તારા વિનાની ઢળતી સાંજ-૯ Manasvi Dobariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

શ્રેણી
શેયર કરો

તારા વિનાની ઢળતી સાંજ-૯

તારા વિનાની ઢળતી સાંજ-૯

એ ફોન પછી મારા મા બધું જ અસ્ત્વ્યસ્ત થઈ ગયું હતું.. કેટલી નીચ હરકત કરી હતી શુભલા એ.. નબિર પછી એ એક જ તો હતું જેના સહારે મારા દિવસો નિકળતા હતાં.. ભઈલૂડી ની હીમ્મત પણ કઈ રીતે થઈ એના વિશે વિચારવાની..?? એ મારુ મંગળસૂત્ર એની રચના ને આપવાનો વિચાર પણ કઈ રીતે કરી શકે..?? મારુ મગજ બધા જ હાઈ ટેમ્પરેચર ના વિચારો વચ્ચે ફુદરડી ફરી રહ્યુ હતું. આજે તો એ ઘરે આવે એટલે એની ખેર નથી.. મારા મગજમાં હજુ પણ એના શબ્દો ઘૂમી રહ્યા હતાં,

“બે શુભલા.. તારી બેનનું મંગળીયું વેચવાનું હોય તો લઈ આવજે.. કે પછી રચનાને એમ જ આપી દેવુ છે..??”

કેટલી નિર્લજ્જ્તા..!!!

* * *

સાંજના સાડા પાંચ વાગી ચૂક્યા હતાં. સૂરજ પોતાની દુકાનને બન્ધ કરવાની તૈયારી કરી રહ્યો હતો. રસ્તા ઉપર લોકોની ચહલ-પહલ વધી રહી હતી. સમોસા અને વડાપાઉં ની લારીઓ પર નોકરીયાત પુરુષોનો મેળાવડો જામી રહ્યો હતો. મેક’ડી, ડોમીનૉઝ, નિઓ પોલિટન અને મોનોમેન માં યન્ગસ્ટર્સની સંખ્યા વધી રહી હતી. સી.સી.ડી તો ઓવર ફ્લૉ થઈ રહ્યાં હતાં. ડાયનામાઈટ મૉલના ચોથાં માળેથી ઓવર-બ્રીજ પર નો નજારો સુન્દર દેખાઈ રહ્યો હતો. ચારેય બાજુએથી કાચના બનેલાં ગ્રીન કાફેના કૉર્નર પરનાં ટૅબલ પર બેઠાં-બેઠાં હું છેલ્લાં એક કલાક્માં સાત કપ કૉફી ગટગટાવી ચૂકી હતી. છેલ્લાં અડધા કલાકમાં હું લગભગ આઠ થી દસ કૉલ કરી ચૂકી હતી શિવને.. પરંતુ તેણે હજુ સુધીમાં એક પણ કૉલનો જવાબ ન્હોતો આપ્યો. મેં ફરીવાર એને કૉલ લગાવ્યો. આ વખતે કૉલ રીસીવ થયો,

“હેલ્લો, શિવ..??”

“હલો મેડમ.. તમે જીને કૉલ કયરો સે, એનું અંઈયા ખૂન થઈ ગયું સે..”

“વોટ્ટ..???” મારો અવાજ તરડાઈ ગયો.. મારી આંખો ફાટી ગઈ.. મારા કાને આવા શબ્દો ક્યારેય નહોતાં સાંભળ્યાં.. મારું શરીર ના પચાવી શક્યું એ શબ્દો ને.. મારા હાથ ધ્રુજવા લાગ્યાં.. પગને તો જાણે તળીયાં જ નહોતાં એમ થીજી ગયાં મારા પગ જમીન પર.. મારી આંખોની કોર ભીંજાઈ ચૂકી હતી. મેં મહા મેહનતે મારા અવાજને થોડો પંપાળીને સ્વસ્થ કરતાં પૂછ્યું,

“ક્યાં..??”

“દાય્નામેટ નાં પાર્કીંગ માં..” આટલું સાંભળતાં જ હું હાંફી ગઈ.. મેં મારી બાજુના ટૅબલ પરથી મારું પર્સ ઉપાડ્યું અને લગભગ હું રીબાતાં પગે દોડી.. મારા શ્વાસોને અચાનક જ તાવ ચઢવા લાગ્યો.. હું એક્સેલેટર પર પણ સી.ડી ઉતરતી હોઉં એમ ઉતરવા લાગી.. લથડતાં શરીરે મેં નબિરને કૉલ કર્યો.. આખી રીંગ વાગી ગઈ પરંતુ તેણે કૉલ ના ઉપાડ્યો.. કાલ સાંજનું એમ જ હતું.. નબિરને હું કાલ સાંજથી અત્યાર સુધીમાં પંદરથી વીસ કૉલ કરી ચૂકી હતી. પરંતુ તેણૅ પણ હજુ સુધીમાં એક પણ કૉલ રીસીવ નહોતો કર્યો.. મારી ચિન્તાઓ એક-બીજી સાથે લડી-જગડીને એક-બીજીના પગ ખેન્ચી રહી હતી.. આખા મૉલમાં સૌથી વધુ ઝડપ મારા પગમાં જ્ન્મી ચૂકી હતી. પરંતુ એ ઝડપને મારો ડર અપનાવી નહોતો શકતો.. હજુ એક કલાક પહેલાં તો બધું જ બરાબર હતું.. આમ અચાનક.. શિવનું ખૂન કોણ કરી શકે..?? ખૂન શબ્દ મગજમાં આવતાં જ હું ધ્રુજી ઉઠતી હતી. આવું તો આજ સુધી ફિલ્મોમાં જ જોયું હતું.. હું નહોતી માનતી કે વાસ્તવિક જીવનમાં આવું ક્યારેય બની પણ શકે..

હું છેલ્લા છત્રીસ કલાકથી સડી રહેલાં મારા આંસુઓને લઈને પાર્કિંગમાં પહોંચી. લોકોનાં અને પોલિસનાં ત્રાસદાયી ટોળાં જામેલાં હતાં. લોકો નવી-નવી મન ઘડન કહાનીઓ બનાવી રહ્યાં હતાં. મારા પગ હવે વધુ થરથરાઈ રહયાં હતાં. મારા હોઠ ધ્રુજવા લાગ્યાં. આંખો આંસુનો ભાર ના સહી શકી. હું ટોળાંને ચીરતી-ચીરતી છેક શિવની પાસે આવીને ઉભી રહી. પોલિસનો ખાસ પહેરો લાગી ચૂક્યો હતો. તે લોહી-લુહાણ થઈને જમીન પર પડ્યો હતો. તેનાં શર્ટનો કલર પણ નક્કી કરવો મુશ્કેલ હતો. તેને જોઈને મારાથી લગભગ ડૂસકૂં નંખાઈ ગયું. મારા પગ મારો વજન ના સહી શક્યાં.. હું ફસડાઈ પડી.. એક પોલિસના કપડાધારી એ મારી પાસે આવીને પુછ્યું,

“મેડમ, તમે જ હતાં હમણે ફોન પર..??” અવાજ સાંભળીને હું અચાનક જ ભાનમાં આવી ગઈ. મેં મારા આંસુ લુછ્યાં અને મારી આસપાસ નજર કરી. બધા મારી સામે જ તાકી રહ્યાં હતાં.. હું વધારે જ અસ્વસ્થ થઈ ગઈ. મારે શું જવાબ આપવો જોઇએ મને કંઈ જ સમજાયું નહિ. કંઈ પણ વિચાર્યા વગર જ ડૂસકાં ભરતા મેં જવાબ આપી દીધો,

“હા..” સાંભળી ને એક સીનીયર ઓફિસર મારી નજીક આવ્યાં,

“તમારે અમારી સાથે આવવું પડશે..”

હું એમની સામે જ જોઈ રહી.. મારા શ્વાસ ઘણી જ બેરહેમીથી પીડાઈ રહ્યાં હતાં.. હવે તો મને લાગી રહ્યું હતું જાણે પુરી દુનિયાનું ગમ મારા ખોળે જ સવાર થઈ ગયું છે.. મારી ધડકન ભીંસાઈ રહી હતી.. મેં ક્યારેય આમ મારી આંખ સામે ખૂનથી લથબથ ડૅડ-બૉડી નહોતી જોઈ.. અને જોઈ હોય તો પણ આ એક એવા માણસની હતી જેની હું ખૂબ ઈજ્જત કરતી હતી.. જેની સાથે ઉઠતાં-બેસતાં, હસતાં ઘણી જ યાદો જોડાયેલી હતી.. જેની સાથે હજુ એક કલાક પહેલાં જ મારી વાત થઈ હતી.. હું કઈ રીતે માની લઉં કે એ માણસ હવે આ દુનિયા માં નથી.. એ માણસ મારી સામે પડ્યો છે.. પોતાના દરેક શ્વાસને એક છુરા આગળ હારીને, તે હવે જઈ ચુક્યો છે.. તે મને કંઈક જણાવવા માટે અહિં આવી રહ્યો હતો, એ વાત ને પણ પોતાની અંદર જ દફન કરીને તે દમ તોડી ચુક્યો છે.. હું ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. થોડી જ વાર માં ઍમ્બ્યુલન્સ શિવને લઈને જતી રહી.. મારા ગળે ડૂમો ભરાઈ આવ્યો. પોલિસે મને ગાડીમાં બેસાડી. બધું જ કેટલું અણધાર્યુ હતું. મેં પોતાને સંભાળી અને જાણે અચાનક જ યાદ આવ્યું હોય એમ મેં મારુ પર્સ ખોલ્યું અને ફરીવાર નબિરને કૉલ લગાવ્યો. પરંતુ તેણે ના ઉપાડ્યો.

આ બધી જ વસ્તુઓ કરતાં મહત્વનો સવાલ એ હતો કે આ બધું કર્યુ કોણે..?? અને શાં માટે..?? મારા શંકાનાં તીર ધનુષ પર સવાર થઈ ગયાં. શિવની કોઈની સાથે શું દુશ્મની હોઈ શકે..?? એતો ક્યારેય ઉંચા અવાજે પણ નહોતો બોલતો.. અને વાત છેક જીવ લઈ લીધા સુધી પહોંચી ગઈ મતલબ કંઈક તો હતું જે ધાર્યા કરતાં બહારનું હતું.. અને અત્યાર સુધીમાં શિવે ધાર્યા કરતાં બહારનું પણ કાલે જ કર્યુ હતું.. એના વિશે જ કદાચ શિવ મને કંઈક જણાવવાનો હતો.. અને તેનું ખૂન ત્યારે જ થયું જ્યારે તે મને મળવા માટે આવી રહ્યો હતો.. મતલબ એ જે કોઈ પણ છે એ નહોતું ઈચ્છતું કે શિવ મને મળે.. અને મને ખ્યાલ છે ત્યાં સુધી એ વાત કદાચ નબિરનાં વિશે જ હતી.. મતલબ આ બધું નબિરે..?? મારી ધડકન ભીંસાવા લાગી.. ના.. એ આવું ના કરી શકે.. હા.. થોડીવાર લડે.. જગડે.. પણ એ કોઈનો જીવ ના લઈ શકે.. અને આ તો ‘કોઈ’ ની નહી એનાં બૅસ્ટ ફ્રેન્ડની વાત હતી.. પણ ગઈકાલથી એ મારો ફોન નથી ઉપાડી રહ્યો.. કેમ..?? મને અચાનક જ ભાઈએ કહેલી વાત યાદ આવી ગઈ.. શું એ ખરેખર સાચી હશે..??? એ આખરે એવું બોલી પણ કઈ રીતે શકે..??? આ બધાં જ વિચારો મારા મગજને કોરી ખાતા હતાં. હું બધું જ સહન કરી શકું એમ હતી પરંતુ નબિરની આવી કોઈપણ હરકત નહિ.. કારણ કે એની અલગતાં જ તો હતી જે મને જીવાડતી હતી.. એમ નાની નાની વાતોમાં ભાન ભુલાવી બેસે એ મારો નબિર નહોતો..

પોલિસ સ્ટેશન આવી ગયું. આજ સુધી ક્યારેય પોલિસ સ્ટેશનનાં પગથિયાં નહોતા ગણવા પડ્યાં. પરંતુ આજે પરીસ્થિતી કેટલી બદલાઈ ચૂકી હતી. ભાઈને ફોન કરું કે નહિ..?? મને અચાનક જ વિચાર આવ્યો. પરંતુ ગઈકાલ યાદ કરીને મેં મારા વિચારોને ફરીવાર સુવડાવી દીધાં. એને કહેવાથી કોઈપણ પરીસ્થિતી વધારે વણસે તેમ હતી. હું પોલિસ સ્ટેશનમાં દાખલ થઈ.

“બેસો..” એ સીનિયર ઓફિસરે પોતાની ખુરશી પર બેસતાં બેસતાં મને ખુરશી બતાવીને કહ્યું.

હું બેસી ગઈ. હવે મને અજીબ ડર લાગી રહ્યો હતો. મારા ચહેરાં સામે જોઈને તેમણે કહ્યું,

“ગભરાશો નહિ, બસ થોડાં સવાલોનાં જવાબો આપવાનાં છે..”

“જી..” મેં મારી બીકને છુપાવવાની વ્યર્થ કોશિશ કરી.

“તો બોલો.. કઈ રીતે ઓળખો છો આને..??”

“જી.. શિવ મારા ફ્રેન્ડનો ફ્રેન્ડ છે..” મારાં બોલાયેલાં શબ્દો પર હું પોતે જ હજાર વાર પાછળ ફરીને જોઈ રહી હતી કે આખરે બરાબર તો છે ને..!! કારણ કે આવી રીતે બોલાયેલાં શબ્દો નૉટ કરાવીને હું એક બૅઝ બનાવી રહી હતી જેનાં પર ઈન્વેસ્ટીગેટર્સનાં વિચારો ચણાવાનાં હતાં.

“અને તમે અત્યારે એને ફોન શાં માટે કર્યો હતો..??”

“એ મને મળવા આવવાનો હતો.. હું એની વેઈટ કરી રહી હતી.. એટલે..”

“ક્યાં મળવાનું હતું..?? એ તમને મળવા કેમ આવી રહ્યો હતો..??
“અંહ્હ્હ.. ગ્રીન કાફૅ.. અને રીઝન તો ખબર નહિ સર.. પણ એ મારી સાથે કંઈક વાત કરવા માંગતો હતો..”

“કેવી વાત..?? તમને ખબર છે એનાં વિશે કંઈપણ..??”

“જી, નહિ.. એણે મને એનાં વિશે આવીને જ કહેવાનું કહ્યું હતું..”

“અચ્છા.. પણ એવી કોઈ વાત જે તમને અજીબ લાગી હોય..??” હું થોડું અટકી,

“ના સર..”
“તમને કોઈના ઉપર ડાઉટ છે..??”

“ના સર.. એનાં દુશ્મન પણ એનું ખરાબ ના વિચારી શકે એટલો શાંત સ્વભાવનો હતો એ..”

“ઓ.કે.. તમે જઈ શકો છો.. જરુર પડશે તો અમે તમને બોલાવી લઈશું..” સાંભળતાં જ હું ઉભી થઈ ગઈ,

“થેંક્યુ..”

હું ચાલી નીકળી ત્યાંથી.. મેં બહાર નિકળતાં જ ફરીવાર નબિરને કૉલ કર્યો. લાંબી બે-ત્રણ રીંગ વાગી. ત્યાં જ તેણે કૉલ ઉપાડ્યો અને હું કંઈ બોલું એ પહેલાં જ સામેથી અવાજ આવ્યો,

“હેલ્લો..” એ કોઈ લૅડીનો અવાજ હતો. મને સમજતાં જરીક પણ વાર ના લાગી કે એ જ સ્તુતિ હશે. મેં ફોન કટ્ટ કરી નાંખ્યો..

“મારો ફૉન નંબર એનામાં સેવ હશે તો..??” મને વિચાર આવ્યો. ત્યાં જ મને ભાન થયું કે મારી પાસે ફોન પણ તો આજે જ આવ્યો છે.. કાલ રાત સુધી તો ના મારો કોઈ ફૉન હતો.. ના કોઈ નંબર.. પરંતુ ગઈકાલે જે બન્યું એ પછી આજે સવારે સૌથી પહેલું કામ ભાઈએ એ કર્યુ હતું.. એ મારા માટે ફોન લઈ અવ્યો હતો અને પોતાનું જ બીજુ સીમ તેણે મને આપી દીધું હતું આથી મારો નંબર તેની પાસે હોવાની કોઈ શક્યતા જ નહોતી. હવે મને ખ્યાલ આવ્યો કે આખરે અત્યાર સુધી નબિરે મને કૉલબૅક કેમ નહોતો કર્યો. મારું મન થોડું શાંત થયું.. પણ મારી અંદર ઘૂમી રહેલાં પ્રશ્નોને હજુ કોઈ જ ઉત્તર નહોતો મળ્યો.. એતો નબિર જ આપી શકે તેમ હતો.. મેં મારા પર જ ગુસ્સો કરીને પોતાને સમજાવી.. અને ઘરે જવા માટે રીક્ષા પકડી.. અંધારું ગાઢ થઈ ચુક્યું હતું.

***********************************

મહાવીર ગ્રીન વિલા.. યુનિવર્સિટીનાં પોષ વિસ્તારોમાંનો એક.. આ સોસાયટીમાં પ્રવેશતાં જ પહેલાં બંગ્લૉઝ આવે અને પછી ટેનામેન્ટ્સ.. લગભગ અડધો કિલોમીટર લાંબી એ લાઈનમાં અમારું ટેનામેન્ટ સાવ છેલ્લી લાઈનમાં આવતું. કોઈપણ વસ્તુ બહાર લેવાં માટે જવી હોય તો દસ વાર વિચાર કરવો પડતો.. એની જગ્યાએ આજે તો મને ખ્યાલ જ નહોતો રહ્યો કે હું કયારે ઘરે પહોચવાં પણ આવી ગઈ.. એટલી વિચારમગ્ન થઈ ચૂકી હતી હું.. મારી આગળ કોઈ ઍક્ટર પણ આવીને ઉભો રહી જાય ને, તો પણ હું તેની સામે જોવાની તસ્દી ના લઉં એટલી દયાજનક સ્થિતીમાં હતી હું.. જ્યારે ઘરે પહોંચી ત્યારે ભાઈ સૉફામાં સૂતો સૂતો ટી.વી જોઈ રહ્યો હતો. હું જઈને ચૂપચાપ એની બાજુમાં બેસી ગઈ.. તેણે મારી સામે જોયું પછી ઘડીયાળમાં જોયું,

“આઠ વાગ્યાં.. ક્યાં હતી..??”

“ભાઈ.. નબિરનાં ફ્રેન્ડ શિવનું...... ખૂન થઈ ગયું..” મારા અવાજ ની ધ્રુજારી તેણે વાંચી લીધી. મારાં ચહેરાં પરનો ભય સાફ સાફ વર્તાઈ આવતો હતો.

“શું..???? ખૂન..????ક્યાં..????” ખૂન શબ્દએ જ તેને અટકાવી દીધો. તેણે ટી.વીનો અવાજ ઓછો કરી દીધો. તે ધીરે રહીને બેઠો થયો.

“ડાઈનામાઈટ નાં પાર્કિંગમાં..”

“એક મિનિટ, આ બધી તને કેમ ખબર..???”

“કેમકે હું એને જ મળવા માટે ગઈ’તી..” મેં સહેજ ગભરાઈને જવાબ આપ્યો.

“શું..???? તો આ બધું થયું કઈ રીતે..???” મેં માંડીને બધી વાત કરી.

“તારું દિમાગ ખરાબ થઈ ગયું છે ખૂશુ.. તને ખબર નથી પડતી કે એક કૉલ કરું ભાઈને..???” એનાં બરાડાથી હું વધુ ડરી રહી હતી,

“પણ..”

“શું પણ..??? તને અંદાજો પણ છે આપણે કેટલી મોટી મુસિબતમાં ફસાઈ શકીએ એમ છીએ..???” તેણે ત્રાડ પાડી. મારા ગળે ડૂમો ભરાઈ આવ્યો..

“શું જરુર હતી તારે ત્યાં નીચે જોવા જવાની..?? શું જરુર હતી ત્યાં જઈને કહેવાની કે તું તેને મળવા માટે આવી’તી.. યાર ખૂશુ.... મતલબ તું કંઈ વિચારતી જ નથી અને આટલાં મોટાં પ્રોબ્લેમ્સ ક્રીએટ કરીને આવી જાય છે.. કંઈ પણ બગાડવું હોય તો ભાઈને નહિ પુછવાનું અને પછી બગડેલું લૂછવા માટે ભાઈને મોકલવાનો.. એક તો એક પ્રોબ્લેમ પતી નથી હજુ ત્યાં બીજી ઉભી કરીને આવી ગઈ..” તેનાં શબ્દો મને કાંટાની જેમ ભોંકાતા હતાં. હું રડી પડી.. અત્યાર સુધી જે પણ બની રહ્યું હતું અને હું ચૂપચાપ સામનો કરી રહી હતી એનો બંધ હવે તૂટી ચૂક્યો હતો. બધું જ એક્સાથે યાદ કરીને આંખો આંસુ સારી રહી હતી.

ગઈકાલે રાતે પણ ભાઈ ઘરે આવ્યો એવો જ એના પર ગુસ્સાનો ટોપલો ઠાલવી દીધો હતો,

“તો શું વિચાર્યુ..??” ભાઈ આવીને પંખો ચાલુ કરીને બેઠો અને મેં કટાક્ષ ચાલુ કર્યો.

“શેનાં વિશે..??” તેણે મારા તરફ ફરીને પુછ્યું એવો જ મેં તેના હાથ માં પાણીનો ગ્લાસ પકડાવ્યો.

“મારા મંગળસૂત્ર વિશે..” તે પાણી પીતો પીતો અટકી ગયો,

“શું કે છે તું..?? મને કંઈ જ સમજાતું નથી..”

“અજાણ્યું બનવાની કંઈ જરુર નથી.. તને સારી રીતે ખબર છે હું શેનાં વિશે વાત કરું છું..” સાંભળતાં જ ભાઈ નીચું જોઈ ગયો,

“તારી હિંમત પણ કંઈ રીતે થઈ મને નબિરે આપેલી કોઈ વસ્તુ વિશે આવું વિચારવાની..???” હું લગભગ ચિલ્લાઈ.

“ખૂશુ.. એક્ચ્યુલી,...”

“એક્ચ્યુલી વૉટ્..??”

“મને નબિરે જ કીધું કે હું તારું મંગળસૂત્ર વેંચી નાંખુ..” સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.. જાણે કોઈએ મારા દિલને પ્રેમ કરીને મસળી નાંખ્યું હોય એવો એહસાસ થયો..

*શિવનું ખૂન કોણે કર્યુ..?? શાં માટે કર્યું..??

*નબિરે પોતાનું જ આપેલું મંગળસૂત્ર વહેચવા શાં માટે કીધું..??

વાંચો ક્રમશઃ...

મનસ્વીની સાથે..