Pravas - Himachal pradesh - Simla books and stories free download online pdf in Gujarati

પ્રવાસ- હિમાચલ પ્રદેશ - શિમલા

હિમાચલ પ્રદેશ - શિમલા:

હિમાચલપ્રદેશ ભારત દેશના ઉતર ભાગમાં આવેલું રાજ્ય છે તથા તેનું પાટનગર શિમલા છે. આઝાદી બાદ શિમલાને પંજાબ રાજ્યનું પાટનગર બનાવવામાં આવેલું પણ સમય જતા તેણે હિમાચલ પ્રદેશનું પાટનગર બનાવવામાં આવ્યું. શિમલાને સમર કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે અને રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો શિમલાનું સ્થાન મોખરે છે . શિમલાનું નામ “શ્યામલા એટલે કે કાલી માતા” નાં નામ પરથી પાડવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશનાં સુંદર રમણીય સ્થળમાં નું એક એટલે શિમલા. શિવાલિક ગિરિમાળાઓથી છવાયેલા શિમલાની રોનક જ કઈક અનેરી છે. શિમલા એટલે ફક્ત માલ રોડ નહિ પરંતુ તેનાથી વિશેષ પણ ઘણું-બધું.

કેવી રીતે પહોચવું? :

જો ટ્રેન દ્વારા પહોચવું હોય તો કોઈ પણ મહાનગર થી કાલકા પહોચી ને ત્યાંથી ટોય ટ્રેન દ્વારા અથવા બસ કે ટેક્ષી થી શિમલા પહોચી શકાય છે, ટોય ટ્રેનની સફર કરવી તે જીવન નો એક અમૂલ્ય લહાવો છે
જો બસ દ્વારા સફર કરવી હોય તો ચંડીગઢ થી હિમાચલ પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટેશનની ખુબ જ સરસ બસ મળી રહે છે.
જો પ્લેન દ્વારા સફર કરવી હોય તો શિમલા થી ૨૩ કિલોમીટર નાં અંતરે આવેલ જબ્બરહતી એરપોર્ટ એ નજીક નું એરપોર્ટ છે.

વિશેષતા : ટોય ટ્રેન એ શિમલા ની વિશેષતા છે .ટોય ટ્રેન નું બુકિંગ પણ ઓનલાઈન કરી શકાય છે જો ઓનલાઈન બુકિંગ કરવાનું રહી ગયું હોય તો ત્યાંથી પણ ટીકીટ મેળવી શકાય છે. આ ટ્રેકને UNESCO દ્વારા ૨૦૦૮ માં વર્લ્ડ હેરીટેજ સાઈટમાં સમાવવામાં આવ્યો છે. જેમાં ૧૦૭ જેટલી ટનલ બનાવવામાં આવી છે જેમાંથી ૧૦૨ જેટલી ટનલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રૂટમાં નાના મોટા ૮૦૬ જેટલા બ્રીજ બનાવવામાં આવ્યા છે.આ રૂટ ઉપર મુસાફરી કરવી ટે જાતે જ એક અલગ પ્રકારનો અનુભવ છે. અમાપ ખીણો વચ્ચેથી નીકળતી ટ્રેન આપણને દરેક વળાંકે એક અલગ અનુભવ આપતી જાય છે. જો તમે શીમલાને માણવા માગતા હોય તો અચૂક આ મુસાફરી કરજો..

જોવા લાયક સ્થળો:

જો કોઈ ટુર ઓર્ગેનાઈઝર થી ઓર્ગેનાઈઝ થયેલી ટુર માં જતા હોવ તો માલ રોડ અને કુફરી જ જોવાલાયક સ્થળો તરીકે આવે. પણ જો ખરેખર શિમલા ને માણવું હોય તો બીજા પણ અનેક સ્થળો છે.
૧. સમર હિલ : કુદરતી સૌન્દર્ય થી ભરપુર એવા સમર હિલ ને જ સાચું શિમલા કહી શકાય જ્યાં આપણને શાંતી નો અનુભવ થાય છે, સાથે સાથે હિમાચલ પ્રદેશ નાં સ્થાપત્ય નાં વારસા ને સાચવેલા સ્થાપત્યો ત્યાં જોવા મળે.
૨. કેમ્પ પોટર હિલ : જો કૈક નવો પ્રયોગ કરવો હોય તો આ જગ્યા ખુબ જ સુંદર છે. ખુબ જ સરસ રીતે ટ્રી હાઉસ નો કોન્સેપ્ટ અહી જોવા મળે છે અને ખુબ જ વિશાળ જગ્યામાં બનાવેલ ટ્રી હાઉસ જરૂર થી એક નવો અને તાજો અનુભવ કરાવે છે.
૩. ઈન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ : સ્થાપત્ય ની દ્રષ્ટી એ ખુબ જ સારી કહી શકાય તેવી જગ્યા. એક સરસ જોવાલાયક મ્યુઝિયમ. જે સવારે ૮ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લું હોય છે .
૪. જાખું ટેમ્પલ : આ હનુમાનજીનું એક ખુબજ સુંદર મંદિર છે જે ૮૦૦૦ ફીટ ની ઉચાઈએ આવેલ એક પર્વત ઉપર છે અને શિમલાના જોવાલાયક સ્થળો માનું એક છે. ત્યાં પહોચીને અલૌકિક આનંદ આવે છે, જેમને ટ્રેકિંગ નો શોખ છે તેઓને એક નાનકડું ટ્રેક નો આનંદ મળશે.

૫. સ્કેન્ડલ પોઈન્ટ- રીજ : આ એક સપાટ જગ્યા છે જ્યાંથી તેની આસપાસનાં પર્વતોનાં સૌંદર્યથી આખો ઠરે છે તથા ત્યાંથી સનરાઈઝ અને સનસેટનો લહાવો લેવા જેવું છે.

૬. નલદેહરા ગોલ્ફ કોર્સ : શિમલાથી ૨૩ કી.મી નાં અંતરે આવેલ ખુબ જ રમણીય સ્થળ એટલે નલદેહરા જ્યાં પ્રખ્યાત ગોલ્ફ કોર્સ છે અને કુદરતે ખુબ જ પ્રેમથી પોતાનું સૌંદર્ય વેર્યું છે જ્યાં આસપાસમાં અનેક દેવદાર અને પાઈનનાં વ્રુક્ષો આવેલા છે.

૭. કુફરી : શિમલા ની આસપાસના મહત્વના અને અચૂક જવુંજ જોઈએ તેવા સ્થળમાનું એક સ્થળ એટલે કુફરી. કુફરી શિમલાથી 16 કી.મી.નાં અંતરે આવેલ છે. કુફરી હિલ સ્ટેશન તરીકેતો ફેમસ છે જ એ ઉપરાંત વિન્ટર સ્પોર્ટ્સ માટે પણ ખુબ જ પ્રખ્યાત છે જ્યાં સ્કીઈંગ અને આઈસ સ્કેટિંગ થાય છે. અને જો વિન્ટર સ્પોર્ટ્સ નો શોખ હોય તો આ જગ્યાએ જાન્યુઆરીમાં વિન્ટર ફેસ્ટીવલ હોય છે ત્યારે જવાથી આ મજા લઇ શકાય.

૮. ચૈઇલ : ચૈઇલ highest cricket pitch in the world તરીકે પ્રખ્યાત તરીકે તરીકે પ્રખ્યાત છે અને દેવદાર અને પાઈનનાં અનેક વ્રુક્ષ જોવા મળે છે. અહી આર્કિટેક્ચરની દ્રષ્ટી એ ખુબ જ સુંદર તેવો ચૈઇલ પેલેસ આવેલ છે. આ સ્થળ શિમલા કરતા પણ ઉચાણમાં આવેલ હોવાથી રાત્રે શિમલાની લાઈટ જોવાની ખુબ જ મજા માણી શકાય છે.

૯. તારા દેવી મંદીર : આ મંદીર શિમલાથી ૧૧ કી.મીના અંતરે આવેલ છે જ્યાં અષ્ટધાતુમાંથી બનાવેલ ખુબ જ નયનરમ્ય તારા દેવીની મૂર્તિ છે, ત્યાં પહોચીને મનમાં કૈક મેળવ્યાની અનુભૂતિ થાય. આસ્તિકો માટે ઈશ્વરીય અનુભૂતિ થાય અને નાસ્તિકોને પણ કૈક અલગ અનુભૂતિ થાય તેવું સ્થળ છે.

૧૦. ચર્ચ : અહીનું ચર્ચ એક વિશિષ્ટ પ્રકારની બનાવટના લીધે પ્રખ્યાત છે. બહારથી જ સુંદર દેખાતા આ ચર્ચને અનેક મુવીમાં પણ બતાવવામાં આવ્યુ છે. આ ચર્ચ શિમલાની એક આગવી ઓળખ સમાન છે.

૧૧. માલ રોડ : જેમ દરેક ફરવાનાં સ્થળોએ ફરવા ઉપરાંત ખરીદી એટલે કે શોપિંગ એ મેઈન એટ્રેક્શન હોય છે તેમ શિમલામાં માલ રોડ એટલે ફરવાની, ખરીદી કરવાની અને કુદરતને માણવાની જગ્યા. અહિયાં એક આખું શિમલા આપણને તાદ્રશ જોવા મળે. માલ રોડ જવા માટે શિમલા બસ સ્ટેન્ડથી નજીક લીફ્ટની પણ વ્યવસ્થા છે અને બીજો એક રસ્તો પણ છે જ્યાંથી વાહન દ્વારા ત્યાં જઈ શકાય છે. રસ્તાની કિનારીઓ પર ખુબ જ સરસ રીતે બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે જ્યાં બેઠા બેઠા ચા ની ચુસ્કીઓ લેતા લેતા, અથવા તો આઈસ્ક્રીમની સાથે સાથે કુદરતમાં પોતાની જાત ને ઓગાળતા ઓગાળતા પ્રકૃતિના સામીપ્યને માણી શકાય છે. અલાહ અલાહ પ્રકારનું ફૂડ અહી મળે છે, શોપિંગ માટે દરેક પ્રકારની વસ્તુઓ મળે છે અને અહીના કલ્ચરને રીલેટ કરતી વસ્તુઓ પણ ખુબ જ સુંદર મળે છે.

સમય :

જો ઉનાળાનાં સમયમાં જવું હોય તો માર્ચ થી જુનનો સમય ખુબ જ યોગ્ય છે, જેમાં આહલાદકતાનો અનુભવ થઇ શકે તેવું વાતાવરણ હોય છે અને ત્યારે ટ્રેકિંગ, પેરાગ્લાઈડીંગ જેવા એડવેન્ચરનો અનુભવ લઈ શકાય છે અને જો ઠંડક પસંદ હોય તો ઓક્ટોબર થી ફેબ્રુઆરીનો સમય સારો કહી શકાય. જેમાં સ્નો ફોલ જોવા મળે અને સ્કીઈંગ અને આઈસ સ્કેટિંગ ની મજા માણી શકાય અને હિમાચલ પ્રદેશમાં જાન્યુઆરી મહિનામાં વિન્ટર ફેસ્ટીવલ હોય છે જ્યારે ખુબ જ પ્રમાણમાં સ્નોફોલ થયેલ હોય છે ત્યારે વિન્ટર એડવેન્ચર કરવા મળે છે એટલે જો વિન્ટર એડવેન્ચર નાં શોખીન હોવ અને ઠંડી સહન કરી શકાતી હોય તો અચૂક જાન્યુઆરીમાં અહી આવવું જોઈએ.

સાથે શું લઈને જવું?

શિમલા જાવ છો તો અચૂકથી વુલન કપડા તો લઈ જવાજ પડે. સાથે સાથે આપની ચોઈસનો થોડો નાસ્તો પણ લઇ જવો કારણ કે શિમલામાં દિવસની ત્રણ ઋતુઓનો અનુભવ થાય છે અને જો ખુબ જ વરસાદ હોય તો આપણા પોતાના નાસ્તાની જરૂર પડે જ. આ ઉપરાંત રેઇન કોટ અને છત્રી અવશ્ય લઇ જવી.

રોકાણ:

શિમલા માં રોકાઈ શકાય તેવી અનેક સસ્તી મોંઘી હોટેલો છે, પણ જો પ્રકૃતી નો સ્પર્શ મેળવવો હોય તો સમર હિલ માં રોકાવાનો લહાવો લેવા જેવો ખરો.

શોપિંગ :

શિમલાની પ્રખ્યાત વસ્તુઓમાં તો વુલન સૌથી સરસ મળે.
તો શિમલાએ રજાઓ ગાળવા, કુદરત ને માણવા અને પ્રકૃતિ નાં ખોળે રહી શકાય અને આસપાસ ની દુનિયાને ભૂલીને એક અલગ જ દુનીયામાં જઈ શકાય તેવી જગ્યા છે જો તમારી આખોમાં સુંદરતા હોય તો...

તો નીકળી પડો પ્રિયજનો –સ્વજનો ને લઈ ને ઉનાળુ વેકેશન માણવા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED