તારા વિનાની ઢળતી સાંજ-૮ Manasvi Dobariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તારા વિનાની ઢળતી સાંજ-૮

આજના દિવસમાં ખબર નહીં મને આ કેટલાંમી વખત ઝટકો લાગ્યો હતો. પણ બીજી બધીજ હકીકતો કરતાં આ વાસ્તવિકતાને પચાવવી અઘરી હતી. ગાડીમાં એ.સી ચાલુ હોવાં છતાં પણ હું પરસેવે નીતરી ગઈ હતી. ફોન નીચે પડવાના કારણે વિરનું ધ્યાન મારા પર ગયું અને એણે મને બોલાવવાનો પ્રયત્ન કર્યો પરન્તુ હું એમ જ દિગ્મૂઢ બનીને બેઠી હતી. મારી પાંપણો પર પલકારાનો ભાર સવાર થવા લાગ્યો હતો.

"ખૂ..શુ.." વિરે મને એનાં ડાબા હાથે ઢન્ઢૉળી નાખી હું લગભગ ઝબકી જ ગઈ.

"શું થયું..?? કોનો ફોન હતો..?? આમ જો તો ખરાં આખી નીતરી ગઈ છો તું.." કહેતાં વિરે એ.સી ફુલ કર્યું. હું હજુ પણ એ અવાજના પડઘા મારી અંદર મહેસૂસ કરી રહી હતી અને મનોમન ભાઈને ગાળો આપી રહી હતી. આજે એ બચવાનો નહોતો. પહેલાં માસો.. અને પછી ભાઈ.. આજે બન્ને મરવાના હતાં. માસાની તો ખબર જ હતી એ આટલો હરામી છે એ.. પણ દુઃખ એ વાતનું હતું કે ભાઈ પાસે મેં આ વસ્તુની અપેક્ષા નહોતી રાખી.

"ખૂશશુ.. ધ્યાન ક્યાં છે તારું યાર.. હું કંઈક પૂછી રહ્યો છું તને.."

"આ.. આઈ એમ સોરી.. ઈટ્સ પર્સનલ.." કહીને મેં વાતને ત્યાં જ ફુલ-સ્ટોપ આપવાનો પ્રયત્ન કર્યો.

"ઓહ્હ.. નબીર.. ઓ.કે.. ઓ.કે.. સોરી.." એ મારી મજાક કરી રહ્યો હતો કે સાચે જ સિરિયસ હતો એ વાત પણ હું નોંધી શકું એટલી પણ વાસ્તવિકતા મારામાં નહોતી બચી. થોડી જ વારમાં ગાડીને બ્રેક લાગી. મારી આંખો તો બહાર જ ફરી રહી હતી પરન્તુ મનના ધુવાડામાંથી બહાર હવે આવી. ઘર આવી ચૂક્યું હતું. હું થોડી સ્વસ્થ થઈ અને ગાડીની બહાર નીકળી ત્યાં જ મામા આવ્યાં. ભાઈના ગુસ્સાનાં લીધે મેં જ એમને કૉલ કરીને બોલાવ્યાં હતાં કારણકે ત્યાં કંઈ પણ વાતને સંભાળવા માટે કોઈ મોટા જવાબદાર વ્યક્તિની જરૂર હતી. એમની આંખો મારા પર તરડાયેલી હતી. હું નીચું જોઈને શબ્દોને વાચા આપ્યાં વગર જ અંદર ચાલી ગઈ. અંદર જઈને જોયું તો માસી રડી રહ્યાં હતાં. બીજું કોઈ જ મારી નજરમાં ના આવ્યું. આથી મેં માસીની નજીક જઇને પુછ્યું,

"ક્યાં છે બધાં..??" કંઈજ પ્રત્યુત્તર ના મળ્યો માત્ર એમનાં ડૂસકાં નો અવાજ તેજ થયો.

"સંભળાતું નથી..?? ક્યાં છે બધાં બક ને.." મામાએ અંદર આવતાં જ ત્રાડ પાડી. માસી સહેજ ગભરાઈ ગયાં,

"હ..હ.. એ.. નીલ અને એનાં ભાઈબન્ધ ક્યાંક લઈ.." માસી વાક્ય પુરું કરતાં પહેલાં જ ફરીવાર રડી પડ્યાં. હું એમની હાલત સમજી શકતી હતી આથી હું એમની નજીક ગઈ પરન્તુ એમણે ધક્કો મારીને મને દુર કરી દીધી,

"તારા લીધે જ આ બધું હળગ્યું સે.." હું તો રીતસરની હેબતાઈ જ ગઈ. મેં માસીને મારી સાથે આવી રીતે ક્યારેય નહોતાં જોયાં. હું ઘરની બહાર તરફ દોડી અને વિરની પાસેથી ફોન લઈને જે નંબર પરથી કૉલ આવ્યો હતો એનાં પર કોલબેક કર્યો કોઈએ ના ઉપાડ્યો.. હવે મને ડર લાગવા લાગ્યો હતો. ભાઈનું કંઈજ ઠેકાણું નહોતું. મેં ગાડીમાં જઈને ભાઈનો ફોન શોધ્યો અને એમાંથી એનાં ફ્રેન્ડને ફોન લગાવ્યો. એણે પણ ના ઉપાડ્યો. ત્યાં જ વિરના ફોનની રિંગ વાગી. વિરે મને આપ્યો. મેં ફોન ઉપાડ્યો,

"હેલ્લો..??"

"તમે લોકો ઘરે જાવ.. હું આવું છું.." સામેથી ભાઈનો અવાજ સંભળાયો.

"હેલ્લો.. હેલ્લો.. ભાઈ.. સાંભળને.. એમને કંઈ જ ના કરતો.. પ્લીઝ.. તને મારી કસમ.." હું પૂરેપૂરી હામ્ફી રહી હતી અને લગભગ શબ્દે શબ્દે અટકતી હતી. છેલ્લાં સત્તર-અઢાર કલાકથી મારી જીંદગી એક વન્ટોળ બની ચૂકી હતી. મારા ખુદના વિચારો પર જે વજન હતો એનો ભાર મારું મગજ બિલકુલ પણ ઊંચકી શકે તેમ નહોતું.

"તું ચિંતા ના કર, મેં કંઈજ નથી કર્યું અને હું એમને મુકીને ઘરે આવું છું.. ડોન્ટ વરી.."

"થેન્ક ગોડ.." મનોમન મારાથી બોલાઈ ગયું અને મારા શ્વાસની ગતિ થોડી શાંત થઈ. સામે જ મામા ઊભા હતાં,

"શું થયું..?? ક્યાં છે એ..??"

"આવે છે.. બધું બરાબર છે.." મારાથી બોલ્યાં વગર ના રહેવાયું.

"શું ધૂળ બરાબર છે..?? આટલું તો ડોઈ માર્યું છે.. અને કે છે કે બરાબર છે.. આખી રાત ઘરની બહાર હતી એ બરાબર છે..??" અને મને જે બીક હતી એ જ બોલવાનું ચાલું થઈ ગયું. મને ખબર હતી હવે આ અડધો કલાક સાંભળવાનું હતું. હું ચુપચાપ આરામથી ત્યાં ઊભી રહી ગઈ. એમને જેટલું બોલવું હતું એટલું બોલવા દીધાં અને પછી કંઈજ પણ બોલ્યાં વગર હું ગાડીમાં જઈને બેસી ગઈ. એ જોઈને વિર પણ મારી પાછળ પાછળ ગાડીમાં આવીને બેઠો,

"ચાલ, મસ્ત સોન્ગ લગાવ.." કહેતાં મેં જ સીડી પ્લેયર ઓન કરી દીધું અને જોરશોરથી ગાડીમાં હની સિંગ કૂદવા લાગ્યો. મામા મારી સામે જ જોતાં રહ્યાં અને અમારી ગાડી ત્યાંથી નીકળી ગઈ. હું વિચારી પણ નહોતી શકતી કે મામાનું ટેમ્પરેચર શું હશે.. પરંતૂ આખરે આટલી હેરાનગતિ પછી હું આનાથી વધું કંઈજ કરી શકું તેમ નહોતી. મને હવે જોરદાર માથું ચઢ્યું હતું. મારી પાસે ઘરે પહોંચવા સિવાય બીજો કોઈ ઓપ્શન જ નહોતો મેં સીડી WI બન્ધ કરી દીધું. થોડીવારમાં જ ઘર આવી ગયું,

"ઓ.કે.. બાય.. થેન્ક યુ સો મચ.. મારા ખરાં સમયે તું હાજર રહ્યો છે.. રિયલી થેન્ક્સ.." કહેતાં હું ગાડીની બહાર નીકળીને દરવાજે ઊભી રહી ગઈ.

"મોસ્ટ વેલકમ.. બાય.." તેણે ગાડી દોડાવી મુકી. હું ઘરની અંદર પ્રવેશી એવો જ મેં નબીરને કૉલ કર્યો તેણે ના ઉપાડ્યો. ફોન બેડ પર ફગાવીને ત્યાં જ મેં શરીરને પડતું મૂક્યું અને એક - બે નાનાં જમ્પ સાથે મેં બેડમાં રાહતના શ્વાસને આમઁત્રી દીધો. મેં ફરીવાર નબીરને કૉલ કરવાનો પ્રયત્ન કર્યો પરન્તુ તેણે ના ઉપાડ્યો. મને એ રાતો યાદ આવી ગઈ જ્યારે નબીર આખી આખી રાત મારા કૉલનાં ઇંતજારમાં ફોન હાથમાં રાખીને જ વિતાવી દેતો હતો. ઉંઘ આવે તો પણ એ ફોન હાથમાંથી ના મુકતો. તે એ સમય હતો જ્યારે મને દુબઈ મોકલી દેવામાં આવી હતી. એ પણ માત્ર ને માત્ર અમારાં રિલેશનનાં કારણે.. ત્યાં મારી પાસે કોઈ ફોન પણ નહોતો. આખી રાત હું પથારીમાં જાગતી પડી રહેતી એ આશાએ કે બધાં સૂઈ જાય તો હું નબીરને કૉલ કરી શકું પરન્તુ મારી પહેલાં કોઈની જ આંખ ના લાગતી. લગભગ આખો એક મહિનો એમ જ નીકળી ગયો. હું એક એક પળ તડપતી હતી એની સાથે વાત કરવા માટે.. એને મળવા માટે.. પરન્તુ બધુંજ વ્યર્થ હતું.. એ છતાંય હું એ દિવસો કાઢી શકતી હતી તો માત્ર ને માત્ર એ મંગલસૂત્રનાં કારણે.. હા, મારી પાસે મંગલસૂત્ર હતું જે મને નબીરે પહેરાવેલું.. આ ગાંડપણ પણ મારું જ હતું. મેં જ નબીર આગળ જીદ કરેલી કે મને તારા નામનું મંગલસૂત્ર આપ.. મને કંઈક એવી નિશાની જોઈએ છે કે જેને જોઈને હું તારી ઓટનાં દિવસો પણ જાણે તું મારી સાથે જ હોય.. પાસે જ હોય એ રીતે કાઢી શકું.. પરન્તુ મને હમણાં જ બે કલાક પહેલાં જ ખબર પડી કે મારે હવે એનાથી પણ હાથ ધોવાનો હતો.

રેટ કરો અને રિવ્યુ આપો

Makwana Karishma

Makwana Karishma 3 વર્ષ પહેલા

Mihir M. Trivedi

Mihir M. Trivedi 3 વર્ષ પહેલા

Parul Chauhan

Parul Chauhan 3 વર્ષ પહેલા

Jatin Panchani

Jatin Panchani 3 વર્ષ પહેલા

Apps Whats Up App

Apps Whats Up App 3 વર્ષ પહેલા