તારા વિનાની ઢળતી સાંજ-3 Manasvi Dobariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

તારા વિનાની ઢળતી સાંજ-3

મનસ્વી ડોબરીયા

manasvidobariya@gmail.com

લેખકનો પરીચય

હું વીસ વર્ષની લેખિકા છું. અત્યારે બી.એસ.સી કરું છું અને મન થાય ત્યારે થોડી ઘણી શબ્દો સાથે વાતો કરી લઉં છું. આથી વિશેષ તમે મને મારી કલમથી ઓળખશો તો વધુ ગમશે. આભાર.

પ્રસ્તાવના

આ એક સાચુકલા પ્રેમી પઁખીડા ના ધગધગતા આંસુ છે. અને જયારે સાચા લોકો શબ્દો સાથે જીવતા થાય ત્યારે તેની કોઈ જ પ્રસ્તાવના ના હોય. માફ કરશો.

પ્રકરણ-૩

"એને ત્યાં પીવાની આદત હતી.." ધીરે રહીને એણે કહ્યું.

"ઓહ્હ..!! પણ તું મને અત્યારે કે છે..?? ત્રણ મહીના થયાં.. તું મને..-" બોલતાં બોલતાં મારી નજર અચાનક ખુશુ પર ગઈ અને ઝટકા સાથે મેં એને ખભેથી પકડી લીધી. એની આંખો બઁધ થવું થવું થઇ રહી હતી, એના પગ લથડાવા લાગ્યાં હતા. મને ખ્યાલ આવી ગયો એને ચક્કર આવી રહ્યાં હતાં. મેં તેને બેડ પર જ સુવડાવી દીધી,

"મેં કીધું ને તને.. તું આરામ કર.. પછી મૂકી જઈશ." અને હું તેની પાસેથી ઉભો થવા ગયો પરન્તુ એણે મારા હાથને પકડી લીધો,

"શું હવે મારા માટે 'નબીર' એ માત્ર એક ભૂતકાળ જ રહેશે..??" એની આંખો માં ઝળઝળિયાં હતાં એવું હું એનાથી વિરુદ્ધ તરફ ઉભેલો હોવા છતાં પણ કહી શકતો હતો. કારણકે એ અવાજ, એ હવા અને એ સમય ત્રણેય અમારા ભૂતકાળના પ્રેમને ઘોળીને મને પીવડાવી રહ્યાં હતાં.

"ચાલને, અહીંથી ક્યાંક દૂર જતાં રહીએ.." મેં આગળના તેના પ્રશ્નનો કંઇજ પ્રતિકાર ન આપ્યો હોવાથી એણે મારા હાથને ખેંચ્યો. એમાં એક જીદ હતી.. ચાહત હતી.. આશા હતી.. પરન્તુ મારી જીભે રજા લીધી હતી. સાડાચાર વર્ષ પહેલાં પણ એણે આવી જ જીદ કરી હતી,

"હેલ્લો નબીર.. તું ક્યાં છે..?? જ્યાં પણ હોય ત્યાંથી કોર્નર પર આવ.. અત્યારે જ..!!" અને ફોન કટ્ટ થઇ ગયો. હું ટ્યુશન જવા માટે તૈયાર થતો હતો, ત્યાં હું એને મળવાનો જ હતો.. એ છતાંય તેણે મને ત્યાં કોર્નર પર કેમ બોલાવ્યો..?? હું થોડીવાર માટે વિચારતો જ રહ્યો. એમાં પણ ખુશુનો પહેલીવાર મને કોલ આવ્યો હતો.. એટલે હું ખુબ જ આશ્ચર્યમાં હતો અને ખુશ પણ.. પરન્તુ બધા જ વિચાર એકબાજુએ મૂકીને હું બાઇક લઈને નીકળી ગયો કોર્નર પર જવા માટે.. મારું દિલ ખુબ જ ખુશ હતું આખરે પહેલીવાર તેણે મને આ રીતે કોલ કરીને બોલાવ્યો હતો.. એ પણ આટલાં હકથી.. મેં ખુશુને કહી જ દીધેલું કે કંઈપણ પ્રોબ્લેમ હોય તો મને કોલ કરજે.. હું ગમે ત્યાં હોઈશ, તારા સુધી પહોંચી જઈશ.. કંઈક અઘટીત તો નહીં બન્યું હોય ને..?? નહીંતર આમ.. આવી રીતે.. અચાનક એ મને ના જ બોલાવે.. ફરીવાર કેટકેટલાય વિચારોએ મારા મગજ પર કબ્જો જમાવી લીધો હતો. મેં તેનો અવાજ યાદ કરવાનો પ્રયત્ન કર્યો. એ અવાજમાં હતું શું..?? ખુશી..?? પ્રેમ..?? ડર..?? કે પછી ગુસ્સો..?? પાંચ જ મિનિટમાં હું લગભગ કોર્નર પર હતો. મેં આજુબાજુ નજર ફેરવી અને એને જોતા જ મનમાં આવેલાં દરેક વિચારોએ વિરામ લઇ લીધો. બોટલ ગ્રીન કલરના એ ડ્રેસ પર નાંખેલો આછા પીળા રન્ગનો દુપટ્ટો એની કાયાને વધુ સુંદર બનાવી રહ્યો હતો. હું મનમાં ફૂટતાં લડ્ડુઓ સાથે એની પાસે પહોંચ્યો. બાઇક બઁધ કરી અને એના પર જ બેઠાં બેઠાં મેં કહ્યું,

"હાજર છું, ફરમાવો.." મારા શબ્દો એણે સાંભળ્યાં ન સાંભળ્યાં એ મારી પાછળ બાઇક પર ગોઠવાઈ ગઈ. પહેલીવાર એ મારી પાછળ આ રીતે બાઇક પર બેઠી હતી, હું તો ફૂલ્યો સમાતો નહોતો. જે રીતે એ મારો ખભ્ભો પકડીને બાઇક પર બેઠી, મારા આખા શરીરમાં ગલગલીયા થઇ ગયાં. હું કેટલો ખુશ હતો એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ હતો. મેં તેને પૂછ્યું,

"ક્યાં..?? ટ્યુશનમાં..??" એણે લગભગ ચિલ્લાઈને ના પાડી દીધી. એના મોં પર દુપટ્ટો બાંધેલો હતો આથી એના ચહેરા પરના ભાવ તો હું જોઈ નહોતો શક્યો પરન્તુ એણે મને જે રીતે ના કહી એમાં લગભગ હું ઘણું બધું સમજી ચુકયો હતો. મારે મારી ખુશીઓને સમેટીને એકબાજુએ મૂકી દેવાની હતી. બાઇકને જેવી કીક મારી ત્યાં જ મેં સામેથી રીતુને આવતાં જોઈ અને મેં મારી બાઇકને તેની નજીક જઈને ઉભી રાખી. એ બે પળ માટે તો અમને બન્નેને એક અજાયબીની જેમ જોઈ રહી અને પછી બોલી,

"આવી રીતે ટ્યુશન આવો છો..??"

"ના, ટ્યુશન પતે ને.. એટલે તું મને કોલ કર.."

"ઓ.કે." એના બોલતાંની સાથે જ મેં મારી બાઇકને ભગાવી મૂકી નજીકના જ એક ગાર્ડન તરફ.. ખુશુ હજુ પણ સૂનમૂન મારી પાછળ બેઠી હતી. મેં રસ્તામાં ઘણીવાર એને બોલાવવાનો પ્રયત્ન કર્યો પરન્તુ કંઇજ પરીણામ ના મળ્યું. એવું તો શું થયું હશે કે કઈ બોલતી નથી..?? મારાથી તો કોઈ ભૂલ નથી થઈને..?? મેં બરાબર યાદ કરી જોયું.. છેલ્લે કાલે જ તો મળ્યા હતા અમે.. એ પણ ટ્યુશનમાં.. અમે બન્ને ત્યાં અડધો કલાક વહેલાં પહોંચી ગયા હતા.. એ ખુશુના મામાનું ઘર જ હતું.. ઘરમાં કોઈ હતું નહીં. માત્ર બહાર એના બા બેઠા હતા. અમે બન્ને ઘરની પાછળના ચોકમાં જઈને ઉભા રહ્યાં'તાં અને ધીરે રહીને અમે બંન્ને એ એકબીજાનો હાથ પકડી લીધો હતો. બંન્ને ના ચહેરા પર ખળખળતા પાણીના ટાઢક જેવી ખુશી હતી. શરીરની અંદર આકાર લઈ રહેલાં હોર્મોન્સ વધુ ઉછાળા મારી રહ્યાં હતાં. અમારા બન્નેના હાથોની ગરમી અમને વધુ રોમાંચિત કરી રહી હતી. અમારા રીલેશનશિપ પછી કદાચ પહેલીવાર અમે બન્ને એકબીજાને આ રીતે સ્પર્શયા હતાં. ખુશુના ચહેરા પર અજીબ લાલી પથરાઈ ગઈ હતી. એની આંખોની મારા તરફની નજરને જાણે મારી નજર લાગી ગઈ હતી. મારા આખા શરીરમાં જાણે કોઈ ઉત્સવ મનાવાની તૈયારી ચાલી રહી હોય એમ રુધિરનું કણે કણ ખુબ ખુશ હતું અને અચાનક જ ખુશુની પાછળનો બાથરૂમનો દરવાજો ખુલ્યો. અમે બન્નેએ ઝડપભેર એકબીજાનો હાથ છોડી દીધો એ છતાંય એના મામી કદાચ જોઈ ગયા હોય એવું મને લાગ્યું. અમે બન્નેય ચુપચાપ અંદર જઈને બેસી ગયાં. થોડીવાર પહેલાં ઉછાળા મારતા હોર્મોન્સ મરશિયા ગાઈ રહ્યાં હતાં. મારા રુધિરનું કણે કણ અચાનક જાણે ધરતીકમ્પ આવ્યો હોય એમ ધ્રુજી ઉઠ્યું હતું. થોડીવાર માટે તો અંદર જઈને પણ અમે બન્ને એકબીજા સામે નજર નહોતા મિલાવી શકતાં. કંઇજ વાત નહોતા કરી શકતા. હું વાસ્તવિકતા માં આવ્યો. શું એજ વાત હશે..?? ખુશુ મને બોલશે..?? કંઈ બીજું તો નહીં થયું હોય ને..?? મારા મનમાં હજારો વિચારો ફરફરતાં હતાં પરન્તુ ચોક્ક્સ જવાબ જેની પાસે હતો એના હોઠને જાણે એના મનની પરવાનગી નહોતી. ગાર્ડન આવ્યું એટલે મેં બાઇક ઉભી રાખી. મારા ખભાએ એના હાથના સ્પર્શની રાહ જોઈ પરન્તુ એ મારી બાઈકનો ટેકો લઇને જ નીચે ઉતરી ગઈ. મેં બાઇકને એકબાજુએ પાર્ક કરી અને અમે બન્ને અંદર ગાર્ડનમાં પ્રવેશ્યા. મેં ફરીવાર ચાલતા ચાલતા એને પ્રશ્ન કર્યો,

"થયું છે શું..?? જરા કહીશ તું મને..??" એણે મને કહ્યું,

"મારે મરી જવું છે.."

"શું..????? તું ગાંડી થઇ ગઈ છે..??" મારા પગ ત્યાં જ થોભી ગયાં. બે ઘડી માટે હું તેની સામે જ તાકી રહ્યો.

"હા, એમ જ સમજ.. અત્યાર સુધી જીવી ને એટલે જ ગાંડી થઇ ગઈ છું.." બોલતા બોલતા એ રડી પડી. મેં એનો હાથ ઝાલી લીધો,

"ખુશુ, થયું છે શું..?? મને કહીશ તું..??" એની પાસેથી એવા શબ્દો સાંભળીને હું ડઘાઈ જ ગયો હતો. કઈ રીતે કહું..?? આખરે કઈ રીતે કહું હું એને કે ખુશુ હું તો માત્ર તારી માટે જ જીવુ છું.. તું મરવાની વાતો કરીશ તો મારું શું થશે..?? કેમ જીવી શકીશ હું..?? એ ભલે ગુસ્સામાં જ બોલી રહી હતી પરન્તુ એ છતાંય એના એ શબ્દો મને ઉભેઉભો ચીરી નાખતા હતા. એ સમયે હું હજુ એટલું ખુલીને મારી ફિલિંગ્સ એને કહી નહોતો શકતો.. નહોતો કહી શકતો હું કે ખુશુ હું તને ખુબ જ ચાહું છું.. નહોતો કહી શકતો હું કે તને એકવાર જોયા વગર મારી રાત નથી પડતી.. નહોતો કહી શકતો હું કે તારા વિચારોમાં રાતોની રાતો જાગતો બેસી રહું છું.. નહોતો કહી શકતો હું કે ખુશુ તું છે તો મારી ઊંઘ છે, ભૂખ છે અને સુખ છે.. આખરે વાલોવાતા હૃદયે મેં મારી આજુબાજુ નજર દોડાવી. સામે ખાલી બાંકડો જોઈને મેં તેને એ તરફ દોરી. થોડીવાર માટે એ મૌન રહી. બાંકડા પર બેસતાં જ મેં કહ્યું,

"ચલ, બોલ તું હવે.."

"કાલે આપણે હાથ પકડીને ઉભા'તા ને એ મામી જોઈ ગ્યા'તાં.."

"ઓહ..! પછી..??"

"એમણે બાને કીધું અને બાએ મારા ઘરે.. એટલે મમ્મી કે'ય કે એના કરતાં તો મરી જા ને એટલે નિરાંત.." એનાથી વાક્ય પત્યું ના પત્યું અને ડૂસકું નંખાઈ ગયું. મેં તેના બન્ને હાથ મારા હાથમાં લઇ લીધાં.. હું કઈ બોલું તે પહેલાં જ એ બોલી,

"નબીર.. તું મને લઇ જા યા તો હું મરી જ જાઉં.." મેં તેને સહેજ હળવી કરવાનો પ્રયાસ કરી જોયો,

"ખુશુ, જો એમનાથી ગુસ્સામાં બોલાઈ ગયું હોય એને આટલું સિરિયસલી ના લે યાર.." મારી વાત સાંભળીને એ મોઢું ફેરવી ગઈ. એણે કંઇજ ના કહ્યું એ છતાંય મને સચોટ જવાબ મળી ગયો હતો. પણ મેં મારી વાત ચાલુ રાખી,

"બોલ્યાં પછી એમને પણ પછતાવો થયો જ હોય ખુશુ, પણ એ પછી તને કહી ના શકતા હોય."

"એનો મતલબ તું મને નથી લઇ જવાનો એમજ ને.. ઇટ્સ ઓ.કે. ચલ બાય.." કહીને એ ગુસ્સા સાથે ઉભી થઇ ગઈ. મેં તેનો હાથ પકડી લીધો,

"ખુશુ.. આટલો ગુસ્સો શું કામ કરે છે.. તું કંઈપણ નિર્ણય લે એમાં હું તારી સાથે જ છું પણ હજુ આપણે સ્ટડી કરીએ છે.. તું જ જસ્ટ વિચારી લે, આ નિર્ણય આટલો જલ્દી અને એ પણ ગુસ્સામાં કેટલો સાચો હશે..??" મને લાગ્યું કે એ થોડી ઠન્ડી પડી એટલે મેં તેને કહ્યું,

"ચાલ એક જગ્યાએ લઇ જાઉં.." અને હું તેનો હાથ પકડીને તેને ગાર્ડનની બહાર લઇ આવ્યો. ત્યાં સુધીમાં મેં તેની એક ફ્રેન્ડ કે જેના મમ્મી ઘણા જ ખુલ્લા દિલના હતાં તેને મેસેજ કરી દીધો કે હું ખુશુને લઈને આવું છું.. અને અમે બન્ને ત્યાંથી નીકળી ગયાં.

"આપણે ક્યાં જઈ રહ્યાં છીએ નબીર..??"

"હમણાં ખબર પડી જશે ડાર્લિંગ.. થોડી વેઇટ કરી લે.. અને પ્લીઝ આજ પછી આ મરવાની વાતો ના કરતી મારી આગળ.. તને આવા વિચારો પણ કઈ રીતે આવે છે..?? તને એ ખબર છે મારી શું હાલત થતી હશે જયારે તું આવી વાતો કરે છે..??" સાંભળીને એ મને પાછળથી વળગી પડી અને એના શરીર પરના દરેક વળાંકોએ મારી પીઠને ઉન્માદિત કરી મૂકી,

"તો પણ તું લઇ જા ને મને.. મારે ઘરે નથી જવું.." એણે ફરીવાર એજ વાત આદરી. પરન્તુ હું કઈ કહું એ પહેલા જ મારી બાઇકની બ્રેકે કહ્યું કે મઁજિલ આ ગઈ હૈ.. અને મારી બાઇક ઉભી રહી,

"ત્રિશુ ના ઘરે..??"

"હા.. ચલ.." બાઇક મૂકીને હું ત્રિશુના ઘરમાં અંદર પ્રવેશ્યો. મારી સાથે સાથે ખુશુ પણ અંદર આવી.

"આવો આવો.. મોંઘેરા મહેમાન.. સ્વાગત છે તમારું.." અમને બન્નેને જોઈને ત્રિશુએ મજાક કરી.. અમે ત્રણેય હસ્યાં પરન્તુ ખુશુની સામે જોતાં જ ત્રિશુએ પૂછ્યું,

"તારું મોં કેમ આવું છે..?? રડી તી..??"

"હા.. એ મેડમ જો ને.. ક્યારનાં રડે જ જાય છે.." મેં ખુશુ તરફથી જવાબ આપ્યો.

"કેમ પણ..?? થયું છે શું..??" ત્રિશુના પ્રશ્નના જવાબમાં મારે તેને કાલથી બનેલી આખી ઘટના કહેવી પડી. એ પછી તેણે પણ ખુશુને સમજાવી પણ એ ના માની.. એવામાં જ ત્રિશુના મમ્મી આવ્યાં અને મેં તેમને વાત કરી. આખરે તેમણે ખુશુને અડધો કલાક સુધી સમજાવી. પરન્તુ તે કંઇજ ના બોલી આથી હું અસમન્જસ માં હતો કે એ માની ગઈ હશે કે નહીં..?? કારણકે એના ચહેરા પરના હાવભાવને હવે હું કળી શકતો ન્હોતો. મેં ઘડિયાળ તરફ નજર કરી. મને નવાઈ લાગી.. હજુ રીતુનો કોલ કેમ ના આવ્યો..?? ટ્યુશન પૂરું થયું એને પોણા કલાક જેવું થઇ ગયું હતું. મેં ખુશુને કહ્યું,

"ચાલ, આપણે નીકળીએ.. ટ્યુશન ક્યારનું પૂરું થઇ ગયું હશે.." એ ઉભી થઇ અને હું એમનો આભાર માનીને ત્યાંથી બહાર નીકળ્યો. બાઇક લઈને ત્યાંથી નીકળ્યા બાદ મેં ખુશુ સાથે વાત કરવાનો પ્રયાસ કરી જોયો જેથી મને ખબર પડે કે એના મનમાં હવે શું ચાલી રહ્યું છે..

"ખુશુ.. જો તને કંઈ પણ પ્રોબ્લેમ પડે મને કોલ કરી દેજે, હું ગમે ત્યાં હોઈશ હાજર થઇ જઈશ.. હું તારી સાથે જ છું ડીયર.. અને આમ કોઈના ગુસ્સાથી ભરેલાં શબ્દો સાંભળીને તું કઈ પણ એક્શન ના લઇ લે યાર..-" મારી વાતને મારા ફોને અટકાવી. મેં ડાબા હાથેથી પેન્ટના ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કાને લગાવ્યો,

"હેલ્લો નબીર.. ક્યાં છે તું..?? અને ખુશુ ક્યાં છે..??" સામેથી અમારા ટ્યુશનના સરનો અવાજ સાંભળીને મને નવાઈ લાગી,

"હું તો બહાર છું અને ખુશુની મને નથી ખબર.. કેમ..??"

"પણ, મને ખબર છે કે ખુશુ તારી સાથે છે.."

"શું..???"

"હા.. પણ સાંભળ તું જ્યાં પણ હોય, ઘરે ના જતો.. ખુશુના મામા અને એમની આખી ગેન્ગ હાથમાં છરા લઈને તને મારવા માટે તારા ઘરે આવે છે.."

"શું..???? એમને કોણે કીધું..??" મને એક પછી એક ઝટકા લાગી રહ્યા હતાં. સર સુધી પણ વાત પહોંચે જ કઈ રીતે..?? સામેથી તરત જ ફોન કટ્ટ થઇ ગયો. મેં મારી બાઇકની સ્પીડ વધારી અને જે પણ બન્યું હતું એ ખુશુને કહ્યું. તેના ચહેરા પર ડરનું નામોનિશાન નહોતું. તેણે મને પૂછ્યું,

"આપણે અત્યારે ક્યાં જઈ રહ્યા છીએ..??"

"મારા ઘરે.."

"વોટટ..?? પણ કેમ..??"

"કેમકે મારા ઘરે મારા પેરેન્ટ્સ એકલા હશે.. અને તારા મામાનું કઈ નક્કી નહીં.." ખુશુના મામા એક રાજકારણી હતા. આથી એમની સત્તા અને પહોંચનું અભિમાન એમના માથા પર હંમેશા સવાર રહેતું. કંઈ પણ આઘું પાછું થાય એટલે ધુંઆ-પુંઆ થતા એ અને એમની ગેન્ગ હાથમાં લાકડીઓ અને છરા લઈને નીકળી પડે.. અત્યારે તો આવા રાજકારણીને રક્ષક કહેવા કે ભક્ષક એજ મોટો પ્રશ્ન થઇ જાય.. મારી બાઇકની સ્પીડ ઘણી જ વધુ હતી લગભગ પાંચેક મિનિટમાં મેં ધાર્યા કરતા વધુ રસ્તો કાપી નાખ્યો હતો. આખરે હું પહોંચી ગયો. મેં મારી સોસાયટીના ખૂણે દૂર બાઇકને ઉભી રાખી અને ખુશુને ત્યાં ઉતારીને કહ્યું,

"આ બાની બાજુમાં બેસી જા, હું હમણાં જ આવું છું.." એણે મારો હાથ પકડી લીધો. એની આંખોમાં ઘણાં જ પ્રશ્નો હતાં. મેં તેના હાથ પર હાથ મુક્તાં કહ્યું,

"વિશ્વાસ રાખજે ખુશુ.. હું હમણાં જ આવીશ.. અને હું ના આવું ત્યાં સુધી પ્લીઝ ક્યાંય જતી નહીં.."

★ શું ખરેખર નબીર એ ખુશુ માટે ભૂતકાળ જ રહેશે..??

★ આટલો પ્રેમ કરતા હોવા છતાં પણ શા માટે ખુશુએ ત્રણ મહીના સુધી એકપણ વાર નબીરને મળવાનો પ્રયત્ન સુધ્ધાં ન કર્યો..??

★ એવું તો શું હતું કે નબીરના લગ્નની જાણ હોવા છતાં પણ હવે ખુશુ ફરીવાર એ રીલેશનને જીવન્ત કરવાનું કહેતી હતી..??

★આખરે ટ્યુશનના સર તેમજ ખુશુના મામા સુધી વાત પહોંચી કઈ રીતે..??

વાંચો ક્રમશઃ..