તારા વિનાની ઢળતી સાંજ-૧૦ Manasvi Dobariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તારા વિનાની ઢળતી સાંજ-૧૦

તારા વિનાની ઢળતી સાંજ-૧૦

“મને નબિરે જ કીધું કે હું તારું મંગળસૂત્ર વેંચી નાંખુ..” સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.. જાણે કોઈએ મારા દિલને પ્રેમ કરીને મસળી નાંખ્યું હોય એવો એહસાસ થયો મને..

“વોટ્ટ..??? તને ખબર તો છે ને તું શું બોલી રહ્યો છે..???” હું એનાં પર જ ભડકી.

“હા ખૂશુ.. આ જ સાચું છે..”

“પણ એ એવું બોલી જ કઈ રીતે શકે..???” મારી આંખો ફરીવાર પલળી ગઈ.

“એક્ચ્યુલી.. મારે વાતમાંથી જ વાત નીકળી અને મેં રચનાને વાત કરી કે તારી પાસે મેરેજ પહેલાંથી જ ગોલ્ડનું મસ્ત મંગળસૂત્ર છે તો એણે મને રીઝન પુછ્યું..-“

“ઓહ્હ.. તો તે એને પણ કહી દીધું એમને..???” હું કતરાઈ ને તેની સામે જોઈ રહી.

“મેં એને કહી દીધું કે તને એ નબિરે આપેલું.. અને એ દિવસે તમે બંન્ને એ હોટેલ કોર્ટયાર્ડમાં તમારાં બધાં ફ્રેન્ડ્સને પાર્ટી આપેલી અને પછી ત્યાં જ આપણે ડીસ્કો પાર્ટી પણ કરેલી.. અને એ દિવસને તમે ઍઝ ઍન ઍનિવર્સરી સેલિબ્રેટ કરો છો…”

“સો વોટ્ટ..???”

“તો એ જ મારી મોટામાં મોટી ભૂલ.. મને એમ હતું કે એ સાંભળીને ખૂશ થશે.. પણ ઉલટાનું એ મને ઉંધી ચીટી કે તે કેમ મને આવું કંઈ જ નથી આપ્યું..?? બસ તું મને આવું કંઈક આપ.. મને પણ તારી નિશાની જોઈએ છે.. આપણે પણ આપણા માટે કોઈ ડૅ બનાવીએ.. આપણે પણ ફ્રેન્ડ્સ છે.. આપણે પણ એમને પાર્ટી આપીએ.. અને પછી તો હું મેસેજ કરું કે કૉલ કરું એટલે એક જ વાત હોય.. કંઈ લાવ્યો..?? અને હું ના પાડુ એટલે વાત જ ના કરે.. રીસાઈ જાય.. પછી એ જ પાછું મનાવવાનું ઍન્ડ ઑલ.. કંટાળી ગયો તો યાર.. ગોલ્ડની વસ્તુ લેવી એ કંઈ થોડી રમત વાત છે.. પછી મને કંઈ જ ના સૂજ્યું એટલે મેં નબિર ને વાત કરી.. તો એણે-“

“તો એણે કહી દીધું કે મેં આપ્યું છે એ આપી દે..??? એમજ ને..??? વોટ રબીશ..??? એ એણે મને આપી દીધું છે.. હવે આના પર એનો કોઈ હક નથી હવે માત્ર હું ડીસાઈડ કરીશ શું કરવું અને શું નહિ.. સમજી ગયો..?? અને હું એ કોઈને પણ આપવા તૈયાર નથી.”

“ના.. એણે મને કીધું કે તે પણ આવી જ જીદ કરેલી.. હા, તારી જીદ ગોલ્ડ માટે નહોતી મંગળસૂત્ર માટે હતી.. પણ એને પણ એ જ તકલીફો પડેલી..-“

“સૉરી..???”

“હા ખૂશુ.. તને ખબર છે એ મંગળસૂત્ર કેટલાં રુપિયાનું છે..??”

“અંમ્મ.. ના.. તો..??” હું થોડો ખચકાટ અનુભવવા લાગી.

“અઢાર હજાર રુપિયાનું.. ત્રણ વર્ષ પહેલાં ના અઢાર હજાર.. તને એ ખબર છે એણે ઍન્જિનિયરીંગ કેમ અધૂરુ જ મૂકી દીધું..??”

“હા, એને આગળ નહોતું ભણવું એટલે.. મેં એને ઘણો સમજાવ્યો હતો પણ..”

“પણ એ ના માન્યો.. ખબર છે કેમ..?? કારણ કે એની ફીઝ ના પૈસા એણે તારા આ મંગળસૂત્રમાં નાંખ્યાં હતાં.. અને ઘરે થોડો ટાઈમ ભણવાનો દેખાડો કરીને એણે કહી દીધું કે હવે મારે નથી ભણવું અને ફીઝ ભરી દીધેલી હવે પાછી નહી મળે..”

“વોટ્ટ..?? મને એક અપરાધી જેવો એહસાસ થવા લાગ્યો. હું માની જ ના શકી કે મારી આ એક જીદ ના લીધે નબિરે એનું આખું ભવિષ્ય દાવ પર મૂકી દીધું હતું. મને ઘીન્ન આવવાં લાગી.. પોતાનાં પર જ.. મારી હાથમાં રહેલું મંગળસૂત્ર હવે મને પ્રેમ નહિ ગુનેગારીનું પ્રતિક લાગવા લાગ્યું.. પરંતુ નબિરને પણ શું જરુર હતી ગોલ્ડનું લેવાની.. મેં તો માત્ર મંગળસૂત્ર માંગ્યું’તું.. એ તો ૧૦૦રુપિયાનું પણ ચાલત.. મને મારી જાત પર જ ગુસ્સો આવવાં લાગ્યો. હું ભાઈની સામે નજર જ ના મિલાવી શકી.. પરંતુ તેમ છતાં પણ મેં તેને પ્રશ્ન કરી લીધો,

“તો પણ એણે તને વેંચી નાંખવા કીધું..??”

“હા.. અત્યારે તો એણે મને એ જ કીધું.. અને મને ખબર છે તું આ વાત માટે ક્યારેય રાજી નહિ થાય એટલે જ હું એવું કંઈ જ કરવાનો નથી.. આમ પણ કોઈનાં પ્રેમની નિશાની ભૂંસીને પોતાની ના બનાવાય..” એનાં શબ્દોએ મારા જખ્મી હ્રદય પર ટાઢાં મલમ જેવું કામ કર્યું અને એ રાત ને જેમ તેમ હું પસાર કરી શકી.

અત્યારે એ બધું જ યાદ કરીને હું એકસામટું રડી રહી હતી. કેટલું બધું પૂછવું હતું મારે.. નબિરને.. પણ એ મારો કૉલ જ નહોતો ઉપાડી રહ્યો. કોઈ ચોખ્ખી હવામાં ધુમાડો ભળી જાય અને એ જેમ ધુંધળી બની જાય એમ જ કાલ રાતથી મને મારી અને નબિર વચ્ચે ધુંધળાપણ લાગી રહ્યું હતું. હું સમજી જ નથી શકતી નબિર.. આ તારો પ્રેમ સમજું કે નારજગી..?? તું મને એટલો પ્રેમ કરે છે કે તે તારું ભણવાનું મૂકીને મારા માટે મંગળસૂત્ર લીધું.. અને તેમ છતાંય મને સાચું કારણ ના કીધું.. કેમ નબિર કેમ..?? મેં જીદ કરી’તી કારણ કે મને તારા સિવાય કંઈ દેખાતું નહોતું પણ તું તો જોઈ શકતો હતો ને બધું.. તું તો સમજાવી શકતો હતો ને મને.. અને શું જરુર હતી નબિર સોનાનું જ લેવાની.. તને શું લાગે છે હું તારા ભવિષ્યનાં બદલે મંગળસૂત્ર લઈને ખૂશ થઈશ..?? અરે.. જીવનભર નો પ્રશ્ચાતાપ વહોરી લીધો છે મેં.. ખબર નહિ કંઈ રીતે માફ કરી શકીશ હું ખુદને.. આ વસ્તુ માટે તો પુરી જીંદગીનું નૉલેજ તારા નામે કરીને હું અભણ કહેવાઉં તો પણ ઓછું પડે નબિર.. કેમ કર્યું તે આવું..?? થોડો તો સ્વાર્થ રાખ્યો હોત યાર.. આટલો નિસ્વાર્થ બનીને શું કામ મને ગુનેગાર બનાવે છે નબિર.. હું પોતાની જાત સાથે વાતો કરતી રહી અને વધુ ને વધુ આંસુ સારતી રહી.. અચાનક જ મને જાણે કંઈક સૂજ્યું અને મેં મારા આંસુ લૂછયાં અને ઉભાં થઈને મમ્મીને કૉલ લગાવ્યો. બસ હવે બહુ થયું હતું.. રડવાનું.. લડવાનું અને દુખી થવાનું.. મમ્મી સાથે એ ગયાં એ પછી કોઈ વાતચીત જ નહોતી થઈ. એમની સાથે વાત કરીને હું એકદમ હળવી થઈ જઈશ.. એમ વિચારીને મેં કૉલ લગાવ્યો અને વાત કરી. ઘણી હળવાશ આવી ગઈ. મન શાન્ત થઈ ગયું.

**********************************

ગુલાબી સવાર ધીરે રહીને આળસ મરડીને બેઠી થઈ રહી હતી. પ્રફુલ્લિત્ત સવારે ઉભાં થતાં જ ઠંડક અને તાજગીને ખંજવાળી. સુર્યનો રાહ જોઈ રહેલો પ્રકાશ પોતાની કિરણો સાફ કરી રહ્યો હતો. ચકલાં ને કાબરોનો કોલાહલ હવાને ગલગલિયાં કરી રહ્યો હતો. ડરતું-ડરતું બારીમાંથી ડોકિયાં કરતું સુર્યનું નવલું જન્મેલું કિરણ મારી ઉંઘને સળી કરી રહ્યું હતું. બીજા માળે મારા રૂમની બારી પર ચકલીએ બનાવેલ માળામાંથી દીલને ઉન્માદ જગાડીને વ્હાલ આપે એવી ચીચીયારીઓ સંભળાઈ રહી હતી. હું બે-ત્રણ વાર મારો બ્લેન્કેટ મોં સુધી ખેંચી ચૂકી હતી પરંતુ હવે ઉભું થયા સિવાય કોઈ છુટકો નહોતો.. કારણ કે રંગીલી સવારની મનભાવક સુંદરતા મને ખેંચી રહી હતી. મેં બૅડમાંથી ઉભાં થતાં જ બારી તરફ નજર કરી.. બારી પર નો માળો ખુશીઓથી છલકાય રહ્યો હતો.. હું બ્લેન્કેટ હટાવી ઉભી થઈને બારી તરફ ગઈ.. આછાં પીળા રેશમી પડદાંઓ મારા હાથને અડક્યાં તો લાગ્યું જાણે મનને અડકી રહ્યાં હોય.. હું બારીની બહાર મોં રાખી, આકાશ તરફ આંખો બંધ કરીને, એક એક ઉન્માદને અનુભવવા લાગી..

અચાનક જ મારા બન્ને હાથો પર પ્રેમથી ભરેલો ખૂબ જ જાણીતો સ્પર્શ થયો. પહેલાં કોણીએ.. કોણીએથી કાંડા તરફ અને બંન્ને કાંડાએથી પછી હથેળીની આંગળીઓમાં આંગળી પરોવીને તેણે મારા બંન્ને હાથોને અદબની જેમ પેટ પર વાળીને પાછળથી બાથ ભરી લીધી. હું તો જાણે સુખ અને શાંતિની ચરમસીમાઓ પર પહોંચી ચૂકી હતી. બંધ આંખોએ પણ જાણે હું તેને જોઈ શકતી હતી. તેનાં મસ્તીથી તરબોળ હોઠોએ મારા ડાબા ખભ્ભા પર ધીમું ચુંબન કર્યું અને જાણે મારા શરીરનાં બધાં જ તાર ઝણ-ઝણી ઉઠ્યાં. એક અજીબ લહેરખું મારા શરીર માંથી પસાર થઈને ચાલ્યું ગયું. મારા હાથ અને મારા પગ કુકડાઈને એ ચુંબનમાં ભળી જવા ઉશ્કેરાવા લાગ્યાં. તેણે મને ગળા પર ધગધગતું ચુંબન ચોડીને વધારે ઉત્તેજિત કરી દીધી. મારા હાથ તેનાં હાથો પર ફરવા લાગ્યાં. તેણે મને તેની બાહોમાં ઉંચકી લીધી. મેં મારા બંન્ને હાથ તેનાં ગળામાં ભરાવી દીધાં. તે મને બૅડમાં લેટાવવા માટે નમ્યો એવું તુરંત જ મેં તેના ગળે ચારસો ચાલીસ વોલ્ટનું ચુંબન ચોંટાડી દીધું અને પછી તો જાણે મારા પર ચુંબનો નો વરસાદ થઈ ગયો.. એ વરસાદમાં હું ભીંજાતી રહી અને તેને વધુ ને વધુ ઉશ્કેરતી રહી. તે ઘાંઘા થયેલાં મેઘની જેમ મારી હરએક ઈચ્છાઓ પર ત્રાટકતો ગયો અને હું તેના શરીરની ગર્મીમાં ખુદને ઓગાળતી ગઈ.

રેટ કરો અને રિવ્યુ આપો

Pradip Padariya

Pradip Padariya 6 માસ પહેલા

Half Story

Rakesh

Rakesh 1 વર્ષ પહેલા

next part kyare avse?

Råmésh Shîhørã

Råmésh Shîhørã 2 વર્ષ પહેલા

MAHI SHAH

MAHI SHAH 2 વર્ષ પહેલા

Amita Palande

Amita Palande 3 વર્ષ પહેલા