુ થાય છે...

કવિશ્રી ગોવર્ધનરામના મતે”રસએક્ય વિણ મનએક્ય નહિ---મનએક્ય વિણ નહિ મિત્રતા...”

લગ્ન બે શરીર,બે મનનું મિલન છે,મનની મિત્રતા વગર સફળ લગ્નજીવન શક્ય જ નથી,અને એ મિત્રતા એટલે જ સહનશક્તિ. , સામા પત્રની આવડત-અણઆવડતને સર્વે અપનાવી,જે છે તેમાં જ સ્થિર રહેવાની વાત.....જો એ થઇ શકે તો જરૂર લવ મેરેજ સફળ થાય...

શું તો એમ માની લેવું કે એરેન્જ મેરેજ જ સફળ થાય ???

ત્યારે ઘણા યુવાનીયાઓના મતે એરેન્જ મેરેજ એટલે?નામ માત્રથી ઓળખીને એકબીજાને પસંદ કરી લેવા?? નાં...જરાય નહિ.....આવું બિલકુલ નથી હો.........

સાક્ષરતાથી ભર્યા આજના સમાજમાં માતાપિતા પણ પોતાના સંતાનોને તેના ગામ અણગમા વિષે પૂછી,ચર્ચા કાર્ય બાદ જ પાત્ર બતાવે છે,એક બે વાર મળ્યા પછી વિચારોની આપ લે કાર્ય પછી,સામેનું પાત્ર પોતાને અનુકુળ છે કે નહિ તે જાણવાની,સમજવાની પૂરી તક મળે છે ત્યારે વ્યક્તિ યોગ્ય પુખ્ત વિચારો દ્વારા નિર્ણયો લઇ શકે છે....આમ એરેન્જ મેરેજમાં માત્ર બાહ્ય આકર્ષણ કે ઉમરની અસરને કારણે ખોટા નિર્ણયો આવવાની શક્યતા રહેતી નથી,સાથે વડીલોની અનુભવ દ્રષ્ટિનો મોટો લાભ મળતા ખોટું પાત્ર આવી જવાની સંભાવના નથી રહેતી...સમજીને કરેલા નિર્ણયથી રચાયેલુ, મંડાયેલું મંડપ આરોપણ સાત ભાવ નહિ તો છેવટે આ ભાવ તો પુરેપુરો સાથ નિભાવે જ છે.....!! આમ,સમજી વિચારીને કરેલ એક નિર્ણય આખી જિંદગી બદલી નાખે છે....ભલે ક્ષેત્ર અલગ હોય,વિચારો અલગ હોય છતાં સમજણથી,અનુકુળ થઈને,એકમેકના પુરક બની જીવતા અનેક દાખલાઓ સંસારમાં આજે પણ છે...ટુકમાં લાભાલાભ સમજીએ તો.......આ ચિત્ર થોડામાં ઘણું કહી જાય છે:

આમ જોવા જઈએ તો બેય માંથી કોઈ એક પણ ખોટું નથી....આધ્યાત્મિક રીતે જોઈએ તો,મનુષ્યજીવન ના લક્ષ્યને યાદ રાખી આપને પરમાત્માની શોધ કરવાની છે ૮૪ લાખ યોનીઓ પછી મનુષ્ય જન્મ મળ્યો છે...પણ એમાં મનુષ્ય યોગ્ય સમજને અભાવે વિષયવાસના અને ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં જ પોતાનું જીવન વેડફી નાખીએ છીએ....એનું એક સાદું ઉદાહરણ જોઈએ તો...જ્યાં સુધી સમુદ્રમાંથી સાચું મોટી ન મળે ત્યાં સુધી વ્યક્તિ સમુદ્ર કિનારે મળેલા ચમકતા પથારને જ મોતી સમજી સાચવી રાખે છે...જયારે સાચું મોટી મળે એટલે કે સાચી સમજ આવે ત્યારે ખોટા ચમકતા પથ્થરને ફેકી પ્રેમ તરફ આગળ વધે છે...

કબીરજી કહે છે:ઢાઈ અક્ષર પ્રેમ કે,પઢે સો પંડિત હોય...”

આ કહેવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે એ તો આપના પોતાના પર નિર્ભર છે કે કયા સ્તરે અને ક્યાંથી આપને પ્રેમ મેળવવો છે?સ્વયં જેને પ્રેમ કર્યો છે ને જેની સાથે સ્વેચ્છાએ વિવાહ કર્યાછે એ પાત્ર માંથી કે માતા પિતાએ શોધી આપેલ અને સમજી વિચારીને અપનાવેલ વિવાહ્બંધને જોડાયેલા પાત્રમાંથી ??

અંતમાં,

“સ્નેહીજનોના સથવારો જેમાં,મીઠો કુટુંબીજનોનો કલરવ જેમાં,

જોઈ એકબીજાના હૃદય હસતા,એથી વધુ શું જઈએ જીવનમાં??”

એરેન્જ મેરેજ પછી જીંદગીમાં આવેલ પાત્રને પ્રેમ કરવો કે પ્રેમ કરેલ પાત્ર સાથે એરેન્જ મેરેજ કરી શાંતિ થી જીવવું ?તે વ્યક્તિગત પ્રશ્ન છે....બસ એટલું યાદ રાખવું જરૂરી છે કે.....

“યાદે અક્ષર હોતી હૈ સતાને કે લીએ,કોઈ રૂઠ જતા હૈ ફિર મનને કે લીએ,

રીશ્તો કે નિભાના કોઈ મુશ્કિલ તો નહિ,બસ પ્યાર હોના ચાહીએ,ઉસે નિભાને કે લીએ....”