Speechless Words CH.15 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words CH.15

|| 15 ||

પ્રકરણ 14 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ એ. જી. સ્કૂલમાં સ્કૂલનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે વિધ્યાર્થીઓ માટે એક કેરિયરલક્ષી કાર્યક્રમ કમ સ્કૂલનું પ્રમોશન રાખવામા આવ્યું હોય છે. જેમાં સ્કૂલના અગિયાર અને બારમાં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવા માટેના ફાયદાઓ સમજાવવામાં આવ્યા અને અગિયાર અને બારમાં ધોરણમાં ભણાવી રહેલા બધા શિક્ષકોનો પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ છોકરીઓને સૌ પ્રથમ જમવાનું હતું આથી ભીડ ના થાય તે માટે છોકરાઓ માટે એક નાનકડા ટેલેન્ટ શો નું આયોજન થાય છે. જેમાં આદિત્ય કવિતા ગઝલ વાર્તા વગેરે કરે છે. ત્યારબાદ છોકરીઓનુ જમવાનું પૂરું થતાં જ બધા જ છોકરાઓનું જમવાનું શરૂ થાય છે. આ જમણવારમાં આપણે જોયું કે છોકરાઓ માટે જમવાનું રહેતું નથી બધુ જ પૂરું થઈ જાય છે. અંતે જમ્યા બાદ પ્રેમ હાથ ધોઈને પાણી પીવા આવતા જ તેનું ધ્યાન ફૂડ કાઉન્ટર પર જાય છે, જ્યાં ઢોસાવાળા ભાઈ જમવાનું ગોઠવતા હોય છે. આદિત્યને ગુસ્સો આવતા જ તે ઢોસાવાળાને જઈને પૂછે છે પણ શું ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

*****

અને મેં જઈને ઢોસાવાળા ભાઈને પૂછયું.

" હમણાં તો તમે મને એમ કહેતા હતા કે બધું પૂરું થઇ ગયું તો આ બધું શું છે ? ", મેં ગુસ્સે થઇ કૂકીંગ સ્ટાફના મેમ્બરને પૂછયું.

" યહ સબ સાહેબ લોગો કે લીયે હૈ, આપકા ખતમ હો ગયા. ", કૂકીંગ સ્ટાફના મેમ્બરે મને કાયદેસર આઘાત લાગે એવો જવાબ આપ્યો.

" હા સાહેબવાળીનો થતો અમેય ૧૫૦૦૦ ફી ભરીએ છીએ. છોકરીઓને તો બધું આગ્રહ કરી કરીને આપતા હતા સાલાવ ", કાઉન્ટરવાળા ભાઈ પર ગુસ્સે થઈને હું અચાનક ત્યાંથી ચાલ્યો ગયો અને અચાનક પાછો પણ આવ્યો.

'' ઓય અન્ના, એ ભાઈ, એક - બે મેંદુવડા તો ટેસ્ટ કરવા આપો યાર પ્લીઝ ખાલી બે જ બસ યાર વધારે નહી માંગું. પ્લીઝ “, કાઉન્ટરવાળાને મેં મેંદુવડા આપવાનો આગ્રહ કર્યો.

હું આજીજી તો એવી રીતે કરી રહયો તો કે જાણે મને અત્યાર સુધીમાં ક્યારેય પણ મેંદુવડા ખાવા જ ના માળિયા હોય. ક્યારેય નહોતું વિચાર્યું કે એક મેંદુવડા માટે થઇને હું આવા રાકાવેડા કરતો હોઈશ પણ આવુ જ હતું. અંતે ઢોસાવાળા ભાઈ થોડા દુર જતા જ કોઈ દિવસ જોયું ના હોય એમ કાઉન્ટર પર જઈને મેંદુવડાના બાઉલમાંથી બે-ત્રણ લઇને દૂર જઈને ફટાફટ સફેદ ચટણી વગર ખાઈ ગયો અને જે આનંદ મળ્યો ને તેને શબ્દોમાં ઉતારવો ઇમ્પોસિબલ છે. ત્યારબાદ ફટાફટ હું પાણી પીને પાર્કિંગમાં જતો રહયો.

 

મને હંમેશા જમવામા વાર લાગતી અને હજી પણ એટલી જ વાર લાગે છે. નાનપણથી જ મસ્ત કોઈની પણ પરવા કર્યા વગર જમવાનું, હું થોડો મોડો પાર્કિંગ પહોંચ્યો અને મારી ટીમ સાયકલ સાથે તૈયાર હતી. ખબર નહિ કેમ પણ બધા દુરથી કોઈને જોઈ રહયા હતા. બીજી કોઈ માહિતી મળે કે ના મળે પણ આ ગુસ્સાનું કારણ જાણવું મારા માટે જરૂરી હતું.

 

થોડું સાંભળ્યા બાદ...

“ શું વાત છે ? કઈ ડખો બખો થયો હોઈ એવું લાગે છે. ”, મેં ડેનીશને પૂછયું.

“ તું ભાઈ તારી છાપ સારી છે સ્કુલમાં એટલે તું સાઇડમાં રે જે, આજે તો મારવો છે એને '', અંકિતે મને ઝઘડામાં વચમાં ન પડવાની સલાહ આપતા કહ્યું.

“ પણ મને આખી વાત તો કરો થયું શું ? રેવા દયો સન્યા તું કે મને શું ડખો છે ? “, મેં સન્નીને પૂરી વાત જાણવા પૂછયું. કારણ કે હું જાણતો હતો કે બીજા કોઈ મને વાત કરે કે ના કરે સન્ની તો કરશે જ.

 

હજી સન્ની વાત શરુ કરવા જાય એ પેહલા ઉત્સાહી આઈટમ અંકિત વચ્ચે પડયો. આમારા ક્લાસમાં અંકિત મોનીટર હતો અને આજે પણ રાજકારણમાં બહુ મોટું નામ છે અંકિત પટેલ.

“ તું જો મારી વાત સાંભળ, ઓલો હેનીલ્યો નથી ? ઈંગ્લીશ મીડીયમવાળો, રોજ આવીને આપણી ગુજરાતી મીડીયમની કિંજલ કાકડિયા પર લાઈનો મારે છે. આજે તો પટ્ટે પટ્ટે મારું સાલાને ”, અંકિતે કાળજાળ ગુસ્સે થઇને કહ્યું.

 

“ પેલા તો એનું નામ કિંજલ નહિ કુંજલ છે અને કાકડિયા નહિ ભાઈ કાપડિયા અટક છે. કઈ ખબર છે નહિ અને જામ્યા જ જાય છે ”, મેં અંકિતે બોલેલા એજ છોકરીના નામમાં સુધારો વધારો કરતા કહ્યું.

“ હા, એ જે હોઈ એ તું નામમાં ના પડ ભાઈ પણ કામમાં પડવાનું રાખ. હું તો કહું કે તું ઘરે જ જતો રે ”, અંકિતે મને ફરીવાર ઘરે જવા કહયું.

 

“ એક જ મિનીટ, જો ઓલો સૌમીલ જાય છે, એ ઈંગ્લીશ મીડીયમ નો જ વિદ્યાર્થી છે. તેને જઈને પૂછીએ. એમનેમ અહિયાં હેનીલની રાહ જોવાથી કઈ ફાયદો નથી ”, મેં અંકિતને હેનીલની રાહ જોવાની મનાઈ કરતા સૌમીલને પૂછવા માટે કહયું. ( પાંચ મિનીટ પછી )

“ તમે કોઈ નહિ જ પૂછો ને ! ઓકે હું જ જઈને પૂછું છું ”, મેં કહયું.

( સૌમીલ પાસે જઈને )

'' એ સૌમીલ હેનીલ ક્યાં છે ભાઈ ? “, મેં સૌમીલને હેનીલ વિશે પૂછયું.

 

“ હેનીલ તો જતો રહ્યો અડધી કલાક થઇ ગઈ, કઈ કામ હતું ? તો કહી દઉં હેનીલને ”, સૌમીલે મને કહયું.

“ ના ના કંઈ મહત્વનું નથી ચાલશે. ”, મેં સૌમીલને કહયું અને ફરી વાર અંકિત અને મારા બધા ફ્રેન્ડસ પાસે આવી ગયો.

“ હેનીલ જતો રહયો છે. બીજી વાત કે આવા ખોટા ઝઘડા ના કરાય ભાઈ અને પેલી વાત કે તું ઓળખે છે કુંજલ ને ? કોણ છે ? બસ દેખાવ માં સારી લાગી એટલે પૂરું. હા, કદાચ એવું પણ બને કે હેનીલ કુંજલને ગમતો હશે તો ? ઓળખાણ નહિ ને કઇં એમનેમ ડાઇરેક્ટ્લિ ચાલુ જ થઇ જવું છે ખોટે ખોટા ઝગડા કરતો હોય. હાલો હવે બધા ઘરે જઈએ. “,

અંકિતને લાંબુ લચક સમજાવ્યા બાદ અમે બધા સ્કૂલેથી ઘરે આવા નીકળ્યા. અંકિત ભલે સ્કૂલના ગુંડાઓમાંથી એક હતો પરંતુ મારું માન પણ બહુ જ રાખતો હતો.

 

“ યાર, સન્ની હવે તો મળવાનું પણ નહિ થાય, મારો નંબર એસ.વી.પી.માં આવ્યો છે અને તારો નંબર સી.કે. શેઠ સ્કૂલમાં આવ્યો છે. ખેર, નો પ્રોબ્લેમ રિઝલ્ટ આવી જાય ત્યારે તને ફોન કરીશ પાકું. “, મેં મારા ઘરની શેરીમાં પ્રવેશતા સન્નીને કહ્યું.

“ હા, ભાઈ બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ ”, સન્નીએ મને કહ્યું અને ત્યારબાદ અમે બન્ને છુટ્ટા પડ્યા.

 

*****

દિયા અને હેત્વી અને દિયાના અન્ય મિત્રો ડિનર પૂરું થયા બાદ રૈયા ચોકડી પર આવેલા રસ ડીપો પર શેરડીનો રસ પી રહ્યા હતા.

“ મારે તો ગઇકાલે મેં નક્કી કર્યું કે બધા પ્રમેય પૂરા કરી નાખીશ અને બધા પ્રમેય સડસડાટ પૂરા કરી નાખ્યા. ”, આરતીએ કહ્યું.

“ વાહ મસ્ત એ હા, દિયા, તારો નંબર તો તારી જૂની સ્કૂલમાં જ આવ્યો છે ને સો લકી યાર ”, હેત્વીએ દિયાને રસ પીતી વખતે કહ્યું.

“ હા, લકી બકી તો બરાબર છે પણ હજી યાર વાંચવાનું ઘણું બાકી છે. “, દિયાએ હેત્વીને પરીક્ષાનું ઘણું વાંચવાનું બાકી હોવાની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

“ આ બધુ તો ઠીક મેં નક્કી કર્યું હતું કે હું ઇંગ્લિશનું બધુ ગ્રામર પૂરું કરી નાખીશ ત્યાં તો મારા મામાને તેનું ફેમીલી આવી ગયું. મને બેસ્ટ ઓફ લક વિશ કરવા માટે અને મારે બધુ ભણવાનું રહી ગયું. ખરેખર એટલો ગુસ્સો આવ્યો કે રિલેટિવ્સ આવી બધી ફોરમાલિટીસ કરવા જ શું કામ આવતા હશે ? લીટરલી કંટાળો આવી જાય. ”, કાવ્યાએ પોતાની વાત કરતાં કહ્યું.

“ મારે પણ એવું થાય યાર, ક્યારેક મારા કાકા – કાકી ઘરે આવે એટલે મારા ટાઈમટેબલનું તો આવી બને. કઇં જ વાંચી ના શકાય અને અધુરામાં પૂરું મારા કાકાનો દીકરો એટલો બધો અળવીતરો છે કે મારી બધી જ બુક્સ કબાટમાંથી બહાર કાઢી કાઢીને ઢગલો કર્યા કરે. ( રસના ગ્લાસમાં જોઈને ) ભાઈ થોડોક બરફ નાખોને આમાં, હા હવે, સગા કાકા હોય એને મારે ના પણ કેવી રીતે પાડવી ? “, હેત્વીએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું.

રાજકોટમાં ઉનાળો હોય તેમ છતાં પણ રાત બહુ જ રંગીન હોય છે. ઠંડો શીતળ પવન લહેરાતો હતો. રસના ગ્લાસમાં રહેલા બરફના ટુકડાઓ પથ્થરની માફક એક બીજા સાથે અથડાતાં હતા અને રસને ઠંડો કરી રહ્યા હતા તો અમુકના ગ્લાસમાં મસાલો પણ નખાઈ રહ્યો હતો જે રસ ભરેલા ગ્લાસની સપાટી પર તારી રહ્યું હતો. અમુકને ડાઇરેક્ટ રસ પીવાની આદત ના હોય તેવા સ્ટ્રો નળીનો ઉપયોગ કરીને રસ પી રહ્યા હતા. આવા પેતરા વેડા કરવા મને થોડાક અજીબ લાગતાં હતા.

 

હવે, દિવસ આવી ગયો જેની અમે બધા રાહ જોઈ રહ્યા હતા અને આ દિવસ હતો દસમા ધોરણની બોર્ડ એક્ઝામ્સ. ઘણા બધા વિધ્યાર્થીઓના કુટુંબીજનો અજીબ અજીબ પ્રાર્થનાઓ ભગવાન પાસે કરી રહ્યા હતા જાણે ભગવાન ખુદ પેપર લખવા આવવાના હોય. કોઈ સંકલ્પ સિદ્ધિ હનુમાનજી મંદિરે જઈને શ્રીફળ વધેરવાની તો કોઈ બાલાજી મંદિરે રૂપિયામાં અને બે માં અને પાંચ રૂપિયામાં તેલ ચડાવવાની માનતા કરી રહ્યા હતા. અમુક લોકો હિન્દુ ધર્મના ના હોય તો તેવા લોકો પોતાના ધર્મના ભગવાનને મનાવવાની તૈયારીઓ કરી રહ્યા હતા. 4થી માર્ચ 2010 ગુરુવારે પહેલું પેપર ગુજરાતીનું હતું. હંમેશા ગુજરાત બોર્ડની દસમા ધોરણની પરીક્ષાઓમાં પહેલું પેપર ગુજરાતીનું જ રાખવામા આવતું હતું, જ્યારે બીજું વિજ્ઞાનનું રાખવામા આવતું. એકઝામના આગલા દિવસે એટલે કે 3જી માર્ચના રોજ એક્ઝામના નંબર જોવા જવાનું હતું. હું દિલથી ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો. શું ? કેવી હતી પરિસ્થિતિ ? આવો જોઈએ.

ઘણા બધા સગા સંબંધીઓ અને મિત્રો મને ઘણું બધુ કહ્યા કરતાં કે ભાઈ, બોર્ડના પેપર્સ બહુ જ અઘરા હોય છે. ધ્યાન રાખજે બાકી ગણિત અને વિજ્ઞાનમાં તો તું ગયો સમજી જજે. ઘણા લોકોએ તો મને તહેવારો ઉજવવાની પણ મનાઈ કરેલી પણ હોળી – ધૂળેટી મારો ફેવરિટ ફેસ્ટિવલ છે. હા, કોલેજ પછી તો મેં ધૂળેટી મનાવવાનું બંધ કરી દીધું હતું પણ પહેલા બહુ જ ધૂળેટી મનાવતો. આથી દસમા ધોરણના રીડિંગ વેકેશનમાં પણ ધૂળેટીની ઉજવણી કરી હતી. બોર્ડની પરીક્ષાના આગલા દિવસે લોકો કહેતા હોય ને કે ભગવાન પાસે જો તમે દિલથી કઈ પણ માંગોને તો તમને મળે જ છે. બસ, ભાવના સાચી હોવી જોઈએ. આવું જ કઈક અનોખુ મેં માંગ્યું હતું.

“ હે ભગવાન ! જો મારી પ્રાર્થના આજે સાચા દિલથી થઈ રહી હોય તો હે ભગવાન આ વર્ષે મારી પરીક્ષા માટે મેં ઘણી બધી મહેનત કરી છે. મારા પરિવારને મારા માતા – પિતાને મારી પાસે ઘણા બધા માર્કસની આશા છે. ભગવાન મારે બસ 80 ટકા જોઈએ છે. મને બસ 80 ટકા આવી જાય. મારે બોર્ડના ટોપ 10માં કે કેન્દ્રના ટોપ 10માં આવવાની જરા પણ ઈચ્છા નથી કારણ કે હું કદાચ બોર્ડના ટોપ 10માં આવતા નામને લાયક નથી. એવું મને લાગે છે. તો ભગવાન જે કોઈ આ ક્રમને લાયક હોય જેમને આ ટોપ 10માં આવવાની ખાસ જરૂર હોય તેમનો નંબર આવે એવી મારી આશા છે. “, મેં મારા ઘરના મંદિરમાં ભગવાન પાસે પરીક્ષાના આગલા દિવસે પ્રાર્થના કરતાં કહ્યું.

 

અમે પરીક્ષાના આગલા દિવસે એટલે કે ત્રીજી માર્ચના રોજ મારો નંબર એસ.વી.પી.માં આવ્યો હોવાથી અમે મારો નંબર જોવા ગયા. મારે જેવી બેન્ચ જોઈતી હતી મને તેવી જ મળી હતી. મારે પરીક્ષામાં ચોરી નહોતી કરવી અને આથી જ મારી એવી ઈચ્છા હતી કે મારો નંબર પહેલી બેંચમાં આવે કારણ કે પહેલી બેંચમાં બેસેલા વિધ્યાર્થી ઉપર સ્કવોડવાળા સાહેબ બહુ ઓછી શંકા કરે. શંકા કરે એનો કોઈ પ્રોબ્લેમ નહોતો પણ હા હેરાન પહેલી બેંચવાળાને હેરાન બહુ ઓછા કરે એઝ કમ્પેર ટુ લાસ્ટ બેન્ચ. આફ્ટર ઓલ એક છોકરો હોય અને ઉંમર 16 વર્ષની હોય તો હોર્મોન્સ થોડા વધુ જાગૃત હતા. ઓબ્સેર્વેશનથી લઈને માસ્ટરબેશન સુધી બધુ જ ખબર પાડવા લાગી હતી. ચહેરા પર આછી આછી બ્લેક મુંછો દેખાતી હતી અને ચહેરો વધારે ડાઘ બનતો જતો હતો. મારી એવી ઈચ્છા હતી કે મારો જ્યાં નંબર આવે ત્યાં મારી બાજુમાં એક છોકરીનો નંબર આવે અને સુપર્બ આવે. ગર્લ્સમાં ‘સુપર્બ’ કોને કહેવાય ? એ તો આઈ થિંક યૂ નો વોટ આઈ મીન.

“ બેટા બધુ તૈયારને ? વંચાય ગયું છે ને ગુજરાતી કંપ્લીટ છે ને ? “, મારા પિતાએ મને મારા આવતીકાલના પેપર વિશે પૂછ્યું.

“ પપ્પા રિવિઝન સહિત બધુ જ કંપ્લીટ થઈ ગયું છે. હવે બસ, પેપર સારું જાય કાલે એટલી જ વાર છે. “, મેં આત્મવિશ્વાસ સાથે મારા પિતાને કહ્યું.

વાતો કરતાં કરતાં અમે મારો નંબર જોવા માટે એસ.વી.પી. સ્કૂલ પહોંચી ગયા. એસ.વી.પી. સ્કૂલ રાજકોટની મવડી ફાટક પાસે આવેલી બહુ મોટી સ્કૂલ છે. આ સ્કૂલમાં મારો બેઠક નંબર આવ્યો હતો.

“ દાદા, મારો નંબર ક્યાં છે ? “, એક મોટી ઉંમરના દાદા પટ્ટાવાળા હોય એવું દર્શાય આવતા મારી રિસીપ્ટ તેમના તરફ ધરીને મેં તેમને પૂછ્યું.

“ અરે ભાઈ મને આંખમાં મોતિયો છે. તમે નંબર બોલોને હું જોઈને કહું તમને. “, દાદાની આંખમાં મોતિયો હોવાથી તેમણે મને જ નંબર બોલવા કહ્યું.

“ C810519 – સી આંઠ એક જીરો પાંચ એક નવ “, મારો નંબર જોવા માટે મેં પટ્ટાવાળા દાદાને મારા નંબર રિસીપ્ટમાંથી વાંચીને સંભળાવ્યા.

“ અમ્મ... રૂમ નંબર બસો છ – 206 “, મારો એક્ઝામ માટેનો બેઠક નંબર જોઈને પટ્ટાવાળા દાદાએ કહ્યું.

આ એ સમય હતો, જ્યારે એકઝામ રૂમમાં અંદર જઈને જોવાની પરમીશન હતી કે તમારે કઈ બેંચમાં બેસવાનું છે. અમે પગથિયાં ચડીને ઉપર ગયા. બીજા મળે રૂમ નંબર 206માં મારો નંબર C810519 પહેલી જ બેન્ચ પર બહારના કોર્નરમાં હતો અને મારી બાજુમાં નંબર C810506 હતો.

હવે, શું થશે જ્યારે આદિત્ય બીજા દિવસે એક્ઝામ આપવા જશે ? આ C810506 નંબર કોનો છે ? શું આ નંબર પર કોઈ છોકરી આવશે ? શું તે દિયા અથવા હેતવીમાંથી કોઈ એક હશે ? શું થશે આવતા પ્રકરણમાં ? વધુ જાણવા માટે મળીએ ત્યારે આવતા સોમવારે. આવજો હો.

*****