તારા વિનાની ઢળતી સાંજ-૪ Manasvi Dobariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તારા વિનાની ઢળતી સાંજ-૪

મનસ્વી ડોબરીયા

manasvidobariya@gmail.com

લેખકનો પરીચય

હું વીસ વર્ષની લેખિકા છું. અત્યારે બી.એસ.સી કરું છું અને મન થાય ત્યારે થોડી ઘણી શબ્દો સાથે વાતો કરી લઉં છું. આથી વિશેષ તમે મને મારી કલમથી ઓળખશો તો વધુ ગમશે. આભાર.

પ્રસ્તાવના

આ એક સાચુકલા પ્રેમી પઁખીડા ના ધગધગતા આંસુ છે. અને જયારે સાચા લોકો શબ્દો સાથે જીવતા થાય ત્યારે તેની કોઈ જ પ્રસ્તાવના ના હોય. માફ કરશો.

પ્રકરણ:-૪

તેણે મારી વાતમાં હકાર ભણ્યો અને હું તરત જ બાઇકને કીક મારીને સોસાયટીમાં પ્રવેશ્યો. મારી સોસાયટીમાં વચ્ચે જ મોટું મેદાન હતું અને તેમાં બન્ને બાજુએથી પ્રવેશી શકાતું હતું. મને ખબર હતી કે ખુશુના મામા કઈ બાજુએથી આવશે આથી જ મેં ખુશુને એની વિરુદ્ધ બાજુએ બહાર બેસાડી હતી. મેં આખાય મેદાનમાં નજર કરી મને કોઈ ગાડી દેખાઈ નહીં. મેં મારી લાઈનમાં બાઇકને વળાવી અને ઘર આગળ ઉભી રાખી. હું મારા ઘરમાં અંદર સુધી જઈ આવ્યો પણ ત્યાં કોઈજ નહોતું. ઘરમાં મારા પેરેન્ટ્સ પણ નહોતા અને ઘર સાવ ખુલ્લું પડ્યું હતું આથી હું થોડો ગભરાઈ ગયો અને ફરીવાર એ મોટા વિશાળ મેદાનમાં આવ્યો. મેં બન્ને તરફ નજર કરી અને દૂરથી ગાડી આવતા જોઇને હું તેમને ઓળખી ગયો અને મને અંદરથી આમ થોડો હાશકારો થયો. કારણકે હું જેવું વિચારતો હતો એવું કંઇજ બન્યું નહોતું. ખુશુના મામા તો હવે છેક અહીં મારા ઘરે પહોંચવાના હતાં. મતલબ મારા પેરેન્ટ્સ કોઈ કામથી બહાર ગયા હશે એમ વિચારીને મેં થોડો નિરાંતનો શ્વાસ લીધો. મારી ડાબી બાજુએથી બે ગાડીઓ આવી રહી હતી પરન્તુ એ મારી સુધી પહોંચે એ પહેલાં જ મારી જમણી બાજુએથી એક બાઇક આવીને મારી પાસે ઉભી રહી,

"કેમ લ્યા અહીં ઉભો છે..?? ચાલને, અંદર બેસીએ.." પકલાએ આવીને મને કહ્યું અને મેં તેને ડાબી તરફથી આવતી ગાડીઓ તરફ ઈશારો કર્યો. પકલો એટલે પઁકજ.. મારો સ્કુલ ફ્રેન્ડ.. અવારનવાર ત્યાંથી નીકળે એટલે મારા ઘરે આવી રીતે આવતો. એક ગાડી સહેજ મારાથી દૂર આવીને ઉભી રહી. ખબર નહીં પણ મને કોઈના બાપની બીક નહોતી લાગતી. કદાચ નવા સવા ચઢતા લોહીનો જ એ પ્રતાપ હશે. ખુશુના મામા મને ઓળખતાં નહોતાં પરન્તુ તેની બાજુમાં બેઠેલાં મારી જેટલી ઉંમર ના નવયુવાને તેમની સાથે વાત કરતા કરતા અમારા તરફ આંગળી ચીંધી. મેં તેના તરફ નજર કરી અને હું ચોંકી ઉઠ્યો. એ રવલો હતો.. ટ્યુશનમાં મારી સાથે જ હતો. "લોકો એક વસ્તુ ના મળે તો કેટલી ઉતરતી હરકત કરતા હોય છે.." હું લગભગ બબડયો. રવલાને મારી ખુશુ ખુબ જ ગમતી હતી. તેણે ખુશુની સાથે ફ્રેન્ડશીપ કરવાના પણ ઘણા જ પ્રયાસ કરી જોયા હતાં. પણ ખુશુ એના નામ જેટલી જ ખુશમિજાજ હતી. વાત વાતમાં મશ્કરીઓ કરીને તેની વાતોને ઉડાવી દેતી અને કંઈપણ ધ્યાન જ ના આપતી. મેં જોયું કે ખુશુના મામા મારી પાસે આવી રહ્યા હતા. એ જોઈને મેં પકલાને આંખોથી જ રવલા તરફ ઇશારો કર્યો. પકલાને રવલા વિશેની બધીજ ખબર હતી અને એ માહોલ જોઈને જ કદાચ પરિસ્થિતિને પામી ગયો. પકલો દોડયો રવલા તરફ.. અને રવલાએ તો અમને જોઈને જ ભાગવાની તૈયારીઓ કરવા માંડી હતી. પકલાએ તેની પાસે પહોંચીને બે-ત્રણ લાફાઓ ઉપરાઉપરી ઝીંકી દીધા. ત્યાંજ પાછળથી બીજી ગાડી આવી, એ જોઈને હવે પકલાની પુરેપુરી ફાટી. એ ત્યાંથી પૂંછ દબાવીને ભાગી નીકળ્યો. ખુશુના મામાએ મારી પાસે આવીને પૂછ્યું,

"નબીર..??" મેં ઈશારો કરીને છપ્પનની છાતીએ મારુ ઘર બતાવ્યું. એ દરેકના હાથમાં કંઈક ને કંઈક સાધનો હતાં. તે મારા ઘરમાં અંદર ગયાં એટલે હું તેમની સામે જ જઈને બેસી ગયો,

"હું જ નબીર.. બોલો હવે.." એ મારી સામે તાકી રહ્યાં પછી બધો જ ગુસ્સો એમના દાંતમાં ઉતારીને દાંત ભીડીને બોલ્યાં,

"તારી હિંમત કઈ રીતે થઇ ખુશુને ભગાવીને લઇ જવાની..??" હું ચોંકી ગયો,

"એક મિનિટ.. એક મિનિટ.. શું..?? હું ભગાવીને લાવ્યો છું એને એમ..??"

"હા તો એમાં આટલો શું ખેંચાય છે..?? સાચું જ તો કીધું.." તેના મામાની બાજુમાં ઉભેલો ચમચો બોલ્યો. મારી સમજમાં હવે આવી ચૂક્યું હતું આ લોકો શા માટે ખન્જર લઇ લઈને નીકળી પડયાં હતાં,

"એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે તમારી.. બાકી અમારો એવો કોઈ પ્લાન હતો જ નહીં.."

"ખોટું ના બોલ, અમને ખબર છે છોકરી આ ઘરમાં જ છે.." તેના મામા ઉશ્કેરાયાં અને ઊભાં થઇ ગયાં. હું પણ સાથે સાથે ઉભો થઇ ગયો,

"તો આ રહ્યું મારુ ઘર.. ચેક કરી લો.." મેં એકદમ ટટ્ટાર થઈને કહ્યું. મારો કોન્ફિડન્સ લેવલ જોઇને જ એમનાં હાંઝા ગગડી ગયાં હોય એવું મને લાગ્યું. તેના મામા બોલ્યાં,

"એ અહીં નથી તો તને ખબર જ છે કે એ ક્યાં છે.." હવે મને લાગ્યું કે લમ્બાવીશ તો માથાકૂટ વધશે અને આમ પણ એ લોકો જેવું સમજતા હતા અમે એવું કંઇજ કરવાના નહોતા આથી એ અણસમજ વધે નહીં એ પહેલા જ સાચું કહી દેવું જરૂરી હતું એટલે મેં કહ્યું,

"હા મને ખબર છે કે છોકરી ક્યાં છે પણ શું ખાતરી કે હું એને અહીં લઈને આવું તો તમે કંઇજ નહીં કરો..??"

"તું લઈને તો આવ.." એના મામાએ કહ્યું અને હું ઉપડી ગયો. મેં ખુશુને મનાવીને મારી પાછળ બેસાડી. સોસાયટીમાં પ્રવેશ્યો તો જોયું મેદાનની વચ્ચે જ એ લોકો ખન્જર લઇ લઈને ઉભા રહી ગયાં હતાં. અમારી સોસાયટીમાં મોટેભાગે વાઘરી વાડો હતો એટલે આ બધાની કંઇજ નવાઈ નહોતી. મેં વિચાર્યું કે જો મેદાનમાં ઉભી રાખીશ તો ખુશુને પરાણે ગાડીમાં નાખી મને મારીને જતા રહેશે. એટલે મેં છેક એમની નજીક સુધી ગાડી લઈને કટ મારી અને મારા ઘરે જઈને ઉભી રાખી. તેના મામાએ તેને લગભગ પચાસ વાર કીધું હશે કે ઘરે ચલ પણ ખુશુ મારી પાસેથી જવા માટે સહેજ પણ તૈયાર નહોતી. તેના મામાએ મને કીધું કે,

"આને સમજાવ ને.." અને મેં ખુશુની સામે જોયું. એ મારી સામે જ જોઈ રહી હતી. એની નજરમાંથી વરસતાં પ્રેમે મને બે ઘડી મૌન જ કરી દીધો. હું ઓગળી રહ્યો હતો એનામાં.. ઘડીભર તો હું ગદગદીત થઇ ગયો હતો કે મારી નબીરી મારા માટે એનું ઘર છોડવા પણ તૈયાર થઇ ચુકી હતી. આટ આટલું એના મામાએ સમજાવ્યું હોવા છતાંય મારી નબીરી જાણે મારા જવાબ માટે મારી સામે જોઈ રહી હતી. મેં માત્ર મારુ માથું હલાવ્યું અને ખુશુ એમની સાથે જવા તૈયાર થઇ ગઈ. એ લોકો તેને લઇને નીકળી ગયાં અને હું તો જાણે ફિલ્મોમાં હીરોની જીત થાય એ રીતે પહોળી છાતી કરીને નવી સવી ઉગેલી મૂછ પર તાવ દેતો દેતો ત્યાં જ બેસી ગયો હતો.

"આહ..!!" અચાનક મને મારા શરીર પર ખુબ જ જાણીતો આહલાદક સ્પર્શ થયો અને હું સફાળો જ વિચારોમાંથી જાગી ગયો. હું બેડ પર બેઠો હતો અને ખુશુએ પાછળથી આવીને મને તેની બાહોપાશમાં જકડી લીધો. તેનું આખું શરીર મારી પીઠ ને સજીવન કરી રોમાંચ જગાવવા લાગ્યું. અચાનક જ જાણે મારા બધા હોર્મોન્સ જીવન્ત થઇ ગયાં. મારી એક એક રુહ જાણે એ જ સ્પર્શની ભૂખી હોય એમ એનામાં ભળી જવા તૈયાર થઇ ગઈ. મારા મનની ઈચ્છાઓ પર મેં મુકેલા આદર્શતાના મસ મોટા પથ્થરને એ નાજુક સ્પર્શે પળવારમાં ઓગાળી દીધો. જૂની યાદો અને આ રીતે થતા સ્પર્શમાં કેવી રીતે હું તણાઈ જતો એ બધુંજ મારા મનોમસ્તિષ્ક પર ઘુમવા લાગ્યું અને હું જાણે હિપ્નોટાઇઝ થયો હોઉં એમ ખુશુ તરફ ખેંચાવા લાગ્યો. મારા બન્ને હાથ તેના હાથને રોકવાની જગ્યાએ તેની રુહ સુધી પહોંચવાનો માર્ગ બનાવવા લાગ્યાં. મારા પ્રતિભાવને લીધે ખુશુએ મને વધુ જોરથી તેની બાહોમાં જકડવાનો પ્રયત્ન કર્યો અને અચાનક જ મારી ચામડી માટે સનસનાટીભર્યું એવું તસતસતુ ચુંબન એણે મારી ડાબી બાજુની ડોક પર ચોડી દીધું. મને વીજળીની જેવો કરન્ટ લાગ્યો. મારુ હૃદય આ જાણીતા સ્પર્શના લીધે વધુ ઝડપથી લોહી ફૂંકવા લાગ્યું. હું મારી લાગણીઓ પરનો કાબૂ ધીરે ધીરે ગુમાવવા લાગ્યો. મેં એક હાથેથી ખેંચીને મારી નબીરીને મારા ખોળામાં લઇ લીધી. મારા હાથ તેની કમરથી લઈને ધીરે ધીરે આખાય શરીર પર ફરવા લાગ્યાં. મારા હાથના સ્પર્શ માત્રથી નીકળતો તેનો ઉંહકાર મને વધુને વધુ રોમાંચિત કરી રહ્યો હતો. તેણે મારા કપાળ પર હૂંફાળું ચુંબન કર્યું અને જાણે હું નાના છોકરાંની જેમ તેના પાલવમાં સચવાયો હોય એવો એહસાસ થયો. મારી યુવાનીને ઉજાગર કરતા મારા શરીરની અંદરના દરેક દ્વાર ખખડી ગયાં. તેને મારી બન્ને બઁધ આંખો પર તેના ચુંબનની ગરમીને ઉતારી દીધી. જાણે મને કોઈ ઓથ મળી ગઈ હોય એમ હું તેની સાથે ખેંચાવા લાગ્યો. અમારી એકદમ જ ઉપર ફરતો પઁખો પણ અમારા બન્ને વચ્ચેની ગરમીને ના ઓગાળી શક્યો. મારી નબીરીએ મારા ગાલ, નાક, કાન અને છેલ્લે હોઠ પર તેનો આટલા મહિનાઓથી હૃદયના ખૂણામાં સડી રહેલો મારા માટેનો પ્રેમ પાથરી દીધો. મેં ખૂબજ ઉન્માદ સાથે તેને મારી બાહોપાશમાં પકડીને ઊંચી કરી અને મારા હાથ તેના ગુલાબી શર્ટના વળાંકો પર ફરવા લાગ્યા. મેં તેના શર્ટનું પહેલું બટન ખોલી નાખ્યું અને અમારા બન્નેના અલગ હોવાની તડપે તેની નાજુક ડોક, હડપચી, ગાલ, નાક, કાન, આંખ, કપાળ અને છેવટે હોઠ પર પોતાની જંગલિયત વરસાવી દીધી. હું તેના શર્ટનું બીજું બટન ખોલવા ગયો ત્યાં જ ડોરબેલ વાગી અને અમે બન્ને એક અધૂરપ સાથે પોત પોતાને સંકેલવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. મેં ધીરે રહીને ખુશુને મારા હાથમાં જ ઊંચકીને મારી બાજુમાં બેડ પર બેસાડી અને હું મારુ માથું સરખું કરતો કરતો દરવાજો ખોલવા માટે ગયો. મેં દરવાજો ખોલ્યો. ટીફીનવાળા ભાઈ હતાં મેં ઘડિયાળમાં જોયું,

"ઓહ..!! આટલાં બધા વાગી ગયાં.." બબડતા બબડતા મેં મારુ ટીફીન લઇ લીધું અને દરવાજો બઁધ કર્યો.

"પેલી ક્યાં છે..??" ખુશુએ પૂછ્યું.

"કોણ..??" હું એનો અણધાર્યો પ્રશ્ન સમજી ના શક્યો પરન્તુ બીજી જ પળે જાણે મને સમજાયું હોય એમ પૂછ્યું,"ઓહ.. સ્તુતિ..??" તેણે મારા પ્રશ્નના જવાબમાં બીજી બાજુએ જોઈને માત્ર હકાર ભણ્યો.

"એ એના ઘરે હશે.. આજે સેટરડે ને..!!!"

"હશે મતલબ..?? તને નથી ખ્યાલ..??"

"અરે ખ્યાલ છે.. પણ એ મારા ઘરે હોય.. આદીનાથમાં, અહીં મારી સાથે રૂમ પર ના હોય એટલે એમ કીધું."

"ઓહ્હ કેમ એમ..?? હજુ તો મેરેજ થયા જ છે.."

"એે મારી ફેમિલીને વધુ પ્રાયોરિટી આપે છે.. અને આમ પણ બે વિકનો જ સવાલ હતો હું એક વીક પછી ઘરે જતો રહીશ હવે આ છેલ્લી પ્રેક્ટિકલ એક્ઝામ આપી દઉં બસ.. એટલે એણે કીધું હું અહીં જ રહીશ એમ.. આમેય અમે બન્ને એ કોર્ટ મેરેજ કર્યા છે હજુ એના ઘરે કોઈને કંઈ ખબર નથી.. બસ એ ઓફીસ જાય છે એમ કહીને એ મારા ઘરે આવે છે અને સાંજે જતી રહે છે.. અહીં મારા રૂમ પર પણ એ એક વખત જ આવી છે હજુ.. સેટરડે-સન્ડે એની ઓફીસ ઓફ હોય એટલે ત્યારે એના ઘરે જ હોય."

"ઓહ્હ.." તે થોડીવાર માટે કંઇજ ના બોલી. મને ખબર હતી હું જે રીતે જીવતો હતો એ જોઈને એને ખુબ જ નવાઈ લાગી રહી હતી.. પરન્તુ એ જ હકીકત હતી. મન્ડે ટુ ફ્રાયડે સવારે સાડા આઠે સ્તુતિ આવતી અને આવીને એ સાડી પહેરીને મારી દુલ્હનની જેમ તૈયાર થઇ જતી. હું એને ના પાડતો કે સાડી ના પહેરીશ આ પેન્ટ ટોપ રેડ્ડી જ છે પણ એ મારી એ એક વાત ક્યારેય ના માનતી. બસ એમજ કહેતી કે મને ગમે છે આ રીતે તારું થવું.. એને મઁગલસૂત્ર પણ એટલું ગમતું. દરરોજ આવીને એ મઁગલસૂત્ર પહેરી લેતી અને સાંજે જવા ટાઈમે કાઢી નાખતી. એવું નહોતું કે એ મોર્ડન નહોતી પણ એને આ બધું કરવાથી એ પોતે મારી છે એવો એહસાસ થતો. હા.. આ એહસાસ એ આ રીતે જ લેવાનો પ્રયત્ન કરતી. આખરે એને પણ મારા ભવ્ય ભૂતકાળ વિષે બધી ખબર જ હતી ને..! પણ એ મને ખુબજ પ્રેમ કરતી આથી એ બધુંજ જતું કરવા માટે તૈયાર હતી.. ખુશુએ મને પૂછ્યું,

"તો આવું ક્યાં સુધી ચાલશે?? એના ઘરે નથી કહેવાનું..??"

"આ મન્થમાં જ કહેવાનો પ્લાન બનાવીએ છે.. જો નહીં માને તો હવે ભગાવીને લઇ આવીશ.." સાંભળીને ખુશુ મને કંઇજ ના કહી શકી. હું સમજી શકતો હતો એના પર સુ વિતતી હશે એ.. આખરે મેં પણ તો આવી પરિસ્થિતિનો સામનો કર્યો હતો. પરન્તુ હવે હું બઁધાઈ ચુક્યો હતો. મારી પાસે હવે કોઈ ચારો જ નહોતો કે હું મારી પાછલી જીંદગીને ભૂલવા સિવાય કંઈ વધારે કરી શકું. ફરીવાર ડોરબેલ વાગી અને હું પાછો દરવાજો ખોલવા માટે ઉભો થયો. મેં દરવાજો ખોલ્યો,

"અરે.. શીવ તું..?? તું તો બે દિવસ પછી.."

"હા પણ તારી હલકટીયત ના લીધે આજે અત્યારે જ આવી ગયો.." એ ગુસ્સાથી લાલઘૂમ હતો. એ શું કહેવા માંગતો હતો એ હું કઈ સમજુ એ પહેલાં જ તેણે અંદર આવતાની સાથે એની બેગ ફગાવી દીધી. મેં તેને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ એણે ગાળ દઈને મારા મોં ને બઁધ કરી દીધું. એને નહોતી ખબર કે અંદર ખુશુ બેઠી છે એટલે એ એની રીતે બેફામ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો હતો.

__________________________________

અચાનક શીવે આવીને ઘરનું વાતાવરણ જ બદલી નાખ્યું. એને નહોતી ખબર કે હું અંદરના રૂમમાં છું આથી હું ઉભી થઇ અને એના કાળઝાળ ગુસ્સાને શાંત કરવા માટે મેં જઈને તેને પ્રશ્ન કર્યો,

"શું થયું શીવ..?? કેમ આટલો ગુસ્સામાં છે..??"

"ખુશુ.. તું..??" એ પહેલાં તો મને જોઈને જ ડઘાઈ ગયો. પછી આ રીતે બેફામ ગાળો માટે એણે એની આંખોને નીચે છુપાવી દીધી અને બોલ્યો,

"સોરી.. મને નહોતી ખબર કે તું..-" એ બીજી તરફ જોઈ ગયો.

"આઈ નો.. પણ એવું તો શું થયું છે કે ક્યારેય ગાળો ના બોલવાવાળો શિવ આજે એમ ગાળો સિવાય કંઈ ઉચ્ચારી જ નથી શકતો..??" મારા પ્રશ્નના જવાબમાં એણે મને માત્ર મૌન ધર્યું. મને એટલો અંદાજ આવી ચુક્યો હતો કે ખરેખર જ નબીરે કંઈક કર્યું હશે કારણકે નબીર સાવ ચુપ હતો. બાકી શિવ એ માણસ હતો જે ભલે એવા લોકોની વચ્ચે બદનસીબે રહેતો પરન્તુ ક્યારેય એમ ગાળ ના બોલતો. હું પણ આખરે ઓળખતી જ હતી એને.. એ મારો પણ મિત્ર હતો.. ભલે અમે ક્યારેય વાતો ના કરતા.. પરન્તુ એને મેં હંમેશા નબીર સાથે જોયો હતો. ખુબ જ સારી રીતે જાણતી હતી હું એને..

★ આખરે એવું તો શું થયું હતું શિવની સાથે..?? કેમ તે એટલો ગુસ્સામાં હતો..??

★ ખુશુને એના મામા લઇ ગયા એ પછી આખરે શું થયું હતું..??

★ નબીર ખુશુ તરફ આકર્ષાશે કે નહીં..??

વાંચો ક્રમશઃ..

રેટ કરો અને રિવ્યુ આપો

Hims

Hims 2 માસ પહેલા

MAHI SHAH

MAHI SHAH 3 વર્ષ પહેલા

Mihir M. Trivedi

Mihir M. Trivedi 3 વર્ષ પહેલા

Parul Chauhan

Parul Chauhan 3 વર્ષ પહેલા

Jay Mataji

Jay Mataji 3 વર્ષ પહેલા